P24 News Gujarat

Navsari: રશિયા-યુક્રેન યુદ્ધે દક્ષિણ ગુજરાતના આ મુખ્ય વ્યવસાયનો દાટ વાળ્યો, વધી રહી છે બેકારી!

Sagar Solanki, Navsari:  હીરાઉદ્યોગ એ દક્ષિણ ગુજરાતના લોકોની રોજગારીનો મોટો ભાગ ગણાય છે. કારણકે મોટાભગાના લોકો અ hira ઉદ્યોગ સાથે જોડાયેલા છે. મહત્વનું છે કે કોરોનાકાળ બાદ માંડ બેઠો થયેલો હીરા ઉદ્યોગ ફરી એકવાર મંદી ના સંકટમાં સપડાયો છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની સીધી અસર ભારતના હીરા ઉદ્યોગ ઉપર પડી છે. જેના કારણે નવસારી જિલ્લાના મુખ્ય ગણાતો હીરા ઉદ્યોગ ડચકા ખાવા લાગ્યો છે.

ઉદ્યોગકારો સહિત કારીગર વર્ગને પણ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેઇન યુદ્ધ ની સીધી અસર હીરા ઉદ્યોગને થઈ છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

ભારતીય બજારોમાં કાચા હીરાનો માલ મુખ્યત્વે રશિયાથી આવે છે. જે હાલ અમેરિકાએ લાદેલા આર્થિક નિયંત્રણોને કારણે અટકી પડ્યો છે. તો બીજી તરફ અન્ય દેશોમાંથી આવતી હીરાની રફ ખુબજ ઊંચી કિંમતે બજારમાં આવી રહી છે. પરંતુ તેની સામે તૈયાર થતા પોલિશડ હીરાની કિંમત વૈશ્વિક બજારોમાં નીચી જઈ રહી છે.જેને કારણે ઉદ્યોગકારો માટે રફની ખરીદી અને તૈયાર માલના વેચાણ વચ્ચે નો તાલમેલ જાળવી નફો મેળવવો અશક્ય બન્યો છે.રફ માલ ન મળતા ઉદ્યોગકારો ને કારખાના ઓમાં કામનો સમય ઘટાડી દેવાની ફરજ પડી છે.જેને લઈ પાછલા ત્રણ માસ જેટલા સમયથી આજ સ્થિતિ હીરા ઉદ્યોગ ન રેહતા કારીગર વર્ગને પૂરતું કામ નથી મળી રહ્યું.કારીગર વર્ગ આર્થિક સંકટ માં સપડાયો છે.

હીરાના પાતળા માલની મુખ્ય ખપત ધરાવતું ચીનનું બજાર પણ કોરોનાના કારણે બંધ થયું છે.નવસારી ના હીરા ઉદ્યોગમાં રશિયા થી થતી કાચા માલની આયાત અને ચીનના બજારમાં થતી તૈયાર માલની નિકાસ બંધ થઈ છે.આમ આયાત અને નિકાસ બંને તરફ બ્રેક લાગતા ઉદ્યોગકારો ને બેવડો ફટકો પડયો છે. દેશભરના હીરા ઉદ્યોગને યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે રશિયા ઉપર અમેરિકા એ લાદેલા નિયંત્રણોને કારણે હીરાના રફ માલની આયાત ઉપર રોક લાગી છે.

ઉદ્યોગ માટે કપરી બનેલી આ સમસ્યા નું નિરાકરણ કેન્દ્ર સરકાર લાવી શકે તેમ છે.રશિયા અને ભારત વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો હોવાના કારણે જો રશિયા ભારતીય રૂપિયો સ્વીકારી હીરાની આયાત શરૂ કરે તો ઉદ્યોગ ફરી ધમધમતો થઈ શકે તેમ છે. જેને લઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે તેવી રજુઆત કરી રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો કારીગર વર્ગ સહિત ઉદ્યોગકારો સરકાર સામે આશ લગાવી બેઠા છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *