આપણા દેશમાં ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આદિ અનાદિ કાળથી જ ગુરુ શિષ્યના સંબંધોનુ ખૂબ મહત્વ છે. જો કે કદાચ આપણા જેવી સંસ્કૃતિ તમામ જગ્યાઓ પર જોવા મળતી નથી. એવામાં અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સગીર વિદ્યાર્થીઓ સાથે યૌન સંબંધ બાંધવાના આરોપ હેઠળ બે દિવસમાં 6 શિક્ષિકાઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓની ઉંમર 16 વર્ષ કે તેથી ઓછી છે.
ધરપકડ કરાયેલી શિક્ષિકાનું નામ એલન શેલ છે. તેની ઉંમર 38 વર્ષની છે. શેલ પર 16 વર્ષીય વિદ્યાર્થી સાથે સંબંધો બાંધવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે, ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં તેણે બે વખત વિદ્યાર્થીઓ સાથે સંબંધ બાંધ્યા હતા. અહેવાલો પ્રમાણે હાલ તે ડેનવિલેની વુડલોન એલીમેન્ટ્રી શાળામાં ભણાવેછે. આ પહેલાં તે લેન્કેસ્ટર એલીમેન્ટ્રી શાળામાં કામ કરતી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલિસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી અને બે દિવસની કાર્યવાહી બાદ 6 શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે.
ફર્સ્ટ ડિગ્રી ટોર્ચરના આરોપી હિથર હેરે બ્રાયન્ટ હાઈ સ્કૂલમાં સેવા આપે છે. તેણે યૌનશોષણના આરોપ હેઠળ ડિટેન્શન સેન્ટર ખાતે સરન્ડર કર્યું હતું. જો કે તેને 15000 ડોલરના બોન્ડ પર જામીન આપવામાં આવી છે. જામીનમળતા પહેલા તેને 3 કલાક જેટલો સમય જેલમાં રાખવામાં આવી હતી.
આ પણ વાંચો:
પ્લેનમાં બધા મુસાફરો માટે પેરાશૂટ કેમ નથી હોતા? ક્રેશ થાય તો આટલા બધા મોત તો ન થાય, જાણો વૈજ્ઞાનિક કારણ
અન્ય એક 26 વર્ષીય શિક્ષિકાએમિલી હેનકોકની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસને એક વિદ્યાર્થી સાથેના તેના કથિત સંબંધોની જાણ થઈ હતી. તેથી તેની ધરપકડ કરવામા આવી હતી. કોકો ન્યૂઝના અહેવાલ મુજબ 26 વર્ષીયશિક્ષિકાએવર્ષ 2022 માં આ વિદ્યાર્થીને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે સબસ્ટીટ્યુટ ટીચર તરીકે કાર્ય કરતી હતી. આ સિવાય જેમ્સ મેડિસન હાઈસ્કૂલના 33 વર્ષીયઅલીહ ખેરદામંદ પર પણ વિદ્યાર્થી સાથે જાતીય ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પોલીસે આ તમામ શિક્ષિકા પર સગીરો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં હવે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલીક આરોપી શિક્ષિકા સોશિયલ મીડિયા અને ખાસ કરીને સ્નેપચેટ દ્વારા પીડિતો સાથે સંપર્કમાં રહેતી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
