બેલારૂસની કોર્ટે શુક્રવારના રોજ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને માનવ અધિકાર કાર્યકર્તા એલેસ બાલિયાત્સ્કી (Ales Bialiatski)ને 10 વર્ષ જેલની સજા ફટકારી છે. વિરોધ પ્રદર્શન તથા અન્ય અપરાધો માટે ફંડ પૂરું પાડવા બદલ આ સજા ફટકારવામાં આવી છે. રોયટર્સમાંથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ માનવ અધિકાર સમૂહ જણાવે છે કે, રાજનીતિથી પ્રેરાઈને સ્ટંટ ઊભો કરવામાં આવ્યો છે.
60 વર્ષીય એલેસ બાલિયાત્સ્કી માનવ અધિકાર સમૂહના કો-ફાઉન્ડર છે. વર્ષ 2020માં રાષ્ટ્રપતિ તરીકે લાંબા સમય સુધી રહી ચૂકેલ નેતા એલેક્ઝેન્ડર લુકાશેંકોએ ફરીથી ચૂંટણી લડ્યા બાદ જે પણ વિરોધ પ્રદર્શન થયા તેમાં એલેસ બાલિયાત્સ્કી હંમેશા કેન્દ્રમાં રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જે લોકોને કેદ કરવામાં આવ્યા હતા તે લોકોને કાયદાકીય અને નાણાંકીય સહાય પ્રદાન કરવામાં બાલિયાત્સ્કીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્ષ 2021માં બાલિયાત્સ્કીની અન્ય બે લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી.
ઓક્ટોબર 2022માં માનવ અધિકારને લોકતંત્ર માટે કામ કરવા બદલ એલેસ બાલિયાત્સ્કીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે રશિયન અધિકાર સમૂહ મેમોરિયલ અને યુક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ સાથે શેર કરવામાં આવ્યો હતો. નોબેલ સમારોહ દરમિયાન એલેસ બાલિયાત્સ્કી જેલમાં હતા. તેમની પત્નીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
1980 દાયકાના લોકતંત્ર સમર્થક કાર્યકર્તા
બેલારૂસી સાહિત્યના સ્કોલર, સ્કૂલ ટીચર અને મ્યૂઝિયમ ડાયરેક્ટર બાલિયાત્સ્કી 1980ના દાયકામાં લોકતંત્ર સમર્થક વિરોધ પ્રદર્શનમાં શામેલ રહ્યા હતા. 1980ના દાયકાની શરૂઆતમાં સોવિયેત યૂનિયનમાંથી બેલારૂસની સ્વતંત્રતા માટે આગળ પડતા પ્રચારક હતા. જેમણે સમગ્ર દેશમાં સોવિયેતના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
બેલારૂસે વર્ષ 1990માં સ્વતંત્રતાની જાહેરાત કરી હતી અને મજબૂત લોકતંત્ર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. વર્ષ 1994માં એલેક્ઝેન્ડર લુકાશેંકો દેશના સૌથી પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે રાષ્ટ્રપતિ તરીકે શાસન કર્યું છે.
લુકાશેંકોના શાસનને તે સમયથી વિરોધ પ્રદર્શનમાં પડકાર આપવામાં આવ્યો છે. જેના પરિણામે વર્ષ 1996માં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રોયટર્સમાંથી પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજનૈતિક કૈદીઓ અને તેમના પરિવારને નાણાંકીય તથા કાયદાકીય સહાયતા પ્રદાન કરવાના હેતુથી એલેસ બાલિયાત્સ્કીનએ વિયાસના માનવ અધિકાર સંગઠનની સ્થાપના કરી હતી. આ માનવ અધિકાર સંગઠને રાજનૈતિક કેદીઓ સામે દુર્વ્યવહાર કરવા માટેનો કેસ દાખલ કર્યો છે.
વર્ષ 2011થી વર્ષ 2014 સુધી જેલ
એલેસ બાલિયાત્સ્કી અગાઉ પણ જેલ જઈ ચૂક્યા છે. રોયટર્સમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર વર્ષ 2011થી વર્ષ 2014 દરમિયાન વિયાસનાના ફંડિંગ બાબતે એલેસ બાલિયાત્સ્કી પર કર ચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેમને જેલ થઈ હતી. એલેસ બાલિયાત્સ્કીએ આ આરોપોને નકારી દીધા હતા.
વર્ષ 2020માં એલેક્ઝેન્ડર લુકાશેંકોએ બેલારૂસના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. વર્ષ 2021માં સરકાર વિરોધી પ્રદર્શન બાબતે કાર્યવાહી દરમિયાન એલેસ બાલિયાત્સ્કીની ધરપકડ કરવામાં આવ્યો હતો. વિપક્ષે દાવો કર્યો હતો કે, ચૂંટણીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ વિરોધ વ્યક્ત કરવા માટે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
તાજેતરમાં જાણવા મળ્યું છે કે, એલેક્ઝેન્ડર લુકાશેંકો પુતિનના સહયોગી રહ્યા છે. તેમણે રશિયાના સૈનિકોને યુક્રેન સામે મિસાઈલ લોન્ચ કરવા માટે મંજૂરી આપી હતી. ઉપરાંત સેનાની અવરજવર માટે બેલારૂસનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી હતી. આ કારણોસર એલેક્ઝેન્ડર લુકાશેંકો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતી.
પરીક્ષણ
રોયટર્સ જણાવે છે કે, આ વર્ષે બાલિયાત્સ્કી અને વિયાસનાના અન્ય બે લોકો પર તસ્કરી કરવા, સાર્વજનિક વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા સમૂહને નાણાંકીય સહાય પ્રદાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર સમૂહોએ આ કેસની ટીકા કરી છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આ બાબતને આઘાતજનક કૃત્ય ગણાવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બાલિયાત્સ્કીની સક્રિયતાનો બદલો લેવાની કોશિશ કરવામાં આવી રહી છે.
અહી ઉલ્લેખનીય છે કે, બાલિયાત્સ્કીને 12 વર્ષની સજા કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી. બાલિયાત્સ્કીએ આ તમામ આરોપોન નકારી દીધા હતા. કોર્ટે અન્ય બે આરોપીને 7 તથા 9 વર્ષની અને બાલિયાત્સ્કીને 10 વર્ષની સજા ફટકારી છે. દોષિતોને $100,000 તથા $300,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું છે કે, દોષિતોએ ગેરકાયદાકીય સાધનોનો ઉપયોગ કરીને આ ફંડ એકત્ર કર્યું હતું, જે દોષિતો પાસેથી જ વસૂલવામાં આવશે.
પ્રતિક્રિયા
બાલિયાત્સ્કીને જેલની સજા ફટકારવા બદલ ચોતરફથી આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. બેલારૂસ સહિત અન્ય દેશોમાં પણ આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બેલારૂસમાં વિપક્ષ નેતા સ્વેતલાના ત્સિકાનુસ્કાયાએ જણાવ્યું છે કે, બાલિયાત્સ્કીને ખોટી રીતે દોષી ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
VIDEO : ભાઈ ભાઈ! બિલ ગેટ્સે બનાવી ખિચડી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શીખવાડયો વઘાર
સજા ફટકારવામાં આવી તેની પહેલી સાંજે માનવ અધિકાર સંગઠને નિવેદન આપતા બેલારૂસ સરકારની નિંદા કરી હતી અને તમામ રાજનૈતિક કેદીઓને આઝાદ કરવાની માંગ કરી હતી. બાલિયાત્સ્કીને આઝાદ કરવા બાબતે એમ્નેસ્ટી ઈન્ટરનેશન, હ્યૂમન રાઈટ્સ વોચ, યૂરોપિયન પ્લેટફોર્મ પોર ડેમોક્રેટીક ઈલેક્શને સહમતી દર્શાવી છે. વિયાસના આ સમગ્ર ઘટનાની ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે, બેલારૂસમાં માનવ અધિકારની રક્ષા ગતિવિધિના બિનકાયદાકીય અપરાધનો વિરોધ કરવા માટે વિદેશમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
