P24 News Gujarat

‘મહિને 7 લાખની નોકરી છે, પણ ગુજરાત જેવી મજા નથી!’:નોકરી સાથે GPSCની તૈયારી કરી, પ્રથમ પ્રયાસમાં જ પહેલો નંબર; કીર્તન ભટ્ટ આપે છે સફળતાની ચાવી

19 માર્ચ 2025, બુધવાર
11:14 PM IST (જર્મનીઃ 7:30 PM) હું જમીને હાથ ધોઈ રહ્યો હતો, ત્યાં એકાએક મારા ફોનમાં મેસેજ આવવા લાગ્યા. જોયું તો મોટા ભાગના મેસેજ અભિનંદનના હતા. ફોનમાં મેસેજમાં એક PDF ફાઇલ પણ આવી હતી. તે ઓપન કરી… જોયું તો તે GPSCનું રિઝલ્ટ હતું. પહેલું જ નામ મારું દેખાયું! મને વિશ્વાસ ન આવ્યો એટલે મેં મારી પત્નીને દેખાડ્યું. તેને કન્ફર્મ કરીને કહ્યું, હા… તારું જ નામ છે. બસ, પછી મેં સીધો ઇન્ડિયા મારાં મમ્મીને ફોન કર્યો. આ શબ્દો છે વલ્લભ વિદ્યાનગરના 28 વર્ષીય કીર્તન ભટ્ટના, જેમણે પહેલા જ પ્રયાસે GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) કલાસ 1-2ની પરીક્ષા પાસ કરી છે. એટલું જ નહીં, તેઓ મેરિટમાં સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલા ક્રમાંકે આવ્યા છે. પરંતુ કીર્તનભાઇની સૌથી રસપ્રદ વાત એ છે કે અત્યારે તેઓ જર્મનીના ફ્રેડરિક્સહેફન શહેરમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દે કાર્યરત છે, ગાડું ભરીને યુરો રળે છે. યાને કે કોઇને પણ અદેખાઈ આવે એવી ડ્રીમ લાઇફ તેઓ જીવી રહ્યા છે. છતાં તેઓ હવે આ બધું જ છોડીને સ્વદેશ-ગુજરાત આવશે અને અહીં પોતાની સેવા આપશે. દેશમાં વર્ષે લાખો વિદ્યાર્થીઓ GPSC-UPSCની પરીક્ષાઓની તૈયારી કરે છે અને ભારત સરકારની સનદી લેવામાં ઊંચા હોદ્દે બિરાજવાનાં સપનાં જુએ છે. પરંતુ દેશની સૌથી અઘરી ગણાતી આ પરીક્ષા કોઇ યુવાન જર્મનીમાં રહીને, ત્યાંની ડિમાન્ડિંગ નોકરી કરતાં કરતાં પાસ કરે, એ પણ પ્રથમ પ્રયાસે અને પ્રથમ રેન્કમાં… તો જનાબ, આ સિદ્ધિ બિલકુલ સામાન્ય નથી. કારણ કે જ્યારે તમે ગુજરાતમાં રહીને તૈયારી કરતા હોય તો તમારી પાસે ઘણા બધા રિસોર્સ હોય છે પણ વિદેશમાં તૈયારીઓના રિસોર્સ સીમિત થઈ જાય છે. મૂળ ભાવનગરના કીર્તન ભટ્ટની આ સિદ્ધિની ચર્ચા ગુજરાતથી જર્મની સુધી થઈ રહી છે. તેમના અનુગામી વિદ્યાર્થીઓ માટે કીર્તનભાઇ હવે રોલ મોડલ બની ગયા છે. આગામી રવિવારે ફરી પાછી GPSCની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે પરીક્ષાર્થીઓને જોમ ચડાવવા માટે અમે જર્મનીમાં કીર્તન ભટ્ટ સાથે વાત કરી, જેમાં તેમણે ભાવનગરથી જર્મની અને એન્જિનિયરિંગથી GPSCની દિલધડક સફરની વાત કરી. સાથોસાથ એમણે GPSCની તૈયારીનાં સિક્રેટ પણ શેર કર્યાં છે. ‘પપ્પા એન્જિનિયર અને મમ્મી ડૉક્ટર છે’
‘મારો જન્મ ભાવનગરમાં થયો હતો’, કીર્તન ભટ્ટે ખોંખારો ખાઇને વાતની શરૂઆત કરતાં કહ્યું, ‘પણ પછી અમે વલ્લભવિદ્યાનગર (આણંદ) જતાં રહ્યાં. મારું સ્કૂલિંગ પણ ત્યાં કેન્દ્રીય વિદ્યાલયમાં થયું હતું. 12મા પછી મને અમદાવાદની LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન મળ્યું. જોકે, થોડા સમયમાં જ ત્યાંથી મારું મન ઊઠી ગયું એટલે હું પછી જર્મની જતો રહ્યો.’ કીર્તને આગળ કહ્યું કે, ‘મેં 2019માં જર્મનીથી મેકાટ્રોનિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. નસીબ સારાં હતાં કે તરત જ મને ત્યાં જોબ પણ મળી ગઈ. હાલ હું અહીંની એક વિશાળ ઓટોમોટિવ સપ્લાયર કંપની ZF ગ્રૂપમાં રિસર્ચ એન્જિનિયર તરીકે જોબ કરું છું. મારા ફેમિલી વિશે વાત કરું તો મારા પપ્પા સિવિલ એન્જિનિયર છે, મારાં મમ્મી ડૉક્ટર છે, પણ મારો મોટા ભાગનો સમય મારાં દાદા-દાદી સાથે વીત્યો છે. મારા દાદા વકીલ હતા.’ ‘ફ્રી ક્વોટામાં એડમિશન મળ્યું એટલે જર્મની આવ્યો’
કીર્તને જણાવ્યું કે આમ તો જર્મની આવવાનો મારો કોઈ વિચાર નહોતો, પણ જ્યારે 12 સાયન્સ પછી મારું IITમાં સિલેક્શન ન થયું ત્યારે હું હાયર એજ્યુકેશનના ઓપ્શન્સ વિચારવા માંડ્યો. તો અમેરિકા અને કેનેડા જવાનો રસ્તો તો ફી સાંભળીને જ બંધ થઈ ગયો. અહીં જર્મનીમાં એવું હોય કે જો તમને ટોપ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે તો ફી નથી ભરવાની હોતી (જોકે હવે ફી લેવાનું શરૂ કર્યું છે). એટલે હું જર્મની આવી ગયો અને મફતમાં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.’ ‘દેશ માટે મહિને 7 લાખ રૂપિયાની સેલરી છોડીશ’
પોતાની જોબ વિશે જણાવતાં કીર્તને કહ્યું કે, ‘હું વિશ્વની ત્રીજી સૌથી મોટી ઓટોમોટિવ સ્પલાયર કંપની ‘ZF ગ્રૂપ’માં રિસર્ચ એનાલિટિક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. અમે મર્સિડિઝ, BMW જેવી જર્મન ગાડીઓનાં ગિયર બોક્સ, બ્રેકિંગ સિસ્ટમ, પાવર ટ્રેન વગેરે ડિઝાઈન કરીએ છીએ.’ ‘મારી કમાણી વિશે વાત કરું તો, મારું હાલનું પેકેજ 70-75 હજાર યુરોનું છે, એટલે ઇન્ડિયા પ્રમાણે મહિનાની સેલરી 7 લાખ રુપિયા જેવી થાય. જોકે, ટેક્સ કપાતા મારા હાથમાં દર મહિને પોણા ચાર- ચાર લાખ રૂપિયા જેવું આવે.’ હવે કીર્તનભાઇએ GPSCની પરીક્ષા પાસ કરી છે એટલે તેઓ આ ધરખમ પગારવાળી પૉશ નોકરી છોડીને સ્વદેશમાં ફરજ બજાવવા આવી રહ્યા છે. જર્મનીથી GPSCની સફર કેવી રીતે શરૂ થઈ?
‘હું અહીં જર્મની આવ્યો ત્યારથી મારો અહીં સ્થાયી થવાનો કોઇ ઇરાદો હતો જ નહીં’, કીર્તન ભટ્ટ નિખાલસતાથી કબૂલે છે, ‘મારો વિચાર અમુક વર્ષ સુધી અહીં કામ કરીને બસ ઇન્ડિયા ભેગું થઈ જવાનો હતો. કારણ કે મને અહીં રહેતાં 10 વર્ષ થવા આવ્યા પણ હજુ સુધી પોતાનાપણાનો અહેસાસ નથી થતો. આપણા ગુજરાત જેવું વિશ્વમાં ક્યાય ન થાય, જ્યાં હંમેશાં પોતાનાપણાની લાગણી અનુભવાય છે.’ ‘એટલે 2-3 વર્ષ તો મેં વિચાર્યુ કે શું કરી શકાય? કારણ કે મારા ફિલ્ડ પ્રમાણે ગુજરાતમાં કોઈ જોબ સેટ થાય એમ નહોતી અને મારે કોર્પોરેટમાં રહેવું પણ નહોતું. પછી, અમુક મિત્રો સાથે વાત થઈ, સિવિલ સર્વિસીઝ વિશે ન્યૂઝપેપરમાં વાંચતાં હોઇએ અને સારા-સારા કેસ સ્ટડી જોતા હોઇએ… મને ત્યારથી લાગ્યુ કે મારે સિવિલ સર્વિસ માટે પ્રયાસ કરવો જોઈએ. એટલા માટે બે વર્ષ પહેલાં GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી ક્લાસ 1-2ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું. પછી પહેલી પ્રિલિમ પરીક્ષા આપી. એમાં પાસ થઇ ગયો એટલે મેઈન્સ પરીક્ષા અને તેનો કોઠો વીંધાયો એટલે ઈન્ટરવ્યૂ પણ આપ્યા. બસ, નસીબે સાથ આપ્યો અને બધી પરીક્ષામાંથી પહેલે જ ધડાકે પાસ થઈ ગયો.’ કીર્તન ભટ્ટે ભરતી ક્રમાંક 20/202223માં પહેલા જ પ્રયાસમાં પહેલો નંબર મેળવ્યો છે. તૈયારીની શરૂઆત ક્યારે કરી?‘જૂન 2022 આસપાસ મેં પરીક્ષાની તૈયારી કરવા બાબતે વિચાર્યું. પહેલાં તો 2-3 મહિના મેં રિસર્ચ કર્યું કે કેવી રીતે કરીશ. અમુક લોકો સાથે વાતચીત કરી, પછી 2022ના અંતે તૈયારીની શરૂઆત કરી હતી.’ જર્મની, જોબ, મેરેજ અને તૈયારી, ટાઇટ દોરડા પર ચાલવાનો કસબ
પરિવારથી સાત સમુંદર પાર દૂર, આખા દિવસની ડિમાન્ડિંગ જોબ અને ખાંડાની ધાર પર ચાલવું પડે તેવી અઘરી પરીક્ષા. કેટલું અઘરું પડ્યું આ બધું? ‘જરાય સહેલું નહોતું’, કીર્તનભાઇ કહે છે, ‘પણ આ બાબતને તમારે સ્વીકારવી પડે છે કે જે ઉમેદવારો આખો દિવસ તૈયારી જ કરે છે કદાચ તે વાંચનમાં જેટલો સમય ફાળવશે, એટલો સમય તો મારી પાસે નહીં જ હોય. તે આઠ-નવ કલાક વાંચી શકતા હોય તો હું કદાચ 2 કલાક જ વાંચી શકું. એનો અર્થ એવો બિલકુલ નથી કે જોબ કરતો હશે તેના ચાન્સ નથી. પણ જે જોબ કરે છે તે રોજ 2-2 કલાક કન્સિસ્ટન્સી સાથે તૈયારી કરે તો તે પાસ થઈ જ શકે છે. મેં કર્યું જ ને!’ જર્મનીમાં તમે કેવી તૈયારી કરી? વાંચન માટે તમારું શેડ્યુલ શું રહેતું?
કીર્તને કહ્યું- મારું કોઈ ફિક્સ શેડ્યુલ નહોતું. કારણ કે મારી જોબનો ટાઈમિંગ દરરોજ અલગ-અલગ રહેતો. કોઈવાર મારે વધારે રોકાવું પડતું, કોઈવાર વહેલા છૂટવાનું થતું. એટલે ફિક્સ ટાઈમિંગ પણ નહોતો રાખ્યો પણ લોન્ગ ટર્મ પ્લાન બનાવતો કે મારે એક મહિનામાં બે કે ત્રણ વિષય પૂરા કરવાનાં છે. જ્યારે પ્રિલિમ પરિક્ષા છ મહિનાની વાર હતી ત્યારે બધા વિષયોનું વાંચન એકવાર થઈ જાય અને રિવિઝન થઈ જાય આ રીતનું પ્લાનિંગ તૈયાર કર્યું હતું. સાથે સાથે PYQ (પાછળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્ર) સોલ્વ કરવાનું નક્કી કરેલું હતું. ‘જો સમયની વાત કરું તો મોટા ભાગે તો હું સાંજે જોબ પરથી આવીને જ બે કલાક જેટલું વાંચતો અને જ્યારે જોબમાં એક કલાકનો બ્રેક હોય ત્યારે ન્યૂઝપેપર અને કરંટ અફેર્સ વાંચતો.’ ‘નસીબનાં જોર પર પ્રિલિમ પાસ થયો’
કીર્તનને પ્રિલિમ પરીક્ષા બાદનો કિસ્સો શેર કર્યો, જે સાંભળીને કોઇને પણ થઈ જાય કે જો ખરેખર મહેનત કરી હોય તો ભાગ્યનો સાથ પણ અચૂક મળે જ છે. તેઓ કહે છે, ‘હું તો મારી પ્રિલિમ પરીક્ષા આપીને ફરી પાછો જર્મની આવી ગયો હતો. અહીં આવીને મેં આન્સર કી પ્રમાણે માર્ક્સ કાઉન્ટ કર્યા તો મારે 185 માર્ક્સ (400 માંથી) થતા હતા. બધાએ મને કહેલું કે થઈ જશે, નહીં વાંધો આવે! એટલે મેં મેઇન્સની તૈયારી પણ શરૂ કરી દીધી. પણ જ્યારે બે-ત્રણ મહિના પછી મારું રિઝલ્ટ આવ્યું તો હું માત્ર 0.3 માર્ક્સથી રહી ગયો હતો. યાને કે એક માર્કનો પણ ત્રીજો ભાગ! સ્વાભાવિક રીતે જ હું નિરાશ થઈ ગયો અને મેં ત્રણ-ચાર મહિના તૈયારી પણ છોડી દીધી.’ ‘પણ કહેવાય છે ને કે ઉપર વાલે કે ઘર દેર હે અંધેર નહીં એ ન્યાયે થોડા સમય બાદ મને ખબર પડી કે પ્રિલિમના રિઝલ્ટને ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું છે.’ ભરતી ક્રમાંક- 20/202223ની પ્રિલિમ પરીક્ષાની આન્સર કીમાં કેટલીક ભૂલો રહી ગઈ હતી, જેને કારણે કોર્ટમાં પિટિશન ફાઈલ થઈ હતી. આ કેસનો નિર્ણય ઉમેદવારોના પક્ષમાં રહ્યો અને જે 23 પ્રશ્રોને ચેલેન્જ કરવામાં આવ્યા હતા, તેમાંથી 9 પ્રશ્રોમાં જવાબ સુધર્યા, 9 પ્રશ્રો રદ થયા અને 5માં કોઈ ચેન્જ થયો નહીં). કીર્તનભાઇ પોતાના ભાગ્યના ખેલને સમજાવતાં કહે છે, ‘પછી GPSC દ્વારા ભરતી ક્રમાંક- 20/202223 માટે રિવાઈઝ્ડ રિઝસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં મારે મેરિટ કરતાં 10 માર્ક્સ વધારે આવ્યા અને હું લિસ્ટમાં આવી ગયેલો. પછી તો મને એવું જોમ ચડ્યું કે મેં ચોટલી બાંધીને મેઇન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી.’ શું કોચિંગ લીધા વિના પાસ ન થવાય?
વિદ્યાર્થીઓને મૂંઝવતા આ સવાલનો જવાબ આપતાં કીર્તને કહ્યું, ‘આમ તો સેલ્ફ સ્ટડીથી તૈયારી થઈ જ શકે છે. એવું જરાય જરૂરી નથી કે કોચિંગ કરવું જ પડે. પણ મારી વાત કરું તો અહીં (જર્મનીમાં) મારી પાસે એટલાં સંદર્ભ પુસ્તકોના સોર્સ નહોતા એટલે મેં એક ખાનગી કોચિંગનો પ્રિલિમનો કોર્સ લીધેલો હતો. મેઈન્સમાં મેં મોટા ભાગે સેલ્ફ સ્ટડી કરેલું. યૂટ્યુબમાંથી અને ખાનગી કોચિંગના ફ્રી વીડિયોમાંથી નોટ્સ બનાવી હતી. બીજું, ખાસ કરીને મેં ટોપર્સની આન્સર બુક્સ રિફર કરેલી, જેનાથી મને મેઈન્સમાં ખૂબ મદદ મળી.’ આપણી માટી, આપણા લોક
જવાબ આપતાં તરત જ કીર્તને કહ્યું, જ્યાં આપણાં મૂળ હોય, જ્યાં આપણું બાળપણ વીત્યું હોય તે જગ્યા પ્રત્યે દરેકને લાગણી તો હોય જ છે. હું અહીં આવ્યો પછી પણ દર વર્ષે ગુજરાત તો આવતો જ, કોઈવાર તો વર્ષમાં બે વાર પણ આવવાનું થતું. એટલે આપણા લોકો, પરિવાર અને મિત્રો પાસેથી મળતી હૂંફ અહીં જર્મનીમાં ન મળે એટલે ચોક્કસ જર્મનીમાં આ બાબતની હંમેશાં ખોટ રહેતી અને આ જ સૌથી મોટું કારણ છે જે મને ગુજરાત પાછો ખેંચી લાવ્યું. હાડોહાડ ટેક્નોક્રેટમાંથી સરકારી બાબુ!
અત્યારે મલ્ટિનેશનલ ઑટો કંપનીમાં ટેક્નોક્રેટ તરીકે કામ કરતા કીર્તનભાઇ હવે ગુજરાતમાં સરકારી બાબુ તરીકે નવી ઇનિંગ્સ શરૂ કરશે. આભ-જમીનનો ફરક નહીં પડી જાય? ‘પડશે, પણ એ જ મજા છે.’ પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહથી વાત કરતા કીર્તનભાઇ કહે છે, ‘જુઓ, મારી હાલની જોબ મોટા ભાગે ડેસ્ક જોબ છે અને હું અહીં વન મેન આર્મીની જેમ કામ કરું છું. મારો જે પણ પ્રોજેકટ હોય તેમાં હું શરૂઆતથી લઈને અંત સુધી એકલો કામ કરું છું. ટીમ સાથે સંપર્ક હોય, પણ અંતે નિર્ણય તમારો જ હોય છે.’ ‘જ્યારે હું ક્લાસ-1 અધિકારી તરીકે કાર્યરત થઈશ તો મારે દરરોજ પબ્લિક સાથે સીધા સંપર્કમાં આવવું પડશે. વિવિધ પ્રકારના લોકો સાથે કામ કરવાનું થશે. તેમના પ્રશ્રો સાંભળવા પડશે. તેમનો ઉકેલ લાવવાનો રહેશે. મંત્રીઓ સાથે ઊઠવા-બેસવાનું થશે. બીજું કે હાલની મારી જોબ છે એ ટેક્નિકલ પ્રકારની છે. જ્યારે સરકારી ક્લાસ-1ની જોબ જનરલ પ્રકારની હશે. બંને જોબ વચ્ચે આ સૌથી મોટા તફાવત હશે, જે ચેલેન્જિંગ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. હું એ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ વિદેશ જવાના ક્રેઝ વચ્ચે ઘર વાપસી, લાખો મૂકીને હજારોની સેલરી
ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓમાં વિદેશોમાં જઇને વસવાનો અને ત્યાંના ડૉલર, પાઉન્ડ-યુરો ‘છાપવાનો’ પ્રચંડ ક્રેઝ છે તે કોઇનાથી અજાણ્યો નથી. ત્યારે જર્મની જેવા દેશમાં મહિને લાખો રૂપિયાની જોબ છોડીને ભારતમાં આવવા વિશે કીર્તન ભાઇ કહે છે, ‘ભારતમાં ક્લાસ 1-2 અધિકારીઓની સેલરી પણ સારી જ હોય છે. બીજું કે, પૈસા તો મારા માટે ગૌણ બાબત છે, કારણ કે હું અહીં પાંચ વર્ષથી કમાઉં છું એટલે જરૂરિયાત જેટલું કમાઇ લીધું છે. જર્મનીની સરખામણીએ અહીંની સેલરી કદાચ ઓછી લાગે, પરંતુ તેની સામે ઇન્ડિયામાં એટલો ખર્ચો પણ નથી થતો. એટલે મને લાગે છે આ બાબતે કોઈ વાંધો નહીં આવે.’ UPSC-GPSCની વૈતરણી નદી પાર કરાવતાં પુસ્તકો
UPSC-GPSCની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો આ સૌથી કોમન સવાલ હોય છે, કયાં પુસ્તકો વાંચવાં? કીર્તન કહે છે, ‘આમ તો, તૈયારી કરતા ઉમેદવારોને બુક લિસ્ટ ખબર જ હોય છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપતા ઉમેદવારોનું બુક લિસ્ટ અલગ-અલગ હોય છે, પણ હું કેટલીક સ્ટાન્ડર્ડ બુક્સ ફોલો કરવાનું જરૂર કહીશ.’ કીર્તનભાઇએ સજેસ્ટ કરેલાં મસ્ટ રીડ પુસ્તકો અહીં ગ્રાફિકમાં આપ્યાં છે. તે તેમણે વાંચેલાં અને દરેક વિદ્યાર્થીએ વાંચવાં જ જોઇએ. ઇન્ટરવ્યૂમાં કેવા પ્રકારના પ્રશ્રો પૂછાય છે?
આ બીજો સૌથી કોમન સવાલ છે. તેના જવાબમાં કીર્તને કહ્યું, ‘આમ તો એવું કોઈ ફિક્સ નથી હોતું, પણ હાલના ચેરમેન સાહેબ (હસમુખ પટેલ) સિચ્યુએશનલ-કરંટ અફેર્સ પરથી પ્રશ્રો પૂછવાનું પસંદ કરે છે તેવું ઓબ્ઝર્વેશન અને અનુભવ છે.’ ‘મને તો એમ કે ઇન્ટરવ્યૂમાં દાટ વળ્યો છે’
ઈન્ટરવ્યૂ વિશે જણાવતા કીર્તને બહુ રસપ્રદ અનુભવ કહ્યો, ‘ઇન્ટરવ્યૂની એકેએક ક્ષણ મારા માટે યાદગાર હતી. હું ઈન્ટરવ્યૂ પતાવીને બહાર આવ્યો ત્યારે મારો તો પરસેવો છૂટી ગયો હતો. મને લાગતું હતું કે મારો ઈન્ટરવ્યૂ ખૂબ જ ખરાબ ગયો છે, કારણ કે મને એક પેનલ મેમ્બરે ખૂબ જ ઊકસાવ્યો હતો. પરંતુ આખરે સૌ સારાં વાનાં થઇ ગયાં.’ તૈયારીનાં બ્રહ્માસ્ત્રઃ પાછલાં પ્રશ્નપત્રો, રિવિઝન
પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં આપણા ટોપર કીર્તન ભટ્ટે કહ્યું, ‘પ્રિલિમ પરીક્ષામાં તો હું એવું માનું છુ કે સૌથી મોટું બ્રહ્માસ્ત્ર તો PYQ (પાછળનાં વર્ષના પ્રશ્રો-પ્રશ્નપત્રો) જ છે. છેલ્લાં પાંચ વર્ષના PYQ તમામ પ્રિલિમ આપતા ઉમેદવારોએ ઘોળીને પી જવા જોઈએ. જો 200 માર્ક્સનું પેપર હશે તો 30-40 માર્ક્સ તો તમારે આમાંથી જ આવી જશે. વધુમાં તમે રિવિઝન પર ધ્યાન આપો, વાંચન વધારો એટલે વધારાના 60-70 માર્ક્સ આરામથી કવર કરી લેશો. PYQ જ્યારે સોલ્વ કરો ત્યારે નોટિસ કરો કે તમારી ભૂલ કયા ટોપિકમાં પડે છે, તમને શું યાદ નથી આવતું અથવા વારંવાર તમે કઈ જગ્યા ભૂલો કરો છો. તો તેમાં તમારે વધારે ધ્યાન આપવું જોઈએ.’ ‘ઈન્ટરવ્યૂ સારો નહોતો ગયો છતાં સારા માર્ક્સ આવ્યા’
GPSCનાં ફાઈનલ રિઝલ્ટમાં આ વખતે કેટલાક વિવાદ થયેલા, જેમાં ઉમેદવારો પાસેથી જાણવા મળ્યું કે ઈન્ટરવ્યૂથી મોટા ભાગના લોકો નારાજ છે. કારણ કે કેટલાક ઉમેદવારોને 92 માર્ક્સ આપવામાં આવ્યા છે તો કોઈ ને 20 માર્ક્સ જ આપવામાં આવ્યા. આ સમગ્ર વિવાદ વિશે કીર્તનભાઇ શું કહે છે? ‘હા, આ બાબત બધા માટે ચોંકાવનારી જ હતી’, કીર્તન કહે છે, ‘કારણ કે પહેલાં ઈન્ટવ્યૂમાં 35-40થી 65-70ની રેન્જમાં જ માર્ક્સ મૂકવામાં આવતા. પણ આ વખતના રિઝલ્ટમાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો. ઘણાને લાગતું હતું કે ઈન્ટરવ્યૂ સારો ગયો છે, તેને બહુ જ ઓછા માર્ક મળ્યા છે, અને મારી જેમ ઘણા લોકોને લાગતું હતું ઈન્ટરવ્યૂ ખરાબ ગયો છે, તો પણ તેમને સારા માર્ક્સ મળ્યા છે. મારી જ વાત કરું તો મારે ઈન્ટરવ્યૂમાં 70 માર્ક્સ છેે, જે મારા માટે પણ નવાઈની વાત છે.’ પહેલા જ પ્રયાસમાં પહેલો જ નંબર!
GPSCની પરીક્ષાના પહેલા જ પ્રયાસમાં પહેલો નંબર આવશે એવી કોઈ આશા હતી ખરી? ‘ના ના.. બિલકુલ નહીં.’ કીર્તનભાઇ નિખાલસતાથી કહે છે, ‘પરીક્ષા તો સારી ગયેલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે ક્યારેય પરિણામ નક્કી નથી કરી શકતા, કારણ કે તમારા કરતાં પણ મોટા ધૂરંધરો બેઠા હોય છે, જે લાંબા સમયથી તૈયારી કરતા હોય છે. એટલે પહેલા પ્રયાસમાં જ પહેલો નંબર આવશે એવું તો ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું.’ ‘સરકારી ઑફિસમાં મારી પાસેથી લાંચ માગવામાં આવેલી’
કીર્તનભાઇ, હવે તમે સરકારી કચેરીમાં ઉચ્ચ હોદ્દે બિરાજશો. પરંતુ તમારી ટેક્નોક્રેટ તરીકેની કરિયરમાં તમારે ક્યારેય ગુજરાતની કોઈ સરકારી કચેરીમાં જવાનું થયું છે? પ્રશ્ર સંભળતા જ કીર્તને હસતાં-હસતાં કહ્યું, ‘તમે નહીં માનો, આ જ સવાલ મને ત્યાં ઈન્ટરવ્યૂમાં પણ પૂછ્યો હતો. મારા મેરેજ પછી સર્ટિફિકેટ કઢાવવા માટે મેરેજ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જવાનું થયું હતું. ત્યાં મારો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હતો કારણ કે એમણે મારી પાસે સર્ટિફિકેટ કાઢી આપવાના પૈસા માગ્યા હતા. એટલે એ તો જગજાહેર છે કે ભ્રષ્ટાચાર આપણે ત્યાં થાય જ છે, દરરોજ ન્યૂઝ પેપરમાં પણ આવા કિસ્સાઓ આવતા જ હોય છે.’ નવી પરીક્ષા પદ્ધતિ વિશે કીર્તન કહે છે, ‘આ નવી એક્ઝામ પેટર્ન ઉમેદવારો માટે આમ તો સારી જ છે. પ્રિલિમમાં અગાઉ બે પેપર હતાં અને છ કલાક તમારે બેસવું પડતું, હવે તમારે 200 માર્ક્સનું એક જ પેપર છે અને ત્રણ કલાકનો સમય છે. તમારે ફિઝિકલ સ્ટેમિના ઓછી આપવી પડશે. મેઈન્સમાં ભાષાનાં પેપરને ક્વોલિફાઇંગ કરી દેવામાં આવ્યા છે, તો તે ઘણાને ગમે છે ઘણાને નથી ગમતું. એટલે મારું તો એવું માનવું છે કે આપણે આપણા હાથમાં જે હોય તેના પર ધ્યાન આપવું જોઈએ.’ UPSCમાં હવે ક્યારે ઝંપલાવું છે?
કીર્તને કહ્યું, ‘બહુ પ્રામાણિકતાથી કહું તો GPSCની સફળતા બાદ મારો ટાર્ગેટ UPSC જ છે. આ વર્ષે પહેલો પ્રયાસ પણ આપવાનો છું. 25 મેના રોજ UPSCની પ્રિલિમ પરીક્ષા છે.’ કોઈપણ ભોગે ભારતથી વિદેશ જવા માગતા લોકોને તમે શું કહેશો?
ભારતમાં દિવસે ને દિવસે કોઇપણ ભોગ વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. વિઝા ન મળે તો ગેરકાયદે બોર્ડર ક્રોસ કરતા, ડંકી રૂટમાં મૃત્યુ પામતા, કે ડિપોર્ટ થતા લોકોના સમાચારો જોયા પછી પણ આ ક્રેઝ સતત વધી રહ્યો છે. એ વિશે ફોરેન રિટર્ન કીર્તનભાઇ કહે છે, ‘જો કોઈ વ્યક્તિ વિદેશ જવા માગે છે તો તેણે જવું જ જોઇએ, પણ તેની પાસે નિશ્ચિત ગોલ હોવા જોઈએ, કે આપણે શા માટે જવું છે? ગાડરિયા પ્રવાહની જેમ બીજા જાય છે એટલે મારે જવું છે, તો આ ખોટું છે. વિઝન હોવું જોઈએ કે ત્યાં જઈને મારે શું કરવું છે, પૈસા કમાવા છે કે સારું શિક્ષણ જોઈએ છે અથવા ઇન્ટરનેશનલ એક્સપોઝર જોઈએ છે.’ બીજું એ કહીશ કે માતા-પિતાના જિંદગીભરના રૂપિયા-એમની મરણમૂડી દાવ પર લગાડીને કે જમીનો વેચી અહીં આવવું ખોટું છે. શું જર્મની જવું હોય તો જર્મન ભાષા શીખવી ફરજિયાત છે?
કીર્તનભાઇ કહે છે, ‘જો ભારતથી અહીં આવવું હોય તો વિઝા માટે અમુક બેઝીક લેવલ જેટલું જર્મન આવડવું જોઈએ.જર્મન ભાષા શીખવી ફરજિયાત નથી, પણ હું તો લોકોને એવી જ સલાહ આપીશ કે તમારે અહીં આવવું હોય તો જર્મન ભાષા શીખી લેવી જોઈએ, કારણ કે મોટા ભાગના લોકો અહીં જર્મન બોલવાનું જ પસંદ કરતા હોય છે.’ ‘એન્જોય ધ જર્ની’
અમારી સાથેની વાતચીતને અંતે કીર્તને કહ્યું, ‘મારી આ સફળતાનો મંત્ર બસ એટલો જ છે કે ‘Enjoy the journey’. તમને હંમેશાં વાંચવામાં મજા આવવી જોઈએ. GPSC-UPSCની સફર એક મેરેથોન છે, તમારે 50-60 પુસ્તકો વાંચવાનાં હોય, દરરોજ ન્યૂઝપેપર વાંચવાં પડે છે. તો જો તમે આખી સફરને માણશો નહીં તો તણાવમાં આવી જશો.’ ‘બીજું એ પણ હું બધાને કહીશ કે એક બેકઅપ ઓપ્શન તમારી પાસે રાખો. ગ્રેજ્યુએશન પછી બે-ત્રણ વર્ષ ફુલ ટાઈમ આપો અને ન થયું તો તમારા Plan B તરફ આગળ વધો અને તમારા જુવાનીના સુવર્ણ વર્ષોને વેડફશો નહીં. બાકી તો બસ આ સફર છે તમે તેને માણી લો.’

​19 માર્ચ 2025, બુધવાર

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *