ગુજરાતના યુવાનો માટે ખુશખબર! સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર આપશે ₹20,000 ની સહાય… શું તમે પણ સરકારી નોકરીનું સપનું જુઓ છો? શું તમે યુપીએસસી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો? પરંતુ શું પરિવારની આર્થિક પરિસ્થિતિ તમારી સૌથી મોટી ચિંતા છે? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! ગુજરાત સરકાર તમારા માટે એક એવી યોજના લઈને આવી છે જે તમારી તૈયારીના ખર્ચમાં ઘણી મદદ કરશે. હવે ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સંસ્થાઓમાં તાલીમ લેવા માટે પૂરા ₹20,000 ની સહાય આપવામાં આવશે. આ યોજના એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમણે ધોરણ 12માં 60 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય અને તેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય. આ સહાય મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વેબસાઈટ gueedc.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યાં તમારે સ્કીમ સેક્શનમાં જઈને ‘ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ’ પસંદ કરવાનું રહેશે અને ‘અપ્લાય નાવ’ પર ક્લિક કરવાનું રહેશે. જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા હોવ તો તમારે ‘ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન’ પર ક્લિક કરીને તમારી નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ તમે લોગીન કરીને યોજનાના નામ પર ક્લિક કરીને ફોર્મમાં તમારી જરૂરી બધી વિગતો ભરી શકો છો. તમારે તમારો ફોટો અને સહી પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. બધી માહિતી ભર્યા પછી તેને સેવ કરવાથી તમને એક એપ્લિકેશન નંબર મળશે. હવે તમારે આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે અને તમારી જરૂરી ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત નકલ તમારા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને કુરિયર દ્વારા અથવા રૂબરૂમાં જઈને જમા કરાવવાની રહેશે. જો તમારી અરજી મંજૂર થશે તો તમને આ સહાયની રકમ મળી જશે. આ સહાય મેળવવા માટે તમારે બિન અનામત વર્ગનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, એલસી, ધોરણ 10 અને 12 ની માર્કશીટ, કોચિંગ સંસ્થામાં ફી ભર્યાની પહોંચ અને તમારી બેંક પાસબુક જેવા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. માત્ર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જ નહીં, અનામત વર્ગના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેઓએ sje.gujarat.gov.in પોર્ટલ પર જઈને યોજનાઓના ઓપ્શનમાં આર્થિક ઉષ્કર્ષમાં જઈને બીકેસી 35 પર ક્લિક કરવાનું રહેશે. અહીં તેમને વર્ગ 1, 2, 3 અને કેન્દ્ર સરકારની તમામ ભરતીઓની તૈયારી માટે પણ ₹20,000 ની સહાય મળશે. અરજી ફોર્મ ભરીને અનામત વર્ગના વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગને મોકલવાનું રહેશે. તો રાહ શેની જુઓ છો? જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોવ અને આર્થિક તંગી અનુભવી રહ્યા હોવ તો આ યોજના તમારા માટે જ છે.
વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો…