સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે લાભાર્થીઓ આ સમયમર્યાદામાં E-KYC પૂર્ણ નહીં કરે, તેઓને રેશનકાર્ડ હેઠળ મળતા સરકારી લાભો, ખાસ કરીને સબસિડીવાળા અનાજનો જથ્થો, બંધ થઈ શકે છે… ગુજરાત રાજ્ય સરકારે તમામ રેશનકાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર (E-KYC) કરાવવું ફરજિયાત જાહેર કર્યું છે. આ મહત્વપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ, 2025 નક્કી કરવામાં આવી છે. E-KYC શા માટે આટલું મહત્વનું છે?
રેશનકાર્ડ ફક્ત સસ્તું અનાજ મેળવવા માટે જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે એક આવશ્યક દસ્તાવેજ છે. આમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત), વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, મકાન સહાય, ખેડૂતો માટે કૃષિ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. E-KYC દ્વારા, સરકાર ખાતરી કરવા માંગે છે કે લાભો ફક્ત સાચા અને હયાત લાભાર્થીઓ સુધી જ પહોંચે, જેનાથી બોગસ અથવા નિષ્ક્રિય કાર્ડ દૂર કરી શકાય. વધુમાં, તે રહેઠાણના પુરાવા તરીકે બેંક લોન, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સેવાઓ માટે પણ ઉપયોગી છે. E-KYC ન હોવાના કારણે ભવિષ્યમાં આ સેવાઓ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. E-KYC પ્રક્રિયા, પડકારો અને ઉદાસીનતા
છેલ્લા 6 જેટલા મહિનાથી રાજ્યભરમાં રાશન કાર્ડની E-KYC ની કામગીરી ચાલી રહી છે. લાભાર્થીઓ તેમના ગ્રામ પંચાયતના વીસીઈને મળીને, મામલતદાર કચેરી જઈને અથવા સરકારી વાજબી ભાવની દુકાન (સસ્તા અનાજની દુકાન) પર જઈને અથવા સરકાર દ્વારા માન્ય મોબાઇલ એપ્લિકેશન (જેમ કે ‘મેરા રાશન’ એપ) અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને આધાર ઓથેન્ટિકેશન (ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા ચહેરાની ઓળખ) દ્વારા આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે. E-KYCમાં લોકોને કેવી તકલીફ પડી?
જોકે, આ પ્રક્રિયામાં કેટલાક વ્યવહારિક પડકારો પણ જોવા મળી રહ્યા છે. ઘણી વખત ટેકનિકલ કારણોસર સરકારી સર્વર ધીમું ચાલતું હોય છે. વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં, વૃદ્ધાવસ્થાને કારણે ફિંગરપ્રિન્ટ મેચ થવામાં સમસ્યા આવે છે. આ ઉપરાંત, 5 વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ સમયસર અપડેટ ન થયા હોય, દીકરીઓના લગ્ન પછી સાસરે જવા છતાં પિયરના રેશનકાર્ડમાંથી નામ કમી ન થયું હોય, અથવા કોઈ સભ્યના મૃત્યુ પછી પણ નામ ચાલુ રહેતું હોય તેવા કિસ્સાઓમાં E-KYC પૂર્ણ કરવામાં વિલંબ થાય છે. જેમને અનાજ મળતું નથી (નોન-NFSA કાર્ડ ધારકો) તેઓ E-KYC કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયા તેમના માટે પણ ફરજિયાત છે. હવે શું કરવું?
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને – ભલે તેઓ હાલ અનાજ મેળવતા હોય (NFSA) કે ન મેળવતા હોય (Non-NFSA) – વિનંતી કરવામાં આવે છે કે તેઓ તાત્કાલિક પોતાનું અને તેમના પરિવારના તમામ સભ્યોનું E-KYC ૩૦ એપ્રિલ, ૨૦૨૫ પહેલાં અચૂક કરાવી લે. આ સમયમર્યાદા ચૂકી જવાથી રેશનકાર્ડ સાથે જોડાયેલ વિવિધ સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહેવાનો વારો આવી શકે છે. વધુ માહિતી, માર્ગદર્શન અથવા સહાયતા માટે, તમારી નજીકની મામલતદાર કચેરી અથવા સસ્તા અનાજની દુકાનનો સંપર્ક કરવો હિતાવહ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ…