દુનિયાભરમાં 450 આશ્રમ, 17 હજારથી વધુ બાળ સંસ્કાર કેન્દ્રો અને 40થી વધુ ગુરુકુળ, આ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુનું સામ્રાજ્ય છે. આસારામ ભલે 12 વર્ષથી જેલમાં છે, પરંતુ તેનું આશરે 10 હજાર કરોડનું સામ્રાજ્ય હજુ પણ પહેલાંની જેમ ચાલી રહ્યું છે. પુત્ર નારાયણ સ્વામી પણ જેલમાં છે. આશ્ચર્યની વાત એ છે કે આસારામની પત્ની અને પુત્રી માટે આ સામ્રાજ્યમાં કોઈ સ્થાન નથી. 19 એપ્રિલે આસારામના જન્મદિવસે તેમના ભક્તોએ અવતરણ દિવસ ઉજવ્યો. આશ્રમે દાવો કર્યો કે આ કાર્યક્રમમાં દેશભરમાં 7થી 8 કરોડ ભક્તો જોડાયા. આસારામ હાલમાં વચગાળાના જામીન પર છે. તેને મેડિકલ ગ્રાઉન્ડ પર પહેલા 31 માર્ચ સુધીના પેરોલ મળ્યા, પછી જેલ જવાના ત્રણ દિવસ પહેલા રાજસ્થાન હાઈકોર્ટથી ત્રણ મહિનાના વચગાળાના જામીન મળી ગયા. આશ્રમમાં તેના સ્વાસ્થ્ય માટે અખંડ જાપ ચાલી રહ્યો છે. આ પ્રસંગે ભાસ્કર અમદાવાદમાં આસારામ ટ્રસ્ટના હેડક્વાર્ટર પહોંચ્યું. આ હેડક્વાર્ટર મોટેરામાં છે. અહીં અમારે બે પ્રશ્નોના જવાબ શોધવાના હતા: 1. આસારામના ન રહેવા પર ટ્રસ્ટ-આશ્રમનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે? 2. આસારામનો પરિવાર ક્યાં છે? પહેલા વાંચો આશ્રમની સ્થિતિ આસારામની તસવીરની પૂજા કરી રહેલા ભક્તો, વિશ્વાસ હજુ પણ અડગ
1970ના દાયકામાં નાની કુટિયાથી શરૂ થયેલો મોટેરા આશ્રમ આજે 200 એકરમાં ફેલાયેલો છે. દેશભરમાં થતી પ્રવૃત્તિઓનું સંચાલન અને નિરીક્ષણ અહીંથી જ થાય છે. આશ્રમમાં અંદર પ્રવેશતાં જ લીલાછમ બગીચા, ફૂલોની ક્યારીઓ અને વૃક્ષોની છાયા વાળો મોટો કેમ્પસ નજરે પડે છે. એક તરફ ગૌશાળા બનેલી છે. સત્સંગ હૉલ, આવાસ, મૌન મંદિર અને પુસ્તકોના સ્ટૉલ છે. અમે આશ્રમ પહોંચ્યા ત્યારે રાત્રે લગભગ 8 વાગ્યા હતા. અહીં વડના વૃક્ષ નીચે કેટલાક ભક્તો પરિક્રમા કરતા મળ્યા. સત્સંગ હૉલમાં મહિલાઓ અને વૃદ્ધો આસારામના રેકોર્ડેડ પ્રવચન સાંભળી રહ્યા હતા. હૉલની અંદર આસારામનું મંદિર છે. અહીં તેનું કટઆઉટ લગાવેલું છે. પાછળ ભગવાન વિષ્ણુની ધનુષ સાથેની પ્રતિમા છે. કટઆઉટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જાણે આસારામ પોતે હાજર છે. સામે એક ખુલ્લું પુસ્તક રાખેલું છે. અમને આશ્રમ ફેરવી રહેલા ભક્તે જણાવ્યું કે સવાર-સાંજ અહીં સત્સંગ, યોગ, ધ્યાન અને ભજન થાય છે. પછી નિરાશા સાથે બોલ્યા- પણ હવે પહેલા જેવી ભીડ નથી થતી. કેટલાક વૃદ્ધ ભક્તો જરૂર શાંતિની શોધમાં આવે છે. બાળકીઓ સાથે બળાત્કાર, 2008માં બાળકોના મૃત્યુ અને જમીન વિવાદની અસર અહીંની શાંતિ પર પડી છે. 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં થઈ શકે છે. આ માટે સરકાર આશ્રમની જમીન લેવા માગે છે. મામલો કોર્ટમાં છે, પરંતુ ભવિષ્ય અનિશ્ચિત છે. આશ્રમ આજે પણ ચાલી રહ્યો છે, પરંતુ તેની રોનક અને આસ્થા ફીકી પડી ગઈ છે. ‘બાપુ પર લાગેલા આરોપો ખોટા, તેઓ તો સંયમ શીખવે છે’
આશ્રમમાં આગળ વધતાં રાજુજી ચાવડા મળ્યા. સેલ્સ ટેક્સ ઓફિસર રહેલા પ્રવીણ આસારામ પર લાગેલા આરોપોને ખોટા ગણાવે છે. કહે છે, ‘બાપુ 20 વર્ષથી સંયમ અને અધ્યાત્મનું શિક્ષણ આપી રહ્યા છે. તેમના ન હોવાથી સમાજને સાચી દિશા મળતી નથી. સરકાર, મીડિયા અને પ્રશાસન તેમના સંદેશ ફેલાવા દેવા માગતા નથી, એટલે તેમના પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમને સામાજિક બહિષ્કાર નથી સહન કરવો પડ્યો કારણ કે લોકો તેમના વ્યવહારનું સન્માન કરતા હતા.’ અહીં સાધના કરી રહેલી યોગાશ્રી દેવરે જણાવે છે, ‘હું બાળપણથી બાપુની અનુયાયી છું. તેમના શિબિર અને બાળ સંસ્કાર કાર્યક્રમોએ મને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવતા શીખવ્યું. બાપુની ગેરહાજરી પિતાના ન હોવા જેવી ખાલી લાગણી લાવે છે.’ એક અન્ય ભક્ત જયેશ ગોયલ જણાવે છે, ’32 વર્ષથી મારો પરિવાર આશ્રમ સાથે જોડાયેલો છે. મને નથી લાગતું કે બાપુના જવાથી ભક્તો ઓછા થયા છે. લોકો સેવા માટે જોડાય છે અને આશ્રમ આવે છે. છતાં પણ 12 વર્ષથી તેમની (આસારામની) ખોટ શરીરમાં જાન ન હોય એવી લાગે છે. તેમને સમાજથી દૂર રાખવું માનવતા માટે નુકસાનકારક અને સમાજવિરોધી શક્તિઓ માટે ફાયદાકારક છે.’ એક અન્ય ભક્ત જયેશ ગોયલ જણાવે છે, ’32 વર્ષથી મારો પરિવાર આશ્રમ સાથે જોડાયેલો છે. મને નથી લાગતું કે બાપુના જવાથી ભક્તો ઓછા થયા છે. લોકો સેવા માટે જોડાય છે અને આશ્રમ આવે છે.’ પ્રયાગરાજના રહેવાસી અભિષેક શ્રીવાસ્તવ જણાવે છે, ‘2003માં હું 11મા ધોરણમાં હતો. લખનઉમાં બાપુજી પાસેથી મંત્ર દીક્ષા મળી હતી. 2011માં હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો. ત્યારથી રોજ આશ્રમ આવું છું. મેં બાપુજીના બહાર રહેવાનો અને હવેનો સમય જોયો છે. પહેલા સમાજસેવાના કામો મોટા પાયે થતા હતા. હવે થોડી કમી આવી છે. જોકે અમે 12 વર્ષમાં તેમને હંમેશા અમારી સાથે માન્યા છે.’ પ્રવક્તા બોલ્યા – 12 વર્ષમાં કોઈ બદલાવ નહીં, બધું જેમનું તેમ
આસારામ ટ્રસ્ટના કામકાજ વિશે અમે આશ્રમના રાષ્ટ્રીય પ્રવક્તા નીલમ દુબે સાથે વાત કરી. તેઓ જણાવે છે, ‘આસારામ ક્યારેય આશ્રમોના માલિક કે સંચાલક નહોતા. બધા આશ્રમો ટ્રસ્ટ હેઠળ ચાલે છે. તેમના ટ્રસ્ટી અને સંચાલકો છે. સરકારી રેકોર્ડ અને ઓડિટ નિયમિત થાય છે.’ ’12 વર્ષ પછી પણ આશ્રમના સંચાલનમાં કોઈ બદલાવ નથી આવ્યો. આશ્રમો જેમના તેમ ચાલી રહ્યા છે. માત્ર બાપુની ગેરહાજરીની અસર થઈ છે. પહેલા તેમના સત્સંગમાં હજારો લોકો આવતા હતા. 3-4 કલાકના પ્રવચનો થતા હતા. હવે નાના સત્સંગ, ભજન, ધ્યાન અને યોગ જ કરાવીએ છીએ. બાપુજીએ બનાવેલી પરંપરા સવારથી સાંજ સુધી સત્સંગ, કીર્તન, યોગ અને સમાજસેવા હજુ પણ ચાલી રહી છે.’ બેરોજગારોને ભજનના બદલામાં ભોજન
આશ્રમોમાં શું કામ થાય છે? નીલમ જવાબ આપે છે, ‘અમારી સૌથી મહત્વની યોજના ભજન કરો-ભોજન કરો છે. બેરોજગાર લોકો 6-7 કલાક ભજન કે ધ્યાન કરે છે. બદલામાં તેમને ખાવાનું અને દક્ષિણા મળે છે. આ ઉપરાંત દરિદ્ર નારાયણ યોજના હેઠળ ગરીબ પરિવારોને દર મહિને રાશન, દાળ, ચોખા અને પૈસાની મદદ આપવામાં આવે છે. ઉનાળામાં શરબત, છાશ અને ગૌમૂત્ર મફતમાં આપીએ છીએ. આ બધી યોજનાઓ બાપુએ શરૂ કરી હતી અને આજે પણ ચાલી રહી છે.’ આસારામના ન રહેવા પર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલે છે? નીલમ જણાવે છે, ‘બાપુજીએ 18-20 વક્તાઓ તૈયાર કર્યા છે, જે તેમની કબીરપંથી વિચારધારા પર સત્સંગ અને કીર્તન કરે છે. આમાં સુરેશાનંદ, જ્યોત્સના બેન અને રેખા દીદી મુખ્ય છે. વિદ્યાર્થી અનુષ્ઠાન અને મહિલા ધ્યાન શિબિર નિયમિત છે.’ 12 વર્ષ સ્વસ્થ હતા, હવે વ્હીલચેર પર પહોંચ્યા બાપુ
આસારામની જિંદગીમાં 12 વર્ષમાં શું બદલાયું છે? નીલમ કહે છે, ‘2013માં બાપુ સ્વસ્થ હતા, માત્ર ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જિયા (ચહેરા અને માથામાં દુખાવો)ની તકલીફ હતી. તેને આયુર્વેદથી કંટ્રોલ કરતા હતા. જોધપુર જેલની મુશ્કેલ પરિસ્થિતિ, ભીડ, ગરમી, ઠંડીએ તેમનું સ્વાસ્થ્ય તોડી નાખ્યું. 8-9 બીમારીઓ, હાર્ટ અટેક, હીમોગ્લોબિન 3.5 સુધી ઘટવું, આંતરડામાંથી રક્તસ્રાવ અને કોવિડ દરમિયાન ICUમાં દાખલ થવાથી તેમની આવી સ્થિતિ થઈ છે.’ ‘જોધપુર AIIMSમાં સારવાર ન થતાં અનુયાયીઓએ કોર્ટ પાસેથી મેડિકલ બેલ અપાવ્યા. હવે આયુર્વેદિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેઓ હાલમાં વ્હીલચેર પર છે.હવે બોલતા-ચાલતા વખતે અટકી જાય છે. તાજેતરમાં આવેલી પગની મચકોડ અને આંગળી તૂટવાથી તેમની યોગ-પ્રાણાયામની દિનચર્યા પણ અટકી ગઈ છે.’ ભક્તો મૌન વ્રત પર, અન્ન ત્યાગ્યું નીલમ જણાવે છે, ‘ઘણા સાધકોએ બાપુના દર્શન ન થવાથી મૌન વ્રત લીધું છે. કેટલાકે અન્ન કે નવા કપડાં છોડી દીધા છે. 23 વર્ષના એક સાધકે સંકલ્પ લીધો છે કે બાપુ દેખાશે, ત્યારે જ બોલીશ.’ નીલમ અનુસાર, આસારામની ગેરહાજરીની અસર સમાજ પર પણ પડી છે. દરેક દિવાળીએ બાપુજી આદિવાસી વિસ્તારોમાં ટ્રક ભરીને સામાન, મીઠાઈ, કપડાં અને પુસ્તકો વહેંચતા હતા. ભંડારા હજુ પણ થાય છે, પણ લોકો કહે છે કે બાપુજી વિના મજા નથી. સત્સંગોમાં નાના દુકાનદારો પાણી, બિસ્કિટ, શાલ વેચીને ગુજરાન કરતા હતા. તેમનો રોજગાર છીનવાઈ ગયો. આનાથી બાળકોનો અભ્યાસ અને સારવાર અટકી ગયા.’ આશ્રમે પુત્રી અને પત્ની સાથે અંતર રાખ્યું
આસારામની પુત્રી ભારતી શ્રી અને તેમની પત્ની લક્ષ્મી દેવી ક્યાં છે? નીલમ જણાવે છે, ‘આસારામે 2009માં જ તેમને આશ્રમથી અલગ કરી દીધા હતા. તેઓ હવે પોતાના સત્સંગ કરે છે. તેમનું ટ્રસ્ટ કેટલાક પ્રોડક્ટ્સ બનાવે છે.’ આસારામના ટ્રસ્ટ સાથે જોડાયેલી 12 વેબસાઈટ પર પણ તેમનું નામ નથી. પુત્રીના સોશિયલ મીડિયા પેજ પર આસારામનો ઉલ્લેખ નથી. નીલમે એ પણ સ્પષ્ટ કર્યું કે આસારામે હજુ સુધી વસીયત નથી બનાવી. તેઓ હંમેશાથી કહેતા આવ્યા છે કે તેમનું બધું કરોડો સાધકોનું છે. બાપુજીનો પરિવાર બે-ચાર લોકો નહીં, કરોડો અનુયાયીઓ છે. દીક્ષા લેનારા તેમના બાળકો છે.’ 10 હજાર કરોડના સામ્રાજ્ય વિશે તેઓ કહે છે, ‘બાપુજીની સંપત્તિ રૂપિયામાં નથી માપી શકાતી.’ આસારામની પુત્રી ભારતી શ્રી અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ પાસે રહે છે. તેઓ મીડિયા સાથે વાત નથી કરતા. એકમાત્ર પુત્ર નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં જેલમાં છે. તેના વિશે નીલમ કહે છે, ‘જેલમાં તેમનો રૂટીન સામાન્ય કેદી જેવો છે. તેઓ ફરિયાદ નથી કરતા. મીડિયાએ આરોપોને વધારીને બતાવ્યા, પણ બાપુજી શાંત છે.’ વ્યાજે આપેલા પૈસામાંથી 419 કરોડની કમાણી
જર્નાલિસ્ટ અને લેખક ઉષીનૌર મજૂમદારે તેમના પુસ્તક ‘ગોડ ઓફ સિન’માં દાવો કર્યો હતો કે આસારામ બાપુના અબજો રૂપિયાના સામ્રાજ્ય પાછળ મોટી છેતરપિંડી છે. આનો ખુલાસો સુરત પોલીસે 42 બોરીઓમાંથી મળેલા 58 હજારથી વધુ દસ્તાવેજો, ચોપડા-ખાતા અને ડિજિટલ ડેટાની તપાસમાંથી કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ભક્તો પાસેથી મળતા કરોડો રૂપિયાના રોકડ દાનની નોંધ ક્યારેય આસારામના મુખ્ય ટ્રસ્ટ (સંત શ્રી આસારામજી બાપુ આશ્રમ ટ્રસ્ટ)ના ઓફિશિયલ એકાઉન્ટમાં કરવામાં આવી નહોતી. આવું એટલા માટે કરવામાં આવ્યું જેથી આ પૈસાનો ઉપયોગ અંગત ફાયદા અને ગેરકાયદે વ્યવસાય માટે કરી શકાય. દસ્તાવેજોમાંથી ખુલાસો થયો કે આ રકમનો મોટો ભાગ વ્યાજે લોન આપવામાં વપરાયો હતો. લોન લેનારાઓમાં મોટા બિલ્ડર્સ અને વેપારીઓ પણ સામેલ હતા. તપાસ ટીમે જાણ્યું કે લગભગ 3 હજાર કરોડ રૂપિયા લોન પર અપાયા હતા. એક અંદાજ મુજબ, આનાથી દર વર્ષે લગભગ 419 કરોડ રૂપિયા સુધીનું વ્યાજ મળતું હતું. આ છેતરપિંડીમાં આશ્રમના સ્વયંસેવકોને મોહરા બનાવવામાં આવ્યા હતા. આશ્રમના સરનામે તેમના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. તેમની સહીવાળી ખાલી ચેકબુક રાખવામાં આવતી હતી. આ એકાઉન્ટનો ઉપયોગ નાની ચુકવણી કરવા અને પૈસાને અનેક એકાઉન્ટમાં વહેંચીને રાખવા માટે કરવામાં આવતો હતો જેથી મોટી છેતરપિંડી પકડાય નહીં ભક્તો બોલ્યા- અમારી ખૂબ મશ્કરી કરવામાં આવી, હવે એ જ લોકો આશ્રમ આવવા માગે છે
હવે અમારે એ જાણવું હતું કે આસારામના જેલ જવા પછી તેમના ભક્તોની જિંદગીમાં શું બદલાયું છે. અમે મોટેરા આશ્રમમાં ડૉ. અચલા પારાશર સાથે મળ્યા. તેઓ 20 વર્ષથી આશ્રમ સાથે જોડાયેલા છે. તેઓ જણાવે છે, ‘બાપુજીની ગેરહાજરીએ અમને ચૂપ રહેવાને બદલે બોલતા શીખવ્યું. તેમના પુસ્તકો અમે વધુ ઊંડાણથી વાંચીએ અને સમજીએ છીએ.’ ડૉ. અચલા કહે છે, ‘લોકો અમને પાગલ સમજે છે કે આટલા મોટા આરોપો પછી પણ અમે બાપુજી સાથે જોડાયેલા છીએ. 12 વર્ષમાં અમારી મજબૂતી જોઈને લોકોની વિચારસરણી બદલાઈ. પહેલા મશ્કરી કરનારા કેટલાક લોકો હવે આશ્રમ આવવા માગે છે. લોકોએ મશ્કરી કરી, પરંતુ બાપુજીએ અમને ટકી રહેતા શીખવ્યું. તેમણે કહ્યું કે ખોટા વિચારોને સમજો, ભાગો નહીં, સામનો કરો અને તક મળે તો સત્ય કહો.’ ભક્તોનું બ્રેનવોશ કરવાના આરોપોને નકારતા ડૉ. અચલા કહે છે, ‘હું ડૉક્ટર છું, માસ્ટર્સ ઉપરાંત ઘણા કોર્સ કર્યા છે. ધાર્મિક સંસ્થાઓ સાથે કામ કર્યા પછી વિચારીને મારા ગુરુને પસંદ કર્યા. અમે પાગલ નથી. જો સત્ય બોલવા પર અમને ગેલિલિયોની જેમ પાગલ કહેવામાં આવે, તો કદાચ અમે જમાનાથી આગળ છીએ.’ .