P24 News Gujarat

કેનેડાના ઈતિહાસમાં પહેલીવાર ચાર ગુજરાતી ચૂંટણી મેદાનમાં:‘કેનેડામાં હિંદુઓ વિરુદ્ધ ષડ્યંત્ર ચાલી રહ્યું છે, દેશ ભયંકર મંદીમાં સપડાશે’

કેનેડામાં સામાન્ય રીતે ઑક્ટોબરમાં ચૂંટણી થતી હોય છે, પરંતુ આ વર્ષે વહેલી જાહેર કરવામાં આવી અને આ 28 એપ્રિલે વૉટિંગ છે. કેનેડામાં મુખ્ય બે પાર્ટી છે, જેમાં લિબરલ પાર્ટી તથા કન્ઝર્વેટિવ પાર્ટી સામેલ છે. કેનેડા પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટી સાથે જોડાયેલા હતા. કેનેડાના રાજકારણના ઇતિહાસમાં પાર્લમેન્ટ ઇલેક્શનમાં પહેલી જ વાર ચાર-ચાર ગુજરાતી ઊભા રહ્યા છે. હવે ગુજરાતીઓ કેનેડિયન સંસદમાં પોતાનો અવાજ ઉઠાવવા માગે છે ત્યારે દિવ્ય ભાસ્કરે આ ચારેય ગુજરાતી ઉમેદવાર જયેશભાઈ બ્રહ્મભટ્ટ, અશોકભાઈ પટેલ, મિનેશભાઈ પટેલ તથા સુંજીવભાઈ રાવલ સાથે ખાસ વાત કરી. આ ઉપરાંત કેનેડામાં છેલ્લા પાંચ દાયકાથી રહેતા ગુજરાતી બિઝનેસમેન હેમંતભાઈ શાહ પાસેથી કેનેડાના રાજકારણમાં હાલમાં શું ચાલી રહ્યું છે એ જાણ્યું હતું. ‘વિશ્વભરના ગુજરાતીઓ માટે ગર્વની વાત’
હેમંતભાઈ શાહે ગુજરાતીઓની કેનેડાના રાજકારણમાં એન્ટ્રી અંગે વાત કરતાં કહ્યું, ‘કેનેડાના રાજકારણમાં મારા સહિત ઘણા હિંદુ-ગુજરાતીઓએ ફંડ રેઇઝિંગમાં આગળપડતો ભાગ ભજવ્યો. આ વખતે પાંચ ઉમેદવાર ઊભા રહ્યા હતા, પરંતુ ડોન પટેલનું નોમિનેશન છેલ્લી ઘડીએ પાછું લેવામાં આવ્યું. ચાર ગુજરાતી ચૂંટણીમાં ઊભા રહ્યા એ કેનેડા જ નહીં, વિશ્વભરના ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. કેનેડાના રાજકારણના ઈતિહાસમાં પહેલી જ વાર પાર્લમેન્ટ ઇલેક્શનમાં ચાર-ચાર ગુજરાતી લડી રહ્યા છે. ગુજરાતી-હિંદુઓનો અવાજ કેનેડાની સંસદમાં પહોંચે એ મહત્ત્વનું છે. લિબરલ પાર્ટીની સરકારમાં ચંદ્ર આર્ય એકમાત્ર હિંદુ નેતા હતા. ચંદ્ર આર્યનું નોમિનેશન પણ લિબરલ પાર્ટીએ કેટલાંક કારણોસર પાછું ખેંચ્યું. આ ગુજરાતીઓને જોઈને ભવિષ્યમાં બીજા ગુજરાતીઓ પણ આવશે. કેનેડાના રાજકારણમાં આ એક ક્રાંતિ છે કે ગુજરાતીઓ આવ્યા.’ ‘કેનેડા ભયંકર મંદીમાં ફસાશે’
કેનેડાના રાજકારણમાં અત્યારે કયો મહત્ત્વનો મુદ્દો છે એ અંગે હેમંતભાઈ જણાવે છે, ‘કેનેડા માટે હાલમાં અમેરિકાએ ઝીંકેલા ટેરિફનો મુદ્દો મહત્ત્વનો છે. ત્યાર બાદ હેલ્થકેર, સોશિયલ સર્વિસ, જોબ-હાઉસ ક્રાઇસિસ જેવી બાબતો કેનેડા માટે અગત્યની છે અને હાલમાં ભારત સાથેના સંબંધો, ઇમિગ્રેશન ને સ્ટુડન્ટ્સ પ્રાયોરિટીમાં નથી.’ હેમંતભાઈ ભારપૂર્વક કહે છે, ‘જો કેનેડામાં જોબ જ નહીં હોય તો વિદ્યાર્થીઓ શું કરશે? અત્યારે કેનેડામાં છટણીઓ ચાલી રહી છે. કેનેડાની 81% નિકાસ અમેરિકામાં છે. ઓન્ટારિયોની તમામ ઇન્ડસ્ટ્રી અમેરિકા પર નિર્ભર છે અને જો આ બંધ થઈ ગઈ તો શું? ગુજરાતી વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે કેનેડા માટે તેઓ પ્રાયોરિટીમાં નથી. હું હજી પણ કહું છું કે હાલમાં વિદ્યાર્થી કેનેડા ના આવે, કારણ કે 10 મહિનાની અંદર કેનેડા ભયંકર મંદીના ભરડામાં ફસાવવાનું છે. થોડા દિવસ પહેલાં જ હોન્ડાએ કેનેડાનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરતાં જ કેટલા લોકો નોકરીમાંથી છૂટા થશે એ વિચારવું રહ્યું. કેનેડામાં મોટર્સ કંપની અમેરિકાની છે અને તેમણે પ્લાન્ટ બંધ કરી દીધા તો ઘણા લોકો બેકાર બનશે.’ કેનેડાના હાઉસ ઑફ કોમનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો? (* 2021ના ફેડરલ ઇલેક્શન બાદ વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને 5 સીટ વધારવામાં આવી અને તેથી જ આ વખતે 343 સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે) જયેશ બ્રહ્મભટ્ટઃ ‘કેનેડામાં શરૂઆતનો સમય સંઘર્ષનો છે’
ખંભાતના જલસણ ગામના જયેશભાઈ બ્રહ્મભટ્ટના પિતા એક્સાઇઝ કસ્ટમર સુપરિન્ટેન્ડન્ટ હોવાને કારણે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ રહ્યા ને છેલ્લે નડિયાદમાં સેટલ થયા. 1987માં BE ઇન સિવિલ વડોદરામાંથી પાસઆઉટ થનારા જયેશભાઈએ 13 વર્ષ મુંબઈ-અમદાવાદ જોબ કરીને 2001માં પરિવાર સાથે કેનેડાના બ્રામ્પ્ટન આવ્યા. પીપલ્સ પાર્ટી ઑફ કેનેડાની ટિકિટ પરથી બ્રામ્પ્ટનના ચિંગકૌસી પાર્કથી ચૂંટણી લડતા જયેશભાઈ વાતચીતમાં કહે છે, ‘કેનેડામાં શરૂઆતના દિવસો દરેક માટે સંઘર્ષના જ હોય છે. ત્રણ વર્ષ સુધી નાની-નાની નોકરી કરી. ત્યાર બાદ પાર્ટનરશિપમાં સ્ટોર કર્યો અને પછી 2005ના અંતમાં રિયલ એસ્ટેટના સેલ્સ પર્સન તરીકે કામ શરૂ કર્યું. દીકરો આઇટીમાં સોફ્ટવેર એન્જિનિયર, મોટી દીકરીએ એકાઉન્ટિંગનો કોર્સ કર્યો છે અને નાની દીકરી રજિસ્ટર્ડ નર્સ છે.’ ‘અમારી પાર્ટીનું સ્લોગન કેનેડિયન ફર્સ્ટ છે’
‘2013-14માં મિત્ર નવલ બજાજ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ઊભા રહ્યા અને મને પહેલેથી જ રાજકારણમાં સક્રિય રસ હતો. 2013-14-15માં ધીમે ધીમે રાજકારણમાં કામ શરૂ કર્યું અને હું કન્ઝર્વેટિવ પાર્ટીમાં કામ કરતો અને પછી સંજોગો એવા ઊભા થયા કે મને થયું કે મારે પણ ચૂંટણી લડવી જોઈએ. હું ગુજરાતી-હિંદુ ખરો, પરંતુ જ્યારે વાત ચૂંટણીની આવે ત્યારે હું પહેલા કેનેડિયન છું. અમારી પાર્ટીનું સ્લોગન છે, ‘કેનેડિયન ફર્સ્ટ.’ હું મારા એરિયામાં રહેતા તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરું છું. 2018માં મેક્સિમ બર્નિયરે આ પાર્ટીની રચના કરી. મેક્સિમ બર્નિયર કન્ઝર્વેટિવ પાર્ટીમાં વિદેશમંત્રી રહી ચૂક્યા છે. અમે સ્વતંત્રતા, જવાબદારી, ન્યાય તથા આદરમાં માનીએ છીએ અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને જ કામ કરીએ છીએ. કેનેડામાં બીજી રાજકીય પાર્ટીઓએ પૈસાથી ટિકિટ આપી હોવાના આક્ષેપો થયા છે.’ ‘નોકરી ના મળતાં યુવાનોએ આત્મહત્યા કરી હોવાના બનાવો બન્યા’
જયેશભાઈ વધુમાં ઉમેરે છે, ‘હું જ્યારે આપણા લોકોની વચ્ચે જાઉં ત્યારે તેમના પ્રશ્નો વધુ સારી રીતે સમજી શકું છું. હું પોતે ઇમિગ્રન્ટ હોવાથી કેવી કેવી સમસ્યા આવે એ ખબર છે. 2020 કોવિડ પછી વિશ્વના કોઈપણ ખૂણેથી કેનેડા આવેલા ઇમિગ્રન્ટ્સને પોસાય એવી કિંમતે ઘર મળતું નથી. ઘરના ભાવ આસમાને છે અને આ સાથે જ વ્યાજદરો પણ વધ્યા છે. હાલમાં કેનેડામાં રહેતા ઇમિગ્રન્ટ્સને ઘરની સમસ્યા છે અને નવા આવનારને તો આનાથી પણ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 2020 પછી નોકરીઓ મળતી નથી. અમેરિકાએ ટેરિફ ઝીંકતાં મોટો પ્રશ્નો ઊભો થયો છે. આ સાથે જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને નક્કી કરેલા કલાકોમાં પણ જૉબ મળતી નથી. આ યૂથ કેનેડાનો પાયો બની શકે છે, પરંતુ નોકરીઓ ના મળતાં તેઓ હતાશ થયા છે અને ઘણીવાર આત્મહત્યાના બનાવો પણ બન્યા છે. આ પ્રશ્નોને કારણે કેનેડાની છબિ વિશ્વમાં ખરડાઈ છે. અત્યારે કેનેડામાં સર્વાઇવલના પ્રશ્નો થાય એવી પરિસ્થિતિ છે. આ ઉપરાંત કેનેડામાં કાયદાકીય રિફોર્મ આવ્યા નથી. કેનેડામાં ચોરી થાય, તોડફોડ, ઘરની અંદર આવીને ચાકુ કે ગન બતાવીને ચોરી કરે છતાં તેમને 48 કલાકમાં જામીન મળી જાય છે અને તેઓ ફરી એ જ ગુનાઓ આચરે છે. કેનેડામાં દિવસે દિવસે કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે.’ ‘કેનેડામાં ડ્રગ્સનું દૂષણ ને માફિયાગીરી વધી છે. યુવાનો પાસે પૂરતી નોકરી નથી એટલે તેઓ ક્રાઇમ તરફ વળ્યા છે અને ઘણીવાર પોલીસ સક્રિય રીતે કામ પણ કરતી નથી.’ ‘ટેરિફ બાદ ભારત સાથેના સંબંધો મહત્ત્વના’
ભારત-અમેરિકાના સંબંધો અંગે જયેશભાઈ જણાવે છે, ‘ભારત સાથેના સંબંધોમાં ઓટ આવી એનું એક કારણ ખાલિસ્તાન સપોર્ટર્સ છે. લિબરલ સરકારે આને વધુ મહત્ત્વ આપીને જસ્ટિન ટ્રુડોએ ભારતવિરોધી નિવેદન પણ કર્યાં અને વિરોધી પક્ષે પણ ઘાતક નિવેદનો આપ્યાં, પરંતુ અમારી પાર્ટી એમ જ કહે છે કે જે ડિમાન્ડ હોય એ લોકશાહી ઢબથી અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને ઉકેલાવી જોઈએ. અમારી પાર્ટી માટે અમેરિકાના ટેરિફ બાદ ભારત સાથેના સંબંધો મહત્ત્વનો મુદ્દો છે. અમે દોષારોપણને બદલે સંવાદમાં માનીએ છીએ. કેનેડામાં હિંદુઓ અને શીખોની વસતિ લગભગ સરખી જ છે. શીખ ને હિંદુઓ હળીમળીને રહે છે. કેટલાક લોકોને કારણે આપણે આખા શીખ સમુદાયને બદનામ ના કરી શકીએ. 1984માં ભારતમાં શીખ તોફાનો થયાં અને એ માટે ભારતની કોંગ્રેસ સરકાર જવાબદાર હતી. પરિસ્થિતિ વણસે નહીં એ માટે હિંદુ-શીખ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત પણ કરી છે.’ ‘વિદેશ એટલે સોનું નહીં’
ગેરકાયદે રીતે વિદેશ જતા ગુજરાતીઓને સલાહ આપતાં જયેશભાઈએ કહ્યું, ‘કેનેડા-અમેરિકા પાછળ આંધળી દોટ મૂકીને ગેરકાયદે રીતે ના આવો. વિદેશ એટલે બધું જ સોનું એવું જરૂરી નથી. કેનેડા તમામ ઇમિગ્રન્ટ્સને વેલકમ કરે છે, પરંતુ જે અચાનક જ વધારો થયો એને કારણે પરિસ્થિતિ વણસી અને સમસ્યાઓ થઈ. કેનેડા આવો તો માનસિક તૈયારી રાખો કે તમારે બધું જ કામ જાતે કરવાનું છે.’ અશોકભાઈઃ ‘ઇમિગ્રન્ટ્સે મજૂરી કરવી પડશે’
મૂળ મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના અશોકભાઈ પટેલ આલ્બર્ટા એડમન્ટન ગેટવે પરથી ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેન્ટ (અપક્ષ ઉમેદવાર) તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અશોકભાઈ મિકેનિકલ એન્જિનિયર તરીકે સુરતમાં લાર્સન એન્ડ ટુબ્રોમાં કામ કરતા. તેઓ 2002માં પરિવાર સાથે કેનેડાના ટોરન્ટો આવ્યા ને 2007માં આલ્બર્ટા એડમન્ટન સિટીમાં સેટલ થયા. વાતચીતમાં તેઓ કહે છે, ‘હું જ્યારે કેનેડા આવ્યો ત્યારે મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ મજૂરી જ કરતા અને તેમાં હું પણ બાકાત નહોતો. શરૂઆતના એક વર્ષ સુધી મજૂર તરીકે કારના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં પાર્ટ્સ ઉઠાવીને એક જગ્યાએથી બીજે જગ્યાએ મૂકતો. પછી મિકેનિકલ ડિઝાઇનરની નોકરી કરી. 2009માં નોકરી છોડીને અઢી વર્ષ સંઘર્ષ કર્યા બાદ પોતાની કંપની ઓમ એન્ટરપ્રાઇઝિંગ ઓપરેટિંગ એપ્ટેક ટેક્નિકલ સર્વિસ શરૂ કરી. ત્યાર બાદ અલગ-અલગ બિઝનેસ સાથે જોડાયેલો છું.’ ‘હિંદુઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો’
‘રાજકારણની વાત કરું તો સૌ પહેલા ગરવી ગુજરાત એસોસિયેશનનો બે ટર્મનો પ્રેસિડન્ટ રહી ચૂક્યો છું અને કેનેડામાં જેટલા પણ પ્રોગ્રામ થાય એ મેનેજ કરતો હોઉં છું. 2009થી કન્ઝર્વેટિવ પાર્ટીમાં કામ કરતો. ઇલેક્શન આવે ત્યારે ગુજરાતી-ઇન્ડિયન કોમ્યુનિટી ચૂંટણી લડવાનું કહેતી, પરંતુ હવે લાગ્યું કે પાર્લમેન્ટમાં હિંદુઓનો અવાજ હોવો જોઈએ એટલે કેનેડિયન હિંદુ તરીકે મારે ચૂંટણી લડવી જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટીમાં નોમિનેશન માટે પ્રયાસ કર્યો, પરંતુ આ પાર્ટીએ અંદાજે 15-20 જેટલા હિંદુઓને નોમિનેશનમાંથી જ બાકાત કરીને પાર્લમેન્ટમાં હિંદુઓનો અવાજ જાય જ નહીં અને હિંદુઓ આગળ ના આવે એ રીતનું ષડ્યંત્ર રચ્યું. મને રિમૂવ કરીને કન્ઝર્વેટિવ પાર્ટીને લાગ્યું કે કોમ્યુનિટી ને અશોક ચૂપ બેસી રહેશે, પરંતુ મેં અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ સીટ પરથી કન્ઝર્વેટિવ પાર્ટીના ટીમ ઉપ્પલ ચૂંટણી લડી રહ્યા છે. સ્થાનિક લોકો માની રહ્યા છે કે કન્ઝર્વેટિવની સરકાર આવી તો ટીમ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનશે.’ ‘હિંદુઓને જયયંદોથી નુકસાન થઈ રહ્યું છે’
‘કોમ્યુનિટીનો ઘણો જ સારો સપોર્ટ મળી રહ્યો છે. એક વાત ભારપૂર્વક કહીશ કે કેનેડિયન હિંદુ કોમ્યુનિટીને ખાલિસ્તાનીથી જેટલી સમસ્યા નથી એટલી સમસ્યા હિંદુ સમાજમાં રહેલા જયચંદો (વિશ્વાસઘાતીઓ)થી છે. આ લોકો જ ખાલિસ્તાનને સપોર્ટ કરે છે.’ ‘કેનેડા ફર્સ્ટ પોલિસીમાં વિશ્વાસ’
‘હું કેનેડા ફર્સ્ટ પોલિસીમાં જ માનું છું. ભારત કે અન્ય દેશોમાં કંઈ ખોટું થઈ રહ્યું છે એને હું કેનેડામાં લાવીશ નહીં. હું માત્ર કેનેડિયન નાગરિકની સમસ્યા પર જ ફોકસ કરીશ. યુવાનોને એમ્પાવર કરીને જૉબની તકો ઊભી કરવી છે, અત્યારે કેનેડામાં જૉબની સમસ્યા ગંભીર છે. જૉબ ના મળે તો બેરોજગાર યુવાનો ડ્રગ્સ, ક્રાઇમના રવાડે ચઢી જાય છે. કેનેડામાં ઘરની સમસ્યા પણ એટલી જ છે તો ચૂંટણી જીત્યા બાદ અફોર્ડેબલ હાઉસ બંધાવીશ. પબ્લિક સેફ્ટી પણ મહત્ત્વની છે, છેલ્લાં ચાર વર્ષથી કેનેડામાં ક્રાઇમ રેટ વધ્યો છે એટલે પોલીસ પેટ્રોલિંગ જરૂરી છે અને એ માટે પોલીસમાં ફંડ વધારીશ.’ ‘ચોક્કસ કોમ્યુનિટીને ખુશ રાખવા ભારત વિરુદ્ધ નિવેદનો અપાયાં’
‘કેનેડા-ભારતના સંબંધો ત્રણ લેયરમાં છે, પોલિટિકલ, બિઝનેસ ટુ બિઝનેસ તથા પબ્લિક ટુ પબ્લિક. બાકીના બંને સંબંધો સારા છે, પરંતુ પોલિટિકલ સંબંધો બગડ્યા છે. કેનેડા સરકારે ચોક્કસ કોમ્યુનિટીને સપોર્ટ કરવા ને વોટબેંક તરીકે ઉપયોગ કરવા અને તેમને ખુશ રાખવા નિવેદનો આપ્યાં. આશા છે કે નવી સરકાર ભારત સાથેના સંબંધો સુધારશે. શીખ કોમ્યુનિટીના એકાદ ટકા લોકો ખરાબ હશે અને મીડિયામાં જેટલું બતાવવામાં આવે છે એટલી સમસ્યા શીખ-હિંદુઓ વચ્ચે નથી. રાજકારણીઓ આવાં તત્ત્વોને પ્રોત્સાહન આપે છે. મોટા ભાગનાં શીખ ભાઈ-બહેનો ખાલિસ્તાનીઓને નફરત કરે છે અને હિંદુઓ મંદિરો પર થતાં હુમલાની ટીકા પણ કરે છે.’ ‘ભવિષ્યમાં હિંદુઓનો અવાજ પાર્લમેન્ટમાં સાંભળવા મળશે’
‘શીખોને પણ કેનેડાની પાર્લમેન્ટ સુધી પહોંચવામાં ઘણી જ મુશ્કેલી આવી હતી. તેઓ આજથી 25 વર્ષ પહેલાંથી રાજકારણમાં જોડાયા છે. શીખ ને હિંદુઓની સંખ્યા અલમોસ્ટ સરખી છે. ગુજરાતીઓ છેલ્લાં બે વર્ષથી રાજકારણમાં કામ કરી રહ્યા છે. કેનેડામાં રાજકારણીઓએ નેપાળી હિંદુ, ઇન્ડિયન હિંદુ એ રીતે ભાગલા પડાવ્યા છે. છેલ્લાં ત્રણેક વર્ષથી અમે કેનેડિયન હિંદુ ઑફ ચેમ્બર્સ સહિતની અલગ-અલગ સંસ્થા બનાવીને તમામ દેશના હિંદુઓને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે હિંદુઓએ શરૂઆત કરી છે અને એ સમય દૂર નથી કે કેનેડાની સંસદમાં હિંદુઓનો અવાજ પણ જોવા મળશે.’ મિનેશભાઈ પટેલઃ ‘કેનેડાની સિસ્ટમમાં હિંદુઓ નહીં હોય તો કોઈ અવાજ સાંભળશે નહીં’
મૂળ આણંદના પેટલાદના અશી ગામના મિનેશભાઈ પટેલ BAના સેકન્ડ યરમાં હતા ત્યારે પેરેન્ટ્સ-બહેનો સાથે 2002માં કેનેડાના આલ્બર્ટાના કેલગરીમાં આવ્યા. મિનેશભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે કેલગરી સ્કાયવ્યૂ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે વાતચીતમાં કહ્યું, ‘પરિવારની જવાબદારી આવતાં આગળ ભણી શક્યો નહીં. કેલગરીમાં એ સમયે ગુજરાતીઓની સંખ્યા ખાસ ના હોવાથી ટોરન્ટો રહેવા ગયા ને ત્યાં સર્કિટ બોર્ડ ફેક્ટરીમાં નોકરી કરી. ત્રણેક વર્ષ બાદ ટોરન્ટોમાં જ પોતાનું ઘર લીધું. ત્યાર બાદ 2007માં મને કેલગરીમાં ગવર્નમેન્ટ ટ્રાન્ઝિટમાં (બસ મેઇન્ટેનન્સના કામમાં) જૉબ મળી. જૉબની સાથે સાથે ગુજરાતી મંડળમાં જોડાયો ને પાંચ વર્ષ સુધી પ્રેસિડન્ટ રહ્યો.’ ‘ત્રણ વર્ષ પહેલાં બનેલી ઘટના રાજકારણમાં લાવી’
‘કોમ્યુનિટી લીડર હોવાને કારણે સમાજનું નાનું-મોટું કામ કરતો ને રાજકારણમાં ઘણો જ એક્ટિવ રહેતો. આજથી ત્રણ વર્ષ પહેલાં આલ્બર્ટા સરકારે અભ્યાસમાં સોશિયલ સ્ટડીમાં પહેલી જ વાર ધોરણ 2માં રિલિજિયન સબ્જેક્ટ શરૂ કર્યો ને એમાં ઇસ્લામ, ક્રિશ્ચિયન તથા યહૂદી ધર્મ વિશે ભણવવાનું નક્કી કર્યું. હિંદુઓને આ વાત ગમી નહીં અને ઓનલાઇન પિટિશન પણ થઈ, પરંતુ સરકારે આ વાતને ગંભીરતાથી લીધી નહીં. જ્યારે મારા ધ્યાનમાં આ વાત આવી ત્યારે નક્કી કર્યું કે ગુજરાતી-હિંદુ સમાજની વિવિધ સંસ્થાઓ જોડાઈને કામ કરશે. એ સમયે આલ્બર્ટાની 42 સંસ્થાએ સાથે મળીને વિરોધ કર્યો ને અંતે આ નિર્ણય પાછો લેવામાં આવ્યો. રાજકારણમાં જોડાવાની શરૂઆત આ મૂવમેન્ટથી થઈ. મને લાગ્યું કે રાજકારણમાં હિંદુઓ નહીં હોય તો તેમનો અવાજ કોઈ સાંભળશે નહીં.’ ‘કેનેડામાં હિંદુ વિરુદ્ધ ષડ્યંત્ર ચાલી રહ્યું છે’
વધુમાં મિનેશભાઈ કહે છે, ‘હું સતત હિંદુઓને કહેતો હોઉં છું કે સાથે હશો તો ટકી રહેશો, નહીંતર ખરાબ સમય તો આવવાનો જ છે. આગામી ચાર વર્ષમાં કેનેડાના તમામ હિંદુઓને એકજૂટ કરવા છે. હું તો ત્યાં સુધી કહું છું કે હિંદુઓએ પોતાની અલગથી પાર્ટી બનાવવી જોઇએ. અત્યારે કેનેડામાં જે થઈ રહ્યું છે એ ખોટું છે અને હું એનો વિરોધી છું. હું કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયેલો હતો અને ઉમેદવારી નોંધાવી ત્યારે મારા સહિત 10-12 લોકો હતા, પરંતુ પાર્ટીએ અમને વિશ્વાસમાં લીધા વગર બહારથી અમનપ્રીત ગિલને ઉમેદવાર જાહેર કર્યા. આ ઉમેદવારનો ભૂતકાળ ખરડાયેલો છે અને તેમની પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ચૂક્યા છે. પછી મેં અપક્ષ તરીકે નોમિનેશન ફાઇલ કર્યું. કેનેડામાં હિંદુઓને આગળ ના જવા દેવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે.’ ‘કેનેડામાં ગંભીર બીમારી ના હોય તો ઓપરેશન માટે 2-3 વર્ષનો વેઇટિંગ પીરિયડ’
‘મને ખ્યાલ છે કે અપક્ષ તરીકે મારા જીતવાના ચાન્સ બહુ જ ઓછા છે, પરંતુ મેં માત્ર ને માત્ર હિંદુઓ ભવિષ્યમાં રાજકારણમાં આવે એ માટે ઝંપલાવ્યું છે. કેનેડામાં મોંઘવારી વધી છે. અહીં ફૂડ બેંકમાં લાંબી લાઇન લાગે છે અને સાંજ પડતાં તો ફૂડ બેંક ખાલી થઈ જાય છે. આવી લાઇન મેં આજ દિન સુધી ઇન્ડિયામાં જોઈ નથી. તમે વિચારો કે કેનેડામાં કેટલી મોંઘવારી હશે કે લોકોને ખાવાનું પણ પોસાતું નથી. ઘરના ભાવ વધતાં ઘરવિહોણા લોકોની સંખ્યા વધી, વ્યાજદરો પણ વધ્યા. મિડલ ક્લાસ પરિવાર કેનેડામાં હાલ ઘર ખરીદી શકે એવી સ્થિતિ નથી. હું જે એરિયામાં રહું છું ત્યાં ટ્રેન હજી સુધી આવી નથી. બસની ફ્રિક્વન્સી પણ નથી. હેલ્થકેર સમસ્યા પણ એટલી જ છે. જો જીવલેણ કે ગંભીર ઓપરેશન ના હોય તો 2-3 વર્ષ સુધી વેઇટિંગ પિરિયડ છે. ઇમિગ્રેશનની સમસ્યા પણ એટલી જ છે ને વિઝા રિજેક્શનનો રેશિયો દિવસે દિવસે વધતો જાય છે. ઇન્ડિયાથી પૈસા લઈને કેનેડા આવ્યા હોય તો વાંધો ના આવે, પરંતુ સામાન્ય લોકોને ઘણી જ તકલીફ પડી રહી છે. ચૂંટણી જીત્યો તો જૉબ ક્રિએશન ને ઘરની કિંમતો ઘટે તે બાબતો પર ભાર મૂકીશ.’ ‘કેનેડામાં વોટબેંક માટે ધર્મની રાજનીતિ ચાલે છે’
ભારત-કેનેડા સંબંધની વાત કરતાં મિનેશભાઈ કહે છે, ‘અમારા પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોઈકના દબાણમાં આવીને નિવેદનો આપ્યાં હતાં. આ જ કારણે એક સમયે શીખ-હિંદુ ભાઈ-ભાઈ તરીકે રહેતાં, તેમની વચ્ચે આજે તિરાડ પડી છે. કેટલાક શીખોને કારણે આખી કોમ્યુનિટીની ઇમેજ ખરાબ થઈ છે. કેનેડાના રાજકારણમાં વોટબેંક જાળવી રાખવા માટે ધર્મનું રાજકારણ રમવામાં આવી રહ્યું છે.’ ‘ભારતમાં વેલસેટલ્ડ હો તો અમેરિકા-કેનેડા ના જશો’
ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોને ચેતવણી આપતા મિનેશભાઈ કહે છે, ‘તમારે સંતાઈને રહેવું પડશે. દૂરથી ડુંગર રળિયામણાં કહેવત અમેરિકા-કેનેડા પર પર્ફેક્ટ બેસે છે. તમને ત્યાંથી બધું સારું દેખાય, પરંતુ વાસ્તવમાં એવું કંઈ જ નથી. ભારત પણ સારું છે. ભારતમાં બેથી ત્રણ લાખ મહિને કમાતા લોકો કેનેડામાં એક લાખ પણ કમાઈ શકતા નથી. કેનેડામાં રિવર્સ ઇમિગ્રેશન બહુ જ ચાલુ છે. ઘણા ગુજરાતીઓ PR મૂકીને પાછા જતા રહ્યા છે. ભવિષ્યમાં આનાથી પણ ખરાબ થવાનું છે. હું તો એટલી જ સલાહ આપીશ કે ભારતમાં વેલ સેટલ્ડ હો તો અમેરિકા-કેનેડા ના આવશો. બહુ એવું હોય તો એકવાર જોઈ આવો અને પાછા ઇન્ડિયા જ સેટલ થાઓ.’ સુંજીવ રાવલ ચાર વર્ષથી લિબરલ પાર્ટીમાં છે
લિબરલ પાર્ટી ઑફ કેનેડાના કેલગરી મિદનાપોરના ઉમેદવાર સુંજીવ રાવલ મૂળ આફ્રિકાના ટાન્ઝાનિયાના છે. વાતચીતમાં તેમણે જણાવ્યું, ‘હું બિઝનેસ ઇમિગ્રન્ટ તરીકે 2001માં કેનેડાના આલ્બર્ટા આવ્યો અને ચાર વર્ષ સુધી રિટેલ શોપ ચલાવી. છેલ્લાં દસેક વર્ષથી હોટલ છે. પરિવારમાં પત્ની ને બે દીકરા છે. ગુજરાતી સમાજ તથા હિંદુ કોમ્યુનિટીનાં અલગ-અલગ કામો ખાસ્સા સમયથી કરતો આવ્યો છું. આ દરમિયાન હું ઇલેક્શનમાં કેમ્પેન પણ કરતો અને છેલ્લાં ચાર વર્ષથી લિબરલ પાર્ટીમાં છું. કોમ્યુનિટીમાં ચેરપર્સન થયો અને પછી પાર્લમેન્ટ ઇલેક્શનમાં નોમિનેશન મળ્યું.’ ‘કોમ્યુનિટીનો સપોર્ટ ઘણો જ સારો છે’
‘મેં વિચાર્યું પણ ના હોય એ રીતનો લોકોનો પ્રતિભાવ મળી રહ્યો છે. વોલન્ટિયર્સ સતત મદદરૂપ થઈ રહ્યા છે. અમારે ત્યાં એક જ સીટ પર એક જ પાર્ટીના ત્રણ-ચાર ઉમેદવારો હોય અને તેમની વચ્ચે ઇલેક્શન થાય અને છેલ્લે ઉમેદવાર ફાઇનલ થાય. નોમિનેશન દરમિયાન 150 માણસોની સાઇન જોઈએ કે તેઓ તમને મેમ્બર તરીકે સ્વીકાર્ય કરે છે તો જ તમે જે-તે સીટ પરથી ઊભા રહી શકો. મારામાં 227 લોકોએ સાઇન કરી. સભા તથા ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ.’ ‘ચૂંટણી જીત્યા બાદ મારી પ્રાથમિકતા નવાં ઘરો બનાવવાની છે’
‘લિબરલ પાર્ટી મિડલ ક્લાસ પર ફોકસ કરી રહી છે. મિડલ ક્લાસ કેવી રીતે આગળ આવી શકે તેના પર અમે ધ્યાન આપવા માગીએ છીએ. કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્નીએ પાંચ લાખ ઘર બાંધવાનું કહ્યું છે. હાલમાં ઘરનાં ભાડાં તથા ઘરની કિંમતો ઘણાં જ વધી ગયાં હોવાથી જનતાને પોસાતું નથી. ચૂંટણી જીતી ગયો તો સૌ પહેલાં મારી પ્રાથમિકતા ઘર અને ત્યારબાદ જૉબ ક્રિએશન આવશે’, એમ સુંજીવ રાવલે ઉમેર્યું હતું. ‘લીગલી આવશો તો પૈસા બચશે’
‘હું 1994માં પહેલી જ વાર કેનેડા આવ્યો અને 2001માં રહેવા આવ્યો. કેનેડા ઇમિગ્રેશન પર જ ઊભું થયું છે. લીગલી આવો તે તમારા ને પરિવાર માટે સારું છે. લીગલી આવશો તો પૈસા બચશે. એજન્ટ પૈસા વગર સલાહ આપે તો બરોબર છે, પરંતુ તે પૈસા લઈને ગેરકાયદે મોકલે એ યોગ્ય નથી.’ ‘ભગવાનને પ્રાર્થના તમામ ગુજરાતી ઉમેદવારો જીતે’
‘કેનેડાના રાજકારણમાં ગુજરાતીઓએ પા પા પગલી માંડી છે. મારો તથા કોમ્યુનિટીનો આ ચારેય ઉમેદવારને સપોર્ટ છે. કાંતિ મડિયાનું નાટક ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’એ પ્રમાણે આ ચાર ગુજરાતીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને તેઓ વેલમાં ક્યારે મોગરા આવશે એટલે કે ક્યારે કેનેડાની પાર્લમેન્ટમાં ગુજરાતીઓનો અવાજ પહોંચે છે એ હવે જોવાનું છે. ભગવાનને પ્રાર્થના કે આ ચારેય ઉમેદવારને વિજયી ભવ કરે’, તેમ હેમંતભાઈએ છેલ્લે ઉમેર્યું હતું.

​કેનેડામાં સામાન્ય રીતે ઑક્ટોબરમાં ચૂંટણી થતી હોય છે, પરંતુ આ વર્ષે વહેલી જાહેર કરવામાં આવી અને આ 28 એપ્રિલે વૉટિંગ છે. કેનેડામાં મુખ્ય બે પાર્ટી છે, જેમાં લિબરલ પાર્ટી તથા કન્ઝર્વેટિવ પાર્ટી સામેલ છે. કેનેડા પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લિબરલ પાર્ટી સાથે જોડાયેલા હતા. કેનેડાના રાજકારણના ઇતિહાસમાં પાર્લમેન્ટ ઇલેક્શનમાં પહેલી જ વાર ચાર-ચાર ગુજરાતી ઊભા રહ્યા છે. હવે ગુજરાતીઓ કેનેડિયન સંસદમાં પોતાનો અવાજ ઉઠાવવા માગે છે ત્યારે દિવ્ય ભાસ્કરે આ ચારેય ગુજરાતી ઉમેદવાર જયેશભાઈ બ્રહ્મભટ્ટ, અશોકભાઈ પટેલ, મિનેશભાઈ પટેલ તથા સુંજીવભાઈ રાવલ સાથે ખાસ વાત કરી. આ ઉપરાંત કેનેડામાં છેલ્લા પાંચ દાયકાથી રહેતા ગુજરાતી બિઝનેસમેન હેમંતભાઈ શાહ પાસેથી કેનેડાના રાજકારણમાં હાલમાં શું ચાલી રહ્યું છે એ જાણ્યું હતું. ‘વિશ્વભરના ગુજરાતીઓ માટે ગર્વની વાત’

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *