અત્યાર સુધી એવું હતું કે સૌથી વધુ IAS-IPS અધિકારીઓ યુપી-બિહારમાંથી બને છે પરંતુ ધીરે ધીરે આ ચિત્ર બદલાઇ રહ્યું છે. હવે આમાં ગુજરાતનું પણ નામ ઉમેરાયું છે. મંગળવારે જાહેર થયેલા UPSCના ફાઇનલ રિઝલ્ટમાં ગુજરાતમાંથી 26 ઉમેદવારો પાસ થયા છે. અત્યારસુધીના ઇતિહાસમાં ગુજરાતનું આ સૌથી સારૂં પરિણામ આવ્યું છે. ગુજરાતની જાણીતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માંથી 2021માં ફક્ત 6 પરીક્ષાર્થીઓની UPSCમાં પસંદગી થઇ હતી. 2024માં આ આંકડો 26 પર પહોંચી ગયો છે. જે બતાવે છે કે હવે ગુજરાતમાંથી પણ સિવિલ સર્વિસ પાસ કરનારા પરીક્ષાર્થીઓ વધી રહ્યા છે. આ પરિણામ પાછળ વિવિધ સમાજનો પણ મહત્વનો ફાળો છે. સિવિલ સર્વિસની પરીક્ષામાં પોતાના સમાજના યુવાનો પાસ થાય અને આગળ વધે તે માટે ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોથી એક સામાજિક મોડલ વિકસી રહ્યું છે. જેને હવે સફળતા મળી રહી છે. ક્ષત્રિય, પાટીદાર, રઘુવંશી, જૈન, બ્રહ્મ, રબારી, દલિત, ચૌધરી સહિતના સમાજ યુવાનો UPSCની પરીક્ષામાં પાસ થઇને આગળ આવે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારસુધીમાં સરદારધામના 27 પરીક્ષાર્થીઓ સિલેક્ટ થયા
મંગળવારે આવેલા પરિણામમાં સરદારધામના 4 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ગઇ વખતે 8 પરીક્ષાર્થીઓ UPSCની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા હતા. અત્યારસુધીમાં સરદારધામના કુલ 27 પરીક્ષાર્થીઓએ UPSCની પરીક્ષા ક્લીયર કરી છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજના 25 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે. જૈન સમાજે પોતાના સમાજના યુવાનો માટે વિવિધ રાજ્યોમાં હોસ્ટેલ શરૂ કરી છે. દિલ્હીમાં 50 કરોડથી વધુના ખર્ચે અદ્યતન હોસ્ટેલ બનાવાઇ છે. હોસ્ટેલ, લાયબ્રેરી, ક્લાસરૂમ, કોમ્પ્યુટર રૂમની સુવિધા
UPSCમાં પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી મેઇન્સની પરીક્ષા લેવાય છે. બન્ને પરીક્ષા પાસ આઉટ કરનારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પણ જો વિદ્યાર્થી ઇન્ટરવ્યૂમાં ફેઇલ થાય તો તેણે ફરીવાર એકડો ઘૂંટવો પડે છે. જેના કારણે જ વિવિધ સમાજ સુવિધાઓ વધારતાં જાય છે. આ સમાજ પરીક્ષાર્થીઓને હોસ્ટેલ, ભોજન, ક્લાસરૂમ, કોમ્પ્યુટર રૂમ, લાયબ્રેરીની સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો, ઇન્ટરવ્યૂ સમયે બોડી લેંગ્વેજ કેવી હોવી જોઇએ, કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની પણ ટ્રેનિંગ આપે છે. પાટીદાર સમાજની 2 મોટી સંસ્થાઓ ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અને સરદારધામ UPSCની તૈયારી કરાવે છે. 25 વર્ષ પહેલાં UCDCની સ્થાપના
ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા અને સરદારધામ સંચાલિત ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ (UCDC) નામની સંસ્થા વર્ષ 2000થી અસ્તિત્વમાં છે, જેમાં પાટીદાર સમાજનાં દીકરા-દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સુવિધા પૂરી પડાય છે. સંસ્થામાં દીકરીઓને એક રૂપિયાના ટોકનથી તાલીમ, રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે, જ્યારે નબળી આર્થિક પરિસ્થિતિવાળા દીકરાઓને પણ ટોકનથી તૈયારી કરવાનો લાભ મળે છે. કેટલાક પાસેથી નોમિનલ ફી લઇને રહેવા, જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. UPSCની તૈયારી માટે નવી બેન્ચ શરૂ
UCDCએ UPSCના પરીક્ષાર્થીઓ માટે નવી બેન્ચ શરૂ કરી છે. જેમાં 14 પરીક્ષાર્થીઓને પ્રવેશ આપ્યો છે. તે લોકો હવે જૂન-2026ની પરીક્ષા આપશે. લાયબ્રેરીની સુવિધા ઉપરાંત તેમના માટે દિલ્હીનો ઓનલાઇન કોર્સ પણ પરચેઝ કરાય છે. UCDCની 2 નવી હોસ્ટલ તૈયાર થઇ રહી છે. જેમાં 412 જેટલા રૂમ બની રહ્યા છે. લગભગ 1200થી 1300 યુવાનો અને યુવતીઓ માટે રહેવાની સગવડ થશે. એમાં કોલેજ જતાં વિદ્યાર્થીઓ પણ હશે, વર્કિંગ વુમન પણ હશે. સરદારધામમાં હાઇટેક ક્લાસિસ
ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલની જેમ સરદારધામમાં પણ યુવક-યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સુવિધા અપાય છે. અહીં હાઇટેક ક્લાસિસ, સારી ફેકલ્ટી, પુસ્તકો સહિતની સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત વાંચવા માટે 900 દીકરા-દીકરી બેસી શકે એવી એસી સાથેની ઇ-લાઇબ્રેરી પણ છે. સરદારધામમાં UPSCના 40 પરીક્ષાર્થીઓ
સરદારધામના સિવિલ સર્વિસ સેન્ટરના માનદ્ ચેરમેન તથા અમદાવાદ મહાનગરપાલિકાના નિવૃત્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ટી.જી. ઝાલાવાડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અત્યારે 150 વિદ્યાર્થીઓ છે. તેમાંથી અમે જુનિયર અને સિનિયર બેન્ચ અલગ પાડી છે. જુનિયર બેન્ચમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હોય છે. જ્યારે સિનિયર બેન્ચમાં તે માત્ર UPSCની જ તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ માટે અલગ લાયબ્રેરી, કોચિંગ ક્લાસિસ, મોક ટેસ્ટ, IAS અધિકારીઓ મારફતે રોજેરોજનું ગાઇડન્સ આપવામાં આવે છે.આ પરીક્ષાર્થીઓને જે કોઇ પુસ્તકો જોઇતા હોય તે ખરીદી પણ આપવામાં આવે છે. ભૂજ, મોરબી, દિલ્હીમાં પણ સરદારધામ
ટી.જી. ઝાલાવાડિયા આગળ કહે છે કે, આમ તો અમે 2016માં અમદાવાદના નિકોલમાં કેળવણીધામ શરૂ કર્યું હતું ત્યારબાદ 2021માં એસ.જી. હાઇવે પર વૈષ્ણોદેવી પાસે સરદારધામ નિર્માણ પામતાં અહીંયા જુદી વ્યવસ્થા ઊભી કરી છે. કેળવણીધામ પણ ચાલુ જ છે ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. આ વખતે પાસ થયેલા 4 જણાં મિતુલકુમાર પટેલ, ઉત્સવ એસ.જોગાણી, રાજન એન. ચત્રોલા તથા તુષાર એચ. મેંદપરા પાસ થયા છે. ગઇ વખતે 8 જણાં UPSCમાં પાસ થયા હતા. અહીંયા તો અમે ફ્રી કોચિંગ આપીએ છીએ પરંતુ દિલ્હીના સરદારધામમાં કોચિંગ ક્લાસ ન હોવાથી અન્ય ઇન્સ્ટિટ્યૂટમાં આ વિદ્યાર્થીઓ કોચિંગ લેતાં હોય છે. તેમને સરદારધામ તરફથી 50 ટકા ફીની રકમ ચૂકવવામાં આવે છે. બીજા સમાજના લોકોને સરદારધામની લાયબ્રેરી તથા ઇન્ટરવ્યૂમાં મદદ કરીએ છીએ. UCDCના ચેરમેન તથા નિવૃત્ત IPS ડી.જે.પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, કોર્સમાં રહેવા,જમવા,લાયબ્રેરી, કોચિંગ ક્લાસ એ બધું આવી જાય. નવી હોસ્ટેલ ચાલુ થશે ત્યારે બેન્ચમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજના 25 ઉમેદવારો પાસ
રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજના 25 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે. જેમાંથી 4 ઉમેદવારો IAS માટે સિલેક્ટ થયા છે. જ્યારે બાકીના ઉમેદવારો અન્ય સિવિલ સર્વિસ માટે પસંદગી પામ્યા છે. જૈન સમાજે યુવાનો IAS-IPSની ટ્રેનિંગ આપવા માટે દિલ્હીમાં 50 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે એક આધુનિક હોસ્ટેલ તૈયાર કરી છે. જેમાં રહેવા, જમવાની સુવિધા સાથે લાયબ્રેરી અને તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે. ફક્ત 5 હજાર રૂપિયા ટોકન ફી
JATF (જિતો એડમિનિસ્ટ્રેટીવ ટ્રેનિંગ ફાઉન્ડેશન)ના વાઇસ પ્રેસિડેન્ટ અમીત બાનથીઆએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે,અમને ગર્વ છે કે અમારા 21 ઉમેદવારો પહેલીવાર સિવિલ સેવાઓમાં પ્રવેશ કરી રહ્યા છે. જે JATF સમુદાય માટે ખરેખર એક ઐતિહાસિક ઘટના છે. સિવિલ સર્વિસીસનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી માત્ર 5 હજાર રૂપિયા ટોકન લેવામાં આવે છે. ગાંધીનગરમાં ચૌધરી સમાજનું ટ્રેનિંગ સેન્ટર
ચૌધરી સમાજ પણ પોતાના સમાજનાં યુવક-યુવતીઓ માટે ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. આ ટ્રેનિંગ સેન્ટરનું સંચાલન અખિલ આંજણા કેળવણી મંડળ કરે છે. ટ્રેનિંગ સેન્ટર માટે ગાંધીનગરમાં આવેલા ઓર્બિટ મોલમાં 4 માળ ભાડેથી રાખ્યા છે. જેમાં કુલ 100 પરીક્ષાર્થીઓની કેપેસિટી છે. અહીં 28 રૂમ છે અને 2 ક્લાસરૂમ છે. જેમાં હાલમાં 62 પરીક્ષાર્થીઓ UPSC-GPSCની તૈયારી કરી રહ્યા છે. ચૌધરી સમાજના યુવાનો માટે UPSC-GPSC ટ્રેનિંગ સેન્ટરનું સંચાલન કરતાં એસ.આર. ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમારી હોસ્ટેલમાં તાલીમ લેતાં કોઇ વિદ્યાર્થીએ UPSCની પરીક્ષા આપી નથી. 15-20 છોકરાઓ UPSC કરવા માટે આવે તો કોચિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. UPSC કરવું હોય તેવા વિદ્યાર્થીઓને મદદ કરીએ છીએ. હોસ્ટેલ, લાયબ્રેરી વગેરે સુવિધા છે. UPSC માટે ક્ષત્રિય સમાજની સુપર-30 સ્કીમ
ગાંધીનગરથી ચિલોડા જતાં રસ્તામાં લેકાવાડા ખાતે ક્ષત્રિય સમાજની કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ સંચાલિત બા શ્રી દશરથ બા કેરિયર એકેડેમી આવેલી છે. અહીં UPSCના બેઝિક કોર્સ માટે ફેકલ્ટી આવે છે. ક્ષત્રિય સમાજ UPSC માટે સુપર-30 સ્કીમ ચલાવે છે. જેમાં દરેક પરીક્ષાર્થીનો ખર્ચ સરકારી નોકરી કરતાં લોકોએ જ ઉપાડે છે. બા શ્રી દશરથ બા કેરિયર એકેડેમીના ડાયરેક્ટર અશોકસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમે UPSCનો કોર્સ આ વર્ષથી ચાલુ કર્યો છે. તેમાં સુપર 30 અંતર્ગત 30 વિદ્યાર્થીઓ બેન્ચમાં છે. તેઓ મે-2025માં યોજાનારી UPSCની પ્રિલિમ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓને રહેવા-જમવા, લાયબ્રેરી, કોચિંગની સુવિધા પણ આપવામાં આવે છે. કોચિંગ બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ રહેવા-જમવા માટે મહિને 50 ટકા જ એટલે કે 4 હજાર રૂપિયા ટોકન ફી લેવામાં આવે છે. રઘુવંશી સમાજની એકેડેમી બનશે
રઘુવંશી સમાજ ગાંધીનગરમાં રઘુવંશી એકેડેમી બનાવી રહ્યો છે. જેમાં 100 યુવક યુવતીઓ રહી શકે તે માટે 50 રૂમની વ્યવસ્થા છે. UPSCની તૈયારી કરતા 20 પરીક્ષાર્થીઓને આનો લાભ મળશે.ગાંધીનગરની આસપાસ એટલે કે ગાંધીનગર-ઉવારસદની વચ્ચે વાવોલ તેમ જ કુડાસણ-કોબાની વચ્ચે 5 હજાર વાર જમીન જોઇ છે ત્યાં દોઢ-બે વર્ષમાં બિલ્ડિંગ ઊભી થઇ જશે. જેમાં બે બ્લોક બનશે. એક બ્લોક યુવક માટેનો અને બીજો બ્લોક યુવતીઓ માટેનો હશે. અહીં એકોમોડેશન સાથે બેસ્ટ કોચિંગ, રહેવા-જમવાની વ્યવસ્થા અપાશે. ફેકલ્ટી તેમ જ નિવૃત્ત IAS અધિકારીઓ લેક્ચર આપવા આવશે. દલિત સમાજે 2022માં કેમ્પસ ફરી શરૂ કર્યું
દલિત સમાજે UPSC-GPSC જેવી પરીક્ષાની તૈયારી કરતા પોતાના પરીક્ષાર્થીઓ માટે દહેગામના અમરાજીના મુવાડા ખાતે કેમ્પસ બનાવ્યો છે. 2015માં અમરાજીના મુવાડા ખાતે જમીન લઇને 2018માં બિલ્ડિંગ બાંધ્યું હતું પણ કોરોના આવ્યો એટલે એકાદ-દોઢ વર્ષ બંધ રહ્યું હતું. 2022માં ફરીવાર ચાલુ કર્યું. રબારી સમાજનું અમદાવાદમાં સ્ટડી સેન્ટર
રબારી સમાજ પણ UPSC-GPSC પરીક્ષાની તૈયારી કરતાં પોતાના સમાજનાં યુવક-યુવતીઓ માટે સ્ટડી સેન્ટર ચલાવે છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રબારી સમાજનું રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ (RECT) સંચાલિત સ્ટડી સેન્ટર આવેલું છે, જેમાં હોસ્ટેલની સુવિધા ઊભી કરાઇ છે. અહીં 148 રૂમ આવેલા છે, જેમાં 700 પરીક્ષાર્થી રહી શકે છે. હોસ્ટેલમાં રહેવા સાથે ખાવા-પીવાની અને 24 કલાક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા છે.