P24 News Gujarat

10 વર્ષના બાળકનું ખુલી શકશે ખાતું!:બાળકોને ATM, ડેબિટ કાર્ડ અને ઓનલાઈન બેંકિગ સહિત કેટલી સુવિધા મળશે? વાલીઓ 4 વાતનો રાખે ખાસ ખ્યાલ; નિર્ણય પાછળ RBIના 3 કારણો

હવે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પોતાનું બેંક ખાતું જાતે ખોલી અને ચલાવી શકશે…. આરબીઆઈએ બેંક ખાતાઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ તમામ બેંકોને આ માટે મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી એવું હતું કે બાળકનું બેંક ખાતું હોય તો પણ તેને ઓપરેટ કરવાની એટલે કે પૈસા ઉપાડવા કે જમા કરાવવાની જવાબદારી ફક્ત માતા-પિતા કે કાયદેસરના વાલીની રહેતી હતી. પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે. આ નવા નિયમો મુજબ, બેંકોએ તેમની પોલિસીમાં 1 જુલાઈ 2025 સુધીમાં ફેરફાર કરવાના રહેશે. બેંકો પોતાની રિસ્ક મેનેજમેન્ટ પોલિસી મુજબ કેટલાક નિયમો નક્કી કરી શકશે, જેમ કે… આટલું જ નહીં, બેંકો બાળકોને તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેકબુક જેવી સુવિધાઓ પણ આપી શકશે. જ્યારે બાળક 18 વર્ષનું થશે, ત્યારે બેંકે તેમની નવી સહી લેવી પડશે અને ખાતાને પુખ્ત વયના ખાતામાં બદલાવવું પડશે. જો ખાતું વાલી ચલાવતા હોય, તો બેલેન્સ વેરિફાય કરાશે અને નવા નિયમોની જાણ કરાશે. આરબીઆઈએ આ નિર્ણય શા માટે લીધો?
તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાણાકીય સાક્ષરતા વધારવાનો છે. તેમને નાનપણથી જ બચત કરવાની આદત પડે, પૈસાનું મેનેજમેન્ટ શીખે અને ડિજિટલ વ્યવહારોથી પરિચિત થાય તે મહત્વનું છે. નિર્ણયના કેટલાક પડકારો પણ છે
બાળકો દ્વારા નાણાકીય ગેરવહીવટ થવાનું જોખમ અથવા સુરક્ષા અને છેતરપિંડીનો ખતરો. વળી, આ માર્ગદર્શિકાઓ બેંકો માટે ફરજિયાત નથી, તેથી જોખમ બેંક પર રહે છે. પરંતુ, બેંકો સંભવતઃ આ ખાતા ખોલશે કારણ કે આરબીઆઈએ તેમને પોલિસી અપડેટ કરવા જણાવ્યું છે. બેંકો ટ્રાન્ઝેક્શન લિમિટ, ઓનલાઈન બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેકબુકની સુવિધા અંગે બેંક જ નિર્ણય લેશે. 10 વર્ષના બાળકનું ખાતું ખોલાવવા શું કરવું?
જો તમે તમારા 10 વર્ષથી વધુ ઉંમરના બાળક માટે ખાતું ખોલાવવા માંગો છો, તો યોગ્ય બેંક પસંદ કરો, તેમની પોલિસી તપાસો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને એપ્લિકેશન ભરો. જ્યારે બાળક 18નું થાય ત્યારે ખાતું એડલ્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનું યાદ રાખો. વાલીઓ આ વાતનું ધ્યાન રાખે!
માતા-પિતા તરીકે તમારે પણ કેટલીક કાળજી લેવી જોઈએ, જેમ કે ખાતું નિયમિત ચેક કરવાની આદત પાડવી, ટ્રાન્ઝેક્શન અને ઉપાડની લિમિટ સેટ કરવી અને બાળકને ડેબિટ કાર્ડનો ઉપયોગ સમજાવવો. RBIના પહેલા નિયમો શું હતા?
જૂના અને નવા નિયમ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પહેલા વાલીનું નિયંત્રણ હતું, હવે બાળકો જાતે ઓપરેટ કરી શકશે. પહેલા બાળકોને સામાન્ય રીતે એટીએમ કે ઓનલાઈન બેંકિંગ સુવિધા નહોતી મળતી, હવે તે સંભવ છે. જોકે, SBIના ‘પહેલો કદમ’ અને HDFCના ‘કિડ્સ એડવાન્ટેજ’ જેવી કેટલીક યોજનાઓ પહેલાથી જ આવી સુવિધાઓ પૂરી પાડે છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને વીડિયો જુઓ…

​હવે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પોતાનું બેંક ખાતું જાતે ખોલી અને ચલાવી શકશે…. આરબીઆઈએ બેંક ખાતાઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ તમામ બેંકોને આ માટે મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી એવું હતું કે બાળકનું બેંક ખાતું હોય તો પણ તેને ઓપરેટ કરવાની એટલે કે પૈસા ઉપાડવા કે જમા કરાવવાની જવાબદારી ફક્ત માતા-પિતા કે કાયદેસરના વાલીની રહેતી હતી. પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે. આ નવા નિયમો મુજબ, બેંકોએ તેમની પોલિસીમાં 1 જુલાઈ 2025 સુધીમાં ફેરફાર કરવાના રહેશે. બેંકો પોતાની રિસ્ક મેનેજમેન્ટ પોલિસી મુજબ કેટલાક નિયમો નક્કી કરી શકશે, જેમ કે… આટલું જ નહીં, બેંકો બાળકોને તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેકબુક જેવી સુવિધાઓ પણ આપી શકશે. જ્યારે બાળક 18 વર્ષનું થશે, ત્યારે બેંકે તેમની નવી સહી લેવી પડશે અને ખાતાને પુખ્ત વયના ખાતામાં બદલાવવું પડશે. જો ખાતું વાલી ચલાવતા હોય, તો બેલેન્સ વેરિફાય કરાશે અને નવા નિયમોની જાણ કરાશે. આરબીઆઈએ આ નિર્ણય શા માટે લીધો?
તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાણાકીય સાક્ષરતા વધારવાનો છે. તેમને નાનપણથી જ બચત કરવાની આદત પડે, પૈસાનું મેનેજમેન્ટ શીખે અને ડિજિટલ વ્યવહારોથી પરિચિત થાય તે મહત્વનું છે. નિર્ણયના કેટલાક પડકારો પણ છે
બાળકો દ્વારા નાણાકીય ગેરવહીવટ થવાનું જોખમ અથવા સુરક્ષા અને છેતરપિંડીનો ખતરો. વળી, આ માર્ગદર્શિકાઓ બેંકો માટે ફરજિયાત નથી, તેથી જોખમ બેંક પર રહે છે. પરંતુ, બેંકો સંભવતઃ આ ખાતા ખોલશે કારણ કે આરબીઆઈએ તેમને પોલિસી અપડેટ કરવા જણાવ્યું છે. બેંકો ટ્રાન્ઝેક્શન લિમિટ, ઓનલાઈન બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેકબુકની સુવિધા અંગે બેંક જ નિર્ણય લેશે. 10 વર્ષના બાળકનું ખાતું ખોલાવવા શું કરવું?
જો તમે તમારા 10 વર્ષથી વધુ ઉંમરના બાળક માટે ખાતું ખોલાવવા માંગો છો, તો યોગ્ય બેંક પસંદ કરો, તેમની પોલિસી તપાસો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને એપ્લિકેશન ભરો. જ્યારે બાળક 18નું થાય ત્યારે ખાતું એડલ્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનું યાદ રાખો. વાલીઓ આ વાતનું ધ્યાન રાખે!
માતા-પિતા તરીકે તમારે પણ કેટલીક કાળજી લેવી જોઈએ, જેમ કે ખાતું નિયમિત ચેક કરવાની આદત પાડવી, ટ્રાન્ઝેક્શન અને ઉપાડની લિમિટ સેટ કરવી અને બાળકને ડેબિટ કાર્ડનો ઉપયોગ સમજાવવો. RBIના પહેલા નિયમો શું હતા?
જૂના અને નવા નિયમ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પહેલા વાલીનું નિયંત્રણ હતું, હવે બાળકો જાતે ઓપરેટ કરી શકશે. પહેલા બાળકોને સામાન્ય રીતે એટીએમ કે ઓનલાઈન બેંકિંગ સુવિધા નહોતી મળતી, હવે તે સંભવ છે. જોકે, SBIના ‘પહેલો કદમ’ અને HDFCના ‘કિડ્સ એડવાન્ટેજ’ જેવી કેટલીક યોજનાઓ પહેલાથી જ આવી સુવિધાઓ પૂરી પાડે છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને વીડિયો જુઓ… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *