ગુજરાત વિધાનસભામાં એક જોરદાર સંયોગ નજરે ચડ્યો છે. જનતાએ ચૂંટેલા ધારાસભ્યોએ ગૃહમાં એવા ગજબના સવાલ કર્યા છે જે જાણશો તો વિચારતા રહી જશો! અમૂક સવાલ તો નેતાઓ માટે જાણે કે ફેવરિટ બની ગયા છે એટલે એક જ પ્રશ્નમાં શહેર, જિલ્લા કે તાલુકાનું નામ બદલીને ઘણા ધારાસભ્યોએ સરકાર પાસે માહિતી માગી. દિવ્ય ભાસ્કરે 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ, 2025 સુધી ચાલેલા ગુજરાત વિધાનસભા સત્રનો ડેટા ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવ્યા પછી વિવિધ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભામાં સરકારને પૂછેલા 1300થી વધુ સવાલોનું ઓનાલિસિસ કર્યું. જેમાં ધારાસભ્યોની કામગીરીનું સચોટ ચિત્ર દેખાયું. ધારાસભ્યએ કયા મંત્રીને કેવા સવાલ પૂછ્યા, કયા વિસ્તારના પૂછ્યા તે તમામ માહિતી મળી. તમે પણ જાણો કે જેમને તમે ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે એ ત્યાં કેવા-કેવા પ્રશ્નો કરે છે. જેમ કે, 18 માર્ચ, 2025નો જ દાખલો લઇ લો. આ દિવસે બે-ચાર નહીં પણ 21 ધારાસભ્યોએ સરકારને લગભગ એકસરખો સવાલ કર્યો. ફક્ત જિલ્લાના નામ બદલ્યા. છે ને મજાની વાત!!! રસપ્રદ સંયોગ એ છે કે તમામ 21 ધારાસભ્યોએ સરકાર પાસે આ ડેટા 31 ડિસેમ્બર, 2024 સુધીનો જ માગ્યો હતો. કોઇના સવાલમાં તારીખ આગળ-પાછળની નથી. એટલું જ નહીં, લગભગ એકસરખો સવાલ પૂછનાર તમામ ધારાસભ્યો ભાજપના જ છે. જો કે એવું પણ નથી કે માત્ર સત્તાપક્ષના ધારાસભ્યોએ જ સરખા પ્રશ્નો પૂછ્યા હોય, કોંગ્રેસ પણ આવા સંયોગ ઊભા કરવામાં બાકાત નથી રહી. અત્યારે ગુજરાત વિધાનસભામાં કુલ 181 ધારાસભ્યો છે. જેમાંથી કોંગ્રેસના 12 ધારાસભ્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે મોટાભાગના કોંગ્રેસી ધારાસભ્યોએ પણ માત્ર સ્થળ બદલીને સરખા સવાલ કર્યા હોય. જેમ કે, 6 માર્ચ, 2025ના રોજ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ સવાલ કર્યો… આ સવાલમાં કોંગ્રેસે પણ ભાજપના ધારાસભ્યોની જેમ જિલ્લાઓના નામ બદલ્યા હતા પરંતુ માગેલી માહિતીની સમયસીમા એક સરખી જ હતી. 21મી ફેબ્રુઆરીએ જે 15 ધારાસભ્યોએ સવાલ પૂછ્યો તે ભાજપના ધારાસભ્યો હતા. માત્ર આ જ નહીં પરંતુ આવા અન્ય ઉદાહરણો પણ જોઇ લો. વિધાનસભામાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે? તેની પ્રક્રિયા શું હોય છે? તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો એટલે શું? પ્રશ્ન પૂછવાનો નિયમ શું હોય છે? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનો સંપર્ક કર્યો હતો. આ બન્ને સિનીયર નેતાઓ સાથેની વાતચીતમાંથી આખી પ્રક્રિયાને સરળતાથી સમજો. ગુજરાત વિધાનસભામાં પહેલો કલાક હોય તેને તારાંકિત પ્રશ્નોત્તરીનો કલાક કહેવામાં આવે છે. તેના પહેલાં કયારેક શૂન્ય અવર માટેની દરખાસ્ત હોય તો તે તારાંકિત પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય તે પછી લેવામાં આવે છે એટલે કે બન્ને ભેગું કરીએ તો આ સમય થઇ શકે. વિધાનસભામાં જે પ્રશ્નનો મંત્રી જવાબ આપે તે પ્રશ્નને તારાંકિત પ્રશ્ન કહેવાય છે. તે પ્રશ્ન જે તે દિવસે કોઇપણ વિભાગ અને વિષય પર મહત્તમ ત્રણ પૂછી શકાય. અતારાંકિત પ્રશ્નોમાં સીધાં લેખિત છાપેલાં જવાબો આવી જાય. તેમાં પૂરક પ્રશ્નો ન કરી શકાય. 20 દિવસ પહેલાં ધારાસભ્યએ પ્રશ્ન પૂછવો પડે છે
વિધાનસભા સત્ર શરૂ થાય તેના 20 દિવસ પહેલાં ધારાસભ્યએ લેખિતમાં પ્રશ્ન પૂછવાનો રહે છે. આના પછી જે વિભાગને લગતો સવાલ હોય તે વિભાગના મંત્રી સવાલ પ્રમાણે કચેરી પાસેથી જવાબ મંગાવે છે. વિભાગ તરફથી મોકલવામાં આવેલાં કાચા જવાબો-ડ્રાફ્ટિંગ જવાબોનો મંત્રી અભ્યાસ કરી લે છે. તેમાં જે વિગતો ઘટતી હોય, ઉમેરવી હોય કે સુધારવાની હોય કે મંગાવવા જેવી લાગે તો તે કરે છે. આના પછી મંત્રી દ્રારા જવાબ મંજૂર કરવામાં આવે છે અને તે જવાબ વિધાનસભામાં પહોંચે છે. વિધાનસભા સચિવાલય વિધાનસભા પ્રશ્નોત્તરી શાખા દ્રારા તેને છાપવા માટેની કાર્યવાહી કરે છે. પ્રશ્નોની પુસ્તિકા બને છે
જે વિભાગોના પ્રશ્નો પૂછાયા હોય તેની પુસ્તિકા બને છે. કોઇ દિવસ 50-60 પ્રશ્નોથી માંડીને 100થી 125 જેટલાં પ્રશ્નો પૂછાતાં હોય છે. જે દિવસે જે જવાબો વિધાનસભામાં આપવાના હોય તે એક જ મંત્રીને આપવાના હોતા નથી. બેથી ત્રણ મંત્રીઓને તે દિવસે તેમના વિભાગોના પ્રશ્નોના જવાબ આપવાનું ફાળવવામાં આવ્યું હોય છે. 15 મિનિટ પહેલાં જ ધારાસભ્યને ખબર પડે છે
કયા દિવસે કયા વિભાગના પ્રશ્નોના જવાબો આપવાના છે તે અગાઉથી નક્કી થાય છે. તેમાં પૂછાનારા પ્રશ્નોનો ડ્રો થતો હોય છે. તે ક્રમ પ્રમાણે પુસ્તિકામાં છપાતાં હોય છે. 15 મિનિટ પહેલાં દરેક ધારાસભ્યના ટેબલ પર પુસ્તિકા પહોંચી જાય છે. ત્યારે જ ધારાસભ્યને ખબર પડે કે તેમનો પ્રશ્ન કયા નંબર પર આવ્યો છે. તે પછી ધારાસભ્યો પેટા પ્રશ્નો પણ પૂછી શકતાં હોય છે. તેનો જવાબ પણ મંત્રી આપે છે. તેમાં શરત એ હોય છે કે તે પ્રશ્નને લગતી આનુષાંગિક માહિતી જ ધારાસભ્યોએ પેટા પ્રશ્નમાં પૂછવાની હોય છે. તેનાથી બહારની વિગત પૂછવાની હોતી નથી. જે-તે તાલુકાનો પ્રશ્ન હોય તો ગૃહના કોઇપણ સભ્યને અધ્યક્ષ પરવાનગી આપે તો પૂછી શકે છે. એક તાલુકાનો પ્રશ્ન હોય અને તમે દૂરના તાલુકાની માહિતી માંગો તો તેનો જવાબ આપવા મંત્રી બંધાયેલાં હોતા નથી. 1 પ્રશ્ન પર 5થી 6 મિનિટ ચર્ચા
વિધાનસભામાં એક કલાકમાં 10થી 12 પ્રશ્નો ચર્ચામાં આવે છે. સરવાળે 5થી 6 મિનિટ એક પ્રશ્ન પર ચર્ચા થાય છે. તેમાં પણ એવી પ્રાયોરિટી વિધાનસભાએ નક્કી કરેલી છે કે જે જિલ્લાનો પ્રશ્ન હોય તો તે પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય બાદ તે જિલ્લાના બીજા ધારાસભ્યોને પણ પ્રશ્ન પૂછવાની તક મળતી હોય છે પણ જો નીતિ વિષયક કોઇ પ્રશ્ન હોય તો તે માત્ર જિલ્લા પૂરતો સિમિત રહેતો નથી. આખા રાજ્યનો પ્રશ્ન થઇ જાય છે. તો રાજ્યના કોઇપણ ધારાસભ્ય તેમાં પૂછી શકે છે. અધ્યક્ષ તેમને યોગ્ય લાગે તે ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની તક આપતા હોય છે. હવે તો ધારાસભ્ય કોરા ફોર્મ પર સહી કરીને આપે છેઃ જયનારાયણ વ્યાસ
જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, પ્રશ્ન પૂછવો તે ધારાસભ્યનો અબાધિત અધિકાર છે અને ગમે ત્યાંથી ધારાસભ્ય ચૂંટાયા હોય આખા ગુજરાતમાં કોઇપણ જગ્યાએ કોઇપણ ઘટના બની હોય તેના વિશે પ્રશ્ન પૂછી શકે છે. આ એક સુઆયોજિત કપટનો ભાગ છે તેવો આરોપ લગાવતા જયનારાયણ વ્યાસ જણાવે છે કે જે સંવેદનશીલ મુદ્દાઓ હોય તેના પર ચર્ચા ન થાય અને આવા ભળતાં જ પ્રશ્નો પર મંત્રી લાંબા લાંબા જવાબો આપે અને સમય તેમાં વેડફાઇ જાય છે. એટલે ખાતાની ટિકા થાય તેવી વસ્તુ હોય. દા.ત. અમદાવાદમાં દારુનું ગોડાઉન પકડાયું તો તેની ચર્ચા નહીં થાય, ડીસા પાસે ફટાકડાંના કારખાનામાં મોટો ધડાકો થયો, રાજકોટના અગ્નિકાંડની ચર્ચા નહીં થાય કાં તો તે કોઇ તપાસ પંચને સોંપી દેવાનું અથવા એક યા બીજી રીતે સમય વેડફી નાંખવાનો. સરકાર ભલે એમ માનતી હોય કે પોતાના મંત્રીને એક્સપોઝ થતાં અટકાવે છે. ખરી રીતે તો આ પ્રજાના હિતમાં નથી. વિધાનસભાના સભ્ય એટલે ધારાસભ્યનો જે વહીવટી તંત્ર છે તેના પરનો કાબૂ આના કારણે નંદવાય છે. ચર્ચામાં આવતો પ્રશ્ન બધા માટે હોય છે
હવે દંડક તરફથી જ ધારાસભ્યોને પ્રશ્નો આપી દેવામાં આવતાં હોવાના આરોપ અંગે નીતિન પટેલે કહ્યું કે, આવી વાત ચર્ચામાં છે અને આવું થતું પણ હોય છે પણ તે ના થાય તે જરૂરી છે. ધારાસભ્યએ પોતાની મૌલિકતાથી, પોતાની આવડત અને અનુભવથી જે મૂળ હેતુ માટે પ્રશ્ન પૂછ્યો હોય તે મૂળ હેતુને વિધાનસભામાં સરકારના ધ્યાન પર મૂકી શકે છે. આવી પધ્ધતિને સ્વસ્થ લોકશાહી ગણી શકાય તે પ્રશ્નના જવાબમાં નીતિન પટેલે એવો મત વ્યક્ત કર્યો કે, કોણ કેવો પ્રશ્ન પૂછે છે તેના પર આધાર છે. પ્રશ્નો બધાં જ મહત્વના છે. કોઇપણ ધારાસભ્ય પૂછે તે પ્રશ્ન અગત્યનો હોય તો જ પૂછાયો હોય અને તેની ચર્ચા થતી હોય. બહુ અગત્યનો પ્રશ્ન ના હોય અને કોઇ ધારાસભ્યએ પૂછવા ખાતર પૂછ્યો હોય અને તે પ્રાયોરિટીમાં આવી ગયો તો અધ્યક્ષ તેને ચર્ચા માટે 5-7 મિનિટ આપતાં નથી. 2 મિનિટમાં પૂરો કરી દે અને જાહેર કરે કે આ વિષય પર વારંવાર ચર્ચા થઇ ચૂકી છે એટલે હવે બીજો પ્રશ્ન હાથ પર લો. ‘સમય બરબાદ કરવા માટે એકસરખા પ્રશ્નો પૂછાય છે’
જયનારાયણ વ્યાસે કહ્યું કે આ લોકશાહી જ ના ગણાય. ધીઝ ઇઝ કોલ મોનિટર ડેમોક્રેસી. જેટલાં વધારે સવાલ પૂછે તેટલાં વધારે લોટરી સિસ્ટમથી પ્રશ્નો સિલેક્ટ કરવાના થાય એટલે સત્તાધારી પક્ષના એકના એક સવાલો આવે અને વિરોધ પક્ષના સવાલો આવે નહીં. વિરોધ પક્ષના સવાલો સામાન્ય રીતે સરકારને ભીંસમાં મૂકે તેવા હોય. સત્તાધારી પક્ષના તો સવાલો જે પ્રમાણે પેટા પ્રશ્નો પણ પૂછવા હોય તે જ પ્રમાણે પૂછી શકાય. મોટાભાગે પ્રશ્નો પૂછનાર ધારાસભ્યો લાંબાલચક ભાષણો કરતા હોય છે મંત્રી અને સરકારના વખાણ કરતાં હોય છે. અહીં વિધાનસભામાં ચર્ચા ચાલતી હોય અને વડાપ્રધાનના વખાણ થતા હોય. એ પ્રકારની ઘટનાઓ બને છે. એટલે ધારાસભ્યોના હાથમાં ધારાસભ્ય તરીકેનું જે બળ હતું તે બળ આ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ બદલી નાંખીને સત્તાધારી પક્ષે એનું મહત્વ શૂન્ય કરી નાંખ્યું છે. ચર્ચામાં આવે તે પ્રશ્ન પર વધુ ધ્યાન જાય છે
નીતિન પટેલે કહ્યું હતું કે, દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારના પ્રશ્નોમાં વધારે રસ હોય છે. જેથી ધારાસભ્યો પોતપોતાના તાલુકાના પ્રશ્નો રિપટલી પૂછતાં હોય તેવું બનતું હોય છે. ધારાસભ્યોને વર્ષમાં જ્યારે વિધાનસભા મળે ત્યારે તક મળતી હોય છે. એટલે તેમના વિસ્તારની પ્રજાની કામગીરીને પણ વિધાનસભામાં રજૂ કરવી તેનું મહત્વ હોય છે. સરકારમાં અને આપણી લોકશાહીમાં મોટી પ્રથા છે કે જેના પ્રશ્નોની ચર્ચા થાય તેના પર સરકાર અને અધિકારીનું ધ્યાન વધારે જતું હોય છે. જેથી દરેક ધારાસભ્ય ઇચ્છે કે તેમના પ્રશ્નો ચર્ચામાં આવે. પ્રશ્ન વિધાનસભામાં આવે તો સરકારને પણ ખ્યાલ આવે
નીતિન પટેલે ઉમેર્યું કે, વર્ષોથી આવું ચાલે છે પરંતુ શક્ય છે કે મૌલિકતા ઓછી થતી જતી હોય. આટલાં મોટા રાજ્યમાં બધું સરકારના ધ્યાન પર હોય તેવું બની શકે નહીં પણ વિધાનસભામાં પ્રશ્ન આવે તો સરકારને પણ ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે આ જિલ્લામાં 10 વીઘા ગૌચરની જમીન પર દબાણ થઇ ગયું છે. કોઇએ કોઇને રજૂઆત ન કરી હોય તો તે દબાણ યથાવત્ રહે પણ ધારાસભ્ય જો આ પ્રશ્નને વિધાનસભામાં વાચા આપે તો તરત કલેક્ટરથી માંડી મહેસૂલ વિભાગ બધાના ધ્યાન પર આવે તો તેને ખુલ્લું કરાવવાની કાર્યવાહી થાય એટલે તુરંત જ તે જમીન ખુલ્લી થાય. ધારાસભ્યને 3 પ્રશ્ન પૂછવાનો અધિકાર
કોંગ્રેસના ધારાસભ્યોએ ઘણાં એવા સવાલ કર્યા જેમાં માત્ર બે જ જિલ્લાની માહિતી માંગવામાં આવી હોય એવું કરવા પાછળ તેમની રણનીતિ શું હોઇ શકે તેવા સવાલના જવાબમાં જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, તે તેમની વ્યક્તિગત રણનીતિ હોઇ શકે પણ અહીં તો સત્તાધારી પક્ષને તો સવાલ દંડકની ઓફિસમાંથી આપે છે. હવે જો કોંગ્રેસે પણ એ ફોલો કરવાની પદ્ધતિ શરૂ કરી હોય તો મને ખબર નથી. આવું ન જ થવું જોઇએ. સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય ધારાસભ્યને 3 પ્રશ્નો પૂછવાનો અબાધિત અધિકાર છે. તે ત્રણ પ્રશ્નો જે તે દિવસે, જે તે વિષયના પૂછી શકે છે. તેના નિર્ધારિત સમય મર્યાદા પહેલાં અને તેને પૂછવા જ દેવા જોઇએ. તેમાં સરકારે શરમાવું ના જોઇએ. ક્યાંક ક્ષતિ હોય તો સુધારવા માટેની તૈયારી અને ખેલદિલી રાખવી જોઇએ. શું એવું નથી લાગતું કે એક જ ધારાસભ્ય તમામ જિલ્લાની માહિતી એકસાથે માંગી લે તો જે તે મુદ્દાનું વ્યવસ્થિત ચિત્ર જાણી શકાય અને સરકારને વ્યવસ્થિત રીતે ઘેરી શકે તે અંગે જયનારાયણ વ્યાસે કહ્યું કે ના, સરકાર તેનો જવાબ જ નહીં આપે. કારણ કે માહિતીનો વ્યાપ એટલો વિશાળ છે કે એક જ પ્રશ્નના જવાબરૂપે આપી શકાય તેમ નથી. એટલો જ જવાબ આપવાનો રહે બીજું કશું આપવાનું રહે જ નહીં. ‘અમુક નિયમનો ગંભીરતાથી ઉપયોગ નથી થતો’
જયનારાયણ વ્યાસે વધુમાં કહ્યું કે, નિયમ 92 નીચે એક જોગવાઇ છે કે અડધા કલાકની ચર્ચા માંગી શકાય છે. આ માટે અધ્યક્ષને નિર્ધારિત ફોર્મમાં અરજી આપવાની હોય છે. અને તે મંજૂર થાય તો અડધા કલાક દરમિયાન જે બાબતોથી સંતોષ નથી તે અને જે માહિતી જોઇએ છે તે અંગે મંત્રીને પીન પોઇન્ટેડ પ્રશ્ન પૂછી શકાય છે. આ નિયમની અસરકારકતા ઘણી છે પણ તેનો ઉપયોગ જે ગંભીરતાથી થવો જોઇએ તે રીતે ભાગ્યે જ થતો જોવા મળે છે. જયનારાયણ વ્યાસના મતે, સત્તાધારી પક્ષના કોઇ ધારાસભ્યનો પ્રશ્ન અજુગતો આવી જાય તો તે વિધાનસભામાં આવે ત્યારે તેને ગેરહાજર રાખવામાં આવે જેથી જેનો પ્રશ્ન આવે તે હાજર ના હોય તો તેની પર ચર્ચા ન થાય. પ્રશ્ન પતી જાય પછી તે ધારાસભ્ય પાછાં આવી જાય છે. ઘણીવાર વિધાનસભામાં પ્રશ્ન ઉઠે તે પહેલાં જ નિરાકરણ થઇ જાય છે
નીતિન પટેલ કહે છે કે, હું આરોગ્ય મંત્રી રહેલો છું. સરકારના સેંકડો દવાખાનાઓ, હોસ્પિટલો, સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. સેંકડો એમ્બ્યુલન્સો ચાલતી હોય તો ક્યાંક કોઇ કારણોસર એમ્બ્યુલન્સ બગડી હોય. તેનું મેઇન્ટેનન્સ ના થયું હોય. તેના રિપેરીંગની જરૂર હોય પણ ના થયું હોય. આરોગ્ય મંત્રીને બધું ધ્યાન પર ના પણ હોઇ શકે પણ જો ધારાસભ્ય રજૂઆત કરે તો નિરાકરણ થઇ જાય છે. બીજો ફાયદો એ છે કે જેવો પ્રશ્ન ધ્યાનમાં આવે અને વિધાનસભામાં ચર્ચામાં આવે તે પહેલાં જ 50 ટકા પ્રશ્નોનું તો નિરાકરણ થઇ જાય. એમ્બ્યુલન્સ બગડી છે તેવું ખબર પડે તો અધિકારીઓ ફટાફટ ઓર્ડર કરીને રિપેર પણ કરાવી દે અને તેનો ઉપયોગ પણ ચાલુ થઇ જાય. વિધાનસભામાં પ્રશ્ન આવે ત્યાં સુધીમાં તો એમ્બ્યુલન્સ ફરતી પણ થઇ ગઇ હોય છે. આવું બધું ઘણું થતું હોય છે એટલે વિધાનસભામાં પ્રશ્ન પૂછાય તેના માટે પણ ધારાસભ્યો બહુ ઉત્સાહી હોય છે.