P24 News Gujarat

મુર્શિદાબાદના હિન્દુ વિસ્તારોમાં TMC નેતાઓની એન્ટ્રી બંધ:પહેલગામથી તણાવ વધ્યો; મુસ્લિમોનું કહેવું- અમને ડરાવી રહ્યા છે, હિન્દુઓ સુરક્ષાની માંગ કરી રહ્યા છે

‘અમે જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યાએ મસ્જિદ પર મંદિરનો દાવો થઈ રહ્યો છે. અમારી પાસેથી મસ્જિદો છીનવાઈ રહી છે. એટલે જ અમે આંદોલન કરી રહ્યા હતા. આમાં બહારનું કોઈ સંગઠન સામેલ થવા આવ્યું નહોતું. આ બધું બદમાશ લોકોએ કર્યું છે.’ મોહમ્મદ કમર બશીર મુર્શિદાબાદમાં રતનપુર સુલિતાલાના રહેવાસી છે. 11-12 એપ્રિલે થયેલી હિંસા અંગે તેઓ તપાસ ઇચ્છે છે, જેથી જાણી શકાય કે કેવી રીતે વક્ફ બિલના વિરોધમાં શરૂ થયેલા નાના-નાના પ્રદર્શનો હિંસામાં બદલાઈ ગયા. મુર્શિદાબાદમાં હિંસા થયાને બે અઠવાડિયા વીતી ગયા છે પરંતુ પ્રભાવિત વિસ્તારોમાં તણાવ યથાવત છે. મુર્શિદાબાદમાં હિંસાની શરૂઆત સૂતી કસ્બાથી થઈ, પરંતુ જલ્દીથી તેની અસર શમશેરગંજ અને રઘુનાથગંજ સુધી પહોંચી ગઈ. પ્રભાવિત વિસ્તારોમાં રહેતા હિન્દુ પરિવારો હજુ પણ જીવને જોખમ હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે મુસ્લિમ પરિવારોનું કહેવું છે કે તેમને ડરાવવામાં આવી રહ્યા છે. હિંસામાં 3 લોકોના મૃત્યુ થયા અને લગભગ 109 મકાનોને નુકસાન પહોંચ્યું છે. 350થી વધુ લોકોને મુર્શિદાબાદ છોડીને માલદા જવા મજબૂર થવું પડ્યું. બધાએ માલદાની પરલાલપુર હાઈ સ્કૂલમાં આશરો લીધો હતો. જોકે હિંસાના એક અઠવાડિયા બાદ 20 એપ્રિલે છેલ્લા 25 પરિવારો પણ ઘરે પરત ફર્યા છે. હિંસાના કેસમાં પોલીસે હવે 100થી વધુ FIR નોંધી છે. 276 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાના બે અઠવાડિયા બાદ ભાસ્કરની ટીમ મુર્શિદાબાદના પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. હિંસા બાદ હિન્દુ મહોલ્લાની સ્થિતિ… શમશેરગંજમાં રોજ થઈ રહ્યા છે પ્રદર્શન, TMCની એન્ટ્રી બેન
સૌ પ્રથમ અમે શમશેરગંજના જાફરાબાદ ગામ પહોંચ્યા. અહીં સુરક્ષાને લઈને હિન્દુ પરિવારોનું પ્રદર્શન હજુ પણ ચાલુ છે. અહીંના લોકોએ હિંસામાં મૃત્યુ પામેલા હરગોબિંદ દાસ (72) અને તેમના પુત્ર ચંદન દાસ (40) માટે ન્યાયની માંગ કરતી રેલી કાઢી. આમાં 100થી વધુ લોકો સામેલ થયા. લોકોના હાથમાં ‘વી વોન્ટ જસ્ટિસ’ અને ‘રાષ્ટ્રપતિ શાસન જોઈએ’ જેવા પોસ્ટર્સ હતા. પ્રદર્શનમાં સામેલ નિર્મલા ઘોષ કહે છે, ‘અમે ઇચ્છીએ છીએ કે મહોલ્લામાં કેન્દ્રીય સુરક્ષા બળ (CSF) તૈનાત રહે. તેઓ આ જગ્યાને પરમેનન્ટ પોતાની સિક્યોરિટીમાં લે. મુસલમાનોએ અમારા ઘર બાળી નાખ્યા. આટલી તબાહી મચાવી. અમને મમતા બેનર્જીની યોજનાઓ નથી જોઈતી. અમે ઇચ્છીએ છીએ કે અહીં BSFનો કેમ્પ લગાવવામાં આવે.’ અહીં મળેલા લોકલ જર્નાલિસ્ટ નામ ન છાપવાની શરતે જણાવે છે, ‘અહીં રોજ પ્રદર્શનો થઈ રહ્યા છે. પોલીસ પ્રયાસ કરી રહી છે કે ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થાય અને દુકાનો ખૂલવા લાગે. અહીં રોજ BJP નેતા કે કાર્યકર્તાઓ આવી રહ્યા છે. તેઓ જ અહીંના લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છે.’ ‘અહીં હિન્દુઓના વિસ્તારમાં BJPએ સારી પકડ બનાવી લીધી છે. અહીંના લોકો TMCના નેતાઓને ગામમાં પ્રવેશવા પણ નથી દેતા. હિંસા બાદ અહીં TMC સાંસદ સમીઉલ ઇસ્લામ, ખલીલુર રહેમાન, ધારાસભ્ય (શમશેરગંજ) અમીરુલ ઇસ્લામ અને ધુલિયન મ્યુનિસિપાલિટીના ઉપાધ્યક્ષ સુમિત સાહા પહોંચ્યા હતા. તેમણે પ્રભાવિતો સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા.’ આ તરફ, ધૂલિયાન અને આસપાસના વિસ્તારોમાં દુકાનો ખૂલવા લાગી છે. રાજકુમાર દાસ અહીં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તેઓ કહે છે, ‘કેન્દ્રીય સુરક્ષા બળની મદદથી આજે બે અઠવાડિયા બાદ અમે અમારી દુકાન ખોલી શક્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે ધીરે-ધીરે બધાના કામ-ધંધા શરૂ થઈ શકે. ક્યારેક તો ફોર્સ અહીંથી જશે. એટલે અહીં ડર હજુ પણ છે.’ મુસ્લિમ વિસ્તારની સ્થિતિ… હિંસા પાછળ કોઈ સંગઠન નથી, અચાનક એકઠી થયેલી ભીડે માહોલ બગાડ્યો
મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે સુકાંત મજૂમદારે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે હિંસાની જાહેરાત લાઉડસ્પીકરથી કરવામાં આવી હતી. જોકે મહોલ્લાના લોકો આ વાત સાથે સહમત નથી. લાઉડસ્પીકર વાળા નિવેદન પર લક્ષીપુરમાં રહેતા રફીકુલ ઇસ્લામ કહે છે, ‘આ સમગ્ર મામલાને BJP અને RSSએ હાઈજેક કરી લીધો છે. આ તેનું જ પરિણામ છે. જોકે તે લોકો જે કહી રહ્યા છે, તે બધું ખોટું છે. હું ઇમામ છું. અમે અમારા દરેક ઇમામ ભાઈને એ જ કહ્યું છે કે વક્ફના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ જ થવો જોઈએ.’ રફીકુલ હિંસાનો દિવસ યાદ કરતા કહે છે, ‘તે દિવસે અચાનક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. આ ભીડે જ માહોલ હિંસક બનાવી દીધો. આમાં મોટાભાગના છોકરાઓ 18થી 20 વર્ષના હતા. એવું પહેલી વાર થયું કે ભીડનું કોઈ નેતૃત્વ નહોતું કરી રહ્યું. આટલી ભીડ ક્યાંથી આવી ગઈ, અમને એ પણ ખબર નથી.’ ‘અહીં દરરોજ માહોલ વધુ બગડતો જઈ રહ્યો છે. લોકોને હિન્દુ અને મુસ્લિમના નામે વહેંચવામાં આવી રહ્યા છે. હિન્દુઓ નદી પાર કરીને પેલે પાર ચાલ્યા ગયા છે. મુસલમાનો ઘરમાં કેદ થઈ ગયા છે.’ રતનપુર સુલિતાલામાં રહેતા મોહમ્મદ કમર બશીર જણાવે છે, ‘વક્ફ બિલને લઈને અહીં કોઈ મીટિંગ નહોતી થઈ. આસપાસના દરેક ગામમાં નાના-નાના આંદોલનો થઈ રહ્યા હતા. અમે વક્ફ કાયદા વિશે રોજ ટીવી પર જોઈ રહ્યા છીએ. મુસલમાનોને ડર છે કે અમારી મસ્જિદો અને મદરેસાઓ ખતમ થઈ જશે.’ ‘હિંસાના દિવસે બધા નાના ગ્રુપ્સ એક સાથે આવી ગયા. કદાચ પોલીસને આની અપેક્ષા નહોતી. જેમ-જેમ મોર્ચો આગળ વધ્યો, લોકો વધતા ગયા. પોલીસ તેમને કંટ્રોલ નહીં કરી શકી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલી અથડામણને કારણે જ હિંસા ભડકી.’ તેઓ આગળ કહે છે, ‘અહીં કોઈ સંગઠન કામ નથી કરતું. ના તો આંદોલનમાં બહારથી કોઈ સંગઠન સામેલ થવા આવ્યું હતું. અહીં કેટલાક બદમાશ લોકોએ હિંસા કરી. આની તપાસ થવી જોઈએ.’ ડરને કારણે ઘરમાંથી નીકળવું મુશ્કેલ, ન પૈસા બચ્યા ન રાશન
ધૂલિયાનમાં રહેતા મોહમ્મદ મુજિબુર પ્રશાસન પર સવાલ ઉઠાવતા કહે છે, ‘અમારા વિસ્તારમાં સિક્યોરિટી ફોર્સ આવીને ઘોષણા કરે છે કે ઘરની બહાર ન નીકળો. બાળકોને પણ ઘરની બહાર ન નીકળવા દેવા. આ બધું કહીને અમને ડરાવવામાં આવી રહ્યા છે, જેથી લોકો ઘરની બહાર ન નીકળી શકે.’ ‘અમારી આ સ્થિતિ થઈ ગઈ છે કે અમે કામ પર પણ નથી જઈ શકતા. અમે રોજ કમાઈને ખાનારા લોકો છીએ. અમે રાતે ચેનથી સૂઈ પણ નથી શકતા. સવારથી લઈને રાત સુધી અમારા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણની ધરપકડ થઈ શકે છે.’ ‘હિંસામાં બંને પક્ષના લોકો મર્યા પરંતુ જે પણ નેતાઓ અને અધિકારીઓ આવી રહ્યા છે, તેઓ માત્ર હિન્દુઓના ઘરે જઈ રહ્યા છે. હિંસામાં એજાઝ અહમદ પણ મરાયો. તે માત્ર 20 વર્ષનો હતો. તેની કોઈ ખબર નથી લઈ રહ્યું. હું ઇચ્છું છું કે સરકાર આ પરિવારોની મદદ કરે.’ ધૂલિયાનમાં જ અમને મસ્જિદમાંથી નીકળી રહેલા મહતાબ અંસારી મળ્યા. તેઓ વિસ્તારના માહોલ વિશે જણાવે છે, ‘મસ્જિદમાં ક્યારેય કોઈ મીટિંગ નથી થઈ. ન તે દિવસે લાઉડસ્પીકરથી કંઈ કહેવામાં આવ્યું. હિંસા આપોઆપ ભડકી. આમાં કોણ લોકો સામેલ હતા, તેનો પત્તો પોલીસે લગાવવો જોઈએ.’ ‘તે દિવસે ભીડ દુકાનો તોડી રહી હતી. ઘરો અને ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી. અમે પણ ખૂબ ડરી ગયા હતા. હવે સ્થિતિ સુરક્ષા બળોના હાથમાં છે, પરંતુ રાત્રે ડર લાગે છે. હિંસા બાદ પણ ક્યાંક-ક્યાંક વક્ફને લઈને પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે અમે હવે માત્ર નમાજ પઢવા માટે જ ઘરની બહાર નીકળીએ છીએ.’ ‘અમારા પૈસા અને રાશન ખતમ થઈ રહ્યા છે. દુકાનો બંધ છે. સામાન લૂંટી લેવામાં આવ્યો. હું અનુભવી રહ્યો છું કે કેટલીક પાર્ટીઓ અમારી કોમને ખોટી રીતે રજૂ કરી રહી છે. આનાથી માત્ર વિસ્તારનો માહોલ વધુ બગડશે.’ હિંસાના કેસમાં 100થી વધુ FIR, 276 લોકોની ધરપકડ
હિંસાને લઈને પશ્ચિમ બંગાળ પોલીસની SITએ 21 એપ્રિલે ઓડિશાના ઝારસુગુડાથી 16 લોકોની ધરપકડ કરી. મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ આ બધા ઝારસુગુડા જઈને છુપાયા હતા. પોલીસે હિંસાના કેસમાં જિયાઉલ હક સહિત તેના બંને પુત્રો સફાઉલ હક અને બાની ઇસરાઇલની ધરપકડ કરી લીધી છે. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળ પોલીસ STF અને SITએ સાથે મળીને જોઇન્ટ ઓપરેશન ચલાવ્યું. અધિકારીઓએ CCTV ફૂટેજ અને મોબાઇલ ટાવર રેકોર્ડ જપ્ત કર્યા. આનાથી ક્રાઇમ સીન પર તેમની હાજરીની વાત કન્ફર્મ થઈ. આ ઉપરાંત હિંસામાં મરાયેલા હરગોબિંદો દાસ અને ચંદન દાસની હત્યાના કેસમાં પોલીસે કાલુ નાદર, દિલદાર, ઇન્જમામ ઉલ હક અને મુરારાઈ અને જિયાઉલ શેખની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ હિંસા સંબંધિત 100થી વધુ FIR નોંધવામાં આવી છે. આમાં અત્યાર સુધીમાં 276 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં હિંસાનો ઇતિહાસ
મુર્શિદાબાદ જિલ્લો બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો છે. જિલ્લામાં મુસ્લિમ વસ્તી લગભગ 70% છે. આ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો જિલ્લો છે. મુર્શિદાબાદમાં પહેલા પણ હિંસા થઈ ચૂકી છે. ડિસેમ્બર 2019 માં, નાગરિકતા સુધારા કાયદા એટલે કે CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારે પણ મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી. 14 ડિસેમ્બર 2019ના રોજ, વિરોધીઓએ રેલ્વે સ્ટેશનો અને બસોને નિશાન બનાવ્યા. લાલગોલા અને કૃષ્ણપુર સ્ટેશનો પર 5 ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને સુતીમાં પાટા તૂટી ગયા હતા. 2024 માં રામ નવમી દરમિયાન, મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે છત પરથી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં લગભગ 30% વસ્તી મુસ્લિમ છે. તેમની સૌથી વધુ સંખ્યા મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુરમાં છે. ભાજપે 2019 થી રાજ્યમાં પગપેસારો કરવાનું શરૂ કર્યું. 2021ની ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવી શકી ન હતી, પરંતુ 77 બેઠકો જીતીને તે વિપક્ષી પક્ષની ભૂમિકામાં આવી ગઈ. તેમને 38% મત મળ્યા.

​’અમે જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યાએ મસ્જિદ પર મંદિરનો દાવો થઈ રહ્યો છે. અમારી પાસેથી મસ્જિદો છીનવાઈ રહી છે. એટલે જ અમે આંદોલન કરી રહ્યા હતા. આમાં બહારનું કોઈ સંગઠન સામેલ થવા આવ્યું નહોતું. આ બધું બદમાશ લોકોએ કર્યું છે.’ મોહમ્મદ કમર બશીર મુર્શિદાબાદમાં રતનપુર સુલિતાલાના રહેવાસી છે. 11-12 એપ્રિલે થયેલી હિંસા અંગે તેઓ તપાસ ઇચ્છે છે, જેથી જાણી શકાય કે કેવી રીતે વક્ફ બિલના વિરોધમાં શરૂ થયેલા નાના-નાના પ્રદર્શનો હિંસામાં બદલાઈ ગયા. મુર્શિદાબાદમાં હિંસા થયાને બે અઠવાડિયા વીતી ગયા છે પરંતુ પ્રભાવિત વિસ્તારોમાં તણાવ યથાવત છે. મુર્શિદાબાદમાં હિંસાની શરૂઆત સૂતી કસ્બાથી થઈ, પરંતુ જલ્દીથી તેની અસર શમશેરગંજ અને રઘુનાથગંજ સુધી પહોંચી ગઈ. પ્રભાવિત વિસ્તારોમાં રહેતા હિન્દુ પરિવારો હજુ પણ જીવને જોખમ હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે મુસ્લિમ પરિવારોનું કહેવું છે કે તેમને ડરાવવામાં આવી રહ્યા છે. હિંસામાં 3 લોકોના મૃત્યુ થયા અને લગભગ 109 મકાનોને નુકસાન પહોંચ્યું છે. 350થી વધુ લોકોને મુર્શિદાબાદ છોડીને માલદા જવા મજબૂર થવું પડ્યું. બધાએ માલદાની પરલાલપુર હાઈ સ્કૂલમાં આશરો લીધો હતો. જોકે હિંસાના એક અઠવાડિયા બાદ 20 એપ્રિલે છેલ્લા 25 પરિવારો પણ ઘરે પરત ફર્યા છે. હિંસાના કેસમાં પોલીસે હવે 100થી વધુ FIR નોંધી છે. 276 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાના બે અઠવાડિયા બાદ ભાસ્કરની ટીમ મુર્શિદાબાદના પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. હિંસા બાદ હિન્દુ મહોલ્લાની સ્થિતિ… શમશેરગંજમાં રોજ થઈ રહ્યા છે પ્રદર્શન, TMCની એન્ટ્રી બેન
સૌ પ્રથમ અમે શમશેરગંજના જાફરાબાદ ગામ પહોંચ્યા. અહીં સુરક્ષાને લઈને હિન્દુ પરિવારોનું પ્રદર્શન હજુ પણ ચાલુ છે. અહીંના લોકોએ હિંસામાં મૃત્યુ પામેલા હરગોબિંદ દાસ (72) અને તેમના પુત્ર ચંદન દાસ (40) માટે ન્યાયની માંગ કરતી રેલી કાઢી. આમાં 100થી વધુ લોકો સામેલ થયા. લોકોના હાથમાં ‘વી વોન્ટ જસ્ટિસ’ અને ‘રાષ્ટ્રપતિ શાસન જોઈએ’ જેવા પોસ્ટર્સ હતા. પ્રદર્શનમાં સામેલ નિર્મલા ઘોષ કહે છે, ‘અમે ઇચ્છીએ છીએ કે મહોલ્લામાં કેન્દ્રીય સુરક્ષા બળ (CSF) તૈનાત રહે. તેઓ આ જગ્યાને પરમેનન્ટ પોતાની સિક્યોરિટીમાં લે. મુસલમાનોએ અમારા ઘર બાળી નાખ્યા. આટલી તબાહી મચાવી. અમને મમતા બેનર્જીની યોજનાઓ નથી જોઈતી. અમે ઇચ્છીએ છીએ કે અહીં BSFનો કેમ્પ લગાવવામાં આવે.’ અહીં મળેલા લોકલ જર્નાલિસ્ટ નામ ન છાપવાની શરતે જણાવે છે, ‘અહીં રોજ પ્રદર્શનો થઈ રહ્યા છે. પોલીસ પ્રયાસ કરી રહી છે કે ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થાય અને દુકાનો ખૂલવા લાગે. અહીં રોજ BJP નેતા કે કાર્યકર્તાઓ આવી રહ્યા છે. તેઓ જ અહીંના લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છે.’ ‘અહીં હિન્દુઓના વિસ્તારમાં BJPએ સારી પકડ બનાવી લીધી છે. અહીંના લોકો TMCના નેતાઓને ગામમાં પ્રવેશવા પણ નથી દેતા. હિંસા બાદ અહીં TMC સાંસદ સમીઉલ ઇસ્લામ, ખલીલુર રહેમાન, ધારાસભ્ય (શમશેરગંજ) અમીરુલ ઇસ્લામ અને ધુલિયન મ્યુનિસિપાલિટીના ઉપાધ્યક્ષ સુમિત સાહા પહોંચ્યા હતા. તેમણે પ્રભાવિતો સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા.’ આ તરફ, ધૂલિયાન અને આસપાસના વિસ્તારોમાં દુકાનો ખૂલવા લાગી છે. રાજકુમાર દાસ અહીં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તેઓ કહે છે, ‘કેન્દ્રીય સુરક્ષા બળની મદદથી આજે બે અઠવાડિયા બાદ અમે અમારી દુકાન ખોલી શક્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે ધીરે-ધીરે બધાના કામ-ધંધા શરૂ થઈ શકે. ક્યારેક તો ફોર્સ અહીંથી જશે. એટલે અહીં ડર હજુ પણ છે.’ મુસ્લિમ વિસ્તારની સ્થિતિ… હિંસા પાછળ કોઈ સંગઠન નથી, અચાનક એકઠી થયેલી ભીડે માહોલ બગાડ્યો
મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે સુકાંત મજૂમદારે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે હિંસાની જાહેરાત લાઉડસ્પીકરથી કરવામાં આવી હતી. જોકે મહોલ્લાના લોકો આ વાત સાથે સહમત નથી. લાઉડસ્પીકર વાળા નિવેદન પર લક્ષીપુરમાં રહેતા રફીકુલ ઇસ્લામ કહે છે, ‘આ સમગ્ર મામલાને BJP અને RSSએ હાઈજેક કરી લીધો છે. આ તેનું જ પરિણામ છે. જોકે તે લોકો જે કહી રહ્યા છે, તે બધું ખોટું છે. હું ઇમામ છું. અમે અમારા દરેક ઇમામ ભાઈને એ જ કહ્યું છે કે વક્ફના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ જ થવો જોઈએ.’ રફીકુલ હિંસાનો દિવસ યાદ કરતા કહે છે, ‘તે દિવસે અચાનક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. આ ભીડે જ માહોલ હિંસક બનાવી દીધો. આમાં મોટાભાગના છોકરાઓ 18થી 20 વર્ષના હતા. એવું પહેલી વાર થયું કે ભીડનું કોઈ નેતૃત્વ નહોતું કરી રહ્યું. આટલી ભીડ ક્યાંથી આવી ગઈ, અમને એ પણ ખબર નથી.’ ‘અહીં દરરોજ માહોલ વધુ બગડતો જઈ રહ્યો છે. લોકોને હિન્દુ અને મુસ્લિમના નામે વહેંચવામાં આવી રહ્યા છે. હિન્દુઓ નદી પાર કરીને પેલે પાર ચાલ્યા ગયા છે. મુસલમાનો ઘરમાં કેદ થઈ ગયા છે.’ રતનપુર સુલિતાલામાં રહેતા મોહમ્મદ કમર બશીર જણાવે છે, ‘વક્ફ બિલને લઈને અહીં કોઈ મીટિંગ નહોતી થઈ. આસપાસના દરેક ગામમાં નાના-નાના આંદોલનો થઈ રહ્યા હતા. અમે વક્ફ કાયદા વિશે રોજ ટીવી પર જોઈ રહ્યા છીએ. મુસલમાનોને ડર છે કે અમારી મસ્જિદો અને મદરેસાઓ ખતમ થઈ જશે.’ ‘હિંસાના દિવસે બધા નાના ગ્રુપ્સ એક સાથે આવી ગયા. કદાચ પોલીસને આની અપેક્ષા નહોતી. જેમ-જેમ મોર્ચો આગળ વધ્યો, લોકો વધતા ગયા. પોલીસ તેમને કંટ્રોલ નહીં કરી શકી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલી અથડામણને કારણે જ હિંસા ભડકી.’ તેઓ આગળ કહે છે, ‘અહીં કોઈ સંગઠન કામ નથી કરતું. ના તો આંદોલનમાં બહારથી કોઈ સંગઠન સામેલ થવા આવ્યું હતું. અહીં કેટલાક બદમાશ લોકોએ હિંસા કરી. આની તપાસ થવી જોઈએ.’ ડરને કારણે ઘરમાંથી નીકળવું મુશ્કેલ, ન પૈસા બચ્યા ન રાશન
ધૂલિયાનમાં રહેતા મોહમ્મદ મુજિબુર પ્રશાસન પર સવાલ ઉઠાવતા કહે છે, ‘અમારા વિસ્તારમાં સિક્યોરિટી ફોર્સ આવીને ઘોષણા કરે છે કે ઘરની બહાર ન નીકળો. બાળકોને પણ ઘરની બહાર ન નીકળવા દેવા. આ બધું કહીને અમને ડરાવવામાં આવી રહ્યા છે, જેથી લોકો ઘરની બહાર ન નીકળી શકે.’ ‘અમારી આ સ્થિતિ થઈ ગઈ છે કે અમે કામ પર પણ નથી જઈ શકતા. અમે રોજ કમાઈને ખાનારા લોકો છીએ. અમે રાતે ચેનથી સૂઈ પણ નથી શકતા. સવારથી લઈને રાત સુધી અમારા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણની ધરપકડ થઈ શકે છે.’ ‘હિંસામાં બંને પક્ષના લોકો મર્યા પરંતુ જે પણ નેતાઓ અને અધિકારીઓ આવી રહ્યા છે, તેઓ માત્ર હિન્દુઓના ઘરે જઈ રહ્યા છે. હિંસામાં એજાઝ અહમદ પણ મરાયો. તે માત્ર 20 વર્ષનો હતો. તેની કોઈ ખબર નથી લઈ રહ્યું. હું ઇચ્છું છું કે સરકાર આ પરિવારોની મદદ કરે.’ ધૂલિયાનમાં જ અમને મસ્જિદમાંથી નીકળી રહેલા મહતાબ અંસારી મળ્યા. તેઓ વિસ્તારના માહોલ વિશે જણાવે છે, ‘મસ્જિદમાં ક્યારેય કોઈ મીટિંગ નથી થઈ. ન તે દિવસે લાઉડસ્પીકરથી કંઈ કહેવામાં આવ્યું. હિંસા આપોઆપ ભડકી. આમાં કોણ લોકો સામેલ હતા, તેનો પત્તો પોલીસે લગાવવો જોઈએ.’ ‘તે દિવસે ભીડ દુકાનો તોડી રહી હતી. ઘરો અને ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી. અમે પણ ખૂબ ડરી ગયા હતા. હવે સ્થિતિ સુરક્ષા બળોના હાથમાં છે, પરંતુ રાત્રે ડર લાગે છે. હિંસા બાદ પણ ક્યાંક-ક્યાંક વક્ફને લઈને પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે અમે હવે માત્ર નમાજ પઢવા માટે જ ઘરની બહાર નીકળીએ છીએ.’ ‘અમારા પૈસા અને રાશન ખતમ થઈ રહ્યા છે. દુકાનો બંધ છે. સામાન લૂંટી લેવામાં આવ્યો. હું અનુભવી રહ્યો છું કે કેટલીક પાર્ટીઓ અમારી કોમને ખોટી રીતે રજૂ કરી રહી છે. આનાથી માત્ર વિસ્તારનો માહોલ વધુ બગડશે.’ હિંસાના કેસમાં 100થી વધુ FIR, 276 લોકોની ધરપકડ
હિંસાને લઈને પશ્ચિમ બંગાળ પોલીસની SITએ 21 એપ્રિલે ઓડિશાના ઝારસુગુડાથી 16 લોકોની ધરપકડ કરી. મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ આ બધા ઝારસુગુડા જઈને છુપાયા હતા. પોલીસે હિંસાના કેસમાં જિયાઉલ હક સહિત તેના બંને પુત્રો સફાઉલ હક અને બાની ઇસરાઇલની ધરપકડ કરી લીધી છે. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. પશ્ચિમ બંગાળ પોલીસ STF અને SITએ સાથે મળીને જોઇન્ટ ઓપરેશન ચલાવ્યું. અધિકારીઓએ CCTV ફૂટેજ અને મોબાઇલ ટાવર રેકોર્ડ જપ્ત કર્યા. આનાથી ક્રાઇમ સીન પર તેમની હાજરીની વાત કન્ફર્મ થઈ. આ ઉપરાંત હિંસામાં મરાયેલા હરગોબિંદો દાસ અને ચંદન દાસની હત્યાના કેસમાં પોલીસે કાલુ નાદર, દિલદાર, ઇન્જમામ ઉલ હક અને મુરારાઈ અને જિયાઉલ શેખની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ હિંસા સંબંધિત 100થી વધુ FIR નોંધવામાં આવી છે. આમાં અત્યાર સુધીમાં 276 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં હિંસાનો ઇતિહાસ
મુર્શિદાબાદ જિલ્લો બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો છે. જિલ્લામાં મુસ્લિમ વસ્તી લગભગ 70% છે. આ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો જિલ્લો છે. મુર્શિદાબાદમાં પહેલા પણ હિંસા થઈ ચૂકી છે. ડિસેમ્બર 2019 માં, નાગરિકતા સુધારા કાયદા એટલે કે CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારે પણ મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી. 14 ડિસેમ્બર 2019ના રોજ, વિરોધીઓએ રેલ્વે સ્ટેશનો અને બસોને નિશાન બનાવ્યા. લાલગોલા અને કૃષ્ણપુર સ્ટેશનો પર 5 ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને સુતીમાં પાટા તૂટી ગયા હતા. 2024 માં રામ નવમી દરમિયાન, મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે છત પરથી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં લગભગ 30% વસ્તી મુસ્લિમ છે. તેમની સૌથી વધુ સંખ્યા મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુરમાં છે. ભાજપે 2019 થી રાજ્યમાં પગપેસારો કરવાનું શરૂ કર્યું. 2021ની ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવી શકી ન હતી, પરંતુ 77 બેઠકો જીતીને તે વિપક્ષી પક્ષની ભૂમિકામાં આવી ગઈ. તેમને 38% મત મળ્યા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *