15 નવેમ્બર, 2002.
સ્થળઃ જમાલીપુર ગામ, ઓરૈયા જિલ્લો, ઉત્તર પ્રદેશ. 13 વર્ષની ત્રણ છોકરીઓ ઊછળતી-કૂદતી, વાતો કરતી સ્કૂલેથી પોતાનાં ઘરે પરત જઇ રહી હતી. વચ્ચે ખેતરોનો થોડો નિર્જન વિસ્તાર આવ્યો ત્યાં પાછળથી એક કાળા રંગના કાચ જડેલી ગાડી આવી. ગાડીની અંદર પાંચ-છ યુવાનો બેઠેલા હતા. આ કિશોરીઓની પાસે આવીને ગાડીએ અચાનક બ્રેક મારી. છોકરીઓ કશું સમજે-વિચારે તે પહેલાં જ કારનો દરવાજો ખૂલ્યો અને ત્રણેય છોકરીઓને અંદર ખેંચી લીધી. કારની અંદર એ છોકરીઓને કશા જ કારણ વિના માર મારવા માંડ્યા. છોકરીઓની ચીસો અને મદદ માટેના પોકાર કારના દરવાજા વીંધીને બહાર નીકળ્યા નહીં, કે કોઇના કાને પણ પડ્યા નહીં. થોડીવાર કોઇક દિશામાં ગાડી હંકાર્યા બાદ એમાંની અધમૂઈ થયેલી બે છોકરીને અધવચ્ચે બહાર ફેંકી દેવાઈ. જ્યારે ત્રીજી છોકરીને એ હેવાનો પોતાની સાથે ઉપાડી ગયા. ગાડી પહોંચી ખડકાળ, અંતરિયાળ, જંગલના વિસ્તારમાં. કોઇ જગ્યાએ ગાડી ઊભી રહી. પોતાની સાથે શું થઈ રહ્યું છે તેનો તાગ મેળવી ન શકેલી એ છોકરીને ઢસડતાં ઢસડતાં એ યુવાનો જ્યાં ખેંચી ગયા, ત્યાં કેટલાક પુરુષો રાઇફલો લઇને બેઠા હતા. હીબકાં ભરી ભરીને રડી રહેલી એ છોકરીને જોઇને સામે બેઠેલો રાઇફલધારી મૂચ્છડ યુવાન બરાડ્યો, ‘એ છોરી, રોના બંધ કર.’ મહામહેનતે શાંત થયેલી અને અજાણ્યા હથિયારધારી પુરુષોની વચ્ચે આવી પડેલી પારેવા જેવી એ છોકરીએ હાથ જોડીને કહ્યું, ‘માઇ-બાપ, મુઝે ઘર જાને દો. મુઝે કાહે લે આયે હો? મેરી માં ઘર પે મેરી રાહ દેખ રહી હોગી…’ ‘ચૂપ કર…’ એ મૂચ્છડ ફરી બરાડ્યો, ‘વર્ના ઇસ બંદૂક સે તેરે કો ઇતની ગોલિયાં મારુંગા કિ ડોક્ટર ભી દેખ કે પરેશાન હો જાયેગા.’ ‘ગોલી મત મારના માઇ-બાપ, આપ જો બોલેંગે મૈં કરુંગી…’ છોકરી જમીન પર ફસડાઇ પડી. ‘તો ચૂપચાપ હમારે સાથ ચલ… અબ તૂ ડકૈત સરગના ચંદન યાદવ કી ગેંગ મેં હૈ…’ શાળાએથી પાછી આવતી 13 વર્ષની એ છોકરી બની ગઇ દસ્યુ સુંદરી રેણુ યાદવ. યાને કે ડાકુરાણી રેણુ યાદવ.
***
‘દીકરી પાછી જોઇતી હોય તો 10 લાખ તૈયાર રાખ’
‘ખાખી કવર’માં આજે વાત કરીએ ચંબલના બીહડની સૌથી સુંદર ગણાતી ડાકુરાણી રેણુ યાદવ વિશે. જેની સુંદરતા જ એની દુશ્મન બની ગઇ. હજી બાળપણ પૂરેપૂરું ગયું નહોતું, યુવાનીના ઊંબરે માંડ હતું પગ માંડી રહી હતી ત્યાં જ ચંબલના ખૂંખાર ડાકુ ચંદન યાદવે એને કિડનેપ કરી લીધી. રેણુ યાદવ એવાં એવાં અત્યાચારોની સાક્ષી બની છે અને પછી અતિશય ગંભીર ગુના એને નામે લખાયા છે, જે આપણે વાંચીએ તો પણ રૂંવાડાં ઊભાં થઇ જાય. હજુ બે દાયકા પહેલાંના ઇતિહાસમાં જ બનેલા આ ઘટનાક્રમનો તંતુ ફરી સાધી લઇએ અને પહોંચી જઇએ 13 વર્ષની કિશોરી રેણુ યાદવના અપહરણ પર. જમાલીપુરના ગરીબ ખેડૂત વિદ્યારામ યાદવનાં પાંચ સંતાનોમાં સૌથી મોટી હતી. ભણવામાં હોંશિયાર. સ્પોર્ટ્સમાં પણ હોંશિયાર. ડાકુઓએ એમની દીકરીનું અપહરણ કર્યું છે એ સમાચાર સાંભળતાંવેંત વિદ્યારામ યાદવ પર આભ તૂટી પડ્યું. ઉપરથી ડાકુઓએ જાસાચિઠ્ઠી મોકલીઃ ‘દીકરીને જીવતી પાછી જોઇતી હોય તો 10 લાખ રૂપિયા તૈયાર રાખજે.’ પાંચ-છ વીઘા જમીન પર જાતે ખેતી કરીને ઘર ચલાવતા અને સંતાનોનાં પેટ ભરતા ખેડૂત પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવે? જમીન વેચી-સાટીને પૈસા એકઠા કરે, તો બાકીની દીકરીઓને શું ખવડાવે? એમનાં લગ્ન શી રીતે કરે? વિદ્યારામ યાદવે પોલીસને આજીજી કરી, કે ભૈસાબ, મારી દીકરીને ડાકુઓ ઉપાડી ગયા છે, એને પાછી અપાવો. પોલીસે પોતાના સ્વભાવ પ્રમાણે ઢીલાશથી કામ કર્યું. ન તો પોલીસ દીકરી સુધી પહોંચી, ન પિતા ફિરૌતીની રકમ એકઠી કરી શક્યા, કે ન દીકરી પાછી આવી. દિવસો પર દિવસો વીતવા લાગ્યા. ‘છાતીએ પથ્થર બાંધીને જમુનાજીમાં ફેંકી દઇશું’
અપહરણ થયા પછી રેણુ યાદવના પિતાએ ડાકુઓએ માગેલી રકમ ન આપતાં રેણુ પર જાતભાતના અત્યાચારો ગુજારવામાં આવ્યા. એના હાથ બાંધીને બંદૂકના નાળચે કિલોમીટરોના કિલોમીટરો સુધી ચલાવવામાં આવી. ભૂખ્યાં-તરસ્યાં, સ્લિપર પહેરેલા પગે એને ડાકુઓએ એટલી ચલાવી કે એના બંને પગમાં ફોલ્લા પડી ગયેલા. ડાકુઓની એ પલટનની પાછળ પોલીસ પણ પડેલી. આઠ-દસ દિવસ સુધી ચંબલની કોતરો, જંગલ, કાંટાળાં ઝાડી-ઝાંખરાંમાંથી એ લોકો ચાલતાં જ રહ્યાં. જ્યાં રેણુ થાકીને પડી જતી, ત્યાં ચંદન યાદવ એને ખભે ઊંચકી લેતો. ચાલતાં ચાલતાં ડાકુ ટોળકી એક અજાણ્યા ખોબા જેવડા ગામે આવીને રોકાઈ. એ ટોળકીમાં રેણુ સિવાય બીજી કોઈ સ્ત્રી નહોતી. એક ઇન્ટરવ્યૂમાં ખુદ રેણુ યાદવે કહેલું, ‘અપહરણ થયાનાં બે અઠવાડિયાં સુધી ચોવીસે કલાક મને હાથ-પગ બાંધીને રાખવામાં આવતી. ખાવાનું એટલું સમ ખાવા પૂરતું આપતાં કે ભૂખથી જીવ ન નીકળી જાય. બસ, શ્વાસ ચાલતા રહે.’ વચ્ચે વચ્ચે અટકી જાય તો રાઇફલની બટ મારીને ચાલતી કરવામાં આવે. એ જો ઘરે લઇ જવાની જીદ પકડે તો ચંદન યાદવ એને કહે, ‘યે જમુનાજી દેખ રહે હો? ઇસી મેં પથ્થર બાંધ કે ફેંક દેંગે…’ ‘આ છોકરીને ખવડાવીને ભરાવદાર બનાવો’
દરઅસલ, ચંદન યાદવ રેણુની સુંદરતા પર મોહી પડ્યો હતો. એણે અગાઉ કોઈ લગ્નમાં રેણુને નાચતી-કૂદતી જોઈ હશે, ત્યારથી એ એના મનમાં વસી ગયેલી. પોતાને ગમતું કંઇપણ બળબજરીથી છીનવી લેવા સિવાય ડાકુઓને બીજું શું આવડે? એણે પોતાના સાગરીતોને મોકલીને એણે ટીનેજર રેણુનું અપહરણ કરાવ્યું. એટલું જ નહીં, જાણી જોઇને રેણુના પિતા પાસે રેન્સમની રકમ એટલી મોટી માગી કે એ જાત વેચીને પણ એકઠી ન કરી શકે. ચંદન યાદવ ઉંમરમાં રેણુ કરતાં પાંચેક વર્ષ મોટો હતો. યાને કે 18-19 વર્ષનો. આટલી નાની ઉંમરમાં એ ડાકુગીરીની દુનિયામાં ઘૂસી ગયેલો. એના ભાઇની હત્યાનો બદલો લેવા માટે એ ગામથી ભાગીને ડકૈતોની ગેંગમાં સામેલ થઇ ગયેલો. જેમાં ‘પ્રમોશન’ પામીને એ ગેંગલીડર બની ગયેલો. હવે એ ગેંગ સંતોષ યાદવના નામે ઓળખાતી હતી. અપહરણ, લૂંટ, ખંડણી, હ્યુમન ટ્રાફિકિંગ એ બધું આ ડાકુઓનું રોજનું કામ હતું. કિડનેપ કરીને લાવેલી વ્યક્તિઓને ડાકુની જબાનમાં ‘પકડ’ કહે. રેણુની સાથે એ વખતે બીજા સાત-આઠ પુરુષોને પણ ‘પકડ’ તરીકે કિડનેપ કરી લવાયેલા. એમને પણ આવો જ મેથીપાક મળતો હતો. રેણુને કિડનેપ કરીને જે ગામમાં લાવીને મૂકેલી એ ગામમાં એણે કબીર સિંહની જેમ એવી જાહેરાત કરેલી કે, ‘આ છોકરી મારી છે.’ ગામની મહિલાઓએ પૂછ્યું પણ ખરું કે તારે આની સાથે લગ્ન કરવાં છે? ‘અભી કુછ સોચે નહીં.’ ચંદન યાદવનો આ જવાબ હતો. પણ એણે ગામલોકોને કહ્યું, આને ઘીની માલિશ-બાલિશ કરીને અને ખવડાવીને થોડી ‘મોટી’, શરીરે ભરાવદાર કરો. ચંબલની સૌથી સુંદર ડાકુ હસીનાઃ રેણુ યાદવ
ચંબલના ડાકુઓની બીજી ખાસિયત એ પણ હતી કે તેઓ જાણે કોઈ પ્રોપર બિઝનેસ ચલાવતા હોય એમ પોતાનાં લેટરપેડ છપાવતાં, જેમાં એ લોકો પોતાની માગણીઓ અને પોતાનાં કારનામાંની વિગતો લખીને ચારેકોર મોકલતા રહેતા, જેથી એમના ખોફની કથાઓ ચોમેર ફેલાતી રહે. આવાં લેટરહેડમાં એણે પોતાના નામ (‘દસ્યુ સરગના ચંદન યાદવ’)ની સાથે ‘દસ્યુ સુંદરી રેણુ યાદવ’નું નામ પણ લખવાનું શરૂ કરી દીધું, જેથી બહારની દુનિયામાં એવી સજ્જડ છાપ ઊભી થઇ કે રેણુ યાદવ આટલી નાની ઉંમરમાં ડાકુરાણી બની ગઇ છે. ડાકુઓ એને એવું પણ કહેતા કે હવે તું બહાર નહીં જઇ શકે. બહારની દુનિયામાં તું ‘દસ્યુ સુંદરી’ બની ગઇ છો, બહાર જઇશ તો પોલીસ તારું એન્કાઉન્ટર કરી નાખશે. આ સાંભળીને કોઇ તક મળે તોય રેણુના પગ નહોતા ઊપડતા. બીજી બાજુ રેણુની પોતાની જાણ બહાર એની ડાકુ તરીકેની ટ્રેનિંગ પણ ચાલુ થઇ ગઇ. શરૂઆતમાં ટોળકીના ડાકુઓ એને લાઠી પકડાવીને બીજી ‘પકડ’ને પીટવાનું કહેતા. જો ધીમેથી મારે તો એટલા જોરથી ડાકુ સામી એને લાકડી ફટકારે. એટલે જીવ બચાવવા રેણુએ પણ લાકડી ફટકાર્યા વિના છૂટકો નહીં. એને બંદૂક ચલાવવાની ટ્રેનિંગ પણ આપવાની શરૂ થઇ. ‘આને ચેમ્બર કહેવાય, આ મેગેઝિન છે, નિશાન લઇને અહીંથી ટ્રિગર દબાવવાનું, ગનમાં રાઉન્ડ ફસાઇ જાય તો શું કરવાનું…’ પાંચ-છ મહિના સુધી આવી ડિટેલ્ડ તાલીમ રેણુને અપાઇ. ‘એ મારાં બધાં કપડાં ઊતરાવતો, બધાં જ ગંદાં કામ કરતો…’
કોઇ ધાડ પાડવાની થાય, હુમલો કરવાનો હોય કે અન્ય કોઇ ગુનાખોરીનાં કામ કરવાનાં થાય, એમાં રેણુને હવે સાથે રાખવા માંડ્યા. રેણુ જાણે ચંદન યાદવની પત્ની હોય એ રીતે એની સાથે વર્તતો. આપણને ભારોભાર કઠે એવી વાત છે, પણ નરાતાળ સત્ય છે કે કોઇ સ્ત્રીને કિડનેપ કરીને લાવે, તો તેને ભોગવવાનો-તેની સાથે દુષ્કર્મ કરવાનો અધિકાર માત્ર ગેંગના લીડર-જેને સૌ ‘માલિક’ કહે-એનો જ રહેતો. એ ક્રમમાં ચંદન યાદવે રેણુની આબરૂ પર હાથ મૂકવાનું પણ શરૂ કરી દીધું. ક્યારેક એને નિર્વસ્ત્ર કરે, ક્યારેક એને ભોગવે. આપણને કમકમાં આવી જાય એવી આ વાતો ખુદ રેણુ યાદવે જ વીડિયો ઇન્ટરવ્યૂમાં કહેલી છે. એણે એવું પણ કહ્યું છે કે, ‘મારા પર જે ગુજરતું હતું એ જોઇને મારી જાત પર મને ભયાનક ફિટકાર આવતો. એ વખતે મને બંદૂક ચલાવતાં પણ નહોતું આવડતું, કે આપઘાત કરીને મરી જાઉં.’ રેણુના પિતા ડાકુઓએ માગેલી રકમ એકઠી કરી શક્યા નહીં. દિવસો-મહિનાઓ વીતવા લાગ્યા અને રેણુ ડાકુઓની વચ્ચે રહેવા લાગી. માણસનું મન વિચિત્ર હોય છે. ઇતિહાસ કહે છે કે જેણે અપહરણ કર્યું હોય એની સાથે લાંબો સમય રહે તો અપહ્યત વ્યક્તિને તેના જ પ્રત્યે કૂણી લાગણી થવા માંડે છે. સાયકોલોજીની ભાષામાં આને ‘સ્ટોકહોમ સિન્ડ્રોમ’ કહે છે. ગેંગના ‘માલિક’ અને અન્ય ડાકુઓ માટે રોટલા ટીપવાનું કામ પણ રેણુના શિરે જ નાખવામાં આવતું. ડાકુઓના ગિરોહની આ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે. ડાકુગીરીમાં કોણ ક્યારે ફૂટી જાય, ખાવામાં ઝેર કે ઘેનની દવા નાખીને કાસળ કાઢી નાખે કે પોલીસને કે દુશ્મનોને પકડાવી દે એ કહેવાય નહીં. એટલે ડાકુઓ બધા એકસાથે જ જમવા બેસે, જેથી ખોરાકમાં કોઇ ભેળસેળ હોય તો તરત ખબર પડી જાય. ધીમે રહીને ચંદન યાદવે રેણુને એવું પણ કહેવાનું શરૂ કરેલું કે હું તારી સાથે લગ્ન કરી લઇશ, પણ અહીં બીહડમાં તો આપણાં લગ્નમાં કોણ આવશે! એના કરતાં ઘરે જઇને ધામધૂમથી લગ્ન કરીશું. તેર-ચૌદ વર્ષની કિશોરી, જેણે ગામડામાં ઘરથી સ્કૂલ સિવાય કોઇ દુનિયા જોઇ જ ન હોય એને બીજી શું ખબર પડવાની! 16 વર્ષની રેણુ ડાકુની દીકરીની મા બની
આમ કરતાં કરતાં દોઢ વર્ષ વીતી ગયું. ન તો પરિવારમાંથી કોઇ છોડાવવા આવ્યું, કે ન કદી પોલીસ એને બચાવવા આવી. બંદૂક વગેરેની ટ્રેનિંગ લઇને પંદરેક વર્ષની રેણુ યાદવ હવે ફુલ ફ્લેજ્ડ ડાકુ બની ગયેલી. એ જ અરસામાં રેણુ યાદવ પ્રેગ્નન્ટ થઇ. ચંદન યાદવના સંતાનની એ મા બનવાની હતી. ગર્ભાવસ્થાના છ મહિના થયા ત્યાં સુધી એ ડાકુ ટોળકીની સાથે રહી. જ્યારે પૂરા દિવસો થયા ત્યારે ચંદન યાદવે એને ડિલિવરી માટે રાજસ્થાનના કોઇ શહેરમાં મોકલી આપી. ત્યાં એક મોટા મકાનમાં એને ઓળખ છુપાવીને રાખવામાં આવી. ટિપિકલ રાજસ્થાની પહેરવેશમાં રેણુ એક લેડી ડૉક્ટરની દેખરેખમાં હતી. થોડા સમય બાદ દિવાળીના દિવસે રેણુએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો. મહિના પછી એને લઇને ગિરોહમાં પાછી આવી.
***
બીજા ડાકુને રેણુમાં રસ પડ્યો! રેણુને પામવા લોહિયાળ યુદ્ધ ખેલાયું
3 જાન્યુઆરી, 2005
હવે અહીંથી રેણુ યાદવની લાઇફસ્ટોરીમાં એક બીજો ટ્વિસ્ટ આવવાનો હતો. જાણકારોને ખ્યાલ હશે જ કે ચંબલના ડાકુઓની બીહડ એટલે કે કોતરોનો વિસ્તાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ એમ ત્રણ રાજ્યોની બોર્ડર પર આવેલો છે. સમગ્ર ડાકુઓની આલમમાં રેણુ યાદવની સુંદરતાની ચર્ચાઓ ફેલાયેલી હતી. એમાં રામવીર સિંહ ગુર્જર નામનો એક ડાકુ પણ રેણુની સુંદરતાનો છૂપો આશિક હતો. એના મનમાં પણ રેણુને ભોગવવાનાં સાપોલિયાં સળવળતાં હતાં. એણે પહેલાં દોસ્તીદાવે ચંદન યાદવની ગેંગમાં એન્ટ્રી મારી, પછી પોતાનું પોત પ્રકાશ્યું. રેણુ પ્રસૂતિ કરીને આવી તેના ચોથા દિવસે રામવીર સિંહ ગુર્જરે ચંદન યાદવની ગેંગ પર હુમલો કરી દીધો. જીવ બચાવવા રેણુએ પોતાની નવજાત દીકરી એક માનેલા ભાઇના હાથે નજીકના ગામે સુરક્ષિત મોકલી આપી હતી. આ ‘મુઠભેડ’માં રામવીર ગુર્જરે ચંદન યાદવની ગેંગના તમામ 40-45 ડાકુઓને ઘેરી લીધા. એમના હથિયારો છીનવી લીધાં. આપણા દેશની સ્થિતિ જુઓ, આ ડાકુઓ પાસે પચ્ચીસેક જેટલી ઑટોમેટિક સેલ્ફ લોડિંગ રાઇફલ્સ, અને એક AK-47 પણ હતી અને જથ્થાબંધ ગોળીઓ પણ હતી. આ પછી રામવીરે એકદમ ઠંડા કલેજે ચંદન યાદવની છાતીમાં ગોળીઓ ધરબીને મારી નાખ્યો. ‘મૈં તુમ્હેં રાની બના કે રખુંગા’
આ અંધાધૂંધીમાં લાગ જોઇને રેણુ યાદવે ભાગવાનો પ્રયાસ કર્યો. એને મેળવવા માટે જ તો રામવીરે આ હુમલો કરેલો, તે એને આમ છટકવા દે ખરો? એણે રેણુને પકડી લીધી. રેણુએ રામવીરને આજીજી કરી, ‘ભૈયા, મુઝે જાને દો. મુઝે મેરે ઘર ભેજ દો. યા ફિર મુઝે ભી યહીં ગોલી માર દો.’ રામવીરે એક ટિપિકલ વિલનને છાજે એવું ખંધુ હાસ્ય વેરીને કહ્યું, ‘અબ તુમ મેરે સાથ હી રહોગી. મૈં તુમ્હેં રાની બના કે રખુંગા. ચંબલ કી રાની બના દૂંગા. ચંદન તો તુઝે મારતા થા, પીટતા થા. મૈં તુમ્હેં બડે પ્યાર સે રખુંગા…’ આવું બોલીને એણે રેણુને આલિંગનમાં ભીંસી નાખવાનો પ્રયાસ કર્યો. મહિના પહેલાં જ પ્રસૂતિમાંથી ઊભી થયેલી 16 વર્ષની રેણુએ રામવીરને શક્ય તેટલા જોશભેર ધક્કો માર્યો. રામવીર પાસે SLR (સેલ્ફ લોડિંગ રાઇફલ) ગન હતી, એ છીનવી લીધી. રામવીર કશું સમજે તે પહેલાં એણે રામવીર ભણી બંદૂકનો ભડાકો કરી દીધો. ગોળી વછૂટીને સીધી રામવીરની કમરની આરપાર નીકળી ગઇ. લોહી નીંગળતી હાલતમાં રામવીરને પડ્યો રહેવા દઇને રેણુ જીવ બચાવીને ભાગી. રામવીરના ગુંડાઓએ એનો પીછો કર્યો પણ રેણુ હાથમાં ન આવી. એક ખેતરમાં કરેલા કાંટાદાર ઘાસના વિશાળ ઢગલાની અંદર એ છુપાઈ ગઈ. આખી રાત જીવડાં કરડતાં રહ્યાં, પરંતુ જીવ બચાવવા માટે એ પીડા સહન કર્યે છૂટકો હતો. અઠવાડિયા સુધી એ જીવ બચાવવા માટે આ રીતે ભટકતી રહી. ત્રણ વર્ષમાં દીકરી બની ગઇ ખૂંખાર ડાકુ
હવે આ સ્ટોરીમાં એક ચોથા કેરેક્ટરની એન્ટ્રી થાય છે. નામ છેઃ દલજિત સિંહ ચૌધરી. એ વખતે તેઓ ઇટાવાના SSP (સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) હતા. ચંબલમાં ડાકુઓનો સફાયો કરવામાં એમનું બહુ મોટું યોગદાન છે. આ મુઠભેડમાં ત્રીજો મોરચો સિવિલ ડ્રેસમાં પહોંચેલી પોલીસનો પણ હતો. કોઇક રીતે દલજિત સિંહ ચૌધરી રેણુ પાસે પહોંચી ગયા. એમણે પોલીસને આદેશ કર્યો અને એ રેણુને ઇટાવા લઇ ગયા. ત્યાં એક મોટા મકાનમાં રેણુ પહોંચી ત્યારે એની માતા પણ ત્યાં હાજર હતી. ત્રણ વર્ષે મા-દીકરી એકબીજાંનો ચહેરો જોઇ રહ્યાં હતાં. બંને એકબીજાંને વળગીને ખૂબ રોયાં. 14 ફેબ્રુઆરી, 2005ના દિવસે રેણુ યાદવે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી લીધું. રેણુ યાદવને પોતાને ખ્યાલ નહોતો કે બીહડની બહારની દુનિયામાં એ કેટલી મોટી અને ખૂંખાર ડાકુ બની ગઇ હતી! આત્મસમર્પણ પછી જિલ્લા કારાગાર, ઇટાવા ખાતે લઇ જવા માટે અને ત્યાંથી કોર્ટમાં રજૂ કરવાની આ ક્વાયતમાં રેણુના કહેવા પ્રમાણે સિત્તેર-એંસી પોલીસની ગાડીઓનો કાફલો ખડકાઇ ગયો હતો. રેણુની એક મહિનાની દીકરી એણે એના એક ધર્મના ભાઇને સાચવવા આપેલી, એને લઇને રેણુનાં માતા-પિતા એને ગામ જમાલીપુર જતાં રહેલાં. 16 વર્ષની ડાકુ, 13 મર્ડર સહિત 42 ગુના
રેણુ યાદવ કાયદાની ચુંગાલમાં આવી ત્યારે એના પર 42 કેસ દર્જ થયેલા હતા, જેમાં 13 તો મર્ડરના ચાર્જ હતા! જેલમાંથી છૂટ્યા પછી આપેલા ઇન્ટરવ્યૂમાં રેણુ યાદવને જેલમાં વીતાવેલો એકેએક દિવસ બરાબર યાદ છેઃ 7 વર્ષ, 3 મહિના, 15 દિવસ. ઇન્ટરેસ્ટિંગ વાત જુઓ, ચંબલનાં બીહડોની ધૂળ ફાકનારી અને ડાકુઓની ગુલામી કરીને ખુદ ડાકુ બનનારી રેણુને જેલવાસ અત્યંત મુલાયમ લાગતો હતો! ટાઇમસર ખાવાનું મળી જાય, રાત્રે સમયસર પાક્કી જગ્યામાં સૂઈ જવાનું. કોઇ ખોરાકમાં ઝેર ભેળવી દેશે કે રાત્રે ઊંઘમાં કોઈ આવીને મારી નાખશે એવો કશો ભય નહીં. રેણુના કહેવા પ્રમાણે જેલમાં ખાવાનું પણ સરસ મળતું હતું. ધીમે ધીમે દસ્યુ સુંદરી રેણુ યાદવની સામે રહેલા મોટાભાગના ગંભીર કેસમાં તેની વિરુદ્ધ પુરાવા ન મળ્યા કે ન કોઈ સાક્ષીઓ આગળ આવ્યા. આખરે સવા સાત વર્ષના કારાવાસ અને પોતે 18 વર્ષથી નીચેની ઉંમરની હોવાને કારણે કરેક્શન હોમમાં સમય ગાળ્યા પછી હવે રેણુ યાદવ બહાર આવી ગયેલી. 2012ના અંત સુધીમાં રેણુ યાદવ સમાજની મુખ્ય ધારામાં ભળી ગઇ. હવે એ ‘ભૂતપૂર્વ દસ્યુ સુંદરી’ બની ગઇ હતી. ડાકુરાણી બની ગઇ ગૌ રક્ષા કાર્યકર્તા, સરપંચ
ચંદન યાદવનો ભાઇ ગ્રામ પંચાયતમાં સક્રિય હતો. એણે રેણુને પણ આગળ કરી અને રેણુ બની ગઇ ગામની સરપંચ! એ પછી રેણુ ઓરૈયા જિલ્લાના ‘ગૌ રક્ષા દળ’માં સામેલ થઇ ગઇ અને કથિત ગૌમાંસ વિક્રેતાઓ અને ગાયોની તસ્કરી કરનારાઓ પર રેડ પાડવા માંડી. રેણુ યાદવે થોડાં વર્ષ પહેલાં ‘સ્ક્રોલ’ વેબસાઇટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, ‘ગૌ રક્ષા દળમાં જોડાયા પછી થોડા સમયમાં જ મારો ભ્રમ ભાંગી ગયો. હું મારો જીવ જોખમમાં મૂકીને ગામના કેટલાક બેરોજગાર યુવાનોને સાથે લઇને ગાયોની તસ્કરી કરનારાઓ પર રેડ પાડતી હતી અને એ લોકો ગૌ રક્ષા દળના લીડર અને પોલીસને લાંચ આપીને છૂટી જતા હતા. એ લોકોનું આખું નેક્સસ ચાલતું હતું. મેં આ રીતે પાંચસોથી છસ્સો ગાયો બચાવી હશે. પણ આવા કહેવાતા ગૌ રક્ષાના રખેવાળો ચંબલના ડાકુઓથી પણ બદતર નીકળ્યા.’ રેણુએ 2014ની ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી માટે પણ કેમ્પેનિંગ કર્યું. રેણુની ગોળીથી ઘવાયેલા રામવીર ગુર્જરે પણ આત્મસમર્પણ કરી દીધેલું, પરંતુ એના ગુંડાઓ અને ચંબલના એના ‘ઓળખીતાઓ’ તરફથી રેણુને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહી છે. એટલે એણે અગાઉ મુખ્યમંત્રી રહી ચૂકેલા અખિલેશ યાદવ પાસેથી સુરક્ષાની માગણી પણ કરેલી. વચ્ચે તે વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડશે તેવી પણ વાતો વહેતી થયેલી. છેલ્લાં આઠ-નવ વર્ષથી રેણુ યાદવ લાઇમલાઇટથી દૂર છે. અત્યારે 37 વર્ષની થયેલી રેણુ યાદવ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ એના છેલ્લા ફોટોગ્રાફમાં પાક્કી ગૃહિણી દેખાય છે. ગળામાં દળદાર મંગળસૂત્ર અને માથામાં ચપટી ભરીને પૂરેલો સેંથો દેખાય છે. અલબત્ત, એણે પછીથી કોના નામનો સેંથો પૂર્યો છે એ વિશે માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ એટલો સંતોષ જરૂર લઇ શકાય કે નાની ઉંમરે કિડનેપ થઇને વર્ષો સુધી ડાકુઓની ચુંગાલમાં તથા પછી સવા સાત વર્ષ જેલમાં ગુજારનારી રેણુ યાદવ અત્યારે પોતાના જીવનમાં ઠરીઠામ છે અને સંતાનો ઉછેરવામાં વ્યસ્ત છે.