‘તમે આતંકવાદી છો’ ‘તમે ખૂની છો’ ‘નીકળી જાઓ, નહીં તો ઈલાજ કરી દઈશું’ ‘તમારી પાસેથી કામ નહીં કરાવીએ, તમારો બહિષ્કાર કરીશું’ આ ધમકીઓ 22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલા પછીથી યુપી, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અને મુસ્લિમોને મળી છે. કોઈને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યા, કોઈના ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી. કાશ્મીરી વિદ્યાર્થીઓ ડરીને PGમાં છુપાઈને રહી રહ્યા છે અથવા પોતાના ઘરે પાછા ફર્યા છે. ધમકીઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ગુસ્સો એ વાત પર છે કે પહેલગામમાં હિંદુઓને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી. જોકે, આનું એક બીજું પાસું પણ છે. આને શીતલ બેનના નિવેદનથી સમજીએ. સુરતની રહેવાસી શીતલના પતિ શૈલેષ કલાથિયા પણ પહેલગામમાં આતંકી હુમલામાં મારી નાખવામાં આવ્યા હતા. શીતલ કહે છે, ‘તમે કાશ્મીરને બદનામ કરી રહ્યા છો. કાશ્મીરમાં કોઈ સમસ્યા નથી. સમસ્યા સરકારની સુરક્ષા વ્યવસ્થામાં છે. ત્યાં કોઈ સેના નહોતી, કોઈ મેડિકલ કેમ્પ નહોતો.’ શીતલે આ વાત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સામે કહી હતી. પહેલગામના પીડિતો કહી રહ્યા છે કે મુસીબતમાં કાશ્મીરીઓએ તેમની મદદ કરી. હુમલા પછી ઘણા વીડિયો વાયરલ થયા જેમાં સ્થાનિક કાશ્મીરીઓ પર્યટકોની મદદ કરતા દેખાયા. તેમને ખભે બેસાડીને ખીણમાંથી નીચે લાવ્યા. ગાઈડ આદિલ પોતાની સાથે આવેલા પર્યટકોને બચાવવા માટે આતંકવાદીઓ સાથે ભિડી ગયા. આ કારણે આતંકવાદીઓએ તેમને ત્રણ ગોળીઓ મારી. પહેલગામમાં આતંકી હુમલામાં 26 પર્યટકોની હત્યા પછી મુસ્લિમો, ખાસ કરીને કાશ્મીરી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ઘટનાઓ બની છે. ભાસ્કરે આની તપાસ કરી. એ લોકો સાથે પણ વાત કરી, જેમના પર હુમલા થયા છે. ક્યાં-ક્યાં કાશ્મીરીઓ ટાર્ગેટ પર: તારીખ: 24 એપ્રિલ, 2025 જગ્યા: ખરડ, પંજાબ આ અભયાની આપવીતી છે. અભયા કાશ્મીરના કુપવાડાની રહેવાસી છે. મોહાલીની રયાત બાહરા યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તેને અહીં બે વર્ષ થઈ ગયા છે. પહેલી વાર એવું બન્યું છે કે તેને કાશ્મીરી હોવાના કારણે ટાર્ગેટ કરવામાં આવી. અભયા જણાવે છે, ‘સાંજના 4 વાગ્યા હતા. હું યુનિવર્સિટીમાંથી નીકળી રહી હતી. અમારું 6 કાશ્મીરી વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. રસ્તામાં કેટલાક લોકોએ અમને ઘેરી લીધા. અમને ગાળો આપવા લાગ્યા, મારપીટ શરૂ કરી દીધી. અમે ત્યાંથી બચીને ભાગ્યા અને PG આવી ગયા.’ ‘સાંજે 8 વાગ્યે હું મારા રૂમમાં હતી. ત્યારે દરવાજે ટકોરા થયા. મેં દરવાજો નહોતો ખોલ્યો. બહારથી અવાજ આવ્યો- દરવાજો ખોલો, તમે આતંકવાદી છો.’ ‘મારી મિત્ર પણ સાથે હતી. અમે ખૂબ ડરી ગયા. અમે અંદરથી જ કહ્યું- અમે લોકોએ શું કર્યું છે. જેમણે ખોટું કર્યું છે, તેમની પાસે જઈને પૂછો.’ ‘પછી કંઈક વિચારીને મેં ગેટ ખોલ્યો. સામે લોકલના જ લોકો હતા. તેઓ રૂમમાં ઘૂસી આવ્યા. એક માણસે મારી મિત્રના વાળ પકડ્યા, તેનો હાથ મરડ્યો અને ગાળો આપવા લાગ્યા. અમે તેમનાથી છૂટીને જે હાલતમાં હતા તે હાલતમાં બહાર તરફ ભાગ્યા. મેં સ્ટુડન્ટ લીડર ઈશરજીત સિંહને કૉલ કર્યો. તેમણે અમારી મદદ કરી. અમે હજુ પણ ખૂબ ડરેલા છીએ. પહેલગામમાં જે થયું, અમને પણ તેનું દુઃખ છે. તેનો બદલો અમારી પાસેથી લેવો યોગ્ય નથી. અમે પણ આ દેશના જ રહેવાસી છીએ.’ સ્ટુડન્ટ લીડર ઈશરજીત સિંહ NSUIથી જોડાયેલા છે. તેઓ કહે છે, ‘કાશ્મીરી વિદ્યાર્થીઓને દોષી બનાવવામાં આવી રહ્યા છે. પહેલગામમાં જે લોકો મરાયા, તેઓ કાશ્મીરના મહેમાન હતા. અને આ લોકો (કાશ્મીરી વિદ્યાર્થીઓ) પંજાબમાં અમારા મહેમાન છે. તેમની સુરક્ષાની જવાબદારી અમારી છે.’ ઈશરજીત જણાવે છે, ’25 એપ્રિલે સવારે પોલીસવાળા અભયાને મળવા આવ્યા હતા, પરંતુ તેમણે FIR નોંધી નહીં. માત્ર એટલું કહ્યું કે કોઈ પણ કાશ્મીરી વિદ્યાર્થી સાથે ખરાબ વર્તન નહીં થાય.’ મોહાલી SSP દીપક પારીક ભાસ્કરને જણાવે છે, ‘પંજાબના DIG હરચરણ સિંહ ભુલ્લરે મોહાલીમાં શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી છે. બહારના વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધમાં ફેકલ્ટી અને પ્રિન્સિપાલ સાથે મીટિંગ કરી છે. કૉલેજ પરિસરો અને હોસ્ટેલમાં તેમજ તેની આસપાસ PCR વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.’ તારીખ: 23 એપ્રિલ, 2025 જગ્યા: દેહરાદૂન, ઉત્તરાખંડ 22 એપ્રિલની રાત્રે હિંદુ રક્ષા દળે એક વીડિયો જારી કર્યો. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લલિત શર્માએ કહ્યું, ‘કાલથી દેહરાદૂનમાં ક્યાંય પણ કાશ્મીરી મુસલમાન દેખાશે, તો તેનો ઈલાજ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી હિંદુ રક્ષા દળની ટીમ અલગ-અલગ વિસ્તારોમાં જશે. અમે હવે સરકારના ભરોસે નહીં બેસીએ.’ વીડિયો વાયરલ થતાં જ દેહરાદૂનમાં રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓ ડરી ગયા. બડગામના રહેવાસી કિફાયત અલી દેહરાદૂનમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માયા દેવી યુનિવર્સિટીમાં બીટેક પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે. અલી જણાવે છે, ‘વીડિયો સામે આવ્યો તો વિદ્યાર્થીઓ પેનિક થઈ ગયા. મારા કેટલાક મિત્રો રાત્રે જ એરપોર્ટ તરફ નીકળી ગયા. મારો રૂમમેટ પણ ચાલ્યો ગયો. તેણે મને એરપોર્ટથી વીડિયો મોકલ્યો. તેણે જણાવ્યું કે જે ફ્લાઈટમાં તે હતો, તેમાં લગભગ 40 વિદ્યાર્થીઓ હતા. બધા દેહરાદૂનથી કાશ્મીર જઈ રહ્યા હતા. હાલમાં અહીં 10-12 કાશ્મીરી વિદ્યાર્થીઓ જ બચ્યા છે. મારા મિત્રે કહ્યું છે કે એક છોકરાએ તેને કહ્યું કે સાંજ સુધીમાં નીકળી જાઓ, નહીં તો અમે હોસ્ટેલ આવીશું.’ કિફાયત અલી આગળ કહે છે, ‘ડર તો લાગી રહ્યો છે. પોલીસ સ્ટેશનથી 24 એપ્રિલે કૉલ આવ્યો હતો. પોલીસે ભરોસો આપ્યો છે કે વિદ્યાર્થીઓને કંઈ નહીં થાય, અમે તમારી હિફાજત કરીશું. પરીક્ષાઓ ચાલી રહી છે, નહીં તો હું પણ કાશ્મીર પાછો જતો રહેતો.’ પ્રોફેસર બોલ્યા – કાશ્મીરી વિદ્યાર્થીઓને એક જગ્યાએ શિફ્ટ કરાવ્યા
શોપિયાંના રહેવાસી મોહસિન એક ખાનગી કૉલેજમાં પ્રોફેસર છે. તેઓ 5 વર્ષથી દેહરાદૂનમાં રહી રહ્યા છે. તેઓ જણાવે છે, ’22 એપ્રિલની સાંજે હિંદુ રક્ષા દળનો વીડિયો મારા મોબાઈલ પર આવ્યો. મને પણ ડર લાગ્યો. આ વીડિયો ટ્વિટર પર પણ વાયરલ થવા લાગ્યો. કાશ્મીરી વિદ્યાર્થીઓ દહેશતમાં આવી ગયા. તેઓ મને કૉલ કરી રહ્યા હતા. બધા બેચેન હતા.’ ‘કાશ્મીરથી મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા દેહરાદૂન આવે છે. અમને લાગ્યું અહીં રહેવું સુરક્ષિત નથી. અમે 60-70 લોકો એરપોર્ટ ચાલ્યા ગયા. આખી રાત ત્યાં જ બેસી રહ્યા. કેટલાક વિદ્યાર્થીઓ જેમની ફેમિલી એફોર્ડ કરી શકતી હતી, તેમણે તરત એરપોર્ટ પહોંચીને શ્રીનગરની ટિકિટ કરાવી લીધી. તેઓ સવારની ફ્લાઈટથી નીકળી ગયા. 25-26 વિદ્યાર્થીઓ રાતથી સવાર સુધીમાં શ્રીનગર ચાલ્યા ગયા. હાલમાં ફાર્મસી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. તેઓ સવારે એરપોર્ટથી પરીક્ષા આપવા ગયા.’ ’23 એપ્રિલે પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ કૉલેજમાં જ રોકાઈ ગયા. તેઓ કૉલેજની બહાર નીકળતા ડરતા હતા. મેં તેમને સમજાવ્યા પછી સાંજે 6 વાગ્યે લોકોની મદદથી તેઓ PG જવા તૈયાર થયા. કૉલેજ પ્રશાસન તરફથી એટલી મદદ મળી છે કે વિદ્યાર્થીઓ જ્યાં સુધી ઈચ્છે કૉલેજમાં રોકાઈ શકે છે. દરેક વિદ્યાર્થીનું PG અલગ-અલગ વિસ્તારોમાં છે. આ કારણે પણ તેઓ ઘરે જતા ડરે છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તેઓ સાથે બહાર નીકળે અને સાથે જ ઘરે જાય. દૂર રહેતા વિદ્યાર્થીઓને નજીકના ફ્લેટ્સમાં શિફ્ટ કર્યા છે, જ્યાં કાશ્મીરી વિદ્યાર્થીઓ રહી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા પછી આવતા અઠવાડિયે કાશ્મીર પાછા જશે.’ હિંદુ રક્ષા દળ બોલ્યું – ધર્મનું કામ કરી રહ્યા છીએ
અમે વીડિયો બનાવનાર હિંદુ રક્ષા દળના પ્રદેશ અધ્યક્ષ લલિત શર્મા સાથે વાત કરી. તેમને પૂછ્યું કે ધમકી ભર્યા નિવેદનોથી શું હાંસલ કરવા માંગો છો? લલિત કહે છે, ‘અમે ધર્મનું કામ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો ધર્મ માટે શસ્ત્ર પણ ઉઠાવીશું. બંધારણ પછી આવે છે, પહેલા ધર્મ આવે છે. જો અમારા સનાતની ભાઈઓ અમારા જેવા યોદ્ધાઓની હાજરીમાં મરે, તો શું ફાયદો આ જીવનનો અને શું ફાયદો આ બંધારણનો.’ લલિત આગળ કહે છે, ‘મારા 26 લોકો મરાયા છે અને તમે કહો છો કે હું બંધારણથી ચાલું. હું મારી વાત પર હજુ પણ અડગ છું. હિંદુ રક્ષા દળ પોતાની વાત પર કાયમ છે. મારા લોકોને કાશ્મીરમાં સનાતની કહીને મારવામાં આવે છે, કહેવામાં આવે છે કપડાં ઉતારો, પેન્ટ ઉતારો અને હું મારી જમીર વેચીને બેસી રહું.’ લલિત શર્માના વીડિયો અંગે અમે દેહરાદૂન SP સિટી પ્રમોદ કુમાર સાથે વાત કરી. તેઓ કહે છે, ‘લલિત શર્મા વિરુદ્ધ પટેલ નગર થાણામાં FIR નોંધવામાં આવી છે. તેમાં વૈમનસ્ય ફેલાવવા અને બે સમુદાયો વચ્ચે નફરત વધારવા માટે નિવેદન આપવા સંબંધિત કલમો લગાવવામાં આવી છે.’ મુસ્લિમો પર પણ હુમલા, દુકાનો તોડી, સારવાર કરવાની ના પાડી
સૈફે વીડિયોમાં દેખાતા એક વ્યક્તિને ઓળખી લીધો છે. તે ગુલફામની હત્યામાં સામેલ હતો. આ મામલે તાજગંજ થાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ અને ગુલફામ વચ્ચે જૂનો વિવાદ હતો. હત્યાની જવાબદારી લેતો વીડિયો હટાવી દેવામાં આવ્યો છે. વીડિયો બનાવવાનો હેતુ પોલીસને ગેરમાર્ગે દોરવાનો હતો. તારીખ: 25 એપ્રિલ, 2025 જગ્યા: હાથરસ યુપી યુપીના હાથરસમાં એક મંદિરમાં કામ કરતા બે મુસ્લિમ મજૂરોને કાઢી મૂકવામાં આવ્યા. ઘટના હાથરસના સર્ક્યુલર રોડ વિસ્તારની છે. 24 એપ્રિલે બલ્કેશ્વર મહાદેવ મંદિરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. અહીં શાહિદ અને હારુન કામ કરી રહ્યા હતા. ત્યારે હિંદુ સમુદાયના કેટલાક લોકો આવ્યા અને શાહિદને નામ પૂછ્યું. પછી બોલ્યા – પહેલગામ હુમલામાં હિંદુઓને ઓળખીને મારવામાં આવ્યા છે, એટલે અમે તમને કામ પરથી હટાવી રહ્યા છીએ. પ્રવીણ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા હેન્ડલ પર આનો વીડિયો શેર કર્યો છે. પ્રવીણ મંદિરના ટ્રસ્ટી છે અને પોતે પણ ઘટનાસ્થળે હતા. વીડિયોમાં લોકો કહે છે, ‘અમે અમારા મંદિરમાં તમારી પાસે કામ નહીં કરાવીએ. તમારો બહિષ્કાર કરી રહ્યા છીએ. આખો ઇસ્લામ અમારા સનાતન ધર્મને ટાર્ગેટ કરી રહ્યો છે.’ આ પર શાહિદ જવાબ આપે છે, ‘આતંકવાદનો કોઈ મઝહબ નથી હોતો. જરૂરી નથી કે આતંકવાદી મુસ્લિમ જ હોય. જે પણ આવું કરી રહ્યો છે, ખોટું કરી રહ્યો છે.’ આમ છતાં લોકો તેમને કામ બંધ કરવાનું કહે છે. વીડિયોમાં શાહિદ પોતાનો સામાન સમેટતો દેખાય છે. અમે વીડિયો શેર કરનાર પ્રવીણ કુમાર સાથે વાત કરી. તેઓ હાથરસના રહેવાસી છે અને વ્યવસાયે કારોબારી છે. પ્રવીણ કહે છે, ‘અમે કોઈ બદતમીજી નથી કરી. અમે બહિષ્કાર એટલા માટે કર્યો કે તે સમાજના લોકો પણ આ ઘટનાનો વિરોધ કરે. ઈન્તેજામિયા કમિટીએ શહેરમાં સરઘસ કાઢ્યું અને પૂતળું બાળ્યું. અમારો હેતુ એ જ હતો કે મુસ્લિમ સમાજ પણ રસ્તા પર આવે. અમે નફરત નથી ફેલાવી રહ્યા.’ અમે હાથરસ SP ચિરંજીવ નાથ સિન્હાને પૂછ્યું કે પોલીસે આ ઘટના પર કોઈ કાર્યવાહી કરી છે કે નહીં? સમાચાર લખાયા સુધી તેમનો જવાબ નથી મળ્યો. તારીખ: 25 એપ્રિલ, 2025 જગ્યા: કોલકાતા, પશ્ચિમ બંગાળ 24 એપ્રિલે મહફૂજા ખાતૂનની સગર્ભા બહેન સારવાર માટે ડૉક્ટર પાસે ગઈ હતી. મહફૂજા જણાવે છે, ‘બહેન સાત મહિનાની સગર્ભા છે. તે સોસાયટીમાં રહેતા ડૉ. સીકે સરકાર પાસે ગઈ હતી. તે દિવસે મારી બહેન હોસ્પિટલ નહોતી જઈ શકી, એટલે ડૉક્ટરે તેને ઘરે જ બોલાવી હતી. તે નાની દીકરી સાથે તેમને ત્યાં ગઈ હતી.’ ડૉક્ટર મારી બહેનનું પૂરું નામ જાણતા નહોતા. તેમને ખબર પડી કે મારી બહેન નામની આગળ ખાતૂન લખે છે. તેઓ સમજી ગયા કે અમે બંગાળી મુસ્લિમ છીએ. ડૉક્ટરે મારી બહેનને કહ્યું કે હવે હું કોઈ મુસ્લિમની સારવાર નથી કરતી. તમે લોકો અભણ અને ખૂની છો. તમે લોકો મારા ધર્મના લોકોને મારી રહ્યા છો. આતંકવાદી છો. આ પછી મારી બહેન ઘરે આવી ગઈ.’ મહફૂજા આગળ જણાવે છે, ‘મારી બહેને સાંજે ડૉક્ટરને કૉલ કરીને કહ્યું કે તેમણે જે કહ્યું છે તે ખોટું છે. અમારી પાસે કૉલની રેકોર્ડિંગ પણ છે. કૉલ પર પણ સીકે સરકારે કહ્યું કે તમે હત્યારા છો. કાશ્મીરમાં જેમ હિંદુઓને મારવામાં આવ્યા તેમ તમારા પતિને પણ મારી દેવો જોઈએ. ત્યારે તમે હિંદુઓનું દર્દ સમજશો.’ ભાસ્કરે આ મામલે ડૉ. સીકે સરકાર સાથે પણ વાત કરી. તેઓ કહે છે, ‘હું મારી ઘરકામ કરનાર સાથે પહેલગામમાં થયેલી ઘટના વિશે વાત કરી રહી હતી. મેં ક્યારેય સાંપ્રદાયિક ટિપ્પણી નથી કરી. મારા ઘણા દર્દીઓ મુસ્લિમ છે. મેં તેમને એવું નથી કહ્યું કે હું મુસ્લિમની સારવાર નહીં કરું. મને ખબર નથી તેઓ મને કેમ પરેશાન કરી રહ્યા છે. હું તેમની વિરુદ્ધ કેસ કરીશ.’
’તમે આતંકવાદી છો’ ‘તમે ખૂની છો’ ‘નીકળી જાઓ, નહીં તો ઈલાજ કરી દઈશું’ ‘તમારી પાસેથી કામ નહીં કરાવીએ, તમારો બહિષ્કાર કરીશું’ આ ધમકીઓ 22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલા પછીથી યુપી, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અને મુસ્લિમોને મળી છે. કોઈને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યા, કોઈના ડૉક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી. કાશ્મીરી વિદ્યાર્થીઓ ડરીને PGમાં છુપાઈને રહી રહ્યા છે અથવા પોતાના ઘરે પાછા ફર્યા છે. ધમકીઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ગુસ્સો એ વાત પર છે કે પહેલગામમાં હિંદુઓને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી. જોકે, આનું એક બીજું પાસું પણ છે. આને શીતલ બેનના નિવેદનથી સમજીએ. સુરતની રહેવાસી શીતલના પતિ શૈલેષ કલાથિયા પણ પહેલગામમાં આતંકી હુમલામાં મારી નાખવામાં આવ્યા હતા. શીતલ કહે છે, ‘તમે કાશ્મીરને બદનામ કરી રહ્યા છો. કાશ્મીરમાં કોઈ સમસ્યા નથી. સમસ્યા સરકારની સુરક્ષા વ્યવસ્થામાં છે. ત્યાં કોઈ સેના નહોતી, કોઈ મેડિકલ કેમ્પ નહોતો.’ શીતલે આ વાત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સામે કહી હતી. પહેલગામના પીડિતો કહી રહ્યા છે કે મુસીબતમાં કાશ્મીરીઓએ તેમની મદદ કરી. હુમલા પછી ઘણા વીડિયો વાયરલ થયા જેમાં સ્થાનિક કાશ્મીરીઓ પર્યટકોની મદદ કરતા દેખાયા. તેમને ખભે બેસાડીને ખીણમાંથી નીચે લાવ્યા. ગાઈડ આદિલ પોતાની સાથે આવેલા પર્યટકોને બચાવવા માટે આતંકવાદીઓ સાથે ભિડી ગયા. આ કારણે આતંકવાદીઓએ તેમને ત્રણ ગોળીઓ મારી. પહેલગામમાં આતંકી હુમલામાં 26 પર્યટકોની હત્યા પછી મુસ્લિમો, ખાસ કરીને કાશ્મીરી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ઘટનાઓ બની છે. ભાસ્કરે આની તપાસ કરી. એ લોકો સાથે પણ વાત કરી, જેમના પર હુમલા થયા છે. ક્યાં-ક્યાં કાશ્મીરીઓ ટાર્ગેટ પર: તારીખ: 24 એપ્રિલ, 2025 જગ્યા: ખરડ, પંજાબ આ અભયાની આપવીતી છે. અભયા કાશ્મીરના કુપવાડાની રહેવાસી છે. મોહાલીની રયાત બાહરા યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તેને અહીં બે વર્ષ થઈ ગયા છે. પહેલી વાર એવું બન્યું છે કે તેને કાશ્મીરી હોવાના કારણે ટાર્ગેટ કરવામાં આવી. અભયા જણાવે છે, ‘સાંજના 4 વાગ્યા હતા. હું યુનિવર્સિટીમાંથી નીકળી રહી હતી. અમારું 6 કાશ્મીરી વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. રસ્તામાં કેટલાક લોકોએ અમને ઘેરી લીધા. અમને ગાળો આપવા લાગ્યા, મારપીટ શરૂ કરી દીધી. અમે ત્યાંથી બચીને ભાગ્યા અને PG આવી ગયા.’ ‘સાંજે 8 વાગ્યે હું મારા રૂમમાં હતી. ત્યારે દરવાજે ટકોરા થયા. મેં દરવાજો નહોતો ખોલ્યો. બહારથી અવાજ આવ્યો- દરવાજો ખોલો, તમે આતંકવાદી છો.’ ‘મારી મિત્ર પણ સાથે હતી. અમે ખૂબ ડરી ગયા. અમે અંદરથી જ કહ્યું- અમે લોકોએ શું કર્યું છે. જેમણે ખોટું કર્યું છે, તેમની પાસે જઈને પૂછો.’ ‘પછી કંઈક વિચારીને મેં ગેટ ખોલ્યો. સામે લોકલના જ લોકો હતા. તેઓ રૂમમાં ઘૂસી આવ્યા. એક માણસે મારી મિત્રના વાળ પકડ્યા, તેનો હાથ મરડ્યો અને ગાળો આપવા લાગ્યા. અમે તેમનાથી છૂટીને જે હાલતમાં હતા તે હાલતમાં બહાર તરફ ભાગ્યા. મેં સ્ટુડન્ટ લીડર ઈશરજીત સિંહને કૉલ કર્યો. તેમણે અમારી મદદ કરી. અમે હજુ પણ ખૂબ ડરેલા છીએ. પહેલગામમાં જે થયું, અમને પણ તેનું દુઃખ છે. તેનો બદલો અમારી પાસેથી લેવો યોગ્ય નથી. અમે પણ આ દેશના જ રહેવાસી છીએ.’ સ્ટુડન્ટ લીડર ઈશરજીત સિંહ NSUIથી જોડાયેલા છે. તેઓ કહે છે, ‘કાશ્મીરી વિદ્યાર્થીઓને દોષી બનાવવામાં આવી રહ્યા છે. પહેલગામમાં જે લોકો મરાયા, તેઓ કાશ્મીરના મહેમાન હતા. અને આ લોકો (કાશ્મીરી વિદ્યાર્થીઓ) પંજાબમાં અમારા મહેમાન છે. તેમની સુરક્ષાની જવાબદારી અમારી છે.’ ઈશરજીત જણાવે છે, ’25 એપ્રિલે સવારે પોલીસવાળા અભયાને મળવા આવ્યા હતા, પરંતુ તેમણે FIR નોંધી નહીં. માત્ર એટલું કહ્યું કે કોઈ પણ કાશ્મીરી વિદ્યાર્થી સાથે ખરાબ વર્તન નહીં થાય.’ મોહાલી SSP દીપક પારીક ભાસ્કરને જણાવે છે, ‘પંજાબના DIG હરચરણ સિંહ ભુલ્લરે મોહાલીમાં શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી છે. બહારના વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધમાં ફેકલ્ટી અને પ્રિન્સિપાલ સાથે મીટિંગ કરી છે. કૉલેજ પરિસરો અને હોસ્ટેલમાં તેમજ તેની આસપાસ PCR વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.’ તારીખ: 23 એપ્રિલ, 2025 જગ્યા: દેહરાદૂન, ઉત્તરાખંડ 22 એપ્રિલની રાત્રે હિંદુ રક્ષા દળે એક વીડિયો જારી કર્યો. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લલિત શર્માએ કહ્યું, ‘કાલથી દેહરાદૂનમાં ક્યાંય પણ કાશ્મીરી મુસલમાન દેખાશે, તો તેનો ઈલાજ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી હિંદુ રક્ષા દળની ટીમ અલગ-અલગ વિસ્તારોમાં જશે. અમે હવે સરકારના ભરોસે નહીં બેસીએ.’ વીડિયો વાયરલ થતાં જ દેહરાદૂનમાં રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓ ડરી ગયા. બડગામના રહેવાસી કિફાયત અલી દેહરાદૂનમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માયા દેવી યુનિવર્સિટીમાં બીટેક પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે. અલી જણાવે છે, ‘વીડિયો સામે આવ્યો તો વિદ્યાર્થીઓ પેનિક થઈ ગયા. મારા કેટલાક મિત્રો રાત્રે જ એરપોર્ટ તરફ નીકળી ગયા. મારો રૂમમેટ પણ ચાલ્યો ગયો. તેણે મને એરપોર્ટથી વીડિયો મોકલ્યો. તેણે જણાવ્યું કે જે ફ્લાઈટમાં તે હતો, તેમાં લગભગ 40 વિદ્યાર્થીઓ હતા. બધા દેહરાદૂનથી કાશ્મીર જઈ રહ્યા હતા. હાલમાં અહીં 10-12 કાશ્મીરી વિદ્યાર્થીઓ જ બચ્યા છે. મારા મિત્રે કહ્યું છે કે એક છોકરાએ તેને કહ્યું કે સાંજ સુધીમાં નીકળી જાઓ, નહીં તો અમે હોસ્ટેલ આવીશું.’ કિફાયત અલી આગળ કહે છે, ‘ડર તો લાગી રહ્યો છે. પોલીસ સ્ટેશનથી 24 એપ્રિલે કૉલ આવ્યો હતો. પોલીસે ભરોસો આપ્યો છે કે વિદ્યાર્થીઓને કંઈ નહીં થાય, અમે તમારી હિફાજત કરીશું. પરીક્ષાઓ ચાલી રહી છે, નહીં તો હું પણ કાશ્મીર પાછો જતો રહેતો.’ પ્રોફેસર બોલ્યા – કાશ્મીરી વિદ્યાર્થીઓને એક જગ્યાએ શિફ્ટ કરાવ્યા