1 મેથી 8 વર્ષે કોમર્શિયલ વાહન (ટ્રક, બસ, ડમ્પર) સ્ક્રેપ કરવા પર બાકી રહેલા ટેક્સ અને ચલણના લેણા માફ કરી દેવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે…. ગુજરાત સરકારે રાજ્યમાં જુના કોમર્શિયલ વાહનોને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જો તમારા કોમર્શિયલ વાહન (જેમ કે ટ્રક, બસ, ડમ્પર)ની ઉંમર રજીસ્ટ્રેશન તારીખથી 8 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ હોય અને તમે તેને સ્ક્રેપ કરાવવા માંગો છો, તો સરકારે તેના પરના બાકી ટેક્સ અને ચલણના તમામ લેણા માફ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ નવી પોલીસી ગુજરાત સ્થાપના દિવસ, એટલે કે 1 મે, 2025 થી અમલમાં આવશે. સરકારનો હેતુ શું છે?
રાજ્યમાં ઉદ્યોગો અને બંદરોના કારણે કોમર્શિયલ વાહનોની અવરજવર ખૂબ જ વધારે છે. જુના વાહનો રસ્તા પર દોડવાથી અકસ્માતનું જોખમ વધે છે અને પ્રદૂષણ પણ ફેલાય છે. અગાઉ એવી સ્થિતિ હતી કે વાહન પરના ટેક્સ અને ચલણના લેણા તેની ભંગાર કિંમત કરતાં પણ વધુ થઈ જતા હતા, જેના કારણે વાહન માલિકો માટે તેને સ્ક્રેપ કરાવવું ફાયદાકારક નહોતું. આ નવી નીતિ દ્વારા સરકાર જુના વાહનોને તબક્કાવાર રીતે રસ્તા પરથી દૂર કરવા માંગે છે, જેથી રસ્તાઓ વધુ સુરક્ષિત બને અને પ્રદૂષણ પણ ઘટે. યોજનાનો લાભ કોને મળશે અને કોને નહીં?
આ યોજનાનો લાભ માત્ર કોમર્શિયલ વાહનોના માલિકોને જ મળશે, જેમના વાહનને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જોકે, આ યોજનાનો લાભ બધાને નહીં મળે. જો તમારા વાહન પર પોલીસ કે કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય, વાહન પર બેંક કે ફાઈનાન્સની લોન ચાલુ હોય, અથવા વાહનને પોલીસ કે RTO દ્વારા ડિટેન કરવામાં આવ્યું હોય, તો તમને આ લેણા માફીનો લાભ નહીં મળે. કેવી રીતે અરજી કરશો?
આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા વિસ્તારની RTO કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને વાહન સ્ક્રેપ કરવા અંગેની અરજી કરવાની રહેશે. વાહન માલિકો અને સરકાર માટે ફાયદા અને નુકસાન:
વાહન માલિકો માટે ફાયદો: સૌથી મોટો ફાયદો એ છે કે વાહન પરના લાખો રૂપિયાના બાકી ટેક્સ અને ચલણ માફ થઈ જશે. ઉદાહરણ તરીકે, જો 8 વર્ષ જુના વાહન પર 3 લાખ રૂપિયા લેણા બાકી હોય, તો તે માફ થઈ જશે. અગાઉ આટલી મોટી રકમ ભરીને વાહન સ્ક્રેપ કરવું પોસાય તેમ નહોતું.
વાહન માલિકો માટે નુકસાન: વાહન સ્ક્રેપ કરાવ્યા બાદ તમારે નવું વાહન ખરીદવું પડશે, જે એક મોટો ખર્ચ છે. જોકે, લાંબા ગાળે નવું વાહન ઓછો ખર્ચાળ અને વધુ કાર્યક્ષમ સાબિત થઈ શકે છે.
સરકાર માટે ફાયદો: રસ્તા પરથી જુના અને જોખમી વાહનો ઘટશે, જેનાથી અકસ્માતોમાં ઘટાડો થશે. પ્રદૂષણ ઓછું થશે અને પર્યાવરણને ફાયદો થશે. નવા વાહનોની ખરીદી વધવાથી ઓટોમોબાઈલ સેક્ટરને વેગ મળશે અને અર્થતંત્રને ફાયદો થશે. સરકાર માટે નુકસાન: ટેક્સ અને ચલણના લેણા માફ કરવાથી સરકારની આવકમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, લાંબા ગાળે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણના ફાયદા આ નુકસાન કરતાં વધારે છે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે 15 વર્ષથી જૂના સરકારી વાહનોને તો ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના જ છે. સ્ક્રેપ સેન્ટર્સ ક્યાં છે?
ગુજરાતમાં હાલ સરકાર માન્ય કૂલ 5 વાહન સ્ક્રેપ સેન્ટર કાર્યરત છે. જેમાં 2 ખેડામાં, એક અમદાવાદ-સુરત હાઈવે પર અને એક ભાવનગર-અલંગ રોડ પર આવેલા છે. જોકે, કચ્છ જેવા સૌથી મોટા અને વધુ ટ્રાન્સપોર્ટ ધરાવતા જિલ્લામાં આવા સેન્ટરની જરૂરિયાત અને માંગ ઉઠી છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ