ભાવનગરને અમદાવાદ સાથે જોડનારો 109 કિલોમીટર લાંબો ધોલેરા-અમદાવાદ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે લગભગ પૂર્ણ થઈ ગયો છે. ભારત માલા યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ એવો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે અમદાવાદથી સનાથલના વિસલપુરથી શરૂ થાય છે. 4928 કરોડના ખર્ચે બનેલા આ એક્સપ્રેસ વેનું કામ જૂન-જુલાઈ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ જગ્યાએ હશે બે ટોલનાકાં
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રસ્તાવિત કોરિડોર ગુજરાત રાજ્યના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી પસાર થશે અને આ પ્રોજેક્ટ થકી અમદાવાદ-ધોલેરો અને ભાવનગરને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. એક્સપ્રેસ વે પર 2 ટોલપ્લાઝા પડશે, જેમાં અમદાવાદથી શરૂ કરતા પ્રથમ ટોલનાકું સાડાનવ કિલોમીટર પર ભાટ ગામે પડશે, જ્યારે બીજું ટોલનાકું ધોલેરા પહોંચતાં પહેલાં પીપળી ગામે 70 કિલોમીટરે પડશે, જોકે હજી સુધી વાહનો માટે ટોલની રકમ નક્કી નથી કરાઈ. ભવિષ્યમાં કોસ્ટલ હાઇવેને સીધી કનેક્ટિવિટી મળશે
આ એક્સપ્રેસ વે ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન માટે (DSIR) લાઈફલાઈન બની જશે. એક્સપ્રેસ વેના નિર્માણના કારણે ભવિષ્યમાં કોસ્ટલ હાઈવેને સીધી કનેક્ટિવિટી મળશે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે સાડાત્રણ કરોડ ક્યૂબિક માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીરાણાના 35 લાખ ઘનમીટર વેસ્ટનો ઉપયોગ કર્યો
109.19 કિલોમીટર અમદાવાદ-ધોલેરા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર 4 લેનનો એક્સપ્રેસ વે ફ્લેક્સિબલ ડામર રોડ છે, જેમાં ઈનોવેટિવ મટીરિયલ્સનો ઉપયોગ કરાયો છે, જેમાં અમદાવાદના પીરાણા ડમ્પિગ યાર્ડમાંથી નીકળેલા 35 લાખ ઘનમીટર વેસ્ટનો ઉપયોગ કરાયો છે, જેને અમદાવાદથી શરૂ કરતા 48 કિલોમીટરના રોડની નીચેના લેયર માટે પાથરવામાં આવ્યો છે, જેને એમ્બેકમેન્ટ કહેવાય છે. 173.82 લાખ ક્યૂબિક મીટર રાખથી બાંધકામ
આ ઉપરાંત વિવિધ થર્મલ પાવર સ્ટેશનોમાંથી નીકળતી ફ્લાય એશનો બાંધકામમાં ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય થર્મલ પાવર પ્લાન્ટથી નીકળેલો 173.82 લાખ ક્યૂબિક મીટર (ફ્લાય એશ) એટલે કે રાખનો પણ આ એક્સપ્રેસ વે બનાવવા માટે ઉપયોગ કરાયો છે. એન્વાયર્નમેન્ટમાં ઓછામાં ઓછો કચરો થાય એ માટે પીરાણાના વેસ્ટનો એક્સપ્રેસ વે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. 97,195 વૃક્ષ વાવવામાં આવશે
એક્સપ્રેસ વેની બંને બાજુ ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવશે, જેમાં 97.19 હેક્ટરમાં 97,195 વૃક્ષ વાવવામાં આવશે. વન્યજીવોની સલામત અવરજવર માટે વન્યજીવન ક્રોસિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વે પરથી દરરોજ લગભગ 25,000 વાહન માટે તૈયાર કરાયો છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી, તેને 4 લેનથી વધારીને 12 લેન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, સ્થાનિક કનેક્ટિવિટી સુધારવા માટે અડાલજ ખાતે છે એવો જ ક્લોવરલીફ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ વેની કુલ પહોળાઈ 120 મીટર છે. એમાંથી 90 મીટર પર એક્સપ્રેસ વે બનાવાયો છે. ભવિષ્યમાં આ 4 લેન એક્સપ્રેસ વેને 8 લેનમાં પરિવર્તિત કરી શકાય એ માટે વચ્ચે 26 મીટર જેટલો ભાગ ખુલ્લો રાખ્યો છે તેમજ 30 મીટરના ભાગમાં રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) બનાવવાની યોજના છે. આમ, અમદાવાદથી ધોલેરા વચ્ચે નવી રેલવેલાઈન બનાવાશે, જોકે એના પર હજી કામ શરૂ નથી કરાયું. ભવિષ્યમાં જ્યારે પણ કામ શરૂ કરાશે ત્યારે જમીન સંપાદિત કરવી નહીં પડે, કારણ કે એના માટે જમીનનું સંપાદન થઈ ગયું છે. ટ્રેન અને કાર એકસાથે દોડતી જોવા મળશે
એકવાર આ કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે ત્યારે ટ્રેન અને કાર એકસાથે દોડતી જોવા મળશે. આ એક્સપ્રેસ વે પર કારની મહત્તમ સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાક હશે. 24 ગામડાંની જમીન સંપાદિત કરી
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેના 109 કિલોમીટરનું કામ 4 તબક્કામાં કરાયું હતું. ચોથા તબક્કાના એક્સપ્રેસ વે માટેની જમીન DSIRDA/GoG(ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત) દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવી છે. આ એક્સપ્રેસ વેમાં 24 ગામડાંની જમીન સંપાદિત કરાઈ છે. જમીન સંપાદન માટે અંદાજે 1400થી 1500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેમાં 46 અંડરપાસ તથા 10 ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 10 ઇન્ટર એક્સચેન્જ બનાવ્યાં, શરૂઆતમાં 3નો ઉપયોગ થશે
આ એક્સપ્રેસ વેમાં કુલ 10 ઇન્ટરચેન્જ બનાવવાનો પ્રસ્તાવ છે, જેમાં 3 ઈન્ટરચેન્જ હાલમાં એક્સપ્રેસ વે શરૂ થતાં જ એનો ઉપયોગ કરી શકાશે. જ્યારે અન્ય સાત ઈન્ટરચેન્જ ભવિષ્યમાં ધોલેરાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકાશે. પ્રથમ ઈન્ટરચેન્જ જલાલપુરમાં 27 કિલોમીટરે પડશે. બીજો ઈન્ટરચેન્જ વેજલ્કામાં 48 કિલોમીટરે પડશે અને ત્રીજો ઈન્ટરચેન્જ પીપળી જંક્શને 60 કિલોમીટરમાં પડશે. અમદાવાદથી શરૂ કરતા 35 કિલોમીટરે અને 66 કિલોમીટરે પેટ્રોલ પંપ અને ખાણીપીણીની દુકાન મળી રહેશે. આ ઈન્ટરચેન્જ સિવાય વચ્ચે કોઈપણ જગ્યાએ યુ-ટર્ન નહીં લઈ શકાય. આ એક્સપ્રેસ વે પરથી ધોલેરા એરપોર્ટ જવું હશે તો પીપળી જંક્શને બટરફ્લાય રોડ ઉપયોગ કરીને જઈ શકાશે. એક્સપ્રેસ વે ક્યાં ક્યાંથી પસાર થશે?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અમદાવાદની સનાથલ ચોકડી પાસે વિશલપુર ગામથી શરૂ થાય છે. એ બાદ તાજપુર, ભાટ, વાસના, કવીઠા, ચલોદા, જુવાલ રુપાવતી, સીંધરેજ, લાણા, જલાલપુર, સારંદી, કરિયાણા, રૂપગઢ, કેસરગઢ, વેજલકા, સરગવાલા, ભોળાદ, આનંદપુર, પીપળી, વાલીન્ડા, આંબલીના ભાઠા અને કડીપુર થઈને 90 કિલોમીટરે ધોલેરા પહોંચાશે. બાદમાં આગળ 20 કિલોમીટર બાવળયાળી અને અધેલાઈ ગામે પહોંચતાં આ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પૂર્ણ થશે. ત્યાર બાદ અધેલાઈ સર્કલથી ભાવનગર જવા 4 લેન હાઈવે શરૂ થાય છે, જે કોન્ક્રીટનો બનાવાયો છે. સૌથી મોટા ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટીનું નિર્માણ
ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન (DSIR)એ ગુજરાતના દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC) સ્ટ્રેચ પર નિર્માણાધીન ગ્રીન ફિલ્ડ ઔદ્યોગિક શહેર છે. DSIR 920 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળ સાથે ભારતમાં સૌથી મોટું ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી બની રહ્યું છે. એને 12 ઝોન અને છ કેન્દ્રમાં ડિવાઈડ કરાયું છે. આ પ્રદેશમાં ઓછામાં ઓછા 200 ચોરસ મીટરના પ્લોટ અને 12 મીટર આંતરિક રોડ સાથે રહેણાક વિસ્તાર છે. બિન-પ્રદૂષિત ઉદ્યોગો માટે લઘુતમ સબલેટ વિસ્તાર 1,000 ચોરસ મીટર છે, જેમાં 18 મીટર આંતરિક રોડ છે. 1,000 એકરમાં સમર્પિત વિશેષ શિક્ષણક્ષેત્ર એ શહેરની વિશિષ્ટ વિશેષતા છે. DSIR જાહેર ઉપયોગિતા, મનોરંજન, IT અને જ્ઞાન કેન્દ્રો, લોજિસ્ટિક, રમતગમતની પ્રવૃત્તિ અને સિટી સેન્ટર માટે સમર્પિત વિસ્તારો રાખવાની પણ યોજના છે. શહેર 50 માળ સુધી અને 180 મીટરની ઊંચાઈ સુધીની બહુમાળી ઇમારત માટે 5ના FSI સાથે ઉચ્ચ ઍક્સેસ કોરિડોરને મંજૂરી આપે છે. ધોલેરામાં બનશે ઈન્ટરનેશનલ એરપોર્ટ
આ વિકાસશીલ ગ્રીન ફિલ્ડ સિટીને એરપોર્ટ પણ મળી રહ્યું છે, કારણ કે કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતના ધોલેરા ખાતે રૂ.1,305 કરોડના અંદાજિત ખર્ચે નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના વિકાસને મંજૂરી આપી હતી. ધોલેરા એરપોર્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન તરફથી પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક મેળવવા માટે તૈયાર છે અને ઔદ્યોગિક ક્ષેત્રને સેવા આપવા માટે એક મુખ્ય કાર્ગો હબ બનવાની અપેક્ષા છે. અમદાવાદ એરપોર્ટથી 80 કિમીના હવાઈ અંતરે સ્થિત હોવાથી આ નવું એરપોર્ટ અમદાવાદ માટે બીજા એરપોર્ટ તરીકે પણ સેવા આપી શકે છે.