‘હું હજુ 10 દિવસ પહેલાં જ કાશ્મીરથી પરત આવી છું અને હમણાં દસેક દિવસ પછી મારે ફરી પાછું જવાનું હતું. પણ આ હુમલો થયો એટલે હવે એકાદ મહિના પછી જઈશ. જેવો હુમલો થયો એટલે લગભગ દરેક યુનિટમાંથી કેટલીય બહેનોનો મને ફોન આવ્યો હશે કે, બહેન તમે આ પ્રોજેક્ટ બંધ નહિ કરો ને? મારા પ્રોજેક્ટથી અત્યારે ત્યાંની 200 જેટલી મહિલાઓને રોજગારી મળી છે, કમાતી થઈ છે, એમને રિસ્પેક્ટ મળી છે. પણ શરૂઆતમાં તો એવા દિવસો હતા કે, મારે એમના ઘરે ઘરે ફરી એમના પતિ પાસેથી લેખિતમાં પરમિશન લેવા જવું પડતું. જ્યાં સુધી એમના પતિની લેખિતમાં પરમિશન ન મળે ત્યાં સુધી એ મહિલાઓ ઘરની બહાર પણ નહોતી નીકળી શકતી.’ કોણ છે એ મહિલા, જેને કાશ્મીરીઓ પોતાની રોજગારી માટે રિક્વેસ્ટ કરે છે? વાત છે, આપણાં જ વડોદરાનાં સોશિયલ વર્કર સ્વાતિ બેડેકરની… સ્વાતિબેને મહિલાઓને પિરિયડ્સમાં હાઇજીન આપવા માટે અભિયાન ઉપાડ્યું હતું. વીસેક વર્ષ પહેલાં ગુજરાતનાં ગામડાંઓમાંથી શરૂ કરેલ આ કાર્ય અત્યારે પૂરા દેશમાં પ્રસરી ચૂક્યું છે. ખાલી હેલ્થ જ નહીં, સાથે સાથે મહિલાઓને સન્માન અને રોજગારી આપવાની એમની કૂચથી અત્યારે દેશની હજારો મહિલાઓ આત્મનિર્ભર બની છે, જ્યારે ગામડાંની કરોડો મહિલાઓને પેડ્સ પહેરતી કરી છે. એમના આ જ રોજગાર અભિયાનના કારણે હાલમાં કાશ્મીરની મહિલાઓ ચિંતામાં આવી ગઈ છે કે, કંઈક એમની રોજગારી ખતરામાં ન પડી જાય. કોણ છે આ સ્વાતિબેન? કેવી રીતે દેશની કરોડો મહિલાઓને મદદ કરે છે? એ દરેક વાતો જાણવા ‘દિવ્ય ભાસ્કર’ એપે સ્વાતિબેન સાથે વાત કરી પિરિયડ્સ આવે એટલે ભણવાનું બંધ
‘મારો જન્મ વડોદરામાં થયો હતો, પણ મારો ઉછેર મુંબઈમાં થયો છે.’ શ્વાતિ બેડેકરે વાતની શરૂઆત કરી, ‘મેનેજમેન્ટમાં માસ્ટર કરી લગ્ન કર્યાં અને મારા હસબન્ડની જોબના કારણે એ ટાઈમે શરૂઆતમાં ગામડામાં રહ્યાં અને જેમ જેમ એમનું ટ્રાન્સફર થતું ગયુ એમ એમ ફરતાં રહ્યાં. શરૂઆતમાં મેં શોખથી પ્રાયોગિક સાયન્સ એજ્યુકેશન કરાવવાનું શરુ કર્યું. પણ આ બધામાં છોકરીઓ બહુ ઓછી આવતી, છઠ્ઠા કે સાતમા ધોરણ પછી છોકરીઓ ભણવા જ નહોતી આવતી. રિઝન જાણ્યું તો ખબર પડી કે એ ઉંમરે છોકરીઓના પિરિયડ્સ શરૂ થતા, એટલે છોકરીઓ ભણવા આવવાનું અને ઘરની બહાર નીકળવાનું અવોઈડ કરતી. બસ, મેં નક્કી કરી લીધું કે હવે આ નાની છોકરીઓમાં અને સાથે આ મોટાઓમાં પણ પિરિયડ્સ માટે અવેરનેસ લાવવી પડશે. પહેલી વાત કે આપણે ગુજરાતી, એટલે કોઈ પણ વાત મનાવવા માટે બિઝનેસ સૌથી સરળ રસ્તો. એટલે થયું કે આ લોકોને સેનિટરી પેડ્સના બિઝનેસમાં લઈ જઈશ તો એ લોકો સમજશે. પણ બિઝનેસમાં પણ જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી એ લોકોને રસ નહીં પડે.’ ‘છોકરીઓનો જન્મ બાળકો પેદા કરવા જ થયો છે’
આ કામમાં શ્વાતિબેનને એમના હસબન્ડનો પણ સાથ મળ્યો. એમના હસબન્ડે સેનિટરી પેડ બનાવવા નાનાં નાનાં મશીન બનાવી આપ્યાં. સ્વાતિબેન કહે, ‘એ મશીન લઈ અમે ગામડાંમાં જઈ બધાને ટ્રેનિંગ આપી અને સેનિટરી પેડ્સનું પ્રોડક્શન શરૂ કર્યું. પણ આ બધુ સાંભળવામાં જેટલું ઇઝી લાગે છે એટલું હતું નહીં. કેમ કે આ વાત છે, 2010-11ની. ત્યારે એ ગામડાંના લોકો સામે જો તમે માસિક ધર્મ શબ્દ બોલો તો પણ એ લોકો ઊભા થઈને જતાં રહે. લોકો એ શબ્દ સાંભળીને ભાગતા. પિરિયડ્સના કારણે 13 વર્ષે છોકરીઓનું ભણવાનું છોડાવી દેવાનું, 16-17 વર્ષે મેરેજ કરાવી દેવાનાં અને 22 વર્ષ સુધીમાં તો 3 છોકરાઓ લઈને બેઠી હોય. ત્યાં સામે સિટીમાં 22-25 વર્ષે છોકરીઓની ઉંમર શરૂ થાય. માહોલ જ એવો હતો કે, છોકરીઓનો જન્મ જ એટલે થયો છે – આવો, છોકરાઓ પેદા કરો અને પછી તમારું જે થાય એ. પણ આપણે આ બધું સ્વીકારી જ ન શકીએ.એટલે મેં એમના માટે કામ કર્યું.’ અમે પેડ્સ યુઝ તો કરીએ, પણ એને નાખવા ક્યાં?
મશીન આપી કામ કેવી રીતે શરૂ કરાવ્યું? શ્વાતિબેન કહે, ‘અમે એ લોકોને મશીન આપી પૈસા કમાતા કર્યા. જે પૈસા આવે એ બધા જ એમના, અમારે કશું જ નથી જોઈતું. બટ તમે લોકો કામ કરો, પિરિયડ્સને નોર્મલ રીતે જોતાં થશે તો જ એ લોકોમાં બદલાવ આવશે. ફક્ત 2 રૂપિયામાં વર્ષો સુધી એમને પેડ્સ આપ્યાં. 5000થી વધુ સ્કૂલમાં જઈને વર્કશોપ લીધા, મહિલાઓને સમજાવી કે તમે પેડ્સ યુઝ કરો, આનાથી તમારી તબિયત સુધરશે. પણ એ લોકોનો ફરી એ જ પ્રશ્ન ઊભો થયો કે, અમે કપડું તો ધોઈ નાખતા, હવે આ પેડ્સને તો ધોવાશે નહીં! એમનું શું કરવું? ક્યાં નાખવાં?’ સેનિટરી પેડ્સનો ઇકોફ્રેન્ડલી નાશ થઈ જાય
સ્વાતિબેને વાત આગળ વધારી, ‘ફરી મારા હસબન્ડે જ એ માટે એક ઇલેક્ટ્રિક ચૂલો બનાવ્યો. જેમાં એ પેડ્સનો ઇકોફ્રેન્ડલી રીતે નાશ થઈ જાય. હવે અમે અમારું કામ આગળ વધારી શકતાં હતાં. કેમ કે આ બંને સોલ્યુશન આવી ગયાં એટલે ગામડાંના લોકોમાં પિરિયડ્સ માટે અવેરનેસ પણ આવી અને સાથે બહેનોનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. એ પછી તો હજારો ગામડાંઓ માટે અમે આ કામ કર્યું હશે. પંચમહાલથી મેં આ શરૂઆત કરી હતી. અત્યારે પૂરા ગુજરાત સહિત દેશનાં 28 રાજ્યોમાં અને ભૂટાનમાં પણ અમે આ કામ કરીએ છીએ.’ દેશની એકાદ કરોડ મહિલાઓને પેડ્સ પહેરતી કરી
તો આ મુજબ અત્યાર સુધીમાં તમે દેશના કેટલા લોકોને, ખાસ કરીને કાશ્મીરીઓને સ્વનિર્ભર કર્યા હશે? સ્વાતિબેન કહે, ‘અમે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને એમનો પોતાનો બિઝનેસ ઊભો કરી આપ્યો હશે અને ગુજરાતના 500-700 સહિત પૂરા દેશની ઓછામાં ઓછા પાંચ હજાર લોકોને રોજગારી આપી હશે. એમાં પણ 200 જેટલી બહેનો તો ફક્ત કાશ્મીરની છે, જેઓ આવા યુનિટ્સમાં કામ કરે છે. કેટલાંય બહેનો એવાં છે, જેમને અમે પ્રોજેક્ટ કરી આપ્યો હશે એમને ત્યાં અત્યારે 50 જેટલાં બહેનો કામ કરે છે. વડોદરા જેલમાં પણ અમે મહિલાઓને રોજગારી આપી છે. અત્યાર સુધીમાં પૂરા દેશની એકાદ કરોડ મહિલાઓને અમે પેડ્સ પહેરતી કરી છે, જેમાં ચાલીસેક હજાર જેટલી તો ખાલી કાશ્મીરની હશે.’ લોકો લાકડીઓ લઈ મારવા દોડતા
તમે આ વિષય પર મહિલાઓને જાગૃત કરો છો તો ક્યારેય કોઈ પુરુષોએ આ બાબતનો વિરોધ કર્યો છે? સ્વાતિબેન કહે, ‘બહુ જ વિરોધ સહન કર્યો છે. કેટલાંય ગામોમાં તો ચપ્પલ ખાધાં છે. લાકડીઓ લઈને અમારી પાછળ દોડતા. દોડી દોડીને અમને ગામની બહાર ભગાડ્યા છે. ગુજરાતના અંતરિયાળ ગામડાંઓમાં તો કેટલાય લોકોએ અમને માર્યા પણ છે. ‘અમે તમારા પર કાલા જાદુ ટોના કરીશું.’ એવું પણ કેટલાય લોકો કહેતા. ગામની બહેનો કમાતી થતી તો એ ઘણાને ન ગમતું. એ લોકોએ આ બહેનોના ગોડાઉનમાં સળગતી બીડીઓ નાખી બધું સળગાવી પણ દીધું છે.’ સરકારે મને કાશ્મીરમાં કામ કરવા બોલાવી
કાશ્મીરમાં તમે પ્રોજેક્ટની શરૂઆત કેવી રીતે કરી? સ્વાતિબેન કહે, ‘કાશ્મીરમાં તો સરકારે મને સામેથી બોલાવી હતી. નીતિ આયોગથી અમને લેટર આવ્યો હતો કે, તમે સરકારી PSU સાથે કામ કરો અને કાશ્મીરમાં આ બાબતે જાગૃતતા લાવો. એટલે અમે ટ્રાય કરી કે ચાલો, કાશ્મીરમાં પણ કામ કરીએ. ત્યાં તો અમને ભારતીય આર્મી અને લોકલ ગવર્મેન્ટનો પણ સહકાર મળ્યો. અમે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે લોકો કાશ્મીર જવા માટે પણ ગભરાતા હતા અને અમે પોલીસની સાથે મળી ગામેગામ ફરી લોકલ બહેનોને મળી લોકલ જાગૃતિનું કામ કરતાં હતાં.’ મહિલાઓ પૂછ્યા વિના ઘરની બહાર નીકળતાં પણ ડરે
આ બધું એટલું પણ સહેલું નહોતું. આ માટે એક એક ઘરે જઈને લેખિતમાં પરમિશન લેવી પડી હતી. સ્વાતિબેન કહે, ‘2019માં જ્યારે અમે કાશ્મીરમાં શરૂઆત કરી ત્યારે ત્યાંની બહેનો ઘરની બહાર નીકળતાં પણ ડરે છે. અમારે એ લોકોનાં ઘરે જઈ જઈને એમના ઘરના પુરુષો પાસેથી લેખિતમાં પરમિશન લેવી પડતી કે, તમે આ બહેનોને કામ માટે આવવા દ્યો. એમના પતિની લેખિત પરમિશન વિના એ બહેનો ઘરની બહાર પણ ન નીકળી શકે.’ ‘મારે કરોડપતિ નથી બનાવવી, પેડ્સ પહેરાવવા છે’
તમારા પ્રોજેક્ટથી અત્યારે કાશ્મીરમાં મહિલાઓ મહિને કેટલી રોજગારી મેળવતી હશે? સ્વાતિબેન કહે, ‘કાશ્મીરમાં અત્યારે 200 જેટલી મહિલાઓ આ પ્રોજેક્ટ સાથે કામ કરતી થઈ છે. જેટલી બહેનો યુનિટમાં આવતી થઈ છે, એ દરેક મહિલાઓ મહિને ઓછામાં ઓછું 6થી 8 હજાર જેટલું કમાતી થઈ ગઈ છે. મેં બહેનોને કરોડપતિ બનાવવા આ પ્રોજેક્ટ શરૂ નહોતો કર્યો. એમની હેલ્થ અને સાથે સ્વનિર્ભરતા માટે આની શરૂઆત થઈ હતી. પોતાનું ઘર ચલાવવામાં સહકાર મળે અને ઘરમાં રિસ્પેક્ટ મળે. જે બહેનોએ આ કામ પોતાના બિઝનેસ તરીકે ઊભું કર્યું, એ મહિલાઓ તો વર્ષે ₹50 લાખ ટર્નઓવર કરતી થઈ ગઈ છે.’ દર મહિને કાશ્મીરનો એક ફેરો નક્કી
તમે કાશ્મીરનાં ગામડાંઓમાં પણ આ પ્રોજેક્ટ ચલાવો છો, તો એ બહેનોને ત્યાં જઈને શીખવાડો છો કે રિમોટલી અહીંથી જ? સ્વાતિબેન કહે, ‘એ બધી જ બહેનો માટે હું દર મહિને ત્યાં જઉ છું. શરૂઆતમાં સેટઅપ વખતે તો ત્યાં જ રહું અને પછી મહિને એક વાર માટે ત્યાં જવું પડે. ઇવન કોરોનામાં હું ત્યાં જઈ નહોતી શકતી તો ત્યારે હું ઝૂમ કૉલથી એ લોકોને ટ્રેનિંગ આપતી.’ કોના પર ભરોસો કરવો ને કોના પર ન કરવો
હુમલા પછી એ લોકો પ્રત્યે તમારું શું વલણ છે? સ્વાતિબેન એકદમ નિર્દોષ અવાજે કહે, ‘હું આ બધાથી એકદમ શોક્ડ છું. કેમ કે મારી સાથે તો એ બધા બહુ જ સારી રીતે રહેતા. મારાં બહેનો જેવાં છે એ બધાં. એમના પર હું સીધો સવાલ નથી ઉઠાવી શકતી. પણ એ પણ સત્ય છે કે, આ હુમલા પછી હું સાવ આંધળો ભરોસો નહીં કરી શકું. મારે પણ હવે છાસ ફૂંકી ફૂંકીને પીવી પડશે. કેમ કે કામ તો ચાલુ રાખવું પડશે. કામ તો બંધ નહીં કરી શકાય ને? હું મહિલાઓ માટે કામ કરું છું, એ નથી જોતી કે એ મહિલા ગુજરાતી છે, કાશ્મીરી છે કે કેરળની છે. એ લોકોના અત્યારે મને ફોન આવે છે તો એમની એ જ વાત હોય છે કે, ‘અમારી સાથે પ્રોજેક્ટ બંધ ન કરતાં.’ કેમ કે ત્યાં બિઝનેસનો બીજો કોઈ રસ્તો જ નથી. ત્યાં દુકાનદારી કે મજૂરી સિવાય કોઈ રોજગારી જ નથી.’ ‘જેવા સાથે તેવું વર્તન જ થવું જોઈએ’
કાશ્મીરના લોકો સાથે તમારો કેવો અનુભવ રહ્યો? સ્વાતિબેન કહે, ‘મને તો સારો જ અનુભવ રહ્યો છે. મારી સાથે તો એ બધી બહેનોની જેમ જ રહે છે. એક બે મહિના નહીં, વર્ષોથી હું એમની સાથે કામ કરું છું અને હજુ ચાલુ જ રાખવાની છું. મને ક્યારેય કશું અજુગતું નથી લાગ્યું. ક્યારેય માઠો અનુભવ નથી થયો. પણ હા, મારી સાથે જેમ રહ્યા હોય એમ. પરંતુ જે લોકો એન્ટિ-નેશનલ છે, એમની સાથે એવું જ વર્તન થવું જોઈએ. એમને સજા મળવી જ જોઈએ.’ ‘આવું અમે ન પહેરીએ, આ તો શહેરવાળા જ પહેરે’
આ સિવાય આગળ વાત કરતાં સ્વાતિબેન કહે, ‘કાશ્મીરમાં તો ઠીક, અહીં ગુજરાતના ઘણાં બધાં ગામડાંઓમાં પણ મેં નોટિસ કર્યું કે, ત્યાંની બહેનો પેન્ટી જ નથી પહેરતી, જેના કારણે એમને ઘણા રોગ થતા. તો અમે એમને એ પહેરતાં શીખવાડ્યું અને કહ્યું તો એ બહેનો એવું બોલતાં કે, આ તો શહેરના લોકો પહેરે. અમારે થોડું પહેરાય? અમે ત્યારે જ એમના માટે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો. અમે બહેનો પાસે પિરિયડ્સ પેન્ટી બનાવડાવવાનું શરૂ કર્યું. પિરિયડ્સ પેન્ટીથી સૌથી વધુ રાહત માતાઓને થાય છે. કેમ કે જેની 13-14 વર્ષની છોકરીઓ હોય એ બધાને ચિંતા હોય કે ગમે ત્યારે પિરિયડ્સ આવી જાય તો છોકરીઓ ચિંતામાં શું કરશે? એટલે આ પિરિયડ્સ પેન્ટીથી એ સમસ્યા જ સોલ્વ થઈ ગઈ. એ બધી જ મોટા ભાગની પેન્ટી ગામડાંની બહેનો પાસે બને છે.’ કાશ્મીરી છોકરીઓને સ્કૂલે જવાનો ભારે ઉત્સાહ
લોકલ આર્મી તરફથી ત્યાં કેવો સપોર્ટ મળે? સ્વાતિબેન ગર્વથી કહે, ‘પૂરો સપોર્ટ કર્યો છે એ લોકોનો. શરૂઆતમાં અમે લોકો ત્યાં જતાં તો આર્મી અમારી સાથે આવતી. ઘણીવાર તો એવું પણ થતું કે, હું ત્યાં બધા સાથે વાત કરતી હોઉં અને ફરી પરત જવાનું થાય ત્યારે આર્મીવાળા આવે તો છોકરાઓ તરત જ પથ્થર મારવા લાગે. આવી ઘટનાઓના કારણે જે થોડો થોડો વિશ્વાસ બંધાયો હોય એ ફરી તૂટી જાય છે. પણ હવે ધીમે ધીમે બદલાવ આવે છે. એ સાથે હું ત્યાંની સ્કૂલમાં જઈને એ લોકોને પણ ત્યાં શિક્ષણ આપું છું અને સમજાવું છું. પણ એક વાત છે, ત્યાંની છોકરીઓને મેં ક્યારેય સ્કૂલે જવાની ના પાડતા નથી જોઈ. ભણતરની એમની આશ છે.’ ‘8 લાખમાં મહિને 50 હજાર પેડ્સ બનાવતી કરી દઉં’
ગામડાંની મહિલાઓને તમે આ આખું સેટઅપ કરી આપો તો એમાં કેટલો ખર્ચ થાય? તમારો શું રોલ હોય? તમે શી શી રીતે મદદ કરો? સ્વાતિબેન કહે, ‘આ મહિલાઓ જે ટેક્નોલોજીથી પેડ્સ બનાવે છે. આવા સેટઅપના એક યુનિટ માટે જો એ ગામડામાં એમને જગ્યા મળી જાય તો જગ્યા સિવાય આઠેક લાખ જેવો ખર્ચો થાય. જે સેટઅપમાંથી દર મહિને ઓછામાં ઓછા 50 હજાર જેટલા પેડ્સ બને. આ આખું યુનિટ ઊભું કરવા સૌથી પહેલાં તો કામ કરવાની જગ્યા શોધવી પડે. એ લોકોને એમનું યુનિટ કરી આપવું છે, એટલે એ લોકો પૂરી જવાબદારી લેવા જોઈએ કે, મારું યુનિટ છે. એમના યુનિટ માટે જેટલા પણ લોકોને મળવાનું હોય, એ બધાને મળવા પણ સાથે લઈ જઉં, જેથી એમને ખબર પડે કે, બધાને કેવી રીતે મળવું, કેમ વાતચીત કરવી. જગ્યા કેવી રીતે લેવી? એ બધું જ શીખવાડી કમ્પ્લિટલી ચાલતું થઈ જાય ત્યાં સુધીનું બધું જ શીખવાડું.’ ‘તમે ચાલુ તો કરો, ચલાવવાની જવાબદારી મારી’
તો પછી આ પેડ્સનું સેલિંગ કોણ કરે? આટલાં બધાં પેડ્સ બનાવી નાખ્યાં પછી એને વેચવાનાં ક્યાં? સ્વાતિબેન કહે, ‘એ લોકોના અને આજુબાજુના ગામમાં જ વહેંચાવી આપવાનાં. કેમ કે ખાલી એમની કમાણી માટે થોડા આ કરીએ છીએ. ખાસ તો એ લોકોને પેડ્સ પહેરતા કરવાના છે ને. તો એ લોકો બનાવીને જાતે જ આજુબાજુનાં ગામડાંમાં વેચે. એટલે કામનું કામ અને સાથે અવેરનેસની અવેરનેસ. હા, જો એ લોકો વેચી ન શકે તો એમને લિન્ક કરી આપીએ કે તમે અહીં હોસ્પિટલ સુધી કે બીજે ક્યાંય પહોંચાડી શકીએ. કેમ કે એ બહેનો માટે આ સાવ નવું હોય અને એ લોકો જો વેચી ન શકે તો ફરી ઘરે બેસે અને યુનિટ પડતું મૂકે. એટલે એમનું કામ ચાલુ રહે અને ક્યાંય અટકે નહીં એની અમે કાળજી રાખીએ. સાથે જ અમે બધાં જ પેડ્સ બાયોડિગ્રેડેબલ બનાવીએ છીએ. જે 6 મહિનામાં વિઘટિત થઈ જાય. પણ જે નોર્મલ પેડ્સ હોય છે, એનું વિઘટન થતાં લગભગ 500 વર્ષ જેટલો સમય લાગે છે.’ ‘મારે એક રૂપિયો નથી જોઇતો’
તો આ શું બધું તમે સેવા માટે જ કરો છો કે પોતાના માટે પણ? કેમ કે આટલું બધું કરીને પણ તમને શું મળે? સ્વાતિબેન એ વિશે વાત કરતાં કહે, ‘ગામડાંઓની બહેનો પાસેથી અમારે એક રૂપિયો નથી જોઈતો. અમે ‘વાત્સલ્ય ફાઉન્ડેશન’ નામથી નોનપ્રોફિટેબલ NGO ચલાવીએ છીએ. અમે CSR અંતર્ગત કંપનીઓ પાસેથી પ્રોજેક્ટ લઈએ છીએ અને જે બહેનો ઇન્વેસ્ટ જ ન કરી શકતાં હોય, ત્યાં CSR ફંડથી પ્રોજેક્ટ શરૂ કરીએ અને એ લોકોને ટ્રેનિંગ આપી પછી એમના પર જ છોડી દઈએ છીએ. અમે એમની પાસેથી કોઈ જ પૈસા નથી લેતા.’