P24 News Gujarat

જેણે હત્યા કરી તેણે ‘બદલો’ લેવા પોલીસને જાણ કરી:અરૂણાનું ગળું દબાવ્યું, દિવાળીના પૈસા માટે 5 લોકોએ મળીને બનાવ્યો પ્લાન

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના મોચીનગરમાં એક નિવૃત્ત પોલીસમેનના મકાનમાંથી મહિલાની લાશ મળી હતી. 90 દિવસ પહેલાં આ હત્યા થઇ હોવાનું ખૂલ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર.ગોઢાણીયાને અજાણ્યા વ્યક્તિએ પત્ર લખીને મકાનમાં લાશ પડી હોવાની માહિતી આપી હતી. જેના પછી પોલીસે મકાનમાં તપાસ કરતા ડબલ બેડના ખાનામાંથી ગોદડાંમાં વિંટળાયેલી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાનું નામ અરૂણા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે તેનો મોબાઇલ નંબર શોધી કોલ ડિટેલ કઢાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન પોલીસ એક નવી થિયરી પર પહોંચી હતી. હવે આગળ વાંચો. 90 દિવસ સુધી આ ઘટનાની કોઇને જાણ નહોતી. ગુનાની ગંભીરતાને જોતા ખુદ એસીપી હર્ષદ પટેલે પણ આ કેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઘટના સ્થળે જે પ્રકારની સ્થિતિ હતી તેને જોઇને વર્ષોના અનુભવી એસીપી હર્ષદ પટેલ અને પીઆઇ ગોઢાણીયા એક નવી થિયરી પર પહોંચ્યા હતા. બન્નેનું એવું માનવું હતું કે ખૂનના બનાવને લૂંટના ઇરાદે થયેલી હત્યામાં ખપાવવા માટેનું આ કાવતરૂં છે. કારણ કે જો કોઇ લૂંટ કરવા ઘરમાં ઘૂસ્યું હોય તો હત્યા કર્યા પછી મુદ્દામાલ લઇને ફરાર થઇ જાય, હત્યા બાદ લાશને ગોદડાંમાં વિંટાળીને બેડના બોક્સમાં છુપાવવાની મહેનત શા માટે કરે? લૂંટ બાદ આરોપીઓ ત્યાંથી જલ્દીમાં જલ્દી ભાગી જવાની ફિરાકમાં હોય છે પણ આ કેસમાં તો ઘરને બહારથી તાળું મરાયેલું હતું. જેના કારણે પોલીસને ઘટનામાં કોઇ જાણભેદુનો જ હાથ હોવાની શંકા થઇ. આ દરમિયાન પોલીસ જેની રાહ જોતી હતી તે કોલ ડિટેલ પણ આવી ગઇ. કોલ ડિટેલમાં પોલીસને 5 નંબરો શંકાસ્પદ લાગ્યા, જેને અલગથી તારવ્યા. આ શંકાસ્પદ નંબરો કોના હતા અને જે વિસ્તારમાં અરૂણાની હત્યા થઇ હતી ત્યાં તેનું કોઇ લોકેશન હતું કે નહીં તેની તપાસ શરૂ કરી. મોબાઇલ નંબરની તપાસમાં ખૂલ્યું કે આ નંબર અજય વાળા, કાજલ બંસોલ,મિતાલી વાઘેલા, રાણી ઉર્ફે ક્રિષ્ના અને જયેશ ભરવાડના હતા. આ તમામ લોકો અરૂણાના સંપર્કમાં હતા. દિવાળી પહેલાં કાજલ અને અજયના મોબાઇલ ટાવરનું લોકેશન પણ મોચીનગરમાં જ મળ્યું હતું. આટલું સ્પષ્ટ થઇ જતાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ તમામની શોધખોળ શરૂ કરી હતી. સૌથી પહેલી સફળતા પીએસઆઇ હેરમા અને તેમની ટીમને મળી. આ ટીમે જેતપુરની 19 વર્ષીય કાજલ ઉર્ફે કાજલી સદાશિવ બંસોલ, મૂળ સણોસરાની વતની પણ પછીથી મોચીનગરમાં જ રહેતી 32 વર્ષીય મિતાલી નરેશભાઇ વાઘેલા અને પોરબંદરની રાણી ઉર્ફે ક્રિષ્નાની ધરપકડ કરી હતી. જ્યારે અજય વાળા અને જયેશ ભરવાડ અજ્ઞાત સ્થળે છુપાઇ ગયા હોવાથી તેમને પકડવા માટે 2 ટીમને જવાબદારી સોંપાઇ હતી. આ તરફ જેના મકાનમાંથી લાશ મળી હતી તે નિવૃત્ત પોલીસમેન પ્રવીણ ચૌહાણને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પ્રવીણ ચૌહાણે પોલીસને જે કહ્યું તે મુજબ તેની પત્નીનું મૃત્યુ 25 વર્ષ પહેલાં થઇ ગયું હતું. જેથી તે સંતાનો સાથે રહેતા હતા. વીસેક વર્ષ અગાઉ તેઓ અરૂણાના સંપર્કમાં આવ્યા હતા. એ સમયે અરૂણા હનુમાનમઢી નજીક રહેતી હતી. અરૂણાના સંપર્કમાં આવ્યા બાદ બન્ને લગ્ન કર્યા વગર જ પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા હતા. અરૂણા પોતાના નામની પાછળ પતિ તરીકે પ્રવીણ ચૌહાણનું જ નામ લખાવતી હતી. આ સમયે પ્રવીણ ચૌહાણના સંતાનો પણ તેમની સાથે જ રહેતા હતા. ઘટનાના લગભગ દસેક વર્ષ પહેલાં અરૂણાએ પ્રવીણ ચૌહાણના સંતાનો સાથે ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પ્રવીણ ચૌહાણ પોલીસ વિભાગની નોકરીમાંથી નિવૃત્ત થઇ ગયા હતા. જેના પછી તેઓ મોચીનગરમાં રહેવા આવ્યા હતા. આ સમયે અરૂણા પણ તેમની સાથે ત્યાં રહેવા આવી હતી. નવા મકાનમાં રહેવા આવ્યા બાદ અરૂણાના સ્વભાવમાં કોઇ ફેરફાર ન થયો. અહીં પણ તે પ્રવીણ ચૌહાણના સંતાનો સાથે સતત ઝઘડા કર્યા રાખતી હતી અને અવારનવાર પૈસાની માંગણી કરતી હતી. એક દિવસ અરૂણાના મનની વાત તેના મોઢેથી બહાર આવી ગઇ. ઝઘડો કરતા કરતા જ તે એવું બોલી ગઇ કે હવે હું આ મકાનમાં એકલી રહેવા માંગુ છું. જો કે આના પછી પણ તેણે જ્યારે જ્યારે ઝઘડા કર્યા ત્યારે પોતે એકલી રહેવા માંગતી હોવાનું કહ્યું હતું. જ્યારે દેહવિક્રયના ધંધામાં અરૂણા ઝડપાઇ હતી ત્યારે પ્રવીણ ચૌહાણની અરૂણા સાથે છેલ્લી મુલાકાત થઇ હતી. જેના પછી ક્યારેય તેમની વચ્ચે વાત કે મુલાકાત થઇ નહોતી. પ્રવીણ ચૌહાણના આ નિવેદન બાદ પોલીસને લાગ્યું કે અરૂણાની હત્યામાં તેનો કોઇ હાથ નથી. બીજીતરફ પોલીસથી ભાગતા ફરતા અજય વાળા અને જયેશ ભરવાડ રાજકોટના લાલપરી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડી એ બન્નેને સકંજામાં લઇ લીધા હતા. હવે પોલીસે અજય વાળા, જયેશ ભરવાડ, કાજલ બંસોલ, મિતાલી વાઘેલા અને રાણી ઉર્ફે ક્રિષ્નાની કડક પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછમાં તેમણે જે ઘટસ્ફોટ કર્યા તે ખરેખર ચોંકાવનારા હતા. મકાન અને ઘરેણા માટે અરૂણાની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. જો કે પોલીસ સામે હજુ એ સવાલો ઊભા જ હતા કે અરૂણા અને હત્યારાઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા અને અરૂણાની હત્યા થઇ હોવાની જાણ પોલીસને કોણે કરી હતી? અરૂણા જ્યારે દેહવિક્રયના ગુનામાં જેલમાં ગઇ હતી ત્યારે તેનો પરિચય મિતાલી સાથે થયો હતો. મિતાલી એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહી હતી. અરૂણા અને મિતાલી જેલમાંથી જામીન પર છુટી ગયા બાદ અવાર નવાર મળતા હતા. અગાઉ હત્યાના ગુનામાં જેલમાં ગયેલો અને પેરોલ પર છૂટીને ફરાર થયેલો અજય વાળા પણ અરૂણાના સંપર્કમાં હતો. મિતાલી ઉપરાંત કાજલ, જયેશ ભરવાડ અને રાણી પણ આ ટોળકીમાં સામેલ થયા હતા. રાણી જ્યારે જામનગરના નારી વિકાસ ગૃહમાં હતી ત્યારે તે નઝમા નામની યુવતીના પરિચયમાં આવી હતી. નઝમાએ તેની મુલાકાત અજય વાળા સાથે કરાવી હતી. અજય વાળાના સંપર્કમાં આવ્યા બાદ તે મિતાલી અને કાજલ સાથે રાજકોટમાં જ રહેતી હતી. દિવાળીના તહેવાર નજીક આવતા હતા. અજય, જયેશ, મિતાલી કાજલ અને રાણી પાસે પૈસા નહોતા. તેમણે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી, કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અજય વાળાએ એક આઇડિયા આપ્યો અને સૌ તેની સાથે સહમત થઇ ગયા. અજયે પોતાના સાથીદારોને કહ્યું કે અરૂણા એકલી જ રહે છે અને તેની પાસે મકાન ઉપરાંત ઘરેણા પણ છે. જો અરૂણાની હત્યા કરી નાખીએ તો આપણે તેનું મકાન અને ઘરેણા મેળવી શકીશું. અજયની આ વાત સાંભળતા જ જયેશ, મિતાલી, કાજલ અને રાણીની આંખમાં પણ માલદાર થવાના સપના જાગ્યા. સૌએ સાથે મળીને અરૂણાની હત્યા કયા દિવસે, કેટલા વાગ્યે અને કઇ રીતે કરવી તેનો પ્લાન બનાવી લીધો. પ્લાન મુજબ એક રાતે અજય, જયેશ, મિતાલી, કાજલ અને રાણી અરૂણાના ઘરે પહોંચી ગયા હતા. ઘરમાં અંદર જઇને સૌએ અરૂણાને વાતે વળગાડી. અરૂણા જ્યારે વાતોમાં મશગૂલ હતી તે સમયે તક મળતા જ અજય અને જયેશે સાથે મળી અરૂણાને પાછળથી ચૂંદડી વડે ફાંસો દઇ દીધો. અચાનક થયેલા આ હુમલાથી અરૂણા ડઘાઇ ગઇ, જેમ જેમ ચૂંદડીનો ફાંસો મજબૂત થતો ગયો તેમ તેમ તે તરફડિયા મારવા લાગી. અંતે તેના હાથ પગ હલવાના બંધ થયા.અજય અને જયેશે ઠંડા કલેજે અરૂણાને મોતને ઘાટ ઉતારી. આ ઘટના સમયે મિતાલી, કાજલ અને રાણી સામે જ ઊભા હતા. અરૂણાની હત્યા કર્યા બાદ સૌએ ભેગા થઇને તેની લાશને ગોદડાંમાં વિંટાળીને ડબલ બેડના બોક્સમાં મુકી દીધી. જેના પછી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ મકાનનો દસ્તાવેજ લઇને ભાગી ગયા. ઘરની બહાર નીકળતી વખતે અજયે મકાનને બહારથી તાળું મારી દીધું હતું. પોલીસને અજય પાસેથી અરૂણાના મકાનનો દસ્તાવેજ, ઘરની ચાવી અને લૂંટી લીધેલા ઘરેણા મળી આવ્યા હતા. આમ આ હત્યાનો ભેદ તો ઉકેલાઇ ગયો પરંતુ હત્યા અંગે પોલીસને કોણે જાણ કરી હતી તે સવાલનો જવાબ મળવાનો બાકી હતો. પોલીસને નનામો પત્ર લખીને ફોનથી માહિતી આપનારૂં બીજું કોઇ નહીં પણ મુખ્ય સૂત્રધાર અજય વાળા પોતે જ હતો! આ હકીકત જાણીને પોલીસને પણ નવાઇ લાગી કેમ કે જે વ્યક્તિએ હત્યા અને લૂંટ કરી હોય તે પોતે જ સામેથી પોલીસને શા માટે માહિતી આપે? આ સવાલનો જવાબ છે બદલો. પોલીસે જ્યારે અજયની એકલામાં પૂછપરછ કરી તો બદલાની વાત સ્પષ્ટ થઇ ગઇ. અજયની નજર અરૂણાના મકાન પર હતી અને તેની હત્યાનો પ્લાન પણ તેણે જ બનાવ્યો હતો. અરૂણાની હત્યા કર્યા પછી મિતાલી અને કાજલ અજયની સાથે જ રહેતી હતી અને અજય જેમ કહે તેમ જ કરતી હતી પણ થોડા સમય પછી તે બન્નેએ અજયને ગણકારવાનું બંધ કરી દીધું અને તેને છોડીને પોત પોતાના ગામ જતી રહી હતી. મિતાલી અને કાજલના આવા વર્તનથી અજયને આંચકો લાગ્યો, હવે તેણે મિતાલી અને કાજલને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું. અજય હત્યાના ગુનામાં પેરોલ મેળવીને ફરાર થયો હતો, તેણે તો ફરીથી જેલમાં જવાનું જ હતું એટલે તેણે વિચાર્યું કે હું જેલમાં જઉં અને બાકી બધા શા માટે બહાર રહે? આવું વિચારીને જ તેણે પોલીસને નનામો પત્ર લખ્યો અને ફોન પણ કર્યો હતો. આમ બદલાની આગમાંને આગમાં અજયે જ પોતે જે હત્યા અને લૂંટમાં સામેલ હતો તેની જાણ પોલીસને કરી દીધી હતી. જેણે હત્યા કરી તેણે ‘બદલો’ લેવા પોલીસને જાણ કરી, પાર્ટ-1 ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

​ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના મોચીનગરમાં એક નિવૃત્ત પોલીસમેનના મકાનમાંથી મહિલાની લાશ મળી હતી. 90 દિવસ પહેલાં આ હત્યા થઇ હોવાનું ખૂલ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર.ગોઢાણીયાને અજાણ્યા વ્યક્તિએ પત્ર લખીને મકાનમાં લાશ પડી હોવાની માહિતી આપી હતી. જેના પછી પોલીસે મકાનમાં તપાસ કરતા ડબલ બેડના ખાનામાંથી ગોદડાંમાં વિંટળાયેલી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાનું નામ અરૂણા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે તેનો મોબાઇલ નંબર શોધી કોલ ડિટેલ કઢાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન પોલીસ એક નવી થિયરી પર પહોંચી હતી. હવે આગળ વાંચો. 90 દિવસ સુધી આ ઘટનાની કોઇને જાણ નહોતી. ગુનાની ગંભીરતાને જોતા ખુદ એસીપી હર્ષદ પટેલે પણ આ કેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઘટના સ્થળે જે પ્રકારની સ્થિતિ હતી તેને જોઇને વર્ષોના અનુભવી એસીપી હર્ષદ પટેલ અને પીઆઇ ગોઢાણીયા એક નવી થિયરી પર પહોંચ્યા હતા. બન્નેનું એવું માનવું હતું કે ખૂનના બનાવને લૂંટના ઇરાદે થયેલી હત્યામાં ખપાવવા માટેનું આ કાવતરૂં છે. કારણ કે જો કોઇ લૂંટ કરવા ઘરમાં ઘૂસ્યું હોય તો હત્યા કર્યા પછી મુદ્દામાલ લઇને ફરાર થઇ જાય, હત્યા બાદ લાશને ગોદડાંમાં વિંટાળીને બેડના બોક્સમાં છુપાવવાની મહેનત શા માટે કરે? લૂંટ બાદ આરોપીઓ ત્યાંથી જલ્દીમાં જલ્દી ભાગી જવાની ફિરાકમાં હોય છે પણ આ કેસમાં તો ઘરને બહારથી તાળું મરાયેલું હતું. જેના કારણે પોલીસને ઘટનામાં કોઇ જાણભેદુનો જ હાથ હોવાની શંકા થઇ. આ દરમિયાન પોલીસ જેની રાહ જોતી હતી તે કોલ ડિટેલ પણ આવી ગઇ. કોલ ડિટેલમાં પોલીસને 5 નંબરો શંકાસ્પદ લાગ્યા, જેને અલગથી તારવ્યા. આ શંકાસ્પદ નંબરો કોના હતા અને જે વિસ્તારમાં અરૂણાની હત્યા થઇ હતી ત્યાં તેનું કોઇ લોકેશન હતું કે નહીં તેની તપાસ શરૂ કરી. મોબાઇલ નંબરની તપાસમાં ખૂલ્યું કે આ નંબર અજય વાળા, કાજલ બંસોલ,મિતાલી વાઘેલા, રાણી ઉર્ફે ક્રિષ્ના અને જયેશ ભરવાડના હતા. આ તમામ લોકો અરૂણાના સંપર્કમાં હતા. દિવાળી પહેલાં કાજલ અને અજયના મોબાઇલ ટાવરનું લોકેશન પણ મોચીનગરમાં જ મળ્યું હતું. આટલું સ્પષ્ટ થઇ જતાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ તમામની શોધખોળ શરૂ કરી હતી. સૌથી પહેલી સફળતા પીએસઆઇ હેરમા અને તેમની ટીમને મળી. આ ટીમે જેતપુરની 19 વર્ષીય કાજલ ઉર્ફે કાજલી સદાશિવ બંસોલ, મૂળ સણોસરાની વતની પણ પછીથી મોચીનગરમાં જ રહેતી 32 વર્ષીય મિતાલી નરેશભાઇ વાઘેલા અને પોરબંદરની રાણી ઉર્ફે ક્રિષ્નાની ધરપકડ કરી હતી. જ્યારે અજય વાળા અને જયેશ ભરવાડ અજ્ઞાત સ્થળે છુપાઇ ગયા હોવાથી તેમને પકડવા માટે 2 ટીમને જવાબદારી સોંપાઇ હતી. આ તરફ જેના મકાનમાંથી લાશ મળી હતી તે નિવૃત્ત પોલીસમેન પ્રવીણ ચૌહાણને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પ્રવીણ ચૌહાણે પોલીસને જે કહ્યું તે મુજબ તેની પત્નીનું મૃત્યુ 25 વર્ષ પહેલાં થઇ ગયું હતું. જેથી તે સંતાનો સાથે રહેતા હતા. વીસેક વર્ષ અગાઉ તેઓ અરૂણાના સંપર્કમાં આવ્યા હતા. એ સમયે અરૂણા હનુમાનમઢી નજીક રહેતી હતી. અરૂણાના સંપર્કમાં આવ્યા બાદ બન્ને લગ્ન કર્યા વગર જ પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા હતા. અરૂણા પોતાના નામની પાછળ પતિ તરીકે પ્રવીણ ચૌહાણનું જ નામ લખાવતી હતી. આ સમયે પ્રવીણ ચૌહાણના સંતાનો પણ તેમની સાથે જ રહેતા હતા. ઘટનાના લગભગ દસેક વર્ષ પહેલાં અરૂણાએ પ્રવીણ ચૌહાણના સંતાનો સાથે ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પ્રવીણ ચૌહાણ પોલીસ વિભાગની નોકરીમાંથી નિવૃત્ત થઇ ગયા હતા. જેના પછી તેઓ મોચીનગરમાં રહેવા આવ્યા હતા. આ સમયે અરૂણા પણ તેમની સાથે ત્યાં રહેવા આવી હતી. નવા મકાનમાં રહેવા આવ્યા બાદ અરૂણાના સ્વભાવમાં કોઇ ફેરફાર ન થયો. અહીં પણ તે પ્રવીણ ચૌહાણના સંતાનો સાથે સતત ઝઘડા કર્યા રાખતી હતી અને અવારનવાર પૈસાની માંગણી કરતી હતી. એક દિવસ અરૂણાના મનની વાત તેના મોઢેથી બહાર આવી ગઇ. ઝઘડો કરતા કરતા જ તે એવું બોલી ગઇ કે હવે હું આ મકાનમાં એકલી રહેવા માંગુ છું. જો કે આના પછી પણ તેણે જ્યારે જ્યારે ઝઘડા કર્યા ત્યારે પોતે એકલી રહેવા માંગતી હોવાનું કહ્યું હતું. જ્યારે દેહવિક્રયના ધંધામાં અરૂણા ઝડપાઇ હતી ત્યારે પ્રવીણ ચૌહાણની અરૂણા સાથે છેલ્લી મુલાકાત થઇ હતી. જેના પછી ક્યારેય તેમની વચ્ચે વાત કે મુલાકાત થઇ નહોતી. પ્રવીણ ચૌહાણના આ નિવેદન બાદ પોલીસને લાગ્યું કે અરૂણાની હત્યામાં તેનો કોઇ હાથ નથી. બીજીતરફ પોલીસથી ભાગતા ફરતા અજય વાળા અને જયેશ ભરવાડ રાજકોટના લાલપરી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડી એ બન્નેને સકંજામાં લઇ લીધા હતા. હવે પોલીસે અજય વાળા, જયેશ ભરવાડ, કાજલ બંસોલ, મિતાલી વાઘેલા અને રાણી ઉર્ફે ક્રિષ્નાની કડક પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછમાં તેમણે જે ઘટસ્ફોટ કર્યા તે ખરેખર ચોંકાવનારા હતા. મકાન અને ઘરેણા માટે અરૂણાની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. જો કે પોલીસ સામે હજુ એ સવાલો ઊભા જ હતા કે અરૂણા અને હત્યારાઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા અને અરૂણાની હત્યા થઇ હોવાની જાણ પોલીસને કોણે કરી હતી? અરૂણા જ્યારે દેહવિક્રયના ગુનામાં જેલમાં ગઇ હતી ત્યારે તેનો પરિચય મિતાલી સાથે થયો હતો. મિતાલી એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહી હતી. અરૂણા અને મિતાલી જેલમાંથી જામીન પર છુટી ગયા બાદ અવાર નવાર મળતા હતા. અગાઉ હત્યાના ગુનામાં જેલમાં ગયેલો અને પેરોલ પર છૂટીને ફરાર થયેલો અજય વાળા પણ અરૂણાના સંપર્કમાં હતો. મિતાલી ઉપરાંત કાજલ, જયેશ ભરવાડ અને રાણી પણ આ ટોળકીમાં સામેલ થયા હતા. રાણી જ્યારે જામનગરના નારી વિકાસ ગૃહમાં હતી ત્યારે તે નઝમા નામની યુવતીના પરિચયમાં આવી હતી. નઝમાએ તેની મુલાકાત અજય વાળા સાથે કરાવી હતી. અજય વાળાના સંપર્કમાં આવ્યા બાદ તે મિતાલી અને કાજલ સાથે રાજકોટમાં જ રહેતી હતી. દિવાળીના તહેવાર નજીક આવતા હતા. અજય, જયેશ, મિતાલી કાજલ અને રાણી પાસે પૈસા નહોતા. તેમણે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી, કેવી રીતે કરવી તેનું પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અજય વાળાએ એક આઇડિયા આપ્યો અને સૌ તેની સાથે સહમત થઇ ગયા. અજયે પોતાના સાથીદારોને કહ્યું કે અરૂણા એકલી જ રહે છે અને તેની પાસે મકાન ઉપરાંત ઘરેણા પણ છે. જો અરૂણાની હત્યા કરી નાખીએ તો આપણે તેનું મકાન અને ઘરેણા મેળવી શકીશું. અજયની આ વાત સાંભળતા જ જયેશ, મિતાલી, કાજલ અને રાણીની આંખમાં પણ માલદાર થવાના સપના જાગ્યા. સૌએ સાથે મળીને અરૂણાની હત્યા કયા દિવસે, કેટલા વાગ્યે અને કઇ રીતે કરવી તેનો પ્લાન બનાવી લીધો. પ્લાન મુજબ એક રાતે અજય, જયેશ, મિતાલી, કાજલ અને રાણી અરૂણાના ઘરે પહોંચી ગયા હતા. ઘરમાં અંદર જઇને સૌએ અરૂણાને વાતે વળગાડી. અરૂણા જ્યારે વાતોમાં મશગૂલ હતી તે સમયે તક મળતા જ અજય અને જયેશે સાથે મળી અરૂણાને પાછળથી ચૂંદડી વડે ફાંસો દઇ દીધો. અચાનક થયેલા આ હુમલાથી અરૂણા ડઘાઇ ગઇ, જેમ જેમ ચૂંદડીનો ફાંસો મજબૂત થતો ગયો તેમ તેમ તે તરફડિયા મારવા લાગી. અંતે તેના હાથ પગ હલવાના બંધ થયા.અજય અને જયેશે ઠંડા કલેજે અરૂણાને મોતને ઘાટ ઉતારી. આ ઘટના સમયે મિતાલી, કાજલ અને રાણી સામે જ ઊભા હતા. અરૂણાની હત્યા કર્યા બાદ સૌએ ભેગા થઇને તેની લાશને ગોદડાંમાં વિંટાળીને ડબલ બેડના બોક્સમાં મુકી દીધી. જેના પછી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ મકાનનો દસ્તાવેજ લઇને ભાગી ગયા. ઘરની બહાર નીકળતી વખતે અજયે મકાનને બહારથી તાળું મારી દીધું હતું. પોલીસને અજય પાસેથી અરૂણાના મકાનનો દસ્તાવેજ, ઘરની ચાવી અને લૂંટી લીધેલા ઘરેણા મળી આવ્યા હતા. આમ આ હત્યાનો ભેદ તો ઉકેલાઇ ગયો પરંતુ હત્યા અંગે પોલીસને કોણે જાણ કરી હતી તે સવાલનો જવાબ મળવાનો બાકી હતો. પોલીસને નનામો પત્ર લખીને ફોનથી માહિતી આપનારૂં બીજું કોઇ નહીં પણ મુખ્ય સૂત્રધાર અજય વાળા પોતે જ હતો! આ હકીકત જાણીને પોલીસને પણ નવાઇ લાગી કેમ કે જે વ્યક્તિએ હત્યા અને લૂંટ કરી હોય તે પોતે જ સામેથી પોલીસને શા માટે માહિતી આપે? આ સવાલનો જવાબ છે બદલો. પોલીસે જ્યારે અજયની એકલામાં પૂછપરછ કરી તો બદલાની વાત સ્પષ્ટ થઇ ગઇ. અજયની નજર અરૂણાના મકાન પર હતી અને તેની હત્યાનો પ્લાન પણ તેણે જ બનાવ્યો હતો. અરૂણાની હત્યા કર્યા પછી મિતાલી અને કાજલ અજયની સાથે જ રહેતી હતી અને અજય જેમ કહે તેમ જ કરતી હતી પણ થોડા સમય પછી તે બન્નેએ અજયને ગણકારવાનું બંધ કરી દીધું અને તેને છોડીને પોત પોતાના ગામ જતી રહી હતી. મિતાલી અને કાજલના આવા વર્તનથી અજયને આંચકો લાગ્યો, હવે તેણે મિતાલી અને કાજલને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું. અજય હત્યાના ગુનામાં પેરોલ મેળવીને ફરાર થયો હતો, તેણે તો ફરીથી જેલમાં જવાનું જ હતું એટલે તેણે વિચાર્યું કે હું જેલમાં જઉં અને બાકી બધા શા માટે બહાર રહે? આવું વિચારીને જ તેણે પોલીસને નનામો પત્ર લખ્યો અને ફોન પણ કર્યો હતો. આમ બદલાની આગમાંને આગમાં અજયે જ પોતે જે હત્યા અને લૂંટમાં સામેલ હતો તેની જાણ પોલીસને કરી દીધી હતી. જેણે હત્યા કરી તેણે ‘બદલો’ લેવા પોલીસને જાણ કરી, પાર્ટ-1 ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *