P24 News Gujarat

આંસુ, લાઠીચાર્જ ને આશરો ગુમાવવાનું દર્દ:’દીકરીઓ સાથે ફૂટપાથ પર ઉંઘીએ છીએ, કંઈ થશે તો સરકાર જવાબદાર’; ચંડોળામાં યુદ્ધ જેવી સ્થિતિ, હાથમાં આવ્યું એ લઈ ભાગ્યા

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલા અને ઈસનપુર પોલીસની હદમાં આવતા ચંડોળા તળાવમાં 29 એપ્રિલની સવારે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ડિમોલિશનને કારણે દિવસભર મુખ્યમંત્રીથી લઈ અધિકારીઓ દોડતા રહ્યા હતા. જ્યારે હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટેની અરજી નકારી કાઢી હતી. અંદાજે 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિક દ્વારા બનાવાયેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ અંદાજે 1 લાખ ચો.મી. દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કર્યો હતો. ચંડોળા તળાવમાં રહેતા લોકો મંગળવારની સવાર પડતા જ જાણે કોઈ યુદ્ધ થવાનું હોય તેમ સામાન લઈને ભાગતા જોવા મળતા હતા. તેઓ જે સામાન આવે તે લઈને ભાગતા જોવા મળતા હતા. ઘણાને તો સામાન લેવાનો પણ સમય ન મળ્યો. મોટા ભાગના લોકો રોજનું કમાઈને રોજ ખાવા વાળા હતા. જેથી કેટલાક તો સવારે મજૂરી કરવા નીકળી ગયા હતા અને સાંજે જોયું તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ પણ વાંચો: 29 એપ્રિલે ચંડોળા તળાવ વિસ્તારમાં આખો દિવસ શું શું થયું? આ ડિમોલિશનને લઈ દિવ્ય ભાસ્કરની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી. જ્યાં અસરગ્રસ્ત પરિવાર સાથે વાતચીત કરી હતી. ઉપર આભ ને નીચે જમીન જેવી સ્થિતિમાં આવી ગયેલા આ લોકો રડતા રડતા વ્યથા વ્યક્ત કરતા હતા. એક મહિલાએ કહ્યું કે, હું મારી પાંચ યુવાન દીકરીને લઈ ફૂટપાથ પર ઉઘું છું. કંઈ થશે તો સરકારની જવાબદારી રહેશે. આ દરમિયાન બધા લોકો એક જ વાત કહી રહ્યા હતા કે, સરકારે અમારા મકાન તોડ્યા ગેરકાયદે હતા ભલે તોડ્યા કંઈ વાંધો નહીં. પરંતુ અમારી પર થોડી દયા ખાઈને સામાન લેવાનો તો ટાઈમ આપવો જોઈએને?. ભાસ્કરની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી તો નાની નાની ગલીઓમાં લોકો પોતાનો સામાન લઈને ભાગતા જોવા મળી રહ્યા હતા. કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા તો સામે પોલીસ પણ હળવો બળપ્રયોગ કરીને લોકોને કાબૂમાં લઈ રહી હતી. આ પણ વાંચો: આખા ચંડોળા પર કબજો, બાંગ્લાદેશીઓને વસાવવાનું પેકેજ આપનારા લલ્લાની ક્રાઇમકુંડળી કોઈ સંબંધીઓના ઘરે તો કોઈ ફૂટપાથના આશરે
મોટા ભાગના લોકો બડા તાલાબના મેદાનમાં સામાન લઈ જતા રહ્યા છે. પરંતુ પોલીસ તેમને ત્યાંથી પણ ભગાવી રહી છે. 10-20 ટકા લોકો તેમના સગા સંબંધીના ઘરે જતા રહ્યા છે. જે લોકો પાસે થોડા ઘણા રુપિયા છે તે લોકો અન્ય જગ્યાએ ભાડા પર રહેવા નીકળી ગયા છે. જ્યારે બાકીના લોકો ફૂટપાથ પર રહેવા મજબૂર છે. આ અંગે સ્થાનિક આસમાબેને જણાવ્યું કે, અમે છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ. અમારે હવે રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે. અમને કોઈ ઘર પણ નથી આપતું. મારા ઘરમાં મારા પતિ, બે છોકરા તેમની વહુ અને તેમના બાળકો સાથે રહીએ છીએ, ઘરનો સામાન વેર વિખેર પડ્યો છે. તેને હટાવવાનો પણ ટાઈમ નથી. સરકારને હવે અમે શું કહીએ….? લોકો જે સામાન મળ્યો તે લઈ ચંડોળા તળાવના મેદાનમાં જતા રહ્યા છે: ઝાયદાબાનુ
ઝાયદા બાનુ કહે છે કે, મારું ઘર બનાવ્યાને હજી ચાર પાંચ વર્ષ જ થયા છે. પહેલા આવ્યા તો બાંગ્લાદેશીઓને પકડીને લઈને ગયા તેનો કોઈ વાંધો નહીં, પરંતુ આ તો હવે અમારા નિર્દોષ લોકોના ઘર તોડવા આવ્યા છે. અમને ઓછામાં ઓછો 2-3 દિવસનો ટાઈમ તો આપવો જોઈએને. જેથી અમે અમારો સામાન તો નીકાળી શકીએ. અત્યારે અહીંના બધા લોકો તેમનો જે સામાન મળ્યો તે લઈને ચંડોળા તળાવના મેદાનમાં જતા રહ્યા છે. અમને જોઈશું હવે અમને ભાડાનું કોઈ ઘર મળ્યું તો ઠીક છે નહીંતર રોડ પર રહીં લઈશું. આ પણ વાંચો: અમદાવાદમાં આ રીતે ઊભું થયું મિની બાંગ્લાદેશ, મોશન ગ્રાફિક્સથી સમજો હકીકત મૂળ મહારાષ્ટ્રના અમરાવતીના શેરખાન પઠાણ કહે છે કે, હું 1972માં અમદાવાદમાં આવ્યો અને 1978માં અહીં મકાન બનાવ્યું. મારા માતા પિતાનું અહીં જ અવસાન થયું. મારી પાસે રાશન કાર્ડ સહીત ચૂંટણી કાર્ડના તમામ પુરાવા પડ્યા છે. સરકારને અમારી પર દયા કેમ ન આવી?
હુસના બાનુ કહે છે કે, પહેલા અમારી લાઈન કાપી નાખી, પછી પાણી બંધ કરી દીધું. આવી ગરમીમાં અમારા છોકરાઓ લઈને ક્યાં જઈએ. મારા ભાઈ અને તેમના છોકરાઓને 2 દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં લઈ ગયા હતા પૂછપરછ કરીને એક દિવસમાં છોડી દીધા છે. અમારો ફક્ત એક જ સવાલ છે કે સરકારને અમારી પર દયા કેમ ન આવી. કમ સે કમ અમારો સામાન તો લેવા દેવાનો ટાઈમ આપવો જોઈએને. ‘એક બે દીવસમાં તો કોઈ કરોડપતિનું પણ મકાન ખાલી નથી કરાવતા’
સ્થાનિક મહીલા પરવીન શેખે આક્રોશ સાથે કહ્યું કે, અમે જન્મથી ચંડોળા તળાવના નવાબ ચોકમાં રહીએ છીએ. પહેલા અમને અમારા સ્થાનિક નેતા શહેજાદ ખાન પઠાણ એવું કહેતા હતા કે, તમે મકાન ખાલી કરતા નહીં તમને મકાન અપાવીશું. તેઓ અમારા માટે આવીને ઉભા રહે છે. પરંતુ અત્યારે ઉપરથી તેમને પ્રેશર લાગે છે એટલે તેઓ અત્યારે સામે નથી આવી રહ્યા. ગત રાત્રે એક મહીલા પોલીસ અધિકારી આવ્યા અને અમને કહ્યું કે તમે તમારું મકાન ખાલી કરી દો નહીંતર તકલીફ થશે. એક બે દીવસમાં તો કોઈ કરોડપતિનું પણ મકાન ખાલી નથી કરાવતા. ‘વડાપ્રધાન મોદીએ તમામને જ્યાં ઝૂંપડી છે ત્યાં જ મકાન બનાવી આપ્યા છે. તો પછી અમે તો અહીં બાપ દાદાના સમયથી રહીએ છીએ. અમને અમારા ઘરનો સામાન પણ કાઢવા નથી દીધો. અત્યારે અમે રોડ પર આવી ગયા છીએ, સરકારે પહેલા અમારા માટે રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ પછી અમારા મકાન તોડવા જોઈએ. અમે દર મહીને પાંચ-છ હજાર જેટલું લાઈટ બિલ ભરીએ છીએ.’ ‘તેમનો બંગાળીઓને પકડવાનો ટાર્ગેટ નહોતો, અમને ભગાડવાનો ટાર્ગેટ હતો. પહેલા અમને બાંગ્લાદેશી કરીને લઈ ગયા હવે અમારા મકાન પર આવી ગયા છે. અમે નાનું મોટું મજુરી કામ કરીએ છીએ. અમે હવે અમારા બાળકોને લઈને ક્યાં જઈએ? ક્યાં જઈને રહીએ? અમારી કોઈ સરકારી નોકરી નથી કે અમારું પેન્શન આવે અને અમે તેમાંથી ભાડું ભરીએ. અમે રોજનું કમાઈને રોજનું ખાવા વાળા છીએ. અમે ચાર પાંચ દિવસથી ખાતા નથી, 2 દિવસમાં કોણ મકાન સેટીંગ કરી આપે? ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા તમામ લોકો ગરીબ છે. સરકાર અમને મકાનના બદલામાં મકાન આપે.’ પાંચ દીકરીને લઈ ફૂટપાથ પર ઉઘું છું, તેને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે: યાસ્મિનબેન
પાંચ બાળકીઓના માતા યાસ્મિનબેન રડતાં રડતાં કહે છે, સવારે બંગાળી વાસમાં બુલડોઝરની કાર્યવાહી ચાલતી હતી. મને કહેવામાં આવ્યું કે, ઘરમાં મારો તમામ સામાન હતો તે પણ લેવા લાયક ના રહી. 10-12 વર્ષની હતી ત્યારથી અહીં જ રહું છું. સરકાર અમારું મકાન ખાલી કરાવી રહી છે તેનો વાંધો નથી. પરંતુ અમને અમારો સામાન તો લેવા દેવો જોઈએને, અત્યારે હું મારી પાંચ દીકરી યુવાન છે અને તેમને લઈ ફૂટપાથ પર સુવ છું. તેને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે. સામાન વગર ક્યાં જઉ? ક્યાં જઈને રહું? હું નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારા ઘરમાં મારા સિવાય કોઈ કમાનારું નથી. ‘અમે બાંગ્લાદેશી નથી, ગુજરાતના રહેવાસી છીએ’
ફરીદાબાનુ શેખ જણાવે છે કે, અમે નવાબ નગરમાં 25 વર્ષથી રહીએ છીએ, અમે પ્રોપર અમદાવાદના છીએ. અમારા ઘરમાં પાંચ બાળકો પણ છે. અમે ઘણી મુશ્કેલી સાથે ઘર બનાવ્યું છે. અમને કોઈપણ નોટીસ આપ્યા વગર અમારું મકાન તોડી પાડવામાં આવ્યું છે. અમે બાંગ્લાદેશી નથી. અમે તો ગુજરાતના રહેવાસી છીએ અમને એવું હતું બંગાળીઓના મકાન તોડવામાં આવશે. પરંતુ આ તો અમારા પણ મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. અમે ક્યાં જઈને રહીએ. શેહજાદ ખાન પઠાણ જોવા પણ નથી આવ્યા: સમીર શેખ
ચંડોળા તળાવ પાસે રહેતા સમીર શેખે સ્થાનિક નેતા કોર્પોરેટર AMCમાં વિપક્ષના નેતા શેહજાદ ખાન પઠાણ પર આક્ષેપો કરતા કહ્યું કે, અમને શેહજાદ ખાન પઠાણે આશ્વાસન આપ્યું હતું કે તમારું મકાન નહીં તૂટે અને તૂટશે તો તમને મકાન ફાળવી અપાશે. પરંતુ અત્યારે જ્યારે અમારા મકાન પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તો શેહજાદ ખાન પઠાણ જોવા પણ નથી આવ્યા. તેમની ઓફિસે ગયા તો તેમનો સ્ટાફ કહે છે તેઓ હાલ નહીં મળી શકે. તંત્રએ અમને સામાન લેવાનો ટાઈમ પણ ન આપ્યો. મારા પરીવારમાં પત્ની અને બે બાળક છે. હવે અમે ક્યાં જઈને રહીએ. હું નાના હતો ત્યારથી ચંડોળા તળાવ પાસે રહીએ છીએ. વોટ લેવા તો બધા નેતા આવે છે પરંતુ અત્યારે અમારી માટે કોઈ આવીને ઉભું નથી. ‘બાંગ્લાદેશીઓને કારણે ગુજરાતીઓ હેરાન થાય છે’
ફહીમ શેખ જણાવે છે કે, આ તમામ તકલીફ બાંગ્લાદેશીઓના કારણે થાય છે. આ લોકોના કારણે અમારા જેવા નિર્દોષ ગુજરાતીઓ હેરાન પરેશાન થાય છે. પહેલા અમે બહેરામપુરામાં જમનાદાસની ચાલીમાં રહેતા હતા. મારા પિતા કેલિકો મિલમાં કામ કરતા હતા. પછી વચ્ચે અમે એકવાર અમારા વતન મધ્ય પ્રદેશના બહેરાનપુર જતા રહ્યા. 1 વર્ષનો હતો ત્યારે અમે ફરી અમદાવાદ આવ્યા ત્યારથી અમે અહીં ચંડોળા તળાવ પાસે રહીએ છીએ. અહીં બંગાળી વાસમાં બંગાળી મુસલમાનો રહેતા હોવાથી તેનું નામ જ બંગાળી વાસ રાખવામાં આવ્યું હતું. સરકાર બેટી બચાવો બેટી ભણાવોનો નારો આપે છે. પરંતુ અત્યારે અમે અમારા પત્ની અને બાળકીઓને લઈને ક્યાં જઈએ? અમારી બાળકીઓ તો રોડ પર આવી ગઈ છે. સરકાર અમને અન્ય કોઈ વિકલ્પ કરી આપે અથવા અહીં નવા મકાન બનાવી આપે તેવી અમારી માંગ છે. ‘હું રિક્ષા ચલાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું’
ઈરફાન શેખ જણાવે છે કે, મારા પિતા જ્યારે 8-10 વર્ષના હતા ત્યારે મારા દાદાની સાથે અહીં મહારાષ્ટ્રથી આવ્યા હતા. છેલ્લા 60-65 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. મારા પિતા તો ગુજરી ગયા છે મારા પરીવારમાં મારા માતા, મારી પત્ની અને ત્રણ બાળકો છે. હું રિક્ષા ચલાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. સરકાર અમારું ગેરકાયદેસરનું મકાન તોડે તેનાથી અમને કંઈ વાંધો નથી. પરંતુ અમે આટલા વર્ષોથી અહીં રહીએ છીએ તો કમસે કમ સરકાર અમને કોઈ અન્ય જગ્યાએ ઘર ફાળવી આપે તેવી અમારી માંગ છે. ઇરફાન શેખ આગળ કહે છે કે, મારા માતાને ડાયાબિટીસ, થાઈરોઈડ, બીપી સહીતની બીમારીઓ છે. તેઓ ચાલી પણ નથી શકતા અત્યારે તેઓ સતત રડી રહ્યા છે. તંત્ર કે સરકાર કોઈ પણ મકાન તોડે તો કમ સે કમ 10 થી 15 દિવસની નોટીસ આપે છે. આ તો કેટલાક પોલીસ અધિકારીઓ અચાનકથી રાત્રે આવ્યા અને કહીને ગયા કે તમે તમારું મકાન ખાલી કરી દેજો સવારમાં તૂટી જશે. ‘હું મારા પરીવારને લઈને ક્યાં જાવ?’
‘મારી 35 વર્ષની ઉંમર છે મારી પાસે જન્મનો દાખલો, સ્કૂલનું લિવિંગ સર્ટીફિકેટ, મારું ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહીતના તમામ ડોક્યુમેન્ટ મારી પાસે પડ્યા છે. હવે હું મારા આખા પરીવારને લઈને ક્યાં જાવ? ચંડોળા તળાવ વિસ્તાર સિવાય અમારી પાસે બીજું કોઈ ઘર નથી અમે ક્યાં જઈને રહીશું..? ફુટપાથ રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.’ ‘પોલીસે વેરીફીકેશન કર્યું હશે પછી જ પાસપોર્ટ બનાવી આપ્યો હશે ને?’
મીનાજુદ્દીન સૈયદ જણાવે છે કે, છેલ્લા 30-35 વર્ષથી ચંડોળા તળાવમાં નવાબ નગર પાસે રહીએ છીએ. સરકારે ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરી હોય તો તેનાથી અમને કોઈ વાંધો નથી. ઘૂસણખોરો પર કાર્યવાહી થવી જ જોઈએ અમે સરકારની સાથે જ છીએ પરંતુ અમારા જેવા નિર્દોષ પર કેમ કાર્યવાહી થઈ રહી છે. મારી પાસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહીત પાસપોર્ટ પણ પડ્યો છે. પાસપોર્ટ તો પોલીસ વેરીફીકેશન સિવાય બનતો જ નથી. પોલીસે અમારું વેરીફીકેશન કર્યું હશે પછી જ પાસપોર્ટ બનાવી આપ્યો હશે. તો પછી અમારા મકાન કેમ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. બે વર્ષથી ચંડોળા તળાવ ડેવલપ કરવાનું કામ અધ્ધરતાલ
ચંડોળા તળાવને કાંકરિયાની જેમ રિડેવલપ કરવા માટે મ્યુનિ. દ્વારા બે વર્ષ પહેલાં રૂ. 27.52 કરોડમાં ટેન્ડર બહાર પડાયું હતું. જોકે કોન્ટ્રાક્ટરે પહેલી શરત મૂકી હતી કે, પહેલાં ચંડોળા તળાવના તમામ ઝૂંપડાં દૂર કરો પછી જ ત્યાં વિકાસનાં કામ થઈ શકશે. ત્યાં સિમેન્ટની થેલી લઈ જવા માટે ટેમ્પો પણ પ્રવેશી શકે તેમ ન હતો. તેને કારણે શહેરના સૌથી મોટો વિસ્તાર ધરાવતા ચંડોળા તળાવમાં ટેન્ડર મંજૂર કર્યે બે વર્ષ થવા છતાં ત્યાં વિકાસની કોઈ ઝલક જોવા મળી ન હતી. જે કામ 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું, તેની કામગીરી 24 મહિને પણ શરૂ થઈ શકી ન હતી. તળાવની વચ્ચે આવેલા ટાપુ પર ફૂલ-છોડ લગાવવાનું આયોજન હતું. આ સિવાય ચંડોળા તળાવમાં કેટલાક સ્થળે ગજેબો બનાવાનો હતો, જેથી નાગરીકો ત્યાં બેસી શકે. ઇવેન્ટ સેન્ટર, વોકવે બનાવવાનું પણ અહીં આયોજન હતું.

​અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલા અને ઈસનપુર પોલીસની હદમાં આવતા ચંડોળા તળાવમાં 29 એપ્રિલની સવારે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ડિમોલિશનને કારણે દિવસભર મુખ્યમંત્રીથી લઈ અધિકારીઓ દોડતા રહ્યા હતા. જ્યારે હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટેની અરજી નકારી કાઢી હતી. અંદાજે 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિક દ્વારા બનાવાયેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ અંદાજે 1 લાખ ચો.મી. દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કર્યો હતો. ચંડોળા તળાવમાં રહેતા લોકો મંગળવારની સવાર પડતા જ જાણે કોઈ યુદ્ધ થવાનું હોય તેમ સામાન લઈને ભાગતા જોવા મળતા હતા. તેઓ જે સામાન આવે તે લઈને ભાગતા જોવા મળતા હતા. ઘણાને તો સામાન લેવાનો પણ સમય ન મળ્યો. મોટા ભાગના લોકો રોજનું કમાઈને રોજ ખાવા વાળા હતા. જેથી કેટલાક તો સવારે મજૂરી કરવા નીકળી ગયા હતા અને સાંજે જોયું તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ પણ વાંચો: 29 એપ્રિલે ચંડોળા તળાવ વિસ્તારમાં આખો દિવસ શું શું થયું? આ ડિમોલિશનને લઈ દિવ્ય ભાસ્કરની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી. જ્યાં અસરગ્રસ્ત પરિવાર સાથે વાતચીત કરી હતી. ઉપર આભ ને નીચે જમીન જેવી સ્થિતિમાં આવી ગયેલા આ લોકો રડતા રડતા વ્યથા વ્યક્ત કરતા હતા. એક મહિલાએ કહ્યું કે, હું મારી પાંચ યુવાન દીકરીને લઈ ફૂટપાથ પર ઉઘું છું. કંઈ થશે તો સરકારની જવાબદારી રહેશે. આ દરમિયાન બધા લોકો એક જ વાત કહી રહ્યા હતા કે, સરકારે અમારા મકાન તોડ્યા ગેરકાયદે હતા ભલે તોડ્યા કંઈ વાંધો નહીં. પરંતુ અમારી પર થોડી દયા ખાઈને સામાન લેવાનો તો ટાઈમ આપવો જોઈએને?. ભાસ્કરની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી તો નાની નાની ગલીઓમાં લોકો પોતાનો સામાન લઈને ભાગતા જોવા મળી રહ્યા હતા. કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા તો સામે પોલીસ પણ હળવો બળપ્રયોગ કરીને લોકોને કાબૂમાં લઈ રહી હતી. આ પણ વાંચો: આખા ચંડોળા પર કબજો, બાંગ્લાદેશીઓને વસાવવાનું પેકેજ આપનારા લલ્લાની ક્રાઇમકુંડળી કોઈ સંબંધીઓના ઘરે તો કોઈ ફૂટપાથના આશરે
મોટા ભાગના લોકો બડા તાલાબના મેદાનમાં સામાન લઈ જતા રહ્યા છે. પરંતુ પોલીસ તેમને ત્યાંથી પણ ભગાવી રહી છે. 10-20 ટકા લોકો તેમના સગા સંબંધીના ઘરે જતા રહ્યા છે. જે લોકો પાસે થોડા ઘણા રુપિયા છે તે લોકો અન્ય જગ્યાએ ભાડા પર રહેવા નીકળી ગયા છે. જ્યારે બાકીના લોકો ફૂટપાથ પર રહેવા મજબૂર છે. આ અંગે સ્થાનિક આસમાબેને જણાવ્યું કે, અમે છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ. અમારે હવે રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે. અમને કોઈ ઘર પણ નથી આપતું. મારા ઘરમાં મારા પતિ, બે છોકરા તેમની વહુ અને તેમના બાળકો સાથે રહીએ છીએ, ઘરનો સામાન વેર વિખેર પડ્યો છે. તેને હટાવવાનો પણ ટાઈમ નથી. સરકારને હવે અમે શું કહીએ….? લોકો જે સામાન મળ્યો તે લઈ ચંડોળા તળાવના મેદાનમાં જતા રહ્યા છે: ઝાયદાબાનુ
ઝાયદા બાનુ કહે છે કે, મારું ઘર બનાવ્યાને હજી ચાર પાંચ વર્ષ જ થયા છે. પહેલા આવ્યા તો બાંગ્લાદેશીઓને પકડીને લઈને ગયા તેનો કોઈ વાંધો નહીં, પરંતુ આ તો હવે અમારા નિર્દોષ લોકોના ઘર તોડવા આવ્યા છે. અમને ઓછામાં ઓછો 2-3 દિવસનો ટાઈમ તો આપવો જોઈએને. જેથી અમે અમારો સામાન તો નીકાળી શકીએ. અત્યારે અહીંના બધા લોકો તેમનો જે સામાન મળ્યો તે લઈને ચંડોળા તળાવના મેદાનમાં જતા રહ્યા છે. અમને જોઈશું હવે અમને ભાડાનું કોઈ ઘર મળ્યું તો ઠીક છે નહીંતર રોડ પર રહીં લઈશું. આ પણ વાંચો: અમદાવાદમાં આ રીતે ઊભું થયું મિની બાંગ્લાદેશ, મોશન ગ્રાફિક્સથી સમજો હકીકત મૂળ મહારાષ્ટ્રના અમરાવતીના શેરખાન પઠાણ કહે છે કે, હું 1972માં અમદાવાદમાં આવ્યો અને 1978માં અહીં મકાન બનાવ્યું. મારા માતા પિતાનું અહીં જ અવસાન થયું. મારી પાસે રાશન કાર્ડ સહીત ચૂંટણી કાર્ડના તમામ પુરાવા પડ્યા છે. સરકારને અમારી પર દયા કેમ ન આવી?
હુસના બાનુ કહે છે કે, પહેલા અમારી લાઈન કાપી નાખી, પછી પાણી બંધ કરી દીધું. આવી ગરમીમાં અમારા છોકરાઓ લઈને ક્યાં જઈએ. મારા ભાઈ અને તેમના છોકરાઓને 2 દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં લઈ ગયા હતા પૂછપરછ કરીને એક દિવસમાં છોડી દીધા છે. અમારો ફક્ત એક જ સવાલ છે કે સરકારને અમારી પર દયા કેમ ન આવી. કમ સે કમ અમારો સામાન તો લેવા દેવાનો ટાઈમ આપવો જોઈએને. ‘એક બે દીવસમાં તો કોઈ કરોડપતિનું પણ મકાન ખાલી નથી કરાવતા’
સ્થાનિક મહીલા પરવીન શેખે આક્રોશ સાથે કહ્યું કે, અમે જન્મથી ચંડોળા તળાવના નવાબ ચોકમાં રહીએ છીએ. પહેલા અમને અમારા સ્થાનિક નેતા શહેજાદ ખાન પઠાણ એવું કહેતા હતા કે, તમે મકાન ખાલી કરતા નહીં તમને મકાન અપાવીશું. તેઓ અમારા માટે આવીને ઉભા રહે છે. પરંતુ અત્યારે ઉપરથી તેમને પ્રેશર લાગે છે એટલે તેઓ અત્યારે સામે નથી આવી રહ્યા. ગત રાત્રે એક મહીલા પોલીસ અધિકારી આવ્યા અને અમને કહ્યું કે તમે તમારું મકાન ખાલી કરી દો નહીંતર તકલીફ થશે. એક બે દીવસમાં તો કોઈ કરોડપતિનું પણ મકાન ખાલી નથી કરાવતા. ‘વડાપ્રધાન મોદીએ તમામને જ્યાં ઝૂંપડી છે ત્યાં જ મકાન બનાવી આપ્યા છે. તો પછી અમે તો અહીં બાપ દાદાના સમયથી રહીએ છીએ. અમને અમારા ઘરનો સામાન પણ કાઢવા નથી દીધો. અત્યારે અમે રોડ પર આવી ગયા છીએ, સરકારે પહેલા અમારા માટે રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ પછી અમારા મકાન તોડવા જોઈએ. અમે દર મહીને પાંચ-છ હજાર જેટલું લાઈટ બિલ ભરીએ છીએ.’ ‘તેમનો બંગાળીઓને પકડવાનો ટાર્ગેટ નહોતો, અમને ભગાડવાનો ટાર્ગેટ હતો. પહેલા અમને બાંગ્લાદેશી કરીને લઈ ગયા હવે અમારા મકાન પર આવી ગયા છે. અમે નાનું મોટું મજુરી કામ કરીએ છીએ. અમે હવે અમારા બાળકોને લઈને ક્યાં જઈએ? ક્યાં જઈને રહીએ? અમારી કોઈ સરકારી નોકરી નથી કે અમારું પેન્શન આવે અને અમે તેમાંથી ભાડું ભરીએ. અમે રોજનું કમાઈને રોજનું ખાવા વાળા છીએ. અમે ચાર પાંચ દિવસથી ખાતા નથી, 2 દિવસમાં કોણ મકાન સેટીંગ કરી આપે? ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા તમામ લોકો ગરીબ છે. સરકાર અમને મકાનના બદલામાં મકાન આપે.’ પાંચ દીકરીને લઈ ફૂટપાથ પર ઉઘું છું, તેને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે: યાસ્મિનબેન
પાંચ બાળકીઓના માતા યાસ્મિનબેન રડતાં રડતાં કહે છે, સવારે બંગાળી વાસમાં બુલડોઝરની કાર્યવાહી ચાલતી હતી. મને કહેવામાં આવ્યું કે, ઘરમાં મારો તમામ સામાન હતો તે પણ લેવા લાયક ના રહી. 10-12 વર્ષની હતી ત્યારથી અહીં જ રહું છું. સરકાર અમારું મકાન ખાલી કરાવી રહી છે તેનો વાંધો નથી. પરંતુ અમને અમારો સામાન તો લેવા દેવો જોઈએને, અત્યારે હું મારી પાંચ દીકરી યુવાન છે અને તેમને લઈ ફૂટપાથ પર સુવ છું. તેને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે. સામાન વગર ક્યાં જઉ? ક્યાં જઈને રહું? હું નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારા ઘરમાં મારા સિવાય કોઈ કમાનારું નથી. ‘અમે બાંગ્લાદેશી નથી, ગુજરાતના રહેવાસી છીએ’
ફરીદાબાનુ શેખ જણાવે છે કે, અમે નવાબ નગરમાં 25 વર્ષથી રહીએ છીએ, અમે પ્રોપર અમદાવાદના છીએ. અમારા ઘરમાં પાંચ બાળકો પણ છે. અમે ઘણી મુશ્કેલી સાથે ઘર બનાવ્યું છે. અમને કોઈપણ નોટીસ આપ્યા વગર અમારું મકાન તોડી પાડવામાં આવ્યું છે. અમે બાંગ્લાદેશી નથી. અમે તો ગુજરાતના રહેવાસી છીએ અમને એવું હતું બંગાળીઓના મકાન તોડવામાં આવશે. પરંતુ આ તો અમારા પણ મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. અમે ક્યાં જઈને રહીએ. શેહજાદ ખાન પઠાણ જોવા પણ નથી આવ્યા: સમીર શેખ
ચંડોળા તળાવ પાસે રહેતા સમીર શેખે સ્થાનિક નેતા કોર્પોરેટર AMCમાં વિપક્ષના નેતા શેહજાદ ખાન પઠાણ પર આક્ષેપો કરતા કહ્યું કે, અમને શેહજાદ ખાન પઠાણે આશ્વાસન આપ્યું હતું કે તમારું મકાન નહીં તૂટે અને તૂટશે તો તમને મકાન ફાળવી અપાશે. પરંતુ અત્યારે જ્યારે અમારા મકાન પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તો શેહજાદ ખાન પઠાણ જોવા પણ નથી આવ્યા. તેમની ઓફિસે ગયા તો તેમનો સ્ટાફ કહે છે તેઓ હાલ નહીં મળી શકે. તંત્રએ અમને સામાન લેવાનો ટાઈમ પણ ન આપ્યો. મારા પરીવારમાં પત્ની અને બે બાળક છે. હવે અમે ક્યાં જઈને રહીએ. હું નાના હતો ત્યારથી ચંડોળા તળાવ પાસે રહીએ છીએ. વોટ લેવા તો બધા નેતા આવે છે પરંતુ અત્યારે અમારી માટે કોઈ આવીને ઉભું નથી. ‘બાંગ્લાદેશીઓને કારણે ગુજરાતીઓ હેરાન થાય છે’
ફહીમ શેખ જણાવે છે કે, આ તમામ તકલીફ બાંગ્લાદેશીઓના કારણે થાય છે. આ લોકોના કારણે અમારા જેવા નિર્દોષ ગુજરાતીઓ હેરાન પરેશાન થાય છે. પહેલા અમે બહેરામપુરામાં જમનાદાસની ચાલીમાં રહેતા હતા. મારા પિતા કેલિકો મિલમાં કામ કરતા હતા. પછી વચ્ચે અમે એકવાર અમારા વતન મધ્ય પ્રદેશના બહેરાનપુર જતા રહ્યા. 1 વર્ષનો હતો ત્યારે અમે ફરી અમદાવાદ આવ્યા ત્યારથી અમે અહીં ચંડોળા તળાવ પાસે રહીએ છીએ. અહીં બંગાળી વાસમાં બંગાળી મુસલમાનો રહેતા હોવાથી તેનું નામ જ બંગાળી વાસ રાખવામાં આવ્યું હતું. સરકાર બેટી બચાવો બેટી ભણાવોનો નારો આપે છે. પરંતુ અત્યારે અમે અમારા પત્ની અને બાળકીઓને લઈને ક્યાં જઈએ? અમારી બાળકીઓ તો રોડ પર આવી ગઈ છે. સરકાર અમને અન્ય કોઈ વિકલ્પ કરી આપે અથવા અહીં નવા મકાન બનાવી આપે તેવી અમારી માંગ છે. ‘હું રિક્ષા ચલાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું’
ઈરફાન શેખ જણાવે છે કે, મારા પિતા જ્યારે 8-10 વર્ષના હતા ત્યારે મારા દાદાની સાથે અહીં મહારાષ્ટ્રથી આવ્યા હતા. છેલ્લા 60-65 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. મારા પિતા તો ગુજરી ગયા છે મારા પરીવારમાં મારા માતા, મારી પત્ની અને ત્રણ બાળકો છે. હું રિક્ષા ચલાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. સરકાર અમારું ગેરકાયદેસરનું મકાન તોડે તેનાથી અમને કંઈ વાંધો નથી. પરંતુ અમે આટલા વર્ષોથી અહીં રહીએ છીએ તો કમસે કમ સરકાર અમને કોઈ અન્ય જગ્યાએ ઘર ફાળવી આપે તેવી અમારી માંગ છે. ઇરફાન શેખ આગળ કહે છે કે, મારા માતાને ડાયાબિટીસ, થાઈરોઈડ, બીપી સહીતની બીમારીઓ છે. તેઓ ચાલી પણ નથી શકતા અત્યારે તેઓ સતત રડી રહ્યા છે. તંત્ર કે સરકાર કોઈ પણ મકાન તોડે તો કમ સે કમ 10 થી 15 દિવસની નોટીસ આપે છે. આ તો કેટલાક પોલીસ અધિકારીઓ અચાનકથી રાત્રે આવ્યા અને કહીને ગયા કે તમે તમારું મકાન ખાલી કરી દેજો સવારમાં તૂટી જશે. ‘હું મારા પરીવારને લઈને ક્યાં જાવ?’
‘મારી 35 વર્ષની ઉંમર છે મારી પાસે જન્મનો દાખલો, સ્કૂલનું લિવિંગ સર્ટીફિકેટ, મારું ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહીતના તમામ ડોક્યુમેન્ટ મારી પાસે પડ્યા છે. હવે હું મારા આખા પરીવારને લઈને ક્યાં જાવ? ચંડોળા તળાવ વિસ્તાર સિવાય અમારી પાસે બીજું કોઈ ઘર નથી અમે ક્યાં જઈને રહીશું..? ફુટપાથ રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.’ ‘પોલીસે વેરીફીકેશન કર્યું હશે પછી જ પાસપોર્ટ બનાવી આપ્યો હશે ને?’
મીનાજુદ્દીન સૈયદ જણાવે છે કે, છેલ્લા 30-35 વર્ષથી ચંડોળા તળાવમાં નવાબ નગર પાસે રહીએ છીએ. સરકારે ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરી હોય તો તેનાથી અમને કોઈ વાંધો નથી. ઘૂસણખોરો પર કાર્યવાહી થવી જ જોઈએ અમે સરકારની સાથે જ છીએ પરંતુ અમારા જેવા નિર્દોષ પર કેમ કાર્યવાહી થઈ રહી છે. મારી પાસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહીત પાસપોર્ટ પણ પડ્યો છે. પાસપોર્ટ તો પોલીસ વેરીફીકેશન સિવાય બનતો જ નથી. પોલીસે અમારું વેરીફીકેશન કર્યું હશે પછી જ પાસપોર્ટ બનાવી આપ્યો હશે. તો પછી અમારા મકાન કેમ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. બે વર્ષથી ચંડોળા તળાવ ડેવલપ કરવાનું કામ અધ્ધરતાલ
ચંડોળા તળાવને કાંકરિયાની જેમ રિડેવલપ કરવા માટે મ્યુનિ. દ્વારા બે વર્ષ પહેલાં રૂ. 27.52 કરોડમાં ટેન્ડર બહાર પડાયું હતું. જોકે કોન્ટ્રાક્ટરે પહેલી શરત મૂકી હતી કે, પહેલાં ચંડોળા તળાવના તમામ ઝૂંપડાં દૂર કરો પછી જ ત્યાં વિકાસનાં કામ થઈ શકશે. ત્યાં સિમેન્ટની થેલી લઈ જવા માટે ટેમ્પો પણ પ્રવેશી શકે તેમ ન હતો. તેને કારણે શહેરના સૌથી મોટો વિસ્તાર ધરાવતા ચંડોળા તળાવમાં ટેન્ડર મંજૂર કર્યે બે વર્ષ થવા છતાં ત્યાં વિકાસની કોઈ ઝલક જોવા મળી ન હતી. જે કામ 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું, તેની કામગીરી 24 મહિને પણ શરૂ થઈ શકી ન હતી. તળાવની વચ્ચે આવેલા ટાપુ પર ફૂલ-છોડ લગાવવાનું આયોજન હતું. આ સિવાય ચંડોળા તળાવમાં કેટલાક સ્થળે ગજેબો બનાવાનો હતો, જેથી નાગરીકો ત્યાં બેસી શકે. ઇવેન્ટ સેન્ટર, વોકવે બનાવવાનું પણ અહીં આયોજન હતું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *