P24 News Gujarat

મહાગુજરાતના શહીદો અમને માફ કરજો:મહારાષ્ટ્રે લડવૈયાઓનું સન્માન જાળવ્યું, ગુજરાતમાં દયનીય હાલત; ઇન્દુચાચાનું ઘર વેચાયું, આશ્રમ ખંડેર બન્યો

ગુજરાત માટે સામી છાતીએ ગોળી ખાઇને જીવનું બલિદાન આપી દેનારા લડવૈયાનું ઋણ ચૂકવવામાં ઉણાં ઉતર્યા છીએ. મહાગુજરાત આંદોલનના શહીદોની યાદમાં અમદાવાદમાં 5-7 ફૂટની નાનકડી જગ્યામાં બનાવવામાં આવેલા સ્મૃતિચિહ્ર દયનીય હાલતમાં છે. તેની તુલનાએ મહારાષ્ટ્રે તેના લડવૈયાઓ માટે અદભૂત સ્મારક બનાવ્યું છે. એટલું જ નહીં મહાગુજરાતના ભીષ્મ પિતામહ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે સંકળાયેલા સ્મારકોની પણ દરકાર લેવામાં આવી નથી. નડિયાદનું તેમનું ઘર વેચાઇ ગયું છે એટલું જ નહીં નૈનપુરનો આશ્રમ સાવ ખંડર હાલતમાં છે. આજે આપણું ગુજરાત રાજ્ય 65 વર્ષનું થયું. 1લી મે 1960ના રોજ ભાષાને આધારે અલગ સ્થપાયેલું ગુજરાત રાજ્ય આપણને કંઇ એમ જ નથી મળ્યું. દ્બિભાષી મુંબઈમાંથી અલગ રાજ્ય માટે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં એક સાથે આંદોલન થયા હતા અને એક સાથે બંને રાજ્યોની રચના થઈ હતી. આ માટેની લડાઈમાં ગુજરાતમાં 24 લોકો જ્યારે મહારાષ્ટ્રમાં 106 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત ના સ્થાપના દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર આજથી ખાસ સિરીઝ ‘મહાગુજરાતની મહાગાથા’ લઇને આવ્યું છે. જેના પહેલા એપિસોડમાં આજે વાંચો ભૂલાયેલા લડવૈયાઓની વાત. મહાગુજરાત આંદોલનની વાત આવે ત્યારે સૌથી પહેલો એક ચહેરો આવે તે છે ઇન્દુલાલ યાજ્ઞિક. આજે આપણે ગુજરાત સ્થાપના દિવસનું ગૌરવ તો લઇએ છીએ પણ નડિયાદના સપૂત ઇન્દુલાલ યાજ્ઞિક સાથે જોડાયેલી યાદો ભૂલાઇ રહી છે. ઇન્દુ ચાચાનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘર આજે કેવું છે અને કોની પાસે છે? ઇન્દુ ચાચાએ નેનપુરમાં સ્થાપેલો આશ્રમ કેવી હાલતમાં છે? જન્મભૂમિ નડિયાદમાં મુકાયેલી તેમની પ્રતિમાની હાલત કેવી છે? તેમના સ્વજનો શું કરી રહ્યા છે? એ પણ જાણવું જરૂરી છે. પ્રતિમા સુધી જવા માટે રસ્તો શોધવો પડે
આ માટે દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલી ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મભૂમિ એવા નડિયાદમાં પહોંચી. નડિયાદ પહોંચ્યા પછી સંતરામ મંદિરની બહાર આવેલાં તેમના પૂર્ણ કદની પ્રતિમા સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે જ્યાં તેમની પ્રતિમા છે તે જગ્યા પર પાથરણાં અને લારી ગલ્લાવાળાએ પોતાનું આધિપત્ય જમાવી દીધું છે. પ્રતિમા સુધી પહોંચવા માટે તમારે રીતસર રસ્તો શોધવો પડે. એ શોધ્યા પછી પણ તમારે સીડી દ્વારા પ્રતિમા સુધી પહોંચવા મથામણ કરવી પડે કેમ કે અહીં સ્ટોલ ધારકોએ સીડી પર માલ સામાન મુકીને રીતસરનો અડિંગો જમાવી દીધો છે. ઇન્દુલાલ યાજ્ઞિકનું ઘરે વેચાઇ ગયું છે
અહીંની મુલાકાત લીધા પછી દિવ્ય ભાસ્કરની ટીમ ઝઘડિયા પોળમાં પહોંચી. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ જે મકાનમાં થયો હતો તે મકાન આ ઝઘડિયા પોળમાં આવેલું છે. કેસરી રંગના ગેટમાંથી પસાર થઇને દિવ્ય ભાસ્કરની ટીમ ઇન્દુલાલ યાજ્ઞિકના મકાન પર પહોંચી. મકાન પાસે પહોંચતાં જ કથ્થઇ રંગની બોર્ડરવાળી એક ફ્રેમ દેખાઇ. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિકના ફોટો સાથે તેમના યોગદાન વિશેની માહિતી જોવા મળી. જો કે ઘરની જ્યારે મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ઘર હાલમાં બંધ હાલતમાં છે અને આ મકાનની માલિકી ખાનગી વ્યક્તિ પાસે છે. હાલમાં આ મકાન તેના મૂળ સ્વરૂપ કરતાં તો આજે તદ્દન અલગ જ સ્વરૂપમાં જોવા મળ્યું. આ દરમિયાન અમારી મુલાકાત ઇન્દુલાલ યાજ્ઞિકના કાકાના દીકરાના દીકરા નિરજ કુલિનચંદ્ર યાજ્ઞિક સાથે થઈ. આ મુલાકાત દરમિયાન નિરજ યાજ્ઞિકે અત્યાર સુધી ક્યાંય કંડારવામાં ન આવ્યાં હોય તેવા કિસ્સા વર્ણવ્યા હતા. આ કિસ્સા નિરજ યાજ્ઞિકના શબ્દોમાં…. કિસ્સોઃ1
આમ તો ઇન્દુલાલ યાજ્ઞિક વિશે તો ઘણાં બઘા લોકોએ ઘણું કહ્યું છે એટલે મારે એ બાબતે નથી કહેવું પણ હું આપને તેમના જીવનના બે પારિવારિક કિસ્સા વર્ણવું છું. જેમ મારા પિતાજી તેમના પિતરાઇ ભાઇ થાય છે તેવી જ રીતે તેમના બીજા પણ પિતરાઇ ભાઇ હતા, જે મણિનગરમાં રહેતા. તેઓ ખાસ્સું ફરેલા અને કમાયેલા પણ. તેઓ 1940ના વર્ષમાં ઇંગ્લેન્ડ ફરવા ગયા હતા, એ સમયની વાત છે. તેમણે ગરમ કપડાં બનાવડાવ્યાં હતા. એક વખત શિયાળાની કડકડતી રાત્રિના દિવસોમાં ઇન્દુલાલ યાજ્ઞિક વિરેન્દ્રભાઇને ત્યાં આવ્યાં હતા એટલે તેમણે વિરેન્દ્રભાઇને કહ્યું વિરૂ આજે તારે ત્યાં જમવાનું છે. વિરુભાઇને ત્યાં તેઓ જમ્યાં. આ સમયે ખૂબ જ વધારે ઠંડી હતી. સામાન્ય રીતે તો ઇન્દુલાલ અડધી બાંયના વસ્ત્રો પહેરતાં હતા એટલે વિરેન્દ્રભાઇએ તેમને કહ્યું કે હું ઇંગ્લેન્ડમાં હતો એ સમયના મારા ગરમ કપડાં પડ્યાં છે તો તેમાંનો એક ગરમ કોટ તમને આપું તો તમે લેશો? તમે જુઓ કે મોટાભાઇને હું તમને કોટ આપું છું એવું ન કહેવાય એમને પૂછવું પડે કે તમે લેશો? હવે તમે મોટાભાઇ એટલે કે ઇન્દુલાલનો જવાબ જુઓ તેમણે કહ્યું વિરૂ હું કોટ લઉં તો તને ગમશે? એટલે વિરૂએ કહ્યું કે હા, મને ગમશે. એ પછી વિરૂભાઇએ ઇન્દુલાલને કોટ આપ્યો અને તેમણે કોટ લીધો પણ ખરો. જેના પછી એ કોટ પહેરીને ઇન્દુલાલ ત્યાંથી નીકળ્યા. ઇન્દુલાલ જેવા બંગલાની બહાર નીકળ્યા કે તેમણે ફૂટપાથ પર એક શ્રમિકના કુટુંબને જોયું ને તરત જ તેમણે પોતે પહેરેલો કોટ આપી દીધો અને ત્યાંથી આગળ નીકળી ગયા. આને ત્યાગ કહેવાય એવું અમે માનીએ છીએ. કિસ્સોઃ2
ઇન્દુલાલ યાજ્ઞિકના નડિયાદના સહાધ્યાયી અમદાવાદના ખાડિયામાં રહેતા હતા. ઇન્દુલાલને ઘણીવાર મુંબઇ જવાનું થતું એટલે સવારની વહેલી ટ્રેન પકડવાની થતી. તેઓ ઘણીવાર તેમના આ સહાધ્યાયીને ત્યાં જઇને રાત રહેતા હતા. તેમણે અહીં રહેવા પાછળનું કારણ આપ્યું હતું કે તારે ત્યાં રહું તો રેલવે સ્ટેશન સુધી ચાલીને જવાય છે. મારે જવું હોય તો ગમે તે રિક્ષામાં બેસી જઉં પણ કોઇ રિક્ષાવાળો મારી પાસેથી પૈસા નથી લેતો એટલે સવાર સવારમાં મારે એની બોણી તોડવાની? એના કરતાં ટાંટિયા તોડું તો શું ખોટું? એટલે તેઓ નાનામાં નાની બાબત વિશે પણ પહેલાં સામે વાળાનું વિચારતાં હતા. આ 2 કિસ્સા કહ્યા બાદ નિરજ યાજ્ઞિકે વાતને આગળ વધારી. તેમણે કહ્યું, તેમને એટલો બધો વૈરાગ્ય હતો કે તેઓ કહેતાં કે હું કમાઉં જ શું છું કે હું મારી પાસે રાખી શકું, મને કોઈ વસ્તુઓનો હક્ક જ નથી. જરૂરિયાતથી વધારે વસ્તુઓ ન રાખવી એવી રીતે તેઓ જીવતા હતા. આના પરિણામે તેમની કોઇ જ વસ્તુઓ રહી નથી. જે રહી ગયા છે તે તેમના સ્મૃતિ સ્મરણો છે. તેમને ઇચ્છા થતી ત્યારે તેઓ કુટુંબીજનોના ઘરે પણ આવી જતાં હતા. જાણે કે તેઓ ક્યારેય છુટા પડ્યાં જ નથી એટલા સ્નેહ અને જાણકારીથી તેઓ વાતચીત કરતા હતા. તેમનું વ્યવહારિક પાસું એ પણ હતું કે જેની સાથે પ્રેમ છે તેમની ખબર પણ તેઓ રાખતા હતા. જે અમને વારસામાં આપતાં ગયા છે. ઇન્દુલાલ સાથે એક જ વાર મુલાકાત થઇ હતી
ઇન્દુલાલ સાથે નિરજ યાજ્ઞિકની ફક્ત એક જ વાર મુલાકાત થઇ હતી. આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે, એ મુલાકાતમાં તેઓ એક જાહેર વ્યક્તિ હતા તે રીતે તેમને મળ્યો હતો, તેમના કુટુંબી તરીકે નહીં. એ વખતે ભરૂચમાં ખૂબ જ સરસ નાટકનું આયોજન થયું હતું. આ જ દિવસે તેઓ ભરૂચમાં હતા અને સાંજના સમયે નાટક જોવા આવ્યા હતા. તેમની મુલાકાત સમયે મારા પિતાજી પણ તેમની સાથે હતા એટલે હું મુલાકાત કરવા માટે ગયો હતો. જ્યાં તેમને પગે લાગ્યો હતો. બસ આ એક જ મુલાકાત થઇ બાકી વઘારે સમય સુધી તેમની સાથે રહેવાનું સૌભાગ્ય મને નથી મળ્યું. પિતાજીના માસા તરફથી ઘર મળ્યું હતું
ઇન્દુલાલ યાજ્ઞિકનું નડિયાદમાં આવેલું ઘર કેવી સ્થિતિમાં છે તેનો ઉલ્લેખ કરતા નિરજ યાજ્ઞિકે જણાવ્યું કે, ઇન્દુલાલને જે ઘર વારસામાં મળ્યું હતું તે તેમના પિતાજીના માસા તરફથી મળ્યું હતું. એવું બન્યું હતું કે જ્યારે ઇન્દુલાલ અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં પડ્યાં ત્યારે તેઓ ખૂબ જ ઉગ્ર વિરોધ કરતા હતા. મહાગુજરાતમાં જેટલી ઉગ્રતા હતી તેના કરતાં પણ ખૂબ જ વધારે ઉગ્રતા અંગ્રેજો સામે હતી. તેમને એવી આશંકા હતી કે અંગ્રેજ સરકારે તેમને જે રીતે 4થી 5 જિલ્લામાંથી તડીપાર કર્યા છે તો કદાચ મિલકત પણ જપ્ત કરી લે એટલે તેમણે પૈતૃક મિલકતમાંથી પોતાનું નામ કાઢી નાંખીને એ મિલકત તેમના ભાઇને આપી દીધી હતી. એ એવું વિચારતાં હતા કે મારે તો કંઇ છે નહીં અને મિલકત સરકાર ખાઇ જાય, તેના કરતાં મારું કુટુંબ શું ખોટું છે. તેમના ભાઇએ પણ આ મિલકત ઇન્દુલાલની છે. એ રીતે જ સાચવીને રાખી હતી. જાળવણી થઇ શકે તેમ ન હોવાથી ઘર વેચી દીધું
ઇન્દુલાલની આ ઐતિહાસિક પ્રોપર્ટીને પરિવારે શા માટે વેચી દીધી તેનું કારણ જણાવતા નિરજ યાજ્ઞિક બોલ્યા, તેમના નાના ભાઇ આર.કે.યાજ્ઞિક કે જેમના નામે રાજકોટમાં ડૉ. યાજ્ઞિક રોડ છે, તેમણે રાજકોટને પોતાનું વતન માની લીધું. નડિયાદમાં જે મિલકત ભાગમાં આવી એ તેમણે વેચી દીધી કેમ કે તેની જાળવણી કોઇ કરી શકે તેમ નહોતું. પરિવારના સભ્ય તરીકે સ્મારક થાય તો તે કોને ન ગમે? પણ આ બાબતમાં અમે ઉગ્ર વિચાર બતાવવાના મતમાં નથી કેમ કે ઈન્દુલાલ લોકોના મનમાં છે જ. મારા કહેવાથી કંઇ બદલાવ થવાનો નથી. જો કે હાલમાં આ પ્રોપર્ટી કોને વેચવામાં આવી છે એ મને ખ્યાલ નથી.તેમની આ પ્રોપર્ટીની જાળવણી કરવા અંગે સરકારને જ્યારે યાદ આવે ત્યારે પણ અમારા લાંબા ગાળાના આયોજનમાં તો છે જ. અત્યારે પણ કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસમાં આ સ્થળ જોવા આવે છે પણ ખૂબ ઓછા પ્રમાણમાં અહીં આવું સ્થળ છે એની જાણ છે એટલે સરકાર પ્રયત્નો કરે તો વધુ લોકો સુધી પણ આ વાત પહોંચી શકે. નિરજ યાજ્ઞિકે કહ્યું, આજે લોકો ઈન્દુલાલને ભૂલી ગયા છે એવું નથી. એમની ખરી ઓળખ ધગશ હતી. એમણે જે કંઇ રાજનીતિ કરી હોય તેમા કૂટનીતિ કરતાં ઘગશ વધારે હતી. તેમનામાં દેશપ્રેમ પણ ખૂબ જ હતો. સંતરામ મંદિર બહાર ઇન્દુલાલની મુકાયેલી પ્રતિમાને ત્યાંથી ખસેડવાની માંગ થોડા સમય પહેલાં કરાઇ હતી. આ વિશે નિરજ યાજ્ઞિકે કહ્યું કે, આજે તે પ્રતિમા ઢંકાઇ ગઇ છે. ત્યાં સ્ટોલ લગાવનારાઓનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તો પણ એ ઇન્દુચાચાના જીવનનો મહત્વનો એક હેતુ હતો. આખા સમાજનો નહીં પરંતુ ત્યાં રહેલાં ચારેક લોકોનો પણ વિકાસ થાય તો પણ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે. હસિત મહેતા સાહિત્યકાર છે અને નડિયાદમાં રહે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઇન્દુચાચાની યાદગીરી પાર્ટ ટાઇમ ન રહેતા કાયમી રહે તે જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાયમી સ્મારક બને તેવી માંગ
હસિત મહેતાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ઇન્દુ ચાચા બહુમુખી પ્રતિભા હતા. તેઓ માત્ર સમાજ સેવક નહોતા, માત્ર સ્વતંત્રતા સેનાની નહોતા, એ માત્ર પત્રકાર નહોતા કે પછી એ માત્ર લેખક નહોતા. તેમણે અનેક જીવનના કામો એક જીવનમાં કર્યા છે. એમનું અવતાર કાર્ય સામાન્ય માનવી કરતા ઉંચેરું છે. સમાજે, સરકારે અને તેના જ્ઞાતિજનો, સાહિત્યની સંસ્થાઓએ આ દરેકે દરેકે સાથે મળીને તેમના કાયમી સ્મારકનો વિચાર કરવો જોઇએ. એમનો જ્યાં જન્મ થયો હતો તે ઓરડો અને ઘર હજી પણ છે. નહીંતર તો આટલા વર્ષોમાં તે ઘર પાડીને નવું કંઇક થઇ ગયું હોત. તેના મકાન માલિકે હજી તે મકાન પાડી નથી દીધું. હાલમાં આ મકાન છે છતાં સમાજ, સરકાર, સંસ્થાઓ આ બધા જ લોકો બેસી રહ્યા છે. તેમનું કાયમી સ્મારક બનવું જોઇએ તેવી મારી ભાવના છે. હસિત મહેતાના મતે, ઇન્દુલાલ યાજ્ઞિકની 6 ભાગની આત્મકથામાં ગુજરાતની આત્મકથાનું સ્થાન ખૂબ જ ઉપર છે. મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગોની આત્મકથા પછી ભાષા, સાહિત્ય, વર્ણનની દૃષ્ટીએ ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પ્રથમ સ્થાને આવે તેમ છે. ગુજરાતમાં બહું ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતના નારીવાદી સાહિત્યમાં પણ તેમનો ખૂબ જ મોટો ફાળો છે. ઇન્દુલાલ યાજ્ઞિક નિયમિતપણે સામયિકમાં લખતા હતા
ઈન્દુલાલ યાજ્ઞિક કુમાર સામયિકમાં નિયમિતપણે લખતા હતા. એ પછી તેમનું પુસ્તક આવ્યું સાથે જ તેમણે કમિટમેન્ટવાળા સાતથી વધારે નાટકો પણ લખ્યાં છે. પાવાગઢનું પતનના નામે ફિલ્મ બનાવવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો. એક નવલ કથા પણ તેમણે લખી છે. એટલે આ પ્રકારે તેમના સાહિત્યને મૂલવવા માટે સૌએ પ્રયત્ન કરવો જોઇએ એવું મને લાગે છે. હું માનુ છું કે આ નિમિત્તે આપણે તેમને યાદ કરીએ અને આ યાદગીરી પાર્ટ ટાઈમ ન રહેતા કાયમી રહે તો જ એ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ‘નગર ચોકની વચ્ચે પ્રતિમા મુકાય તો સન્માન જળવાય’
સંતરામ મંદિર સામે આવેલી ઇન્દુલાલની પ્રતિમા અંગે હસિત મહેતાએ કહ્યું કે, આશા રાખીએ કે મહાનગરપાલિકા બની છે, અનેક વખત આ બાબતે રજૂઆતો કરી છે કે તે ખૂબ જ ઉપેક્ષિત દશામાં છે આપણને શરમ આવે તેવી રીતે ખૂણામાં પડી છે. જ્યારે તેમનો જન્મ દિવસ કે પૂણ્ય તિથિ હોય ત્યારે પશ્ચિમ નાગરિક સમિતિ હંમેશા તેમને યાદ કરે છે પણ કોઇ રાજનેતા તેમને યાદ નથી કરતા. એ પ્રતિમા જો નગર ચોકની વચ્ચે મૂકવામાં આવે તો તેમનું સન્માન અને ગૌરવ જળવાય. ઇન્દુલાલ યાજ્ઞિકનું ઘર પ્રાઇવેટ પ્રોપર્ટી કેવી રીતે બની ગયું તે વિશે તેમણે કહ્યું કે, ઇન્દુલાલ યાજ્ઞિક પાસે તો કંઇ હતું નહીં. તેમણે લગ્ન કર્યા હતા પણ લગ્ન જીવન માંડ્યુ નહોતું. તેમના ભાઇ રમણલાલ યાજ્ઞિક હતા. રમણલાલના પરિવારમાં હવે કોઇ રહ્યું નથી. એ લોકોએ એ મકાનને કાઢી નાંખ્યું. મને મારી પૂર્વની પેઢીઓ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એ મકાન જ્યારે કાઢ્યું ત્યારે ઘણાં પ્રયત્નો થયા હતા કે તે સરકાર હસ્તક જાય પણ તે સફળ ન રહ્યું. એ પછી બીજા માલિકને વેચાયું અને એ પછી ત્રીજા મકાન માલિક આવ્યાં. જે ઘણાં સમય સુધી તેમાં રહ્યા. એ પછી તેમણે મોટા બંગલા બનાવ્યાં. તેઓ માલેતુજાર છે અને પૈસા ખૂબ જ છે અને સ્વભાવના ખૂબ જ ઉદાર માણસ છે એટલે તેમણે આ મકાનને રાખ્યું છે. એ આપણું સદ્દભાગ્ય છે કે આજે આ પોઝીશનમાં મકાન છે. એ ગુમનામીના અંધારામાં ચાલ્યું ગયેલું મકાન આપણને પરત મળે. ‘આશ્રમ અંગે સરકાર તપાસ કરે’
ઇન્દુલાલ યાજ્ઞિકે નેનપુરમાં આશ્રમ બનાવ્યો હતો તે આજે કઈ સ્થિતિમાં છે એ અંગે હસિત મહેતાએ કહ્યું કે, એ આશ્રમની સ્થિતિ સનત મહેતા ગયા એ પછી શું થઇ એ ખબર જ પડતી નથી. ધનવંતભાઈ ઓઝા હતા ત્યાં સુધી હું રૂબરુંમાં તેમને મળતો હતો. એ પછી આશ્રમ ડિસ્ટ્રોય થઇ ગયો. આશ્રમની ઇમારત ખખડધજ હાલતમાં
ઇન્દુલાલ યાજ્ઞિકના જન્મ સ્થળની મુલાકાત બાદ દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી 30 કિલોમીટર અને નડિયાદથી 26 કિલોમીટર દૂર આવેલી તેમની કર્મભૂમિ એવા નેનપુર ગામમાં આવેલાં તેમના આશ્રમે પહોંચી. અહીં ન તો ઇન્દુચાચાના નામે કોઇ ભવ્ય સ્મારક જોવા મળ્યું કે ન તો કોઇ મોટી ઇમારત. તેની જગ્યાએ એ સમયનું ખખડધજ બિલ્ડિંગ જોવા મળ્યું. આ દરમિયાન અમારી મુલાકાત ગ્રામ વિકાસ સંઘ નેનપુરના સેક્રેટરી ગિરીશભાઈ શાંતિલાલ શાહ સાથે થઇ. જેમાં અમે આ સ્થિતિ કેવી રીતે સર્જાઇ તે અંગે પૂછ્યું. કોરોના બાદ આશ્રમ બંધ કરાયો
ગ્રામ વિકાસ સંઘ નેનપુરના સેક્રેટરી ગિરીશ શાંતિલાલ શાહે દિવ્ય ભાસ્કરને કહ્યું, ઇન્દુલાલ યાજ્ઞિક આશ્રમ ટ્રાયબલ કોમ્યુનિટી માટે ચલાવવામાં આવતો હતો પરંતુ કોરોના બાદ તેને રિનોવેશનના કારણે બંધ કરવામાં આવ્યો છે. આ આશ્રમમાં રહીને ઘણાં ટ્રાયબલ વિદ્યાર્થીઓ આગળ આવેલા છે. આજની તારીખમાં અહીંના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારમાં સારા હોદ્દા પર રહીને સર્વિસ કરી રહ્યા છે. એ વખતે ગવર્મેન્ટ તરફથી અમુક ગ્રાન્ટ આવતી હતી. ધીરે ધીરે તે ઘટતી ગઇ પણ સમય અને સંજોગો અનુસાર સંસ્થાને ખોટ આવવા માંડી એટલે કોરોના બાદ મકાન રિનોવેશનના કારણે ટેમ્પરરી આશ્રમ બંધ કરવામાં આવ્યો છે. રિનોવેશન કર્યા પછી ફરીથી ચાલુ કરવામાં આવશે. આશ્રમની હાલત ખૂબ જ બિસ્માર છે આવી પરિસ્થિતિનું કેવી રીતે નિર્માણ થયું એ અંગે ગિરીશ શાહે કહ્યું, ફાઈનાન્શિયલ પ્રોબ્લેમના કારણે આવું થયું છે પણ હવે અમે નક્કી કર્યું છે કે તેને ફરીથી ઊભું કરીને ઈન્દુચાચાનું નામ કાયમ રહે તે રીતે સંચાલન કરવું. સરકારે પત્રનો જવાબ જ નથી આપ્યો
ગિરીશ શાહ વધુમાં કહે છે કે, આજે એવી પરિસ્થિતિ છે કે જ્યારે પહેલી મે કે પછી તેમનો જન્મ તિથિ કે પૂણ્ય તિથિ આવતી હોય ત્યારે લોકો તેમને યાદ કરે છે. એ પછી તો કોઇ પોલિટિકલ પાર્ટી કે સત્તા કે વિપક્ષના લોકો યાદ કરતા નથી. જ્યારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી ચાલી રહી હતી ત્યારે પણ અમે બિલ્ડિંગના રિનોવેશનની ડિમાન્ડ કરી હતી. ખાસ કરીને કમ્પાઉન્ડ વોલ કરવા માટે 12 થી 14 લાખનો ખર્ચો થાય તેમ છે તો સરકાર સ્પેશિયલ ગ્રાન્ટ તરીકે રકમ ફાળવે. જેથી ઇન્દુચાચાનું નામ કાયમી માટે જળવાઇ રહે પણ આજ દિન સુધી ગુજરાત સરકાર તરફથી અમને કોઇપણ રિસ્પોન્સ મળ્યો નથી કે ન તો અમે લખેલા એ લેટરનો જવાબ મળ્યો. સરકારને વિનંતી કરીએ છીએ કે ઇન્દુચાચાનું નામ કાયમી રહે તે માટે અમને ગ્રાન્ટ ફાળવી આપવામાં આવે અને તેમની સ્મૃતિનું નવસર્જન કરે. 1944માં ઈન્દુલાલ યાજ્ઞિક, રતિલાલ પટેલ, દાદા સાહેબ માવલંકર અને મારા પિતાજી બધાએ મળીને આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. નેનપુરમાં જે આશ્રમ છે તેમાં 16 રૂમ છે. હોલ અને ઇન્દુચાચાનું બિલ્ડિંગ છે. મહાગુજરાત ચળવળનો જ્યારે પાયો નંખાયો ત્યારે 1956માં તેની પહેલી ઓફિસનું કાર્યાલય રિલિફ રોડ પર હતું ત્યાર પછી તે ચેન્જ થયું. ઈન્દુલાલ યાજ્ઞિક સાથેના કિસ્સા અંગે વાત કરતાં ગિરીશ શાહે કહ્યું, એપ્રિલનો મહિનો અને 1972નું વર્ષ હતું ત્યારે ખાનપુરમાં તેઓ રહેતા હતા. હું મારા પિતાજી સાથે તેમને મળવા ગયો હતો એ સમયે તેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. ત્યારે તેમને દિલ્હી જવાનું હતું આ સમયે મને જોઇને તેમણે કહ્યું કે ગિરીશ બે દિવસ દિલ્હી જવાનું છે તો તું મારી સાથે આવજે પણ એ પછી તેમને શું વિચાર આવ્યો કે તેણે કહ્યું તું રહેવા દે, હું બીજાનું કંઇક એડજસ્ટમેન્ટ કરું છું. એ પછી હજી અમે ઘરે જ પહોંચ્યા હતા અને ત્યાં રાજભવનમાંથી ફોન આવ્યો કે તેમને વીએસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. મારા પિતાએ કહ્યું કે અમે તો હમણાં જ મળીને આવ્યાં છીએ. આ સમયે તપાસ કરતાં ખબર પડી કે તેમને હેમરેજ થયું હતું ને દાખલ કરવામાં આવ્યા છે એટલે અમે બધા તેમની ખબર અંતર પૂછવા વીએસમાં ગયા હતા. મહાગુજરાતની મહાગાથા સિરીઝમાં આવતીકાલે વાંચો કેવી રીતે શરૂ થયું હતું મહાગુજરાત આંદોલન. 3 વર્ષ, 8 મહિના ને 24 દિવસ ચાલેલા આંદોલનમાં 24 લોકોએ ગુમાવ્યા હતા જીવ.

​ગુજરાત માટે સામી છાતીએ ગોળી ખાઇને જીવનું બલિદાન આપી દેનારા લડવૈયાનું ઋણ ચૂકવવામાં ઉણાં ઉતર્યા છીએ. મહાગુજરાત આંદોલનના શહીદોની યાદમાં અમદાવાદમાં 5-7 ફૂટની નાનકડી જગ્યામાં બનાવવામાં આવેલા સ્મૃતિચિહ્ર દયનીય હાલતમાં છે. તેની તુલનાએ મહારાષ્ટ્રે તેના લડવૈયાઓ માટે અદભૂત સ્મારક બનાવ્યું છે. એટલું જ નહીં મહાગુજરાતના ભીષ્મ પિતામહ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે સંકળાયેલા સ્મારકોની પણ દરકાર લેવામાં આવી નથી. નડિયાદનું તેમનું ઘર વેચાઇ ગયું છે એટલું જ નહીં નૈનપુરનો આશ્રમ સાવ ખંડર હાલતમાં છે. આજે આપણું ગુજરાત રાજ્ય 65 વર્ષનું થયું. 1લી મે 1960ના રોજ ભાષાને આધારે અલગ સ્થપાયેલું ગુજરાત રાજ્ય આપણને કંઇ એમ જ નથી મળ્યું. દ્બિભાષી મુંબઈમાંથી અલગ રાજ્ય માટે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં એક સાથે આંદોલન થયા હતા અને એક સાથે બંને રાજ્યોની રચના થઈ હતી. આ માટેની લડાઈમાં ગુજરાતમાં 24 લોકો જ્યારે મહારાષ્ટ્રમાં 106 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત ના સ્થાપના દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર આજથી ખાસ સિરીઝ ‘મહાગુજરાતની મહાગાથા’ લઇને આવ્યું છે. જેના પહેલા એપિસોડમાં આજે વાંચો ભૂલાયેલા લડવૈયાઓની વાત. મહાગુજરાત આંદોલનની વાત આવે ત્યારે સૌથી પહેલો એક ચહેરો આવે તે છે ઇન્દુલાલ યાજ્ઞિક. આજે આપણે ગુજરાત સ્થાપના દિવસનું ગૌરવ તો લઇએ છીએ પણ નડિયાદના સપૂત ઇન્દુલાલ યાજ્ઞિક સાથે જોડાયેલી યાદો ભૂલાઇ રહી છે. ઇન્દુ ચાચાનો જન્મ જે ઘરમાં થયો હતો તે ઘર આજે કેવું છે અને કોની પાસે છે? ઇન્દુ ચાચાએ નેનપુરમાં સ્થાપેલો આશ્રમ કેવી હાલતમાં છે? જન્મભૂમિ નડિયાદમાં મુકાયેલી તેમની પ્રતિમાની હાલત કેવી છે? તેમના સ્વજનો શું કરી રહ્યા છે? એ પણ જાણવું જરૂરી છે. પ્રતિમા સુધી જવા માટે રસ્તો શોધવો પડે
આ માટે દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલી ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મભૂમિ એવા નડિયાદમાં પહોંચી. નડિયાદ પહોંચ્યા પછી સંતરામ મંદિરની બહાર આવેલાં તેમના પૂર્ણ કદની પ્રતિમા સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે જ્યાં તેમની પ્રતિમા છે તે જગ્યા પર પાથરણાં અને લારી ગલ્લાવાળાએ પોતાનું આધિપત્ય જમાવી દીધું છે. પ્રતિમા સુધી પહોંચવા માટે તમારે રીતસર રસ્તો શોધવો પડે. એ શોધ્યા પછી પણ તમારે સીડી દ્વારા પ્રતિમા સુધી પહોંચવા મથામણ કરવી પડે કેમ કે અહીં સ્ટોલ ધારકોએ સીડી પર માલ સામાન મુકીને રીતસરનો અડિંગો જમાવી દીધો છે. ઇન્દુલાલ યાજ્ઞિકનું ઘરે વેચાઇ ગયું છે
અહીંની મુલાકાત લીધા પછી દિવ્ય ભાસ્કરની ટીમ ઝઘડિયા પોળમાં પહોંચી. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ જે મકાનમાં થયો હતો તે મકાન આ ઝઘડિયા પોળમાં આવેલું છે. કેસરી રંગના ગેટમાંથી પસાર થઇને દિવ્ય ભાસ્કરની ટીમ ઇન્દુલાલ યાજ્ઞિકના મકાન પર પહોંચી. મકાન પાસે પહોંચતાં જ કથ્થઇ રંગની બોર્ડરવાળી એક ફ્રેમ દેખાઇ. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિકના ફોટો સાથે તેમના યોગદાન વિશેની માહિતી જોવા મળી. જો કે ઘરની જ્યારે મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ઘર હાલમાં બંધ હાલતમાં છે અને આ મકાનની માલિકી ખાનગી વ્યક્તિ પાસે છે. હાલમાં આ મકાન તેના મૂળ સ્વરૂપ કરતાં તો આજે તદ્દન અલગ જ સ્વરૂપમાં જોવા મળ્યું. આ દરમિયાન અમારી મુલાકાત ઇન્દુલાલ યાજ્ઞિકના કાકાના દીકરાના દીકરા નિરજ કુલિનચંદ્ર યાજ્ઞિક સાથે થઈ. આ મુલાકાત દરમિયાન નિરજ યાજ્ઞિકે અત્યાર સુધી ક્યાંય કંડારવામાં ન આવ્યાં હોય તેવા કિસ્સા વર્ણવ્યા હતા. આ કિસ્સા નિરજ યાજ્ઞિકના શબ્દોમાં…. કિસ્સોઃ1
આમ તો ઇન્દુલાલ યાજ્ઞિક વિશે તો ઘણાં બઘા લોકોએ ઘણું કહ્યું છે એટલે મારે એ બાબતે નથી કહેવું પણ હું આપને તેમના જીવનના બે પારિવારિક કિસ્સા વર્ણવું છું. જેમ મારા પિતાજી તેમના પિતરાઇ ભાઇ થાય છે તેવી જ રીતે તેમના બીજા પણ પિતરાઇ ભાઇ હતા, જે મણિનગરમાં રહેતા. તેઓ ખાસ્સું ફરેલા અને કમાયેલા પણ. તેઓ 1940ના વર્ષમાં ઇંગ્લેન્ડ ફરવા ગયા હતા, એ સમયની વાત છે. તેમણે ગરમ કપડાં બનાવડાવ્યાં હતા. એક વખત શિયાળાની કડકડતી રાત્રિના દિવસોમાં ઇન્દુલાલ યાજ્ઞિક વિરેન્દ્રભાઇને ત્યાં આવ્યાં હતા એટલે તેમણે વિરેન્દ્રભાઇને કહ્યું વિરૂ આજે તારે ત્યાં જમવાનું છે. વિરુભાઇને ત્યાં તેઓ જમ્યાં. આ સમયે ખૂબ જ વધારે ઠંડી હતી. સામાન્ય રીતે તો ઇન્દુલાલ અડધી બાંયના વસ્ત્રો પહેરતાં હતા એટલે વિરેન્દ્રભાઇએ તેમને કહ્યું કે હું ઇંગ્લેન્ડમાં હતો એ સમયના મારા ગરમ કપડાં પડ્યાં છે તો તેમાંનો એક ગરમ કોટ તમને આપું તો તમે લેશો? તમે જુઓ કે મોટાભાઇને હું તમને કોટ આપું છું એવું ન કહેવાય એમને પૂછવું પડે કે તમે લેશો? હવે તમે મોટાભાઇ એટલે કે ઇન્દુલાલનો જવાબ જુઓ તેમણે કહ્યું વિરૂ હું કોટ લઉં તો તને ગમશે? એટલે વિરૂએ કહ્યું કે હા, મને ગમશે. એ પછી વિરૂભાઇએ ઇન્દુલાલને કોટ આપ્યો અને તેમણે કોટ લીધો પણ ખરો. જેના પછી એ કોટ પહેરીને ઇન્દુલાલ ત્યાંથી નીકળ્યા. ઇન્દુલાલ જેવા બંગલાની બહાર નીકળ્યા કે તેમણે ફૂટપાથ પર એક શ્રમિકના કુટુંબને જોયું ને તરત જ તેમણે પોતે પહેરેલો કોટ આપી દીધો અને ત્યાંથી આગળ નીકળી ગયા. આને ત્યાગ કહેવાય એવું અમે માનીએ છીએ. કિસ્સોઃ2
ઇન્દુલાલ યાજ્ઞિકના નડિયાદના સહાધ્યાયી અમદાવાદના ખાડિયામાં રહેતા હતા. ઇન્દુલાલને ઘણીવાર મુંબઇ જવાનું થતું એટલે સવારની વહેલી ટ્રેન પકડવાની થતી. તેઓ ઘણીવાર તેમના આ સહાધ્યાયીને ત્યાં જઇને રાત રહેતા હતા. તેમણે અહીં રહેવા પાછળનું કારણ આપ્યું હતું કે તારે ત્યાં રહું તો રેલવે સ્ટેશન સુધી ચાલીને જવાય છે. મારે જવું હોય તો ગમે તે રિક્ષામાં બેસી જઉં પણ કોઇ રિક્ષાવાળો મારી પાસેથી પૈસા નથી લેતો એટલે સવાર સવારમાં મારે એની બોણી તોડવાની? એના કરતાં ટાંટિયા તોડું તો શું ખોટું? એટલે તેઓ નાનામાં નાની બાબત વિશે પણ પહેલાં સામે વાળાનું વિચારતાં હતા. આ 2 કિસ્સા કહ્યા બાદ નિરજ યાજ્ઞિકે વાતને આગળ વધારી. તેમણે કહ્યું, તેમને એટલો બધો વૈરાગ્ય હતો કે તેઓ કહેતાં કે હું કમાઉં જ શું છું કે હું મારી પાસે રાખી શકું, મને કોઈ વસ્તુઓનો હક્ક જ નથી. જરૂરિયાતથી વધારે વસ્તુઓ ન રાખવી એવી રીતે તેઓ જીવતા હતા. આના પરિણામે તેમની કોઇ જ વસ્તુઓ રહી નથી. જે રહી ગયા છે તે તેમના સ્મૃતિ સ્મરણો છે. તેમને ઇચ્છા થતી ત્યારે તેઓ કુટુંબીજનોના ઘરે પણ આવી જતાં હતા. જાણે કે તેઓ ક્યારેય છુટા પડ્યાં જ નથી એટલા સ્નેહ અને જાણકારીથી તેઓ વાતચીત કરતા હતા. તેમનું વ્યવહારિક પાસું એ પણ હતું કે જેની સાથે પ્રેમ છે તેમની ખબર પણ તેઓ રાખતા હતા. જે અમને વારસામાં આપતાં ગયા છે. ઇન્દુલાલ સાથે એક જ વાર મુલાકાત થઇ હતી
ઇન્દુલાલ સાથે નિરજ યાજ્ઞિકની ફક્ત એક જ વાર મુલાકાત થઇ હતી. આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે, એ મુલાકાતમાં તેઓ એક જાહેર વ્યક્તિ હતા તે રીતે તેમને મળ્યો હતો, તેમના કુટુંબી તરીકે નહીં. એ વખતે ભરૂચમાં ખૂબ જ સરસ નાટકનું આયોજન થયું હતું. આ જ દિવસે તેઓ ભરૂચમાં હતા અને સાંજના સમયે નાટક જોવા આવ્યા હતા. તેમની મુલાકાત સમયે મારા પિતાજી પણ તેમની સાથે હતા એટલે હું મુલાકાત કરવા માટે ગયો હતો. જ્યાં તેમને પગે લાગ્યો હતો. બસ આ એક જ મુલાકાત થઇ બાકી વઘારે સમય સુધી તેમની સાથે રહેવાનું સૌભાગ્ય મને નથી મળ્યું. પિતાજીના માસા તરફથી ઘર મળ્યું હતું
ઇન્દુલાલ યાજ્ઞિકનું નડિયાદમાં આવેલું ઘર કેવી સ્થિતિમાં છે તેનો ઉલ્લેખ કરતા નિરજ યાજ્ઞિકે જણાવ્યું કે, ઇન્દુલાલને જે ઘર વારસામાં મળ્યું હતું તે તેમના પિતાજીના માસા તરફથી મળ્યું હતું. એવું બન્યું હતું કે જ્યારે ઇન્દુલાલ અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં પડ્યાં ત્યારે તેઓ ખૂબ જ ઉગ્ર વિરોધ કરતા હતા. મહાગુજરાતમાં જેટલી ઉગ્રતા હતી તેના કરતાં પણ ખૂબ જ વધારે ઉગ્રતા અંગ્રેજો સામે હતી. તેમને એવી આશંકા હતી કે અંગ્રેજ સરકારે તેમને જે રીતે 4થી 5 જિલ્લામાંથી તડીપાર કર્યા છે તો કદાચ મિલકત પણ જપ્ત કરી લે એટલે તેમણે પૈતૃક મિલકતમાંથી પોતાનું નામ કાઢી નાંખીને એ મિલકત તેમના ભાઇને આપી દીધી હતી. એ એવું વિચારતાં હતા કે મારે તો કંઇ છે નહીં અને મિલકત સરકાર ખાઇ જાય, તેના કરતાં મારું કુટુંબ શું ખોટું છે. તેમના ભાઇએ પણ આ મિલકત ઇન્દુલાલની છે. એ રીતે જ સાચવીને રાખી હતી. જાળવણી થઇ શકે તેમ ન હોવાથી ઘર વેચી દીધું
ઇન્દુલાલની આ ઐતિહાસિક પ્રોપર્ટીને પરિવારે શા માટે વેચી દીધી તેનું કારણ જણાવતા નિરજ યાજ્ઞિક બોલ્યા, તેમના નાના ભાઇ આર.કે.યાજ્ઞિક કે જેમના નામે રાજકોટમાં ડૉ. યાજ્ઞિક રોડ છે, તેમણે રાજકોટને પોતાનું વતન માની લીધું. નડિયાદમાં જે મિલકત ભાગમાં આવી એ તેમણે વેચી દીધી કેમ કે તેની જાળવણી કોઇ કરી શકે તેમ નહોતું. પરિવારના સભ્ય તરીકે સ્મારક થાય તો તે કોને ન ગમે? પણ આ બાબતમાં અમે ઉગ્ર વિચાર બતાવવાના મતમાં નથી કેમ કે ઈન્દુલાલ લોકોના મનમાં છે જ. મારા કહેવાથી કંઇ બદલાવ થવાનો નથી. જો કે હાલમાં આ પ્રોપર્ટી કોને વેચવામાં આવી છે એ મને ખ્યાલ નથી.તેમની આ પ્રોપર્ટીની જાળવણી કરવા અંગે સરકારને જ્યારે યાદ આવે ત્યારે પણ અમારા લાંબા ગાળાના આયોજનમાં તો છે જ. અત્યારે પણ કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસમાં આ સ્થળ જોવા આવે છે પણ ખૂબ ઓછા પ્રમાણમાં અહીં આવું સ્થળ છે એની જાણ છે એટલે સરકાર પ્રયત્નો કરે તો વધુ લોકો સુધી પણ આ વાત પહોંચી શકે. નિરજ યાજ્ઞિકે કહ્યું, આજે લોકો ઈન્દુલાલને ભૂલી ગયા છે એવું નથી. એમની ખરી ઓળખ ધગશ હતી. એમણે જે કંઇ રાજનીતિ કરી હોય તેમા કૂટનીતિ કરતાં ઘગશ વધારે હતી. તેમનામાં દેશપ્રેમ પણ ખૂબ જ હતો. સંતરામ મંદિર બહાર ઇન્દુલાલની મુકાયેલી પ્રતિમાને ત્યાંથી ખસેડવાની માંગ થોડા સમય પહેલાં કરાઇ હતી. આ વિશે નિરજ યાજ્ઞિકે કહ્યું કે, આજે તે પ્રતિમા ઢંકાઇ ગઇ છે. ત્યાં સ્ટોલ લગાવનારાઓનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તો પણ એ ઇન્દુચાચાના જીવનનો મહત્વનો એક હેતુ હતો. આખા સમાજનો નહીં પરંતુ ત્યાં રહેલાં ચારેક લોકોનો પણ વિકાસ થાય તો પણ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે. હસિત મહેતા સાહિત્યકાર છે અને નડિયાદમાં રહે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઇન્દુચાચાની યાદગીરી પાર્ટ ટાઇમ ન રહેતા કાયમી રહે તે જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાયમી સ્મારક બને તેવી માંગ
હસિત મહેતાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ઇન્દુ ચાચા બહુમુખી પ્રતિભા હતા. તેઓ માત્ર સમાજ સેવક નહોતા, માત્ર સ્વતંત્રતા સેનાની નહોતા, એ માત્ર પત્રકાર નહોતા કે પછી એ માત્ર લેખક નહોતા. તેમણે અનેક જીવનના કામો એક જીવનમાં કર્યા છે. એમનું અવતાર કાર્ય સામાન્ય માનવી કરતા ઉંચેરું છે. સમાજે, સરકારે અને તેના જ્ઞાતિજનો, સાહિત્યની સંસ્થાઓએ આ દરેકે દરેકે સાથે મળીને તેમના કાયમી સ્મારકનો વિચાર કરવો જોઇએ. એમનો જ્યાં જન્મ થયો હતો તે ઓરડો અને ઘર હજી પણ છે. નહીંતર તો આટલા વર્ષોમાં તે ઘર પાડીને નવું કંઇક થઇ ગયું હોત. તેના મકાન માલિકે હજી તે મકાન પાડી નથી દીધું. હાલમાં આ મકાન છે છતાં સમાજ, સરકાર, સંસ્થાઓ આ બધા જ લોકો બેસી રહ્યા છે. તેમનું કાયમી સ્મારક બનવું જોઇએ તેવી મારી ભાવના છે. હસિત મહેતાના મતે, ઇન્દુલાલ યાજ્ઞિકની 6 ભાગની આત્મકથામાં ગુજરાતની આત્મકથાનું સ્થાન ખૂબ જ ઉપર છે. મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગોની આત્મકથા પછી ભાષા, સાહિત્ય, વર્ણનની દૃષ્ટીએ ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા પ્રથમ સ્થાને આવે તેમ છે. ગુજરાતમાં બહું ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતના નારીવાદી સાહિત્યમાં પણ તેમનો ખૂબ જ મોટો ફાળો છે. ઇન્દુલાલ યાજ્ઞિક નિયમિતપણે સામયિકમાં લખતા હતા
ઈન્દુલાલ યાજ્ઞિક કુમાર સામયિકમાં નિયમિતપણે લખતા હતા. એ પછી તેમનું પુસ્તક આવ્યું સાથે જ તેમણે કમિટમેન્ટવાળા સાતથી વધારે નાટકો પણ લખ્યાં છે. પાવાગઢનું પતનના નામે ફિલ્મ બનાવવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો. એક નવલ કથા પણ તેમણે લખી છે. એટલે આ પ્રકારે તેમના સાહિત્યને મૂલવવા માટે સૌએ પ્રયત્ન કરવો જોઇએ એવું મને લાગે છે. હું માનુ છું કે આ નિમિત્તે આપણે તેમને યાદ કરીએ અને આ યાદગીરી પાર્ટ ટાઈમ ન રહેતા કાયમી રહે તો જ એ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ‘નગર ચોકની વચ્ચે પ્રતિમા મુકાય તો સન્માન જળવાય’
સંતરામ મંદિર સામે આવેલી ઇન્દુલાલની પ્રતિમા અંગે હસિત મહેતાએ કહ્યું કે, આશા રાખીએ કે મહાનગરપાલિકા બની છે, અનેક વખત આ બાબતે રજૂઆતો કરી છે કે તે ખૂબ જ ઉપેક્ષિત દશામાં છે આપણને શરમ આવે તેવી રીતે ખૂણામાં પડી છે. જ્યારે તેમનો જન્મ દિવસ કે પૂણ્ય તિથિ હોય ત્યારે પશ્ચિમ નાગરિક સમિતિ હંમેશા તેમને યાદ કરે છે પણ કોઇ રાજનેતા તેમને યાદ નથી કરતા. એ પ્રતિમા જો નગર ચોકની વચ્ચે મૂકવામાં આવે તો તેમનું સન્માન અને ગૌરવ જળવાય. ઇન્દુલાલ યાજ્ઞિકનું ઘર પ્રાઇવેટ પ્રોપર્ટી કેવી રીતે બની ગયું તે વિશે તેમણે કહ્યું કે, ઇન્દુલાલ યાજ્ઞિક પાસે તો કંઇ હતું નહીં. તેમણે લગ્ન કર્યા હતા પણ લગ્ન જીવન માંડ્યુ નહોતું. તેમના ભાઇ રમણલાલ યાજ્ઞિક હતા. રમણલાલના પરિવારમાં હવે કોઇ રહ્યું નથી. એ લોકોએ એ મકાનને કાઢી નાંખ્યું. મને મારી પૂર્વની પેઢીઓ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એ મકાન જ્યારે કાઢ્યું ત્યારે ઘણાં પ્રયત્નો થયા હતા કે તે સરકાર હસ્તક જાય પણ તે સફળ ન રહ્યું. એ પછી બીજા માલિકને વેચાયું અને એ પછી ત્રીજા મકાન માલિક આવ્યાં. જે ઘણાં સમય સુધી તેમાં રહ્યા. એ પછી તેમણે મોટા બંગલા બનાવ્યાં. તેઓ માલેતુજાર છે અને પૈસા ખૂબ જ છે અને સ્વભાવના ખૂબ જ ઉદાર માણસ છે એટલે તેમણે આ મકાનને રાખ્યું છે. એ આપણું સદ્દભાગ્ય છે કે આજે આ પોઝીશનમાં મકાન છે. એ ગુમનામીના અંધારામાં ચાલ્યું ગયેલું મકાન આપણને પરત મળે. ‘આશ્રમ અંગે સરકાર તપાસ કરે’
ઇન્દુલાલ યાજ્ઞિકે નેનપુરમાં આશ્રમ બનાવ્યો હતો તે આજે કઈ સ્થિતિમાં છે એ અંગે હસિત મહેતાએ કહ્યું કે, એ આશ્રમની સ્થિતિ સનત મહેતા ગયા એ પછી શું થઇ એ ખબર જ પડતી નથી. ધનવંતભાઈ ઓઝા હતા ત્યાં સુધી હું રૂબરુંમાં તેમને મળતો હતો. એ પછી આશ્રમ ડિસ્ટ્રોય થઇ ગયો. આશ્રમની ઇમારત ખખડધજ હાલતમાં
ઇન્દુલાલ યાજ્ઞિકના જન્મ સ્થળની મુલાકાત બાદ દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદથી 30 કિલોમીટર અને નડિયાદથી 26 કિલોમીટર દૂર આવેલી તેમની કર્મભૂમિ એવા નેનપુર ગામમાં આવેલાં તેમના આશ્રમે પહોંચી. અહીં ન તો ઇન્દુચાચાના નામે કોઇ ભવ્ય સ્મારક જોવા મળ્યું કે ન તો કોઇ મોટી ઇમારત. તેની જગ્યાએ એ સમયનું ખખડધજ બિલ્ડિંગ જોવા મળ્યું. આ દરમિયાન અમારી મુલાકાત ગ્રામ વિકાસ સંઘ નેનપુરના સેક્રેટરી ગિરીશભાઈ શાંતિલાલ શાહ સાથે થઇ. જેમાં અમે આ સ્થિતિ કેવી રીતે સર્જાઇ તે અંગે પૂછ્યું. કોરોના બાદ આશ્રમ બંધ કરાયો
ગ્રામ વિકાસ સંઘ નેનપુરના સેક્રેટરી ગિરીશ શાંતિલાલ શાહે દિવ્ય ભાસ્કરને કહ્યું, ઇન્દુલાલ યાજ્ઞિક આશ્રમ ટ્રાયબલ કોમ્યુનિટી માટે ચલાવવામાં આવતો હતો પરંતુ કોરોના બાદ તેને રિનોવેશનના કારણે બંધ કરવામાં આવ્યો છે. આ આશ્રમમાં રહીને ઘણાં ટ્રાયબલ વિદ્યાર્થીઓ આગળ આવેલા છે. આજની તારીખમાં અહીંના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારમાં સારા હોદ્દા પર રહીને સર્વિસ કરી રહ્યા છે. એ વખતે ગવર્મેન્ટ તરફથી અમુક ગ્રાન્ટ આવતી હતી. ધીરે ધીરે તે ઘટતી ગઇ પણ સમય અને સંજોગો અનુસાર સંસ્થાને ખોટ આવવા માંડી એટલે કોરોના બાદ મકાન રિનોવેશનના કારણે ટેમ્પરરી આશ્રમ બંધ કરવામાં આવ્યો છે. રિનોવેશન કર્યા પછી ફરીથી ચાલુ કરવામાં આવશે. આશ્રમની હાલત ખૂબ જ બિસ્માર છે આવી પરિસ્થિતિનું કેવી રીતે નિર્માણ થયું એ અંગે ગિરીશ શાહે કહ્યું, ફાઈનાન્શિયલ પ્રોબ્લેમના કારણે આવું થયું છે પણ હવે અમે નક્કી કર્યું છે કે તેને ફરીથી ઊભું કરીને ઈન્દુચાચાનું નામ કાયમ રહે તે રીતે સંચાલન કરવું. સરકારે પત્રનો જવાબ જ નથી આપ્યો
ગિરીશ શાહ વધુમાં કહે છે કે, આજે એવી પરિસ્થિતિ છે કે જ્યારે પહેલી મે કે પછી તેમનો જન્મ તિથિ કે પૂણ્ય તિથિ આવતી હોય ત્યારે લોકો તેમને યાદ કરે છે. એ પછી તો કોઇ પોલિટિકલ પાર્ટી કે સત્તા કે વિપક્ષના લોકો યાદ કરતા નથી. જ્યારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી ચાલી રહી હતી ત્યારે પણ અમે બિલ્ડિંગના રિનોવેશનની ડિમાન્ડ કરી હતી. ખાસ કરીને કમ્પાઉન્ડ વોલ કરવા માટે 12 થી 14 લાખનો ખર્ચો થાય તેમ છે તો સરકાર સ્પેશિયલ ગ્રાન્ટ તરીકે રકમ ફાળવે. જેથી ઇન્દુચાચાનું નામ કાયમી માટે જળવાઇ રહે પણ આજ દિન સુધી ગુજરાત સરકાર તરફથી અમને કોઇપણ રિસ્પોન્સ મળ્યો નથી કે ન તો અમે લખેલા એ લેટરનો જવાબ મળ્યો. સરકારને વિનંતી કરીએ છીએ કે ઇન્દુચાચાનું નામ કાયમી રહે તે માટે અમને ગ્રાન્ટ ફાળવી આપવામાં આવે અને તેમની સ્મૃતિનું નવસર્જન કરે. 1944માં ઈન્દુલાલ યાજ્ઞિક, રતિલાલ પટેલ, દાદા સાહેબ માવલંકર અને મારા પિતાજી બધાએ મળીને આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. નેનપુરમાં જે આશ્રમ છે તેમાં 16 રૂમ છે. હોલ અને ઇન્દુચાચાનું બિલ્ડિંગ છે. મહાગુજરાત ચળવળનો જ્યારે પાયો નંખાયો ત્યારે 1956માં તેની પહેલી ઓફિસનું કાર્યાલય રિલિફ રોડ પર હતું ત્યાર પછી તે ચેન્જ થયું. ઈન્દુલાલ યાજ્ઞિક સાથેના કિસ્સા અંગે વાત કરતાં ગિરીશ શાહે કહ્યું, એપ્રિલનો મહિનો અને 1972નું વર્ષ હતું ત્યારે ખાનપુરમાં તેઓ રહેતા હતા. હું મારા પિતાજી સાથે તેમને મળવા ગયો હતો એ સમયે તેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. ત્યારે તેમને દિલ્હી જવાનું હતું આ સમયે મને જોઇને તેમણે કહ્યું કે ગિરીશ બે દિવસ દિલ્હી જવાનું છે તો તું મારી સાથે આવજે પણ એ પછી તેમને શું વિચાર આવ્યો કે તેણે કહ્યું તું રહેવા દે, હું બીજાનું કંઇક એડજસ્ટમેન્ટ કરું છું. એ પછી હજી અમે ઘરે જ પહોંચ્યા હતા અને ત્યાં રાજભવનમાંથી ફોન આવ્યો કે તેમને વીએસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. મારા પિતાએ કહ્યું કે અમે તો હમણાં જ મળીને આવ્યાં છીએ. આ સમયે તપાસ કરતાં ખબર પડી કે તેમને હેમરેજ થયું હતું ને દાખલ કરવામાં આવ્યા છે એટલે અમે બધા તેમની ખબર અંતર પૂછવા વીએસમાં ગયા હતા. મહાગુજરાતની મહાગાથા સિરીઝમાં આવતીકાલે વાંચો કેવી રીતે શરૂ થયું હતું મહાગુજરાત આંદોલન. 3 વર્ષ, 8 મહિના ને 24 દિવસ ચાલેલા આંદોલનમાં 24 લોકોએ ગુમાવ્યા હતા જીવ. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *