હવે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા મહત્વના દસ્તાવેજોમાં નામ, સરનામું કે મોબાઈલ નંબર બદલવા માટે અલગ-અલગ સરકારી ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ‘યુનિફાઇડ ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ’ ‘Unified Digital Identity System’ નામની એક નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારીમાં છે. આ માટે એક ખાસ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે. એક જ જગ્યાએ થશે બધા ફેરફાર
આ નવા પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો માટે ઓળખ સંબંધિત માહિતી અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. તમે આ પોર્ટલ પર લોગીન કરીને તમારું સરનામું, મોબાઈલ નંબર, નામ કે અન્ય વિગતો બદલી શકશો. સૌથી મહત્વની વાત એ છે કે તમે અહીં જે ફેરફાર કરશો, તે તમારા લિંક થયેલા તમામ મુખ્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર, પાન, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરેમાં આપમેળે અપડેટ થઈ જશે. પોર્ટલ કેવી રીતે કામ કરશે?
આ પોર્ટલ પર અલગ-અલગ ફેરફારો માટે સ્પષ્ટ વિકલ્પો આપવામાં આવશે. જેમ કે, જો તમારે ફક્ત મોબાઈલ નંબર બદલવો હોય તો તેનો વિકલ્પ અલગ હશે, અને જો સરનામું બદલવું હોય તો તેનો વિકલ્પ પણ અલગ હશે. તમારે જે વિગતો બદલવી છે, તેના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજ અપલોડ કરી સબમિટ કર્યા પછી, લગભગ ત્રણ દિવસમાં તમારી માહિતી અપડેટ થઈ જશે. નવું ઓળખ પત્ર મેળવવાની સુવિધા
જો તમે અપડેટ કરેલી વિગતો સાથે નવું Physical (ફિઝિકલ) ઓળખ પત્ર મેળવવા માંગતા હો, તો તેની સુવિધા પણ આ પોર્ટલ પર મળશે. આ માટે તમારે નિયત ફી ભરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યાના લગભગ સાત દિવસમાં નવું ઓળખ પત્ર પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચી જશે. જે લોકો ઓફિસ જઈને કાર્ડ લેવા ઈચ્છે છે, તેમના માટે પણ વિકલ્પ હશે અને તેમને કાર્ડ ક્યારે અને ક્યાંથી લેવું તેની જાણ મોબાઈલ પર કરવામાં આવશે. હાલ શું સ્થિતિ છે?
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આ સિસ્ટમ હાલ પરીક્ષણ (ટ્રાયલ રન) હેઠળ છે. તેમાં આવતી ટેક્નિકલ અને કાયદાકીય સમસ્યાઓ દૂર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. હાલના ટ્રાયલમાં 92% થી વધુ સચોટતા પ્રાપ્ત થઈ છે. જ્યારે તે 98% સુધી પહોંચશે, ત્યારે તેનું મોટા પાયે પરીક્ષણ કરાશે અને ત્યાર બાદ સામાન્ય જનતા માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. આ પોર્ટલનું નામ હજુ નક્કી થયું નથી. સરકારનું લક્ષ્ય 2025ના મધ્ય સુધીમાં આ સેવા શરૂ કરવાનું છે.” આ ‘એકિકૃત ડિજિટલ ઓળખ પ્રણાલી’ લોકોને ઓનલાઈન સેવાઓ, નાણાકીય વ્યવહારો અને સરકારી યોજનાઓનો લાભ લેવામાં વધુ સરળતા પૂરી પાડશે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો