P24 News Gujarat

‘મહાગુજરાત’ના બદલે ‘ગુજરાત’ નામ કેમ પડ્યું?:’11 મોરારજી અને 22 જવાહરલાલ પણ અમને રોકી શકે નહીં’, સ્થાપના સમયે ગુજરાતને કેટલા રૂપિયા મળ્યા?

ગુજરાતમાં કંઈક એવું બન્યું કે જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીઘી હતી. જ્યારે દેશમાં પીએમ જવાહરલાલ નેહરુની લોકપ્રિયતા ચરમસીમા પર હતી ત્યારે તેમની સત્તાને ગુજરાતમાં જ પડકારવામાં આવી હતી. નહેરુ સામે ઊભા રહેવાની કોઈની હિંમત નહોતી એવા સમયે ગુજરાતીઓએ જબ્બરની એકતા બતાવી હતી. જેનાથી પીએમ નહેરુ સમી સમી ગયા હતા. ગઇ 1લી મે, ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરની ખાસ સીરિઝ ‘મહાગુજરાતની મહાગાથા’ના બીજા એપિસોડમાં તમે વાંચ્યું કે કેવી રીતે મહાગુજરાત આંદોલન થયું, કેવી રીતે 24 સ્ટુડન્ટને પોલીસે ભડાકે દીધા. હવે આજના ત્રીજા એપિસોડમાં વાંચો કે મહાગુજરાતના આંદોલન દરમિયાન ઈન્દુલાલની સભા સામે નહેરુની સભા કેવી રીતે ઝાંખી પડી, આંદોલન મહાગુજરાતના નામે થયું હતું તો પછી રાજ્યનું નામ ગુજરાત કેમ પડ્યું? જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે ગુજરાતને શું મળ્યું હતું? વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-1 વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-2 2 ઓક્ટોબર, 1956નો દિવસ હતો. આગલા દિવસે નહેરૂ રાજકોટમાં સભા સંબોધીને અમદાવાદ પહોંચ્યા હતા. જવાહરલાલ નેહરુની લાલ દરવાજા મેદાનની સભામાં અંદાજે 70 હજાર લોકો હતા. જ્યારે લો કોલેજના મેદાનમાં ઈન્દુલાલ યાજ્ઞિકની સભામાં સાડા પાંચ લાખ લોકો ઉમટી પડ્યા હતા. સભાનો એક છેડો એલિસબ્રિજ, બીજો છેડો શાહપુરબ્રિજ, ત્રીજો છેડો સી.એન.વિદ્યાલય અને ચોથો છેડો એચ.એલ.કોમર્સ સુધી પથરાયો હતો. અમદાવાદના રિક્ષાવાળા, ટેક્સીવાળા રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જે કોઈ ઉતારું ઉતરે તેમને લો કોલેજની સભામાં મફત લઈ આવતા હતા. જો કોઈ નહેરુની સભામાં લાલ દરવાજા મેદાનમાં જવાની વાત કરે તો ચોખ્ખી ના પાડી દેતા હતા. મહાગુજરાત જનતા પરિષદની સભા માટે બહારથી આવનારા લોકોને અમદાવાદમાં જમવા માટે શહેરની પોળે પોળે સેંકડો માણસોએ સ્વચ્છાએ વ્યવસ્થા કરી રસોડાં ઊભા કર્યા હતા. એ દિવસે જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો હતા. લાલ દરવાજા મેદાનમાં પંડિત નહેરુએ સભાને સંબોધતા કહ્યું, ‘ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ અલગ થાય તે સારું નથી. મારે કબૂલવું પડશે આ વાતની જનતાને જાણ કરવાનો સમય ન મળ્યો અને નિર્ણય લેવાઈ ગયો, તેનું મને દુ:ખ છે પણ બીજો છૂટકો નહોતો.’ નહેરુ સમજાવટની ભાષા વાપરતા હતા, જ્યારે મોરારજીભાઈ અને ઠાકોરભાઈ ધમકીની ભાષા વાપરતા તેવું જનતા પરિષદના આગેવાનોને લાગ્યું હતું. બરોબર આ જ સમયે લો કોલેજના મેદાનમાં જનતા પરષિદની સભામાં જંગી મેદની ઉમટી પડી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ અને જૈન મુનીઓની મોટી હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણી મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહી હતી. મંચ પર મહાગુજરાતના એક વિશાળ નકશાને દીપમાળાઓથી શણગારવામાં આવ્યો હતો અને તેની મધ્યમાં ગાંધીજીની તસવીર મૂકવામાં આવી હતી. મંચ પર એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી બાજુ શહીદોની યાદમાં કાળો વાવટો ફરકાવવામાં આવ્યો હતો. સભામાં પ્રવચન આપતાં ઈન્દુલાલે કહ્યું, ‘સભાને સફળ બનાવવા માટે ગુજરાતના ગામેગામથી વિદ્યાર્થીઓ, કામદારો, ખેડૂતો અને વેપારીઓ આવ્યા છે. તે પરથી પંડિતજી જોઈ શકશે કે અમને ગણ્યાંગાંઠ્યા માણસોનો નહીં પણ વિરાટ જનતાનો ટેકો છે. મા ભારતીની સેવા કરીને આપણે અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા. હવે મા ગુર્જરીની સેવા કરવાનો વખત આવ્યો છે.’ તેમણે અંતમાં કહ્યું, ‘પંડિતજીએ આગામી ચૂંટણીનો પ્રચાર અહીંથી શરૂ કર્યો છે તો અમે કહીશું કે જો કોંગ્રેસીઓ બેટિંગ કરતા હોય તો કાતિલ બોલ ફેંકીને તેમની વિકેટો ખેરવીશું અને જો તેઓ બોલિંગ કરતા હશે તો અમે છગ્ગા ફટકારીશું.’ એ જ દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ કોલેજના મેદાનમાં બોલાવાયેલી સભામાં પણ પંડિતજીએ પ્રવચન આપ્યું હતું. પંડિતજી જેવા આવ્યા કે વિદ્યાર્થીઓએ ‘લે કે રહેંગે મહાગુજરાત’, ‘વી વોન્ટ મહાગુજરાત’ જેવા સૂત્રો પોકાર્યા. વિદ્યાર્થીઓ એકબીજાના ખભે ચડીને પંડિતજીને આક્રમક સવાલો પૂછવા લાગતા કોલાહલ વધી ગયો. આ જોઈને પંડિતજીએ કહ્યું, ‘મારા પ્રવચનમાં આવી જીભાજોડી પહેલાં કદી થઈ નથી. હું કંઈ દેશનો બાદશાહ નથી. દેશે મને વડાપ્રધાન બનાવ્યો. તેથી લોકસભાનો નિર્ણય મારે માથે ચડાવવો જોઈએ. પાંચ વર્ષ પછી ફેરવિચારણા કરી શકો તેમ છો. આ વાત તમારે સમજવી જોઈએ અને તે રીતે તમે મહાગુજરાત મેળવી શકો છો.’ નહેરુએ પૂછ્યું, ‘આજે મદાવાદના વિદ્યાર્થીઓને તાવ આવ્યો છે?’ સામેથી જવાબ આવ્યો, ‘ના’. પંડિતજીએ પૂછ્યું, ‘તમે અંગ્રેજીમાં શા માટે બોલો છો.’ વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચારની પંડિતજીએ સખતની ઝાટકણી કાઢતા કહ્યું, ‘આવા વર્તનથી તમે મને શરમીંદો બનાવી દીધો છે.’ હાજર મોરરાજી દેસાઈએ પોલીસને બોલાવવો ઈશારો કર્યો પણ નેહરુએ તરત તેની મનાઈ કરી. અંતે એક કલાક ચર્ચા બાદ હતાશ થઈને તેઓ વિમાનમાર્ગે દિલ્હી રવાના થયા. પંડિત નહેરુએ તે જ દિવસે કોંગ્રેસની કારોબારીમાં કહ્યું હતું, ‘ગુજરાતની જનતા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો છે.’ એ વખતે આણંદમાં રવિશંકર મહારાજ ભૂ-દાન આંદોલનના પ્રચારમાં નીકળેલા. ત્યાં એ મિટિંગમાં તેમણે કહ્યું, ‘ગાંધીજી કહેતા હતા અંગ્રેજોના ગયા પછી ગોળીઓ તમે લખોટીની જેમ રમજો, પરંતુ તેમના ગયા પછી તેની કોઈ અસર થઈ નથી. ગોળીબાર થયા પછી એક માસ સુધી મને ખાવાનું ભાવ્યું નથી.’ આ તરફ મુંબઈના રાજકારણમાં મોટો વળાંક આવ્યો. દ્વિભાષી મુંબઈ રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે યશવંતરાય ચવ્હાણને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ચૂંટી કાઢ્યા. દ્વિભાષી રાજ્યની રચનાનો અમલ થાય એ દિવસે વિરોધ દિન પાળવાનું મહાગુજરાત જનતા પરિષદે નક્કી કર્યું. એ માટે ધનતેરસના રોજ રાતના મશાલ સરઘસ કાઢવી, કાળી ચૌદસના દિવસે હડતાલ કરવી અને આંગણાઓમાં મહાગુજરાતનો નકશો દોરવો અને રોશની કરવી નહીં. તેમજ ફટાકડા ફોડવા નહીં. મશાલ સરઘસની ચર્ચા કરવા માટે કલેક્ટર હીરેડિયાએ આગેવાનોને મળવા બોલાવ્યા. કલેક્ટરે બહુ મીઠાશથી ચર્ચા શરૂ કરી અને પોતાને પણ તાજ છાપ સિગારેટ પસંદ છે તેમ કહીને હસતાં હસતાં ઇન્દુભાઈના પાકીટમાંથી એક સિગારેટ લઈને સળગાવી. તેમણે કહ્યું, ‘અમદાવાદનું વાતાવરણ ઘણું અશાંત છે. તે સંજોગમાં સરઘસ કાઢવું એ મોટું જોખમ છે.’ આગેવાનોએ કલેક્ટરને હૈયાધારણા આપી કે દહેશત રાખવાની કોઈ જરૂર નથી. કાર્યક્રમ શાંતિથી પતી જશે. ધનતેરસની રાત્રે મશાલ સરઘસથી આખું અમદાવાદ ઝળહળી ઉઠ્યું. સરઘસમાં એટલી હકડેઠઠ માનવમેદની હતી કે રિલીફ રોડ પર તેનો બીજો છેડો દેખાતો નહોતો. મહાગુજરાત આંદોલનની સાથે સાથે ચૂંટણીમાં પણ સરકારને તાકાત દેખાડવી તેવું મહાગુજરાત જનતા પરિષદે નક્કી કર્યું. અને આગામી લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ લડીને આંદોલન વધુ તેજ બનાવવું એવું નક્કી થયું. ઇન્દુલાલ યાજ્ઞિકે જનતાને અપીલ કરતાં કહ્યું કે ‘ગુજરાતની જનતાને મહાગુજરાત જોઈએ છે એ સાબિત કરવા ચૂંટણીની તક મળી છે. તેથી ગુજરાતની જનતાએ મત આપીને સાબિત કરવું પડશે.’ જનતા પરિષદનું ચૂંટણીનું પ્રતિક શું રાખવું તેની ચર્ચા થઈ. ગુજરાતનું રાજ્ય સિદ્ધરાજ જયસિંહે સ્થાપેલું અને તેમના ધ્વજમાં કુકડાનું નિશાન હતું, તેથી જનતા પરિષદનું નિશાન કુકડો રાખવું તેવું નક્કી થયું. 2જી ફેબ્રુઆરી 1957ના રોજ કોંગ્રેસના મહામંત્રી ઈન્દિરા ગાંધી અમદાવાદ આવ્યા. ખાડિયામાં ખુલ્લી જીપમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા ત્યારે સ્વાભાવિક રીતે જ તેમને જોવા લોકોના ટોળાં જમા થયા હતા પણ આનો મહાગુજરાત જનતા પરિષદને બદનામ કરવા ખોટો પ્રચાર કરવામાં આવ્યો કે ઈન્દિરા ગાંધી જીપમાંથી પસાર થતા હતાં ત્યારે પવનથી ઉડતો તેમની સાડીનો છેડો કોઈકે પકડી લીધો હતો. જોકે આ વાતમાં કોઈ તથ્ય નહોતું. તેની જનતા પરિષદ સામે કોઈ અસર પણ થઈ નહીં. આ પહેલા મહાગુજરાત જનતા પરિષદના બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતી દલાલ અને હરિહર ખંભોળજા સહિતના અગ્રણીઓને પકડીને પોલીસે પુનાની યરવડા જેલમાં મોકલી આપ્યા હતા. જેમને છોડાવવા ઇન્દુલાલ સહિતના આગેવાનોએ કમર કસી હતી. આ અંગે ઈન્દુલાલે એક સભામાં કહ્યું, ‘આપણું મનોબળ નબળું પાડવા આગેવાનોને જેલમાં ધકેલ્યા છે, પરંતુ પ્રજાની તાકાતથી આપણે દ્વિભાષી રાજ્યના ભુક્કા બોલાવીશું. કાં તો મહાગુજરાત લઈશું અને કાં તો મોતને ભેટીશું.’ અંતે દબાણમાં સરકારને મહાગુજરાત જનતા પરિષદના આગેવાનોને છોડવા પડ્યા. જેમનું અમદાવાદ રેલવે સ્ટેશન પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે માણેકચોકની સભામાં હરિહર ખંભોળજાએ ઉગ્ર ભાષામાં ઝાટકણી કાઢતાં કહ્યું, ‘અમને પકડીને જેલમાં મૂકવાથી આંદોલન શાંત થઈ જશે તેમ સરકાર માનતી હતી, પરંતુ એક નહીં અગિયાર મોરારજીભાઈ અને બાવીસ જવાહરલાલ આવે તો પણ મહાગુજરાતને આવતું કોઈ રોકી શકે નહી. આજે સિંહનુ ચામડું ઓઢીને ગધેડા ચરવા નીકળ્યા છે અને સિંહને જેલમાં પૂરેલા છે, પરંતુ ઝાડું લઈને અમે તેમને સાફ કરી નાખીશું.’ મહાગુજરાત જનતા પરિષદના આગેવાનોએ ઠેર-ઠેર ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો. મુંબઈથી કેટલાક પૈસાદાર કોંગ્રેસીઓ ગુજરાત આવીને મતદારોને લલચાવતા હતા. ખાવા-પીવાથી લઈને વસ્તુઓ ભેટમાં આપતા. કેટલાક નેતાઓએ પીત્તળની થાળીઓ વહેંચી હતી. તેના જવાબમાં મહાગુજરાત જનતા પરિષદે સૂત્ર આપ્યું, ‘મુંબઈના શેઠીયા છૂટી પડ્યા, પીત્તળની થાળીઓ છૂટી પડી.’ ચૂંટણીનું પરિણામ આવતાં જ કોંગ્રેસમાં સોંપો પડી ગયો. ગુજરાતમાં જનતા પરિષદે લોકસભાની 5 અને વિધાનસભાની 29 સીટો જીતી જ્યારે મહારાષ્ટ્રમાં અલગ રાજ્યની માગને લઈને આંદોલન ચલાવતી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ જબરદસ્ત દેખાવ કરતાં કોંગ્રેસના નેતાઓ હચમચી ગયા હતા. આંદોલન વચ્ચે ઈન્દુલાલે રાષ્ટ્રપતિ ડો રાધાકૃષ્ણનની મુલાકાત લીધી અને ગુજરાતની સ્થિતિ અને પ્રજાની લાગણીથી માહિતગાર કર્યા. મુલાકાત 45 મિનિટ ચાલી હતી. ઈન્દુલાલે પાર્લામેન્ટના મુખ્ય હોલમાં સરદાર વલ્લભભાઈ પટેલનું તૈલચિત્ર મૂકવા માટે પંડિત નહેરુ અને પંડિત ગોવિંદ વલ્લભ પંતને વિનંતી કરી. જવાબમાં નેહરુએ કહ્યું હતું, ‘સેન્ટ્રલ હોલમાં સરદાર પટેલના તૈલચિત્રનું સ્થાન હોવું જોઈએ, એ વાતનો હું બેશક સ્વીકાર કરું છું.’ દરમિયાન સુરતમાં ભારતીય જનસંઘની સભામાં અખિલ ભારતીય જનસંઘના સેક્રેટરી અટલ બિહારી બાજપેયીએ કહ્યું, ‘જો ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને એકભાષી રાજ્ય જોઈતું હોય તો તે તેમને મળવું જોઈએ. તેઓની ઈચ્છા વિરુદ્ધ બળથી તેમના પર કાંઈ લાદવું ન જોઈએ.’ આ તરફ કનેયાલાલ મુનશીએ એવું નિવેદન આપ્યું કે ગુજરાતીઓ વિચારતા થઈ ગયા. અમદાવાદમાં ગુજરાત ક્ષત્રિય સભાની બેઠકમાં ભારતીય સંસ્કૃતિ અંગે પ્રવચન આપતાં કનૈયાલાલ મનુશીએ કહ્યું, ‘મુંબઈને મહારાષ્ટ્ર અથવા ગુજરાતથી જુદું પાડી શકાય નહીં. મુંબઈ શહેર કોઈનું પણ નથી. મુંબઈ તો સમગ્ર દેશનું છે. આથી આપણે મહાગુજરાતનું આંદોલન છોડી દઈએ અને આપણી શક્તિ દેશના હિત માટે વાપરીએ તે જરૂરી છે.’ કનેયાલાલ મુનશી અને ઈન્દુલાલ યાજ્ઞિક વર્ષો સુધી નિકટના પરિચયમાં રહ્યા હતા, કચ્છમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મદિને મુનશીને જવાબ આપતાં ઈન્દુલાલે કહ્યું, ‘મુનશીએ જે પ્રવચન કર્યું છે તે ગુજરાતના હિતની વિરોધનું છે.’ તેમણે સાત દિવસના ઉપસવાસની જાહેરાત કરતાં કહ્યું કે હું આનાથી મારા કાર્યકરોને સજાગ કરવા માગું છું. આંદોલનને એક વર્ષ પૂરું થતાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકો માટે મહાગુજરાત જનતા પરિષદે 8 ઓગસ્ટ, 1958ના રોજ કોંગ્રેસ હાઉસ સામેના ટ્રાફિક સર્કલ પર શહીદ સ્મારકની રચના કરવાની જાહેરાત કરી. જેનાથી સરકાર અને પોલીસ પણ સચેત થઈ ગઈ. આગલા દિવસે શહીદોની ખાંભી સાથે સરઘસ કાઢી લાલ દરવાજા મેદાનમાં જાહેરસભા રાખવાનું નક્કી થયું. બીજા દિવસે જડબેસલાક હડતાલ વચ્ચે મણિલાલ મેન્શનથી ખાંભી સત્યાગ્રહ શરૂ થયો. એક ચાર પૈડાવાળી લારીમાં શહીદોની ખાંભી મૂકી સરઘસ નીકળ્યું, પાછળ કદી જોયો ન હોય એવો માનવમહેરામણ ઘૂઘવાતો હતો. તણાવભર્યા માહોલ વચ્ચે બપોરના 2.17 વાગ્યે ટ્રાફિક સર્કલ પર ઈન્દુલાલ યાજ્ઞિકે પ્રથમ ખાંભી મૂકી અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. સાંજે લાલ દરવાજા મેદાનમાં સભામાં ઈન્દુલાલે લાક્ષણિક શૈલીમાં કહ્યું, ‘દ્વિભાષી રાજ્યની રચના માટે કોઈની પણ જવાબદારી હોય તો તે પંડિત નહેરુની છે અને મુખ્યપધાન યશવંત ચવ્હાણ આરોપીના પિંજરામાં છે. મુંબઈ સચિવાલયમાં ગુજરાતનો કઈ ધણી-ધોરી નથી.’ દરમિયાન એવી વાતો વહેતી થઈ કે રાતના સમયે સરકાર આ ખાંભી ઉપાડી લઈ શકે છે. આથી 24 કલાક 11 સ્વંયસેવકોની ટુકડી મૂકવામાં આવી. 3-4 દિવસ તો શાંતિથી ગયા પણ 12 ઓગસ્ટ, 1958ના રોજ વહેલી સવારે પોલીસે અચાનક દરોડા પાડ્યા. ખાંભીઓ ઉપાડી લીધી અને હાજર સ્વંયસેવકોને પકડી લીધા. ખાંભી સિમેન્ટથી ચોંટાડવામાં આવી હતી, જે જલદીથી ઉખડે એમ ન હોય તેને તોડીને પોલીસવાનમાં લઈ જવામાં આવી હતી. આ સમાચાર ફેલાતાં જ અમદાવાદમાં તોફાનો શરૂ થઈ ગયા હતા અને ઠેર-ઠેર પોલીસ પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પોલીસે તરત કર્ફ્યૂ લાદી દીધો હતો. આમ છતાં ટોળાએ 40 સ્થળોએ આગ લગાડી દીધી. પોલીસે 250થી વધુ લોકોની ધરપકડ કરી હતી. હવે મહાગુજરાતની રચનાનો પ્રશ્ન જેટલો મહત્વનો અને લાગણીનો હતો એટલો જ પ્રશ્ન શહીદ સ્મારકની રચનાનો બની ગયો હતો. ખાંભી ઉઠાવી લેવાના સરકારના કૃત્યના વિરોધમાં ઈન્દુલાલે 7 દિવસના ઉપવાસ જાહેર કર્યા. 4-5 દિવસ સુધી અમદાવાદમાં ઠેર-ઠેર ગોળીબાર અને આગજનીના બનાવો બન્યા. ખુદ મુખ્યપ્રધાન યશવંતરાય ચવ્હાણને અમદાવાદ દોડી આવવું પડ્યું. તેમણ લોકોને શાંતિ રાખવાની અપીલ કરતાં કહ્યું, ‘આ મહાન શહેરનું નામ બદનામ ન થાય એ રીતે વર્તવા મારી નાગરિકોને વિનંતી છે.’ ગુજરાત જનતા પરિષદે જેલભરો કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું. જેને શહીદ સ્મારક સત્યાગ્રહ નામ અપાયું. રોજ એક ટુકડી નીકળતી અને સામેથી ધરપકડ વ્હોરતી. પોલીસ પકડીને કોર્ટમાં રજૂ કરતી અને મેજિસ્ટ્રેટ તેમને સજા કરતા. આ સત્યાગ્રહ 266 દિવસ ચાલ્યો હતો. જેમાં તમામ દિવસે 266 ટુકડીઓએ ધરપકડ વહોરી હતી. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ પણ આ સત્યાગ્રહને ટેકો આપ્યો હતો. મુંબઈથી 24 મહિલાઓની એક ટુકડીએ પણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. દેશભરના અખબારોમાં રોજેરોજ સ્મારક સત્યાગ્રહના સમાચારો છપાતા. પંજાબમાંથી અકાલદળે મહાગુજરાતના આંદોલનને પોતાનો ટેકો જાહેર કરી મહાગુજરાત જનતા પરિષદને રૂપિયા 1000 મોકલ્યા હતા. સત્યાગ્રહ જે રીતે શાંત અને વ્યવસ્થિત ચાલતો હતો તેનાથી આકર્ષાઈને જયપ્રકાશ નારાયણ તારીખ 27મી સપ્ટેમ્બર, 1958ના રોજ ખાસ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સરદાર પટેલના પુત્રવધુ ભાવુબેન ડાહ્યાભાઈ પટેલ સહિત 125 અગ્રણીઓએ એક સાથે સત્યાગ્રહ કર્યો હતો. દરમિયાન 8 નવેમ્બર, 1958ના રોજ વડોદરામાં પંડિત નહેરુ આવ્યા હતા અને તેમની જાહેરસભા રાખવામાં આવી હતી. જેની સમાંતર મહાગુજરાત જનતાપરિષદે સભા યોજી હતી. જેનાથી પંડિત નહેરુ ઉશ્કેરાઈને બોલ્યા હતા, ‘ફાસિસ્ટ તત્વો સામે નમતું જોખી શકાય નહીં.’ આ અરસામાં અમદાવાદના રાયખડ વૈશ્યસભા પાસે કોંગ્રેસની સભામાં મોરારજીભાઈ દેસાઈએ કડક ભાષામાં બોલતા કહ્યું, ‘દ્વિભાષી પાર્લામેન્ટનો નિર્ણય બદલાશે જ નહીં. અને આ સત્યાગ્રહથી કોઈ નમી નહીં જાય. સત્યાગ્રહવાળાને શહીદોની કશી નથી પડી. તેમને તો કોંગ્રેસ તોડવી છે. હું તો આશા રાખું છું કે દ્વિભાષી જેવા આવા સંયુક્ત રાજ્યો વધુ થાય. ગુજરાત તો નહીં મળે પણ આ બધું કરવામાં ગુજરાતનો નાશ થશે.’ અલગ રાજ્યની માગ સાથે આંદોલન જેટલું ગુજરાતમાં ચાલતું હતું તેટલુ ઉગ્ર આંદોલન અલગ મહારાષ્ટ્ર રાજ્ય માટે મહારાષ્ટ્રમાં ચાલતું હતું. પોલીસ દમનમાં ગુજરાતમાં 24 લોકો જ્યારે મહારાષ્ટ્રમાં 106 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અલગ રાજ્યોની માગ સાથે ચાલતા આંદોલનથી ધીમે ધીમે કોંગ્રેસના નેતાઓ પણ કંટાળવા લાગ્યા હતા. કોંગ્રેસના અમુક નેતાઓને પણ લાગવા માડ્યું હતું કે મુંબઈ રાજ્ય ટકવાનું નથી પણ બધા મોરારજીભાઈથી ડરતા હતા, જેથી પોતાના દિલની લાગણી વ્યક્ત કરી શકતા નહોતા પણ દિલ્હી સરકારને લાગવા માંડ્યું હતું કે હવે આ સ્થિતિ લાંબો સમય ચલાવી શકાય એમ નથી. ધીમે ધીમે છાનામાના અલગ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની કવાયત શરૂ કરી દીધી. 16મી ઓગસ્ટ, 1958ના અખબારોમાં અહેવાલ છપાયા કે કોંગ્રેસી મોવડી મંડળ મુંબઈ રાજ્યનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ માટે કોંગ્રેસના મહામંત્રી ઈન્દિરા ગાંધીને કામગીરી સોપવામાં આવી છે. દરમિયાન પ્રધાન મંડળની બેઠકમાં મુંબઈના મુખ્યપ્રધાન યશવંતરાય ચવ્હાણે સૌ પ્રથમવાર માહિતી આપી કે દ્વિભાષી રાજ્યનું વિભાજન કરવા માટે કોંગ્રેસ મોવડી મંડળ સાથે ચર્ચા ચાલી રહી છે. 28 ઓગસ્ટ, 1958નો દિવસ ગુજરાતીઓ માટે શુભ સમાચાર લઈને આવ્યો. આખા ગુજરાતમાં પ્રસન્નતાનું મોજું ફરી વળ્યું હતું. અખબારોમાં સમાચાર છપાયા કે નવેમ્બરની શરૂઆતમાં પાર્લામેન્ટની બેઠકમાં દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન અંગેનો ઠરાવ રજૂ થશે અને ગુજરાત અલગ નવું રાજ્ય બનશે અને ડૉ. જીવરાજ મહેતા મુખ્યપ્રધાન બનશે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ. હવે અલગ ગુજરાત રાજ્યની રચના માટે પહેલાં જેઓ વિરોધ કરતા હતા એ મોરારજીભાઈ દેસાઈ ખુદ કામે લાગી ગયા. મુંબઈના મરિન ડ્રાઈવ ખાતે તેમના નિવાસસ્થાન ‘આશિયાના’માં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો વચ્ચે મોડી રાત સુધી ચર્ચા-વિચારણા થવા લાગી. ઈન્દુલાલ યાજ્ઞિકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘દ્વિભાષી રાજ્યનું વિભાજન થાય ત્યારે તમામ ગુજરાતીભાષી વિસ્તારોને ગુજરાત રાજ્યમાં સમાવી લેવા જોઈએ. ડાંગનો સમાવેશ ગુજરાતમાં જ થવો જોઈએ, તેમાં કોઈ બાંધછોડ કે અવકાશ નથી. વિભાજન થાય ત્યારે તેમના કર્મચારીઓ અને મિલકતોનો વિચાર કરવો જોઈએ. આદિવાસીઓનો મોટાભાગનો વિસ્તાર ગુજરાત છે, તેથી તે પણ ગુજરાતમાં રહેવો જોઈએ. આ બાબતમાં અમને વિશ્વાસમાં લેવા જોઈએ.’ જ્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિની બેઠકમાં ચર્ચામાં સૂર ઉઠ્યો કે ગુજરાત એ ધનાઢ્ય નથી, પરંતુ ખાધવાળો વિસ્તાર છે અને ઘણો વિસ્તાર પછાત છે. ગુજરાત રાજ્યની રચનાની તૈયારી વચ્ચે મહાકવિ ન્હાનાલાલ રચિત ગ્રંથ ‘હરિસંહિતા’ના વિમોચન પ્રસંગે 28મી નવેમ્બર, 1959ના રોજ વડાપ્રધાન નહેરુ અમદાવાદ આવ્યા હતા. કાંકરિયા ફૂટબોલ મેદાનમાં સભામાં તેમણે કહ્યું, ‘આખરે અમને લાગ્યું કે બધાને પસંદ પડે તે રસ્તો અમારે લેવો જોઈએ. જે કંઈ બની ગયું છે તે મારો અપરાધ હતો, તેનો હું સ્વીકાર કરું છું.’ લોકોએ બધું ભૂલી જઈને ખૂબ ઉમળકાથી તાળીઓના ગડગડાટ સાથે નહેરુને વધાવી લીધા. 7મી ડિસેમ્બર 1959ના રોજ કોંગ્રેસ કારોબારીએ મુંબઈ રાજ્યનું વિભાજન કરવાની દરખાસ્તને આખરી મંજૂરી આપી, જેમાં બે બાબત મુખ્ય હતી. નવા રાજ્યની રચના પછી લગભગ 10 વર્ષ માટે ગુજરાતને 40 કરોડની રકમ આપવાની રહેશે. બીજું ગુજરાતની રાજધાની સ્થાપવા માટે મહારાષ્ટ્ર ગુજરાતને રૂપિયા 10 કરોડ આપશે. ગુજરાત રાજ્યની રચનાના પ્રશ્નોને ઝડપી ઉકેલવા માટે ભાવિ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા દર અઠવાડિયે અમદાવાદ આવવા લાગ્યા. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ઈશ્વરન (આઈસીએસ) અને મુખ્ય પોલીસ વડા તરીકે કાનેટકર તેમજ ગૃહસચિવ તરીકે ગુજરાતના જ જી.એલ.શેઠ (આઈસીએસ), ચીફ એન્જિનિયર ઉપેન્દ્ર ભટ્ટના નામોની જાહેરાત થઈ. જ્યારે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ તરીકે એસ.ટી.દેસાઈની વરણી કરાઈ. ગુજરાતના કામચલાઉ સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક બિલ્ડિંગ તેમજ વિધાનસભા ગૃહ તરીકે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગના મકાન અને ઓડિટોરિયમ હોલનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું. રાજ્યભવન તરીકે શાહીબાગ ખાતેનો કમિશનરનો બંગલો (અત્યારનું સરદાર સ્મારક) નક્કી થયું. હાઈકોર્ટ માટે નવરંગપુરામાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલની પસંદગી કરાઈ. જ્યારે જજો માટે શાહીબાગના 33 સરકારી બંગલાઓ ફાળવવામાં આવ્યા. સરકારના ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે શાહીબાગ, દૂધેશ્વર વગેરે સ્થળોએ આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો કબ્જો લેવામાં આવ્યો. 24મી ફેબ્રુઆરી, 1960ના રોજ નવી દિલ્હીમાં મોરારજી દેસાઈએ જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું ઉદઘાટન 1લી મે, 1960ના રોજ થશે. 17 એપ્રિલ, 1960ના રોજ મુંબઈથી ગુજરાત સચિવાલયના કર્મચારીઓ અને સેંકડો ટાઈપરાઈટરો 4 હજારથી વધુ કાગળોના પાર્સલો સાથેની ટ્રેનો અમદાવાદ આવી. 19મી એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે લોકસભામાં મુંબઈ રાજ્ય વિભાજન બિલ પસાર કર્યું. વિરોધપક્ષે રજૂ કરેલા 100 સુધારાનો અસ્વીકાર કરવામાં આવ્યો, જેમાં એક સુધારો ગુજરાતનું નામ મહાગુજરાત રાખવાનો હતો પણ તે નામંજૂર થયો. 23મી એપ્રિલ, 1960ના રોજ રાજ્યસભાએ પણ બિલને મંજૂરી આપી દીધી. ત્યાર બાદ ગુજરાતના નવા પ્રધાનમંડળના મંત્રીઓની યાદી બહાર પાડવામાં આવી. ગુજરાતના પ્રથમ ગર્વનર તરીકે હૈદરાબાદ શાહી કુટુંબના મહેંદી નવાઝ જંગની નિમણૂક થઈ. આંદોલન ‘મહાગુજરાત’ના નામે તો રાજ્યનું નામ ‘ગુજરાત’ કેમ પડ્યું? સ્થાપના માટે 1લી મેનો દિવસ જ કેમ પસંદ કરાયો? ગુજરાત રાજ્યની રચના પહેલા લોકસભામાં બીલ પર ચર્ચા વખતે રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. જે આ પ્રમાણે છે… યાદવ નારાયણ જાદવ (માંલેગાવના સાંસદ-પ્રજા સમાજવાદી પાર્ટી): મેં જે સુધારા સૂચવ્યા છે તે અંગે મારા વિચાર રાખવા માંગું છું. જ્યારે આ બીલ (બોમ્બે રીઓર્ગેનાઈઝેન-1960) એસેમ્બલીમાં રજૂ થયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે પહેલી એપ્રિલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને નવા રાજ્ય બનશે. ત્યાર બાદ અમુક અડચણો સામે આવી તો કહેવામાં આવ્યું કે 1 મેના રોજ બંને નવા રાજ્ય અસ્તિત્વમાં આવશે. પણ મુંબઈ એસેમ્બલીમાં ઘણા સભ્યોની માંગ હતી કે 27 એપ્રિલના રોજ જ નવા રાજ્ય બને. કેમ કે મહારાષ્ટ્રના મહાપુરુષ શિવાજી મહારાજનો તે દિવસે જન્મ દિવસ છે. શિવાજી મહારાજને યુગ પુરુષ કહેવા જોઈએ, કેમ કે તેમણે મહારાષ્ટ્રને ઈજ્જત આપી છે. એટલા માટે 27 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર નવું રાજ્ય બનવું જોઈએ. તો વધુ સારું થાત. આ ભાવનાને મુંબઈના ચીફ મિનિસ્ટરે પણ માની છે. તો આશા રાખું છું કે નવા બનનારા રાજ્યો 27મી એપ્રિલના રોજ બને તેના પર વિચાર કરવામાં આવે. બીજી વાત એ કહેવા માંગું છું કે બીજા રાજ્યનું નામ જે ગુજરાત રાખવાનું નક્કી થયું છે તેની જગ્યાએ મહાગુજરાત રાખવામાં આવે. આની પાછળ બહુ મોટી ભાવના છે. તમને ખબર હશે કે સૌરાષ્ટ્રમાં જ્યારે અલગ અલગ રજવાડાઓ હતા અને 1948માં તેને એક કરવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્રનું ઉદઘાટન કરતાં આપણા મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેનું દેશને આઝાદ કરાવવામાં મોટું યોગદાન છે તેમેણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર બની જવાથી એક સ્વપ્ન પરું પણ મારું બીજું સ્વપ્ન મહાગુજરાત બનાવવાનું છે. જે હજી પુરું નથી થયું અને હું આશા કરું છું કે તે પણ પૂરું થશે. હજી પણ કેટલાક લોકો છે જે કહે છે કે બે રાજ્ય અલગ ન હોવા જોઈએ. જે આ રીતને વાતો કરે છે તેમના પ્રત્યે મારા દિલમાં ઈજ્જત છે. જીવરાજજી મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના છે તેમનું કહેવું છે કે અમે તો નથી ઈચ્છતા કે ગુજરાત અને મુંબઈ અલગ થાય. પણ બે રાજ્ય બની રહ્યા છે એટલે તેમને આને મંજૂર કરવા પડી રહ્યા છે. જ્યારે કોઈ આ પ્રકારની વાત કરે છે તો મને એક કહાની યાદ આવે છે. વાસ્તરમાં તેઓ ઈચ્છે તો છે કે ગુજરાત નવું રાજ્ય બંને પણ ઉપરથી એવું પણ કહે છે કે આવું ન થાય. કહાની કંઈક આવી છે. એક વ્યક્તિ ઝઘડો કરીને ઘરથી બહાર નીકળી જાય છે. તેણે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો, બાળકો સાથે ઝઘડો કર્યો. લોકસભા અધ્યક્ષ (વચ્ચે અટકાવતા): માનનીય સભ્ય સમયની અછત છે. તો કહાની કહીને શું કહેવા માંગો છો? અમજદ અલી (ધુબરી સાંસદ પ્રજા સમાજવાદી પાર્ટી): તેઓ સમજાવી રહ્યા છે. યાદવ નારાયણ જાદવ: વ્યક્તિ ગુસ્સો કરીને ઘરની બહાર તો નકળી ગયો પણ તેના મનમાં વિચાર આવ્યો કે તે ઘરની બહાર નીકળીને તેણે બરોબર નથી કર્યું. તેણે વિચાર્યું કે તેણે પાછા ઘરે ચાલ્યા જવું જોઈએ. હવે તે ઘરે જાય તો કેવી રીતે જાય? રસ્તામાં તેને ઘેટા મળ્યા અને તે ઘર તરફ થઈ રહ્યા હતા. તેણે વિચાર્યું કે હું ઘેટાની પૂંછડી પકડીને ઘર જઈ શકું છું અને તે મને ઘરે પહોંચાડી દેશે. તે પથી ઘેટાની પૂંછડી પકડીને ઘરે પહોંચી ગયો. આ જ રીતે જેઓ કહે છે કે ગુજરાતનું અલગથી રાજ્ય ન બનવું જોઈએ, તેમના દીલમાં આ ભાવના તો છે, ઉમંગ તો છે કે ગુજરાત રાજ્ય બંને, પણ ઉપરથી તેઓ કહે છે કે તે ન બનવું જોઈએ. તો હું કહેવા માંગું છું કે નવા ગુજકરાત રાજ્યનું નામ મહા-ગુજરાત રાખવામાં આવે અને આવું કરવામાં આવશે તો સરદાર પટેલની જે ઈચ્છા હતી તે પૂરી થઈ શકશે. પ્રેમજીભાઈ આસર (રત્નાગીરી સાંસદ, ભારતીય જન સંઘ): અધ્યક્ષ મહોદય, એપ્વાઈટિડ-ડેની વ્યાખ્યા 1લી મે કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ દિવસે આ બંને રાજ્ય (ગુજરાત, મહારાષ્ટ્ર) બને. પણ મહારાષ્ટ્રની જનતાની ભાવનાને ધ્યાનમાં રાખતા મારું સૂચન છે કે 27 એપ્રલે આ રાજ્ય અસ્તિત્વમાં આવે. 27 એપ્રિલનો દિવસ ભારત વર્ષની જનતા માટે અને ખાસ કરીને મહારાષ્ટ્રની જનતા માટે પરમ શ્રેષ્ઠ છે. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ દિવસ છે. અને આ જ શુભ દિવસ અને શુભ અવસર પર મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે રાજ્યોની સ્થાપના થવી જોઈએ. મોતીસિંહ બહાદુરસિંહ ઠાકોર (પાટણ સાંસદ- મહાગુજરાત જનતા પરિષદ): હું મહાગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું જેમણે એકભાષી રાજ્યો માટે લડાઈ લડી અને તેમને પ્રાપ્ત કર્યા. આ લોકોની આકાંક્ષાઓ અને બલિદાનની સફળતા છે. લોકોની લાગણી છે કે ગુજરાત રાજ્યનું નામ મહાગુજરાત હોવું જોઈએ. તે માટે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લડી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઇચ્છતા હતા કે ભવિષ્યમાં જો ગુજરાત રાજ્યની રચના થાય તો તેનું નામ મહાગુજરાત રાખવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ તેમના ઠરાવમાં ઉલ્લેખ કર્યો હતો કે જો ગુજરાત રાજ્યની રચના થાય તો તેનું નામ મહાગુજરાત રાખવામાં આવે. ગૃહને મારી અપીલ છે કે ગુજરાત રાજ્યનું નામ મહાગુજરાત રાખવામાં આવે. ગૃહમંત્રીને પણ આની સાથે સહમત થવા અપીલ કરું છું. મને ખરેખર ખૂબ જ દુઃખ છે કે મુખ્યમંત્રી ચવ્હાણ મુંબઈ વિધાનસભાના કેટલાક સભ્યોની આ રજૂઆત સાથે સહમત ન થયા. સાંસદ જાધવે આ સંદર્ભમાં જે કહ્યું તેને હું સંપૂર્ણ સમર્થન કરું છું. જો ગૃહમંત્રી આ નવા રાજ્યનું નામ મહાગુજરાત રાખવા માટે સંમત ન હોય, તો તેનું નામ ‘ગુજર દેશ’ રાખવું જોઈએ. મને આશા છે કે આ સન્માનિત ગૃહ આ બાબત પર વિચાર કરશે જે બી પંત (કેન્દ્રીય ગૃહમંત્રી): અહીં ત્રણ કે ચાર સુધારા સૂચવવામાં આવ્યા છે. જેમાં એક બે નવા રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર) નું ઉદ્ઘાટન 1 મેના બદલે 27 એપ્રિલે કરવા અંગે હતું. જો તે શક્ય હોત તો હું તેનું સ્વાગત કરેત. પણ મને લાગે છે કે તે શક્ય નથી. તેથી બંને રાજ્યોની સ્થાપના માટે 1 મેની તારીખ ફીક્સ રાખવી જોઈએ. ડાંગે (બોમ્બેના સીપીઆઈ સાંસદ શ્રીપાદ અમૃત ડાંગે)ના મતે 1લી મે તારીખનું એક ખાસ મહત્વ છે અને તેનું આંતરરાષ્ટ્રીય મહત્વનો પણ છે. તેથી આપણે તેને જ વળગી રહીએ. અન્ય સુધારા નામો સાથે સંબંધિત છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની વાત કરીએ તો બંનેનો લાંબો ઇતિહાસ અને ભવ્ય પરંપરાઓ છે. તેથી જ્યારે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત નામોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આ બે મહાન રાજ્યોનો પ્રાચીન ઇતિહાસ અને ભારતીય સંઘમાં તેમનુ સ્થાન આપણને યાદ અપાવે છે. તેમજ ભારતને તે લાક્ષણિકતાઓ આપીએ છીએ જે દેશની તાકાત અને તેની સંસ્કૃતિની સમૃદ્ધિ તરફ દોરી ગઈ છે. આ બંને નામો સ્વીટ છે અને આપણે તેને જ વળગી રહીએ એ સારું છે. એક માનનીય સભ્યએ કહ્યું કે જો આપણી પાસે મહાગુજરાત ન હોય તો આપણી પાસે ગુર્જરદેશ હોવું જ જોઈએ. જેથી તે એક યા બીજા નામ દ્વારા ગુજરાતને રસ્તામાંથી દૂર કરવામાં રસ ધરાવતા હોય એવું લાગે છે. મને નથી લાગતું કે તેમની દલીલમાં દમ છે. આ રસપ્રદ ચર્ચા સાથે બીલ સંસદમાંથી પાસ થયું હતું…. બીજી તરફ બિલ પસાર થયા પછી નહેરુએ કહ્યું, ‘ગુજરાતને હું મારી શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે વેર-ભાવનાની વાત ભૂલી જઈને આ બિલને કુટુંબીઓને જ આપેલા હિસ્સાના એક દસ્તાવેજ તરીકે ગણવો જોઈએ.’ 27મી એપ્રિલથી 2જી મે સુધી ઉજવણી ચાલી. આખા અમદાવાદ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું. 1 મે,1960ના રોજ વહેલી સવારે અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંદવિધિ થઈ. લોકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું. તેમણે કહ્યું, ‘ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે તેટલી જ મારી તો સલાહ છે. ‘ આ સાથે જ આપણા ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગ્યો અને અલગ ગુજરાતી ભાષાના રાજ્યની રચના થઈ…જય જય ગરવી ગુજરાત… ગ્રાફિક્સઃ વિનોદ પરમાર વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-1 વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-2

​ગુજરાતમાં કંઈક એવું બન્યું કે જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીઘી હતી. જ્યારે દેશમાં પીએમ જવાહરલાલ નેહરુની લોકપ્રિયતા ચરમસીમા પર હતી ત્યારે તેમની સત્તાને ગુજરાતમાં જ પડકારવામાં આવી હતી. નહેરુ સામે ઊભા રહેવાની કોઈની હિંમત નહોતી એવા સમયે ગુજરાતીઓએ જબ્બરની એકતા બતાવી હતી. જેનાથી પીએમ નહેરુ સમી સમી ગયા હતા. ગઇ 1લી મે, ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરની ખાસ સીરિઝ ‘મહાગુજરાતની મહાગાથા’ના બીજા એપિસોડમાં તમે વાંચ્યું કે કેવી રીતે મહાગુજરાત આંદોલન થયું, કેવી રીતે 24 સ્ટુડન્ટને પોલીસે ભડાકે દીધા. હવે આજના ત્રીજા એપિસોડમાં વાંચો કે મહાગુજરાતના આંદોલન દરમિયાન ઈન્દુલાલની સભા સામે નહેરુની સભા કેવી રીતે ઝાંખી પડી, આંદોલન મહાગુજરાતના નામે થયું હતું તો પછી રાજ્યનું નામ ગુજરાત કેમ પડ્યું? જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે ગુજરાતને શું મળ્યું હતું? વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-1 વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-2 2 ઓક્ટોબર, 1956નો દિવસ હતો. આગલા દિવસે નહેરૂ રાજકોટમાં સભા સંબોધીને અમદાવાદ પહોંચ્યા હતા. જવાહરલાલ નેહરુની લાલ દરવાજા મેદાનની સભામાં અંદાજે 70 હજાર લોકો હતા. જ્યારે લો કોલેજના મેદાનમાં ઈન્દુલાલ યાજ્ઞિકની સભામાં સાડા પાંચ લાખ લોકો ઉમટી પડ્યા હતા. સભાનો એક છેડો એલિસબ્રિજ, બીજો છેડો શાહપુરબ્રિજ, ત્રીજો છેડો સી.એન.વિદ્યાલય અને ચોથો છેડો એચ.એલ.કોમર્સ સુધી પથરાયો હતો. અમદાવાદના રિક્ષાવાળા, ટેક્સીવાળા રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જે કોઈ ઉતારું ઉતરે તેમને લો કોલેજની સભામાં મફત લઈ આવતા હતા. જો કોઈ નહેરુની સભામાં લાલ દરવાજા મેદાનમાં જવાની વાત કરે તો ચોખ્ખી ના પાડી દેતા હતા. મહાગુજરાત જનતા પરિષદની સભા માટે બહારથી આવનારા લોકોને અમદાવાદમાં જમવા માટે શહેરની પોળે પોળે સેંકડો માણસોએ સ્વચ્છાએ વ્યવસ્થા કરી રસોડાં ઊભા કર્યા હતા. એ દિવસે જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો હતા. લાલ દરવાજા મેદાનમાં પંડિત નહેરુએ સભાને સંબોધતા કહ્યું, ‘ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ અલગ થાય તે સારું નથી. મારે કબૂલવું પડશે આ વાતની જનતાને જાણ કરવાનો સમય ન મળ્યો અને નિર્ણય લેવાઈ ગયો, તેનું મને દુ:ખ છે પણ બીજો છૂટકો નહોતો.’ નહેરુ સમજાવટની ભાષા વાપરતા હતા, જ્યારે મોરારજીભાઈ અને ઠાકોરભાઈ ધમકીની ભાષા વાપરતા તેવું જનતા પરિષદના આગેવાનોને લાગ્યું હતું. બરોબર આ જ સમયે લો કોલેજના મેદાનમાં જનતા પરષિદની સભામાં જંગી મેદની ઉમટી પડી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ અને જૈન મુનીઓની મોટી હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણી મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહી હતી. મંચ પર મહાગુજરાતના એક વિશાળ નકશાને દીપમાળાઓથી શણગારવામાં આવ્યો હતો અને તેની મધ્યમાં ગાંધીજીની તસવીર મૂકવામાં આવી હતી. મંચ પર એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી બાજુ શહીદોની યાદમાં કાળો વાવટો ફરકાવવામાં આવ્યો હતો. સભામાં પ્રવચન આપતાં ઈન્દુલાલે કહ્યું, ‘સભાને સફળ બનાવવા માટે ગુજરાતના ગામેગામથી વિદ્યાર્થીઓ, કામદારો, ખેડૂતો અને વેપારીઓ આવ્યા છે. તે પરથી પંડિતજી જોઈ શકશે કે અમને ગણ્યાંગાંઠ્યા માણસોનો નહીં પણ વિરાટ જનતાનો ટેકો છે. મા ભારતીની સેવા કરીને આપણે અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા. હવે મા ગુર્જરીની સેવા કરવાનો વખત આવ્યો છે.’ તેમણે અંતમાં કહ્યું, ‘પંડિતજીએ આગામી ચૂંટણીનો પ્રચાર અહીંથી શરૂ કર્યો છે તો અમે કહીશું કે જો કોંગ્રેસીઓ બેટિંગ કરતા હોય તો કાતિલ બોલ ફેંકીને તેમની વિકેટો ખેરવીશું અને જો તેઓ બોલિંગ કરતા હશે તો અમે છગ્ગા ફટકારીશું.’ એ જ દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ કોલેજના મેદાનમાં બોલાવાયેલી સભામાં પણ પંડિતજીએ પ્રવચન આપ્યું હતું. પંડિતજી જેવા આવ્યા કે વિદ્યાર્થીઓએ ‘લે કે રહેંગે મહાગુજરાત’, ‘વી વોન્ટ મહાગુજરાત’ જેવા સૂત્રો પોકાર્યા. વિદ્યાર્થીઓ એકબીજાના ખભે ચડીને પંડિતજીને આક્રમક સવાલો પૂછવા લાગતા કોલાહલ વધી ગયો. આ જોઈને પંડિતજીએ કહ્યું, ‘મારા પ્રવચનમાં આવી જીભાજોડી પહેલાં કદી થઈ નથી. હું કંઈ દેશનો બાદશાહ નથી. દેશે મને વડાપ્રધાન બનાવ્યો. તેથી લોકસભાનો નિર્ણય મારે માથે ચડાવવો જોઈએ. પાંચ વર્ષ પછી ફેરવિચારણા કરી શકો તેમ છો. આ વાત તમારે સમજવી જોઈએ અને તે રીતે તમે મહાગુજરાત મેળવી શકો છો.’ નહેરુએ પૂછ્યું, ‘આજે મદાવાદના વિદ્યાર્થીઓને તાવ આવ્યો છે?’ સામેથી જવાબ આવ્યો, ‘ના’. પંડિતજીએ પૂછ્યું, ‘તમે અંગ્રેજીમાં શા માટે બોલો છો.’ વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચારની પંડિતજીએ સખતની ઝાટકણી કાઢતા કહ્યું, ‘આવા વર્તનથી તમે મને શરમીંદો બનાવી દીધો છે.’ હાજર મોરરાજી દેસાઈએ પોલીસને બોલાવવો ઈશારો કર્યો પણ નેહરુએ તરત તેની મનાઈ કરી. અંતે એક કલાક ચર્ચા બાદ હતાશ થઈને તેઓ વિમાનમાર્ગે દિલ્હી રવાના થયા. પંડિત નહેરુએ તે જ દિવસે કોંગ્રેસની કારોબારીમાં કહ્યું હતું, ‘ગુજરાતની જનતા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો છે.’ એ વખતે આણંદમાં રવિશંકર મહારાજ ભૂ-દાન આંદોલનના પ્રચારમાં નીકળેલા. ત્યાં એ મિટિંગમાં તેમણે કહ્યું, ‘ગાંધીજી કહેતા હતા અંગ્રેજોના ગયા પછી ગોળીઓ તમે લખોટીની જેમ રમજો, પરંતુ તેમના ગયા પછી તેની કોઈ અસર થઈ નથી. ગોળીબાર થયા પછી એક માસ સુધી મને ખાવાનું ભાવ્યું નથી.’ આ તરફ મુંબઈના રાજકારણમાં મોટો વળાંક આવ્યો. દ્વિભાષી મુંબઈ રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે યશવંતરાય ચવ્હાણને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ચૂંટી કાઢ્યા. દ્વિભાષી રાજ્યની રચનાનો અમલ થાય એ દિવસે વિરોધ દિન પાળવાનું મહાગુજરાત જનતા પરિષદે નક્કી કર્યું. એ માટે ધનતેરસના રોજ રાતના મશાલ સરઘસ કાઢવી, કાળી ચૌદસના દિવસે હડતાલ કરવી અને આંગણાઓમાં મહાગુજરાતનો નકશો દોરવો અને રોશની કરવી નહીં. તેમજ ફટાકડા ફોડવા નહીં. મશાલ સરઘસની ચર્ચા કરવા માટે કલેક્ટર હીરેડિયાએ આગેવાનોને મળવા બોલાવ્યા. કલેક્ટરે બહુ મીઠાશથી ચર્ચા શરૂ કરી અને પોતાને પણ તાજ છાપ સિગારેટ પસંદ છે તેમ કહીને હસતાં હસતાં ઇન્દુભાઈના પાકીટમાંથી એક સિગારેટ લઈને સળગાવી. તેમણે કહ્યું, ‘અમદાવાદનું વાતાવરણ ઘણું અશાંત છે. તે સંજોગમાં સરઘસ કાઢવું એ મોટું જોખમ છે.’ આગેવાનોએ કલેક્ટરને હૈયાધારણા આપી કે દહેશત રાખવાની કોઈ જરૂર નથી. કાર્યક્રમ શાંતિથી પતી જશે. ધનતેરસની રાત્રે મશાલ સરઘસથી આખું અમદાવાદ ઝળહળી ઉઠ્યું. સરઘસમાં એટલી હકડેઠઠ માનવમેદની હતી કે રિલીફ રોડ પર તેનો બીજો છેડો દેખાતો નહોતો. મહાગુજરાત આંદોલનની સાથે સાથે ચૂંટણીમાં પણ સરકારને તાકાત દેખાડવી તેવું મહાગુજરાત જનતા પરિષદે નક્કી કર્યું. અને આગામી લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ લડીને આંદોલન વધુ તેજ બનાવવું એવું નક્કી થયું. ઇન્દુલાલ યાજ્ઞિકે જનતાને અપીલ કરતાં કહ્યું કે ‘ગુજરાતની જનતાને મહાગુજરાત જોઈએ છે એ સાબિત કરવા ચૂંટણીની તક મળી છે. તેથી ગુજરાતની જનતાએ મત આપીને સાબિત કરવું પડશે.’ જનતા પરિષદનું ચૂંટણીનું પ્રતિક શું રાખવું તેની ચર્ચા થઈ. ગુજરાતનું રાજ્ય સિદ્ધરાજ જયસિંહે સ્થાપેલું અને તેમના ધ્વજમાં કુકડાનું નિશાન હતું, તેથી જનતા પરિષદનું નિશાન કુકડો રાખવું તેવું નક્કી થયું. 2જી ફેબ્રુઆરી 1957ના રોજ કોંગ્રેસના મહામંત્રી ઈન્દિરા ગાંધી અમદાવાદ આવ્યા. ખાડિયામાં ખુલ્લી જીપમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા ત્યારે સ્વાભાવિક રીતે જ તેમને જોવા લોકોના ટોળાં જમા થયા હતા પણ આનો મહાગુજરાત જનતા પરિષદને બદનામ કરવા ખોટો પ્રચાર કરવામાં આવ્યો કે ઈન્દિરા ગાંધી જીપમાંથી પસાર થતા હતાં ત્યારે પવનથી ઉડતો તેમની સાડીનો છેડો કોઈકે પકડી લીધો હતો. જોકે આ વાતમાં કોઈ તથ્ય નહોતું. તેની જનતા પરિષદ સામે કોઈ અસર પણ થઈ નહીં. આ પહેલા મહાગુજરાત જનતા પરિષદના બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતી દલાલ અને હરિહર ખંભોળજા સહિતના અગ્રણીઓને પકડીને પોલીસે પુનાની યરવડા જેલમાં મોકલી આપ્યા હતા. જેમને છોડાવવા ઇન્દુલાલ સહિતના આગેવાનોએ કમર કસી હતી. આ અંગે ઈન્દુલાલે એક સભામાં કહ્યું, ‘આપણું મનોબળ નબળું પાડવા આગેવાનોને જેલમાં ધકેલ્યા છે, પરંતુ પ્રજાની તાકાતથી આપણે દ્વિભાષી રાજ્યના ભુક્કા બોલાવીશું. કાં તો મહાગુજરાત લઈશું અને કાં તો મોતને ભેટીશું.’ અંતે દબાણમાં સરકારને મહાગુજરાત જનતા પરિષદના આગેવાનોને છોડવા પડ્યા. જેમનું અમદાવાદ રેલવે સ્ટેશન પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે માણેકચોકની સભામાં હરિહર ખંભોળજાએ ઉગ્ર ભાષામાં ઝાટકણી કાઢતાં કહ્યું, ‘અમને પકડીને જેલમાં મૂકવાથી આંદોલન શાંત થઈ જશે તેમ સરકાર માનતી હતી, પરંતુ એક નહીં અગિયાર મોરારજીભાઈ અને બાવીસ જવાહરલાલ આવે તો પણ મહાગુજરાતને આવતું કોઈ રોકી શકે નહી. આજે સિંહનુ ચામડું ઓઢીને ગધેડા ચરવા નીકળ્યા છે અને સિંહને જેલમાં પૂરેલા છે, પરંતુ ઝાડું લઈને અમે તેમને સાફ કરી નાખીશું.’ મહાગુજરાત જનતા પરિષદના આગેવાનોએ ઠેર-ઠેર ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો. મુંબઈથી કેટલાક પૈસાદાર કોંગ્રેસીઓ ગુજરાત આવીને મતદારોને લલચાવતા હતા. ખાવા-પીવાથી લઈને વસ્તુઓ ભેટમાં આપતા. કેટલાક નેતાઓએ પીત્તળની થાળીઓ વહેંચી હતી. તેના જવાબમાં મહાગુજરાત જનતા પરિષદે સૂત્ર આપ્યું, ‘મુંબઈના શેઠીયા છૂટી પડ્યા, પીત્તળની થાળીઓ છૂટી પડી.’ ચૂંટણીનું પરિણામ આવતાં જ કોંગ્રેસમાં સોંપો પડી ગયો. ગુજરાતમાં જનતા પરિષદે લોકસભાની 5 અને વિધાનસભાની 29 સીટો જીતી જ્યારે મહારાષ્ટ્રમાં અલગ રાજ્યની માગને લઈને આંદોલન ચલાવતી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ જબરદસ્ત દેખાવ કરતાં કોંગ્રેસના નેતાઓ હચમચી ગયા હતા. આંદોલન વચ્ચે ઈન્દુલાલે રાષ્ટ્રપતિ ડો રાધાકૃષ્ણનની મુલાકાત લીધી અને ગુજરાતની સ્થિતિ અને પ્રજાની લાગણીથી માહિતગાર કર્યા. મુલાકાત 45 મિનિટ ચાલી હતી. ઈન્દુલાલે પાર્લામેન્ટના મુખ્ય હોલમાં સરદાર વલ્લભભાઈ પટેલનું તૈલચિત્ર મૂકવા માટે પંડિત નહેરુ અને પંડિત ગોવિંદ વલ્લભ પંતને વિનંતી કરી. જવાબમાં નેહરુએ કહ્યું હતું, ‘સેન્ટ્રલ હોલમાં સરદાર પટેલના તૈલચિત્રનું સ્થાન હોવું જોઈએ, એ વાતનો હું બેશક સ્વીકાર કરું છું.’ દરમિયાન સુરતમાં ભારતીય જનસંઘની સભામાં અખિલ ભારતીય જનસંઘના સેક્રેટરી અટલ બિહારી બાજપેયીએ કહ્યું, ‘જો ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને એકભાષી રાજ્ય જોઈતું હોય તો તે તેમને મળવું જોઈએ. તેઓની ઈચ્છા વિરુદ્ધ બળથી તેમના પર કાંઈ લાદવું ન જોઈએ.’ આ તરફ કનેયાલાલ મુનશીએ એવું નિવેદન આપ્યું કે ગુજરાતીઓ વિચારતા થઈ ગયા. અમદાવાદમાં ગુજરાત ક્ષત્રિય સભાની બેઠકમાં ભારતીય સંસ્કૃતિ અંગે પ્રવચન આપતાં કનૈયાલાલ મનુશીએ કહ્યું, ‘મુંબઈને મહારાષ્ટ્ર અથવા ગુજરાતથી જુદું પાડી શકાય નહીં. મુંબઈ શહેર કોઈનું પણ નથી. મુંબઈ તો સમગ્ર દેશનું છે. આથી આપણે મહાગુજરાતનું આંદોલન છોડી દઈએ અને આપણી શક્તિ દેશના હિત માટે વાપરીએ તે જરૂરી છે.’ કનેયાલાલ મુનશી અને ઈન્દુલાલ યાજ્ઞિક વર્ષો સુધી નિકટના પરિચયમાં રહ્યા હતા, કચ્છમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મદિને મુનશીને જવાબ આપતાં ઈન્દુલાલે કહ્યું, ‘મુનશીએ જે પ્રવચન કર્યું છે તે ગુજરાતના હિતની વિરોધનું છે.’ તેમણે સાત દિવસના ઉપસવાસની જાહેરાત કરતાં કહ્યું કે હું આનાથી મારા કાર્યકરોને સજાગ કરવા માગું છું. આંદોલનને એક વર્ષ પૂરું થતાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકો માટે મહાગુજરાત જનતા પરિષદે 8 ઓગસ્ટ, 1958ના રોજ કોંગ્રેસ હાઉસ સામેના ટ્રાફિક સર્કલ પર શહીદ સ્મારકની રચના કરવાની જાહેરાત કરી. જેનાથી સરકાર અને પોલીસ પણ સચેત થઈ ગઈ. આગલા દિવસે શહીદોની ખાંભી સાથે સરઘસ કાઢી લાલ દરવાજા મેદાનમાં જાહેરસભા રાખવાનું નક્કી થયું. બીજા દિવસે જડબેસલાક હડતાલ વચ્ચે મણિલાલ મેન્શનથી ખાંભી સત્યાગ્રહ શરૂ થયો. એક ચાર પૈડાવાળી લારીમાં શહીદોની ખાંભી મૂકી સરઘસ નીકળ્યું, પાછળ કદી જોયો ન હોય એવો માનવમહેરામણ ઘૂઘવાતો હતો. તણાવભર્યા માહોલ વચ્ચે બપોરના 2.17 વાગ્યે ટ્રાફિક સર્કલ પર ઈન્દુલાલ યાજ્ઞિકે પ્રથમ ખાંભી મૂકી અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. સાંજે લાલ દરવાજા મેદાનમાં સભામાં ઈન્દુલાલે લાક્ષણિક શૈલીમાં કહ્યું, ‘દ્વિભાષી રાજ્યની રચના માટે કોઈની પણ જવાબદારી હોય તો તે પંડિત નહેરુની છે અને મુખ્યપધાન યશવંત ચવ્હાણ આરોપીના પિંજરામાં છે. મુંબઈ સચિવાલયમાં ગુજરાતનો કઈ ધણી-ધોરી નથી.’ દરમિયાન એવી વાતો વહેતી થઈ કે રાતના સમયે સરકાર આ ખાંભી ઉપાડી લઈ શકે છે. આથી 24 કલાક 11 સ્વંયસેવકોની ટુકડી મૂકવામાં આવી. 3-4 દિવસ તો શાંતિથી ગયા પણ 12 ઓગસ્ટ, 1958ના રોજ વહેલી સવારે પોલીસે અચાનક દરોડા પાડ્યા. ખાંભીઓ ઉપાડી લીધી અને હાજર સ્વંયસેવકોને પકડી લીધા. ખાંભી સિમેન્ટથી ચોંટાડવામાં આવી હતી, જે જલદીથી ઉખડે એમ ન હોય તેને તોડીને પોલીસવાનમાં લઈ જવામાં આવી હતી. આ સમાચાર ફેલાતાં જ અમદાવાદમાં તોફાનો શરૂ થઈ ગયા હતા અને ઠેર-ઠેર પોલીસ પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પોલીસે તરત કર્ફ્યૂ લાદી દીધો હતો. આમ છતાં ટોળાએ 40 સ્થળોએ આગ લગાડી દીધી. પોલીસે 250થી વધુ લોકોની ધરપકડ કરી હતી. હવે મહાગુજરાતની રચનાનો પ્રશ્ન જેટલો મહત્વનો અને લાગણીનો હતો એટલો જ પ્રશ્ન શહીદ સ્મારકની રચનાનો બની ગયો હતો. ખાંભી ઉઠાવી લેવાના સરકારના કૃત્યના વિરોધમાં ઈન્દુલાલે 7 દિવસના ઉપવાસ જાહેર કર્યા. 4-5 દિવસ સુધી અમદાવાદમાં ઠેર-ઠેર ગોળીબાર અને આગજનીના બનાવો બન્યા. ખુદ મુખ્યપ્રધાન યશવંતરાય ચવ્હાણને અમદાવાદ દોડી આવવું પડ્યું. તેમણ લોકોને શાંતિ રાખવાની અપીલ કરતાં કહ્યું, ‘આ મહાન શહેરનું નામ બદનામ ન થાય એ રીતે વર્તવા મારી નાગરિકોને વિનંતી છે.’ ગુજરાત જનતા પરિષદે જેલભરો કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું. જેને શહીદ સ્મારક સત્યાગ્રહ નામ અપાયું. રોજ એક ટુકડી નીકળતી અને સામેથી ધરપકડ વ્હોરતી. પોલીસ પકડીને કોર્ટમાં રજૂ કરતી અને મેજિસ્ટ્રેટ તેમને સજા કરતા. આ સત્યાગ્રહ 266 દિવસ ચાલ્યો હતો. જેમાં તમામ દિવસે 266 ટુકડીઓએ ધરપકડ વહોરી હતી. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ પણ આ સત્યાગ્રહને ટેકો આપ્યો હતો. મુંબઈથી 24 મહિલાઓની એક ટુકડીએ પણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. દેશભરના અખબારોમાં રોજેરોજ સ્મારક સત્યાગ્રહના સમાચારો છપાતા. પંજાબમાંથી અકાલદળે મહાગુજરાતના આંદોલનને પોતાનો ટેકો જાહેર કરી મહાગુજરાત જનતા પરિષદને રૂપિયા 1000 મોકલ્યા હતા. સત્યાગ્રહ જે રીતે શાંત અને વ્યવસ્થિત ચાલતો હતો તેનાથી આકર્ષાઈને જયપ્રકાશ નારાયણ તારીખ 27મી સપ્ટેમ્બર, 1958ના રોજ ખાસ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સરદાર પટેલના પુત્રવધુ ભાવુબેન ડાહ્યાભાઈ પટેલ સહિત 125 અગ્રણીઓએ એક સાથે સત્યાગ્રહ કર્યો હતો. દરમિયાન 8 નવેમ્બર, 1958ના રોજ વડોદરામાં પંડિત નહેરુ આવ્યા હતા અને તેમની જાહેરસભા રાખવામાં આવી હતી. જેની સમાંતર મહાગુજરાત જનતાપરિષદે સભા યોજી હતી. જેનાથી પંડિત નહેરુ ઉશ્કેરાઈને બોલ્યા હતા, ‘ફાસિસ્ટ તત્વો સામે નમતું જોખી શકાય નહીં.’ આ અરસામાં અમદાવાદના રાયખડ વૈશ્યસભા પાસે કોંગ્રેસની સભામાં મોરારજીભાઈ દેસાઈએ કડક ભાષામાં બોલતા કહ્યું, ‘દ્વિભાષી પાર્લામેન્ટનો નિર્ણય બદલાશે જ નહીં. અને આ સત્યાગ્રહથી કોઈ નમી નહીં જાય. સત્યાગ્રહવાળાને શહીદોની કશી નથી પડી. તેમને તો કોંગ્રેસ તોડવી છે. હું તો આશા રાખું છું કે દ્વિભાષી જેવા આવા સંયુક્ત રાજ્યો વધુ થાય. ગુજરાત તો નહીં મળે પણ આ બધું કરવામાં ગુજરાતનો નાશ થશે.’ અલગ રાજ્યની માગ સાથે આંદોલન જેટલું ગુજરાતમાં ચાલતું હતું તેટલુ ઉગ્ર આંદોલન અલગ મહારાષ્ટ્ર રાજ્ય માટે મહારાષ્ટ્રમાં ચાલતું હતું. પોલીસ દમનમાં ગુજરાતમાં 24 લોકો જ્યારે મહારાષ્ટ્રમાં 106 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અલગ રાજ્યોની માગ સાથે ચાલતા આંદોલનથી ધીમે ધીમે કોંગ્રેસના નેતાઓ પણ કંટાળવા લાગ્યા હતા. કોંગ્રેસના અમુક નેતાઓને પણ લાગવા માડ્યું હતું કે મુંબઈ રાજ્ય ટકવાનું નથી પણ બધા મોરારજીભાઈથી ડરતા હતા, જેથી પોતાના દિલની લાગણી વ્યક્ત કરી શકતા નહોતા પણ દિલ્હી સરકારને લાગવા માંડ્યું હતું કે હવે આ સ્થિતિ લાંબો સમય ચલાવી શકાય એમ નથી. ધીમે ધીમે છાનામાના અલગ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની કવાયત શરૂ કરી દીધી. 16મી ઓગસ્ટ, 1958ના અખબારોમાં અહેવાલ છપાયા કે કોંગ્રેસી મોવડી મંડળ મુંબઈ રાજ્યનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ માટે કોંગ્રેસના મહામંત્રી ઈન્દિરા ગાંધીને કામગીરી સોપવામાં આવી છે. દરમિયાન પ્રધાન મંડળની બેઠકમાં મુંબઈના મુખ્યપ્રધાન યશવંતરાય ચવ્હાણે સૌ પ્રથમવાર માહિતી આપી કે દ્વિભાષી રાજ્યનું વિભાજન કરવા માટે કોંગ્રેસ મોવડી મંડળ સાથે ચર્ચા ચાલી રહી છે. 28 ઓગસ્ટ, 1958નો દિવસ ગુજરાતીઓ માટે શુભ સમાચાર લઈને આવ્યો. આખા ગુજરાતમાં પ્રસન્નતાનું મોજું ફરી વળ્યું હતું. અખબારોમાં સમાચાર છપાયા કે નવેમ્બરની શરૂઆતમાં પાર્લામેન્ટની બેઠકમાં દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન અંગેનો ઠરાવ રજૂ થશે અને ગુજરાત અલગ નવું રાજ્ય બનશે અને ડૉ. જીવરાજ મહેતા મુખ્યપ્રધાન બનશે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ. હવે અલગ ગુજરાત રાજ્યની રચના માટે પહેલાં જેઓ વિરોધ કરતા હતા એ મોરારજીભાઈ દેસાઈ ખુદ કામે લાગી ગયા. મુંબઈના મરિન ડ્રાઈવ ખાતે તેમના નિવાસસ્થાન ‘આશિયાના’માં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો વચ્ચે મોડી રાત સુધી ચર્ચા-વિચારણા થવા લાગી. ઈન્દુલાલ યાજ્ઞિકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘દ્વિભાષી રાજ્યનું વિભાજન થાય ત્યારે તમામ ગુજરાતીભાષી વિસ્તારોને ગુજરાત રાજ્યમાં સમાવી લેવા જોઈએ. ડાંગનો સમાવેશ ગુજરાતમાં જ થવો જોઈએ, તેમાં કોઈ બાંધછોડ કે અવકાશ નથી. વિભાજન થાય ત્યારે તેમના કર્મચારીઓ અને મિલકતોનો વિચાર કરવો જોઈએ. આદિવાસીઓનો મોટાભાગનો વિસ્તાર ગુજરાત છે, તેથી તે પણ ગુજરાતમાં રહેવો જોઈએ. આ બાબતમાં અમને વિશ્વાસમાં લેવા જોઈએ.’ જ્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિની બેઠકમાં ચર્ચામાં સૂર ઉઠ્યો કે ગુજરાત એ ધનાઢ્ય નથી, પરંતુ ખાધવાળો વિસ્તાર છે અને ઘણો વિસ્તાર પછાત છે. ગુજરાત રાજ્યની રચનાની તૈયારી વચ્ચે મહાકવિ ન્હાનાલાલ રચિત ગ્રંથ ‘હરિસંહિતા’ના વિમોચન પ્રસંગે 28મી નવેમ્બર, 1959ના રોજ વડાપ્રધાન નહેરુ અમદાવાદ આવ્યા હતા. કાંકરિયા ફૂટબોલ મેદાનમાં સભામાં તેમણે કહ્યું, ‘આખરે અમને લાગ્યું કે બધાને પસંદ પડે તે રસ્તો અમારે લેવો જોઈએ. જે કંઈ બની ગયું છે તે મારો અપરાધ હતો, તેનો હું સ્વીકાર કરું છું.’ લોકોએ બધું ભૂલી જઈને ખૂબ ઉમળકાથી તાળીઓના ગડગડાટ સાથે નહેરુને વધાવી લીધા. 7મી ડિસેમ્બર 1959ના રોજ કોંગ્રેસ કારોબારીએ મુંબઈ રાજ્યનું વિભાજન કરવાની દરખાસ્તને આખરી મંજૂરી આપી, જેમાં બે બાબત મુખ્ય હતી. નવા રાજ્યની રચના પછી લગભગ 10 વર્ષ માટે ગુજરાતને 40 કરોડની રકમ આપવાની રહેશે. બીજું ગુજરાતની રાજધાની સ્થાપવા માટે મહારાષ્ટ્ર ગુજરાતને રૂપિયા 10 કરોડ આપશે. ગુજરાત રાજ્યની રચનાના પ્રશ્નોને ઝડપી ઉકેલવા માટે ભાવિ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા દર અઠવાડિયે અમદાવાદ આવવા લાગ્યા. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ઈશ્વરન (આઈસીએસ) અને મુખ્ય પોલીસ વડા તરીકે કાનેટકર તેમજ ગૃહસચિવ તરીકે ગુજરાતના જ જી.એલ.શેઠ (આઈસીએસ), ચીફ એન્જિનિયર ઉપેન્દ્ર ભટ્ટના નામોની જાહેરાત થઈ. જ્યારે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ તરીકે એસ.ટી.દેસાઈની વરણી કરાઈ. ગુજરાતના કામચલાઉ સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક બિલ્ડિંગ તેમજ વિધાનસભા ગૃહ તરીકે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગના મકાન અને ઓડિટોરિયમ હોલનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું. રાજ્યભવન તરીકે શાહીબાગ ખાતેનો કમિશનરનો બંગલો (અત્યારનું સરદાર સ્મારક) નક્કી થયું. હાઈકોર્ટ માટે નવરંગપુરામાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલની પસંદગી કરાઈ. જ્યારે જજો માટે શાહીબાગના 33 સરકારી બંગલાઓ ફાળવવામાં આવ્યા. સરકારના ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે શાહીબાગ, દૂધેશ્વર વગેરે સ્થળોએ આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો કબ્જો લેવામાં આવ્યો. 24મી ફેબ્રુઆરી, 1960ના રોજ નવી દિલ્હીમાં મોરારજી દેસાઈએ જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું ઉદઘાટન 1લી મે, 1960ના રોજ થશે. 17 એપ્રિલ, 1960ના રોજ મુંબઈથી ગુજરાત સચિવાલયના કર્મચારીઓ અને સેંકડો ટાઈપરાઈટરો 4 હજારથી વધુ કાગળોના પાર્સલો સાથેની ટ્રેનો અમદાવાદ આવી. 19મી એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે લોકસભામાં મુંબઈ રાજ્ય વિભાજન બિલ પસાર કર્યું. વિરોધપક્ષે રજૂ કરેલા 100 સુધારાનો અસ્વીકાર કરવામાં આવ્યો, જેમાં એક સુધારો ગુજરાતનું નામ મહાગુજરાત રાખવાનો હતો પણ તે નામંજૂર થયો. 23મી એપ્રિલ, 1960ના રોજ રાજ્યસભાએ પણ બિલને મંજૂરી આપી દીધી. ત્યાર બાદ ગુજરાતના નવા પ્રધાનમંડળના મંત્રીઓની યાદી બહાર પાડવામાં આવી. ગુજરાતના પ્રથમ ગર્વનર તરીકે હૈદરાબાદ શાહી કુટુંબના મહેંદી નવાઝ જંગની નિમણૂક થઈ. આંદોલન ‘મહાગુજરાત’ના નામે તો રાજ્યનું નામ ‘ગુજરાત’ કેમ પડ્યું? સ્થાપના માટે 1લી મેનો દિવસ જ કેમ પસંદ કરાયો? ગુજરાત રાજ્યની રચના પહેલા લોકસભામાં બીલ પર ચર્ચા વખતે રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. જે આ પ્રમાણે છે… યાદવ નારાયણ જાદવ (માંલેગાવના સાંસદ-પ્રજા સમાજવાદી પાર્ટી): મેં જે સુધારા સૂચવ્યા છે તે અંગે મારા વિચાર રાખવા માંગું છું. જ્યારે આ બીલ (બોમ્બે રીઓર્ગેનાઈઝેન-1960) એસેમ્બલીમાં રજૂ થયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે પહેલી એપ્રિલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને નવા રાજ્ય બનશે. ત્યાર બાદ અમુક અડચણો સામે આવી તો કહેવામાં આવ્યું કે 1 મેના રોજ બંને નવા રાજ્ય અસ્તિત્વમાં આવશે. પણ મુંબઈ એસેમ્બલીમાં ઘણા સભ્યોની માંગ હતી કે 27 એપ્રિલના રોજ જ નવા રાજ્ય બને. કેમ કે મહારાષ્ટ્રના મહાપુરુષ શિવાજી મહારાજનો તે દિવસે જન્મ દિવસ છે. શિવાજી મહારાજને યુગ પુરુષ કહેવા જોઈએ, કેમ કે તેમણે મહારાષ્ટ્રને ઈજ્જત આપી છે. એટલા માટે 27 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર નવું રાજ્ય બનવું જોઈએ. તો વધુ સારું થાત. આ ભાવનાને મુંબઈના ચીફ મિનિસ્ટરે પણ માની છે. તો આશા રાખું છું કે નવા બનનારા રાજ્યો 27મી એપ્રિલના રોજ બને તેના પર વિચાર કરવામાં આવે. બીજી વાત એ કહેવા માંગું છું કે બીજા રાજ્યનું નામ જે ગુજરાત રાખવાનું નક્કી થયું છે તેની જગ્યાએ મહાગુજરાત રાખવામાં આવે. આની પાછળ બહુ મોટી ભાવના છે. તમને ખબર હશે કે સૌરાષ્ટ્રમાં જ્યારે અલગ અલગ રજવાડાઓ હતા અને 1948માં તેને એક કરવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્રનું ઉદઘાટન કરતાં આપણા મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેનું દેશને આઝાદ કરાવવામાં મોટું યોગદાન છે તેમેણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર બની જવાથી એક સ્વપ્ન પરું પણ મારું બીજું સ્વપ્ન મહાગુજરાત બનાવવાનું છે. જે હજી પુરું નથી થયું અને હું આશા કરું છું કે તે પણ પૂરું થશે. હજી પણ કેટલાક લોકો છે જે કહે છે કે બે રાજ્ય અલગ ન હોવા જોઈએ. જે આ રીતને વાતો કરે છે તેમના પ્રત્યે મારા દિલમાં ઈજ્જત છે. જીવરાજજી મહેતા કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના છે તેમનું કહેવું છે કે અમે તો નથી ઈચ્છતા કે ગુજરાત અને મુંબઈ અલગ થાય. પણ બે રાજ્ય બની રહ્યા છે એટલે તેમને આને મંજૂર કરવા પડી રહ્યા છે. જ્યારે કોઈ આ પ્રકારની વાત કરે છે તો મને એક કહાની યાદ આવે છે. વાસ્તરમાં તેઓ ઈચ્છે તો છે કે ગુજરાત નવું રાજ્ય બંને પણ ઉપરથી એવું પણ કહે છે કે આવું ન થાય. કહાની કંઈક આવી છે. એક વ્યક્તિ ઝઘડો કરીને ઘરથી બહાર નીકળી જાય છે. તેણે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો, બાળકો સાથે ઝઘડો કર્યો. લોકસભા અધ્યક્ષ (વચ્ચે અટકાવતા): માનનીય સભ્ય સમયની અછત છે. તો કહાની કહીને શું કહેવા માંગો છો? અમજદ અલી (ધુબરી સાંસદ પ્રજા સમાજવાદી પાર્ટી): તેઓ સમજાવી રહ્યા છે. યાદવ નારાયણ જાદવ: વ્યક્તિ ગુસ્સો કરીને ઘરની બહાર તો નકળી ગયો પણ તેના મનમાં વિચાર આવ્યો કે તે ઘરની બહાર નીકળીને તેણે બરોબર નથી કર્યું. તેણે વિચાર્યું કે તેણે પાછા ઘરે ચાલ્યા જવું જોઈએ. હવે તે ઘરે જાય તો કેવી રીતે જાય? રસ્તામાં તેને ઘેટા મળ્યા અને તે ઘર તરફ થઈ રહ્યા હતા. તેણે વિચાર્યું કે હું ઘેટાની પૂંછડી પકડીને ઘર જઈ શકું છું અને તે મને ઘરે પહોંચાડી દેશે. તે પથી ઘેટાની પૂંછડી પકડીને ઘરે પહોંચી ગયો. આ જ રીતે જેઓ કહે છે કે ગુજરાતનું અલગથી રાજ્ય ન બનવું જોઈએ, તેમના દીલમાં આ ભાવના તો છે, ઉમંગ તો છે કે ગુજરાત રાજ્ય બંને, પણ ઉપરથી તેઓ કહે છે કે તે ન બનવું જોઈએ. તો હું કહેવા માંગું છું કે નવા ગુજકરાત રાજ્યનું નામ મહા-ગુજરાત રાખવામાં આવે અને આવું કરવામાં આવશે તો સરદાર પટેલની જે ઈચ્છા હતી તે પૂરી થઈ શકશે. પ્રેમજીભાઈ આસર (રત્નાગીરી સાંસદ, ભારતીય જન સંઘ): અધ્યક્ષ મહોદય, એપ્વાઈટિડ-ડેની વ્યાખ્યા 1લી મે કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ દિવસે આ બંને રાજ્ય (ગુજરાત, મહારાષ્ટ્ર) બને. પણ મહારાષ્ટ્રની જનતાની ભાવનાને ધ્યાનમાં રાખતા મારું સૂચન છે કે 27 એપ્રલે આ રાજ્ય અસ્તિત્વમાં આવે. 27 એપ્રિલનો દિવસ ભારત વર્ષની જનતા માટે અને ખાસ કરીને મહારાષ્ટ્રની જનતા માટે પરમ શ્રેષ્ઠ છે. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ દિવસ છે. અને આ જ શુભ દિવસ અને શુભ અવસર પર મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે રાજ્યોની સ્થાપના થવી જોઈએ. મોતીસિંહ બહાદુરસિંહ ઠાકોર (પાટણ સાંસદ- મહાગુજરાત જનતા પરિષદ): હું મહાગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું જેમણે એકભાષી રાજ્યો માટે લડાઈ લડી અને તેમને પ્રાપ્ત કર્યા. આ લોકોની આકાંક્ષાઓ અને બલિદાનની સફળતા છે. લોકોની લાગણી છે કે ગુજરાત રાજ્યનું નામ મહાગુજરાત હોવું જોઈએ. તે માટે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લડી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઇચ્છતા હતા કે ભવિષ્યમાં જો ગુજરાત રાજ્યની રચના થાય તો તેનું નામ મહાગુજરાત રાખવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ તેમના ઠરાવમાં ઉલ્લેખ કર્યો હતો કે જો ગુજરાત રાજ્યની રચના થાય તો તેનું નામ મહાગુજરાત રાખવામાં આવે. ગૃહને મારી અપીલ છે કે ગુજરાત રાજ્યનું નામ મહાગુજરાત રાખવામાં આવે. ગૃહમંત્રીને પણ આની સાથે સહમત થવા અપીલ કરું છું. મને ખરેખર ખૂબ જ દુઃખ છે કે મુખ્યમંત્રી ચવ્હાણ મુંબઈ વિધાનસભાના કેટલાક સભ્યોની આ રજૂઆત સાથે સહમત ન થયા. સાંસદ જાધવે આ સંદર્ભમાં જે કહ્યું તેને હું સંપૂર્ણ સમર્થન કરું છું. જો ગૃહમંત્રી આ નવા રાજ્યનું નામ મહાગુજરાત રાખવા માટે સંમત ન હોય, તો તેનું નામ ‘ગુજર દેશ’ રાખવું જોઈએ. મને આશા છે કે આ સન્માનિત ગૃહ આ બાબત પર વિચાર કરશે જે બી પંત (કેન્દ્રીય ગૃહમંત્રી): અહીં ત્રણ કે ચાર સુધારા સૂચવવામાં આવ્યા છે. જેમાં એક બે નવા રાજ્યો (ગુજરાત અને મહારાષ્ટ્ર) નું ઉદ્ઘાટન 1 મેના બદલે 27 એપ્રિલે કરવા અંગે હતું. જો તે શક્ય હોત તો હું તેનું સ્વાગત કરેત. પણ મને લાગે છે કે તે શક્ય નથી. તેથી બંને રાજ્યોની સ્થાપના માટે 1 મેની તારીખ ફીક્સ રાખવી જોઈએ. ડાંગે (બોમ્બેના સીપીઆઈ સાંસદ શ્રીપાદ અમૃત ડાંગે)ના મતે 1લી મે તારીખનું એક ખાસ મહત્વ છે અને તેનું આંતરરાષ્ટ્રીય મહત્વનો પણ છે. તેથી આપણે તેને જ વળગી રહીએ. અન્ય સુધારા નામો સાથે સંબંધિત છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની વાત કરીએ તો બંનેનો લાંબો ઇતિહાસ અને ભવ્ય પરંપરાઓ છે. તેથી જ્યારે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત નામોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આ બે મહાન રાજ્યોનો પ્રાચીન ઇતિહાસ અને ભારતીય સંઘમાં તેમનુ સ્થાન આપણને યાદ અપાવે છે. તેમજ ભારતને તે લાક્ષણિકતાઓ આપીએ છીએ જે દેશની તાકાત અને તેની સંસ્કૃતિની સમૃદ્ધિ તરફ દોરી ગઈ છે. આ બંને નામો સ્વીટ છે અને આપણે તેને જ વળગી રહીએ એ સારું છે. એક માનનીય સભ્યએ કહ્યું કે જો આપણી પાસે મહાગુજરાત ન હોય તો આપણી પાસે ગુર્જરદેશ હોવું જ જોઈએ. જેથી તે એક યા બીજા નામ દ્વારા ગુજરાતને રસ્તામાંથી દૂર કરવામાં રસ ધરાવતા હોય એવું લાગે છે. મને નથી લાગતું કે તેમની દલીલમાં દમ છે. આ રસપ્રદ ચર્ચા સાથે બીલ સંસદમાંથી પાસ થયું હતું…. બીજી તરફ બિલ પસાર થયા પછી નહેરુએ કહ્યું, ‘ગુજરાતને હું મારી શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે વેર-ભાવનાની વાત ભૂલી જઈને આ બિલને કુટુંબીઓને જ આપેલા હિસ્સાના એક દસ્તાવેજ તરીકે ગણવો જોઈએ.’ 27મી એપ્રિલથી 2જી મે સુધી ઉજવણી ચાલી. આખા અમદાવાદ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું. 1 મે,1960ના રોજ વહેલી સવારે અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંદવિધિ થઈ. લોકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું. તેમણે કહ્યું, ‘ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા વહીવટકર્તાઓ ધ્યાન આપે તેટલી જ મારી તો સલાહ છે. ‘ આ સાથે જ આપણા ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગ્યો અને અલગ ગુજરાતી ભાષાના રાજ્યની રચના થઈ…જય જય ગરવી ગુજરાત… ગ્રાફિક્સઃ વિનોદ પરમાર વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-1 વાંચો, મહાગુજરાતની મહાગાથા પાર્ટ-2 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *