ગુજરાતમાં હવામાનનો મે મહિનામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો ભાસ્કર એક્સપ્લેનરમાં જાણો કારણો અને સાવચેતી…. ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા મે મહિનાની શરૂઆતથી જ પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 3 મે થી 8 મે, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો અનુભવાશે, જે 10-11 મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વધુ તીવ્ર બની શકે છે. હવામાનમાં ફેરફારના કારણો શું છે? હાલમાં ગુજરાતના હવામાનને ત્રણ મુખ્ય સિસ્ટમ અસર કરી રહી છે: આ ત્રણેય સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ભેજવાળા પવનોનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે પ્રિ-મોન્સુન એક્ટિવિટી માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટી એટલે શું? ચોમાસાની મુખ્ય ઋતુ શરૂ થાય તે પહેલાં, મે-જૂન મહિનામાં ગરમી અને ભેજ વધવાને કારણે બપોર પછી અથવા સાંજે ગાજવીજ, ભારે પવન (આંધી) અને ક્યારેક કરા સાથે જે વરસાદ પડે છે, તેને પ્રિ-મોન્સુન એક્ટિવિટી કહેવાય છે. આગાહી અને ચેતવણી: હવામાન વિભાગ મુજબ, આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, અને ગાજવીજ સાથે પવનના ઝટકા 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ કરીને 10-11 મે આસપાસ ભારે પવન, આંધી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવી ખેડૂતો, ખાસ કરીને કેરીના બાગાયતદારોને સાવચેત રહેવા જણાવ્યું છે. સંભવિત અસરો અને સાવચેતી: ભારે પવનને કારણે મોટા ઝાડ પડી શકે છે, ઉભા પાક (ખાસ કરીને કેળા, પપૈયા, કેરી)ને નુકસાન થઈ શકે છે. વીજળીના તાર અને કોમ્યુનિકેશન લાઇનોને પણ નુકસાન થઈ શકે છે. કાચા મકાનોને પણ અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, હવામાન સમાચારોથી અપડેટ રહેવું, સુરક્ષિત સ્થળે રહેવું, ઝાડ કે જૂની દીવાલો નીચે ઉભા ન રહેવું, ઇલેક્ટ્રોનિક ઉપકરણોના પ્લગ કાઢી નાખવા અને વીજળી પ્રવાહિત કરી શકે તેવી વસ્તુઓથી દૂર રહેવું સલાહભર્યું છે. જરૂર જણાયે થોડા દિવસો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ રાખવો હિતાવહ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ