P24 News Gujarat

મંદિરમાં પડેલી એ લાશ કોની હતી?:હત્યાની ફાઇલ અભેરાઇએ ચડી, 9 મહિના બાદ નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઇ ને આવ્યો નવો વળાંક

સ્થળ-શિવમંદિર, બગોદરા હાઇવે
તારીખ- 2 જૂન, 2015
સમય- સવારના 6 વાગ્યે ઉનાળાનો દિવસ હતો. સૂરજ સરખો બહાર પણ નહોતો આવ્યો. શિવ મંદિરના પૂજારી નિત્યક્રમ મુજબ પૂજાની તૈયારી કરતા હતા. મંદિરના પટાંગણમાં જ બનેલી ઓરડી ખોલી તો તેમનું મોં પહોંળું થઇ ગયું. સામે એક મહિલાની લાશ નીચે પડી હતી. ચારેબાજુ લોહી જ લોહી હતું. આ દૃશ્ય જોયા બાદ પૂજારી પળવારમાં જ રાડ પાડતા બહાર નીકળી ગયા. આ સમયે મંદિર પરિસરમાં કેટલાક લોકો પણ હાજર હતા. પૂજારીની રાડ સાંભળીને તે બધા દોડતા દોડતા આવ્યા. પૂજારી પાસે આવીને ઊભા રહ્યા અને પૂછ્યું કે શું થયું છે? પૂજારીએ ધ્રુજતા અવાજે ઓરડીમાં કોઇ મહિલાની લાશ પડી હોવાની વાત કહી. પૂજારીની આ વાત બાદ સૌ કોઇ ઓરડી તરફ દોડી ગયા. અંદર જઇને જોયું તો પૂજારીની વાત સાચી પડી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો એક મંદિરમાં મહિલાની થયેલી હત્યાનો એવો કેસ જેમાં 9 મહિના સુધી પોલીસને કોઇ કડી જ ન મળી. તપાસમાં નિષ્ફળતા અને સફળતાના ચડાવ ઉતાર વચ્ચે કેવી રીતે એક વિચારથી પોલીસને પગેરૂં મળ્યું અને પછી આખો કેસ ઉકેલાયો. આ લાશ કોની છે? કોણે મહિલાની હત્યા કરી? મંદિરમાં હત્યા કરવા પાછળનો શું ઇરાદો હશે? અંદરોઅંદર આવો ગણગણાટ થવા લાગ્યો. કેમ કે જેની લાશ અહીંયા પડી હતી તે મહિલાને આ પહેલાં કોઇએ મંદિરમાં આવતા જતા જોઇ નહોતી. આમાંથી કોઇએ તાત્કાલિક બગોદરા પોલીસને કોલ કરીને કહ્યું, ‘સાહેબ, જલ્દી આવો. અહીં એક મહિલાની લાશ પડી છે’. કોલ આવતાં જ અમદાવાદ જિલ્લા પોલીસ સવાર સવારમાં દોડતી થઇ ગઇ. થોડી જ વારમાં બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.ચુડાસમા અને તેમની ટીમ ઘટનાસ્થળ પહોંચી ગઇ. બગોદરા-અમદાવાદ હાઇવે પર ઓનેસ્ટ હોટેલ પાસે ઓમકાર ટ્રસ્ટના ઠળીયા શિવમંદિરમાં લાશના સમાચાર ફેલાતા જ લોકોની ભીડ પણ એકઠી થઇ ગઇ હતી. પોલીસે મંદિરની ઓરડીમાં જઇને જોયું તો એક અજાણી યુવાન મહિલાની લાશ જમીન પર પડી હતી. જેની ઉંમર 25થી 30 વર્ષની લાગતી હતી. આજુબાજુ લોહીના ખાબોચિયાં ભરેલા હતા. મહિલાને માથાના પાછળના ભાગે કોઇ બોથડ પદાર્થના ઘા મારેલાના નિશાન હતા. મહિલાના જમણા હાથ પર ‘અરખા’, ‘મા કાલી’, ‘જોગણી’ અને ‘હડકવાઇ માતા’ લખેલા છુંદણા દોરેલા હતા. પીએસઆઇ જે.એમ.ચુડાસમાએ ઘટના સ્થળની આસપાસનું નિરીક્ષણ કર્યું. FSLની ટીમ, ડોગ સ્ક્વોર્ડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોને ઘટના સ્થળે બોલાવી લીધા. બધી ટીમે ઘટના સ્થળે જરૂરી તપાસ કર્યા પછી પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે બગોદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બગોદરા પોલીસે અજાણી મહિલાના હત્યાના બનાવની તપાસ આગળ વધારી. પોલીસે શિવમંદિરના પૂજારી અને દર્શન કરવા આવતા લોકોની પૂછપરછ કરી. આ સિવાય આજુબાજુના પોલીસ સ્ટેશનમાં મહિલાના ફોટો મોકલી અને બાતમીદારોને સજાગ કર્યા. અનેક પ્રયત્નો છતાં પોલીસને સફળતા ન મળી, મહિલાની ઓળખ ન થઇ. પોલીસને કોઇ કડી ન મળી. ડોગ સ્ક્વોર્ડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોના હાથ પણ ખાલી જ રહ્યા. ધીમે ધીમે સમય વિતતો ગયો. અખબારોમાં પણ આ હત્યા કેસ ચમકવાનો બંધ થઇ ગયો. પુરાવા ન મળતા પોલીસનો ઉત્સાહ પણ ઓસરવા લાગ્યો. અન્ય વણઉકેલ્યા કેસની જેમ આ કેસની ફાઇલ પણ અભેરાઇએ ચડી ગઇ અને ધૂળ ખાવા લાગી. સમયને જતાં ક્યાં વાર લાગે છે? આ ઘટનાને અંદાજે 9 મહિના જેટલો સમય વિતી ગયો. 9 મહિના બાદ અમદાવાદ ગ્રામ્યના યુવાન એસપી નિર્લિપ્ત રાયે વણઉકેલ્યા કેસોને ઉકેલવાનું નક્કી કર્યું અને તપાસ માટે એક ખાસ ટીમ બનાવી. જેમાં પસંદગીના પીઆઇ અને પીએસઆઇને સામેલ કર્યા. આ ટીમને અમદાવાદ જિલ્લાના વણઉકેલ્યા કેસોની માહિતી એકઠી કરવાનું કહેવામાં આવ્યું. જેમાં સ્પેશ્યલ ટીમ સામે ડઝનેક કેસોની ફાઈલ હાથમાં આવી. આ બધા કેસ હજી સુધી ઉકેલાયા નહોતા. બગોદરા હાઇવે પર શિવમંદિરની ઓરડીમાં અજાણી મહિલાની મળેલી લાશની ફાઇલ પણ આમાં હતી. સ્પેશ્યલ ટીમે વણઉકેલ્યા કેસોની ફાઇલ એસપી નિર્લિપ્ત રાયના ટેબલ પર મૂકી. એક પછી એક ફાઇલ જોતા નિર્લિપ્ત રાયની નજર શિવમંદિરમાં થયેલી મહિલા હત્યા કેસની ફાઇલ પર પડી. તેમને આ ફાઇલમાં વધુ રસ જાગ્યો કેમ કે હત્યા મંદિરમાં થઇ હતી. તેમણે એલસીબી પીઆઇ એસ.એન.ચૌધરી અને બી.બી.ગોયલની ટીમને આ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરવા માટે એક્શન પ્લાન બનાવી લાગી જવાની સૂચના આપી. એસપી નિર્લપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી. સૌ પહેલા ટીમે ગુમ થયેલી મહિલાઓની માહિતી એકઠી કરી તો 300 નામ સામે આવ્યા. પોલીસે બધાનો ડેટાબેઝ ચેક કર્યો. મૃતકની તસવીર સાથે ગુમ થયેલી મહિલાઓની તસવીરો સરખાવી પણ તેમાં કંઈ હાથ લાગ્યું નહીં. ત્યાર બાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી. જે સવારે પોલીસને લાશ મળી હતી તેના 8 કલાક પહેલાનો મોબાઇલ ટાવરનો ડેટા કઢાવ્યો. પોલીસે બગોદરા-બાવળા હાઇવે પર રાતના સમયે જેટલા મોબાઇલ એક્ટિવ હતા તેની વિગતો મગાવી. જોકે આ ડેટા ખૂબ મોટો હતો. કેમ કે હાઇવે પર રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો નીકળતા હોવાથી અનેક લોકોના મોબાઇલ નંબર ડેટામાં દેખાડતા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર હોવાથી એક મોબાઇલ ટાવરના સિગ્નલનું રેડિએશન ઘણા કિલોમીટર સુધી પકડતું હોય છે. એટલે મોબાઇલ યુઝર્સની સંખ્યા ખૂબ વધી જાય છે. પોલીસને હજારોની સંખ્યામાં મોબાઇલ નંબર મળ્યા. આમ છતાં પોલીસ હિંમત ન હારી. તમામ ડેટા ઝીણવટભરી રીતે ચેક કર્યો. જોકે પોલીસને આમાં પણ કોઇ સફળતા ન મળી. સતત બીજી નિષ્ફળતા મળતાં હતાશ થઇ ગયેલી ટીમે નિર્લિપ્ત રાયને સ્ટેટસ રિપોર્ટ આપ્યો અને તપાસ અટકી ગયાની વાત કરી. હવે ફક્ત તપાસ ટીમ જ નહીં પરંતુ એસપી સામે પણ આ કેસમાં કેવી રીતે આગળ વધવું અને કોઇ મહત્વની કડી સુધી પહોંચવું તે મોટો સવાલ હતો. એસપી નિર્લિપ્ત રાયે સ્પેશ્યલ ટીમને આખા ગુજરાત રાજ્યમાં ગુમ થયેલી 25થી 40 વર્ષ વચ્ચેની મહિલાઓની યાદી અલગથી મંગાવી અને તેની તપાસ કરવાનું સૂચન કર્યું. જોકે તેમાં પણ કોઇ સંતોષકારક પ્રગતિ ન થઇ. ત્રીજી નિષ્ફળતા મળતા અમદાવાદ એલસીબીની સ્પેશ્યલ ટીમ માટે હવે આ કેસ ખૂબ પેચીદો બની રહ્યો હતો. અનેક રીતે તપાસ કરી પણ કોઇ રીતે સફળતા મળતી નહોતી. હત્યારા સુધી પહોંચવાની વાત તો દૂર રહી પહેલા તો મૃતક મહિલાની જ ઓળખ નહોતી થઇ શકતી. જો મૃતક મહિલા ઓળખાય તો જ વાત કંઇક આગળ વધે તેમ હતું. નિષ્ફળતા અને હતાશા છતાં નિર્લિપ્ત રાય અને તેમની ટીમ હાર માનવા તૈયાર નહોતી. તેમણે ફરીવાર ઘટનાસ્થળના ફોટો અને કબ્જે લેવાયેલા પુરાવાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. અહીંથી તેમને એક વિચાર આવ્યો અને પોલીસ પહેલી કડી તરફ આગળ વધી શકી. અત્યાર સુધી પોલીસ પાસે ઘટનાસ્થળના ફોટો અને બીજા પુરાવા તો હતા જ પરંતુ નિર્લિપ્ત રાયે મૃતક મહિલાનો ફોટો જોયો. મૃતક મહિલાના જમણા હાથ પર અલગ અલગ છુંદણા હતા જેને ધ્યાનથી જોતા નિર્લિપ્ત રાયને એક આઇડિયા આવ્યો. મૃતક મહિલાના હાથ પર ‘અરખા’, ‘મા કાલી’, ‘જોગણી’ અને ‘હડકવાઇ માતા’ લખેલા છુંદણા દોરેલા હતા. નિર્લિપ્ત રાયના ધ્યાનમાં આવ્યું કે જેટલા છુંદણા છે તેમાંથી એક છુંદણાને બાદ કરતાં બાકીના બધા છુંદણા માતાજીના નામના છે. જ્યારે એક છુંદણામાં ‘અરખા’ લખેલું છે એટલે મૃતક મહિલાનું નામ ચોક્કસપણે ‘અરખા’ જ હોવું જોઇએ. અત્યારસુધી અંધારામાં રહેલી પોલીસને જાણે કો કોઇ આશાની કિરણ દેખાઇ હોય તેમ લાગ્યું. હવે એલસીબીની ટીમે ગુમ મહિલાઓમાં ‘અરખા’ નામની મહિલાઓની ઓળખ શરૂ કરી. જ્યારે એક ટીમને ઇલેક્શન કમિશનના ડેટામાં મતદારોના ડેટામાં લગાવવામાં આવી. આ ટીમનું કામ મતદાર યાદીમાંથી અરખા નામની મહિલાઓને શોધવાનું હતું. પોલીસને મતદાર યાદીમાંથી 20થી વધુ ‘અરખા’ નામની મહિલાઓ મળી આવી. હવે પોલીસે તેના એડ્રેસ મેળવ્યા. ત્યાર બાદ પોલીસે ગુજરાતભરમાં જ્યાં જ્યાં ‘અરખા’ નામની મહિલાઓ રહેતી હતી તેમના ઘરે જઇને તપાસ કરી. જોકે તમામ મહિલાઓ તેમના ઘરે હાજર હતી. તેમાંથી એક પણ મહિલા ગુમ નહોતી. આ સંજોગોએ પોલીસને નાસીપાસ કરી નાખી કારણ કે પોલીસને એવી આશા હતી કે જે કેસમાં સતત આટલા સમયથી મૃતકની ઓળખ નથી થઇ શકી તેમાં હવે કંઇક આગળ વધી શકાશે પણ તેવું ન થયું. અચાનક સ્પેશ્યલ ટીમને વિચાર આવ્યો કે મહિલાના હાથ પર ‘જોગણી’ અને ‘હડકવાઇ માતા’ના નામના છુંદણા દોરેલા છે એટલે બની શકે કે મહિલા જોગણી માતાજી કે હડકવાઇ માતાજીના કોઈ મંદિરે આવતી-જતી હોય કે મંદિર પાસે રહેતી હોય શકે છે. પોલીસને બીજી વાત એ ધ્યાનમાં આવી કે મૃતક મહિલાના પહેરવેશના આધારે તે ઉત્તર ગુજરાતની વતની હોવાનું લાગતું હતું. પોલીસે હવે આ 2 મુદ્દાને ધ્યાને રાખીને તપાસ આગળ વધારવાનું નક્કી કર્યું. જેના માટે પોલીસે ઇન્ટરનેટનો સહારો લીધો. ગુજરાતભરમાં જે જે જગ્યાએ જોગણી માતાજી કે હડકવાઇ માતાજીના મંદિરો હતા તેના લોકેશન શોધ્યા. જેમાંથી ઉત્તર ગુજરાતમાં આવેલા મંદિરો અલગ તારવ્યા. આ લોકેશનના આધારે ઉત્તર ગુજરાતના તમામ મંદિરોએ જઇને પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ લોકેશન પ્રમાણેના મંદિરે જતી ત્યાં પૂજારી કે દર્શને આવતા લોકોને મૃતક મહિલાના ફોટો દેખાડતી, ત્યાર બાદ મંદિરની આજુબાજુ રહેતા લોકો અને દુકાનદારોને પણ ફોટો બતાવી કોઇ મૃતક મહિલાને ઓળખે છે કે નહીં એ પૂછતી. આમ ને આમ ખૂબ સમય વિતી ગયો. એક દિવસ પોલીસ તપાસ કરતી કરતી ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં આવેલા હડકાઇ માતાજીના મંદિરે પહોંચી. અહીં પોલીસની મહેનત રંગ લાવી. અહીં પોલીસને જાણવા મળ્યું કે પેથાપુરમાં એક અરખા નામની મહિલા રહેતી હતી. પોલીસની આંખો તરત ચમકી. આ અરખા કોણ હતી? શું પોલીસ જેની ઓળખ કરવા માગતી હતી તે જ આ અરખા હતી? શું ફરીથી પોલીસને નિષ્ફળતા મળી કે અરખાની ઓળખ કરવામાં સફળતા મળી? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે વાંચો આવતીકાલના ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના એપિસોડનો પાર્ટ-2. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

​સ્થળ-શિવમંદિર, બગોદરા હાઇવે

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *