P24 News Gujarat

મુમતાઝ ગુજરાતના લોહાણા પરિવારની વહુ:વડોદરાના ગાયકવાડ ખાનદાન સાથે અનોખું કનેક્શન, શમ્મી કપૂરના પ્રેમમાં પાગલ; શર્મિલા ટાગોર સાથે 36નો આંકડો

ગોરે રંગ પે ઇતના ગુમાન ન કર… (રોટી) આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે… (બ્રહ્મચારી) બિંદિયા ચમકેગી… (દો રાસ્તે) લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે… (ચોર મચાયે શોર) બોલિવૂડ ફિલ્મોનાં આ સોંગ્સ પર આજની પેઢી પણ થરકતી જોવા મળે છે. આ ગીતો બોલિવૂડ એક્ટ્રેસ મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યાં છે. 70ના દાયકામાં મુમતાઝ એક સફળ એક્ટ્રેસ રહી ચૂકી છે. હાલમાં જ મુમતાઝ પોતાનાં સ્ફોટક નિવેદનોને કારણે ચર્ચામાં આવી છે. મુમતાઝે પોતાની કો-સ્ટાર ને હરિફ શર્મિલા ટાગોર અંગે વાતો કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું મુમતાઝના પરિવારની. મુમતાઝે કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ, ત્યારબાદ સાઇડ રોલ ને પછી લીડ રોલથી કરી હતી. મુમતાઝ એક સમયે બોલિવૂડમાંથી સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ હતી. કરિયરની પીક પર ગુજરાતી બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં. દીકરીએ ફરદીન ખાન સાથે લગ્ન કર્યાં ને હાલમાં બંને અલગ રહે છે. મુમતાઝનું લગ્ન બાદ પણ કોઈની સાથે ચક્કર હતું. પેરેન્ટ્સના ડિવોર્સ થયા
મુમતાઝનો જન્મ હૈદરાબાદમાં અબ્દુલ સલીમ અસ્કરી તથા શાદી હબીબ આગાને ત્યાં આઝાદીના 15 દિવસ પહેલાં એટલે કે 31 જુલાઈ, 1947માં થયો. મુમતાઝના પિતા હૈદારબાદમાં ડ્રાયફ્રૂટ્સ વેચતા હતા. મુમતાઝની માતા ઇરાનના શિરાઝથી હતાં. મુમતાઝ એક વર્ષની થઈ ત્યારે પેરેન્ટ્સના ડિવોર્સ થયા. આ જ કારણે તેની માતા દીકરી મુમતાઝ સાથે મુંબઈ સ્થિત પિયર આવી ગઈ. આ સમયે શાદી હબીબ પ્રેગ્નન્ટ હતાં અને તેમણે પિયરમાં બીજી દીકરીને જન્મ આપ્યો. શાદી હબીબ આગા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્મોલ ટાઇમ એક્ટ્રેસ પણ રહી ચૂક્યાં હતાં. પરિવાર આર્થિક ભીંસમાં હતો અને આ જ કારણે મુમતાઝે બહેન મલ્લિકા સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને પરિવારને મદદ કરવાનું વિચાર્યું. મુમતાઝે માત્ર પાંચ વર્ષની ઉંમરે ‘સંસ્કાર’ (1952) ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ 11 વર્ષની ઉંમરે ‘સોને કી ચીડિયા, ‘તલાક’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી. મુમતાઝની માતાએ પછી બીજાં લગ્ન કર્યાં અને તે લગ્નથી બે દીકરાઓ શાહરુખ તથા શાઝહાર છે. શાહરુખે ફિલ્મ ‘ધૂમ ધડાકા’માં કામ કર્યું છે અને તે ફિટનેસ-હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. શાદી હબીબ ઈરાનિયન હોવાને કારણે રૂઢીવાદી હતાં. મુમતાઝના પિતા ઇમામ પરિવારમાંથી આવે છે અને આ જ કારણે મુમતાને ઘરની બહાર એકલા જવાની પરવાનગી નહોતી. તે હંમેશાં સેટ પર માતા કે દાદી સાથે જ આવતી. નાની ઉંમરથી ઝાકિર હુસૈનને ઓળખતી
મુમતાઝે નાની ઉંમરથી ક્લાસિકલ ડાન્સ શીખવાની શરૂઆત કરી હતી. મુમતાઝના ડાન્સ ટીચર બીબી બાઇના ખાસ મિત્ર ઉસ્તાદ અલ્લાહ રખ્ખા હતા. ઉસ્તાદ અલ્લાહ રખ્ખાના પુત્ર ઝાકિર હુસૈન ઘણીવાર મુમતાઝના ઘરે આવતા. મુમતાઝ જ્યારે કથ્થકની પ્રેક્ટિસ કરે ત્યારે ઝાકિર હુસૈન તબલાં વગાડતા. સ્ટંટ હિરોઇન તરીકે જાણીતી બની
મુમતાઝે ‘વાહ ક્યા બાત હૈ’, ‘સ્ત્રી’, ‘સેહરા’ જેવી ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે કામ કર્યું. મુમતાઝે ‘ગહેરા દાગ’માં હીરોની બહેનનો રોલ પ્લે કર્યો. ત્યારબાદ મુમતાઝે ‘મુઝે જીને દો’ સહિત કેટલીક ફિલ્મમાં નાના-નાના રોલ પ્લે કર્યા. મુમતાઝે તે સમયના રેસલર તથા એક્ટર દારા સિંહ સાથે 16 જેટલી ફિલ્મમાં કામ કર્યું, જેમાં ‘ફૌલાદ’, ‘વીર ભીમસેન’, ‘ટારઝન કમ્સ ટુ દિલ્હી’, ‘સિકંદર-એ-આઝમ’, ‘રૂસ્તમ-એ-હિન્દ’, ‘રાકા’, ‘ડાકુ મંગલ સિંહ’ સામેલ છે. દારા સિંહ-મુમતાઝની સોળમાંથી દસ જેટલી ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી. મુમતાઝ બોલિવૂડમાં સ્ટંટ હિરોઇન તરીકે લોકપ્રિય થતાં જ તેની સાથે તે સમયના બોલિવૂડના A લિસ્ટેડ એક પણ એક્ટર કામ કરવા તૈયાર નહોતા. એ વાત અલગ છે કે દારા સિંહ સાથે કામ કરતી વખતે મુમતાઝની ફી અઢી લાખ રૂપિયા તો દારા સિંહની સાડા ચાર લાખ રૂપિયા ફી હતી. મુમતાઝ તે સમયે બે શિફ્ટમાં કામ કરતી. સવારના ચાર વાગ્યે ઊઠી જતી ને મોડી રાત સુધી કામ કરતી. રાજેશ ખન્ના સાથે કામ કર્યું ને નસીબ બદલાયું
આ દરમિયાન મુમતાઝે દિલીપ કુમાર સાથે ‘રામ ઔર શ્યામ’માં ધર્મેન્દ્ર સાથે ‘આદમી ઔર ઇન્સાન’માં નાનો રોલ કર્યો. 1969માં આવેલી રાજ ખોસલાની ફિલ્મ ‘દો રાસ્તે’થી મુમતાઝનું નસીબ ખુલ્યું. આ ફિલ્મમાં મુમતાઝે રાજેશ ખન્ના સાથે કામ કર્યું અને ફિલ્મમાં મુમતાઝ પર ચાર સોંગ્સ પિક્ચરાઇઝ કરવામાં આવ્યાં હતાં. બોક્સઑફિસ પર તે ફિલ્મ સુપરડુપર હિટ રહી. આ ફિલ્મે મુમતાઝનું નસીબ બદલી નાખ્યું અને બોલિવૂડમાં તેને લીડ રોલમાં કામ મળવા લાગ્યું. આટલું જ નહીં, આ ફિલ્મ બાદ મુમતાઝ સાથે જે એક્ટર્સે કામ કરવાની ના પાડી હતી, તેઓ પણ કામ કરવા તૈયાર થઈ ગયા. મુમતાઝે રાજેશ ખન્ના સાથે 10 ફિલ્મમાં કામ કર્યું અને મોટાભાગની ફિલ્મ સુપરડુપર હિટ રહી. રાજેશ ખન્ના ને મુમતાઝની જોડીએ તે સમયે ધૂમ મચાવી હતી. મુમતાઝે ફિરોઝ ખાન સાથે ‘મેલા’, ‘અપરાધ’, ‘નાગિન’ તો ધર્મેન્દ્ર સાથે ‘લોફર’, ‘ઝીલ કે ઉસ પાર’ જેવી ફિલ્મમાં કામ કર્યું. એક સમયે શશિ કપૂરે મુમતાઝ સાથે ફિલ્મ ‘સચ્ચા જૂઠ્ઠા’માં કામ કરવાની ના પાડી હતી અને પછી ફિલ્મ ‘ચોર મચાયે શોર’માં સાથે કામ કર્યું. મુમતાઝની છેલ્લી ફિલ્મ ‘નાગિન’ (1976) આવી. ત્યારબાદ 13 વર્ષે 1990માં ફિલ્મ ‘આંધિયાં’ આવી. જોકે, આ ફિલ્મ બોક્સઑફિસ પર ખાસ ચાલી નહીં. 2010માં મુમતાઝે અમેરિકન ડોક્યુડ્રામા ‘વન અ મિનિટ’માં કામ કર્યું. શમ્મી કપૂર-યશ ચોપરા મુમતાઝના પ્રેમમાં પાગલ હતા શમ્મી કપૂર સાથે લગ્ન કરવા હતા…
1965માં શમ્મી કપૂરનાં પત્ની ગીતા બાલીનું અવસાન થયું. શમ્મી કપૂર તથા મુમતાઝ એકબીજાના પ્રેમમાં હતાં. મુમતાઝ એક્ટર શમ્મી કરતાં 16 વર્ષ નાની હતી, પરંતુ એક્ટ્રેસને આ વાતથી કોઈ ફરક પડતો નહોતો. મુમતાઝે શમ્મી કપૂર સાથેના રિલેશનશિપ ક્યારેય છૂપાવ્યા નહોતા. બંને લગ્ન કરવા ઉત્સુક હતાં, પરંતુ ત્યારે કપૂર પરિવારનો નિયમ હતો કે પરિવારની વહુઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે નહીં. મુમતાઝ આ નિયમની વિરુદ્ધમાં હતી અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. શમ્મીએ પછી ભાવનગરના નીલાદેવી સાથે લગ્ન કર્યાં. મુમતાઝને ફિલ્મ ‘મેરા નામ જોકર’માં પણ લેવામાં આવી હતી, પરંતુ રાજ કપૂરે કહ્યું કે ફિલ્મમાં મુમતાઝે શોર્ટ આઉટફિટ પહેરવાના છે અને જો આ દરમિયાન તેનાં લગ્ન શમ્મી સાથે થઈ ગયા તો પરિવારમાં આ ચાલે નહીં. આ જ કારણે મુમતાઝને રોલ આપ્યો નહીં. મુમતાઝે દલીલ પણ કરી કે તેમની વચ્ચે હવે કોઈ સંબંધ નથી અને બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, રાજ કપૂરે આ વાત માની નહીં. યશ ચોપરાએ કહ્યું- ‘એ જાડી, હું તને પ્રેમ કરું છું’
એક સમયે યશ ચોપરા એક્ટ્રેસ મુમતાઝના ગળાડૂબ પ્રેમમાં હતા. મુમતાઝે એક ઇન્ટરવ્યૂમાં આ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘યશ ચોપરાએ મને અનેકવાર લગ્ન માટે પ્રપોઝ કરી હતી. તેઓ કહેતા, ‘એ જાડી, હું તને પ્રેમ કરું છું, મારી સાથે લગ્ન કરી લે.’ જોકે, મને યશ ચોપરા પ્રત્યે ક્યારેય પ્રેમ નહોતો એટલે જ મેં તેમની સાથે લગ્ન કર્યાં નહીં. 2012માં તેમનું અવસાન થયું તેના થોડા દિવસ પહેલા જ અમારી વચ્ચે વાત થઈ હતી.’ ગુજરાતી બિઝનેસમેન સાથે લગ્ન
મુમતાઝ તથા મયૂર માધવાણીનો પરિવાર બાજુબાજુમાં રહેવાને કારણે એકબીજાને ઓળખતો. મુમતાઝ 10 વર્ષની હતી ત્યારથી મયૂરને જાણતી હતી. મુમતાઝ સમક્ષ માધવાણી પરિવારે શરત મૂકી હતી કે લગ્ન બાદ તે ફિલ્મમાં કામ કરશે નહીં. આ સમયે મુમતાઝ એક ફિલ્મ માટે સાડા સાત લાખ રૂપિયા લેતી હતી અને બોલિવૂડમાંથી સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસમાંથી એક હતી. મુમતાઝના પરિવારે તેને સમજાવી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખું જીવન સાથે રહેશે નહીં અને લોહાણા પરિવાર ઘણો જ સારો છે તો તારે તેમની વાત માનવી જોઈએ. અંતે, મુમતાઝે પરિવારની વાત માનીને મયૂર માધવાણી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ને બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દીધું. બંનેએ 1974માં મુંબઈમાં ધામધૂમથી લગ્ન કર્યાં. મુમતાઝે લગ્ન કર્યાં તેની પહેલાં બે વર્ષથી નવી ફિલ્મ સાઇન કરવાની બંધ કરી દીધી હતી. રાજેશ ખન્નાને મુમતાઝના નિર્ણય સામે વાંધો હતો અને તેમણે મુમતાઝને સમજાવી પણ હતી, પરંતુ એક્ટ્રેસે કરિયરની પીક પર બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ મુમતાઝ કેન્યા અને પછી લંડન સેટલ થઈ ગઈ. લગ્નજીવનમાં ચઢાવ-ઉતાર આવ્યા
મુમતાઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘લગ્નનાં થોડાં વર્ષો બાદ પતિએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો સ્વીકાર કર્યો હતો. તેમને અમેરિકાની કોઈ યુવતી સાથે થોડો સમય અફેર હતું. જોકે, આ અફેરનું કારણ કદાચ હું થોડી જીદ્દી ને જબરી હતી એ હશે. હવે તો આ જૂની વાતો છે અને ભગવાન પણ જીવનમાં એકવાર માફ કરી દે છે. મારી વાત કરું તો મુંબઈમાં લગ્ન પછી મારે પણ એક અફેર હતું, પરંતુ તે બહુ ઓછા દિવસો ટક્યું અને હું ભૂલી પણ ગઈ. આજે હું ને મયૂર સાથે છીએ.’ ચાર મિસકેરેજ થયાં
મુમતાઝને ચારવાર મિસકેરેજ થયાં. મુમતાઝ જ્યારે પાંચમીવાર પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે શરૂઆતના ત્રણ મહિના પથારીમાં સીધા જ સૂઈ રહેવાનું હતું. આટલું જ નહીં, રોજ સવારે હોર્મોન ઇન્જેક્શન તથા સાંજે દવા લેવાની હતી. મોટી દીકરી નતાશાનો જન્મ યુગાન્ડામાં થયો. બીજી દીકરી તાન્યા વખતે મુમતાઝ મુંબઈમાં હતી અને પ્રેગ્નન્સીમાં ટ્રાવેલ કરવાની ડૉક્ટરે ના પાડતાં તેણે મુંબઈમાં જ દીકરીને જન્મ આપ્યો. મુમતાઝ પોરબંદરની વહુ
મુમતાઝના પતિની વાત કરીએ તો, મયૂર માધવાણીના પિતા મૂળજીભાઈ મૂળ પોરબંદરના રાણાવાવ તાલુકામાં જન્મેલા અને તેમને પાંચ સંતાનો જયંત, મનુભાઈ, પ્રતાપ, સુરેન્દ્ર તથા સૌથી નાના મયૂર માધવાણી. મૂળજીભાઈ 1908માં યુગાન્ડા આવ્યા અને તેમણે કેન્યામાં માધવાણી ગ્રૂપની સ્થાના કરી. 1971માં મોટા દીકરા જયંતનું ભારતમાં માત્ર 49 વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવતાં અવસાન થયું. બીજા નંબરના દીકરા મનુભાઈનું મે, 2012માં 81 વર્ષની ઉંમરે અવસાન થયું. 1958માં મૂળજીભાઈનું અવસાન થયું. ઇસ્ટ આફ્રિકામાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરે છે
1972માં યુગાન્ડામાં ઇદી અમીનનું શાસન આવતાં માધવાણી પરિવાર બધું જ ત્યાં મૂકીને લંડન જતો રહ્યો. 1979માં ઇદી અમીન સત્તામાંથી હટતાં માધવાણી પરિવાર યુગાન્ડ ગયો અને પોતાની સંપત્તિ પર હક દાવો કરીને પરત મેળવી. ઇસ્ટ આફ્રિકામાં માધવાણી ગ્રૂપ સૌથી વધારે રિફાઇન્ડ શુગરનું ઉત્પાદન કરે છે. માધવાણી ગ્રૂપ વાર્ષિક 1,65,000 ટન મેટ્રિક શુગર બનાવે છે. શુગર કંપની ઉપરાંત માધવાણી ગ્રૂપ ઇલેક્ટ્રિસિટી સહિતની વિવિધ કંપની ચલાવે છે. હાલમાં માધવાણી ગ્રૂપની બાગડોર મયૂર માધવાણીના હાથમાં છે. મુમતાઝની મોટી દીકરી નતાશાએ બોલિવૂડ સ્ટાર ફરદીન ખાન સાથે લગ્ન કર્યાં છે. મુમતાઝ તથા ફિરોઝ ખાન ખાસ મિત્રો હોવાથી તેમના સંતાનો એકબીજાને ઓળખતા હતા. બંનેએ ડિસેમ્બર, 2005માં મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યાં. 2011માં નતાશાએ આઇવીએફથી કન્સીવ કર્યું, પરંતુ છઠ્ઠા મહિને મિસકેરજ થયું અને તે ડિપ્રેશનમાં સરી પડી. આ સમયે ફરદીને એક્ટિંગમાંથી બ્રેક લીધો અને પત્ની સાથે રહ્યો. નતાશાએ 2013માં દીકરી તથા 2017માં દીકરાને જન્મ આપ્યો. ડિવોર્સની ચર્ચા વચ્ચે અલગ રહે છે
ફરદીન ખાન છેલ્લાં કેટલાંક વર્ષોથી મુંબઈમાં રહે છે અને નતાશા બે સંતાનો સાથે લંડનમાં રહે છે. માનવામાં આવે છે કે નતાશા બંને સંતાનોને દુબઈમાં ભણવવા માગે છે અને ફરદીનની ઈચ્છા છે કે બંને બાળકો મુંબઈમાં ભણે. આ ઉપરાંત 2009માં ફિરોઝ ખાનનું અવસાન થતાં ફરદીન ને નતાશા વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા છે અને આ જ કારણે બંને અલગ રહે છે. અલબત્ત, હજી સુધી તેમણે ડિવોર્સ ફાઇલ કર્યા નથી. ફરદીને ગયા વર્ષે સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી’થી બોલિવૂડમાં કમબેક કર્યું. નાની દીકરી તાન્યાની વાત કરીએ તો,
તાન્યાએ લંડનના માર્કો સીલિયા સાથે 2015માં લગ્ન કર્યાં અને તેને બે સંતાનો છે. તાન્યા પિતાને બિઝનેસમાં સાથ આપી રહી છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર તાન્યા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર ગ્લેમરસ તસવીરો શૅર કરતી હોય છે. તાન્યાની સુંદરતાની તુલના પરવીન બાબી ને ઝિનત અમાન સાથે થતી રહે છે. તાન્યા પરિવાર સાથે લંડનમાં જ રહે છે, પરંતુ બિઝનેસને કારણે તે મોટાભાગે ટ્રાવેલિંગ કરતી હોય છે. મુમતાઝનું વડોદરાના મહારાજા સાથે કનેક્શન
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા માટે 1934માં પેરિસમાં સાત સીટર પેટ્રોલ રોલ્સ રોય્સ કારનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કારના સ્ટાઇલિશ કોચ જાણીતી કંપની કેલ્ચરે બનાવ્યા હતા. 1970 સુધી આ કાર શાહી પરિવાર પાસે હતી. ત્યારબાદ આ કારને બિઝનેસમેન મયૂર માધવાણી એટલે કે મુમતાઝના પતિને વેચવામાં આવી હતી. મુંબઈના રસ્તા પર અનેકવાર આ કારમાં મયૂર ને મુમતાઝ જોવા મળ્યાં હતાં. 12 વર્ષ બાદ મયૂર માધવાણીએ આ કાર વકીલ તથા કાર કલેક્ટર દિલીપ ટિટસને વેચી હતી. દિલીપ ટિટસે કોરોનાકાળમાં આ કાર ફરી ગાયકવાડ પરિવારને આપી હતી. મુમતાઝને કેન્સર થયું
મુમતાઝને વર્ષ 2000માં બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થઈ. મુમતાઝે છ કિમોથેરપી તથા 35 રેડિયેશન સેશન લીધા. આ દરમિયાન મુમતાઝના વાળ જતાં રહ્યાં હતા અને આ જ કારણે તે ઘરેથી બહાર નીકળવામાં પણ શરમ અનુભવતી. જોકે, મુમતાઝ આ બીમારીમાંથી બહાર આવી. થોડા વર્ષ પહેલાં મુમતાઝને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એન્ડ કૉલિટિસની બીમારી થઈ. આ બીમારીમાં મુમતાઝને ડાયરિયા અટેક થયો હતો અને હૉસ્પિટલમાં સાત દિવસ બાદ આરામ મળ્યો હતો. મુમતાઝ 14 દિવસ હૉસ્પિટલમાં એડમિટ રહી હતી. શર્મિલા ટાગોર-મુમતાઝ વચ્ચે અણબનાવ
70ના દાયકામાં મુમતાઝ તથા શર્મિલા ટાગોર ટોચની એક્ટ્રેસ હતી. બંને વચ્ચે તે સમયે અવારનવાર કેટફાઇટ પણ થતી. બંને એકબીજાની ઈર્ષ્યા પણ કરતી ને બંને વચ્ચે 36નો આંકડો છે. મુમતાઝે તાજેતરમાં જ આ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘હું ટોચની એક્ટ્રેસ હતી અને તે પણ હતી. અમારી વચ્ચે દુશ્મની નહોતી. મને તેના કરતાં વધુ અવૉર્ડ મળ્યા છે. તે પણ સુંદર હતી અને હું પણ હતી તો મને કેમ તેની ઈર્ષ્યા થાય.’ સૈફ પર થયેલા હુમલા અંગે મુમતાઝે કહ્યું હતું, ‘મને ઇન્ડસ્ટ્રી છોડે ખાસ્સો સમય થયો અને હવે હું કોઈને ફોન કરતી નથી. ઇન્ડસ્ટ્રીમાં કેટલાય લોકો મરી જાય છે, પરંતુ મેં ક્યારેય કોઈને ફોન કર્યો નથી. હું અવારનવાર મુંબઈ આવું છું, પરંતુ તે મારી નિકટની મિત્ર નથી અને હું તેની નથી. અમે ક્યારેય શોપિંગમાં સાથે નથી ગયા, ક્યારેય સાથે ફિલ્મ જોઈ નથી. તે તેની જગ્યાએ અને હું મારી જગ્યાએ છું. અમારી વચ્ચે ક્યારેય મિત્રતા નહોતી તો અમે કેમ એકબીજાની સાથે ફરીએ. અમે ઘણી ફિલ્મમાં કામ કર્યું, અમે અનેક શોટ્સ સાથે આપ્યા, પરંતુ અમે ક્યારેય એકબીજાની નિકટ આવ્યા નથી. રાજેશ ખન્નાએ મારી અને તેની સાથે કામ કર્યું, પરંતુ તેમની કેમિસ્ટ્રી જે મારી સાથે જામી તે તેની સાથે થઈ નહીં. તેની સાથેની મોટાભાગની ફિલ્મ ફ્લોપ રહી, પરંતુ મારી ને રાજેશ ખન્નાની જેટલી પણ ફિલ્મ સાથે હતી તે તમામે તમામ હિટ રહી.’ વાત હવે, મુમતાઝની નાની બહેન મલ્લિકાની કરીએ તો, તેણે 1955માં ‘સહી ચોર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું અને તેની છેલ્લી ફિલ્મ 1982માં આવેલી ‘બાઝાર’ હતી. મલ્લિકાએ દારા સિંહના નાના ભાઈ તથા રેસલર રંધાવા સાથે લગ્ન કર્યાં છે. રંધાવાનું અવસાન 79 વર્ષની ઉંમરે 2013માં મુંબઈમાં થયું. રંધાવાએ બોલિવૂડમાં પણ કામ કર્યું છે, પરંતુ તેને મોટાભાઈ દારા સિંહ જેવી સફળતા મળી નહીં. મલ્લિકા-રંધાવાને દીકરો શાદ રંધાવા તથા દીકરી શેહનાઝ છે. શાદ રંધાવા પણ એક્ટર છે. શાદ રંધાવાએ ફિલ્મ ‘વો લમ્હે’થી કરિયરની શરૂઆત કરી. છેલ્લે તે 2022માં ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળ્યો હતો. 2023માં વેબ સિરીઝ ‘સ્કેમ 2’માં પણ શાદે કામ કર્યું હતું. શાદ રંધાવાએ ગુજરાતી પૂજા ઠક્કર સાથે લગ્ન કર્યાં છે. તેમને દીકરી ને દીકરો છે. જોકે, 2021થી શાદ-પૂજા અલગ રહે છે.

​ગોરે રંગ પે ઇતના ગુમાન ન કર… (રોટી) આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે… (બ્રહ્મચારી) બિંદિયા ચમકેગી… (દો રાસ્તે) લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે… (ચોર મચાયે શોર) બોલિવૂડ ફિલ્મોનાં આ સોંગ્સ પર આજની પેઢી પણ થરકતી જોવા મળે છે. આ ગીતો બોલિવૂડ એક્ટ્રેસ મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યાં છે. 70ના દાયકામાં મુમતાઝ એક સફળ એક્ટ્રેસ રહી ચૂકી છે. હાલમાં જ મુમતાઝ પોતાનાં સ્ફોટક નિવેદનોને કારણે ચર્ચામાં આવી છે. મુમતાઝે પોતાની કો-સ્ટાર ને હરિફ શર્મિલા ટાગોર અંગે વાતો કરીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું મુમતાઝના પરિવારની. મુમતાઝે કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ, ત્યારબાદ સાઇડ રોલ ને પછી લીડ રોલથી કરી હતી. મુમતાઝ એક સમયે બોલિવૂડમાંથી સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ હતી. કરિયરની પીક પર ગુજરાતી બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં. દીકરીએ ફરદીન ખાન સાથે લગ્ન કર્યાં ને હાલમાં બંને અલગ રહે છે. મુમતાઝનું લગ્ન બાદ પણ કોઈની સાથે ચક્કર હતું. પેરેન્ટ્સના ડિવોર્સ થયા

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *