P24 News Gujarat

આ વખતે કેસર કેરી ઓછી આવશે:કમોસમી વરસાદ બની અણધારી આફત, મોટાભાગની કેરી ખરી ગઈ; ખેડૂતોએ ભીની આંખે વેદના વર્ણવી

ગુજરાતમાં જ્યારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારથી કેરીના ખેડૂતો, કેરીના વેપારીઓ અને કેરી ખાવાના શોખીનોના જીવ તાળવે ચોટી ગયા છે. મનમાં એક જ સવાલ છે કે આ વખતે કેસર કેરી સારી આવશે કે નહીં? વાજબી ભાવે મળશે કે નહીં? ગીર પંથકમાં વરસાદ પછી કેસર કેરીના બગીચાઓની શું સ્થિતિ છે? કેસર કેરીનું આ વખતે કેવું ચિત્ર રહેશે? આ તમામ સવાલોના જવાબ જાણવા અમે જૂનાગઢ પંથકના આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને મળ્યા. કેસર કેરીની માર્કેટ કેવી રહેશે તે જાણો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં…. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કેરી માત્ર એક પાક નહીં, પરંતુ જીવનની આશા છે. જૂનાગઢ જિલ્લાના ગીરના વિસાવદર,મેંદરડા ,વંથલી પંથકમાં કેરીના બાગમાં થયેલા ગંભીર નુકસાન અંગે ભાવુક થઈને કહે છે, આ કેરીઓ જમીન પર નથી પડી, પરંતુ અમારા સપનાંઓ ધૂળમાં રોળાયા છે…”– આ શબ્દો છે મોટા કાજળીયારાં ગામના ખેડૂત વિક્રમભાઈ ડાંગના, જેની આંખોમાં દર્દ છે, અને હ્રદયમાં કરૂણ વેદના. છેલ્લા બે દિવસથી વરસાદ અને ભારે પવનના તાંડવના કારણે જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા કેસર કેરીના બગીચાઓમાં વિનાશનો માહોલ છવાયો છે. ખેતરોમાં એક સમયે સુગંધિત સપનાઓ જેમ ખીલેલા આંબાવૃક્ષો હવે જમીન પર પથરાયેલી કેરીઓની ભીડ વચ્ચે વિલાપ કરતા ખેડૂતોના અવાજોથી ગુંજી ઉઠ્યા છે. કોમોસમી વરસાદ અને ભારે પવનને જાણે કે ખેડૂતો અને ઇજારેદારોને મોઢે આવેલો કોળિયો છીનવ્યો છે, ખેડૂતો અને ઈજારેદારોની આંખમાં આંસુ હૈયામાં વલોપાત, વાતમાં વેદના, શબ્દોમાં વ્યથા અને સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરવા સિવાય હવે કંઈ જ નથી બચ્યું… ખેડૂતો માટે “આ વર્ષે ઘણું આશાવાદ હતું, આંબા પર ભરપૂર મોર (ફૂલ) આવ્યા હતા. પરંતુ સમય જતા વાતાવરણમાં પલટો આવતા મોર ખરી પડ્યા હતા
છતાં ખેડૂતે આશા છોડી ન હતી અને કહ્યું હતું કે જેટલા આંબા પર મોર છે તેમાં પણ સારું કેરીના ફળ આવશે… પરંતુ આ કમોસમી વરસાદે સપનાઓના મહેલની જેમ એક ક્ષણમાં અણધાર્યા વરસાદના વેરી વાયરાએ બધું જ બગાડી નાખ્યુ. આ કમોસમી વરસાદે બધું બગાડી નાખ્યું.”કમોસમી વરસાદે કેવળ પાક જ નહીં, પણ ખેડૂતોના સપનાઓને ધૂળમાં રગદોળી નાખ્યા હતા, મનોબળને પણ કપાઈ નાખ્યું. સૌરાષ્ટ્રના જુદાં-જુદાં તાલુકાઓમાં પણ આવું જ દૃશ્ય જોવા મળે છે. કેરીના પાકને થયેલા નુકસાને ખેડૂતોની આજીવિકા પર અસર કરી છે. આ કમોસમી વરસાદે કેરીના સીઝન પર પાણી ફેરવ્યું છે. જમીન પર ટપાટપ પડી કેરીઓ, ખેડૂતો-ઈજારદારોના હૈયે વરાળ, આંખે વેદના અને અણધાર્યા વરસાદે વાવી વલોપાત સિવાય કંઈ બચ્યું નથી… જૂનાગઢ જિલ્લામાં પાક સિઝનની વચ્ચે પડેલા અસમયી વરસાદે ખેડૂતોના સપનાને ચકનાચૂર કરી દીધા છે. ખાસ કરીને કેરીના પાક સાથે સંકળાયેલા ખેડૂતો અને ઈજારદારો માટે આ માઘફેરું કાળરૂપ બનીને આવ્યું છે.છેલ્લાં 24 કલાકમાં પડેલા માવઠાથી ગીર પંથક તેમજ વંથલી સહિતના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આંબાના વૃક્ષો પરથી અજાણી દયાથી ઝાંઝવાની કેરીઓ મોટે ભાગે જમીન દોષ બની ગઈ છે. હજારો મણ કેરી પાક તૈયાર થયો હોવા છતાં આજે તેનો ભાવ નહીં, ઉપયોગ નહીં અને વેચાણ તો ઘણું દૂર રહ્યું – “આંબે મોર જોઈ ઇજારો લીધો… હવે દવા પીવાની નોબત આવી ગઈ છે” કેરીના બગીચા ઇજારા પર લીધેલા સવજીભાઈ વેદનાભરી ઉક્તિ કરે છે, “જ્યારે આ બગીચો ઇજારા પર લીધો, ત્યારે આંબે સુંદર મોર જોવા મળ્યા હતાં. પાકની શરૂઆત જોઈ એવું લાગ્યું કે આ વખતે ખરેખર કેસર કમાલ કરશે. પણ કુદરત તો જાણે કાળ બનીને આવી છે.” કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં 80% કેરી જમીન પર પડી છે. “આ કેરી હવે ન ખાવા લાયક રહી છે, ન વેચાણ લાયક. અમારે તેને ઉકરડામાં નાખવી પડે છે,” તેઓ દુઃખ સાથે ઉમેરે છે. સવજીભાઈનો આગ્રહ છે કે ખેડૂત કે ઇજારેદાર કેરીના ઇજારાને મોજશોખ નહીં, પણ ગુજરાનના સાધન તરીકે જુએ છે. “ઘરેણાં ગીરવે મૂકી, ઉછીના પૈસા લઈને કે ક્યારેક લોન લઈને આ બગીચા લેશે… પણ હવે શું? કુદરતના આ અકાળ તાંડવએ અમારો પાટીયો પલટાવી દીધો છે.” “અમે આંબે મોર જોઈ આશાઓના પાંખે ઊડ્યા હતા, હવે દવા પીવાનો વારો આવ્યો છે…” “આ કેરી જમીન પર નહીં પણ અમારા સપનાં માટીમાં રોળાઈ ગયા…” દસ વીઘા જેટલો કેરીનો બગીચો ધરાવતા ખેડૂત ભાણાભાઈની આંખોમાં આજે આશાની જગ્યાએ નૂર નથી, પણ વેદના ઘેરાય છે. તેઓ ભીની આંખે કહ્યું કે, “કેરીઓ જમીન પડી ગઈ હવે અમારું બધું વેરવિખેર થઈ ગયું છે… આખા મોસમી વરસાદે એવું તાંડવ મચાવ્યું કે હૈયા ફાટી ગયા.” પરિવારની જવાબદારીઓ, દીકરા-દીકરીના લગ્નોની તૈયારી અને ઘરખર્ચના સપનાંને લીધે આ આંબાના મોરો તેમની માટે આશાનું પ્રતીક હતા. “આંબે મોર જોઈ મોટા સપનાં જોયા હતા. આશા હતી કે કેરીનો પાક પરિવાર માટે ધીરે ધીરે સુખ લાવશે. પણ હવે તો સ્થિતિ એવી બની છે કે એક લીંબુ જેટલી આશા પણ બચી નથી.“ આ કેરી માત્ર જમીન પર પડી નથી, પરંતુ અમારા સપનાં, મહેનત અને ભવિષ્યની આશાઓને ધૂળમાં રોળાઈ ગઈ છે.” ભાણાભાઈ માને છે કે કુદરતની આ થપાટ એવો ઘા આપી ગઈ છે કે સામાન્ય ખેડૂત હવે પોતાની જમીન પર ફરી ઊભો રહી શકવો મુશ્કેલ છે. “જો સરકારે વાસ્તવિક રીતે સહાય કરી, તો અમારો આત્મવિશ્વાસ પાછો આવી શકે. નહીં તો ‘કેસર’ હવે માત્ર યાદોમાં નામ રહી જશે,” મોટા કાજળીયારાં ગામના ખેડૂત વિક્રમભાઈ ડાંગરે પોતાનો દુઃખદ અનુભવ વ્યક્ત કરતાં કહ્યું કે, “હજુ તો કેરીને બજારમાં આવવાની 15 થી 20 દિવસની વાર હતી, ત્યાં જ કુદરતની એવી કરૂણ થપાટ વાગી કે અમારું સર્વસ્વ વેરવિખેર થઈ ગયું.” તેમણે રડી પડતાં અવાજે જણાવ્યું કે, “સગાંવહાલાઓના ફોન આવે છે કે કેરી મોકલાવો… પણ હવે કહું શું? અમારા છોકરાઓથી પણ કેરી આજે ધૂળમાં ભળી ગઈ છે. આશાઓ અને ઈચ્છાઓ જાણે આ ધરતીની મીઠીમાં સમાઈ ગઈ છે.” “જેમ કોઈ વ્યક્તિ મરણ પથારીએ સૂતી હોય તેવી હાલત આજે ખેડૂતની છે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. “આંબે જ્યારે કેરી ઝૂલી રહી હતી ત્યારે દિલમાં સોનાના સપનાં હતાં. પણ વહેલી સવારે બગીચામાં ગયા તો જોયું કે કેરીઓ જમીન પર પડી હતી – એ ફળ નહોતા, એ તો અમારી મહેનતના સપનાં હતા, અમારા ભવિષ્યના આશ્રય હતા. ત્યારે લાગ્યું કે હવે અમે રહ્યા નહીં ઘરના કે રહ્યા નહીં ઘાટના.” “છેલ્લા પાંચ વર્ષથી કુદરત અમને માફ કરતી નથી…” રતાંગના ખેડૂત હરસુખભાઈ વૈષ્ણવે જણાવ્યું કે, “આ વર્ષે અમે ખૂબ આશાવાન હતા. આંબા પર મોર સારા આવ્યા હતા, જો કે શરૂઆતમાં કોલ્ડ વેવના કારણે ફ્લાવરિંગ ઘટ્યું હતું. તેમ છતાં આશરે 30 થી 40 ટકા કેરીનો પાક આવ્યો હતો. પણ હવે ગઈકાલે આવેલા કમોસમી વરસાદ અને ભારે પવને જે બચ્યું હતું તે પણ જમીન પર પટકાઈ ગયું.” તેમણે ઉમેર્યું કે, “આ કેરી હવે ન તો ખાવા યોગ્ય રહી છે, ન તો બજારમાં વેચી શકાય એવી. આવી સ્થિતિમાં જો હવે બજારમાં કેરીના ભાવ ન મળે, તો ખેડૂત માટે આ વર્ષે ભરભરાટનું નહીં પણ ખાલીપાની સિઝન બનશે.” એક્સપોર્ટ વિષે ચર્ચા કરતાં હરસુખભાઈએ જણાવ્યું, “ગુણવત્તાવાળી કેરી જ એક્સપોર્ટ થાય છે. પણ જે ક્વોલિટી હમણાં વરસાદે બગાડી દીધી છે, તેની વિદેશી માંગ ઓછી પડશે – જેના સીધા માઠા પરિણામો સ્થાનિક બજાર પર પણ પડશે.” અંતે તેમણે દર્દ સાથે જણાવ્યું કે, “છેલ્લા પાંચ વર્ષથી કોમોસમી વરસાદ, વાતાવરણમાં પલટો અને જીવાતના કારણે અમે સતત નુકસાની ભોગવી રહ્યા છીએ. હવે જો સરકાર સમયસર સહાય ન આપે, તો ખેડૂતો માટે આર્થિક રીતે ઊભા રહેવું મુશ્કેલ બનશે.” નાની ખોડીયાર ગામના ખેડૂત દીદારભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે આજે ખેડૂતની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. શરૂઆતના તબક્કામાં આંબા પર પાક ખૂબ જ સારો આવ્યો હતો અને મોરનું ફ્લાવરિંગ પણ ઉત્તમ હતું. એથી લાગ્યું હતું કે આ વર્ષે કેરીનો પાક સારું ઉત્પાદન આપશે. પરંતુ એપ્રિલ-મેના સમયમાં ભયાનક હવામાન પલટો થયો અને આંબા પર આવેલા મોરમાંથી લગભગ 70 ટકા ખરી પડ્યા. ત્યારે જ મોરનું બંધારણ 60 થી 70 ટકા ઘટી ગયું હતું. તેમ છતાં ખેડૂતોને આશા હતી કે ઓછામાં ઓછો 25 થી 30 ટકાનો પાક તો મળશે. પણ છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે મોટાભાગની કેરીઓ જમીન પર પડી ગઈ છે. હવે આ કેરી ન તો વેચવા લાયક રહી છે અને ન તો ખાવા લાયક. કુદરતે જાણે ખેડૂતના મોઢેથી કોળિયો છીનવી લીધો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જરૂરી છે કે સરકાર તાત્કાલિક યોગ્ય સહાય કરશે જેથી ખેડૂત ફરીથી ઊભો રહી શકે. “હવે કેસરની વાત નહીં, ખેડૂતના આંસુ વહે છે” મોર હતા, આશા હતી પણ કુદરત જાણે રૂઠી અને કમોસમી વરસાદે કાળ ફેંક્યો છે. આ વર્ષે શરૂઆતમાં આંબે મોર ઘણાં જ સારા આવ્યા હતા. લાગ્યું હતું કે આ વખતે પાક ધમાકેદાર આવશે. પણ વાતાવરણના પલટા અને કમોસમી વરસાદે એ આશાઓને જમીનદોસ્ત કરી દીધી.એક બોક્સ 2000નું હતું તે હવે 800માં વેચવું પડે છે: એક સમય હતો જ્યારે દોઢ મહિના પહેલા હું 10 કિલોની કેરીના બોક્સ માટે ₹1800 થી ₹2000 સુધી ભાવ લેતો હતો. આજે એ જ કેરી હવે ₹800માં વેચવી પડે છે – એ પણ મુશ્કેલીથી. મજૂરી વધુ છે નફો ઓછો છે.બગીચામાં કામ કરવા આવેલા એક મજૂરને ₹500 આપવા પડે છે. કેરી ભરવાનું બોક્સ માત્ર ₹30નું નહીં, એ વેદનાનું પેકેટ છે. એક મણ કેરી તૈયાર કરવાં માટે ઓછામાં ઓછો ₹200નો ખર્ચ થાય છે. કેરીના નામે હવે તો ખેડૂતોને માથે નુકસાનનું નગારું વાગે છે. કૌમોસમી વરસાદે ખેડૂતો અને ઇજારેદારો બંનેની સપનાઓ રેતી જેમ વેરી દીધાં છે.સગાં વ્હાલાં પણ હવે રાહ જોઈ રહ્યા છે: પછી સગાં વ્હાલાં ફોન કરે છે – “ક્યારે કેરી મોકલાવશો ?” પણ હકીકત એવી છે કે કેરી તો હવે ખરી પડેલી છે. ઊંચા ભાવના કારણે કોઈને મોકલવી પણ મુશ્કેલ બની ગઈ છે.જો આગલા દિવસોમાં સારી ગુણવત્તાવાળી કેરી રહેશે તો ભાવ વધી શકે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે બજારમાં 10 કિલો કેરીના ભાવ ₹700 થી ₹800ની આસપાસ જ રહેવાની શક્યતા છે. વંથલીમાં 15% અને ગીરમાં 40% જ પાક આવ્યો છે વંથલી માર્કેટિંગ યાર્ડના હાલના વાઇસ ચેરમેન અને પૂર્વ ચેરમેન, દિનેશભાઈ કાનગડે, જેમણે 18 વર્ષથી ખેડૂત મંડળીનું નેતૃત્વ કર્યું છે, તેમના અનુસાર, “આ વર્ષે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે.” દિનેશભાઈએ વધુમાં કહ્યું કે, “હું પોતે 80 વિઘા આંબા અને ચીકુના બગીચાનો માલિક છું, અને આ વર્ષમાં કેરીના ઉત્પાદનમાં 80% ઘટાડો નોંધાયો છે. વંથલી પંથકમાં માત્ર 15% અને ગીર પંથકમાં 40% પાક આવ્યો છે.” દિનેશભાઈનું કહે છે કે, આ વર્ષે કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકમાં નુકસાનીમાં વધારો થયો છે. “પહેલા 10 કિલો કેરીનો ભાવ ₹2000 થી ₹2500 વચ્ચે જતા હતા, પરંતુ હવે 10 કિલોના 800 રૂપિયા થઈ ગયાં છે.” તેમણે વધુમાં જણાવતાં જણાવ્યું કે, “કમોસમી વરસાદ અને પવનના કારણે કેરી ખરી પડી.” કેરીના એક્સપોર્ટ માર્કેટ પર અસર
ગિર પંથકમાં કેશર કેરીની આયાત સૌથી વધુ થાય છે,કારણ કે ગીરની કેરી પથરાવ જમીનમાં પાકે છે. આ પ્રકારની કેરીમાં માવાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે વંથલી પંથકની કેરીમાં પાણી વધારે હોય છે, પરંતુ મોસમી અસરોને કારણે આ પાક પણ નુકસાન પામ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને ખેડૂતોના નિર્ણય
દિનેશભાઈનો અનુભવ છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે ખેડૂતોને ઘણો નુકસાન થયું છે, “આમ, છેલ્લા કેટલાક વર્ષોથી, વંથલી અને ગીર પંથકમાં ખેતીની પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આંબા પર કેરીનો પાક થવાનો દર ઘટી રહ્યો છે.” દિનેશભાઈએ ઉલ્લેખ કર્યો કે, “અમે 20 વિઘા આંબાના બગીચા ચાર વર્ષ પહેલાં કાપી નાખ્યા, કારણ કે આંબામાં કેરીનું ઉત્પાદન ઓછું થતું હતું.” ખેડૂત અને વેપારીની સ્થિતિ
“જ્યાં સુધી આંબા પર વરસાદ ન પડે, ત્યાં સુધી લોકો સારો માવાનો અને પાણી વિમુક્ત કેસર કેરી ખાય શકે છે,” તેમણે કહ્યું. “પરંતુ વધુ વરસાદ અને પવનના કારણે, આંબા પરની કેરીમાં જીવાતનો પ્રભાવ વધી જાય છે, જેના કારણે બજારમાં કેરીના ભાવ ઘટી જાય છે. તો બીજી તરફ વાતાવરણમાં ફેરફાર થતા કેરીના પાકમાં ધાર્યા હકારાત્મક પરિણામ જોવા નથી મળતા.” ગુણવત્તા યુક્ત કેરીના ભાવ
“આગામી સમયમાં, જો આ વર્ષે સરખી સ્થિતિ રહી, અને હજુ પણ વધુ વરસાદનો વરસ્યો તો તો 10 કિલો કેરીનો ભાવ ઊંચો થશે, પરંતુ કમોસમી વરસાદ અને માવાથી ખાવા માટેની યોગ્યતા ઘટાડતા, તેના ભાવ પર ભારે અસર પડશે.”
દિનેશભાઈએ સરકારને અનુરોધ કર્યો છે કે, “ખેડૂતોએ ઘણી મુશ્કેલીઓનું સામનો કરવું પડ્યું છે. તેમને આ સમયે સરકારે યોગ્ય સહાય અને માર્ગદર્શન આપવું જોઈએ, જેથી ખેડૂતોની મહેનત એળે ન જાય અને આ પરિસ્થિતિનો સકારાત્મક ઉકેલ આવી શકે.”
દિનેશભાઈનું વિશ્લેષણ દર્શાવે છે કે, કમોસમી વરસાદ, પવન અને ગ્લોબલ વોર્મિંગના કારણે, કેસર કેરીના ખેડૂતો અને વેપારીઓ માટે સ્પષ્ટ પડકારો ઉભા થઈ રહ્યાં છે. આ માટે તાત્કાલિક સરકાર દ્વારા માર્ગદર્શન અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે…

​ગુજરાતમાં જ્યારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારથી કેરીના ખેડૂતો, કેરીના વેપારીઓ અને કેરી ખાવાના શોખીનોના જીવ તાળવે ચોટી ગયા છે. મનમાં એક જ સવાલ છે કે આ વખતે કેસર કેરી સારી આવશે કે નહીં? વાજબી ભાવે મળશે કે નહીં? ગીર પંથકમાં વરસાદ પછી કેસર કેરીના બગીચાઓની શું સ્થિતિ છે? કેસર કેરીનું આ વખતે કેવું ચિત્ર રહેશે? આ તમામ સવાલોના જવાબ જાણવા અમે જૂનાગઢ પંથકના આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને મળ્યા. કેસર કેરીની માર્કેટ કેવી રહેશે તે જાણો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં…. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કેરી માત્ર એક પાક નહીં, પરંતુ જીવનની આશા છે. જૂનાગઢ જિલ્લાના ગીરના વિસાવદર,મેંદરડા ,વંથલી પંથકમાં કેરીના બાગમાં થયેલા ગંભીર નુકસાન અંગે ભાવુક થઈને કહે છે, આ કેરીઓ જમીન પર નથી પડી, પરંતુ અમારા સપનાંઓ ધૂળમાં રોળાયા છે…”– આ શબ્દો છે મોટા કાજળીયારાં ગામના ખેડૂત વિક્રમભાઈ ડાંગના, જેની આંખોમાં દર્દ છે, અને હ્રદયમાં કરૂણ વેદના. છેલ્લા બે દિવસથી વરસાદ અને ભારે પવનના તાંડવના કારણે જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા કેસર કેરીના બગીચાઓમાં વિનાશનો માહોલ છવાયો છે. ખેતરોમાં એક સમયે સુગંધિત સપનાઓ જેમ ખીલેલા આંબાવૃક્ષો હવે જમીન પર પથરાયેલી કેરીઓની ભીડ વચ્ચે વિલાપ કરતા ખેડૂતોના અવાજોથી ગુંજી ઉઠ્યા છે. કોમોસમી વરસાદ અને ભારે પવનને જાણે કે ખેડૂતો અને ઇજારેદારોને મોઢે આવેલો કોળિયો છીનવ્યો છે, ખેડૂતો અને ઈજારેદારોની આંખમાં આંસુ હૈયામાં વલોપાત, વાતમાં વેદના, શબ્દોમાં વ્યથા અને સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરવા સિવાય હવે કંઈ જ નથી બચ્યું… ખેડૂતો માટે “આ વર્ષે ઘણું આશાવાદ હતું, આંબા પર ભરપૂર મોર (ફૂલ) આવ્યા હતા. પરંતુ સમય જતા વાતાવરણમાં પલટો આવતા મોર ખરી પડ્યા હતા
છતાં ખેડૂતે આશા છોડી ન હતી અને કહ્યું હતું કે જેટલા આંબા પર મોર છે તેમાં પણ સારું કેરીના ફળ આવશે… પરંતુ આ કમોસમી વરસાદે સપનાઓના મહેલની જેમ એક ક્ષણમાં અણધાર્યા વરસાદના વેરી વાયરાએ બધું જ બગાડી નાખ્યુ. આ કમોસમી વરસાદે બધું બગાડી નાખ્યું.”કમોસમી વરસાદે કેવળ પાક જ નહીં, પણ ખેડૂતોના સપનાઓને ધૂળમાં રગદોળી નાખ્યા હતા, મનોબળને પણ કપાઈ નાખ્યું. સૌરાષ્ટ્રના જુદાં-જુદાં તાલુકાઓમાં પણ આવું જ દૃશ્ય જોવા મળે છે. કેરીના પાકને થયેલા નુકસાને ખેડૂતોની આજીવિકા પર અસર કરી છે. આ કમોસમી વરસાદે કેરીના સીઝન પર પાણી ફેરવ્યું છે. જમીન પર ટપાટપ પડી કેરીઓ, ખેડૂતો-ઈજારદારોના હૈયે વરાળ, આંખે વેદના અને અણધાર્યા વરસાદે વાવી વલોપાત સિવાય કંઈ બચ્યું નથી… જૂનાગઢ જિલ્લામાં પાક સિઝનની વચ્ચે પડેલા અસમયી વરસાદે ખેડૂતોના સપનાને ચકનાચૂર કરી દીધા છે. ખાસ કરીને કેરીના પાક સાથે સંકળાયેલા ખેડૂતો અને ઈજારદારો માટે આ માઘફેરું કાળરૂપ બનીને આવ્યું છે.છેલ્લાં 24 કલાકમાં પડેલા માવઠાથી ગીર પંથક તેમજ વંથલી સહિતના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આંબાના વૃક્ષો પરથી અજાણી દયાથી ઝાંઝવાની કેરીઓ મોટે ભાગે જમીન દોષ બની ગઈ છે. હજારો મણ કેરી પાક તૈયાર થયો હોવા છતાં આજે તેનો ભાવ નહીં, ઉપયોગ નહીં અને વેચાણ તો ઘણું દૂર રહ્યું – “આંબે મોર જોઈ ઇજારો લીધો… હવે દવા પીવાની નોબત આવી ગઈ છે” કેરીના બગીચા ઇજારા પર લીધેલા સવજીભાઈ વેદનાભરી ઉક્તિ કરે છે, “જ્યારે આ બગીચો ઇજારા પર લીધો, ત્યારે આંબે સુંદર મોર જોવા મળ્યા હતાં. પાકની શરૂઆત જોઈ એવું લાગ્યું કે આ વખતે ખરેખર કેસર કમાલ કરશે. પણ કુદરત તો જાણે કાળ બનીને આવી છે.” કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં 80% કેરી જમીન પર પડી છે. “આ કેરી હવે ન ખાવા લાયક રહી છે, ન વેચાણ લાયક. અમારે તેને ઉકરડામાં નાખવી પડે છે,” તેઓ દુઃખ સાથે ઉમેરે છે. સવજીભાઈનો આગ્રહ છે કે ખેડૂત કે ઇજારેદાર કેરીના ઇજારાને મોજશોખ નહીં, પણ ગુજરાનના સાધન તરીકે જુએ છે. “ઘરેણાં ગીરવે મૂકી, ઉછીના પૈસા લઈને કે ક્યારેક લોન લઈને આ બગીચા લેશે… પણ હવે શું? કુદરતના આ અકાળ તાંડવએ અમારો પાટીયો પલટાવી દીધો છે.” “અમે આંબે મોર જોઈ આશાઓના પાંખે ઊડ્યા હતા, હવે દવા પીવાનો વારો આવ્યો છે…” “આ કેરી જમીન પર નહીં પણ અમારા સપનાં માટીમાં રોળાઈ ગયા…” દસ વીઘા જેટલો કેરીનો બગીચો ધરાવતા ખેડૂત ભાણાભાઈની આંખોમાં આજે આશાની જગ્યાએ નૂર નથી, પણ વેદના ઘેરાય છે. તેઓ ભીની આંખે કહ્યું કે, “કેરીઓ જમીન પડી ગઈ હવે અમારું બધું વેરવિખેર થઈ ગયું છે… આખા મોસમી વરસાદે એવું તાંડવ મચાવ્યું કે હૈયા ફાટી ગયા.” પરિવારની જવાબદારીઓ, દીકરા-દીકરીના લગ્નોની તૈયારી અને ઘરખર્ચના સપનાંને લીધે આ આંબાના મોરો તેમની માટે આશાનું પ્રતીક હતા. “આંબે મોર જોઈ મોટા સપનાં જોયા હતા. આશા હતી કે કેરીનો પાક પરિવાર માટે ધીરે ધીરે સુખ લાવશે. પણ હવે તો સ્થિતિ એવી બની છે કે એક લીંબુ જેટલી આશા પણ બચી નથી.“ આ કેરી માત્ર જમીન પર પડી નથી, પરંતુ અમારા સપનાં, મહેનત અને ભવિષ્યની આશાઓને ધૂળમાં રોળાઈ ગઈ છે.” ભાણાભાઈ માને છે કે કુદરતની આ થપાટ એવો ઘા આપી ગઈ છે કે સામાન્ય ખેડૂત હવે પોતાની જમીન પર ફરી ઊભો રહી શકવો મુશ્કેલ છે. “જો સરકારે વાસ્તવિક રીતે સહાય કરી, તો અમારો આત્મવિશ્વાસ પાછો આવી શકે. નહીં તો ‘કેસર’ હવે માત્ર યાદોમાં નામ રહી જશે,” મોટા કાજળીયારાં ગામના ખેડૂત વિક્રમભાઈ ડાંગરે પોતાનો દુઃખદ અનુભવ વ્યક્ત કરતાં કહ્યું કે, “હજુ તો કેરીને બજારમાં આવવાની 15 થી 20 દિવસની વાર હતી, ત્યાં જ કુદરતની એવી કરૂણ થપાટ વાગી કે અમારું સર્વસ્વ વેરવિખેર થઈ ગયું.” તેમણે રડી પડતાં અવાજે જણાવ્યું કે, “સગાંવહાલાઓના ફોન આવે છે કે કેરી મોકલાવો… પણ હવે કહું શું? અમારા છોકરાઓથી પણ કેરી આજે ધૂળમાં ભળી ગઈ છે. આશાઓ અને ઈચ્છાઓ જાણે આ ધરતીની મીઠીમાં સમાઈ ગઈ છે.” “જેમ કોઈ વ્યક્તિ મરણ પથારીએ સૂતી હોય તેવી હાલત આજે ખેડૂતની છે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. “આંબે જ્યારે કેરી ઝૂલી રહી હતી ત્યારે દિલમાં સોનાના સપનાં હતાં. પણ વહેલી સવારે બગીચામાં ગયા તો જોયું કે કેરીઓ જમીન પર પડી હતી – એ ફળ નહોતા, એ તો અમારી મહેનતના સપનાં હતા, અમારા ભવિષ્યના આશ્રય હતા. ત્યારે લાગ્યું કે હવે અમે રહ્યા નહીં ઘરના કે રહ્યા નહીં ઘાટના.” “છેલ્લા પાંચ વર્ષથી કુદરત અમને માફ કરતી નથી…” રતાંગના ખેડૂત હરસુખભાઈ વૈષ્ણવે જણાવ્યું કે, “આ વર્ષે અમે ખૂબ આશાવાન હતા. આંબા પર મોર સારા આવ્યા હતા, જો કે શરૂઆતમાં કોલ્ડ વેવના કારણે ફ્લાવરિંગ ઘટ્યું હતું. તેમ છતાં આશરે 30 થી 40 ટકા કેરીનો પાક આવ્યો હતો. પણ હવે ગઈકાલે આવેલા કમોસમી વરસાદ અને ભારે પવને જે બચ્યું હતું તે પણ જમીન પર પટકાઈ ગયું.” તેમણે ઉમેર્યું કે, “આ કેરી હવે ન તો ખાવા યોગ્ય રહી છે, ન તો બજારમાં વેચી શકાય એવી. આવી સ્થિતિમાં જો હવે બજારમાં કેરીના ભાવ ન મળે, તો ખેડૂત માટે આ વર્ષે ભરભરાટનું નહીં પણ ખાલીપાની સિઝન બનશે.” એક્સપોર્ટ વિષે ચર્ચા કરતાં હરસુખભાઈએ જણાવ્યું, “ગુણવત્તાવાળી કેરી જ એક્સપોર્ટ થાય છે. પણ જે ક્વોલિટી હમણાં વરસાદે બગાડી દીધી છે, તેની વિદેશી માંગ ઓછી પડશે – જેના સીધા માઠા પરિણામો સ્થાનિક બજાર પર પણ પડશે.” અંતે તેમણે દર્દ સાથે જણાવ્યું કે, “છેલ્લા પાંચ વર્ષથી કોમોસમી વરસાદ, વાતાવરણમાં પલટો અને જીવાતના કારણે અમે સતત નુકસાની ભોગવી રહ્યા છીએ. હવે જો સરકાર સમયસર સહાય ન આપે, તો ખેડૂતો માટે આર્થિક રીતે ઊભા રહેવું મુશ્કેલ બનશે.” નાની ખોડીયાર ગામના ખેડૂત દીદારભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે આજે ખેડૂતની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. શરૂઆતના તબક્કામાં આંબા પર પાક ખૂબ જ સારો આવ્યો હતો અને મોરનું ફ્લાવરિંગ પણ ઉત્તમ હતું. એથી લાગ્યું હતું કે આ વર્ષે કેરીનો પાક સારું ઉત્પાદન આપશે. પરંતુ એપ્રિલ-મેના સમયમાં ભયાનક હવામાન પલટો થયો અને આંબા પર આવેલા મોરમાંથી લગભગ 70 ટકા ખરી પડ્યા. ત્યારે જ મોરનું બંધારણ 60 થી 70 ટકા ઘટી ગયું હતું. તેમ છતાં ખેડૂતોને આશા હતી કે ઓછામાં ઓછો 25 થી 30 ટકાનો પાક તો મળશે. પણ છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે મોટાભાગની કેરીઓ જમીન પર પડી ગઈ છે. હવે આ કેરી ન તો વેચવા લાયક રહી છે અને ન તો ખાવા લાયક. કુદરતે જાણે ખેડૂતના મોઢેથી કોળિયો છીનવી લીધો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જરૂરી છે કે સરકાર તાત્કાલિક યોગ્ય સહાય કરશે જેથી ખેડૂત ફરીથી ઊભો રહી શકે. “હવે કેસરની વાત નહીં, ખેડૂતના આંસુ વહે છે” મોર હતા, આશા હતી પણ કુદરત જાણે રૂઠી અને કમોસમી વરસાદે કાળ ફેંક્યો છે. આ વર્ષે શરૂઆતમાં આંબે મોર ઘણાં જ સારા આવ્યા હતા. લાગ્યું હતું કે આ વખતે પાક ધમાકેદાર આવશે. પણ વાતાવરણના પલટા અને કમોસમી વરસાદે એ આશાઓને જમીનદોસ્ત કરી દીધી.એક બોક્સ 2000નું હતું તે હવે 800માં વેચવું પડે છે: એક સમય હતો જ્યારે દોઢ મહિના પહેલા હું 10 કિલોની કેરીના બોક્સ માટે ₹1800 થી ₹2000 સુધી ભાવ લેતો હતો. આજે એ જ કેરી હવે ₹800માં વેચવી પડે છે – એ પણ મુશ્કેલીથી. મજૂરી વધુ છે નફો ઓછો છે.બગીચામાં કામ કરવા આવેલા એક મજૂરને ₹500 આપવા પડે છે. કેરી ભરવાનું બોક્સ માત્ર ₹30નું નહીં, એ વેદનાનું પેકેટ છે. એક મણ કેરી તૈયાર કરવાં માટે ઓછામાં ઓછો ₹200નો ખર્ચ થાય છે. કેરીના નામે હવે તો ખેડૂતોને માથે નુકસાનનું નગારું વાગે છે. કૌમોસમી વરસાદે ખેડૂતો અને ઇજારેદારો બંનેની સપનાઓ રેતી જેમ વેરી દીધાં છે.સગાં વ્હાલાં પણ હવે રાહ જોઈ રહ્યા છે: પછી સગાં વ્હાલાં ફોન કરે છે – “ક્યારે કેરી મોકલાવશો ?” પણ હકીકત એવી છે કે કેરી તો હવે ખરી પડેલી છે. ઊંચા ભાવના કારણે કોઈને મોકલવી પણ મુશ્કેલ બની ગઈ છે.જો આગલા દિવસોમાં સારી ગુણવત્તાવાળી કેરી રહેશે તો ભાવ વધી શકે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે બજારમાં 10 કિલો કેરીના ભાવ ₹700 થી ₹800ની આસપાસ જ રહેવાની શક્યતા છે. વંથલીમાં 15% અને ગીરમાં 40% જ પાક આવ્યો છે વંથલી માર્કેટિંગ યાર્ડના હાલના વાઇસ ચેરમેન અને પૂર્વ ચેરમેન, દિનેશભાઈ કાનગડે, જેમણે 18 વર્ષથી ખેડૂત મંડળીનું નેતૃત્વ કર્યું છે, તેમના અનુસાર, “આ વર્ષે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે.” દિનેશભાઈએ વધુમાં કહ્યું કે, “હું પોતે 80 વિઘા આંબા અને ચીકુના બગીચાનો માલિક છું, અને આ વર્ષમાં કેરીના ઉત્પાદનમાં 80% ઘટાડો નોંધાયો છે. વંથલી પંથકમાં માત્ર 15% અને ગીર પંથકમાં 40% પાક આવ્યો છે.” દિનેશભાઈનું કહે છે કે, આ વર્ષે કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકમાં નુકસાનીમાં વધારો થયો છે. “પહેલા 10 કિલો કેરીનો ભાવ ₹2000 થી ₹2500 વચ્ચે જતા હતા, પરંતુ હવે 10 કિલોના 800 રૂપિયા થઈ ગયાં છે.” તેમણે વધુમાં જણાવતાં જણાવ્યું કે, “કમોસમી વરસાદ અને પવનના કારણે કેરી ખરી પડી.” કેરીના એક્સપોર્ટ માર્કેટ પર અસર
ગિર પંથકમાં કેશર કેરીની આયાત સૌથી વધુ થાય છે,કારણ કે ગીરની કેરી પથરાવ જમીનમાં પાકે છે. આ પ્રકારની કેરીમાં માવાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે વંથલી પંથકની કેરીમાં પાણી વધારે હોય છે, પરંતુ મોસમી અસરોને કારણે આ પાક પણ નુકસાન પામ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને ખેડૂતોના નિર્ણય
દિનેશભાઈનો અનુભવ છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે ખેડૂતોને ઘણો નુકસાન થયું છે, “આમ, છેલ્લા કેટલાક વર્ષોથી, વંથલી અને ગીર પંથકમાં ખેતીની પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આંબા પર કેરીનો પાક થવાનો દર ઘટી રહ્યો છે.” દિનેશભાઈએ ઉલ્લેખ કર્યો કે, “અમે 20 વિઘા આંબાના બગીચા ચાર વર્ષ પહેલાં કાપી નાખ્યા, કારણ કે આંબામાં કેરીનું ઉત્પાદન ઓછું થતું હતું.” ખેડૂત અને વેપારીની સ્થિતિ
“જ્યાં સુધી આંબા પર વરસાદ ન પડે, ત્યાં સુધી લોકો સારો માવાનો અને પાણી વિમુક્ત કેસર કેરી ખાય શકે છે,” તેમણે કહ્યું. “પરંતુ વધુ વરસાદ અને પવનના કારણે, આંબા પરની કેરીમાં જીવાતનો પ્રભાવ વધી જાય છે, જેના કારણે બજારમાં કેરીના ભાવ ઘટી જાય છે. તો બીજી તરફ વાતાવરણમાં ફેરફાર થતા કેરીના પાકમાં ધાર્યા હકારાત્મક પરિણામ જોવા નથી મળતા.” ગુણવત્તા યુક્ત કેરીના ભાવ
“આગામી સમયમાં, જો આ વર્ષે સરખી સ્થિતિ રહી, અને હજુ પણ વધુ વરસાદનો વરસ્યો તો તો 10 કિલો કેરીનો ભાવ ઊંચો થશે, પરંતુ કમોસમી વરસાદ અને માવાથી ખાવા માટેની યોગ્યતા ઘટાડતા, તેના ભાવ પર ભારે અસર પડશે.”
દિનેશભાઈએ સરકારને અનુરોધ કર્યો છે કે, “ખેડૂતોએ ઘણી મુશ્કેલીઓનું સામનો કરવું પડ્યું છે. તેમને આ સમયે સરકારે યોગ્ય સહાય અને માર્ગદર્શન આપવું જોઈએ, જેથી ખેડૂતોની મહેનત એળે ન જાય અને આ પરિસ્થિતિનો સકારાત્મક ઉકેલ આવી શકે.”
દિનેશભાઈનું વિશ્લેષણ દર્શાવે છે કે, કમોસમી વરસાદ, પવન અને ગ્લોબલ વોર્મિંગના કારણે, કેસર કેરીના ખેડૂતો અને વેપારીઓ માટે સ્પષ્ટ પડકારો ઉભા થઈ રહ્યાં છે. આ માટે તાત્કાલિક સરકાર દ્વારા માર્ગદર્શન અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *