P24 News Gujarat

‘તમે ન તો ઘરના છો ન ઘાટના’:એક્ટ્રેસ સુરભિ દાસે પાકિસ્તાની એક્ટ્રેસિસને ઝાટકી નાખી; કહ્યું- ભારતમાં કામની ભીખ માગવી છે ને પાછી તંગડી ઊંચી રાખવી છે?

એક્ટ્રેસ સુરભિ દાસે ‘ઓપરેશન સિંદૂર’ પર પ્રતિક્રિયા આપવા બદલ હાનિયા આમિર, માહિરા ખાન અને સજલ અલી જેવા પાકિસ્તાની કલાકારોને સખત ઠપકો આપ્યો છે. એક્ટ્રેસ સુરભિ દાસે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હાનિયા આમિર પર કટાક્ષ કરતા કહ્યું, “તું મને બહેન પણ નથી કહેતી, તું બોલિવૂડ ગીતો ગાય છે અને ભારતીય દર્શકો માટે ભીખ માગે છે, તને શરમ નથી આવતી? દર બે દિવસે તું ભારતીય દર્શકો માટે પોસ્ટ કરે છે. તું હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે ખરેખર ભીખ માગતી હતી. હવે અચાનક તુ ગુસ્સે થઈ ગઈ છે કારણ કે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું તારું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે?’ ‘સુરભિએ એમ પણ કહ્યું, “જ્યારે અમારા લોકો માર્યા ગયા, ત્યારે તને આ પીડા અને ગુસ્સો કેમ ન લાગ્યો? તને એક બાળકના મૃત્યુનું દુ:ખ થઈ રહ્યું છે. બાય ધ વે, તમારા લોકોએ પહેલગામમાં 12 વર્ષના બાળકનું માથું ફોડી નાખ્યું, ત્યારે તમને પીડા કેમ ન લાગી? તે બાળક નહોતું?. હવે પાકિસ્તાન હિંસા વિશે વાત કરશે. જોતા રહો કારણ કે હજુ ઘણું બધું જોવાનું બાકી છે.” સુરભિએ માહિરા ખાનને આપ્યો યોગ્ય જવાબ
સુરભિએ માહિરા ખાન પર નિશાન સાધતાં કહ્યું, ‘તે પહેલા અડધો સમય ભારતમાં રહેતી હતી જેથી તેને કામ મળી શકે. હવે અચાનક દેશભક્તિ જાગી ગઈ છે. મને તારા પર શરમ આવે છે કે જ્યારે તે લોકો નિર્દોષ લોકોને મારી રહ્યા હતા ત્યારે તમે તમારા દેશ વિરુદ્ધ કંઈ કહ્યું નહીં. તમને શરમ આવવી જોઈએ કે તમે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ માગ્યું. અમે મરી જઈશું પણ પાકિસ્તાની ફિલ્મો નહીં કરીએ. બહેન, અમે ત્યાં ક્રિકેટ પણ નથી રમતા અને તમે અહીં માથું ઊંચું રાખીને કામ કરવા આવો છો. તમને શરમ આવવી જોઈએ કારણ કે તમે ન તો ઘરના છો કે ન તો ઘાટના’ સુરભિ દાસે સેજલ અલીની પણ ઝાટકણી કાઢી
સુરભિ દાસે ફિલ્મ ‘મોમ’માં એક્ટિંગ કરી ચૂકેલી પાકિસ્તાની એક્ટ્રેસ સજલ અલીની પણ ઝાટકણી કાઢી. સુરભિએ કહ્યું, ‘આ લોકો શું બકવાસની કરી રહ્યા છે ભાઈ? હવે તેમને યાદ આવી ગયું છે કે સામાન્ય લોકોને મારવા ન જોઈએ. તેમણે આપણા 26 લોકોને કેમ માર્યા? તેઓ તેમના પરિવારો સાથે ફક્ત ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે કાશ્મીર ગયા હતા… તેમનો શું વાંક હતો??? હવે મને ખૂબ ખરાબ લાગે છે, ત્યારે કોઈએ કંઈ કેમ ન કહ્યું?” ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી અડ્ડાઓ પર મિસાઇલો છોડી હતી. આ વળતી કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. આ અંગે પાકિસ્તાની કલાકારો હાનિયા આમિર, માહિરા ખાન અને સજલ અલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

​એક્ટ્રેસ સુરભિ દાસે ‘ઓપરેશન સિંદૂર’ પર પ્રતિક્રિયા આપવા બદલ હાનિયા આમિર, માહિરા ખાન અને સજલ અલી જેવા પાકિસ્તાની કલાકારોને સખત ઠપકો આપ્યો છે. એક્ટ્રેસ સુરભિ દાસે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હાનિયા આમિર પર કટાક્ષ કરતા કહ્યું, “તું મને બહેન પણ નથી કહેતી, તું બોલિવૂડ ગીતો ગાય છે અને ભારતીય દર્શકો માટે ભીખ માગે છે, તને શરમ નથી આવતી? દર બે દિવસે તું ભારતીય દર્શકો માટે પોસ્ટ કરે છે. તું હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે ખરેખર ભીખ માગતી હતી. હવે અચાનક તુ ગુસ્સે થઈ ગઈ છે કારણ કે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું તારું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે?’ ‘સુરભિએ એમ પણ કહ્યું, “જ્યારે અમારા લોકો માર્યા ગયા, ત્યારે તને આ પીડા અને ગુસ્સો કેમ ન લાગ્યો? તને એક બાળકના મૃત્યુનું દુ:ખ થઈ રહ્યું છે. બાય ધ વે, તમારા લોકોએ પહેલગામમાં 12 વર્ષના બાળકનું માથું ફોડી નાખ્યું, ત્યારે તમને પીડા કેમ ન લાગી? તે બાળક નહોતું?. હવે પાકિસ્તાન હિંસા વિશે વાત કરશે. જોતા રહો કારણ કે હજુ ઘણું બધું જોવાનું બાકી છે.” સુરભિએ માહિરા ખાનને આપ્યો યોગ્ય જવાબ
સુરભિએ માહિરા ખાન પર નિશાન સાધતાં કહ્યું, ‘તે પહેલા અડધો સમય ભારતમાં રહેતી હતી જેથી તેને કામ મળી શકે. હવે અચાનક દેશભક્તિ જાગી ગઈ છે. મને તારા પર શરમ આવે છે કે જ્યારે તે લોકો નિર્દોષ લોકોને મારી રહ્યા હતા ત્યારે તમે તમારા દેશ વિરુદ્ધ કંઈ કહ્યું નહીં. તમને શરમ આવવી જોઈએ કે તમે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ માગ્યું. અમે મરી જઈશું પણ પાકિસ્તાની ફિલ્મો નહીં કરીએ. બહેન, અમે ત્યાં ક્રિકેટ પણ નથી રમતા અને તમે અહીં માથું ઊંચું રાખીને કામ કરવા આવો છો. તમને શરમ આવવી જોઈએ કારણ કે તમે ન તો ઘરના છો કે ન તો ઘાટના’ સુરભિ દાસે સેજલ અલીની પણ ઝાટકણી કાઢી
સુરભિ દાસે ફિલ્મ ‘મોમ’માં એક્ટિંગ કરી ચૂકેલી પાકિસ્તાની એક્ટ્રેસ સજલ અલીની પણ ઝાટકણી કાઢી. સુરભિએ કહ્યું, ‘આ લોકો શું બકવાસની કરી રહ્યા છે ભાઈ? હવે તેમને યાદ આવી ગયું છે કે સામાન્ય લોકોને મારવા ન જોઈએ. તેમણે આપણા 26 લોકોને કેમ માર્યા? તેઓ તેમના પરિવારો સાથે ફક્ત ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે કાશ્મીર ગયા હતા… તેમનો શું વાંક હતો??? હવે મને ખૂબ ખરાબ લાગે છે, ત્યારે કોઈએ કંઈ કેમ ન કહ્યું?” ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી અડ્ડાઓ પર મિસાઇલો છોડી હતી. આ વળતી કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. આ અંગે પાકિસ્તાની કલાકારો હાનિયા આમિર, માહિરા ખાન અને સજલ અલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *