P24 News Gujarat

નાના પાટેકરે દેશ માટે બંદૂક ઊપાડી હતી:મહાભારતના શકુનિ ભારત-ચીન યુદ્ધમાં લડ્યા, ભીમ BSFમાં ડેપ્યુટી કમાન્ડન્ટ, ગીતકાર આનંદ બક્ષી નોકાદળમાં હતા

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ભારતના આ પગલા પછી, સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધાએ તેની પ્રશંસા કરી. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જેમણે માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દેશ માટે વર્દી(મિલિટરી ડ્રેસ) પહેર્યો હતો અને યુદ્ધનો ભાગ બન્યા હતા. આમાં એક્ટર નાના પાટેકરથી લઈને ગીતકાર આનંદ બક્ષી સુધીના નામ શામેલ છે. નાના કારગિલ યુદ્ધમાં દેશ માટે લડ્યા હતા નાના પાટેકર બાળપણથી જ સેનામાં જોડાવા માગતા હતા. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન, નાનાએ એક્ટિંગ છોડી દીધી અને સેનામાં જોડાયા. કારગિલ યુદ્ધ દરમિયાન નાના બે મહિના સુધી સેના સાથે જોડાયેલા રહ્યા. ત્યાં તે ક્વિક રિએક્શન ટીમનો ભાગ હતા. ક્વિક રિએક્શન ટીમમાં ફક્ત તે લોકો જ કામ કરે છે જે અન્ય લોકો કરતા વધુ કુશળ હોય છે અને દરેક પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર હોય છે. જોકે, તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. 1991માં આવેલી ફિલ્મ ‘પ્રહાર’ આર્મી બેકગ્રાઉન્ડ પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મની તૈયારી માટે, નાનાએ ત્રણ વર્ષ સુધી આર્મી ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો હતો, જ્યાં તેમને કેપ્ટનનું માનદ પદ આપવામાં આવ્યું હતું. બાદમાં, તે સેનામાં સેવા આપવા માગતા હતા, આ માટે નાનાએ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીને ફોન કર્યો હતો અને સેનામાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અધિકારીએ કહ્યું હતું કે તમે એક સામાન્ય નાગરિક છો, અમે તમને સેનામાં ન લઈ શકીએ. ત્યારબાદ એક્ટરે દેશના તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસને ફોન કર્યો. જ્યોર્જ ફર્નાન્ડિસ તેમને પહેલાથી જ ઓળખતા હતા. શરૂઆતમાં તેણે ના પાડી, પણ જ્યારે નાનાએ તેમને તેના આર્મી બેકગ્રાઉન્ડ વિશે કહ્યું, ત્યારે તે સંમત થયા. તેમને લીલી ઝંડી આપી. ‘મહાભારત’ના શકુનિ મામા ભારત-ચીન યુદ્ધમાં લડ્યા હતા બીઆર ચોપરાની ‘મહાભારત’માં શકુનિની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પ્રખ્યાત થયેલા ગૂફી પેઇન્ટલ એક્ટર બનતાં પહેલાં સેનામાં હતા. 1962માં ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. પાંચ વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૂફીએ કહ્યું હતું કે 1962માં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે તે સમયે કોલેજોમાંથી સેનામાં સીધી ભરતી થઈ રહી હતી.’ ગૂફી હંમેશા સેનામાં જોડાવા માગતા હતા તેથી તેમણે તકનો લાભ લીધો અને અરજી કરી. પસંદગી બાદ, તેમને ચીન સરહદ પર આર્મી આર્ટિલરીમાં પોસ્ટિંગ મળ્યું હતું. ‘મહાભારત’નો ભીમ BSFનો ભાગ હતો ‘મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવનાર પ્રવીણ કુમાર સોબતી પણ સેનાનો ભાગ રહી ચૂક્યા છે. માત્ર 20 વર્ષની ઉંમરે, પ્રવીણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં જોડાયો હતો. પ્રવીણ બીએસએફમાં ડેપ્યુટી કમાન્ડન્ટ હતો. તે દરમિયાન તેમણે એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે હેમર અને ડિસ્કસ થ્રોમાં પણ દેશ માટે મેડલ જીત્યા. પ્રવીણનું વર્ષ 2022 માં 74 વર્ષની વયે અવસાન થયું. તે સમયે BSF એ પ્રવીણને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરી હતી. ગીતકાર બનતાં પહેલાં આનંદ બક્ષી એક સૈનિક હતા બોલિવૂડને સદાબહાર ગીતો આપનાર ગીતકાર આનંદ બક્ષી ભારતીય નૌકાદળનો ભાગ હતા. ભાગલા પછી, આનંદ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા. દિલ્હીમાં સ્થાયી થયા પછી, તેઓ ગાયક બનવાની ઇચ્છા સાથે મુંબઈ આવ્યા. અહીં, જ્યારે તે ગાયક ન બની શક્યા, ત્યારે તે ભારતીય નૌકાદળમાં જોડાયા. 15 નવેમ્બર, 1947 ના રોજ, માત્ર ૧૭ વર્ષની ઉંમરે, આનંદ બક્ષી જબલપુરમાં આર્મીના સિગ્નલ કોર્પ્સમાં જોડાયા. તેમને સિગ્નલ મેનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સેનામાં હતા ત્યારે આનંદ બક્ષી નાટકોનો ભાગ બનતા હતા. આનાથી તે પ્રખ્યાત થયા. તેમનો પરિચય આ રીતે કરાવવામાં આવ્યો – ‘આ એ સૈનિક છે જે કવિતાઓ લખે છે, ગાય છે અને નાટકોમાં અભિનય પણ કરે છે.’ ૧૮ જૂન, 1949ના રોજ, આનંદ બક્ષી જબલપુરના સિગ્નલ ટ્રેનિંગ સેન્ટરમાં સ્વિચ બોર્ડ ઓપરેટર ક્લાસ III બન્યા. તેમણે 1947 થી 1956 સુધી સેનામાં સેવા આપી.

​પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ભારતના આ પગલા પછી, સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધાએ તેની પ્રશંસા કરી. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જેમણે માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દેશ માટે વર્દી(મિલિટરી ડ્રેસ) પહેર્યો હતો અને યુદ્ધનો ભાગ બન્યા હતા. આમાં એક્ટર નાના પાટેકરથી લઈને ગીતકાર આનંદ બક્ષી સુધીના નામ શામેલ છે. નાના કારગિલ યુદ્ધમાં દેશ માટે લડ્યા હતા નાના પાટેકર બાળપણથી જ સેનામાં જોડાવા માગતા હતા. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન, નાનાએ એક્ટિંગ છોડી દીધી અને સેનામાં જોડાયા. કારગિલ યુદ્ધ દરમિયાન નાના બે મહિના સુધી સેના સાથે જોડાયેલા રહ્યા. ત્યાં તે ક્વિક રિએક્શન ટીમનો ભાગ હતા. ક્વિક રિએક્શન ટીમમાં ફક્ત તે લોકો જ કામ કરે છે જે અન્ય લોકો કરતા વધુ કુશળ હોય છે અને દરેક પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર હોય છે. જોકે, તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. 1991માં આવેલી ફિલ્મ ‘પ્રહાર’ આર્મી બેકગ્રાઉન્ડ પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મની તૈયારી માટે, નાનાએ ત્રણ વર્ષ સુધી આર્મી ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો હતો, જ્યાં તેમને કેપ્ટનનું માનદ પદ આપવામાં આવ્યું હતું. બાદમાં, તે સેનામાં સેવા આપવા માગતા હતા, આ માટે નાનાએ એક વરિષ્ઠ સૈન્ય અધિકારીને ફોન કર્યો હતો અને સેનામાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અધિકારીએ કહ્યું હતું કે તમે એક સામાન્ય નાગરિક છો, અમે તમને સેનામાં ન લઈ શકીએ. ત્યારબાદ એક્ટરે દેશના તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસને ફોન કર્યો. જ્યોર્જ ફર્નાન્ડિસ તેમને પહેલાથી જ ઓળખતા હતા. શરૂઆતમાં તેણે ના પાડી, પણ જ્યારે નાનાએ તેમને તેના આર્મી બેકગ્રાઉન્ડ વિશે કહ્યું, ત્યારે તે સંમત થયા. તેમને લીલી ઝંડી આપી. ‘મહાભારત’ના શકુનિ મામા ભારત-ચીન યુદ્ધમાં લડ્યા હતા બીઆર ચોપરાની ‘મહાભારત’માં શકુનિની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પ્રખ્યાત થયેલા ગૂફી પેઇન્ટલ એક્ટર બનતાં પહેલાં સેનામાં હતા. 1962માં ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. પાંચ વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૂફીએ કહ્યું હતું કે 1962માં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે તે સમયે કોલેજોમાંથી સેનામાં સીધી ભરતી થઈ રહી હતી.’ ગૂફી હંમેશા સેનામાં જોડાવા માગતા હતા તેથી તેમણે તકનો લાભ લીધો અને અરજી કરી. પસંદગી બાદ, તેમને ચીન સરહદ પર આર્મી આર્ટિલરીમાં પોસ્ટિંગ મળ્યું હતું. ‘મહાભારત’નો ભીમ BSFનો ભાગ હતો ‘મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવનાર પ્રવીણ કુમાર સોબતી પણ સેનાનો ભાગ રહી ચૂક્યા છે. માત્ર 20 વર્ષની ઉંમરે, પ્રવીણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં જોડાયો હતો. પ્રવીણ બીએસએફમાં ડેપ્યુટી કમાન્ડન્ટ હતો. તે દરમિયાન તેમણે એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે હેમર અને ડિસ્કસ થ્રોમાં પણ દેશ માટે મેડલ જીત્યા. પ્રવીણનું વર્ષ 2022 માં 74 વર્ષની વયે અવસાન થયું. તે સમયે BSF એ પ્રવીણને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરી હતી. ગીતકાર બનતાં પહેલાં આનંદ બક્ષી એક સૈનિક હતા બોલિવૂડને સદાબહાર ગીતો આપનાર ગીતકાર આનંદ બક્ષી ભારતીય નૌકાદળનો ભાગ હતા. ભાગલા પછી, આનંદ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા. દિલ્હીમાં સ્થાયી થયા પછી, તેઓ ગાયક બનવાની ઇચ્છા સાથે મુંબઈ આવ્યા. અહીં, જ્યારે તે ગાયક ન બની શક્યા, ત્યારે તે ભારતીય નૌકાદળમાં જોડાયા. 15 નવેમ્બર, 1947 ના રોજ, માત્ર ૧૭ વર્ષની ઉંમરે, આનંદ બક્ષી જબલપુરમાં આર્મીના સિગ્નલ કોર્પ્સમાં જોડાયા. તેમને સિગ્નલ મેનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સેનામાં હતા ત્યારે આનંદ બક્ષી નાટકોનો ભાગ બનતા હતા. આનાથી તે પ્રખ્યાત થયા. તેમનો પરિચય આ રીતે કરાવવામાં આવ્યો – ‘આ એ સૈનિક છે જે કવિતાઓ લખે છે, ગાય છે અને નાટકોમાં અભિનય પણ કરે છે.’ ૧૮ જૂન, 1949ના રોજ, આનંદ બક્ષી જબલપુરના સિગ્નલ ટ્રેનિંગ સેન્ટરમાં સ્વિચ બોર્ડ ઓપરેટર ક્લાસ III બન્યા. તેમણે 1947 થી 1956 સુધી સેનામાં સેવા આપી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *