P24 News Gujarat

‘ઓપરેશન સિંદૂર’ પર અમિતાભ બચ્ચનની ‘મૂકડ્રિલ’!:સોશિયલ મીડિયા પર બિગ બી ટ્રોલ થયા, યૂઝર્સે કહ્યું, ‘દેશની સેના વિશે કંઈક તો બોલો’

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેનું કારણ છે, તેમનું સતત મૌન. પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો, જેના પછી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું અને આતંકવાદીઓને જવાબ આપ્યો પરંતુ આ દરમિયાન અમિતાભ બચ્ચને કંઈ કહ્યું નહીં. કંઈ લખ્યા વિના દરરોજ ટ્વિટ
22 એપ્રિલથી અમિતાભ બચ્ચન X (ટ્વિટર) પર દરરોજ ટ્વિટ કરી રહ્યા છે પરંતુ આ ટ્વિટ્સમાં ફક્ત એક જ નંબર લખાયેલો છે – જેમ કે 5370, 5371 વગેરે. કોઈ શબ્દો નથી, કોઈ ઇમોજી નથી, કોઈ અભિવ્યક્તિ નથી. છેલ્લીવાર તેમણે 5355 નંબરના ટ્વિટમાં લખ્યું હતું, ‘શાંત X રંગસૂત્ર… મગજ નક્કી કરી રહ્યું છે…’. ત્યારથી ફક્ત આંકડા જ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બિગ બી થયા ટ્રોલ
પહેલા તો લોકોને લાગ્યું કે, કદાચ આ કોઈ ટેકનિકલ ખામી હશે કે મજાક હશે પરંતુ આ 15-20 દિવસથી ચાલી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. ખાસ કરીને જ્યારે અન્ય બોલિવૂડ સ્ટાર્સે સેનાના સમર્થનમાં પોસ્ટ કરી હતી, ત્યારે પણ અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કર્યું ન હતું. એક યુઝરે લખ્યું, ‘સર કદાચ BSEનો રેટ જણાવી રહ્યા છે.’ તો કોઈએ કહ્યું, ‘જો તમે હજુ પણ કંઈ નહીં કહો, તો ઇતિહાસ તમને માફ નહીં કરે.’ ઘણા લોકો એવું પણ પૂછવા લાગ્યા કે, આ ટ્વિટ્સનો આખરે અર્થ શું છે? કેટલાક લોકોએ તો AI ચેટબોટ્સને પણ પૂછ્યું કે આ ટ્વિટ્સનો અર્થ શું થઈ શકે છે. ઓપરેશન સિંદૂર પછી, એક યુઝરે કહ્યું, ‘સાહેબ, કૃપા કરીને દેશની સેના માટે પણ કંઈક કહો.’ આપણા સૈનિકો ફક્ત આપણા માટે લડી રહ્યા છે. જાહેર કાર્યક્રમોમાંથી પણ ગાયબ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન ગયા અઠવાડિયે તેમના ઘર જલસાની બહાર રવિવારની મીટિંગમાં પણ આવ્યા ન હતા. આ તેમની જૂની પરંપરા રહી છે. એટલું જ નહીં, તેમણે WAVES 2025માં Legends and Legacies પેનલમાં પણ હાજરી આપી ન હતી, જ્યાં તેમની હાજરી નિશ્ચિત માનવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન હંમેશા દેશભક્તિ અને સામાજિક મુદ્દાઓ પર બોલવા માટે જાણીતા છે. તેમણે દેશ માટે ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં, તેમનું હાલનું વલણ લોકોને વિચિત્ર લાગી રહ્યું છે.

​બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેનું કારણ છે, તેમનું સતત મૌન. પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો, જેના પછી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું અને આતંકવાદીઓને જવાબ આપ્યો પરંતુ આ દરમિયાન અમિતાભ બચ્ચને કંઈ કહ્યું નહીં. કંઈ લખ્યા વિના દરરોજ ટ્વિટ
22 એપ્રિલથી અમિતાભ બચ્ચન X (ટ્વિટર) પર દરરોજ ટ્વિટ કરી રહ્યા છે પરંતુ આ ટ્વિટ્સમાં ફક્ત એક જ નંબર લખાયેલો છે – જેમ કે 5370, 5371 વગેરે. કોઈ શબ્દો નથી, કોઈ ઇમોજી નથી, કોઈ અભિવ્યક્તિ નથી. છેલ્લીવાર તેમણે 5355 નંબરના ટ્વિટમાં લખ્યું હતું, ‘શાંત X રંગસૂત્ર… મગજ નક્કી કરી રહ્યું છે…’. ત્યારથી ફક્ત આંકડા જ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બિગ બી થયા ટ્રોલ
પહેલા તો લોકોને લાગ્યું કે, કદાચ આ કોઈ ટેકનિકલ ખામી હશે કે મજાક હશે પરંતુ આ 15-20 દિવસથી ચાલી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. ખાસ કરીને જ્યારે અન્ય બોલિવૂડ સ્ટાર્સે સેનાના સમર્થનમાં પોસ્ટ કરી હતી, ત્યારે પણ અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કર્યું ન હતું. એક યુઝરે લખ્યું, ‘સર કદાચ BSEનો રેટ જણાવી રહ્યા છે.’ તો કોઈએ કહ્યું, ‘જો તમે હજુ પણ કંઈ નહીં કહો, તો ઇતિહાસ તમને માફ નહીં કરે.’ ઘણા લોકો એવું પણ પૂછવા લાગ્યા કે, આ ટ્વિટ્સનો આખરે અર્થ શું છે? કેટલાક લોકોએ તો AI ચેટબોટ્સને પણ પૂછ્યું કે આ ટ્વિટ્સનો અર્થ શું થઈ શકે છે. ઓપરેશન સિંદૂર પછી, એક યુઝરે કહ્યું, ‘સાહેબ, કૃપા કરીને દેશની સેના માટે પણ કંઈક કહો.’ આપણા સૈનિકો ફક્ત આપણા માટે લડી રહ્યા છે. જાહેર કાર્યક્રમોમાંથી પણ ગાયબ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન ગયા અઠવાડિયે તેમના ઘર જલસાની બહાર રવિવારની મીટિંગમાં પણ આવ્યા ન હતા. આ તેમની જૂની પરંપરા રહી છે. એટલું જ નહીં, તેમણે WAVES 2025માં Legends and Legacies પેનલમાં પણ હાજરી આપી ન હતી, જ્યાં તેમની હાજરી નિશ્ચિત માનવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન હંમેશા દેશભક્તિ અને સામાજિક મુદ્દાઓ પર બોલવા માટે જાણીતા છે. તેમણે દેશ માટે ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં, તેમનું હાલનું વલણ લોકોને વિચિત્ર લાગી રહ્યું છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *