હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિને ટાંકીને પ્રોડ્યૂસર્સે ‘ભૂલ ચૂક માફ’ ફિલ્મને થિયેટરોના બદલે OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે પીવીઆર આઈનોક્સે પ્રોડક્શન કંપની મેડોક ફિલ્મ્સ સામે હાઈકોર્ટમાં 60 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. PVR આઇનોક્સ પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સના આ નિર્ણય સામે હાઇકોર્ટમાં પહોંચ્યું છે. તેણે OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. મેડોક પર થિયેટર કરાર (થિએટ્રિકલ એગ્રિમેન્ટ)નું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફિલ્મ વિવેચક (ક્રિટિક) સુમિત કડેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સમગ્ર મામલાની માહિતી આપી છે. સુમિતે કહ્યું, ‘જુઓ, બે દિવસ પહેલા જ્યારે સમાચાર આવ્યા કે ફિલ્મ OTT પર રિલીઝ થશે, ત્યારે પણ મેં ટ્વિટ કર્યું હતું પરંતુ ફિલ્મનું એડવાન્સ વેચાણ ખૂબ જ નબળું હતું. મેડોક્સની જાહેરાત પછી પણ આઇનોક્સે ફિલ્મનું એડવાન્સ બુકિંગ ગુરુવાર સુધી ખુલ્લું રાખ્યું. આઇનોક્સ પીવીઆર અને સિનેપોલિસે ફક્ત ચાર હજાર ટિકિટ વેચી. તેમના મતે ફિલ્મની શરૂઆત વધુમાં વધુ બે થી ત્રણ કરોડ થઈ હોત. એડવાન્સ બુકિંગ ખુલ્યા પછી મેડોકે છેલ્લી ઘડીએ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી, જે ખૂબ જ ખોટું છે. મેડોકે પીવીઆર આઇનોક્સ અને તેના અન્ય એક્ઝીબિટર્સ પાર્ટનરને જાણ પણ કરી ન હતી, તેથી આઇનોક્સે કેસ દાખલ કર્યો છે. આ બિલકુલ વાજબી છે. થિયેટર રિલીઝ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે, તમે કરાર તોડી ન શકો. મેડોકે પોતાના મલ્ટિપ્લેક્સને વિશ્વાસમાં લઈને તેમને આખી વાત કહેવી જોઈતી હતી. તે એમ કહી શક્યા હોત કે, તેને OTT પર લાવવાને બદલે, અમે તેને બે અઠવાડિયા પછી અથવા પરિસ્થિતિ સુધરશે ત્યારે થિયેટરોમાં લાવીશું. ફિલ્મને સીધી OTT પર લાવવાથી ખબર પડે છે કે, તેમનો ઇરાદો કંઈક બીજો જ હતો. જે નિવેદન આપવામાં આવ્યું છે તે કંઈક બીજું છે. નુકસાન માટે નહીં પરંતુ કરાર તોડવાની વિરૂદ્ધમાં મામલો કોર્ટમાં પહોંચ્યો ભાસ્કર સૂત્રોના જણાવ્યા અનુસાર, પીવીઆર આઇનોક્સ વિરુદ્ધ મેડોક કેસ 9 મેના રોજ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. મેડોક પર આરોપ છે કે, તેણે 16 મેના રોજ કોઈને જાણ કર્યા વિના ઓટીટી પર રિલીઝની જાહેરાત કરી હતી. આ કારણે, પીવીઆર આઇનોક્સે ડિજિટલ રિલીઝ રોકવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. ફિલ્મનું પ્રમોશન છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહ્યું છે, તેવામાં એ પ્રશ્ન ઊભો થાય છે કે, જો ફિલ્મ ફક્ત OTT પર જ રિલીઝ થવાની હતી, તો થિયેટર કરાર અને પ્રમોશનની કોઈ જરૂર નહોતી. નોંધનીય છે કે, રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ પહેલા 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ મેડોકે અચાનક તેને 16 મેના રોજ થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની જાહેરાત કરી.