P24 News Gujarat

ચાર દિવસનું યુદ્ધ, ગોલ્ડ સ્મગલિંગ બારેમાસ:ગુદામાં, પેટમાં, મોબાઇલમાં, પેન્ટમાં સોનું લાવતા દાણચોરો; ભારતમાં વર્ષે દાણચોરીનું 340 ટન સોનું ઘૂસે છે!

‘‘ઑપરેશન ગોલ્ડન ડૉન’ ઇઝ ઑન. પાક્કી બાતમી છે કે ઇન્ડિયાનાં અલગ અલગ શહેરોમાં હવાઈ, ટ્રેન મારફતે કેટલાંક સુદાનીઝ નાગરિકો સ્મગલિંગથી ગોલ્ડ ઘુસાડવાની ફિરાકમાં છે. આ આખું ‘પાન ઇન્ડિયા’ ઑપરેશન હશે. પટના, પુણે અને મુંબઈ એરપોર્ટ તથા રેલવે સ્ટેશનોમાં આપણા DRI (ડાયરેક્ટરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ના અધિકારીઓ લોકલ પોલીસ સાથે સિવિલ ડ્રેસમાં તહેનાત રહેશે. એકેએક શંકાસ્પદ પેસેન્જરનું કડક ચેકિંગ થવું જોઇએ. ટોપી, બુટ, જેકેટ, સૂટકેસ, હેન્ડબેગ… દરેકેદરેક સામાન ડબલ ચેક થવો જોઇએ. જરા સરખો પણ ડાઉટ જાય તો તે પેસેન્જર, ભલે મહિલા હોય, પણ એનું કેવિટી ચેકિંગ પણ થવું જોઇએ. જો આ ઑપરેશન સક્સેસફુલ ગયું તો આપણે ગોલ્ડ સ્મગલિંગનું બહુ મોટું રેકેટ પકડવામાં સફળ થઇશું.’ એક ખૂફિયા મીટિંગમાં આવા જ કંઇક સંવાદોની આપ-લે થયાના ગણતરીના કલાકોમાં દેશનાં ત્રણ મોટાં શહેરોમાંથી ગોલ્ડ સ્મગલિંગનો જંગી જથ્થો પકડાયો. 2023ની 19 ફેબ્રુઆરીની રાત્રે પટના રેલવે સ્ટેશનથી મુંબઈ જઈ રહેલી બે સુદાનીઝ મહિલાઓ પાસેથી 37.126 કિલોગ્રામ સોનું ઝડપાયું. આ સોનું છુપાવવા માટે તેમણે ખાસ જેકેટ બનાવડાવ્યાં હતાં. ફુલેલાં દેખાતાં આ સ્લીવલેસ જેકેટમાં 40 જેટલાં ખૂફિયાં ખિસ્સાં બનાવવામાં આવ્યાં હતાં, જેમાં ઓગાળેલા સોનાની પેસ્ટની લગડીઓ સંતાડવામાં આવી હતી. આ ‘ઑપરેશન ગોલ્ડન ડૉન’નો બીજો પાર્ટ ભજવાઈ રહ્યો હતો પછીના દિવસે એટલે કે 20મી ફેબ્રુઆરીએ. પુણેના બસ સ્ટેશન પર. હૈદરાબાદથી આવેલી અને બસ દ્વારા પુણેથી મુંબઈ જઈ રહેલી અગેઇન, સુદાનની બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી. આ બંને મહિલાઓ પાસેથી 5.615 કિલોગ્રામ સોનાની પેસ્ટ પકડાઈ. પરંતુ અહીં મોડસ ઑપરેન્ડી થોડી અલગ હતી. અહીં જેકેટને બદલે હેન્ડ બૅગની અંદર છુપાવેલી હતી. આ ઑપરેશનનો ત્રીજો અંક ભજવાયો 20 ફેબ્રુઆરીએ મુંબઈ રેલવે સ્ટેશન પર. પટનાથી ટ્રેનમાં બેસીને મુંબઈ આવેલી ફરી પાછી બે સુદાનીઝ મહિલાઓ પાસેથી એવી જ જેકેટની અંદર છુપાવેલી 38.76 કિલોગ્રામ વજનની સોનાની લગડીઓ પકડાઈ. પહેલી નજરે જોનારને શિયાળામાં પહેરવાનું નોર્મલ સોફ્ટ જેકેટ જ લાગે. પરંતુ તેની અંદર કરોડોનું સોનું હોય તેવી ભાગ્યે જ કોઇને શંકા જાય. આમાં પટનાથી આવેલું સોનું ભારત-નેપાળ બોર્ડર પરથી દેશમાં ઘુસાડવામાં આવેલું. જ્યારે હૈદરાબાદમાં તમિલનાડુના દરિયા મારફતે ઘુસ્યું હોવાની પુખ્તા બાતમી હતી. ફ્લાઇટમાં સુપર ટાઇટ સિક્યોરિટી હોવાને કારણે આ વખતે દાણચોરોએ બસ અને ટ્રેન જેવા પ્રમાણમાં ઓછું કડક ચેકિંગ ધરાવતાં ટ્રાન્સપોર્ટનાં માધ્યમો પર પસંદગી ઉતારી હતી. ત્રણ દિવસના ઑપરેશનમાં કુલ 101.7 કિલોગ્રામ સોનું પકડાયું! તેની કુલ કિંમત હતી 51 કરોડ રૂપિયા! તે ઉપરાંત 74 લાખ રૂપિયાનું વિદેશી ચલણ અને 63 લાખ રૂપિયાનું ભારતીય ચલણ પણ પકડાયું. અફ કોર્સ, તેનો પણ આ મહિલાઓ પાસે કોઈ હિસાબ નહોતો. પીળી ધાતુનો કાળો કારોબાર
3 માર્ચના રોજ કન્નડ એક્ટ્રેસ રન્યા રાવની બેંગલુરુ એરપોર્ટ પરથી 14.2 કિલોગ્રામ સોનાની લગડીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દુબઈથી આવી રહેલી રન્યા પાસે રહેલા દાણચોરીના સોનાની બજાર કિંમત ₹12.5 કરોડથી પણ વધારે હતી. સિક્યોરિટી એજન્સીનો દાવો છે કે રન્યા રાવ અત્યાર સુધીમાં 100 કિલોગ્રામથી પણ વધારે સોનું ભારતમાં ઘુસાડી ચૂકી છે. અત્યારે જ્યારે સોનાની કિંમતો 1 લાખ રૂપિયા પ્રતિ તોલાને સ્પર્શી ગઇ છે અને બીજી બાજુ ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયો છે, ત્યારે સોનાની કિંમતોમાં ઓર વધારો થવાની વકી છે. ઐતિહાસિક તથ્યો દર્શાવે છે કે કટોકટીના સંજોગોમાં સોનાની દાણચોરીમાં પણ વધારો થાય છે. ઇન્ટરેસ્ટિંગ છે કે ગયા અઠવાડિયે જ નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી ફિલ્મ ‘કોસ્ટાઓ’ OTT પ્લેટફોર્મ ‘Zee5’ પર રિલીઝ થઇ છે, જેના કેન્દ્રમાં પણ ગોલ્ડ સ્મગલિંગ જ છે. ત્યારે આજના ‘ખાખી કવર’માં વાત કરીએ છેલ્લાં બેએક વર્ષમાં ભારતમાં પર્દાફાશ થયેલા સોનાની દાણચોરીના ભારે ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ અને ગોલ્ડ સ્મગલિંગની અજબ-ગજબ રીતો વિશે. વર્ષે 340 ટન સોનાનું સ્મગલિંગ!
340 ટન. 3.40 લાખ કિલોગ્રામ! વર્ષેદહાડે આટલું જંગી જથ્થામાં ગેરકાયદે સોનું ભારતમાં દાણચોરીથી ઘુસાડવામાં આવે છે. યસ્સ, આ આંકડો જરાય ગળે ઊતરે તેવો નથી. પરંતુ ‘ધ ટ્રિબ્યુન’ અખબારે આ ઑપરેશન ડૉનના સંદર્ભમાં જ કરેલી સ્ટોરી અલગ અલગ એજન્સીઓ તથા જ્વેલરો સાથે કરેલી વાતચીત પરથી આ આંકડો તારવે છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં દર વર્ષે 720 ટન સોનું આવે છે. તેમાંથી માત્ર 380 ટન સોનું જ કાયદેસર રીતે એટલે કે 15 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને 3 ટકા IGST (ઇન્ટેગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) ચૂકવીને લાવવામાં આવે છે. બાકીનું 340 ટન સોનું અલગ અલગ રીતે દાણચોરીથી દેશમાં ઘુસાડવામાં આવે છે. એટલે આ દાણચોરોને પકડવા માટે તપાસ સંસ્થાઓ અને સ્મગલરો વચ્ચે સતત ચોર-પોલીસની ગેમ ચાલતી રહે છે. તપાસ સંસ્થાઓથી બચવા માટે સ્મગલરો જાતભાતની તરકીબો અપનાવતા રહે છે. માત્ર ભારતમાં જ છેલ્લા કેટલાક સમયમાં પકડાયેલી દાણચોરીમાં એવા જુગાડ પકડાયા છે કે તેના વિશે જાણીને હસવું કે રડવું એ જ ખ્યાલ ન આવે. મોબાઇલમાં સોનું
બે વર્ષ પહેલાંની વાત છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને બાતમી મળી કે એક બિનવારસી લગેજ ટ્રોલી મળી આવી છે. તપાસ કરતાં તેમાં મોબાઇલનાં ફ્લિપ કવર હોવાનું માલુમ પડ્યું. પરંતુ તે ફ્લિપ કરીને ઉઘાડતાં જ ચારેકોર પીળો પ્રકાશ પથરાઈ ગયો. કેમ કે, તેમાં સોનાનાં બિસ્કિટ હતાં! એ પણ બે-ચાર નહીં, બલકે પૂરાં 10! તેનું વજન હતું 1.166 કિલોગ્રામ. અને માર્કેટ પ્રાઇસ હતી 68 લાખ રૂપિયા! થિયરી બહાર આવી કે દુબઈ કે શારજાહથી આવેલા કોઈ યુવકે આ વિદેશી બનાવટનાં ગોલ્ડ બિસ્કિટની દાણચોરી કરી હશે અને પકડાઈ જવાના ડરથી છેલ્લી ઘડીએ તેને છોડીને પોબારા ગણી ગયો. એ જ અરસામાં તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પર મલેશિયાથી એર એશિયાની ફ્લાઇટમાં આવેલો એક પેસેન્જર પકડાયો હતો. કસ્ટમ અધિકારીઓને તે મુસાફરના મોબાઇલને સ્કેન કરતાં કંઇક શંકાસ્પદ લાગ્યું. મોબાઇલ ખોલીને જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે મોબાઇલ ફોનની અંદર સર્કિટને બદલે સોનાની 360 ગ્રામની પ્લેટ હતી! એક્ચ્યુઅલી, સોનાની લગડીને ઓગાળીને મોબાઇલ ફોનના આકારમાં ઢાળવામાં આવી હતી અને તેને ફોનની અંદર ફિટ કરી દેવાયેલી. આ નમૂનાએ પાછો 179 ગ્રામ સોનાનો જાડોપાડો સાંકળ જેવો ચેઇન પણ ગળામાં ઠઠાડ્યો હતો. બધું મળીને એની પાસેથી 539 ગ્રામ સોનું પકડાયું, જેની માર્કેટ પ્રાઇસ હતી 31.62 લાખ રૂપિયા! પેન્ટમાં સોનાની પેસ્ટનો વરખ!
ત્રણેક વર્ષ પહેલાં કેરળના કુન્નુર એરપોર્ટ પર એક ગજબ મુસાફર પકડાયો હતો. સિક્યોરિટી ચેકિંગ દરમિયાન તે વ્યક્તિએ પોતાની પાસે રહેલી ધાતુની તમામ વસ્તુઓ કાઢીને ટ્રેમાં મૂકી દીધી હતી. તેમ છતાં મેટલ ડિટેક્ટર તેના શરીર પર ફેરવતાં મશીન ‘બીપ બીપ’ અવાજ કરવા માંડતું હતું. પરંતુ નવાઈની વાત એ હતી કે તે વ્યક્તિએ જીન્સ અને ટીશર્ટ સિવાય કશું જ પહેર્યું નહોતું! પરંતુ મશીને કશીક ધાતુ હોવાની ચાડી ખાધી હતી. એટલે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ વધુ સઘન ચેકિંગ કર્યા વિના છૂટકો નહોતો. તેમણે મશીન સાઇડમાં મૂકીને હાથથી ચેકિંગ કર્યું. ત્યારે તેમને આ પ્રવાસીનું જીન્સ કંઇક વધારે પડતું જાડું લાગ્યું. તરત જ પ્રવાસીને સાઇડમાં લઈ જઈને એક લુંગી આપવામાં આવી અને પેન્ટ ઊતરાવવામાં આવ્યું. પછી તે જીન્સનું ચેકિંગ કરતાં માલુમ પડ્યું કે નોર્મલી એક લૅયરના જીન્સની સામે આ જીન્સમાં કાપડનાં બબ્બે લૅયર હતાં. તરત જ કાતર મૂકીને તે જીન્સનાં બંને પડ અલગ કરવામાં આવ્યાં. ત્યાં જ સૌની આંખો ચમકી ઊઠી. પેન્ટની અંદરની બાજુએ પેન્ટને જાણે પીઠી ચોળી હોય એમ પીળા રંગની પેસ્ટ ચોપડેલી હતી. ત્યારે તે મુસાફરે કબૂલ્યું કે તે પેસ્ટ શુદ્ધ સોનાની છે. તે સોનાની પેસ્ટનો ‘વરખ’ ઉતાર્યો ત્યારે તેનું વજન 302 ગ્રામ થયું, જેની તે વખતે માર્કેટમાં કિંમત હતી 14.69 લાખ રૂપિયા! એ જ અરસામાં સાઉથ બંગાલ ફ્રન્ટિયર પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૈનિકોએ બાંગ્લાદેશથી આવી રહેલા એક શખ્સને આંતર્યો. તેનાં પેન્ટમાંથી પણ આ જ રીતે સેન્ડવિચ કરેલી ચાંદીની પેસ્ટ મળી આવી. આ નમૂનાએ પોતાનાં પેન્ટમાં 6.8 કિલોગ્રામ ચાંદી સંતાડી હતી, જે 3.43 લાખ રૂપિયાની હતી! ગુદા અને ટાલમાંથી નીકળ્યો સોનાનો માલ!
માથા પર વાળની લહેરાતી હરિયાળી સુકાઈ જાય અને ટાલનો ઉજ્જડ વગડો છવાઈ જાય, ત્યારે ઘણા લોકો વિગનું ‘વૃક્ષારોપણ’ કરાવતા હોય છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આવા જ એક લહેરાતી ઝુલ્ફોવાળા ભાઈ 2022ના એપ્રિલમાં પકડાયા હતા. અબુધાબીથી આવેલા એ ભારતીય નાગરિકનો પણ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન જ ભાંડો ફૂટ્યો. એની કાળી ભમ્મર ઝુલ્ફોંની નજીક આવતાં જ મેટલ ડિટેક્ટર ધણધણી ઊઠ્યું. અધિકારીઓને શંકા ગઈ એટલે એના વાળમાં ટકોરા મારી જોયા. ટકોરામાં થોડો રણકાર પણ માલુમ પડ્યો. પછી અધિકારીઓએ જાતે જ તેની કેશલોચન પ્રક્રિયા હાથ ધરી. એની આખી વિગ ઉખાડવામાં આવી, જેની નીચેથી જાણે દીવાલ પર છાણાં થાપ્યાં હોય એ રીતે પ્લાસ્ટિકમાં પૅક કરેલી સોનાની પેસ્ટ નીકળી. જમીનમાંથી સોનાનો ચરુ નીકળે તે વાત જાણીતી છે, પણ વિગમાંથી આ રીતે સોનું નીકળે તે વાત કસ્ટમના અધિકારીઓ માટે પણ કૌતુકભરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ખુદ કસ્ટમ વિભાગે સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. પરંતુ મેટલ ડિટેક્ટરને એ પછીયે ધરપત નહોતી. બાલની ખાલ નીચેથી સોનાનો માલ નીકળ્યા પછીયે મશીન તે મુસાફરના શરીરમાં ક્યાંક ધાતુ છુપાયેલી હોવાનું સાઇરન વગાડતું હતું. માલુમ પડ્યું કે તે મહાશયે પોતાના મળદ્વારમાં બળપૂર્વક સોનાની બે ખાસ્સી મોટી કેપ્સ્યુલો ઠૂંસી રાખી હતી. તેને પણ ચોક્કસ પ્રક્રિયા વડે બહાર કાઢવામાં આવી. બધું મળીને એ ભાઈના શરીરના ઉપરના અને નીચેના ભાગમાંથી 30.55 લાખ રૂપિયાની કિંમતનું 630.45 ગ્રામ સોનું મળી આવ્યું હતું! ગયા વર્ષના ડિસેમ્બરમાં કોલકાતામાં ડાયરેક્ટરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ એર કાર્ગોથી લાવવામાં આવેલું અધધધ 56 કિલોગ્રામ સોનું પકડી પાડ્યું હતું, જેની અત્યારના ભાવ પ્રમાણે બજાર કિંમત લગભગ 30 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આમાં સોનાનાં બિસ્કિટ, સોનાના બેટરીના સેલ, સોનાની ફૂટપટ્ટીઓ ઉપરાંત ગુદામાર્ગે આંતરડાંમાં ઘુસાડવામાં આવેલી સોનાની બે ડઝન કેપ્સ્યુલો પણ મળી આવી હતી. આ તે આંતઃવસ્ત્ર છે કે સોનાની ખાણ?
2023માં રિયાધથી આવી રહેલા એક ભાઈના અન્ડરવેરમાં કશોક ધાતુમય પદાર્થ હોવાની શંકા જતાં દિલ્હી કસ્ટમ્સે તેને આંતર્યો હતો. ખબર પડી કે એના અન્ડરવેરમાં 1760 ગ્રામ સોનાની લગડીઓ છુપાવેલી હતી, જે 90.29 લાખ રૂપિયાની કિંમતની હતી અને સ્વાભાવિક રીતે જ એ ભાઈ પાસે તેનો કોઈ હિસાબ નહોતો. એ જ વર્ષે 8 ફેબ્રુઆરીના રોજ દુબઈથી ભારત આવી રહેલી બે વ્યક્તિઓ દિલ્હી કસ્ટમ્સની અડફેટે ચડી ગઈ હતી. તેનાં આંતઃવસ્ત્રોમાંથી અધધધ 4.5 કિલોગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. આ કાળા રંગના પ્લાસ્ટિકમાં છુપાવેલી આ પેસ્ટની કિંમત હતી 1.95 કરોડ રૂપિયા! ‘હવાઈ પુષ્પા’: પ્લેનની સીટમાં સ્મગલિંગ!
શરીરના કોઈ ભાગમાં સોનું વગેરે કિમતી વસ્તુ છુપાવીને સ્મગલ કરતા લોકો મળી આવે, પરંતુ પ્લેનની સીટમાં કોઈ કશું છુપાવી શકે ખરા? વડોદરાથી બેંગકોક વાયા દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ભારે આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. 4 ફેબ્રુઆરી, 2023ના રોજ બનેલી આ ઘટનામાં કસ્ટમ અધિકારીઓને માહિતી મળેલી કે ફ્લાઇટની સીટનો દાણચોરી માટે ઉપયોગ થઈ રહ્યો છે. વન બાય વન સીટો ચેક કરવામાં આવી, ત્યારે પાસપાસે રહેલી ઇકોનોમી ક્લાસની ત્રણ સીટોની પીઠના ટેકાની જગ્યાની અંદરથી વિદેશી ચલણ ભરેલાં કવર મળી આવ્યાં હતાં. સીટનાં કવરની નીચે હાથ નાખીને કાઢતાં અધિકારીઓને તેમાંથી 63,900 યુરો અને 31,400 ડૉલર ભરેલાં કવર મળી આવ્યાં હતાં. તે બધાંની સહિયારી કિંમત 88 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી. હવે આ સ્મગલિંગ એક્ઝેક્ટ્લી કોણે કર્યું અને કઈ રીતે કર્યું તેની તપાસ ચાલી રહી છે. આ ઘટસ્ફોટનો વીડિયો પણ ખુદ દિલ્હી કસ્ટમ વિભાગે શૅર કર્યો હતો. બ્રેડમેકરમાંથી બ્રેડને બદલે સવા કિલો સોનું નીકળ્યું!
કેરળના કાસરાગોડ રેલવે સ્ટેશન પરથી મોહમ્મદ ફહીઝ નામનો એક યુવાન પકડાયો. દુબઈની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો ફહીઝ વેકેશન મનાવવા પોતાને ગામ આવેલો. તે પોતાને ગામ પહોંચે તે પહેલાં તેનાં આગમનની જાણ તપાસ અધિકારીઓને થઈ ગયેલી એટલે તેઓ પોતાની ટીમ સાથે ફહીઝનું ‘સામૈયું’ કરવા માટે સ્ટેશન પર જ હાજર હતા. આમ તો તેની પાસે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી. પરંતુ તેની સાથે એક ઇલેક્ટ્રિક બ્રેડમેકર હતું. છ-સાત હજાર રૂપિયાની કિંમતમાં મળતા આ નાનકડા મશીનમાં લોટ, પાણી અને નમક વગેરે નાખીએ એટલે મશીન મસ્ત બ્રેડ બનાવી આપે. અધિકારીઓને આ મશીનમાં બ્રેડને બદલે બીજું જ કંઈક રંધાઈ રહ્યું હોય એવી શંકા ગઈ. તેમણે મશીન ખોલ્યું તો તેના આર્મેચરની અંદર વર્તુળાકાર 1.30 કિલોગ્રામ વજનની સોનાની લગડી મળી આવી. રસપ્રદ વાત એ હતી કે ફહીઝ 75 લાખ રૂપિયાનું આ સોનું દુબઈ અને ભારતના કુન્નુર એમ બંને એરપોર્ટ પરથી પાસ કરાવવામાં સફળ થઈ ગયેલો! વધુ શૉકિંગ વાત એ હતી કે ફહીઝ તે સોનાનો માલિક નહોતો, બલકે માત્ર એક કેરિયર હતો. એ બીજા કોઇના માટે 35 હજાર રૂપિયા અને ફ્રી એર ટિકિટની લાલચે દુબઈથી ભારતમાં સોનું ઘુસાડી આપતો હતો. ગયા વર્ષે દિલ્હી એર કાર્ગો મારફતે આવેલું 21 કરોડ રૂપિયાનું સોનું DRIએ પકડ્યું હતું. નવાઇની વાત એ હતી કે સર્જિકલ લેન્સ બનાવવાના સામાનની અંદર આ સોનાને લોખંડનો કલર કરીને ઘુસાડવામાં આવ્યું હતું. 300 રૂપિયા માટે પ્રાઇવેટ પાર્ટમાં 55 લાખનું સોનું છુપાવ્યું!
બે વર્ષ પહેલાંના જાન્યુઆરીમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર એક શંકાસ્પદ માણસ બોર્ડર સિક્યોરિટી ફોર્સના હાથે ચડી ગયો. મેટલ ડિટેક્ટરથી ચેક કરતાં તે વ્યક્તિના નીચેના ભાગે કોઈ ધાતુ હોવાનું માલુમ પડ્યું. ફટાફટ તેને નજીકની હોસ્પિટલે લઈ જઇને તેનો એક્સ-રે કાઢવામાં આવ્યો. તેમાં ખબર પડી કે તે માણસે પોતાના ગુદામાર્ગેથી સોનાનાં 8 બિસ્કિટ શરીરમાં ઘુસાડ્યાં હતાં. એણે ઘુસાડેલા સોનાની કિંમત 55 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી! પરંતુ તે માણસ માત્ર 300 રૂપિયામાં જીવના જોખમે બાંગ્લાદેશમાંથી ભારતના બંગાળના 24 પરગણામાં આ સોનાનું કન્સાઇનમેન્ટ ડિલિવર કરવાનો હતો. વિટામિનની ગોળીની જેમ સોનાની કેપ્સ્યુલ ગળી ગયો!
શરીરની અંદર સોનું કે પછી કોઈ ડ્રગ્સ સંતાડીને લાવવાની ટ્રિક નવી નથી. પરંતુ જ્યારે તે શરીરની બહાર નીકળે ત્યારે આશ્ચર્ય થાય કે લોકો કઈ હદનું જોખમ લેવા તૈયાર થઈ જતા હોય છે. બે વર્ષ પહેલાંના આજના જ દિવસે અબુ ધાબીથી કેરળના કોચી આવી રહેલા એક પેસેન્જરના શરીરમાં કશીક ધાતુ હોવાનું માલુમ પડ્યું. ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે તે સોનાની એક-બે નહીં, પણ ત્રણ મોટી સાઇઝની કેપ્સ્યુલ ગળી ગયો હતો. તે ત્રણેય કેપ્સ્યુલનું સહિયારું વજન થતું હતું 857 ગ્રામ! લગભગ 44 લાખ રૂપિયાના આ ગેરકાયદે સોનાની સાઇઝ જોઇને ખ્યાલ આવી જાય કે તેને ગળવામાં કેટલું કષ્ટ પડ્યું હશે. સોનાનું બક્કલઃ કંચનના કામણમાં કેદ કટિબંધની ક્રાઇમકથા!
2022ની 15 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ (અફ કોર્સ, બીજે ક્યાંથી હોય!) આવેલા એક મુસાફર પાસે રહેલા બે કટિબંધ યાને કે કમરપટ્ટા કસ્ટમના હાથે ચડી ગયા. તેમને લાગ્યું કે કહો ન કહો, પણ આ કમરપટ્ટાનાં બક્કલ મોંઘેરી ધાતુનાં છે. તપાસતાં માલુમ પડ્યું કે તે શુદ્ધ સોનાનાં હતાં. એણે દાણચોરી માટે સ્પેશિયલી 350 ગ્રામ સોનાનાં બક્કલ બનાવડાવ્યાં હતાં, જે 20 લાખ રૂપિયાની કિંમતનાં હતાં! 10.50 કરોડનું સોનું દરિયામાં ફેંકી દીધું!
બે વર્ષ પહેલાં બીજો એક રસપ્રદ ઘટનાક્રમ બનેલો. તમિલનાડુના દરિયામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનો અને સોનાના દાણચોરો વચ્ચે દિલધડક ચેઝ જામી હતી. ત્રણ દાણચોર શ્રીલંકાથી બોટ લઇને કરોડો રૂપિયાનું સોનું ભારતમાં ઘુસાડવાની ફિરાકમાં હતા. કોસ્ટ ગાર્ડને આ વાતની ગંધ આવી ગઈ, એટલે તેમણે રામનાથપુરમ જિલ્લાના મંડપમ દરિયાકિનારે આ શંકાસ્પદ શ્રીલંકન બોટને આંતરી. મોત ભાળી ગયેલા દાણચોરોએ જોયું કે હવે ભાગી શકાય તેમ નથી. એટલે તેમણે લગભગ 10.50 કરોડ રૂપિયાની કિંમતનું સોનું દરિયામાં ફેંકી દીધું! કોસ્ટ ગાર્ડે તરત જ તો આખોય દરિયાઈ વિસ્તાર કોર્ડન કરી લીધો, એ ત્રણેય નમૂનાઓને પકડી લીધા અને સ્કૂબા ડાઇવરોને કામે લગાડ્યા. થોડા કલાકોમાં એ મરજીવાઓએ 17.74 કિલોગ્રામ સોનું શોધી કાઢ્યું. પકડાયેલા સોનામાં ફોટોગ્રાફમાં જોઈ શકાય છે તેમ સોનાનાં બિસ્કિટ, લગડીઓ અને સોનાની સાંકળોનો સમાવેશ થાય છે. આપણે ત્યાં એક જૂનવાણી કહેવત છે, ‘ઊંટે કાઢ્યાં ઢેકાં તો માણસે બનાવ્યાં કાઠાં’, એ ન્યાયે ટેક્નોલોજી અને ચેકિંગ ગમે તેટલું સ્ટ્રોંગ બનાવવામાં આવે, પણ સોનું ઘુસાડવામાં માહેર ચોરટાઓ કોઇ ને કોઇ નવી ટ્રિક શોધી જ કાઢવાના. યાને કે ચોર-પોલીસનો આ ખેલ ચાલતો જ રહેવાનો.

​‘‘ઑપરેશન ગોલ્ડન ડૉન’ ઇઝ ઑન. પાક્કી બાતમી છે કે ઇન્ડિયાનાં અલગ અલગ શહેરોમાં હવાઈ, ટ્રેન મારફતે કેટલાંક સુદાનીઝ નાગરિકો સ્મગલિંગથી ગોલ્ડ ઘુસાડવાની ફિરાકમાં છે. આ આખું ‘પાન ઇન્ડિયા’ ઑપરેશન હશે. પટના, પુણે અને મુંબઈ એરપોર્ટ તથા રેલવે સ્ટેશનોમાં આપણા DRI (ડાયરેક્ટરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ના અધિકારીઓ લોકલ પોલીસ સાથે સિવિલ ડ્રેસમાં તહેનાત રહેશે. એકેએક શંકાસ્પદ પેસેન્જરનું કડક ચેકિંગ થવું જોઇએ. ટોપી, બુટ, જેકેટ, સૂટકેસ, હેન્ડબેગ… દરેકેદરેક સામાન ડબલ ચેક થવો જોઇએ. જરા સરખો પણ ડાઉટ જાય તો તે પેસેન્જર, ભલે મહિલા હોય, પણ એનું કેવિટી ચેકિંગ પણ થવું જોઇએ. જો આ ઑપરેશન સક્સેસફુલ ગયું તો આપણે ગોલ્ડ સ્મગલિંગનું બહુ મોટું રેકેટ પકડવામાં સફળ થઇશું.’ એક ખૂફિયા મીટિંગમાં આવા જ કંઇક સંવાદોની આપ-લે થયાના ગણતરીના કલાકોમાં દેશનાં ત્રણ મોટાં શહેરોમાંથી ગોલ્ડ સ્મગલિંગનો જંગી જથ્થો પકડાયો. 2023ની 19 ફેબ્રુઆરીની રાત્રે પટના રેલવે સ્ટેશનથી મુંબઈ જઈ રહેલી બે સુદાનીઝ મહિલાઓ પાસેથી 37.126 કિલોગ્રામ સોનું ઝડપાયું. આ સોનું છુપાવવા માટે તેમણે ખાસ જેકેટ બનાવડાવ્યાં હતાં. ફુલેલાં દેખાતાં આ સ્લીવલેસ જેકેટમાં 40 જેટલાં ખૂફિયાં ખિસ્સાં બનાવવામાં આવ્યાં હતાં, જેમાં ઓગાળેલા સોનાની પેસ્ટની લગડીઓ સંતાડવામાં આવી હતી. આ ‘ઑપરેશન ગોલ્ડન ડૉન’નો બીજો પાર્ટ ભજવાઈ રહ્યો હતો પછીના દિવસે એટલે કે 20મી ફેબ્રુઆરીએ. પુણેના બસ સ્ટેશન પર. હૈદરાબાદથી આવેલી અને બસ દ્વારા પુણેથી મુંબઈ જઈ રહેલી અગેઇન, સુદાનની બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી. આ બંને મહિલાઓ પાસેથી 5.615 કિલોગ્રામ સોનાની પેસ્ટ પકડાઈ. પરંતુ અહીં મોડસ ઑપરેન્ડી થોડી અલગ હતી. અહીં જેકેટને બદલે હેન્ડ બૅગની અંદર છુપાવેલી હતી. આ ઑપરેશનનો ત્રીજો અંક ભજવાયો 20 ફેબ્રુઆરીએ મુંબઈ રેલવે સ્ટેશન પર. પટનાથી ટ્રેનમાં બેસીને મુંબઈ આવેલી ફરી પાછી બે સુદાનીઝ મહિલાઓ પાસેથી એવી જ જેકેટની અંદર છુપાવેલી 38.76 કિલોગ્રામ વજનની સોનાની લગડીઓ પકડાઈ. પહેલી નજરે જોનારને શિયાળામાં પહેરવાનું નોર્મલ સોફ્ટ જેકેટ જ લાગે. પરંતુ તેની અંદર કરોડોનું સોનું હોય તેવી ભાગ્યે જ કોઇને શંકા જાય. આમાં પટનાથી આવેલું સોનું ભારત-નેપાળ બોર્ડર પરથી દેશમાં ઘુસાડવામાં આવેલું. જ્યારે હૈદરાબાદમાં તમિલનાડુના દરિયા મારફતે ઘુસ્યું હોવાની પુખ્તા બાતમી હતી. ફ્લાઇટમાં સુપર ટાઇટ સિક્યોરિટી હોવાને કારણે આ વખતે દાણચોરોએ બસ અને ટ્રેન જેવા પ્રમાણમાં ઓછું કડક ચેકિંગ ધરાવતાં ટ્રાન્સપોર્ટનાં માધ્યમો પર પસંદગી ઉતારી હતી. ત્રણ દિવસના ઑપરેશનમાં કુલ 101.7 કિલોગ્રામ સોનું પકડાયું! તેની કુલ કિંમત હતી 51 કરોડ રૂપિયા! તે ઉપરાંત 74 લાખ રૂપિયાનું વિદેશી ચલણ અને 63 લાખ રૂપિયાનું ભારતીય ચલણ પણ પકડાયું. અફ કોર્સ, તેનો પણ આ મહિલાઓ પાસે કોઈ હિસાબ નહોતો. પીળી ધાતુનો કાળો કારોબાર
3 માર્ચના રોજ કન્નડ એક્ટ્રેસ રન્યા રાવની બેંગલુરુ એરપોર્ટ પરથી 14.2 કિલોગ્રામ સોનાની લગડીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દુબઈથી આવી રહેલી રન્યા પાસે રહેલા દાણચોરીના સોનાની બજાર કિંમત ₹12.5 કરોડથી પણ વધારે હતી. સિક્યોરિટી એજન્સીનો દાવો છે કે રન્યા રાવ અત્યાર સુધીમાં 100 કિલોગ્રામથી પણ વધારે સોનું ભારતમાં ઘુસાડી ચૂકી છે. અત્યારે જ્યારે સોનાની કિંમતો 1 લાખ રૂપિયા પ્રતિ તોલાને સ્પર્શી ગઇ છે અને બીજી બાજુ ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયો છે, ત્યારે સોનાની કિંમતોમાં ઓર વધારો થવાની વકી છે. ઐતિહાસિક તથ્યો દર્શાવે છે કે કટોકટીના સંજોગોમાં સોનાની દાણચોરીમાં પણ વધારો થાય છે. ઇન્ટરેસ્ટિંગ છે કે ગયા અઠવાડિયે જ નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી ફિલ્મ ‘કોસ્ટાઓ’ OTT પ્લેટફોર્મ ‘Zee5’ પર રિલીઝ થઇ છે, જેના કેન્દ્રમાં પણ ગોલ્ડ સ્મગલિંગ જ છે. ત્યારે આજના ‘ખાખી કવર’માં વાત કરીએ છેલ્લાં બેએક વર્ષમાં ભારતમાં પર્દાફાશ થયેલા સોનાની દાણચોરીના ભારે ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ અને ગોલ્ડ સ્મગલિંગની અજબ-ગજબ રીતો વિશે. વર્ષે 340 ટન સોનાનું સ્મગલિંગ!
340 ટન. 3.40 લાખ કિલોગ્રામ! વર્ષેદહાડે આટલું જંગી જથ્થામાં ગેરકાયદે સોનું ભારતમાં દાણચોરીથી ઘુસાડવામાં આવે છે. યસ્સ, આ આંકડો જરાય ગળે ઊતરે તેવો નથી. પરંતુ ‘ધ ટ્રિબ્યુન’ અખબારે આ ઑપરેશન ડૉનના સંદર્ભમાં જ કરેલી સ્ટોરી અલગ અલગ એજન્સીઓ તથા જ્વેલરો સાથે કરેલી વાતચીત પરથી આ આંકડો તારવે છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં દર વર્ષે 720 ટન સોનું આવે છે. તેમાંથી માત્ર 380 ટન સોનું જ કાયદેસર રીતે એટલે કે 15 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને 3 ટકા IGST (ઇન્ટેગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) ચૂકવીને લાવવામાં આવે છે. બાકીનું 340 ટન સોનું અલગ અલગ રીતે દાણચોરીથી દેશમાં ઘુસાડવામાં આવે છે. એટલે આ દાણચોરોને પકડવા માટે તપાસ સંસ્થાઓ અને સ્મગલરો વચ્ચે સતત ચોર-પોલીસની ગેમ ચાલતી રહે છે. તપાસ સંસ્થાઓથી બચવા માટે સ્મગલરો જાતભાતની તરકીબો અપનાવતા રહે છે. માત્ર ભારતમાં જ છેલ્લા કેટલાક સમયમાં પકડાયેલી દાણચોરીમાં એવા જુગાડ પકડાયા છે કે તેના વિશે જાણીને હસવું કે રડવું એ જ ખ્યાલ ન આવે. મોબાઇલમાં સોનું
બે વર્ષ પહેલાંની વાત છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને બાતમી મળી કે એક બિનવારસી લગેજ ટ્રોલી મળી આવી છે. તપાસ કરતાં તેમાં મોબાઇલનાં ફ્લિપ કવર હોવાનું માલુમ પડ્યું. પરંતુ તે ફ્લિપ કરીને ઉઘાડતાં જ ચારેકોર પીળો પ્રકાશ પથરાઈ ગયો. કેમ કે, તેમાં સોનાનાં બિસ્કિટ હતાં! એ પણ બે-ચાર નહીં, બલકે પૂરાં 10! તેનું વજન હતું 1.166 કિલોગ્રામ. અને માર્કેટ પ્રાઇસ હતી 68 લાખ રૂપિયા! થિયરી બહાર આવી કે દુબઈ કે શારજાહથી આવેલા કોઈ યુવકે આ વિદેશી બનાવટનાં ગોલ્ડ બિસ્કિટની દાણચોરી કરી હશે અને પકડાઈ જવાના ડરથી છેલ્લી ઘડીએ તેને છોડીને પોબારા ગણી ગયો. એ જ અરસામાં તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પર મલેશિયાથી એર એશિયાની ફ્લાઇટમાં આવેલો એક પેસેન્જર પકડાયો હતો. કસ્ટમ અધિકારીઓને તે મુસાફરના મોબાઇલને સ્કેન કરતાં કંઇક શંકાસ્પદ લાગ્યું. મોબાઇલ ખોલીને જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે મોબાઇલ ફોનની અંદર સર્કિટને બદલે સોનાની 360 ગ્રામની પ્લેટ હતી! એક્ચ્યુઅલી, સોનાની લગડીને ઓગાળીને મોબાઇલ ફોનના આકારમાં ઢાળવામાં આવી હતી અને તેને ફોનની અંદર ફિટ કરી દેવાયેલી. આ નમૂનાએ પાછો 179 ગ્રામ સોનાનો જાડોપાડો સાંકળ જેવો ચેઇન પણ ગળામાં ઠઠાડ્યો હતો. બધું મળીને એની પાસેથી 539 ગ્રામ સોનું પકડાયું, જેની માર્કેટ પ્રાઇસ હતી 31.62 લાખ રૂપિયા! પેન્ટમાં સોનાની પેસ્ટનો વરખ!
ત્રણેક વર્ષ પહેલાં કેરળના કુન્નુર એરપોર્ટ પર એક ગજબ મુસાફર પકડાયો હતો. સિક્યોરિટી ચેકિંગ દરમિયાન તે વ્યક્તિએ પોતાની પાસે રહેલી ધાતુની તમામ વસ્તુઓ કાઢીને ટ્રેમાં મૂકી દીધી હતી. તેમ છતાં મેટલ ડિટેક્ટર તેના શરીર પર ફેરવતાં મશીન ‘બીપ બીપ’ અવાજ કરવા માંડતું હતું. પરંતુ નવાઈની વાત એ હતી કે તે વ્યક્તિએ જીન્સ અને ટીશર્ટ સિવાય કશું જ પહેર્યું નહોતું! પરંતુ મશીને કશીક ધાતુ હોવાની ચાડી ખાધી હતી. એટલે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ વધુ સઘન ચેકિંગ કર્યા વિના છૂટકો નહોતો. તેમણે મશીન સાઇડમાં મૂકીને હાથથી ચેકિંગ કર્યું. ત્યારે તેમને આ પ્રવાસીનું જીન્સ કંઇક વધારે પડતું જાડું લાગ્યું. તરત જ પ્રવાસીને સાઇડમાં લઈ જઈને એક લુંગી આપવામાં આવી અને પેન્ટ ઊતરાવવામાં આવ્યું. પછી તે જીન્સનું ચેકિંગ કરતાં માલુમ પડ્યું કે નોર્મલી એક લૅયરના જીન્સની સામે આ જીન્સમાં કાપડનાં બબ્બે લૅયર હતાં. તરત જ કાતર મૂકીને તે જીન્સનાં બંને પડ અલગ કરવામાં આવ્યાં. ત્યાં જ સૌની આંખો ચમકી ઊઠી. પેન્ટની અંદરની બાજુએ પેન્ટને જાણે પીઠી ચોળી હોય એમ પીળા રંગની પેસ્ટ ચોપડેલી હતી. ત્યારે તે મુસાફરે કબૂલ્યું કે તે પેસ્ટ શુદ્ધ સોનાની છે. તે સોનાની પેસ્ટનો ‘વરખ’ ઉતાર્યો ત્યારે તેનું વજન 302 ગ્રામ થયું, જેની તે વખતે માર્કેટમાં કિંમત હતી 14.69 લાખ રૂપિયા! એ જ અરસામાં સાઉથ બંગાલ ફ્રન્ટિયર પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૈનિકોએ બાંગ્લાદેશથી આવી રહેલા એક શખ્સને આંતર્યો. તેનાં પેન્ટમાંથી પણ આ જ રીતે સેન્ડવિચ કરેલી ચાંદીની પેસ્ટ મળી આવી. આ નમૂનાએ પોતાનાં પેન્ટમાં 6.8 કિલોગ્રામ ચાંદી સંતાડી હતી, જે 3.43 લાખ રૂપિયાની હતી! ગુદા અને ટાલમાંથી નીકળ્યો સોનાનો માલ!
માથા પર વાળની લહેરાતી હરિયાળી સુકાઈ જાય અને ટાલનો ઉજ્જડ વગડો છવાઈ જાય, ત્યારે ઘણા લોકો વિગનું ‘વૃક્ષારોપણ’ કરાવતા હોય છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આવા જ એક લહેરાતી ઝુલ્ફોવાળા ભાઈ 2022ના એપ્રિલમાં પકડાયા હતા. અબુધાબીથી આવેલા એ ભારતીય નાગરિકનો પણ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન જ ભાંડો ફૂટ્યો. એની કાળી ભમ્મર ઝુલ્ફોંની નજીક આવતાં જ મેટલ ડિટેક્ટર ધણધણી ઊઠ્યું. અધિકારીઓને શંકા ગઈ એટલે એના વાળમાં ટકોરા મારી જોયા. ટકોરામાં થોડો રણકાર પણ માલુમ પડ્યો. પછી અધિકારીઓએ જાતે જ તેની કેશલોચન પ્રક્રિયા હાથ ધરી. એની આખી વિગ ઉખાડવામાં આવી, જેની નીચેથી જાણે દીવાલ પર છાણાં થાપ્યાં હોય એ રીતે પ્લાસ્ટિકમાં પૅક કરેલી સોનાની પેસ્ટ નીકળી. જમીનમાંથી સોનાનો ચરુ નીકળે તે વાત જાણીતી છે, પણ વિગમાંથી આ રીતે સોનું નીકળે તે વાત કસ્ટમના અધિકારીઓ માટે પણ કૌતુકભરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ખુદ કસ્ટમ વિભાગે સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. પરંતુ મેટલ ડિટેક્ટરને એ પછીયે ધરપત નહોતી. બાલની ખાલ નીચેથી સોનાનો માલ નીકળ્યા પછીયે મશીન તે મુસાફરના શરીરમાં ક્યાંક ધાતુ છુપાયેલી હોવાનું સાઇરન વગાડતું હતું. માલુમ પડ્યું કે તે મહાશયે પોતાના મળદ્વારમાં બળપૂર્વક સોનાની બે ખાસ્સી મોટી કેપ્સ્યુલો ઠૂંસી રાખી હતી. તેને પણ ચોક્કસ પ્રક્રિયા વડે બહાર કાઢવામાં આવી. બધું મળીને એ ભાઈના શરીરના ઉપરના અને નીચેના ભાગમાંથી 30.55 લાખ રૂપિયાની કિંમતનું 630.45 ગ્રામ સોનું મળી આવ્યું હતું! ગયા વર્ષના ડિસેમ્બરમાં કોલકાતામાં ડાયરેક્ટરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ એર કાર્ગોથી લાવવામાં આવેલું અધધધ 56 કિલોગ્રામ સોનું પકડી પાડ્યું હતું, જેની અત્યારના ભાવ પ્રમાણે બજાર કિંમત લગભગ 30 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આમાં સોનાનાં બિસ્કિટ, સોનાના બેટરીના સેલ, સોનાની ફૂટપટ્ટીઓ ઉપરાંત ગુદામાર્ગે આંતરડાંમાં ઘુસાડવામાં આવેલી સોનાની બે ડઝન કેપ્સ્યુલો પણ મળી આવી હતી. આ તે આંતઃવસ્ત્ર છે કે સોનાની ખાણ?
2023માં રિયાધથી આવી રહેલા એક ભાઈના અન્ડરવેરમાં કશોક ધાતુમય પદાર્થ હોવાની શંકા જતાં દિલ્હી કસ્ટમ્સે તેને આંતર્યો હતો. ખબર પડી કે એના અન્ડરવેરમાં 1760 ગ્રામ સોનાની લગડીઓ છુપાવેલી હતી, જે 90.29 લાખ રૂપિયાની કિંમતની હતી અને સ્વાભાવિક રીતે જ એ ભાઈ પાસે તેનો કોઈ હિસાબ નહોતો. એ જ વર્ષે 8 ફેબ્રુઆરીના રોજ દુબઈથી ભારત આવી રહેલી બે વ્યક્તિઓ દિલ્હી કસ્ટમ્સની અડફેટે ચડી ગઈ હતી. તેનાં આંતઃવસ્ત્રોમાંથી અધધધ 4.5 કિલોગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. આ કાળા રંગના પ્લાસ્ટિકમાં છુપાવેલી આ પેસ્ટની કિંમત હતી 1.95 કરોડ રૂપિયા! ‘હવાઈ પુષ્પા’: પ્લેનની સીટમાં સ્મગલિંગ!
શરીરના કોઈ ભાગમાં સોનું વગેરે કિમતી વસ્તુ છુપાવીને સ્મગલ કરતા લોકો મળી આવે, પરંતુ પ્લેનની સીટમાં કોઈ કશું છુપાવી શકે ખરા? વડોદરાથી બેંગકોક વાયા દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ભારે આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. 4 ફેબ્રુઆરી, 2023ના રોજ બનેલી આ ઘટનામાં કસ્ટમ અધિકારીઓને માહિતી મળેલી કે ફ્લાઇટની સીટનો દાણચોરી માટે ઉપયોગ થઈ રહ્યો છે. વન બાય વન સીટો ચેક કરવામાં આવી, ત્યારે પાસપાસે રહેલી ઇકોનોમી ક્લાસની ત્રણ સીટોની પીઠના ટેકાની જગ્યાની અંદરથી વિદેશી ચલણ ભરેલાં કવર મળી આવ્યાં હતાં. સીટનાં કવરની નીચે હાથ નાખીને કાઢતાં અધિકારીઓને તેમાંથી 63,900 યુરો અને 31,400 ડૉલર ભરેલાં કવર મળી આવ્યાં હતાં. તે બધાંની સહિયારી કિંમત 88 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી. હવે આ સ્મગલિંગ એક્ઝેક્ટ્લી કોણે કર્યું અને કઈ રીતે કર્યું તેની તપાસ ચાલી રહી છે. આ ઘટસ્ફોટનો વીડિયો પણ ખુદ દિલ્હી કસ્ટમ વિભાગે શૅર કર્યો હતો. બ્રેડમેકરમાંથી બ્રેડને બદલે સવા કિલો સોનું નીકળ્યું!
કેરળના કાસરાગોડ રેલવે સ્ટેશન પરથી મોહમ્મદ ફહીઝ નામનો એક યુવાન પકડાયો. દુબઈની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો ફહીઝ વેકેશન મનાવવા પોતાને ગામ આવેલો. તે પોતાને ગામ પહોંચે તે પહેલાં તેનાં આગમનની જાણ તપાસ અધિકારીઓને થઈ ગયેલી એટલે તેઓ પોતાની ટીમ સાથે ફહીઝનું ‘સામૈયું’ કરવા માટે સ્ટેશન પર જ હાજર હતા. આમ તો તેની પાસે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી. પરંતુ તેની સાથે એક ઇલેક્ટ્રિક બ્રેડમેકર હતું. છ-સાત હજાર રૂપિયાની કિંમતમાં મળતા આ નાનકડા મશીનમાં લોટ, પાણી અને નમક વગેરે નાખીએ એટલે મશીન મસ્ત બ્રેડ બનાવી આપે. અધિકારીઓને આ મશીનમાં બ્રેડને બદલે બીજું જ કંઈક રંધાઈ રહ્યું હોય એવી શંકા ગઈ. તેમણે મશીન ખોલ્યું તો તેના આર્મેચરની અંદર વર્તુળાકાર 1.30 કિલોગ્રામ વજનની સોનાની લગડી મળી આવી. રસપ્રદ વાત એ હતી કે ફહીઝ 75 લાખ રૂપિયાનું આ સોનું દુબઈ અને ભારતના કુન્નુર એમ બંને એરપોર્ટ પરથી પાસ કરાવવામાં સફળ થઈ ગયેલો! વધુ શૉકિંગ વાત એ હતી કે ફહીઝ તે સોનાનો માલિક નહોતો, બલકે માત્ર એક કેરિયર હતો. એ બીજા કોઇના માટે 35 હજાર રૂપિયા અને ફ્રી એર ટિકિટની લાલચે દુબઈથી ભારતમાં સોનું ઘુસાડી આપતો હતો. ગયા વર્ષે દિલ્હી એર કાર્ગો મારફતે આવેલું 21 કરોડ રૂપિયાનું સોનું DRIએ પકડ્યું હતું. નવાઇની વાત એ હતી કે સર્જિકલ લેન્સ બનાવવાના સામાનની અંદર આ સોનાને લોખંડનો કલર કરીને ઘુસાડવામાં આવ્યું હતું. 300 રૂપિયા માટે પ્રાઇવેટ પાર્ટમાં 55 લાખનું સોનું છુપાવ્યું!
બે વર્ષ પહેલાંના જાન્યુઆરીમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર એક શંકાસ્પદ માણસ બોર્ડર સિક્યોરિટી ફોર્સના હાથે ચડી ગયો. મેટલ ડિટેક્ટરથી ચેક કરતાં તે વ્યક્તિના નીચેના ભાગે કોઈ ધાતુ હોવાનું માલુમ પડ્યું. ફટાફટ તેને નજીકની હોસ્પિટલે લઈ જઇને તેનો એક્સ-રે કાઢવામાં આવ્યો. તેમાં ખબર પડી કે તે માણસે પોતાના ગુદામાર્ગેથી સોનાનાં 8 બિસ્કિટ શરીરમાં ઘુસાડ્યાં હતાં. એણે ઘુસાડેલા સોનાની કિંમત 55 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી! પરંતુ તે માણસ માત્ર 300 રૂપિયામાં જીવના જોખમે બાંગ્લાદેશમાંથી ભારતના બંગાળના 24 પરગણામાં આ સોનાનું કન્સાઇનમેન્ટ ડિલિવર કરવાનો હતો. વિટામિનની ગોળીની જેમ સોનાની કેપ્સ્યુલ ગળી ગયો!
શરીરની અંદર સોનું કે પછી કોઈ ડ્રગ્સ સંતાડીને લાવવાની ટ્રિક નવી નથી. પરંતુ જ્યારે તે શરીરની બહાર નીકળે ત્યારે આશ્ચર્ય થાય કે લોકો કઈ હદનું જોખમ લેવા તૈયાર થઈ જતા હોય છે. બે વર્ષ પહેલાંના આજના જ દિવસે અબુ ધાબીથી કેરળના કોચી આવી રહેલા એક પેસેન્જરના શરીરમાં કશીક ધાતુ હોવાનું માલુમ પડ્યું. ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે તે સોનાની એક-બે નહીં, પણ ત્રણ મોટી સાઇઝની કેપ્સ્યુલ ગળી ગયો હતો. તે ત્રણેય કેપ્સ્યુલનું સહિયારું વજન થતું હતું 857 ગ્રામ! લગભગ 44 લાખ રૂપિયાના આ ગેરકાયદે સોનાની સાઇઝ જોઇને ખ્યાલ આવી જાય કે તેને ગળવામાં કેટલું કષ્ટ પડ્યું હશે. સોનાનું બક્કલઃ કંચનના કામણમાં કેદ કટિબંધની ક્રાઇમકથા!
2022ની 15 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ (અફ કોર્સ, બીજે ક્યાંથી હોય!) આવેલા એક મુસાફર પાસે રહેલા બે કટિબંધ યાને કે કમરપટ્ટા કસ્ટમના હાથે ચડી ગયા. તેમને લાગ્યું કે કહો ન કહો, પણ આ કમરપટ્ટાનાં બક્કલ મોંઘેરી ધાતુનાં છે. તપાસતાં માલુમ પડ્યું કે તે શુદ્ધ સોનાનાં હતાં. એણે દાણચોરી માટે સ્પેશિયલી 350 ગ્રામ સોનાનાં બક્કલ બનાવડાવ્યાં હતાં, જે 20 લાખ રૂપિયાની કિંમતનાં હતાં! 10.50 કરોડનું સોનું દરિયામાં ફેંકી દીધું!
બે વર્ષ પહેલાં બીજો એક રસપ્રદ ઘટનાક્રમ બનેલો. તમિલનાડુના દરિયામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનો અને સોનાના દાણચોરો વચ્ચે દિલધડક ચેઝ જામી હતી. ત્રણ દાણચોર શ્રીલંકાથી બોટ લઇને કરોડો રૂપિયાનું સોનું ભારતમાં ઘુસાડવાની ફિરાકમાં હતા. કોસ્ટ ગાર્ડને આ વાતની ગંધ આવી ગઈ, એટલે તેમણે રામનાથપુરમ જિલ્લાના મંડપમ દરિયાકિનારે આ શંકાસ્પદ શ્રીલંકન બોટને આંતરી. મોત ભાળી ગયેલા દાણચોરોએ જોયું કે હવે ભાગી શકાય તેમ નથી. એટલે તેમણે લગભગ 10.50 કરોડ રૂપિયાની કિંમતનું સોનું દરિયામાં ફેંકી દીધું! કોસ્ટ ગાર્ડે તરત જ તો આખોય દરિયાઈ વિસ્તાર કોર્ડન કરી લીધો, એ ત્રણેય નમૂનાઓને પકડી લીધા અને સ્કૂબા ડાઇવરોને કામે લગાડ્યા. થોડા કલાકોમાં એ મરજીવાઓએ 17.74 કિલોગ્રામ સોનું શોધી કાઢ્યું. પકડાયેલા સોનામાં ફોટોગ્રાફમાં જોઈ શકાય છે તેમ સોનાનાં બિસ્કિટ, લગડીઓ અને સોનાની સાંકળોનો સમાવેશ થાય છે. આપણે ત્યાં એક જૂનવાણી કહેવત છે, ‘ઊંટે કાઢ્યાં ઢેકાં તો માણસે બનાવ્યાં કાઠાં’, એ ન્યાયે ટેક્નોલોજી અને ચેકિંગ ગમે તેટલું સ્ટ્રોંગ બનાવવામાં આવે, પણ સોનું ઘુસાડવામાં માહેર ચોરટાઓ કોઇ ને કોઇ નવી ટ્રિક શોધી જ કાઢવાના. યાને કે ચોર-પોલીસનો આ ખેલ ચાલતો જ રહેવાનો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *