P24 News Gujarat

બોલિવૂડે પડદા પાછળના જાદુગર ગુમાવ્યા!:નેશનલ એવોર્ડ વિનર મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું નિધન, ‘દંગલ’ જેવી ઘણી ફિલ્મોમાં પાત્રને જીવંત બનાવ્યાં

આમિર ખાનની ‘દંગલ’, ‘ઓમકારા’, ‘3 ઇડિયટ્સ’ જેવી ડઝનબંધ ફિલ્મોના મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું શનિવારે નિધન થયું. 65 વર્ષીય વિક્રમનું બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું. તેમને 3 દિવસ પહેલા હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આમિર ખાન, રણવીર સિંહ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ વિક્રમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આમિરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે- એક દિગ્ગજ મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડને વિદાય આપતા ખૂબ જ દુઃખ થાય છે. મને તેમની સાથે ‘દંગલ’, ‘પીકે’, ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મોમાં કામ કરવાનો લહાવો મળ્યો છે. તેઓ પોતાની કલાના માસ્ટર હતા અને તેમના કાર્ય દ્વારા તેમણે ઘણા કલાકારોનું ટ્રાન્સફોર્મેશન કર્યું અને એવા યાદગાર પાત્રો બનાવ્યા જે પડદા પર જીવંત રહેશે. આમિર ખાન આગળ લખે છે, તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. અમને તમારી યાદ આવશે દાદા. જ્યારે રણવીર સિંહે વિક્રમ ગાયકવાડની તસવીર શેર કરી અને ભાવુક થઈ ગયા અને લખ્યું, દાદા. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ વિક્રમ ગાયકવાડ માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફેમસ મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું અવસાન થયું છે, જે આપણને શોકમાં મૂકી ગયા છે. તેમના જવાથી આપણે એક જાદુગર ગુમાવ્યો છે જેમણે પોતાના મેક-અપથી પડદા પર ઘણા પાત્રોને જીવંત બનાવ્યા. આ ફિલ્મોમાં વિક્રમ ગાયકવાડ મેકઅપ આર્ટિસ્ટ હતા
વિક્રમ ગાયકવાડે તેમના ફિલ્મી કરિયરમાં ‘પાણીપત’, ‘બેલ બોટમ’, ‘ઉરી’, ‘બ્લેકમેલ’, ‘દંગલ’, ‘પીકે’, ‘સુપર 30’, ‘કેદારનાથ’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

​આમિર ખાનની ‘દંગલ’, ‘ઓમકારા’, ‘3 ઇડિયટ્સ’ જેવી ડઝનબંધ ફિલ્મોના મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું શનિવારે નિધન થયું. 65 વર્ષીય વિક્રમનું બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું. તેમને 3 દિવસ પહેલા હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આમિર ખાન, રણવીર સિંહ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ વિક્રમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આમિરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે- એક દિગ્ગજ મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડને વિદાય આપતા ખૂબ જ દુઃખ થાય છે. મને તેમની સાથે ‘દંગલ’, ‘પીકે’, ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મોમાં કામ કરવાનો લહાવો મળ્યો છે. તેઓ પોતાની કલાના માસ્ટર હતા અને તેમના કાર્ય દ્વારા તેમણે ઘણા કલાકારોનું ટ્રાન્સફોર્મેશન કર્યું અને એવા યાદગાર પાત્રો બનાવ્યા જે પડદા પર જીવંત રહેશે. આમિર ખાન આગળ લખે છે, તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. અમને તમારી યાદ આવશે દાદા. જ્યારે રણવીર સિંહે વિક્રમ ગાયકવાડની તસવીર શેર કરી અને ભાવુક થઈ ગયા અને લખ્યું, દાદા. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ વિક્રમ ગાયકવાડ માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું- રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફેમસ મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું અવસાન થયું છે, જે આપણને શોકમાં મૂકી ગયા છે. તેમના જવાથી આપણે એક જાદુગર ગુમાવ્યો છે જેમણે પોતાના મેક-અપથી પડદા પર ઘણા પાત્રોને જીવંત બનાવ્યા. આ ફિલ્મોમાં વિક્રમ ગાયકવાડ મેકઅપ આર્ટિસ્ટ હતા
વિક્રમ ગાયકવાડે તેમના ફિલ્મી કરિયરમાં ‘પાણીપત’, ‘બેલ બોટમ’, ‘ઉરી’, ‘બ્લેકમેલ’, ‘દંગલ’, ‘પીકે’, ‘સુપર 30’, ‘કેદારનાથ’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *