ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પાવર સ્ટાર એક્ટર અને સિંગર પવન સિંહે દેશભક્તિની ભાવનાથી ભરેલું એક નવું ગીત ‘સિંદૂર’ રિલીઝ કર્યું છે. આ ગીત ‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય સેના દ્વારા બતાવેલી બહાદુરીને સમર્પિત છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાથી પ્રેરિત થઈને પવન સિંહે આ ગીત દ્વારા દેશ અને સેના પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. ગીતમાં પવન સિંહે ખૂબ જ ભાવનાત્મક શબ્દોમાં પાકિસ્તાનની કાર્યવાહીની નિંદા કરી છે. આ ગીત પવન સિંહની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત દ્વારા પવન સિંહ પીએમ મોદીને અપીલ કરતો જોવા મળે છે. ગીતમાં તેણે કહ્યું કે, તેની શરૂઆત પાકિસ્તાને કરી હતી અને હવે પીએમ મોદીએ તેનો અંત લાવવો પડશે. આ સાથે તેણે ગૃહમંત્રી અમિત શાહને આતંકવાદને મૂળમાંથી નાબૂદ કરવા વિનંતી પણ કરી. પવન સિંહનું ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે
આ ગીતનું સંગીત સરગમ આકાશે આપ્યું છે. જ્યારે, તેનું ગીત છોટુ યાદવે લખ્યું છે. આ વીડિયોનું નિર્દેશન વિભાંશુ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતાંની સાથે જ તે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ થવા લાગ્યું. લોકો ફક્ત ગીતની પ્રશંસા જ નથી કરી રહ્યા પરંતુ પવન સિંહની દેશભક્તિની ભાવનાની પણ પ્રશંસા કરી રહ્યો છે. યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર યૂઝર્સ આ ગીતના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, ‘સુપર ભૈયા જી’. જ્યારે એક યૂઝરે કહ્યું, ‘દેશ પ્રત્યે ખૂબ જ સારી પહેલ. તમારી પાસેથી અપેક્ષા હતી, ભૈયાજી, તમે એ બહેનોને સિંદૂર પ્રત્યે પ્રસ્તુતી કરીને સન્માનિત કર્યા છે.’ સા સિવાય અન્ય એક યૂઝરે વખાણ કરતા લખ્યું, ‘તમે કેટલી વાર એકનું એક દિલ જીતશો પવન ભૈયા.’