P24 News Gujarat

રણવીર અલ્લાહબાદિયાએ ફરી વિવાદ સર્જયો!:પાકિસ્તાનીઓની માફી માંગી, પોસ્ટ ડિલીટ કરી; ગુસ્સે ભરાયેલા લોકોએ કહ્યું- સૈનિકોનું અપમાન કહેવાય

‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન તરફથી ઘણા ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા. એક તરફ, જ્યારે બધા ભારતીય સેનાનો જયજયકાર કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ, રણવીર અલ્લાહબાદિયા ફરી એકવાર વિવાદમાં ઘેરાયો છે. તેણે એક પોસ્ટ કરી શેર કરી પાકિસ્તાનીઓની માફી માંગી હતી. ત્યારથી આ મામલે વિવાદો વકર્યો છે. રણવીરે પોતાની ભૂલનો અહેસાસ થયા પછી પોસ્ટ ડિલીટ કરી દીધી, પણ હવે તેને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. રણવીર અલ્લાહબાદિયાની પોસ્ટ શું હતી?
શનિવારે રણવીર અલ્લાહબાદિયાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, પાકિસ્તાની ભાઈઓ અને બહેનો, હું જાણું છું કે આ કહેવા બદલ મને ઘણા ભારતીયોની નફરતનો સામનો કરવો પડશે, પરંતુ આ કહેવું જરૂરી છે. ઘણા ભારતીયોની જેમ, મારા દિલમાં તમારા માટે કોઈ નફરત નથી. આપણામાંથી ઘણા લોકો શાંતિ ઇચ્છે છે. જ્યારે પણ આપણે કોઈપણ પાકિસ્તાનીને મળીએ છીએ, ત્યારે તેઓ પ્રેમથી આપણું સ્વાગત કરે છે. રણવીરે આગળ લખ્યું, પણ તમારો દેશ સરકારથી નથી ચાલતો, તે તમારી સેના અને તમારી ગુપ્ત સેવા (ISI) દ્વારા ચલાવવામાં આવે છે. એક સરેરાશ પાકિસ્તાની આ બંનેથી તદ્દન અલગ છે. આઝાદી પછી આ બે દુશ્મનોએ તમારા અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. તે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે. પોતાની પોસ્ટમાં કેટલાક ઉદાહરણો આપ્યા પછી, રણવીરે આખરે લખ્યું- મને તમારી ચિંતા છે. જો એવું લાગે કે આપણે નફરત ફેલાવી રહ્યા છીએ તો મને ખૂબ જ દુઃખ છે. એક ભારતીય જે પાકિસ્તાનીને મળ્યો છે તે તમને સમજી શકે છે. પરંતુ ભારતીય અને પાકિસ્તાની મીડિયા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. આપણી મોટી વસ્તી સરહદ નજીક નિર્દોષ લોકો માટે શાંતિ ઇચ્છે છે. એક છેલ્લી વાત એ છે કે આ પાકિસ્તાની લોકો સામે ભારતીય લોકોનું યુદ્ધ નથી. આ ભારત વિરુદ્ધ પાકિસ્તાની સૈન્ય અને ISI વચ્ચેનું યુદ્ધ છે. ‘તે પોતાના જ સૈનિકોનું અપમાન કરી રહ્યો છે’
રણવીર અલ્લાહબાદિયાની આ પોસ્ટ બહાર આવતા જ લોકો ગુસ્સે થઈ ગયા. ઘણા લોકો કહે છે કે તે પોતાના જ સૈનિકોનું અપમાન કરી રહ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો રણવીરને દેશદ્રોહી ગણાવી રહ્યા છે અને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રણવીર અલ્લાહબાદિયાએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જોકે તેમની પોસ્ટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

​’ઓપરેશન સિંદૂર’ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન તરફથી ઘણા ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા. એક તરફ, જ્યારે બધા ભારતીય સેનાનો જયજયકાર કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ, રણવીર અલ્લાહબાદિયા ફરી એકવાર વિવાદમાં ઘેરાયો છે. તેણે એક પોસ્ટ કરી શેર કરી પાકિસ્તાનીઓની માફી માંગી હતી. ત્યારથી આ મામલે વિવાદો વકર્યો છે. રણવીરે પોતાની ભૂલનો અહેસાસ થયા પછી પોસ્ટ ડિલીટ કરી દીધી, પણ હવે તેને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. રણવીર અલ્લાહબાદિયાની પોસ્ટ શું હતી?
શનિવારે રણવીર અલ્લાહબાદિયાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, પાકિસ્તાની ભાઈઓ અને બહેનો, હું જાણું છું કે આ કહેવા બદલ મને ઘણા ભારતીયોની નફરતનો સામનો કરવો પડશે, પરંતુ આ કહેવું જરૂરી છે. ઘણા ભારતીયોની જેમ, મારા દિલમાં તમારા માટે કોઈ નફરત નથી. આપણામાંથી ઘણા લોકો શાંતિ ઇચ્છે છે. જ્યારે પણ આપણે કોઈપણ પાકિસ્તાનીને મળીએ છીએ, ત્યારે તેઓ પ્રેમથી આપણું સ્વાગત કરે છે. રણવીરે આગળ લખ્યું, પણ તમારો દેશ સરકારથી નથી ચાલતો, તે તમારી સેના અને તમારી ગુપ્ત સેવા (ISI) દ્વારા ચલાવવામાં આવે છે. એક સરેરાશ પાકિસ્તાની આ બંનેથી તદ્દન અલગ છે. આઝાદી પછી આ બે દુશ્મનોએ તમારા અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. તે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે. પોતાની પોસ્ટમાં કેટલાક ઉદાહરણો આપ્યા પછી, રણવીરે આખરે લખ્યું- મને તમારી ચિંતા છે. જો એવું લાગે કે આપણે નફરત ફેલાવી રહ્યા છીએ તો મને ખૂબ જ દુઃખ છે. એક ભારતીય જે પાકિસ્તાનીને મળ્યો છે તે તમને સમજી શકે છે. પરંતુ ભારતીય અને પાકિસ્તાની મીડિયા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. આપણી મોટી વસ્તી સરહદ નજીક નિર્દોષ લોકો માટે શાંતિ ઇચ્છે છે. એક છેલ્લી વાત એ છે કે આ પાકિસ્તાની લોકો સામે ભારતીય લોકોનું યુદ્ધ નથી. આ ભારત વિરુદ્ધ પાકિસ્તાની સૈન્ય અને ISI વચ્ચેનું યુદ્ધ છે. ‘તે પોતાના જ સૈનિકોનું અપમાન કરી રહ્યો છે’
રણવીર અલ્લાહબાદિયાની આ પોસ્ટ બહાર આવતા જ લોકો ગુસ્સે થઈ ગયા. ઘણા લોકો કહે છે કે તે પોતાના જ સૈનિકોનું અપમાન કરી રહ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો રણવીરને દેશદ્રોહી ગણાવી રહ્યા છે અને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રણવીર અલ્લાહબાદિયાએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જોકે તેમની પોસ્ટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *