ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત પહેલાં અને પછી ગુજરાતની બોર્ડર પર શું સ્થિતિ છે? જેનો ભાસ્કરના 8 રિપોર્ટર આંખે દેખ્યો અહેવાલ આપી રહ્યા છે. કચ્છ અને બનાસકાંઠાની બોર્ડર પરની 8 જગ્યાએ 8 રિપોર્ટર સતત ખડેપગે રહીને સ્થિતિનું અપડેટ આપી રહ્યા છે. શનિવારે યુદ્ધવિરામની જાહેરાત થઇ હતી. તેના પછી રવિવારે ગુજરાતના બોર્ડર એરિયામાં જનજીવન પૂર્વવત થયું હતું. આખા દિવસ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બની નહોતી. 10મી તારીખે દિવ્ય ભાસ્કરની ટીમ સાંજે 6:30 વાગ્યે ગાંધીધામ પહોંચી ટીમ પહોંચી હતી. એ સમયે બધું બંધ હતું. બ્લેકઆઉટની તૈયારી હતી પરંતુ ટ્રમ્પની મધ્યસ્થીના મેસેજ આવતા ગાંધીધામમાં સૌ કોઈ ટીવી સામે બેસી ગયા હતા. ફરી ડ્રોન દેખાતા તાત્કાલિક બ્લેકઆઉટ
બે અઢી કલાક થઇ ત્યાં જ ફરી પાકિસ્તાને કાંકરીચાળો શરૂ કર્યો હતો અને કચ્છ જિલ્લામાં ફરી ડ્રોન દેખાયાના સમાચાર સામે આવ્યા હતા. થોડી જ ક્ષણોમાં ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. જેને પગલે અચાનક જ ગાંધીધામમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લગાવી દેવામાં આવ્યું હતું. થોડીક ક્ષણોમાં સમગ્ર ગાંધીધામ, આદિપુર અને કંડલા પોર્ટમાં અંધારપટ છવાઇ ગયો હતો. પોલીસ રસ્તા પર ઉતરી ગઇ હતી અને રસ્તે ચાલતા વાહનોમાં પણ હેડ લાઇટો બંધ કરાવી અને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી હતી. ત્યારબાદ દિવ્યભાસ્કર ની ટીમ આદિપુર પહોંચી હતી. અહીં સૌ કોઇ સ્વૈચ્છાએ બ્લેકઆઉટ કરીને ઘરની બહાર આવી ગયા હતા. સૌમાં આક્રોશ જોવા મળ્યો હતો કે ભલે લાઇટ વગર રહેવું પડે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આના પછી દિવ્ય ભાસ્કરની ટીમ કંડલા પોર્ટ પર પહોંચી હતી ત્યાં પણ અંધારપટ્ટ હતો. કંડલા પોર્ટ સદંતર બંધ જોવા મળ્યું હતું. જોકે સીઝ ફાયરના ઉલ્લંઘન પછીની સવાર સૌ કોઇ માટે રાબેતા મુજબની રહી હતી. રવિવારથી જનજીવન રાબેતા મુજબ થયું
રવિવાર હોવા છતાં પણ બજારો ખુલી જોવા મળી હતી. આદિપુરમાં ડ્રોન પડ્યું ત્યાં દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. આના પછી અમે ફરી કંડલા પોર્ટ પહોંચ્યા અને ત્યાં ટ્રકના થપ્પા જોવા મળ્યા હતા. પોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી અને સાંજ પડતાં જ બધું પહેલાંની જેમ થઇ ગયું હતું. સૌ કોઈ પોત પોતાના કામમાં જોતરાયા હતા અને જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું હતું. છેલ્લા 4 દિવસથી બની રહેલી ઘટનાઓ પર સૌનું ધ્યાન હતું. પશ્વિમ કચ્છ એટલે કે ખાવડાથી કુરન અને તેની આસપાસનો વિસ્તાર, જ્યારે ખડીર એટલે ધોળાવીરા અને તેની આસપાસનો વિસ્તાર. આ વિસ્તારમાં બધા જ લોકો એલર્ટની સાથે નિશ્ચિંત પણ એટલા જ હતા. સવારે ડ્રોનના સતત ન્યૂઝ આવતા હતા જે ચર્ચાનો વિષય બન્યો હતો. તેમ છતાં પહેલાં દિવસે હતો એવો જ જુસ્સો હતો. શનિવારે બપોર સુધીમાં બજારો બંધ કરાવવામાં આવ્યા. લોકોએ પણ શાંતિપૂર્વક આદેશો માની લીધા હતા. ધોળાવીરાના છેક છેવાડે દત્તાત્રેય મંદિરમાં મૂર્તિનું પ્રતિષ્ઠાન હતું એ પણ સ્વયંભૂ રોકી દેવાયું હતું ત્યાં પીએસઆઇ સાથે એક પોલીસ ટીમ ગોઠવાઈ ગઈ હતી. યુદ્ધવિરામના સમાચાર સાંભળી શ્રમિકો પરત ફર્યા
શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે સિઝફાયરના સમાચારની વાત વાયુવેગે ફેલાતા જ બધાંના ચહેરા પર ચમક જોવા મળી હતી. આ ઘટનાના એક કલાક પછી દિવ્ય ભાસ્કરની ટીમ રિન્યુએબલ એનર્જી પાર્ક ગઇ જ્યાં જાણવા મળ્યું કે 8 તારીખે રાતથી ઘર તરફ જઈ રહેલા શ્રમિકો સિઝફાયરના સમાચાર સાંભળીને પરત ફરી રહ્યા હતા. બધા હાશ અનુભવી રહ્યા હતા. લોકોએ કહ્યું પાકિસ્તાનનો ભરોસો જ ન કરાય
અહીંથી દિવ્ય ભાસ્કરની ટીમ ખાવડાની સ્થિતિ જાણવા એ તરફ આવી ત્યારે ચાલુ કારમાં સમાચાર મળ્યા કે ફરી જમ્મુ અખનૂર તરફ શેલિંગ શરુ થયું છે. બધાનો સૂર એક જ હતો કે પાકિસ્તાનનો ભરોસો કરાય એમ જ નથી. જે બ્લેક આઉટના આદેશ ઘણા અંશે પરત લેવાયા હતા એ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા. લોકોએ સ્વયંભૂ જ બ્લેકઆઉટનું પાલન કર્યું. જો કે રસ્તા પરની વાહનોની હેડલાઈટો ચાલુ હતી. રાતના એ માહોલ બાદ રવિવારે સવારે જાણે કંઇ જ બન્યું ન હોય તેમ ભીરંડિયારા, ખાવડા તથા પશ્વિમ કચ્છ અને ખડીરમાં બધે જ સાવ સામાન્ય રીતે બજારો શરૂ થઇ ગઇ હતી. કચ્છના માંડવી મુન્દ્રા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા કોઇ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. વહીવટી તંત્રએ જ્યારથી બ્લેક આઉટની સૂચના આપી તેમાં તમામ લોકોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. રવિવારના રોજ પણ વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ આપવામાં નહોતું આવ્યું છતાં લોકો સ્વયંભૂ બ્લેકઆઉટ કરી બિનજરૂરી લાઇટ શરૂ નહોતા કરી રહ્યા. ઘરની બહાર બિનજરૂરી ન નીકળવાનો નિર્ણય પણ કર્યો હતો. પ્રથમથી જ વહીવટી તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓ, NGO, રાજકીય આગેવાનો અને ગામના વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક કરી તમામ વ્યવસ્થામાં સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી. જેનું પણ લોકો ચુસ્તપણે પાલન કરી રહ્યા હતા. પાકિસ્તાનથી માંડવીને સીધું કોઇ કનેક્શન મળતું નહોતું માટે આ વિસ્તારના લોકોમાં એટલો કોઇ ભયનો માહોલ જોવા મળતો નહોતો. શનિવારે બજારો બંધ કરી દેવાઇ હતી
શનિવારે (10 મે, 2025)ના રોજ આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ ધંધા રોજગાર બંધ હતા અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે આ વિસ્તારમાં પોલીસની સાથો સાથ વિજય વિલાસ પેલેસ પાસે સેનાનો એક કેમ્પ હતો જે રિઝર્વ જોવા મળતો હતો. કદાચ કોઇ યુદ્ધની સ્થિતિ સર્જાય અને જરૂર પડે તો તાત્કાલિક જવાનોની મદદ આ વિસ્તારમાં લઇ શકાય પરંતુ એવી કોઇ ઘટના ન બનતા જવાનો ત્યાં ખડેપગે હતા અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પોર્ટ ઉપર પણ બે દિવસ સુધી તમામ પ્રકારે ઓપરેશન બંધ હતું. જે રવિવારથી ફરી કાર્યરત થઇ ગયું હતું. જો કે અહીંયા સુરક્ષા ચોક્કસ વધારવામાં આવી હતી કારણ કે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર એ કચ્છ જિલ્લાનું મુન્દ્રા બંદર છે. શનિવારે વહેલી સવારે કચ્છના આકાશમાં અનેક સ્થળે પાકિસ્તાની ડ્રોન ઉડતા હોવાની હકીકત સામે આવતા તંત્ર સાબદું બની ગયું હતું અને જિલ્લા મથક ભૂજ શહેરને બંધ રાખવાની અપીલ કરી હતી.સવારે 9:30 વાગ્યાના અરસામાં અનેક દુકાનો ખુલી ગઇ હતી. જ્યારે અન્ય દુકાનદારો વ્યવસાય સ્થળે પહોંચી રહ્યા હતા પરંતુ અચાનક બજારો બંધના એલાન વચ્ચે 9.37 મિનિટે ગ્રીન સાયરન શરૂ થતાં (હળવી ચેતવણી અપાતા) લોકોમાં ભય ફેલાયો હતો. બજારો બંધ રહેવાની ખબરથી શહેરીજનો જરૂરી વસ્તુઓની શોધમાં ઘર બહાર નીકળી પડ્યા હતા. શાક માર્કેટમાં થોડી ઘણી લારીઓ પર મોટાભાગની શાકભાજી વેચાઇ ગઇ હતી. પેટ્રોલ પમ્પ ઉપર વાહનોની ભીડ જમા થઇ ગઇ હતી. આખા શહેરમાં અફડાતફડી ફેલાઇ ગઇ હતી. આ તમામ ઘટનાક્રમ બાદ બપોર સુધીમાં કરફ્યૂ જેવો માહોલ બની ગયો હતો. લોકો ઘરોમાં કેદ થઇ ગયા હતા. યુદ્ધવિરામ જાહેર થતા લોકો ટહેલવા નીકળી પડ્યા હતા
જોકે સાંજે યુદ્ધ વિરામની જાહેરાત થતા લોકોમાં રાહત ફેલાઇ હતી. દિવસભર ઉચાટમાં રહેલા લોકો મોડી સાંજે બહાર ટહેલવા નીકળી પડયા હતા. માર્ગો પરની સ્ટ્રીટ લાઇટો ઝગમગી ઉઠી હતી. અચાનક રાત્રિના 9 વાગ્યા બાદ શહેરની તમામ રોડ લાઇટ બંધ કરી દેવાઇ હતી. કલેક્ટરે સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ જાહેર કર્યું. આ દરમિયાન હરામી નાળામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાની અને બ્લાસ્ટ સંભળાયા હોવાની ખબર આવતા નિશ્ચિંત બનેલા લોકોમાં ફરી તીવ્ર ડર ફેલાયો હતો. તે સમયે નલિયા નજીક સુરક્ષા દળોએ એક ડ્રોન તોડી પાડ્યું હોવાની ખબર મળી હતી. ત્યારબાદ ડ્રોનની સંખ્યા વધુ હોવાનું રાજ્ય ગૃહ મંત્રીએ નિવેદન જાહેર કર્યું હતું. પાકિસ્તાનના સિઝફાયર ઉલ્લંઘનથી હવે યુદ્ધ થશે જ એવી ચિંતાથી ભૂજના શહેરીજનોએ તંદ્રામાં રાત વિતાવી હતી. અલબત્ત રવિવારે સવાર સુધી સ્થિતિ સામાન્ય હોવાની અનુભૂતિ થતા લોકો દૈનિક જીવનમાં પરોવાઇ ગયા હતા.જે સ્થિતિ અત્યાર સુધી યથાવત રહી છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ભાસ્કરની ટીમ કચ્છના જખૌ અને નલિયામાં પહોંચી હતી. અહીંના સ્થાનિક લોકો ચુસ્તપણે તંત્રના આદેશનું પાલન કરતા દેખાતા હતા. શનિવારે નલિયાની બાજુમાં આવેલ અબડાસામાં બીટા અને પાટ ગામમાં વહેલી સવારે છ વાગ્યાની આસપાસ ડ્રોન-મિસાઇલ જેવા હુમલા થયા પરંતુ આપણી સેનાએ તેને હવામાં તોડી પાડ્યા. કાટમાળ ખેતરોમાં જઇને પડ્યો એટલે કોઇ જાનહાનિ કે નુકસાન ન થયું. વહેલી સવારે લોકો ધડાકાનો પ્રચંડ અવાજ સાંભળીને ડરી ગયા હતા. કચ્છના સરહદી વિસ્તારોમાં સાયરન વાગતા લોકો ઘર તરફ દોડ્યા હતા. આખી રાત કોઇ છમકલું ન થતાં લોકોને હાશકારો
10 મેના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સિઝફાયરની જાહેરાત થઇ અને કચ્છમાં તંત્રએ ઉતાવળમાં બ્લેકઆઉટની જાહેરાત પાછી ખેંચી પછી લોકો ત્રણ દિવસની તણાવભરી સ્થિતિમાં હળવાશ અનુભવતા હતા. લોકો ઘરની બહાર નીકળીને બરફનો ગોળો અને પકોડી ખાવા લાગ્યા હતા. એવામાં રાત્રે અબડાસા, નલિયા એરફોર્સ સ્ટેશન, જખૌ જેવા વિસ્તારોમાં કેટલાક ડ્રોન દેખાયા. કચ્છ કલેક્ટરે તાત્કાલિક સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી પછી આખી રાત પાકિસ્તાન દ્વારા કોઈ છમકલું ન થયું. 11 મેના રોજ રવિવાર સવારે તમામ લોકોએ પોત પોતાના કામમાં લાગી ગયા. રવિવારે ખરેખર લોકોને એવો એહસાસ થયો કે યુદ્ધ સમાપ્ત થઇ ગયું છે અને રાબેતા મુજબનું જનજીવન જોવા મળ્યું…… 9 તારીખને શુક્રવારનો દિવસ હતો. સવારે 10 વાગે હું ભૂજથી અંદાજે 140 કિલોમીટર અને ભારત પાકિસ્તાનની બોર્ડરથી 25 કિલોમીટર દૂર આવેલા દેશના છેલ્લા ગામ એવા લખપતમાં પહોંચ્યો. સૂરજ બરોબર માથે હતોને અમારી કાર લખપત કિલ્લાની પાસે આવેલા પ્રવેશ દ્વાર પાસે પહોંચી. અહીં પહોંચતા જ સામે બેરિકેટિંગ અને પોલીસના કેટલાક જવાનો જોવા મળ્યાં જેમણે અમારી પૂછપરછ કરી માહિતી મેળવી જે બાદ અમને ગામમાં પ્રવેશ કરવાની પરવાનગી મળતાં અમે ગામમાં પહોંચ્યાં. લખપતમાં શાંતિ હતી
ગામમાં પહોંચતા જ ગામનો માહોલ એકદમ શાંત લાગતો હતો. જે બાદ અમે ગામના સરપંચ સાથે મુલાકાત કરી યુદ્ધની પરિસ્થિને લઇને ગામના માહોલ વિશે માહિતી મેળવી સાથે જ ગામના લોકો સાથે પણ મુલાકાત કરી. જેમાં બધા એક જ વાત પર કાયમ હતા કે બોર્ડર પર રહીએ છીએ એટલે ડર તો લાગે છે પણ આપણાં સૈન્ય પર ભરોસો છે તેઓ અમને કંઇ નહીં થવા દે. ઘડિયાળના કાંટાઓ ફરી રહ્યાં હતા ને સૂરજ પણ ઢળી રહ્યો હતો. લોકોના ઘરની લાઇટો ચાલુ હતી પરંતુ બરોબર 8 વાગ્યાના ટકોરે આખું લખપત ગામ બ્લેક આઉટમાં ફેરવાઇ ગયુંને ગામમાં સન્નાટો છવાઇ ગયો. આવી પરિસ્થિતિમાં બોર્ડર પર ફરી તનાવ ભર્યો માહોલ શરૂ થયો. લખપત ગામ પણ એલર્ટ મોડ પર હોવાના કારણે અમે રાત્રિના 4 વાગ્યા સુધી એલર્ટ મોડ પર હતા અને રાત ગાડીમાં જ કાઢી. લગભગ 5 વાગ્યાને 5 મિનિટે આકાશમાં અચાનક ડ્રોન દેખાયું. જેને ભારતીય આર્મીએ તોડી પાડ્યું. જે બાદ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જેના પછી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જોકે સદનસીબે જાનમાલને કોઇ હાનિ પહોંચી નહોતી. શનિવારે રાત્રે 13થી વધુ ડ્રોન દેખાયા હતા
વહેલી સવારથી જ અહીંના લોકોમાં ભયનો માહોલ હતો. જે લોકો ગામની ભાગોળમાં દરરોજ બેસતા હતા તેમનામાં ફફડાટ હતો તેઓ ઘરમાં સ્વયંભૂ રીતે બંધ હતા. આવી પરિસ્થિતિમાં રાત કેવી રીતે જશે તેવી તેમનામાં ચિંતા હતી જો કે સાંજ પડતા જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના સમાચાર આવતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતોને બ્લેક આઉટ હટી ગયો. ત્રણેક કલાક બાદ ફરી પાકિસ્તાને નિયમોનું ઉલ્લંઘન કર્યુંને ફરી બ્લેક આઉટના આદેશ થયાં.આખા ગામમાં અંધકારમાં છવાઇ ગયો. લોકોની ચિંતામાં ફરી વધારો થયો. કેટલાક લોકો વારંવાર આકાશ તરફ નજર માંડીને બેઠા હતા. એકાદ કલાક બાદ લખપત, નલિયા સહિતના વિસ્તારમાં 13 કરતાં વધુ ડ્રોન દેખાયા હતા. જેની સરકારે પુષ્ટિ કરી. જોકે ત્યાર બાદ અચાનક ડ્રોન ગાયબ થઇ ગયા હતા. જેના પછી મોડી રાત્રે પરિસ્થિતિ શાંત થતી જોવા મળી હતી. રવિવારને 11 તારીખની સવાર શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ થઇ. ફરી એકવાર ગામમાં લોકોએ રાબેતા મુજબ પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા. ત્રણ દિવસ જે ભયનો માહલ હતો તે હવે સાવ સામાન્ય બની ગયો. રવિવારથી જનજીવન રાબેતા મુજબ થયું
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તણાવ ભર્યા વાતાવરણ વચ્ચે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત જોવા મળ્યા હતા અને સેનાને જ્યારે જરુર પડે તેની મદદ કરવાની ખાતરી આપતા હતા. જોકે સુઇગામથી નડાબેટ રોડ ઉપર અને નડાબેટ ટુરિઝમમાં એકલ દોકલ લોકો ફરતા જોવા મળ્યા હતા. શનિવારે બપોર બાદ સાંજ સુધી યુદ્ધવિરામ રહેતા કલેક્ટરે બનાસકાંઠ ના સુઇગામના સરહદી ગામોમાં શનિવારે રાત્રે બ્લેકઆઉટ ન કરવા નિર્ણય લીધો હતો. યુદ્ધ વિરામના માત્ર 3 કલાક પછી પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં રાત્રે ફરીથી બનાસકાંઠા, સુઇગામ સરહદી વિસ્તાર, નડાબેટ બોર્ડર આજુબાજુના ગામડામાં ફરી બ્લેક આઉટ કરવાનો નિર્ણય લેવાયો હતો. નડાબેટ વિસ્તારના ગ્રામજનોએ અને નડેશ્વરી માતાજી મંદિરની લાઇટો બંધ કરી અંધારપટ કરી દેવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે અન્ય કોઈ ઘટના ન બનતા રવિવારે સવારે રાબેતા મુજબ લોકો પોતપોતાના કામે લાગ્યા હતા. નડેશ્વરી માતાજીના દર્શન કરવા ભકતો આવી રહ્યા હતા. આમ દિવસ દરમિયાન લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. દર્શનાર્થે આવતા લોકો એક બીજાને પૂછી રહ્યા હતા કે યુદ્ધ નુ શું થયું? બ્લેકઆઉટનું ચૂસ્ત પાલન કરાયું
શનિવારે બનાસકાંઠાના અન્ય સરહદી ગામડાઓમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિની અસર જોવા મળી હતી. સ્થાનિકોમાં એક પ્રકારનો ભયનો માહોલ હતો. સાંજે યુદ્ધવિરામના સમાચાર આવતા લોકોએ રાહત અનુભવી હતી પરંતુ થોડી જ કલાકો બાદ પાકિસ્તાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા જિલ્લા કલેક્ટરે ફરીથી બ્લેકઆઉટનો આદેશ આપ્યો હતો. જેનું લોકોએ ચૂસ્તપણે પાલન કર્યું હતું. જો કે આખી રાત દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બની નહોતી. રવિવારની સવાર પડતાં જ અહીં પૂર્વવરત જોવા મળ્યું હતું.