હું ચેલેન્જ આપું છું કે એકવાર સમગ્ર ગુજરાતમાં એક દિવસ માટે સરકાર છૂટ આપે કે આજે ગુજરાતના લોકો પોતાના દિલમાં જે છે તે બોલી શકશે. જે પણ બોલશે તેમની વિરુદ્ધ FIR નહીં થાય કે કોઇ કાર્યવાહી પણ નહીં થાય ત્યારે શું સામે આવશે તેનો તમે અંદાજો નહીં લગાવી શકો. કેમ કે, લોકો નાક સુધી આવી ગયા છે છતાં તેમનું મોઢું બંધ છે માત્રને માત્ર ડરના કારણે. અહીં IAS, IPS પણ ડરી રહ્યા છે. આ શબ્દો છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયના. ગુજરાતની મુલાકાત દરમિયાન દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોપાલ રાયે ગુજરાતમાં ડરનું વાતાવરણ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે વિસાવદરની પેટાચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવા પાછળનું ગણિત સમજાવ્યું હતું સાથે જ પાર્ટીના કાર્યક્રમોમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાની ગેરહાજરી, પક્ષની આગામી રણનીતિ વિશે પણ ખુલીને વાત કરી હતી. વાંચો આખો ઇન્ટરવ્યૂ તેમના જ શબ્દોમાં…. સવાલઃ ગુજરાતના પ્રભારીની જવાબદારી મળી ત્યારે મનમાં શું ચાલી રહ્યું હતું? કેવી રીતે ગુજરાતમાં બદલાવ લાવવો છે અને તેના માટે શું કરી રહ્યાં છો?
જવાબઃ જે રિપોર્ટ અને ખબર ગુજરાતથી આવે છે અને સંગઠનના લોકો પાસેથી જે ફિડબેક આવે છે તેમાં એવું સામે આવે છે કે ગુજરાતનો કોઇપણ વ્યક્તિ કોઇપણ જાતિનો કે ધર્મનો હોય, કોઇપણ ક્ષેત્રનો હોય, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે અમીર, ખેડૂત હોય કે મજૂર, વિદ્યાર્થી હોય કે યુવાન એ ભલે ગમે તેટલા મુશ્કેલીમાં હોય તે કંઇપણ બોલવાથી ડરી રહ્યો છે. એ લોકો પોતાનું મોઢું પણ નથી ખોલી શકતાં. આની પાછળ તેમના મનમાં એક ડર છે કે જો અમે સાચું બોલીશું તો અમને હેરાન કરવામાં આવશે અને તેનું પરિણામ ભોગવવું પડશે. આ એક પ્રકારની ગુલામી છે. મારા મનમાં એક જ પ્રશ્ન આવ્યો કે શું આ ગુલામીમાંથી લોકોને બચાવી શકાય? કેમ કે આઝાદી આજે છીનવાઇ રહી છે. એક નવા પ્રકારના નવા ડરની આ ગુલામી છે. જ્યારે મારે પ્રભારી તરીકે ગુજરાત આવવાનું થયું એ પછી હું એ જ શોધમાં છું કે આ ડરથી મુક્તિનો શું રસ્તો હોઇ શકે. સવાલઃ દોઢ વર્ષ પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવશે. પ્રભારી તરીકે કેવી સ્ટ્રેટેજી બનાવીને પ્રજા વચ્ચે જઇ રહ્યા છો?
જવાબઃ એક વસ્તુ હું જોઇ રહ્યો છું કે ચૂંટણીની જીત અને હાર પાર્ટી ઉપર નહીં ગુજરાતની જનતાના હાથમાં છે. કેટલીક વાર લોકો પૂછે છે કે વિકલ્પ શું છે? વિકલ્પ અન્ય કોઈ પાર્ટી ન બની શકે વિકલ્પ જનતાએ બનવું પડશે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું, સરકારને ઉખાડીને ફેંકી દીધી તેમાં પણ જનતા વિકલ્પ બની. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. અહીં વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણી બંધ કરાવી દીધી છે. સ્કૂલોમાં ફી બેફામ વધી રહી છે. સારી આવક ધરાવતા વાલીઓ પણ ચિંતિત છે કે પોતાના બાળકને આટલી ઊંચી ફી વચ્ચે એડમિશન ક્યાં કરાવીએ? આવી સ્થિતિ છે છતાં કોઇ બોલી શકતું નથી. વિદ્યાર્થીઓ 2-2, 3-3 વર્ષ સુધી મહેનત કરીને પરીક્ષા આપે છે અને પરીક્ષાનું પેપર ફૂટી જાય છે છતાં કોઇ બોલી શકતું નથી. જેણે ડિગ્રી મેળવી લીધી છે એ રોજગારી મેળવવા માટે ભટકી રહ્યા છે છતાં કોઇ બોલી શકતું નથી. ગુજરાતમાં જેને કામ મળે છે એ કોન્ટ્રાક્ટ હેઠળ મળે છે ક્યારે તેને દૂર કરાય તેની જાણ નથી છતાં લોકો ચૂપ છે. સવાલઃ તમે ગુજરાતમાં ડરની વાત કરો છો પણ દિલ્હીમાં તો આપની જ સરકાર હતી કેમ પોતાની પિચ ઉપર આઉટ થઇ ગયા?
જવાબઃ અમે આઉટ નથી થયા. બધાને ખબર છે કે 2 વર્ષથી કેવા પ્રકારના ષડયંત્ર કરવામાં આવી રહ્યા હતા. દિલ્હીમાં 2 પાર્ટી નહોતી ચૂંટણી લડી રહી. દિલ્હીમાં સરકાર, ઇડી, સીબીઆઇ, સમગ્ર સિસ્ટમ, ચૂંટણી પંચ સહિતની સમગ્ર ફોર્સ ચૂંટણી લડી રહી હતી. એક અભિમન્યુ હતો જે ચારેય બાજુએથી ઘેરાયેલો હતો તેમ છતાં હું એ જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે 43 ટકા લોકોએ ઝાડુંને વોટ આપ્યા છે. માત્ર 2 ટકા વોટ જ ભાજપને વધુ મળ્યા છે. દિલ્હીમાં તેમની સરકાર છે, એલજી તેમના છે, કેન્દ્રની સરકાર પણ તેમની છે. 4-4 સરકારો મળીને પણ 3 મહિનામાં દિલ્હી નથી સંભાળી શક્યા. જ્યારે અમે તો એકલા હતા છતાં અમે દિલ્હીમાં જે કામ કર્યું છે તેની રાહ આજે સમગ્ર દેશ જોઇ રહ્યો છે. જો આજે દિલ્હીમાં ચૂંટણી થાય તો એકપણ સીટ ભાજપને ન મળે. સવાલઃ પાર્ટી મહેનત કરીને ઉમેદવારને જીતાડે છે. એ પછી કેમ તમારા ઉમેદવાર પાર્ટી છોડીને જતાં રહે છે?
જવાબઃ વિસાવદર, ભેંસાણ કે જૂનાગઢ, કોઇપણ જગ્યાએ જાઓ તો દરેક વ્યક્તિના મનમાં એક જ વાત ગૂંજી રહી છે કે ભાજપ સરકાર ભલે બહુમતીમાં હોય છતાં વિસાવદરના ધારાસભ્યને ડરાવીને-ધમકાવીને રાજીનામું અપાવી દીધું. સરકાર બનાવવા માટે તેમને ધારાસભ્યની જરૂર નહોતી માત્ર એટલા માટે તેમણે આ કામ કર્યું કે વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના લોકોને અપમાનિત કરવા હતા કેમ કે ત્યાંના લોકોએ ભાજપને નહોતો જીતાડ્યો. રાજીનામું અપાવ્યું એટલું જ નહીં દોઢ વર્ષ થવા જઇ રહ્યું છે ત્યાં ચૂંટણી પણ થવા નથી દેતાં જેના કારણે વિસાવદરનો વિકાસ ઠપ્પ થઇ ગયો છે. ચૂંટણી કેમ નથી થવા દેતા? ભાજપે ચૂંટણી રોકવા માટે અદાલતમાં અરજી કેમ કરી? હવે અરજી પાછી લીધી એટલે ચૂંટણી થવા જઇ રહી છે પણ દોઢ વર્ષ સુધી વિસાવદરનો જે વિકાસ અટકી ગયો તેનું જવાબદાર કોણ છે? ભાજપનો એક જ ઇરાદો હતો કે ત્યાંના લોકોએ ભાજપને નહોતો જીતાડ્યો એટલે ભાજપે સત્તાના દમ પર એ બતાવ્યું કે તમે ભલે નથી જીતાડ્યા પણ અમે તમારા જીતાડેલાને અહીં રહેવા નહીં દઇએ. વિસાવદરના લોકો ચૂંટણીની રાહ જોઇ રહ્યા છે. ભાજપ પાસે સત્તાની તાકાત છે પણ વિસાવદરમાં જનતાની તાકાત છે એટલે આ વખતે જનતા જવાબ આપશે. સવાલઃ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉતાર્યાં છે, શું પાર્ટી પાસે કોઇ નવો ચહેરો નથી?
જવાબઃ નવા ચહેરાની વાત નથી પણ વાત એ છે કે ભાજપ અને તેમની સરકારે વિસાવદરના લોકોને અપમાનિત કર્યા છે તેનો જવાબ આપવાનો છે. ગોપાલ ઇટાલિયા જ્યારે અહીંથી ચૂંટણી જીતીને વિધાનસભામાં જશે ત્યારે વિસાવદરનો અવાજ ગૂંજશે, તેમનું સન્માન ગૂંજશે એટલા માટે અમે અમારા સૌથી મજબૂત ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. કેમ કે જો સત્તાના જોરે પર ભાજપ અહીંના લોકોનું અપમાન કરી શકતો હોય તો અમે અમારા નેતાના જોરે વિસાવદરના સન્માનને પાછું લાવીશું. સવાલઃ વિસાવદરની પેટાચૂંટણી જાહેર થાય એ પહેલાં તમારા ધારાસભ્યો પાર્ટી છોડીને જવાના છે તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. આવું કેમ થઇ રહ્યું છે, શું પાર્ટીમાં આંતરિક કોઇ તકરાર ચાલી રહી છે?
જવાબઃ ગુજરાતમાં આમ તો વિસાવદર અને કડી એમ બે જગ્યાએ પેટાચૂંટણી થવાની છે પણ તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી જ ગૂંજી રહી છે. જે દિવસે ત્યાં અમારી પહેલી મિટિંગ થઈ એ પછી પહેલીવાર મુખ્યમંત્રીને પણ વિસાવદર જવું પડ્યું. ભાજપ એ બધા જ પેંતરા અપનાવશે, અફવાઓ પણ ચાલશે. દબાણ અને પ્રભાવ પણ અપનાવશે. તેમના ટ્રિગર પોઇન્ટ પર આમ આદમી પાર્ટી થઇ ગઇ છે. સવાલઃ ઉમેશ મકવાણા કોઇ કાર્યક્રમમાં જતા નથી અને કાર્યકરોના પણ ફોન નથી ઉપાડતા. આવી પણ વાત સામે આવી છે. આવું કેમ?
જવાબઃ પહેલી વાત તો એ છે કે આવું કંઇ અત્યારે તો નહીં થયું હોય છતાં હાલમાં જ આ સમાચાર કેમ ફેલાવવામાં આવ્યા? ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેમ જવાબ આપવો પડ્યો? સમગ્ર મેટર વિસાવદરની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યાં પછી જ કેમ ચાલી રહી છે? આવું કંઇ અચાનક તો બે દિવસમાં નહીં થયું હોય? પ્રશ્ન એ જ છે કે આજે ભાજપને એવું લાગી રહ્યું છે કે ચાહે ગમે તેટલા પ્રયત્નો કરી લે પણ વિસાવદરની જનતા ભાજપને જવાબ આપશે. સવાલઃ વિસાવદરમાં ઉમેદવારનું નામ નક્કી કર્યું પણ કડીમાં કેમ હજી સુધી તમારી પાર્ટી એક્ટિવ નથી?
જવાબઃ કડીની પરિસ્થિતિ અલગ છે અને વિસાવદરની સ્થિતિ અલગ છે. કડીના ધારાસભ્યનું મુત્યુ થયું હતું જેના કારણે ત્યાં પેટાચૂંટણી યોજાશે એટલે પરિસ્થિતિવશ ચૂંટણી થઇ રહી છે. જ્યારે વિસાવદરમાં જનતાએ પોતાનો પ્રતિનિધિ ચૂંટ્યો હતો. વિસાવદરની ચૂંટણી સન્માન અને પ્રભાવની ચૂંટણી છે. એટલા માટે જ ત્યાંની ચર્ચા થઇ રહી છે. જો વિસાવદરનું સન્માન જીતશે તો સમગ્ર ગુજરાતનું સન્માન જીતશે. સવાલઃ દિલ્હીમાં મળેલી હાર બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાત પર ફોકસ કરવાના છે એવી ચર્ચા હતી. તેમના ગુજરાત પ્રવાસને લઇને કેવું આયોજન છે?
જવાબઃ અમે હાલમાં સંગઠનના વિસ્તાર પર ફોક્સ કરી રહ્યા છીએ. જેના ભાગરૂપે વિસાવદરમાં પ્રદેશ સંમેલનનું પણ આયોજન કર્યું હતું. આ સાથે જ દરેકે દરેક વિધાનસભામાં અમારી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંગઠનના વિસ્તારની સાથે સાથે અમારું લક્ષ્ય વિસાવદરની પેટાચૂંટણી છે. તેના માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીની તારીખો નક્કી થઈ જશે એ પછી અરવિંદ કેજરીવાલ સહિત તમામ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ તૈયારીઓ કરીશું. આ ચૂંટણીઓમાં પૂરી તાકાત સાથે અમે લડીશું. સવાલઃ શું કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીમાં પણ રેસ અને લગ્નના ઘોડાઓ છે?
જવાબઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેની સ્થિતિ અલગ છે. કોંગ્રેસની સ્થિતિ વિશે તો ખુદ રાહુલ ગાંધીએ વાત મૂકી કે ભાજપની સાથે કેટલાક નેતાઓ ભળેલા છે. એક લાંબો સમય થઇ ગયો જેના કારણે કોંગ્રેસ આવી સ્થિતિમાં પહોંચી ગઇ છે. જ્યારે આમ આદમી પાર્ટી એકદમ અલગ છે. કેમ કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિમાં જમીન આસમાનનો ફેર છે. નેતાઓને પણ લાગી રહ્યું છે કે 30 વર્ષ થઇ ગયા છે પણ સરકાર નથી બની રહી એટલે કોંગ્રેસના નેતાઓ પણ હારી ચૂક્યા છે. જનતાના મનમાં પણ એ વાત બેસી ગઇ છે કે વારંવાર કોંગ્રેસને વોટ આપીએ છીએ પણ તેઓ ભાજપને હરાવી નથી શકતી. આમ આદમી પાર્ટી પહેલીવાર ગુજરાતમાં ચૂંટણી લડી. અહીં આટલા બધા દબાણ અને પ્રભાવ વચ્ચે પણ 40 લાખ લોકોએ અમને મત આપ્યા છે. અમારા માટે એક નાની બારી ખૂલી છે અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં દરવાજો ખુલશે. સવાલઃ કોંગ્રેસ અને આપ વચ્ચે નક્કી થયા બાદ પણ કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉતારવાની વાત કરી રહી છે આવું કેમ?
જવાબઃ કોંગ્રેસનો નિર્ણય કોંગ્રેસ કરે અમે તો ન કરી શકીએ. આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે અહીંના લોકો સાથે મળીને અપમાનનો હિસાબ લેશે જેની અમે તૈયારી કરી રહ્યા છીએ. સવાલઃ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત બધી પાર્ટી એક સાથે મળીને ભાજપ સામે લડી પણ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડી રહી છે. આવું કેમ?
જવાબઃ ઇન્ડિયા ગઠબંધન ભારતના સંવિધાનને બચાવવા અને લોકસભાની ચૂંટણી માટે બનાવ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દળો છે. માત્ર અહીંયા જ નહીં કેરળ, બંગાળ સહિતના રાજ્યોમાં પાર્ટીઓ નિર્ણય કરતી હોય છે.