P24 News Gujarat

‘હું આજે ફરહાન અખ્તરનો સાવકો ભાઈ હોત’:પ્રતીક બબ્બર કહ્યું- માતા સ્મિતા પાટિલના મૃત્યુ પછી જાવેદ અખ્તર-શબાનાજી મને દત્તક લેવા માંગતા હતા

શબાના આઝમી અને જાવેદ અખ્તર બોલિવૂડના બે એવા ચહેરા છે જે તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. જાવેદ અખ્તરના દીકરાનું નામ ફરહાન અખ્તર છે જેણે હિન્દી ફિલ્મોમાં ઘણા મોટા-મોટા પ્રોજેક્ટ્સ કર્યા છે અને તેમને એક પુત્રી પણ છે જેનું નામ ઝોયા અખ્તર છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે શબાના અને જાવેદ એક બાળકને દત્તક લેવા માંગતા હતા જેના પિતા તે સમયે મોટા સ્ટાર હતા. જો આવું થયું હોત, તો ફરહાન ખાનનો બીજો સાવકો ભાઈ હોત જે ખૂબ જ ફેમસ છે અને ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બર વિશે, જે તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળ્યો હતો. સ્મિતા પાટિલનું અવસાન
પ્રતીક બબ્બર એક્ટર રાજ બબ્બર અને એક્ટ્રેસ સ્મિતા પાટિલનો પુત્ર છે. પ્રતીકને જન્મ આપ્યાના થોડા દિવસોમાં તેની માતા સ્મિતા પાટિલનું અવસાન થયું હતું. આ પછી, શબાના આઝમી અને જાવેદ અખ્તરે પ્રતીક બબ્બરને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાતનો ખુલાસો ખુદ રાજ બબ્બર અને સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બરે કર્યો છે. તાજેતરમાં, ઝૂમને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, પ્રતીક બબ્બરે કહ્યું- મને થોડા સમય પહેલા ખબર પડી કે મારી માતાના મૃત્યુ પછી, શબાનાજી અને જાવેદ સાહેબ મને દત્તક લેવા માંગતા હતા. હું નવી વસ્તુઓ શીખતો રહું છું. મને વારંવાર વિચાર આવે છે કે જો આ બન્યું હોત તો શું થાત. કેવું જીવન હોત! હું મારા બાળપણ વિશે ઘણું શીખું છું; તે સમયે હું ખૂબ નાનો હતો અને મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. કસ્ટડીની લડાઈ ચાલી રહી હતી, લોકો મને દત્તક લેવા માંગતા હતા. વાતચીત દરમિયાન પ્રતીકે એમ પણ કહ્યું કે- સ્મિતા પાટિલના મૃત્યુ પછી, ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેમની જવાબદારી લેવા માટે આગળ આવ્યા. જેમાં શબાના આઝમી, જાવેદ અખ્તર, અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, શ્યામ બેનેગલ જેવા અનેક લોકોના નામ સામેલ છે. પ્રતીક બબ્બરે વાતચીતમાં એમ પણ કહ્યું કે- તેમને થોડા દિવસો પહેલા ખબર પડી કે સ્મિતા પાટિલ ફિલ્મ ‘મિર્ચ મસાલા’ના શૂટિંગ દરમિયાન પ્રેગનેટ હતા. આ જ કારણ હતું કે- પ્રતીકે તે ફિલ્મ જોઈ. સ્મિતા પાટીલના લગ્ન રાજ બબ્બર સાથે થયા હતા. તેઓ ફિલ્મ ‘મિર્ચ મસાલા’ના શૂટિંગ દરમિયાન પ્રેગનેટ થયા હતા. 28 નવેમ્બર 1986ના રોજ તેમણે એક પુત્ર, પ્રતીક બબ્બરને જન્મ આપ્યો. થોડા દિવસો પછી, પ્રસૂતિની ગૂંચવણોને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થયું અને કમનસીબે, તેમના પુત્રને જન્મ આપ્યાના માત્ર 15 દિવસ પછી, સ્મિતા પાટિલનું અવસાન થયું. થોડા સમય પહેલા, પ્રતીક બબ્બરે પોતાના નામમાંથી પિતા રાજ બબ્બરની અટક કાઢી નાખી અને પોતાનું નામ પ્રતીક સ્મિતા પાટિલ રાખ્યું.

​શબાના આઝમી અને જાવેદ અખ્તર બોલિવૂડના બે એવા ચહેરા છે જે તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. જાવેદ અખ્તરના દીકરાનું નામ ફરહાન અખ્તર છે જેણે હિન્દી ફિલ્મોમાં ઘણા મોટા-મોટા પ્રોજેક્ટ્સ કર્યા છે અને તેમને એક પુત્રી પણ છે જેનું નામ ઝોયા અખ્તર છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે શબાના અને જાવેદ એક બાળકને દત્તક લેવા માંગતા હતા જેના પિતા તે સમયે મોટા સ્ટાર હતા. જો આવું થયું હોત, તો ફરહાન ખાનનો બીજો સાવકો ભાઈ હોત જે ખૂબ જ ફેમસ છે અને ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બર વિશે, જે તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળ્યો હતો. સ્મિતા પાટિલનું અવસાન
પ્રતીક બબ્બર એક્ટર રાજ બબ્બર અને એક્ટ્રેસ સ્મિતા પાટિલનો પુત્ર છે. પ્રતીકને જન્મ આપ્યાના થોડા દિવસોમાં તેની માતા સ્મિતા પાટિલનું અવસાન થયું હતું. આ પછી, શબાના આઝમી અને જાવેદ અખ્તરે પ્રતીક બબ્બરને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાતનો ખુલાસો ખુદ રાજ બબ્બર અને સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બરે કર્યો છે. તાજેતરમાં, ઝૂમને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, પ્રતીક બબ્બરે કહ્યું- મને થોડા સમય પહેલા ખબર પડી કે મારી માતાના મૃત્યુ પછી, શબાનાજી અને જાવેદ સાહેબ મને દત્તક લેવા માંગતા હતા. હું નવી વસ્તુઓ શીખતો રહું છું. મને વારંવાર વિચાર આવે છે કે જો આ બન્યું હોત તો શું થાત. કેવું જીવન હોત! હું મારા બાળપણ વિશે ઘણું શીખું છું; તે સમયે હું ખૂબ નાનો હતો અને મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. કસ્ટડીની લડાઈ ચાલી રહી હતી, લોકો મને દત્તક લેવા માંગતા હતા. વાતચીત દરમિયાન પ્રતીકે એમ પણ કહ્યું કે- સ્મિતા પાટિલના મૃત્યુ પછી, ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેમની જવાબદારી લેવા માટે આગળ આવ્યા. જેમાં શબાના આઝમી, જાવેદ અખ્તર, અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, શ્યામ બેનેગલ જેવા અનેક લોકોના નામ સામેલ છે. પ્રતીક બબ્બરે વાતચીતમાં એમ પણ કહ્યું કે- તેમને થોડા દિવસો પહેલા ખબર પડી કે સ્મિતા પાટિલ ફિલ્મ ‘મિર્ચ મસાલા’ના શૂટિંગ દરમિયાન પ્રેગનેટ હતા. આ જ કારણ હતું કે- પ્રતીકે તે ફિલ્મ જોઈ. સ્મિતા પાટીલના લગ્ન રાજ બબ્બર સાથે થયા હતા. તેઓ ફિલ્મ ‘મિર્ચ મસાલા’ના શૂટિંગ દરમિયાન પ્રેગનેટ થયા હતા. 28 નવેમ્બર 1986ના રોજ તેમણે એક પુત્ર, પ્રતીક બબ્બરને જન્મ આપ્યો. થોડા દિવસો પછી, પ્રસૂતિની ગૂંચવણોને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થયું અને કમનસીબે, તેમના પુત્રને જન્મ આપ્યાના માત્ર 15 દિવસ પછી, સ્મિતા પાટિલનું અવસાન થયું. થોડા સમય પહેલા, પ્રતીક બબ્બરે પોતાના નામમાંથી પિતા રાજ બબ્બરની અટક કાઢી નાખી અને પોતાનું નામ પ્રતીક સ્મિતા પાટિલ રાખ્યું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *