P24 News Gujarat

‘બુદ્ધિ વગરની પેઢી દેશનું નામ ડૂબાડશે!’:રાષ્ટ્રપતિના નામથી અજાણ યુવાનો પર કંગના રનૌતનો ગુસ્સો ફૂટ્યો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રસ્તા પર લેવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલાક યુવાનોને ભારતના રાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું હતું પણ તે તેનો સાચો જવાબ આપી શક્યા ન હતા. હવે આ વીડિયો અંગે એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ આ યુવકોની આકરી ટીકા કરી છે, જે સામાન્ય પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી. કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું, ‘યુદ્ધ આપણને નહીં મારે પરંતુ આવા તીડ જેવા બુદ્ધિવાળી પેઢી આપણો ચોક્કસપણે નાશ કરશે.’ જાણો શું છે આખો મામલો? સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલો વીડિયો Gen Z Pulse નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમાં એન્કર એક ગ્રુપમાં ઉભેલી છોકરીઓને પૂછે છે કે, ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? જેના જવાબમાં એક છોકરી કહે છે, ‘હું તેનું નામ ભૂલી ગઈ’, જ્યારે બીજી છોકરી કહે છે, ‘મુરુનાલી… મને ખબર નથી… મુરુનુ કે એવું કંઈક.’ આ ઉપરાંત, કેટલાકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામ લીધું છે, જ્યારે બીજી એક છોકરીએ જવાહરલાલ નેહરુનું નામ લીધું છે. કંગના ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરશે કંગના રનૌત ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે હોરર ડ્રામા ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધ એવિલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અમેરિકન એક્ટર અને ફિલ્મમેકર સિલ્વેસ્ટર સ્ટેલોનની દીકરી સ્કારલેટ રોઝ સ્ટેલોન અને ‘ટીન વુલ્ફ’ ફેમ અમેરિકન એક્ટર અને મ્યુઝિશિયન ટાયલર પોસી પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગનાએ આ ફિલ્મ માટે લાયન્સ મુવીઝ સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ રુદ્ર કરી રહ્યા છે, જે ‘ન્યૂ મી’ અને ‘ટેલિંગ પોન્ડ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

​તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રસ્તા પર લેવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેટલાક યુવાનોને ભારતના રાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું હતું પણ તે તેનો સાચો જવાબ આપી શક્યા ન હતા. હવે આ વીડિયો અંગે એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ આ યુવકોની આકરી ટીકા કરી છે, જે સામાન્ય પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી. કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું, ‘યુદ્ધ આપણને નહીં મારે પરંતુ આવા તીડ જેવા બુદ્ધિવાળી પેઢી આપણો ચોક્કસપણે નાશ કરશે.’ જાણો શું છે આખો મામલો? સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલો વીડિયો Gen Z Pulse નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમાં એન્કર એક ગ્રુપમાં ઉભેલી છોકરીઓને પૂછે છે કે, ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? જેના જવાબમાં એક છોકરી કહે છે, ‘હું તેનું નામ ભૂલી ગઈ’, જ્યારે બીજી છોકરી કહે છે, ‘મુરુનાલી… મને ખબર નથી… મુરુનુ કે એવું કંઈક.’ આ ઉપરાંત, કેટલાકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામ લીધું છે, જ્યારે બીજી એક છોકરીએ જવાહરલાલ નેહરુનું નામ લીધું છે. કંગના ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરશે કંગના રનૌત ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે હોરર ડ્રામા ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધ એવિલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અમેરિકન એક્ટર અને ફિલ્મમેકર સિલ્વેસ્ટર સ્ટેલોનની દીકરી સ્કારલેટ રોઝ સ્ટેલોન અને ‘ટીન વુલ્ફ’ ફેમ અમેરિકન એક્ટર અને મ્યુઝિશિયન ટાયલર પોસી પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગનાએ આ ફિલ્મ માટે લાયન્સ મુવીઝ સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ રુદ્ર કરી રહ્યા છે, જે ‘ન્યૂ મી’ અને ‘ટેલિંગ પોન્ડ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *