ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાનના સીનિયર સૈન્ય અધિકારીઓ અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. રવિવારે ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી હતી. આતંકવાદીઓના જનાજામાં સામેલ થનારના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની તસવીર પણ બતાવી હતી. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રઉફ સાથે નેતાઓ અને અધિકારીઓ જનાજાની નમાઝ અદા કરતા દેખાય છે. જેમાં લેફ્ટનન્ટ જનરલ ફૈયાઝ હુસૈન, મેજર જનરલ રાવ ઈમરાન સરતાજ, મેજર જનરલ મોહમ્મદ ફુરકાન શબ્બીર, પંજાબ પોલીસના આઈજી ડો. ઉસ્માન અનવર અને સાંસદ મલિક અહમદનો સમાવેશ થાય છે. ભારતીય લશ્કરી અધિકારીઓએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનના 11 આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. સેનાએ આ ઠેકાણાઓની સેટેલાઇટ તસવીરો જાહેર કરી. જેમાં હુમલા પહેલા અને પછીની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. આ તરફ, ભાજપે દાવો કર્યો છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ પણ આતંકવાદીઓના જનાજામાં હાજરી આપી હતી. મરિયમ હાલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી છે. આ પહેલા 8 મેના રોજ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આતંકવાદીઓના જનાજાના ફોટા બતાવ્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ તેમાં સામેલ હતા. આ બધા આતંકવાદીઓ 7 એપ્રિલે એરફોર્સ દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા. મરિયમ નવાઝ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડના જનાજામાં સામેલ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લશ્કર-એ-તોયબાના આતંકવાદી અબુ જુંદાલના જનાજામાં પાકિસ્તાનના મોટા નેતાઓ અને સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પુત્રી અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પણ હાજરી આપી હતી. અબુ જુંદાલ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. પાકિસ્તાનના 11 લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા ભારતીય દળોના ત્રણેય DGMOએ 11 પાકિસ્તાની આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓની સેટેલાઇટ તસવીરો પણ જાહેર કરી. જેને ઓપરેશન સિંદૂર હેઠળ નિશાન બનાવવામાં આવ્યા હતા. 7 મે: સેનાએ પાકિસ્તાનમાં 9 ઠેકાણાઓને નિશાન બનાવ્યા ભારતના ઓપરેશન સિંદૂર હેઠળ, 7 મેના રોજ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. આમાં PoKના સવાલ નાલા, ગુલપુર, અબ્બાસ, સૈયદના બિલાલ, બર્નાલાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના બહાવલપુર, મુરીદકે, સરજલ અને મહમૂના જોયામાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. Topics: