સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના ચાહકો પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. યૂઝર્સ તેના પર કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. રવિવારે લંડનના રૉયલ આલ્બર્ટ હોલમાં એક્ટર રામ ચરણ અને ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે જુનિયર એનટીઆરે ફિલ્મ ‘આરઆરઆર’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. જુનિયર એનટીઆરની એન્ટ્રી થતાંની સાથે જ તેના ચાહકો ખુશ થઈ ગયા અને એક્ટર સાથે ફોટો પાડવાનો આગ્રહ કરવા લાગ્યા. વીડિયોમાં, તે પોતાના ચાહકોને શાંતિ જાળવવા અને કાર્યક્રમમાં હાજર સુરક્ષા ટીમને સહયોગ આપવા વિનંતી કરી રહ્યો છે. આમ છતાં, જ્યારે તેના ચાહકોએ હોબાળો મચાવ્યો, ત્યારે જુનિયર એનટીઆર તેના પર ગુસ્સે થયો. તે કહેતો જોવા મળ્યો, ‘હું તમારી સાથે સેલ્ફી પડાવીશ, પણ તમારે રાહ જોવી પડશે. જો તમે આવું વર્તન કરશો તો સિક્યુરિટી તમને બહાર ફેંકી દેશે.’ જુનિયર એનટીઆર ‘વોર 2’માં જોવા મળશે નોંધનીય છે કે, જુનિયર એનટીઆર ટૂંક સમયમાં બોલિવૂડ એક્ટર ઋત્વિક રોશન સાથે ફિલ્મ ‘વોર 2’માં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.