P24 News Gujarat

‘હુમલાખોર બચી ગયો!! તું હોત ઢીબી નાખત’:ICUમાં સૈફની વાત સાંભળીને ઇબ્રાહિમ રડવા લાગ્યો, તૈમૂરની હોસ્પિટલ લઈ જવાની વાત પાયાવિહોણી ગણાવી

15 જાન્યુઆરીની મોડી રાતે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા માર્યા હતા. સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. તે સમયે એવા એહેવાલો સામે આવ્યા હતા કે ઇબ્રાહિમ અલી ખાન અને તૈમૂર તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ ગયા હતા, જોકે હવે ઇબ્રાહિમે આ વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે- હુમલા બાદ સૈફ પોતે ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો અને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. ઇબ્રાહિમે એમ પણ કહ્યું કે- સર્જરી પછી સૈફે તેને કહ્યું હતું કે જો તું (ઇબ્રાહિમ) ઘરમાં હાજર હોત તો હુમલાખોરને મારી-મારીને ધોઈ નાખ્યો હોત. તાજેતરમાં, GQ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં, ઈબ્રાહિમ અલી ખાને તેના પિતા સૈફ પર થયેલા હુમલા વિશે વાત કરી હતી. તેને કહ્યું કે, હું નાઈટ શિફ્ટમાં શૂટિંગ કરી રહ્યો હતો. તેના પર રાતે 2:30 વાગ્યે છરી વડે હુમલો થયો હતો અને મને સવારે 5:30 વાગ્યે સમાચાર મળ્યા. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું તરત જ તેને મળવા ગયો. સર્જરી પછી તે ICU માંથી બહાર આવ્યા. તેણે આંખો ખોલી અને સારા સાથે થોડી વાર વાત કરી અને પછી મારા વિશે પૂછ્યું. હું ખૂબ ખુશ હતો. પછી તેણે કહ્યું- જો તું ત્યાં હોત તો તે હુમલાખોરને મારી-મારીને પાડી દીધો હોત. કાશ હું ત્યાં હોત. ઇબ્રાહિમે આગળ કહ્યું- જે લોકો એમ કહી રહ્યા છે કે હું મારા નાના ભાઈ સાથે તેમને હોસ્પિટલ લઈ ગયો હતો, તો તેમને હું કહેવા માંગુ છું કે તે જાતે જ હોસ્પિટલ ગયા હતા. તેમના શરીરમાં છરીનો ટુકડો ફસાયેલો હતો, આ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં જઈ કહ્યું- મને મદદની જરૂર છે. જ્યારે ઇબ્રાહિમને પૂછવામાં આવ્યું કે- શું તે આ ઘટના પછી તેના પિતાની વધુ નજીક આવ્યો, ત્યારે તેણે કહ્યું- હું તેની વધુ નજીક અનુભવું છું. જો આપણા પરિવારમાં કોઈનું જીવન જોખમમાં હોય, તો આપણે તેને હળવાશથી લેતા નથી. આ પછી તમારો સંબંધ વધારે ખાસ બની જાય છે. સૈફ પર કેવી રીતે હુમલો થયો?

​15 જાન્યુઆરીની મોડી રાતે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા માર્યા હતા. સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. તે સમયે એવા એહેવાલો સામે આવ્યા હતા કે ઇબ્રાહિમ અલી ખાન અને તૈમૂર તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ ગયા હતા, જોકે હવે ઇબ્રાહિમે આ વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે- હુમલા બાદ સૈફ પોતે ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો અને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. ઇબ્રાહિમે એમ પણ કહ્યું કે- સર્જરી પછી સૈફે તેને કહ્યું હતું કે જો તું (ઇબ્રાહિમ) ઘરમાં હાજર હોત તો હુમલાખોરને મારી-મારીને ધોઈ નાખ્યો હોત. તાજેતરમાં, GQ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં, ઈબ્રાહિમ અલી ખાને તેના પિતા સૈફ પર થયેલા હુમલા વિશે વાત કરી હતી. તેને કહ્યું કે, હું નાઈટ શિફ્ટમાં શૂટિંગ કરી રહ્યો હતો. તેના પર રાતે 2:30 વાગ્યે છરી વડે હુમલો થયો હતો અને મને સવારે 5:30 વાગ્યે સમાચાર મળ્યા. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું તરત જ તેને મળવા ગયો. સર્જરી પછી તે ICU માંથી બહાર આવ્યા. તેણે આંખો ખોલી અને સારા સાથે થોડી વાર વાત કરી અને પછી મારા વિશે પૂછ્યું. હું ખૂબ ખુશ હતો. પછી તેણે કહ્યું- જો તું ત્યાં હોત તો તે હુમલાખોરને મારી-મારીને પાડી દીધો હોત. કાશ હું ત્યાં હોત. ઇબ્રાહિમે આગળ કહ્યું- જે લોકો એમ કહી રહ્યા છે કે હું મારા નાના ભાઈ સાથે તેમને હોસ્પિટલ લઈ ગયો હતો, તો તેમને હું કહેવા માંગુ છું કે તે જાતે જ હોસ્પિટલ ગયા હતા. તેમના શરીરમાં છરીનો ટુકડો ફસાયેલો હતો, આ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં જઈ કહ્યું- મને મદદની જરૂર છે. જ્યારે ઇબ્રાહિમને પૂછવામાં આવ્યું કે- શું તે આ ઘટના પછી તેના પિતાની વધુ નજીક આવ્યો, ત્યારે તેણે કહ્યું- હું તેની વધુ નજીક અનુભવું છું. જો આપણા પરિવારમાં કોઈનું જીવન જોખમમાં હોય, તો આપણે તેને હળવાશથી લેતા નથી. આ પછી તમારો સંબંધ વધારે ખાસ બની જાય છે. સૈફ પર કેવી રીતે હુમલો થયો? 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *