P24 News Gujarat

‘પાકિસ્તાની એક્ટર્સને એક પણ રૂપિયો ન આપવો જોઈએ’:’સનમ તેરી કસમ’ના મેકર્સ પાકિસ્તાની એક્ટ્રેસ પર ભડક્યાં, કહ્યું- અહીંનું ખાઈને અહીંનું જ ખોદે છે

પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના મુખ્ય કલાકારો હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકન વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અધુરામાં પૂરું આ વિવાદમાં હવે ફિલ્મના મેકર્સ પણ જોડાઈ ગયા છે. તેમનું કહેવું છે કે, તે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનું સમર્થન કરે છે અને તેમને એક પણ રૂપિયો ન આપવો જોઈએ. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના નિર્માતાઓ રાધિકા રાવ અને વિનય સપ્રુએ જણાવ્યું હતું કે, ‘ભારતીયો વર્ષોથી સીમા પારના આતંકવાદનો ભોગ બની રહ્યા છે, જેમાં અનેક નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. તેવામાં આઘાતજનક વાત એ છે કે, આવી પરિસ્થિતિ હોવા છતાં, ભારતમાં કામ કરનારા પાકિસ્તાની કલાકારોને અહીં પ્રેમ, આદર અને તકો મળી છે. છતાં તે આતંકવાદ પર કોઈ સ્પષ્ટ નિવેદન નથી આપી રહ્યાં, કેટલાક તો ચૂપ છે. જ્યારે કેટલાક તો ખરાબ નિવેદનો આપી રહ્યાં છે.’ રાધિકા રાવ અને વિનય સપ્રુએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ અને તેમને એક રૂપિયો પણ ન આપવો જોઈએ. આપણા દેશની એક મિનિટ પણ ન બગાડવી જોઈએ. તેને એક પણ ભારતીય પ્લેટફોર્મ સાથે ન જોડાવા દેવા જોઈએ. આપણો દેશ અને આપણા લોકોની સુખાકારી સૌથી અગત્યની છે. અમે સરકાર સાથે ઉભા છીએ અને તેના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ફિલ્મની હિરોઈન માવરાએ ‘ઓપરેશન સિંદૂર’ને કાયર પગલું ગણાવ્યું પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને કાયર અને શરમજનક ગણાવ્યું હતું. તેના જવાબમાં ફિલ્મના હીરો હર્ષવર્ધન રાણેએ માવરાની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું, ‘હું બધા કલાકારો અને માણસોનો આદર કરું છું. પછી ભલે તે આ દેશનો હોય, કેન્યાનો હોય કે મંગળનો હોય પરંતુ મારા દેશ વિશે આવા અપમાનજનક શબ્દો માફ કરવા યોગ્ય નથી. હું કોઈને મારા ગૌરવ અને ઉછેરને કચડી નાખવાની મંજૂરી નહીં આપુ. પોતાના દેશ માટે ઊભા રહેવું એ સારી વાત છે પણ બીજા દેશ વિશે નફરતભરી વાતો કરવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી એ યોગ્ય નથી.’ માવરાના નિવેદન બાદ હર્ષવર્ધને સાથે કામ કરવાની ના પાડી દીધી પાકિસ્તાની એક્ટ્રેસની ભારત માટેની પોસ્ટ વાચીને કો-સ્ટાર હર્ષવર્ધન લાલઘૂમ થઈ ગયો હતો. તેણે જાહેર કર્યું હતું કે, જો ‘સનમ તેરી કસમ 2’માં માવરાને કાસ્ટ કરવામાં આવશે તો પોતે એ ફિલ્મ નહીં કરે. આ અંગે માવરાએ વળતો જવાબ આપતા કહ્યું કે, ‘હર્ષવર્ધન તેનું નામ લઈને હેડલાઈન્સમાં આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.’

​પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના મુખ્ય કલાકારો હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકન વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અધુરામાં પૂરું આ વિવાદમાં હવે ફિલ્મના મેકર્સ પણ જોડાઈ ગયા છે. તેમનું કહેવું છે કે, તે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનું સમર્થન કરે છે અને તેમને એક પણ રૂપિયો ન આપવો જોઈએ. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના નિર્માતાઓ રાધિકા રાવ અને વિનય સપ્રુએ જણાવ્યું હતું કે, ‘ભારતીયો વર્ષોથી સીમા પારના આતંકવાદનો ભોગ બની રહ્યા છે, જેમાં અનેક નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. તેવામાં આઘાતજનક વાત એ છે કે, આવી પરિસ્થિતિ હોવા છતાં, ભારતમાં કામ કરનારા પાકિસ્તાની કલાકારોને અહીં પ્રેમ, આદર અને તકો મળી છે. છતાં તે આતંકવાદ પર કોઈ સ્પષ્ટ નિવેદન નથી આપી રહ્યાં, કેટલાક તો ચૂપ છે. જ્યારે કેટલાક તો ખરાબ નિવેદનો આપી રહ્યાં છે.’ રાધિકા રાવ અને વિનય સપ્રુએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ અને તેમને એક રૂપિયો પણ ન આપવો જોઈએ. આપણા દેશની એક મિનિટ પણ ન બગાડવી જોઈએ. તેને એક પણ ભારતીય પ્લેટફોર્મ સાથે ન જોડાવા દેવા જોઈએ. આપણો દેશ અને આપણા લોકોની સુખાકારી સૌથી અગત્યની છે. અમે સરકાર સાથે ઉભા છીએ અને તેના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ફિલ્મની હિરોઈન માવરાએ ‘ઓપરેશન સિંદૂર’ને કાયર પગલું ગણાવ્યું પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને કાયર અને શરમજનક ગણાવ્યું હતું. તેના જવાબમાં ફિલ્મના હીરો હર્ષવર્ધન રાણેએ માવરાની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું, ‘હું બધા કલાકારો અને માણસોનો આદર કરું છું. પછી ભલે તે આ દેશનો હોય, કેન્યાનો હોય કે મંગળનો હોય પરંતુ મારા દેશ વિશે આવા અપમાનજનક શબ્દો માફ કરવા યોગ્ય નથી. હું કોઈને મારા ગૌરવ અને ઉછેરને કચડી નાખવાની મંજૂરી નહીં આપુ. પોતાના દેશ માટે ઊભા રહેવું એ સારી વાત છે પણ બીજા દેશ વિશે નફરતભરી વાતો કરવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી એ યોગ્ય નથી.’ માવરાના નિવેદન બાદ હર્ષવર્ધને સાથે કામ કરવાની ના પાડી દીધી પાકિસ્તાની એક્ટ્રેસની ભારત માટેની પોસ્ટ વાચીને કો-સ્ટાર હર્ષવર્ધન લાલઘૂમ થઈ ગયો હતો. તેણે જાહેર કર્યું હતું કે, જો ‘સનમ તેરી કસમ 2’માં માવરાને કાસ્ટ કરવામાં આવશે તો પોતે એ ફિલ્મ નહીં કરે. આ અંગે માવરાએ વળતો જવાબ આપતા કહ્યું કે, ‘હર્ષવર્ધન તેનું નામ લઈને હેડલાઈન્સમાં આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *