હમ ડરતે નહીં કિસી અણુ બોમ્બ સે, વિસ્ફોટોં ઔર તોપોં સે
હમ ડરતે હૈ તાશકંદ ઔર શિમલા જૈસે સમજોતોં સે
સિયાર ભેડિયોં સે ડર સકતી સિહોં કી એસી ઔલાદ નહીં
ભરતવંશ કે ઇસ પાની કી તુમકો પહચાન નહીં
એટમ બમ બનાકર કે તુમ કિસ મદ મેં ફૂલ ગયે
65, 71 ઔર….99 કે યુદ્ધોં કો તુમ ભૂલ ગયે
તુમ યાદ કરો અબ્દુલ હમીદ ને પેટન ટેંક જલા ડાલા,
હિન્દુસ્તાની નેટો ને અમરીકી જેટ જલા ડાલા
તુમ યાદ કરો ગાઝી કા બેડા ઝટકે મેં હી ડૂબા દિયા
ઢાકા કે જનરલ નિયાઝી કો દૂધ છઠ્ઠી કા પિલા દિયા
તુમ યાદ કરો નબ્બેં હજાર ઉન બંદી પાક જવાનોં કો
તુમ યાદ કરો શિમલા સમજૌતા, ઇન્દિરા કે અહસાનોં કો
ખુલે પ્રશિક્ષણ ખુલે શસ્ત્ર હૈ, ખુલી હુઈ શૈતાની હૈ
સારી દુનિયા જાન ચૂકી યે હરકત પાકિસ્તાની હૈ
બહુત હો ચૂકી મક્કારી બસ બહુત હો ચૂકા હસ્તક્ષેપ
સમજા દો ઉનકો, વરના ભડક ઉઠેગા પૂરા દેશ
દેશ અગર હો ગયા ખડા તો ત્રાહી ત્રાહી મચ જાયેંગી
પાકિસ્તાન કે હર કોનોં મેં મહાપ્રલય આ જાયેગી
ધારા હર મોડ બદલકર લાહોર સે ગુજરેગી ગંગા
ઇસ્લામાબાદ કી છાતી પર લહરાયેંગા ભારત કા તિરંગા ઝંડા
રાવલપિંડી ઔર કરાચી તક સબ કુછ ખાક હો જાયેંગા
સિંધુ નદી કે આરપાર પૂરા ભારત હો જાયેંગા
પાકિસ્તાન યે કાન ખોલકર સુન લે
અબ કી જંગ છિડી તો યહ સુન લે,
નામ નિશાન નહીં હોગા
કાશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગા…. કાશ્મીરના સૌથી સંવેદનશીલ કહેવાતા લાલચોકમાં જ્યારે તાજેતરમાં આ દેશભક્તિ ગીત ગવાયું ત્યારે માત્ર સૈન્ય જ નહીં, પરંતુ સ્થાનિકોમાં પણ દેશભક્તિ જોવા મળી હતી. આ ગીત ગુજરાતના સુરતના યુવાને લલકાર્યું હતું. પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોની આત્માની શાંતિ માટે ચાર મેના રોજ ભારતની આઝાદીના ઈતિહાસમાં પહેલી જ વાર કાશ્મીરના લાલચોકમાં હવન કરીને ભગવો લહેરાવવામાં આવ્યો હતો. આ હવન સુરતના બે યુવાનોએ કર્યો હતો. દિવ્ય ભાસ્કરે હાલમાં તેમની સાથે વાત કરીને કાશ્મીરમાં કેવો માહોલ હતો, કેટલી સિક્યોરિટી હતી, હવન દરમિયાન કોઈ મુશ્કેલી આવી કે નહીં તે અંગે વિગતે વાત કરી હતી. ‘ભગવો લહેરાવી આતંકીઓને જડબાતોડ જવાબ આપવો હતો’
સુરતના ‘સનાતન સેવા ન્યાસ’ના ફાઉન્ડર તથા સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર એવા શિવ ઓમ મિશ્રાએ વાતની શરૂઆત કરતાં કહ્યું, ’22 એપ્રિલે પહલગામમાં આતંકીઓએ ધર્મ પૂછીને હિંદુઓને માર્યા. કાશ્મીરમાં આ પહેલાં પણ આતંકી હુમલા થયા હતા, પરંતુ પહેલી જ વાર ધર્મ પૂછીને મારવામાં આવ્યા. આ ઘટના બાદ દેશભરમાં કેન્ડલ માર્ચ યોજાઈ. આવી જ એક કેન્ડલ માર્ચમાં હું સામેલ થયો. આ દરમિયાન હૃદયમાં થયું કે શું આપણે આટલા કાયર થઈ ગયા કે લોકો આપણને ઘરમાં આવીને મારી જાય છે અને આપણે કેન્ડલ માર્ચ કાઢીને શ્રદ્ધાંજલિ પાઠવી દઈએ. આપણે પ્રતિકાર પણ કરતા નથી. આ દરમિયાન સંકલ્પ કર્યો કે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાશે કે જ્યારે કાશ્મીરમાં ધર્મ પૂછીને હત્યા કરાઈ ત્યાં ભગવો લહેરવામાં આવે અને તેરમાની વિધિ થાય તો મૃતકોની આત્માને શાંતિ મળે.’ તો સુરતના સામાજિક કાર્યકર જેમિશભાઈ કાતરિયા જણાવે છે, ‘હવન કર્યા બાદ લાલચોકમાં ભગવો લહેરાવીને આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની ઈચ્છા હતી. આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ હજી સુધી કોઈએ કાશ્મીરમાં ભગવો લહેરાવ્યો નહોતો.’ ‘સુરતથી અમે 10 લોકો ગયા’
વાતને વિગતે સમજાવતાં જેમિશભાઈ કહે છે, ‘સુરતથી કાશ્મીર અમે એકતા યાત્રા ઇનોવા કારમાં કાઢી હતી. ત્યારબાદ અન્ય રાજ્યો જેવાં કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશથી અમારી સાથે બીજા લોકો જોડાયા હતા.’ શિવ ઓમ મિશ્રા કહે છે, ‘અમે 30 એપ્રિલે સુરતથી કાશ્મીર જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો અમારી સાથે 400-500 લોકો આવવા તૈયાર હતા, પરંતુ છેલ્લે અમે માત્ર દસ લોકોએ જ કાશ્મીર જવાનું નક્કી કર્યું.’ ‘અલગ-અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી પરવાનગી લીધી’
વધુમાં શિવ ઓમ મિશ્રાએ ઉમેર્યું, ‘કાશ્મીરમાં લાલચોક સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાય. આ જ કારણે ત્યાં હવન કરતાં પહેલાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અલગ-અલગ એજન્સીની પરમિશન લેવી જરૂરી હતી. સરકારે અમને ઘણો જ સહયોગ આપ્યો. સરકારે હવન અંગે અમને કોઈ ચોક્કસ સૂચના આપી નહોતી. અમે સરકારને જણાવ્યું હતું કે ચાર મેના રોજ અમે કેટલા વાગ્યે હવન કરીશું, ભગવો લહેરાવીશું અને સરકારે તે પ્રમાણે સિક્યોરિટીની વ્યવસ્થા કરી હતી. BSF, RAF, CRPF તથા સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ઘણો જ સારો હતો. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસેથી પણ પરવાનગી લીધી હતી. બુલેટપ્રૂફ ગાડીઓ પણ સંખ્યાબંધ હતી. આ સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ હતા.’ ‘કાશ્મીરમાં બ્રાહ્મણ શોધવામાં તકલીફ પડી’
વાતને આગળ વધારતાં શિવ ઓમ મિશ્રા કહે છે, ‘અમે સુરતથી પંડિત લઈને ગયા નહોતા. આમ પણ કાશ્મીરી પંડિતોને દુનિયાના સૌથી શ્રેષ્ઠ પંડિત માનવામાં આવે છે. અમારે પાંચ બ્રાહ્મણો પાસે હવન કરાવવો હતો અને તેમના વગર હવન કાર્ય પૂરું થાય નહીં. અમને કાશ્મીરમાં બ્રાહ્મણ શોધવામાં થોડી તકલીફ પડી હતી. અમે બ્રાહ્મણ માટે ત્યાંના શંકરાચાર્ય મંદિર, પંચમુખી હનુમાન મંદિર ગયા અને ત્યાંના મહંત સાથે વાત પણ કરી હતી. શરૂઆતમાં ત્યાંના સ્થાનિક બ્રાહ્મણો હવન કરતાં અચકાયા હતા. તેમના મનમાં એવું હતું કે અમે તો સુરક્ષા સાથે આવ્યા છીએ અને પછી જતા રહીશું. તેમણે તો ત્યાં જ રહેવાનું છે. બ્રાહ્મણો અવારનવાર કામથી દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ જતા હોય છે અને તેમનો પરિવાર પણ ત્યાં જ હોય છે. તેમના મનમાં આશંકા હતી કે ભવિષ્યમાં તેમને કોઈ તકલીફ ના પડે. તેમના મનમાં રહેલી શંકા-કુશંકા દૂર કરીને તેમને વિશ્વાસમાં લઈને તૈયાર કર્યા.’ ‘પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને ટેરર ઇન્ડસ્ટ્રી બનાવવા માગે છે’
શિવ ઓમ મિશ્રા વધુમાં કહે છે, ‘અમે ચાર મેના રોજ સવાર 10 વાગ્યે લાલચોકમાં હવન કર્યો. આમ તો અમારે એક કલાક જ પૂજા વિધિ કરવાની હતી, પરંતુ હવન અઢી વાગ્યા સુધી ચાલ્યો. કાશ્મીરમાં સનાતન ધર્મનો જયઘોષ કરવામાં આવ્યો. હવન પૂર્ણ થયા બાદ અમે લાલચોક પર ભગવો લહેરાવીને દેશને સંદેશ આપ્યો કે કાશ્મીર ને કાશ્મીરીઓ આપણા છે. પહેલગામ હુમલા બાદ એક એવી હવા ચલાવવામાં આવી કે જમ્મુ-કાશ્મીર ફરવા જશો નહીં પણ આ તદ્દન ખોટું છે. કાશ્મીર આપણું જ રાજ્ય છે અને આપણે બધાએ ત્યાં ફરવા જવું જોઈએ અને તે રાજ્યને મજબૂત બનાવવાનું છે. આતંકવાદીઓ ને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને ટેરર ઇન્ડસ્ટ્રી બનાવવા માગે છે અને આપણી સરકાર ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી બનાવવા તરફ આગળ છે. પાકિસ્તાન અને ભારતમાં આ જ ફરક છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી બનવું હોય તો કેટલીક અડચણો આવે. એ વાત પણ એટલી જ સાચી કે કાશ્મીરમાં પણ કેટલાક લોકો દેશ વિરોધી છે અને આતંકીઓને મદદ કરી રહ્યા છે. આવા લોકોને શોધવાનું કામ સેના કરી જ રહી છે.’ ‘કાશ્મીરને ભગવામય કરીશું’
જેમિશભાઈએ કહ્યું, ‘કાશ્મીરના લાલચોકમાં આ વખતે અમે માત્ર એક જ ભગવો લહેરાવ્યો હતો. મેં ત્યારે લોકોને આહવાન પણ કર્યું હતું કે જે રીતે હર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું હતું તે જ રીતે કાશ્મીરમાં હર ઘર ભગવા અભિયાન ચલાવીને આખા કાશ્મીરને ભગવામય કરીશું.’ ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ હવનનાં દર્શન કર્યાં’
શિવ ઓમ મિશ્રાના ચહેરા પર ગર્વ જોવા મળ્યો જ્યારે તેમણે કહ્યું, ‘હવનનાં દર્શન માટે હિંદુ-મુસ્લિમ બંને કમ્યુનિટી આવી હતી. અમે સ્થાનિકો સાથે મળીને આ હવન કર્યો છે. હવન જ નહીં, અમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. ત્યારબાદ ગંગાજળથી લાલચોકનું પવિત્રિકરણ કરીને નાળિયેર વધેરીને શુદ્ધિકરણ કર્યું. ત્યારબાદ ધર્મ કી જય હો, અર્ધમ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો, ગૌમાતા, ગંગા માતા, ભારત માતા કી જય, સત્ય સનાતન ધર્મ કી જય હો… જેવા જયઘોષ પણ કરવામાં આવ્યા હતા. આ જયઘોષમાં સ્થાનિક કાશ્મીરોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને નારા લગાવ્યા.સિક્યોરિટી જવાનો સાથે સંવેદનશીલ વિસ્તાર હોવાથી ખાસ વાતો ના થઈ પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં તેમને સલામી આપી હતી.’ ‘લાહોરમાં જઈને હવન કરીને ભગવો લહેરાવીશું’
હવન દરમિયાન મનમાં ડર હતો કે નહીં તે સવાલના જવાબમાં શિવ ઓમ મિશ્રા જણાવે છે, ‘સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે હવન થાય ત્યારે ખોટી શક્તિઓ આક્રમણ કરતી હોય છે એટલે અમારી તૈયારી હતી કે અમે લડીશું. અલબત્ત, અમને સૈન્ય ને પોલીસ જવાનો પર પૂરો ભરોસો હતો. જ્યારે મોટાભાઈઓ આપણી સાથે હોય તો મનમાં ડર ના હોય. મને આર્મી અને તેમની બહાદૂરી પર વિશ્વાસ ને ગર્વ છે. મેં મારી પત્ની સાથે બેસીને હવન કર્યો ત્યારે મારા મનમાં ડર નહીં, પરંતુ એ વાત ચોક્કસ હતી કે જો કાશ્મીરના લાલચોકમાં હવન કરવાની આવી તક મળતી હોય તો જીવનમાં માત્ર એક વાર મરવાનું છે તો મોત આવે તો પણ વાંધો નથી.’ શિવ ઓમ મિશ્રાની વાતમાં સૂર પૂરાવતાં જેમિશભાઈ બોલ્યા, ‘ડરની વાત કરું તો, દેશ માટે શહીદ થવાની તક ભાગ્યે જ મળતી હોય છે. અમારા મનમાં હતું કે જો કંઈ હુમલો થયો તો આપણે મક્કમતાથી તેનો સામનો કરીશું. કાશ્મીર આપણા દેશનો હિસ્સો છે અને કાશ્મીરીઓ આપણા છે. અમે આતંકવાદની વિરુદ્ધમાં છીએ. જો આતંકવાદીઓ હજી પણ નહીં સુધરે તો અમારી તૈયારી એવી છે કે પાકિસ્તાનના લાહોરમાં જઈને હવન કરીને ભગવો લહેરાવીશું.’ ‘કાશ્મીરીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા’
હવન બાદ લાલચોકમાં કેટલો સમય રોકાયા તેવા એક સવાલના જવાબમાં શિવ ઓમ મિશ્રા કહે છે, ‘સેન્ટ્રલ એજન્સી પાસે ઇનપુટ્સ હતા કે કંઈ પણ થઈ શકે છે એટલે અમારું કાર્ય પૂરું થતાં જ અમે લાલચોકથી બીજા સલામત સ્થળે ગયા. ત્યારબાદ બે દિવસ કાશ્મીર ફર્યા. ત્યાંના સ્થાનિકો ઘણા જ સારા છે. શિકારા ચલાવનારા લોકો સાથે વાત થઈ તેમણે એવું કહ્યું કે તેઓ પોતાને ભારતીય જ માને છે. તેઓ ટૂરિસ્ટને આવકારવા આતુર છે અને તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. પાકિસ્તાન વિરુદ્ધની લડાઈમાં તેઓ ભારતની સાથે છે. કાશ્મીરીઓએ પહેલગામ હુમલા બાદ દરેક ચાર રસ્તે ભેગા થઈને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને સંદેશ આપ્યો કે તેઓ ભારતીય છે અને આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની જંગમાં એક સાથે છે. તેઓ આ જંગ માટે જે પણ કરવાનું થશે તે સાથે મળીને કરશે. પાકિસ્તાન સતત દુનિયાને એ બતાવવાનો પ્રયાસ કરે છે કે કાશ્મીરીઓ તેમની સાથે છે અને ભારતની વિરુદ્ધમાં છે, પરંતુ કાશ્મીરીઓએ પાકિસ્તાનની આ ચાલ સફળ થવા દીધી નથી.’ ‘પહેલગામ હુમલા બાદ કાશ્મીરીઓની આર્થિક સ્થિતિ ગંભીર બની’
શિવ ઓમ મિશ્રા થોડા દુઃખ સાથે જણાવે છે, ‘પહેલગામ હુમલા બાદ શિકારાવાળા અત્યારે બેકાર બની ગયા છે. આતંકી ઘટનાને કારણે ટુરિસ્ટની સંખ્યામાં મોટાપાયે ઘટાડો થયો છે. આ જ કારણે તેમની આર્થિક સ્થિતિ ગંભીર બની ગઈ. અમે નારો આપ્યો કે કાશ્મીર કાશ્મીરી દોનોં હમારે હૈ, હમ સાથ મિલકર આતંકવાદ કે વિરોધ મેં લડેંગે, આતંકવાદ સે જીતેંગે ઔર ઇનકી આનેવાલી સાત પુશ્તોં કો યાદ કરાયેંગે કિ ઐસી ઘટના દુબારા હુઈ તો ઉસકા ક્યા પરિણામ હોગા.’ સરકારે ઓપરેશન સિંદૂરથી જે કામ કર્યુ છે તેને કારણે પહેલગામ હુમલામાં મોતને ભેટલા તમામ લોકોની આત્માને શાંતિ મળી હશે તેમાં કોઈ શંકા નથી.’ ‘કાશ્મીરમાં ડરનો માહોલ છે’
કાશ્મીરના માહોલ અંગે શિવ ઓમ શર્મા કહે છે, ‘પહલગામ હુમલા બાદ કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી. ઠેર-ઠેર મિલિટરી હતી. કાશ્મીરીઓ કરતાં સૈન્ય-પોલીસ વધારે હોય તેવો માહોલ હતો. કાશ્મીરની સાથે સાથે અમરનાથ યાત્રા ને વૈષ્ણોદેવીનાં દર્શન કરતા લાખો હિંદુઓ છે. જો આ યાત્રામાં કંઈ થાય તો લોકોમાં ભયનું વાતાવરણ બને. આ જ કારણે સિક્યોરિટી સઘન છે.’ કાશ્મીરના માહોલ અંગે જેમિશભાઈનો મત હતો, ‘કાશ્મીરમાં ડરનો માહોલ છે. સ્થાનિક લોકો આતંકવાદની વિરુદ્ધમાં છે અને તેમણે પણ પહલગામ હુમલાને વખોડ્યો હતો. કાશ્મીરીઓ પણ ઈચ્છે છે કે આતંકવાદનો સફાયો થાય. આજે જ્યારે પાકિસ્તાન-ભારત વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે તમામ દેશવાસીઓને સેના પર ગર્વ છે. હુમલાને કારણે કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા એકદમ ઘટી જતાં ત્યાંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.’ ‘અમે પાકિસ્તાન સામે લડવા તૈયાર છીએ’
છેલ્લે શિવ ઓમ મિશ્રાએ વાત પૂરી કરતાં કહ્યું હતું, ‘અમે પણ ગુજરાતના દરેક જિલ્લામાંથી 200-200 લોકો તૈયાર કરીને જો યુદ્ધમાં નાગરિકોને પણ જવું પડે તો યુદ્ધમાં જઈને મરવા ને મારવા માટે તૈયાર છીએ. આ સમયે ભારતીય સેનાનું મનોબળ વધારીને આપણા દેશ ને આર્મીના સ્વાભિમાન માટે સાથે ઊભા રહેવાનો સમય છે. દેશના યુવાનો માત્ર રીલ કે વીડિયો બનાવવા માટે નથી તેમણે પણ સેનાને મદદ કરવી જોઈએ. રહી વાત અમારી તો, અમે કાયરો નથી, શૂરવીરો છીએ, મા ભારતીનાં સંતાનો છીએ, સરકારને જ્યારે પણ જરૂર પડે ત્યારે ભારતના હજારો યુવાનો ભેગા થઈને પાકિસ્તાનને તેની ઔકાત બતાવવા માટે તૈયાર છીએ.’