2018નું નવું વર્ષ હજુ શરૂ જ થયું હતું. શિયાળાની ઠંડી ચાલુ હતી. અન્ય ગામોની માફક ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામે પણ પતિ-પત્ની રાત્રે વાળું કરીને સૂતા હતા. મધરાત થઈ ત્યાં કઈક અવાજ થયો. દંપતી ઊંઘમાંથી જાગે એ પહેલા જ કેટલાક ઇસમો વંડી ટપીને મકાનમાં ઘૂસ્યા. પછી સૂઈ રહેલા બંને ઉપર લાકડાના દંડા અને અન્ય હથિયારો વડે તૂટી પડ્યા. દંપતી અચાનક થયેલા હુમલાથી ડઘાઈ ગયું. ઘૂસેલા ઈસમોએ પુરુષને ખૂબ માર મારીને રૂમમાં પૂરી દીધો. જ્યારે તેની પત્નીને બહાર રાખી. મહિલા કંઈ સમજે એ પહેલા તો તેના કાનની બૂટ, નાકની ચૂક, નથણી ખેંચી લીધી. મહિલા દર્દથી રાડ પાડી ઉઠી. ત્યાર બાદ ઈસમોએ ઘરમાં પેટીમાં મૂકેલા રોકડ રૂપિયા ઊઠાવ્યા. થોડીવાર પછી અંધારામાં ગાયબ થઈ ગયા. અસહ્ય માર સહન ન કરી શકતા પુરુષનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. કેસની તપાસ કરી પણ પરિણામ આવ્યું શૂન્ય. ‘ક્રાઈમ ફાઇલ્સ’ના આજના એપિસોડમાં વાંચો 7 વર્ષ પહેલા ગુજરાતના પાંચ જિલ્લાઓમાં હાહાકાર મચાવનાર ખૂંખાર ગેંગની વિગતો. જે સૂતેલા લોકો પર કાળ બનીને ત્રાટકતી હતી. 6-6 લોકોને મોતને ઘાટ ઉતારનાર આ શાતિર ગેંગને અમરેલીના તત્કાલિન એસપી નિર્લિપ્ત રાય અને તેની ટીમે ઝબ્બે કરી હતી. વલ્લભીપુર તાલુકામાં બનેલી ઘટનાના 10 મહિના પછી 9 ઓક્ટોબર, 2018ના રોજ વધુ એક બનાવ સામે આવ્યો. દિવાળી નજીક હતી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના બોરાણા ગામની સીમમાં રહેતા 100 વર્ષના વૃદ્ધા ઘરમાં એકલા સૂતા હતા. અચાનક એક ટોળકી ઘરુમાં ઘૂસી ગઈ. આવીને તરત જ વૃદ્ધાને માર મારવાનો શરૂ કર્યો. સામે વૃદ્ધાએ પણ ટોળકીનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો. જેથી ટોળકીમાં આવેલા માણસોએ વૃદ્ધાને પકડીને ગળું દબાવ્યું. થોડીવારમાં વૃદ્ધાનો શ્વાસ રુંધાઈ ગયો અને મોતને ભેટ્યાં. સવારે પોલીસ આવી તો વૃદ્ધાની લાશ ફળિયામાં પડી હતી. તેમના કાનમાંથી સોનાની કડીઓ ગાયબ હતી. પોલીસે આ કેસની પણ તપાસ ચલાવી પણ કોઇ સફળતા ન મળી. બે મહિના જ વીત્યા હશે કે વધુ એક શૉકિંગ બનાવ સામે આવ્યો. 9 ડિસેમ્બર, 2018ના રોજ અમદાવાદથી માત્ર 40 કિમી દૂર ધંધુકા તાલુકાના ગલસાણા ગામની સીમમાં એક ટોળકી ત્રાટકી હતી. રાત્રે ભરવાડ દંપતી પોતાની વાડીએ ઊંઘમાં હતું કે કેટલાક ઇસમો આવ્યા હતા. તેમણે નિંદ્રાધીન દંપતીને પકડીને ખૂબ માર માર્યો હતો. જેમાં બંનેના કરુણ મોત નિપજ્યા હતા. સવારે પોલીસે આવીને જોયું તો ભરવાડ દંપતીના ઘરમાંથી પણ પણ સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ગુમ હતા. પહેલાના બે કેસની જેમ આ ત્રીજા કેસમાં પણ પોલીસ કંઇ ઉકાળી શકી નહીં. હજી આ ઘટનાને ગણતરીના દિવસ જ પસાર થયા હશે કે ભાવનગરના શિહોર તાલુકાના ઘાંઘળી ગામે ઘાતકી ગેંગ ત્રાટકી હતી. ઘાંઘળી ગામે સંજય પરમાર પોતાની પત્ની રાધાબેન અને બે બાળકો સાથે સુખેથી ખેતી કરીને રહેતાં હતાં, પરંતુ તેમનું આ સુખ લાંબુ ન ટક્યું. એક રાત્રે અચાનક કેટલાક શખ્સો તેમની વાડીમાં કૂદ્યા. પરિવાર નિંદ્રામાં હતો. ત્યાં દંપતી પર અચાનક જ ધોકા વડે હુમલો થયો. ગભરાયેલો પરિવાર જાગી ગયો. શું કરવું એ ન સૂઝ્યું. અડધી રાતે બૂમાબૂમ થઇ રહી હતી, પરંતુ સીમમાં સાંભળનાર કોઇ હતું નહીં. આ તરફ હુમલાખોરો કાળ બનીને તૂટી પડ્યા હતા. સંજયભાઈ મદદ માગવા માટે અચાનક બહારની તરફ ભાગ્યા, પરંતુ એક શખ્સે તેના દીકરાને પકડી લીધો. તેના ગળા પર ધારિયું રાખીને ધમકી આપી. “પાછો વળી જા.” સંજયભાઈને કંઇ ખબર પડે એ પહેલાં જ તેમના માથામાં જોરદાર પ્રહારો થયા. એ ઢળી પડ્યા. એને પકડીને હુમલાખોરોએ રૂમમાં નાખી દીધો. બહારથી આંકડી વાસી. રાધાને ધમકાવી. સોના ચાંદીના દાગીના અને બીજી કિંમતી ચીજો લૂંટીને બધા ભાગી ગયા. આખો પરિવાર શોકમાં હતો. સંજયને હોસ્પિટલ લઇ ગયા પણ તે બચ્યા નહીં. આ કેસમાં પણ ભાવનગર પોલીસને આરોપીઓના કોઇ સગડ મળ્યા નહોતા. આવી જ વધુ એક ઘટના પછીના પાંચ મહિના બાદ સાયલા તાલુકામાં બની. 9 એપ્રિલ, 2019ના રોજ વાટાવચ્છ ગામે વૃદ્ધ દંપતી રાત્રે વાડીમાં સૂતું હતું અને અચાનક ટોળકીએ મરણતોલ હુમલો કર્યો. અને સોનાની લૂંટ કરી ચલાવી ટોળકી ભાગી છૂટી હતી. પોલીસે લૂંટ સાથે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો. જોકે અસહ્ય માર સહન ન થતાં આ દંપતીનું થોડા દિવસમાં મોત નિપજ્યું હતું. એટલે આ કેસ હત્યાના ગુનામાં પરિવર્તિત થયો હતો. પોલીસ આ ગુનામાં પણ હાથ ઘસતી રહી ગઇ હતી. એક પછી એક લૂંટ અને ઘાતકી હત્યાના ગુના સામે આવતા હતા. શાતિર દિમાગના આરોપીઓ કોઇ કડી ન છોડતા હોવાથી પોલીસ થાકી ગઇ હતી. આરોપીઓ કેમેય કરીને પકડમાં આવતા નહોતા. શું કરવું તેની પોલીસને પણ ખબર પડતી નહોતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા, પણ તેમાં પણ કોઇ સફળતા ન મળી. આશ્ચર્યની વાત તો એ હતી કે તમામ ગુનાઓ જ્યાં અવરજવર ન હોય એવી જગ્યાએ એટલે કે સીમ કે વાડીએ જ બનતા હતા. એટલું જ નહીં તમામ ગુનાઓ અંદાજે 70-80 કિલોમીટરના વિસ્તારમાં બન્યા હતા પણ જિલ્લાઓ અલગ-અલગ રહેતા હતા. સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને અમદાવાદ જિલ્લાની બોર્ડર જ્યાં મળતી હતી એ વિસ્તારોમાં જ મોટાભાગના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. ગુનેગારોનો મુખ્ય ટાર્ગેટ સોના-ચાંદીના ઘરેણાં હતા. આરોપીઓ ધોકાઓ વડે ભોગ બનનારાઓ પર ખૂબ જ નિર્દયતાથી હુમલો કરતા હતા અને સ્ત્રીઓના ઘરેણા શરીરમાંથી ખેંચીને નાસી જતા હતા. દરમિયાન 15 દિવસ પછી એક એવો બનાવ બન્યો જેનાથી નવો જ વળાંક આવ્યો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે એક ઘટના બની. 55 વર્ષના ડાયાભાઈ ઓધડભાઇ અને તેમના પત્ની જાનુબેન સાથે ગામની સીમમાં પોતાના ખેતરમાં રહેતા હતા. જ્યારે તેનો દીકરો પરિવાર સાથે ગામમાં આવેલા ઘરમાં રહેતો હતો. સવારથી સાંજ સુધી પરિવાર વાડીએ સાથે રહેતો અને રાતે દીકરો પત્ની સાથે ગામમાં જતો રહેતો. આ રોજનો ક્રમ હતો. 9 જૂન, 2019ના દિવસે સવારે દીકરા મહેશે ઊઠીને પિતા ડાયાભાઈને ફોન કર્યો. ન ઉપડ્યો તો ફરી ફોન કર્યો તો પણ ન ઉપડ્યો. મહેશને ચિંતા થઈ અને કંઈક અજુગતું લાગ્યું. એટલે તે બાઇક લઈને સીધો વાડીએ પહોંચ્યો. મહેશે વાડીએ જઈને જોયું તો બહાર સુઈ રહેતા મા-બાપ દેખાતા નહોતા અને ઘરનો દરવાજો પણ બહારથી બંધ હતો. તેણે દરવાજો ખોલ્યો તો આંખો ફાટી રહી ગઇ. માતા-પિતા બંને લોહી લુહાણ પડ્યા હતા. એક ખાટલામાં પિતાને બેભાન હાલતમાં બાંધેલા હતા. બીજામાં માતા. દીકરાને જોતા જ મા રડી પડી. જાનુબેને દીકરા મહેશને રડતા-રડતા આખી આપવીતી જણાવી હતી. મોડી રાતે ત્રણેક શખ્સો અંદર વાડીમાં ઘૂસી આવ્યા હતા. તેમાંથી એકે તારા પિતાના મોં પર ધોકો માર્યો. બીજાએ સ્પ્રે છાંટી દીધો. જ્યારે ત્રીજાએ મારા માથામાં કુહાડીનો ઘા માર્યો હતો. એ પછી શું થયું તેની મને કંઈ ખબર નથી. સવારે આંખ ખૂલી તો દાગીના બધા ગાયબ હતા. મહેશ ઘટના બાદ તાત્કાલિક માતા-પિતાને બાબરા હોસ્પિટલે લઈ ગયો. ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી. એટલો બધો માર મારવામાં આવ્યો હતો કે એ જ દિવસે દંપતીને રાજકોટ રિફર કરવામાં આવ્યા. બંને બહુ સિરિયસ હતા પણ સારવાર મળતા જીવ બચી ગયો. જાનુબેનના કાનમાંથી દાગીના ખેંચતા કાન તૂટી ગયા હતા. દંપતી શરૂઆતમાં વાત કરવાની સ્થિતિમાં પણ નહોતા. સદનસીબે બંને બચી ગયા. અન્ય ગુનાની જેમ વધુ એક ગુનો નોંધાયો. પણ આ વખતે લૂંટારું ટોળકીએ એક મોટી ભૂલ કરી દીધી હતી. કેમ કે તેમણે આ વખતે જ્યાં લૂંટ ચલાવી હતી એ દરેડ ગામ અમરેલી જિલ્લામાં આવતું હતું અને અમરેલી જિલ્લામાં ત્યારે એસપી તરીકે બાહોશ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય હતા. આવતી કાલે ક્રાઈમ ફાઈલ્સના બીજા એપિસોડમાં વાંચો કેવી રીતે અમરેલીના તત્કાલીન એસપી નિર્લિપ્ત રાયે ખૂંખાર ગેંગને ઝબ્બે કરી તેની સિલસિલાબંધ વિગતો…