ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કલેક્ટરે જોધપુરમાં તમામ સરકારી અને ખાનગી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ, આંગણવાડી કેન્દ્રો અને કોચિંગ સેન્ટરોમાં રજાઓનો આદેશ પાછો ખેંચી લીધો છે. નવા આદેશો મુજબ, જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 13 મેથી નિયમિત શૈક્ષણિક કાર્યો શરૂ થશે. ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે સોમવારે બપોરે જેસલમેરથી લગભગ 10 કિમી દૂર એક બોમ્બ મળી આવ્યો હતો. સેનાને તાત્કાલિક જાણ કરવામાં આવી. લશ્કરના જવાનોએ તેનો નિકાલ કર્યો. શ્રી ગંગાનગર અને તેના ચાર સબડિવિઝનની સરહદને અડીને આવેલા ત્રણ કિમીના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. ટોર્ચ અને વાહનની હેડલાઇટનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. બપોરે 3 વાગ્યા પછી જેસલમેરના રામગઢથી તનોટ બોર્ડર સુધીના રસ્તા પર દરેકને (સ્થાનિક લોકો સિવાય) મુસાફરી કરવાની મનાઈ છે. જયપુરના સવાઈ માન સિંહ (SMS) સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સોમવારે સ્પોર્ટ્સ કાઉન્સિલના સત્તાવાર ઇમેઇલ પર એક ઇમેઇલ મોકલીને આ ધમકી આપવામાં આવી હતી. જોધપુર, જેસલમેર, કિશનગઢ, બિકાનેર એરપોર્ટ 15 મે સુધી બંધ છે. કોઈપણ પ્રકારની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું નથી. બીજી તરફ, ગઈકાલે (રવિવારે) જેસલમેરમાં સાંજે 7.30થી સવારે 6 વાગ્યા સુધી બિકાનેરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી, શ્રીગંગાનગરમાં સાંજે 7 વાગ્યાથી સૂર્યોદય સુધી અને બાડમેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંધારપટ રહ્યો હતો. જોધપુરમાં કોઈ બ્લેકઆઉટ નહોતું. શાળાઓ અને કોલેજો બંધ થવાની સાથે અહીંની પરીક્ષાઓ પણ હાલપૂરતી મુલતવી રાખવામાં આવશે. હનુમાનગઢમાં પણ બ્લેકઆઉટના આદેશો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. બજારો ખૂલી ગયાં, પરિસ્થિતિ સામાન્ય દેખાઈ
રવિવારે સવારે રાજસ્થાનના સરહદી જિલ્લાઓ જેસલમેર, બાડમેર, શ્રીગંગાનગર, બિકાનેર, જોધપુરમાં બજારો ખૂલી ગયાં હતાં. અહીં સામાન્ય દિવસોની જેમ જ ચહલપહલ હતી. બાડમેર જિલ્લાના ભૂર્તિયા ગામમાં રવિવારે સવારે 4:27 વાગ્યે એક ધડાકાથી લોકો જાગી ગયા. અચાનક આકાશમાંથી એક શંકાસ્પદ વસ્તુ પડી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ સેના અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને શંકાસ્પદ વસ્તુને પોતાના કબજામાં લીધી.