ફ્રાન્સના કાન શહેરમાં 13થી 24 મે દરમિયાન 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ભારતના ઘણા ફિલ્મ સ્ટાર્સ આ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં તેમનો જલવો દેખાડશે. આલિયા ભટ્ટ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરશે
પિંકવિલાના અહેવાલ મુજબ, આલિયા ભટ્ટ આ વર્ષે પહેલીવાર કાનના રેડ કાર્પેટ પર ચાલશે. તે લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે હાજરી આપશે. તે જ સમયે, જેકલીન ફર્નાન્ડીઝ બીજી વખત આ સમારોહનો ભાગ બનશે. ગયા વર્ષની જેમ આ વખતે પણ ઉર્વશી રૌતેલા ફેસ્ટિવલમાં ગ્લેમર વધારશે. ઐશ્વર્યા રાય બચ્ચન પણ પોતાની સુંદરતા અને સ્ટાઇલથી રેડ કાર્પેટની શોભામાં વધારો કરશે. ‘હોમબાઉન્ડ’નું સ્ક્રીનિંગ અને ભારતીય પ્રતિભાઓની હાજરી
આ વર્ષે ફેસ્ટિવલમાં ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા તેમની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ રજૂ કરશે. આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર ‘અન સર્ટેન રિગાર્ડ’ વિભાગમાં યોજાશે. અહેવાલો અનુસાર, આ ત્રણેય સ્ટાર્સ રેડ કાર્પેટ પર પણ જોવા મળશે. ઉપરાંત, ડિરેક્ટર નીરજ ઘાયવાન અને ફિલ્મ મેકર કરન જોહર પણ આ ફેસ્ટિવનો ભાગ બનશે. અનુપમ ખેર પણ ભાગ લઈ શકે છે
પીઢ અભિનેતા અનુપમ ખેરની દિગ્દર્શિત પહેલી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’નું પણ પ્રીમિયર થશે. એવામાં, ફિલ્મ ફેસ્ટિવમાં તેમની હાજરી જોવા મળે તો એમાં કોઈ નવાઈની વાત નહિ હોય. સત્યજીત રેની ક્લાસિક ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ
એક્ટ્રેસ શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ કાન 2025માં સત્યજીત રેની 1970ની ક્લાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાતરી’ના રિ-સ્ટોર વર્ઝનની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. ઐશ્વર્યાએ 2002માં પહેલીવાર રેડ કાર્પેટ પર વોક કર્યું હતું
ફેશનની દુનિયામાં કાનનું રેડ કાર્પેટ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ફિલ્મોના પ્રમોશનની સાથે અહીં ફરતા સેલેબ્સ પણ નવા ડિઝાઇનર્સના આઉટફિટનું પ્રદર્શન કરે છે. આ સાથે ફ્રાન્સને તેની સંસ્કૃતિ રજૂ કરવાનો મોકો પણ મળે છે. ઐશ્વર્યા રાય બચ્ચન 2002 થી લગભગ દર વર્ષે કાનમાં હાજરી આપે છે. આ વખતે પણ ઐશ્વર્યા રાય બચ્ચન, અદિતિ રાવ હૈદરી અને શોભિતા ધુલીપાલા જેવા સેલેબ્સ કાનમાં રેડ કાર્પેટ પર જોવા મળશે. અત્યાર સુધી, ઐશ્વર્યા, દીપિકા સિવાય, સોનમ કપૂર, અનુષ્કા શર્મા અને સારા અલી ખાન સહિત ભારતના ઘણા સેલેબ્સે કાનની રેડ કાર્પેટ પર વોક કર્યું છે. હવે ચાલો જાણીએ કાન ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસ વિશે… કાનની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? બીજા વિશ્વયુદ્ધને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો આ ફેસ્ટિવલ આખરે 1946માં શરૂ થયો