P24 News Gujarat

‘મારી માતાને મારા પિતા લાતો અને મુક્કા મારતા’:એક્ટ્રેસ શાઇની દોશીએ કહ્યું- ‘લોકો મને પ્રોસ્ટિટ્યૂટ કહેતા’; ‘સરસ્વતી ચંદ્ર’ સિરીયલ બાદ લોકોના મોં સિવાઈ ગયાં

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શાઇની દોશીએ તેના કરિયરના શરૂઆતના સંઘર્ષથી લઈને તેના લગ્ન અને અંગત જીવન સુધીના વિવિધ પાસાઓ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે કોઈ પણ ફિલ્મી પૃષ્ઠભૂમિ વિના તેણે આ ઉદ્યોગમાં પોતાને કેવી રીતે સ્થાપિત કરી અને તેણે કેવા-કેવા પડકારોનો સામનો કર્યો. ‘હું ડૉક્ટર બનવા માગતી હતી’
સિદ્ધાર્થ કન્નન સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, શાઇની દોશીએ ખુલાસો કર્યો કે, એક્ટિંગની દુનિયામાં પગ મૂકવો તેના માટે સરળ નહોતો. શાઈનીએ કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક્ટ્રેસ બનશે. શાઇનીએ કહ્યું, ‘માતા હંમેશા ઇચ્છતી હતી કે હું એક્ટ્રેસ બનું, પણ હું ડૉક્ટર બનવા માગતી હતી.’ તેણે આગળ કહ્યું, ‘મેં નાની ભૂમિકાઓથી શરૂઆત કરી હતી. ‘સરસ્વતીચંદ્ર’ અને ‘જમાઈ રાજા’ જેવા શોથી લોકો મને ઓળખવા લાગ્યા. દરેક પ્રોજેક્ટમાં, મેં મારાં પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો અને દર્શકોનો પ્રેમ પણ મેળવ્યો. આ મારી ખરી સફળતા છે.’ પોતાની કારકિર્દીની સાથે, શાઇનીએ પોતાના અંગત જીવન વિશે પણ ખૂલીને વાત કરી. તેણે કહ્યું, ‘હવે મારા લગ્ન થઈ ગયા છે. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે. તે મને ખૂબ જ સુરક્ષિત અનુભવ કરાવે છે.’ ‘મારા પિતા મારી માતા પર હાથ ઉપાડતા હતા.’
શાઈનીએ જણાવ્યું કે તેનું બાળપણ બહુ સારું નહોતું. તેણે જણાવ્યું કે તેના પિતા તેની માતાને માર મારતા હતા. તેણે કહ્યું, ‘મારા પિતા મારી માતા પર હાથ ઉપાડતા હતા. મારી માતાને લાતો અને મુક્કા મારતા હતા અને હું આ બધું નજરો નજર જોતી હતી. તે સમયે હું ખૂબ ડરી જતી હતી. તેથી, હું મારી જાતને મારા રૂમમાં બંધ કરી લેતી હતી. હું બાળક હતી, પણ બધું જોતી હતી. પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા હતા. મારે મારી શાળા અને કોલેજની ફી જાતે ચૂકવવી પડતી હતી. અમારી સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તે સમયે, મારે દીકરાની જેમ પરિવારની જવાબદારી લેવી પડતી હતી.’ પરિવારે કહ્યું- ‘તે એક્ટ્રેસ નથી, તે ‘પ્રોસ્ટિટ્યૂટ છે’
શાઇનીએ જણાવ્યું કે જ્યારે તેણે મોડેલિંગ અને એક્ટિંગમાં પ્રવેશ કર્યો, ત્યારે તેને પોતાના પરિવારના સભ્યો તરફથી મ્હેણાં- ટોણાનો સામનો કરવો પડ્યો. તેને કહ્યું કે, મારા પોતાના પરિવારના સભ્યો મને પ્રોસ્ટિટ્યૂટ કહેતા હતા. તેઓ કહેતાં હતાકે ‘તેની માતા તેને એક્ટિંગ કરાવી રહી છે, તે મોડેલિંગ કરી રહી છે, તે પ્રોસ્ટિટ્યૂટ બની જશે. પણ મેં ક્યારેય જવાબ આપ્યો નહીં. મારી સફળતા જ મારો જવાબ બની ગઈ. જ્યારે ‘સરસ્વતીચંદ્ર’ ટીવી પર આવી, ત્યારે બધાનાં મોં સિવાઈ થઈ ગયાં.’ શાઇનીએ એ પણ ખુલાસો કર્યો કે, જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેના પિતા તેને પ્રોસ્ટિટ્યૂટ કહેતા હતા. તેણે કહ્યું, ‘અમદાવાદમાં મારું પ્રિન્ટ શૂટિંગ ખૂબ મોડે સુધી ચાલતું હતુ – ક્યારેક રાત્રે 2 કે 3 વાગ્યે પેક-અપ થતું. મમ્મી દરેક શૂટિંગ વખતે મારી સાથે રહેતી હતી, ત્યારે હું ફક્ત 16 વર્ષની હતી અને જ્યારે અમે ઘરે આવીએ, ત્યારે એવું નહોતું કે કોઈ પૂછે, ‘તમે ઠીક છો?’, ‘તમે સુરક્ષિત છો?’ ઊલટાનું લોકો બીભત્સ શબ્દો કહેતો – જેમ કે, ‘રાતના ૩ વાગ્યા સુધી લઈ જઈ રહ્યા છો?’, ‘ધંધો કરવા લઈ જઈ રહી છે કે શું?’ ‘સરસ્વતી ચંદ્ર’ થી ઓળખ મળી
શાઇની 2012 માં મુંબઈ આવી હતી. તેના બેંક ખાતામાં ફક્ત 15,000 રૂપિયા હતા. તેણે અમદાવાદમાં નાની-નાની જાહેરાતોથી મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. દિવસના શૂટિંગ માટે ₹3000 માં કામ કર્યું. પછી તેને સંજય લીલા ભણસાલીનો શો ‘સરસ્વતી ચંદ્ર’ મળ્યો અને આ શોએ જ તેને ઓળખ આપી.’

​તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શાઇની દોશીએ તેના કરિયરના શરૂઆતના સંઘર્ષથી લઈને તેના લગ્ન અને અંગત જીવન સુધીના વિવિધ પાસાઓ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે કોઈ પણ ફિલ્મી પૃષ્ઠભૂમિ વિના તેણે આ ઉદ્યોગમાં પોતાને કેવી રીતે સ્થાપિત કરી અને તેણે કેવા-કેવા પડકારોનો સામનો કર્યો. ‘હું ડૉક્ટર બનવા માગતી હતી’
સિદ્ધાર્થ કન્નન સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, શાઇની દોશીએ ખુલાસો કર્યો કે, એક્ટિંગની દુનિયામાં પગ મૂકવો તેના માટે સરળ નહોતો. શાઈનીએ કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક્ટ્રેસ બનશે. શાઇનીએ કહ્યું, ‘માતા હંમેશા ઇચ્છતી હતી કે હું એક્ટ્રેસ બનું, પણ હું ડૉક્ટર બનવા માગતી હતી.’ તેણે આગળ કહ્યું, ‘મેં નાની ભૂમિકાઓથી શરૂઆત કરી હતી. ‘સરસ્વતીચંદ્ર’ અને ‘જમાઈ રાજા’ જેવા શોથી લોકો મને ઓળખવા લાગ્યા. દરેક પ્રોજેક્ટમાં, મેં મારાં પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો અને દર્શકોનો પ્રેમ પણ મેળવ્યો. આ મારી ખરી સફળતા છે.’ પોતાની કારકિર્દીની સાથે, શાઇનીએ પોતાના અંગત જીવન વિશે પણ ખૂલીને વાત કરી. તેણે કહ્યું, ‘હવે મારા લગ્ન થઈ ગયા છે. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે. તે મને ખૂબ જ સુરક્ષિત અનુભવ કરાવે છે.’ ‘મારા પિતા મારી માતા પર હાથ ઉપાડતા હતા.’
શાઈનીએ જણાવ્યું કે તેનું બાળપણ બહુ સારું નહોતું. તેણે જણાવ્યું કે તેના પિતા તેની માતાને માર મારતા હતા. તેણે કહ્યું, ‘મારા પિતા મારી માતા પર હાથ ઉપાડતા હતા. મારી માતાને લાતો અને મુક્કા મારતા હતા અને હું આ બધું નજરો નજર જોતી હતી. તે સમયે હું ખૂબ ડરી જતી હતી. તેથી, હું મારી જાતને મારા રૂમમાં બંધ કરી લેતી હતી. હું બાળક હતી, પણ બધું જોતી હતી. પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા હતા. મારે મારી શાળા અને કોલેજની ફી જાતે ચૂકવવી પડતી હતી. અમારી સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તે સમયે, મારે દીકરાની જેમ પરિવારની જવાબદારી લેવી પડતી હતી.’ પરિવારે કહ્યું- ‘તે એક્ટ્રેસ નથી, તે ‘પ્રોસ્ટિટ્યૂટ છે’
શાઇનીએ જણાવ્યું કે જ્યારે તેણે મોડેલિંગ અને એક્ટિંગમાં પ્રવેશ કર્યો, ત્યારે તેને પોતાના પરિવારના સભ્યો તરફથી મ્હેણાં- ટોણાનો સામનો કરવો પડ્યો. તેને કહ્યું કે, મારા પોતાના પરિવારના સભ્યો મને પ્રોસ્ટિટ્યૂટ કહેતા હતા. તેઓ કહેતાં હતાકે ‘તેની માતા તેને એક્ટિંગ કરાવી રહી છે, તે મોડેલિંગ કરી રહી છે, તે પ્રોસ્ટિટ્યૂટ બની જશે. પણ મેં ક્યારેય જવાબ આપ્યો નહીં. મારી સફળતા જ મારો જવાબ બની ગઈ. જ્યારે ‘સરસ્વતીચંદ્ર’ ટીવી પર આવી, ત્યારે બધાનાં મોં સિવાઈ થઈ ગયાં.’ શાઇનીએ એ પણ ખુલાસો કર્યો કે, જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેના પિતા તેને પ્રોસ્ટિટ્યૂટ કહેતા હતા. તેણે કહ્યું, ‘અમદાવાદમાં મારું પ્રિન્ટ શૂટિંગ ખૂબ મોડે સુધી ચાલતું હતુ – ક્યારેક રાત્રે 2 કે 3 વાગ્યે પેક-અપ થતું. મમ્મી દરેક શૂટિંગ વખતે મારી સાથે રહેતી હતી, ત્યારે હું ફક્ત 16 વર્ષની હતી અને જ્યારે અમે ઘરે આવીએ, ત્યારે એવું નહોતું કે કોઈ પૂછે, ‘તમે ઠીક છો?’, ‘તમે સુરક્ષિત છો?’ ઊલટાનું લોકો બીભત્સ શબ્દો કહેતો – જેમ કે, ‘રાતના ૩ વાગ્યા સુધી લઈ જઈ રહ્યા છો?’, ‘ધંધો કરવા લઈ જઈ રહી છે કે શું?’ ‘સરસ્વતી ચંદ્ર’ થી ઓળખ મળી
શાઇની 2012 માં મુંબઈ આવી હતી. તેના બેંક ખાતામાં ફક્ત 15,000 રૂપિયા હતા. તેણે અમદાવાદમાં નાની-નાની જાહેરાતોથી મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. દિવસના શૂટિંગ માટે ₹3000 માં કામ કર્યું. પછી તેને સંજય લીલા ભણસાલીનો શો ‘સરસ્વતી ચંદ્ર’ મળ્યો અને આ શોએ જ તેને ઓળખ આપી.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *