સમય રૈનાનું નામ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોથી વિવાદોમાં ઘેરાયેલું છે. વિવાદ પછી તેણે સોશિયલ મીડિયાથી જાણે એકદમ દૂરી બનાવી લીધી હતી અને પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું. આજે લગભગ તેણે ત્રણ મહિના પછી એક પોસ્ટ કરી છે, જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સમય રૈનાએ તેના આગામી શો વિશે જાણકારી આપતા આ વીડિયોમાં પોતાના કમબેકની ઝલક બતાવી છે. વિવાદના ત્રણ મહિના બાદ સમય રૈનાએ પોસ્ટ કરી
આ વીડિયોની શરૂઆત એક ઓડિયો ક્લિપથી થાય છે. જેમાં સંભળાય રહ્યું છે કે, “લોકો આ બધી વાતો સાંભળવા પૈસા ખર્ચીને આવે છે, તે ટિકિટ ખરીદે છે અને તેના શોનો હિસ્સો બને છે, તેઓ શોમાં બેસીને જોક્સ સાંભળે છે અને તાળીઓ પણ પાડે છે, ભલે પછી તે ગમે હોય.” આ પછી સમય રૈના દ્વારા યુએસ-કેનેડા ટુરની ઝલક બતાવવામાં આવે છે, જ્યાં કોમેડિયનને લાઈવ જોવા માટે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલા હોય છે. સમય લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો હતો એવામાં એક સારા સમયે, તે જમ્મુમાં તેના માતાપિતાને વીડિયો કોલ કરે છે અને પ્રેક્ષકો તરફ કેમેરો કરી ફેન્સનો ઉત્સાહ દેખાડે છે. સમયે તેના આગામી ટુરની જાહેરાત કરી જે તેને યુરોપ, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થવા જઈ રહી છે. માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો
સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પરનો વિવાદ શરૂ જ છે. સમયે 8 ફેબ્રુઆરીએ તેની યુટ્યૂબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો હતો, જેમાં યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ માતા-પિતા અને મહિલાઓ વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી. દિવ્ય ભાસ્કર અહીં તે બાબતોનો ઉલ્લેખ કરી શકતું નથી.