P24 News Gujarat

Editor’s View: અમેરિકાનો ‘અ’ નહીં ને ટ્રમ્પનો ‘ટ’ નહીં:મોદીએ જગત જમાદારને સાનમાં સમજાવ્યું, સંબોધનની સાત મોટી વાત, ન્યૂ નોર્મલ સાથે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પછી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રીતસર આક્રોશ દેખાતો હતો અને પાકિસ્તાનને એક લાઈનમાં સમજાવી દીધું કે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, સ્થગિત કર્યું છે. જ્યારે જ્યારે હુમલા થશે ત્યારે ત્યારે આ જ ભાષામાં જવાબ અપાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હોવાનો જસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેવા માગે છે. તેમણે જ ઉતાવળિયા થઈને જાહેરાત કરી હતી, પણ વડાપ્રધાને અમેરિકાનો ઉલ્લેખ કર્યો નહીં. નમસ્કાર, પહેલા નરેન્દ્ર મોદીની એ 7 મહત્ત્વની વાતો જાણો, જેમાં તેમણે પાકિસ્તાનને સીધો, કડક સંદેશો આપી દીધો છે. 1. અમેરિકાનું ક્યાંય નામ નહિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની પહેલી જાહેરાત કરી દીધી એના વિશે નરેન્દ્રભાઈએ કોઈ ફોડ પાડ્યો નહીં. આ સ્પીચમાં ક્યાંય અમેરિકાનું નામ લીધું નથી 2. ઓપરેશન સિંદૂર હવે ન્યૂ નોર્મલ ઓપરેશન સિંદૂરે આતંક સામે લડાઈમાં એક નવી રેખા ખેંચી છે. આ ઓપરેશને આતંકવાદ સામે ન્યૂ નોર્મલ નક્કી કરી દીધું છે. 3. ન્યૂકિલયર બ્લેકમેઇલિંગ નહિ ચાલે કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકી જડ નીકળે છે. કોઈપણ ન્યૂક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહન કરે. ભારત સચોટ અને નિર્ણાયક પ્રહાર કરશે. 4. શાંતિનો રસ્તો શક્તિથી પસાર થાય છે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે શાંતિનો માર્ગ બતાવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિથી થઈને જાય છે અને ભારતનું શક્તિશાળી હોવું જરૂરી છે. જરૂર પડ્યે શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે. 5. આ યુગ યુદ્ધનો નથી એ વાત સાચી, પણ આતંકવાદનોય નથી દરેક પ્રકારના આતંક સામે આપણે એકજટ રહેવું જોઈએ, એકતા સૌથી મોટી શક્તિ છે. આ યુગ યુદ્ધનો નથી, પણ આ યુગ આતંકવાદનો પણ નથી. 6. પાકિસ્તાનને ચેતવણી 7. પાકિસ્તાન સાથે બે મુદ્દે જ વાત પાકિસ્તાન સાથે માત્ર અને માત્ર ત્રાસવાદ અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoJk) વિશે જ વાત થશે. ટેરર અને ટોક એકસાથે નહીં થાય. ટેરર અને ટ્રેડ એકસાથે નહીં થાય. પાની ઔર ખૂન ભી એકસાથ નહીં બહ સકતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પાકિસ્તાનને ચેતવ્યું હતું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ ભારતના પ્રવાસે હતા ત્યારે જ પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. એના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ને આતંકીઓના પાકિસ્તાન અને PoKના અડ્ડા તબાહ કરી 100 આતંકીને જહન્નુમ પહોંચાડી દીધા. એ પછી મીડિયા રિપોર્ટ્સમાં જે સમાચાર છપાયા હતા એ વાંચો- આ બધું થયા પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે 9 મેની રાત્રે વડાપ્રધાન મોદીને ફોન કરીને વાત કરી હતી. વડાપ્રધાને કહી દીધું કે પાકિસ્તાન કોઈપણ અવળચંડાઈ કરશે તો તેની જ ભાષામાં જવાબ મળશે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી હતી કે કોઈપણ હુમલા કરતાં પહેલાં પાકિસ્તાને સમજી જવું જોઈએ. જો તે કાંઈ કરશે તો ભારત બહુ કડક ભાષામાં જવાબ આપશે. પાકિસ્તાન જે કરે એ વિચારીને કરે. આખી ઘટનામાં અમેરિકા ક્યાંથી ઘૂસ્યું? 6-7 મેની મધરાત્રિએ ભારતે પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઇક કરી પછી પાકિસ્તાન રઘવાયું બન્યું. 8 મેની રાત્રે પાકિસ્તાને ભારત પર ડ્રોન અને ફાઇટર પ્લેન મોકલીને હવાઈ હુમલા ચાલુ કર્યા. ભારતે તમામ હુમલા રોક્યા ને પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપ્યો. બંને દેશ વચ્ચે યુદ્ધનો માહોલ થયો. બ્લેકઆઉટ, એરપોર્ટ બંધ, સરહદી વિસ્તારોમાં રાત્રે ડ્રોન દેખાવા, આ બધું થયું તો ભારતે ફરી જડબાંતોડ જવાબ આપ્યો. ભારતના આક્રમક વલણથી પાકિસ્તાનની નિંદર ઊડી ગઈ. મીડિયા રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાને મધ્યસ્થી માટે અમેરિકાની મદદ માગી. પહેલા તો અમેરિકાએ ના પાડી દીધી કે તમે બંને જાણો, અમારે કોઈ લેવાદેવા નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ રોકાવ્યું એવો જશ ખાટવા મધ્યસ્થી માટે તૈયાર થયા, એવું કહેવાય છે. ભારત-પાકિસ્તાન સીઝફાયરની ટાઇમલાઇન, 10 મે ટ્રમ્પે ઉતાવળે બ્રેકિંગ ન્યૂઝ કેમ આપ્યા? મોટો પ્રશ્ન એ છે કે ટ્રમ્પને આ બ્રેકિંગ ન્યૂઝ આપવાની જરૂર શું હતી? અને શું ટ્રમ્પે ભારતનો વિશ્વાસ તોડ્યો છે? ટ્રમ્પને આવું કરવાની જરૂર કેમ પડી? તો અમેરિકાને બે દેશો વચ્ચેના સંઘર્ષમાં લીડર બનવાની જૂની આદત છે. ટ્રમ્પ લાકડાના એ ઘોડા પર સવારી કરી રહ્યા છે, જે દોડી શકતો નથી. એક જ ફોન કોલથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવાનો તેમનો ચૂંટણી દાવો હવાઈ ગયો. એનાથી ઊલટું, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ જઈને ટ્રમ્પને ખખડાવી નાખ્યા. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં પણ અમેરિકા સમાધાન કરાવી શક્યું નહીં. સ્વાભાવિક છે કે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની તક ઝડપી લીધી અને આમ કરાવવાનું શ્રેય લઈ લીધું – મૈં હૂં ના… પાકિસ્તાની સેનાએ ટ્રમ્પની ફજેતી કરી પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડારે પોતાની પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ બની છે, પરંતુ માત્ર 3 કલાક પછી પાકિસ્તાની સેનાએ એનો ભંગ કર્યો. પાકિસ્તાની સેનાએ શરીફ સરકારને શરમમાં મૂકી, પણ સીઝફાયરના ટ્રમ્પના દાવાને પણ તોડી પાડી ફજેતી કરી. રાત્રે બીજો ટ્વિસ્ટ રાત્રે 8 વાગ્યે આવ્યો વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ મોડીરાત્રિની પ્રેસ- કોન્ફરન્સમાં કહેવું પડ્યું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે જે કરાર થયો હતો, પાકિસ્તાન છેલ્લા કેટલાક કલાકોથી એનું ઘોર ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરે છે. ભારતના કડક વલણ બાદ પાકિસ્તાનનું વલણ ઠંડું પડી ગયું હતું. માર્કો રુબિયોએ પહેલા મુનીર સાથે વાત કરી, પછી જયશંકરને ફોન કર્યો એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે જ્યારે ભારતે 10 મેની રાત્રે પાકિસ્તાનમાં 5 મુખ્ય એરબેઝ પર કાર્યવાહી કરી, તેના બીજા જ દિવસે યુએસ સેક્રેટરી માર્કો રુબિયોએ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી અને પછી ફરીથી જયશંકરનો સંપર્ક કર્યો. આ કોલ કોઈ સમાધાન અથવા “ઓફ-રેમ્પ”ના સંદર્ભમાં નહોતો. માર્કો રુબિયોએ પૂછ્યું હતું કે શું પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા તૈયાર છે અને શું ભારત આ માટે સંમત થશે? આના જવાબમાં ભારતે કહ્યું કે જો તે હુમલો નહીં કરે તો અમે પણ હુમલો નહીં કરીએ. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ઓફર કરી હતી વિદેશનીતિના જાણકાર માઈકલ કુગલમેને લખ્યું છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન માટે ફરીથી પોસ્ટ કરી અને એમાં તેમણે કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન સાથે મળીને કામ કરશે. આ તેના પહેલા કાર્યકાળમાં આપેલી ઓફરથી આગળની વાત છે. જ્યારે તેમણે કહ્યું હતું કે જો બંને દેશ ઈચ્છે તો કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરી શકે છે. માઈકલ કુગલમેન માને છે કે શરૂઆતમાં અમેરિકાએ ખાસ રસ ન દાખવ્યો. 1999 અને 2019માં પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો દરમિયાન અમેરિકા ખૂબ એક્ટિવ હતું, પણ આ વખતે અમેરિકાએ શરૂઆતમાં રસ ન દાખવ્યો ને કહી દીધું કે અમારે લેવા-દેવા નથી. પછી સીધી સમાધાનની વાત આવી. અમેરિકાને ભારત-પાક. યુદ્ધ પોસાય એમ નથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મનન દ્વિવેદીએ કહ્યું હતું કે અમેરિકા અત્યારે ભારતનો રણનીતિક સાથીદાર છે અને પાકિસ્તાન તેનો જૂનો સાથી છે. એવામાં જો આ વાત આગળ વધે તો તેની સામે વધુ એક સમસ્યા ઊભી થઈ જાત. અમેરિકા પહેલેથી જ રશિયા-યુક્રેન, ઈરાન-ગાઝા, ચીન અને વેપાર મુદ્દે ગૂંચવાયેલું છે અને એટલે જ આ મુદ્દાને ઊગતાંવેંત ડામવા માગતું હતું. અમેરિકાની અલ્બાની યુનિવર્સિટીના રાજનીતિક વિશેષજ્ઞ પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ વર્તમાનમાં વિશ્વમાં ઘણા મહાદ્વીપોમાં ઘણી સમસ્યાઓ ઉકેલવામાં મથી રહી છે. આ જ કારણ છે કે અમેરિકા મોટું સંકટ ટાળવા માગે છે. છેલ્લે, 2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરીને એવું કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… કાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પછી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રીતસર આક્રોશ દેખાતો હતો અને પાકિસ્તાનને એક લાઈનમાં સમજાવી દીધું કે ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, સ્થગિત કર્યું છે. જ્યારે જ્યારે હુમલા થશે ત્યારે ત્યારે આ જ ભાષામાં જવાબ અપાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હોવાનો જસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેવા માગે છે. તેમણે જ ઉતાવળિયા થઈને જાહેરાત કરી હતી, પણ વડાપ્રધાને અમેરિકાનો ઉલ્લેખ કર્યો નહીં. નમસ્કાર, પહેલા નરેન્દ્ર મોદીની એ 7 મહત્ત્વની વાતો જાણો, જેમાં તેમણે પાકિસ્તાનને સીધો, કડક સંદેશો આપી દીધો છે. 1. અમેરિકાનું ક્યાંય નામ નહિ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની પહેલી જાહેરાત કરી દીધી એના વિશે નરેન્દ્રભાઈએ કોઈ ફોડ પાડ્યો નહીં. આ સ્પીચમાં ક્યાંય અમેરિકાનું નામ લીધું નથી 2. ઓપરેશન સિંદૂર હવે ન્યૂ નોર્મલ ઓપરેશન સિંદૂરે આતંક સામે લડાઈમાં એક નવી રેખા ખેંચી છે. આ ઓપરેશને આતંકવાદ સામે ન્યૂ નોર્મલ નક્કી કરી દીધું છે. 3. ન્યૂકિલયર બ્લેકમેઇલિંગ નહિ ચાલે કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકી જડ નીકળે છે. કોઈપણ ન્યૂક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહન કરે. ભારત સચોટ અને નિર્ણાયક પ્રહાર કરશે. 4. શાંતિનો રસ્તો શક્તિથી પસાર થાય છે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે શાંતિનો માર્ગ બતાવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિથી થઈને જાય છે અને ભારતનું શક્તિશાળી હોવું જરૂરી છે. જરૂર પડ્યે શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે. 5. આ યુગ યુદ્ધનો નથી એ વાત સાચી, પણ આતંકવાદનોય નથી દરેક પ્રકારના આતંક સામે આપણે એકજટ રહેવું જોઈએ, એકતા સૌથી મોટી શક્તિ છે. આ યુગ યુદ્ધનો નથી, પણ આ યુગ આતંકવાદનો પણ નથી. 6. પાકિસ્તાનને ચેતવણી 7. પાકિસ્તાન સાથે બે મુદ્દે જ વાત પાકિસ્તાન સાથે માત્ર અને માત્ર ત્રાસવાદ અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoJk) વિશે જ વાત થશે. ટેરર અને ટોક એકસાથે નહીં થાય. ટેરર અને ટ્રેડ એકસાથે નહીં થાય. પાની ઔર ખૂન ભી એકસાથ નહીં બહ સકતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પાકિસ્તાનને ચેતવ્યું હતું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ ભારતના પ્રવાસે હતા ત્યારે જ પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. એના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ને આતંકીઓના પાકિસ્તાન અને PoKના અડ્ડા તબાહ કરી 100 આતંકીને જહન્નુમ પહોંચાડી દીધા. એ પછી મીડિયા રિપોર્ટ્સમાં જે સમાચાર છપાયા હતા એ વાંચો- આ બધું થયા પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે 9 મેની રાત્રે વડાપ્રધાન મોદીને ફોન કરીને વાત કરી હતી. વડાપ્રધાને કહી દીધું કે પાકિસ્તાન કોઈપણ અવળચંડાઈ કરશે તો તેની જ ભાષામાં જવાબ મળશે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી હતી કે કોઈપણ હુમલા કરતાં પહેલાં પાકિસ્તાને સમજી જવું જોઈએ. જો તે કાંઈ કરશે તો ભારત બહુ કડક ભાષામાં જવાબ આપશે. પાકિસ્તાન જે કરે એ વિચારીને કરે. આખી ઘટનામાં અમેરિકા ક્યાંથી ઘૂસ્યું? 6-7 મેની મધરાત્રિએ ભારતે પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઇક કરી પછી પાકિસ્તાન રઘવાયું બન્યું. 8 મેની રાત્રે પાકિસ્તાને ભારત પર ડ્રોન અને ફાઇટર પ્લેન મોકલીને હવાઈ હુમલા ચાલુ કર્યા. ભારતે તમામ હુમલા રોક્યા ને પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપ્યો. બંને દેશ વચ્ચે યુદ્ધનો માહોલ થયો. બ્લેકઆઉટ, એરપોર્ટ બંધ, સરહદી વિસ્તારોમાં રાત્રે ડ્રોન દેખાવા, આ બધું થયું તો ભારતે ફરી જડબાંતોડ જવાબ આપ્યો. ભારતના આક્રમક વલણથી પાકિસ્તાનની નિંદર ઊડી ગઈ. મીડિયા રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાને મધ્યસ્થી માટે અમેરિકાની મદદ માગી. પહેલા તો અમેરિકાએ ના પાડી દીધી કે તમે બંને જાણો, અમારે કોઈ લેવાદેવા નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ રોકાવ્યું એવો જશ ખાટવા મધ્યસ્થી માટે તૈયાર થયા, એવું કહેવાય છે. ભારત-પાકિસ્તાન સીઝફાયરની ટાઇમલાઇન, 10 મે ટ્રમ્પે ઉતાવળે બ્રેકિંગ ન્યૂઝ કેમ આપ્યા? મોટો પ્રશ્ન એ છે કે ટ્રમ્પને આ બ્રેકિંગ ન્યૂઝ આપવાની જરૂર શું હતી? અને શું ટ્રમ્પે ભારતનો વિશ્વાસ તોડ્યો છે? ટ્રમ્પને આવું કરવાની જરૂર કેમ પડી? તો અમેરિકાને બે દેશો વચ્ચેના સંઘર્ષમાં લીડર બનવાની જૂની આદત છે. ટ્રમ્પ લાકડાના એ ઘોડા પર સવારી કરી રહ્યા છે, જે દોડી શકતો નથી. એક જ ફોન કોલથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવાનો તેમનો ચૂંટણી દાવો હવાઈ ગયો. એનાથી ઊલટું, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ જઈને ટ્રમ્પને ખખડાવી નાખ્યા. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં પણ અમેરિકા સમાધાન કરાવી શક્યું નહીં. સ્વાભાવિક છે કે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની તક ઝડપી લીધી અને આમ કરાવવાનું શ્રેય લઈ લીધું – મૈં હૂં ના… પાકિસ્તાની સેનાએ ટ્રમ્પની ફજેતી કરી પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડારે પોતાની પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ બની છે, પરંતુ માત્ર 3 કલાક પછી પાકિસ્તાની સેનાએ એનો ભંગ કર્યો. પાકિસ્તાની સેનાએ શરીફ સરકારને શરમમાં મૂકી, પણ સીઝફાયરના ટ્રમ્પના દાવાને પણ તોડી પાડી ફજેતી કરી. રાત્રે બીજો ટ્વિસ્ટ રાત્રે 8 વાગ્યે આવ્યો વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ મોડીરાત્રિની પ્રેસ- કોન્ફરન્સમાં કહેવું પડ્યું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે જે કરાર થયો હતો, પાકિસ્તાન છેલ્લા કેટલાક કલાકોથી એનું ઘોર ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરે છે. ભારતના કડક વલણ બાદ પાકિસ્તાનનું વલણ ઠંડું પડી ગયું હતું. માર્કો રુબિયોએ પહેલા મુનીર સાથે વાત કરી, પછી જયશંકરને ફોન કર્યો એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે જ્યારે ભારતે 10 મેની રાત્રે પાકિસ્તાનમાં 5 મુખ્ય એરબેઝ પર કાર્યવાહી કરી, તેના બીજા જ દિવસે યુએસ સેક્રેટરી માર્કો રુબિયોએ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી અને પછી ફરીથી જયશંકરનો સંપર્ક કર્યો. આ કોલ કોઈ સમાધાન અથવા “ઓફ-રેમ્પ”ના સંદર્ભમાં નહોતો. માર્કો રુબિયોએ પૂછ્યું હતું કે શું પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા તૈયાર છે અને શું ભારત આ માટે સંમત થશે? આના જવાબમાં ભારતે કહ્યું કે જો તે હુમલો નહીં કરે તો અમે પણ હુમલો નહીં કરીએ. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ઓફર કરી હતી વિદેશનીતિના જાણકાર માઈકલ કુગલમેને લખ્યું છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન માટે ફરીથી પોસ્ટ કરી અને એમાં તેમણે કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન સાથે મળીને કામ કરશે. આ તેના પહેલા કાર્યકાળમાં આપેલી ઓફરથી આગળની વાત છે. જ્યારે તેમણે કહ્યું હતું કે જો બંને દેશ ઈચ્છે તો કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરી શકે છે. માઈકલ કુગલમેન માને છે કે શરૂઆતમાં અમેરિકાએ ખાસ રસ ન દાખવ્યો. 1999 અને 2019માં પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો દરમિયાન અમેરિકા ખૂબ એક્ટિવ હતું, પણ આ વખતે અમેરિકાએ શરૂઆતમાં રસ ન દાખવ્યો ને કહી દીધું કે અમારે લેવા-દેવા નથી. પછી સીધી સમાધાનની વાત આવી. અમેરિકાને ભારત-પાક. યુદ્ધ પોસાય એમ નથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મનન દ્વિવેદીએ કહ્યું હતું કે અમેરિકા અત્યારે ભારતનો રણનીતિક સાથીદાર છે અને પાકિસ્તાન તેનો જૂનો સાથી છે. એવામાં જો આ વાત આગળ વધે તો તેની સામે વધુ એક સમસ્યા ઊભી થઈ જાત. અમેરિકા પહેલેથી જ રશિયા-યુક્રેન, ઈરાન-ગાઝા, ચીન અને વેપાર મુદ્દે ગૂંચવાયેલું છે અને એટલે જ આ મુદ્દાને ઊગતાંવેંત ડામવા માગતું હતું. અમેરિકાની અલ્બાની યુનિવર્સિટીના રાજનીતિક વિશેષજ્ઞ પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ વર્તમાનમાં વિશ્વમાં ઘણા મહાદ્વીપોમાં ઘણી સમસ્યાઓ ઉકેલવામાં મથી રહી છે. આ જ કારણ છે કે અમેરિકા મોટું સંકટ ટાળવા માગે છે. છેલ્લે, 2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરીને એવું કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… કાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *