‘ઓપરેશન સિંદૂર’ અને યુદ્ધવિરામ પછી, હવે એક્ટ્રેસ આલિયા ભટ્ટે શહીદો અને સૈનિકો માટે એક લાંબી પોસ્ટ લખી છે. તેનું કહેવું છે કે, ‘જ્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યાં હતાં, ત્યારે કેટલાક બહાદુર સૈનિકો તેમની ઊંઘ અને જીવના બદલામાં અમને સુરક્ષા પૂરી પાડી રહ્યાં હતાં.’ જોકે, આ મુદ્દા પર આલિયાની પોસ્ટ એટલી મોડી આવી કે, લોકો તેને ફક્ત એક કવર-અપ કહી રહ્યા છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ મૂકી, જેમાં લખ્યું છે કે, ‘છેલ્લી કેટલીક રાતો અલગ જ અનુભવી રહી છે. જ્યારે કોઈ દેશ શ્વાસ રોકે છે, ત્યારે હવામાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં આપણે તે શાંતિ અનુભવી છે. એક શાંત ચિંતા. એક એવો તણાવ જે દરેક વાતચીત, દરેક સમાચારની નોટિફિકેશન અને રાત્રે ડાઈનિંગ ટેબલ પર ગુંજતો રહે છે. બીજી તરફ પર્વતોમાં ક્યાંક આપણા સૈનિકો જાગતા, સતર્ક અને જોખમમાં છે, તે વિચારીને મન પર ભાર લાગે છે.’ આલિયાએ આગળ લખ્યું, ‘જ્યારે આપણે આપણા ઘરોમાં હતાં, ત્યારે કેટલીક બહાદુર મહિલાઓ અને પુરુષો અંધારામાં ઉભા રહીને આપણી રક્ષા કરી રહ્યાં હતાં. તેઓ તેમની ઊંઘ અને જીવનના બદલામાં આપણને ઊંઘ આપી રહ્યાં હતાં. આ બહાદુરી નહીં પણ બલિદાન છે. દરેક યુનિફોર્મ પાછળ એક માતા હતી, જે પોતે ઊંઘતી નહોતી. એક માતા જે જાણતી હતી કે, તેનું બાળક એવી રાતનો સામનો કરી રહ્યું હતું જેમાં હાલરડું નહીં પણ અનિશ્ચિતતા, તણાવ અને એક મૌન હતું જે કોઈપણ ક્ષણે તૂટી શકે તેમ છે.’ આલિયાએ સૈનિકોની માતાઓ માટે આગળ લખ્યું, ‘આપણે રવિવારે મધર્સ ડે ઉજવ્યો. જ્યારે આપણે ફૂલ આપી રહ્યાં હતાં અને ભેટી રહ્યાં હતાં, ત્યારે હું એ માતાઓને યાદ કર્યાં વગર રહી ન શકી, જેમણે હીરોનો ઉછેર કર્યો અને તે ગૌરવને પોતાની કરોડરજ્જુમાં થોડી વધુ શક્તિથી વહન કર્યું.’ ‘જે સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જે સૈનિકો ક્યારેય ઘરે પાછા ન ફરી શક્યા, તેમના પ્રત્યે અમારી સંવેદના. આજે તેમનું નામ દેશની આત્મા સાથે જોડાયેલું છે. મને આશા છે કે તેમના પરિવારોને હિંમત મળશે.’ પોતાની પોસ્ટના છેલ્લા પાના પર આલિયાએ લખ્યું, ‘તો આજે રાત્રે અને આવનારી દરેક રાત્રે, ચાલો આપણે તણાવમાંથી ઉદભવતી શાંતિ ઓછી થાય અને શાંતિમાંથી ઉદભવતા મૌન માટે પ્રાર્થના કરીએ અને તે દરેક માતા-પિતાને પ્રેમ મોકલીએ જે પોતાના આંસુ રોકીને પ્રાર્થના કરી રહ્યાં છે, કારણકે તમારી તાકાત આ દેશને તમારી કલ્પના કરતાં પણ આગળ લઈ જાય છે. આપણે આપણા રક્ષકો અને ભારત માટે સાથે ઉભા છીએ. જય હિન્દ.’ લોકોએ કહ્યું- ‘હવે ઢાંકપિછોડો ન કર’ આખો મામલો ઠંડો પડ્યા પછી આલિયાએ આ મામલે પોસ્ટ કરતા કેટલાક યૂઝર્સ લાલઘૂમ થઈ ગયા. કેટલાક લોકોનું કહેવું છે કે, આલિયાએ પોતાની પોસ્ટમાં પાકિસ્તાન વિરૂદ્ધ કંઈ લખ્યું નથી, તો કેટલાક કહે છે કે, આલિયા આ પોસ્ટ દ્વારા કવર-અપ કરવા માગે છે.
’ઓપરેશન સિંદૂર’ અને યુદ્ધવિરામ પછી, હવે એક્ટ્રેસ આલિયા ભટ્ટે શહીદો અને સૈનિકો માટે એક લાંબી પોસ્ટ લખી છે. તેનું કહેવું છે કે, ‘જ્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યાં હતાં, ત્યારે કેટલાક બહાદુર સૈનિકો તેમની ઊંઘ અને જીવના બદલામાં અમને સુરક્ષા પૂરી પાડી રહ્યાં હતાં.’ જોકે, આ મુદ્દા પર આલિયાની પોસ્ટ એટલી મોડી આવી કે, લોકો તેને ફક્ત એક કવર-અપ કહી રહ્યા છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ મૂકી, જેમાં લખ્યું છે કે, ‘છેલ્લી કેટલીક રાતો અલગ જ અનુભવી રહી છે. જ્યારે કોઈ દેશ શ્વાસ રોકે છે, ત્યારે હવામાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં આપણે તે શાંતિ અનુભવી છે. એક શાંત ચિંતા. એક એવો તણાવ જે દરેક વાતચીત, દરેક સમાચારની નોટિફિકેશન અને રાત્રે ડાઈનિંગ ટેબલ પર ગુંજતો રહે છે. બીજી તરફ પર્વતોમાં ક્યાંક આપણા સૈનિકો જાગતા, સતર્ક અને જોખમમાં છે, તે વિચારીને મન પર ભાર લાગે છે.’ આલિયાએ આગળ લખ્યું, ‘જ્યારે આપણે આપણા ઘરોમાં હતાં, ત્યારે કેટલીક બહાદુર મહિલાઓ અને પુરુષો અંધારામાં ઉભા રહીને આપણી રક્ષા કરી રહ્યાં હતાં. તેઓ તેમની ઊંઘ અને જીવનના બદલામાં આપણને ઊંઘ આપી રહ્યાં હતાં. આ બહાદુરી નહીં પણ બલિદાન છે. દરેક યુનિફોર્મ પાછળ એક માતા હતી, જે પોતે ઊંઘતી નહોતી. એક માતા જે જાણતી હતી કે, તેનું બાળક એવી રાતનો સામનો કરી રહ્યું હતું જેમાં હાલરડું નહીં પણ અનિશ્ચિતતા, તણાવ અને એક મૌન હતું જે કોઈપણ ક્ષણે તૂટી શકે તેમ છે.’ આલિયાએ સૈનિકોની માતાઓ માટે આગળ લખ્યું, ‘આપણે રવિવારે મધર્સ ડે ઉજવ્યો. જ્યારે આપણે ફૂલ આપી રહ્યાં હતાં અને ભેટી રહ્યાં હતાં, ત્યારે હું એ માતાઓને યાદ કર્યાં વગર રહી ન શકી, જેમણે હીરોનો ઉછેર કર્યો અને તે ગૌરવને પોતાની કરોડરજ્જુમાં થોડી વધુ શક્તિથી વહન કર્યું.’ ‘જે સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જે સૈનિકો ક્યારેય ઘરે પાછા ન ફરી શક્યા, તેમના પ્રત્યે અમારી સંવેદના. આજે તેમનું નામ દેશની આત્મા સાથે જોડાયેલું છે. મને આશા છે કે તેમના પરિવારોને હિંમત મળશે.’ પોતાની પોસ્ટના છેલ્લા પાના પર આલિયાએ લખ્યું, ‘તો આજે રાત્રે અને આવનારી દરેક રાત્રે, ચાલો આપણે તણાવમાંથી ઉદભવતી શાંતિ ઓછી થાય અને શાંતિમાંથી ઉદભવતા મૌન માટે પ્રાર્થના કરીએ અને તે દરેક માતા-પિતાને પ્રેમ મોકલીએ જે પોતાના આંસુ રોકીને પ્રાર્થના કરી રહ્યાં છે, કારણકે તમારી તાકાત આ દેશને તમારી કલ્પના કરતાં પણ આગળ લઈ જાય છે. આપણે આપણા રક્ષકો અને ભારત માટે સાથે ઉભા છીએ. જય હિન્દ.’ લોકોએ કહ્યું- ‘હવે ઢાંકપિછોડો ન કર’ આખો મામલો ઠંડો પડ્યા પછી આલિયાએ આ મામલે પોસ્ટ કરતા કેટલાક યૂઝર્સ લાલઘૂમ થઈ ગયા. કેટલાક લોકોનું કહેવું છે કે, આલિયાએ પોતાની પોસ્ટમાં પાકિસ્તાન વિરૂદ્ધ કંઈ લખ્યું નથી, તો કેટલાક કહે છે કે, આલિયા આ પોસ્ટ દ્વારા કવર-અપ કરવા માગે છે.
